Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાગો) અને પાંચ મહેલ તે પાંચસે નવવધૂઓ ને રહેવા માટેબનાવી દીધા. મહાબલ કુમારના સસરાએ પાંચસો પ્રમાણે દેજ આપ્યું. એટલે કે મહાબલકુમારને દેજમાં જેટલી વસ્તુઓ મળી તે તમામ પાંચસેની સંખ્યાવાળી હતી.(કાવ વિરુ) આ પ્રમાણે મહાબલ કુમાર યાવત” બધા મહેલેમાં રહીને મનુષ્ય ભવના બધા ભેગો ભોગવવા લાગ્યું. (थेरागमण इंदकुंभे उज्जाणे समोसढा परिसा निग्गया बलो वि निग्गओ)
એક વખતે વીતશેક નામની તે નગરીમાં સ્થવિરેનું આગમન થયું. તેઓ બધા ત્યાંના ઇન્દ્રકુંભના ઉદ્યાનમાં મુનિપરંપરાને અનુસરતાં અવગ્રહ મેળવીને વિરાજમાન થયા. નાગરિકોની પરિષદ પિત પિત્તાના ઘેરથી નીકળીને મુનિજનની વંદના માટે ઉદ્યાનમાં આવી. બલરાજા પણ ત્યાં આવ્યા, (धम्म सोच्चा निसम्म जं नवरं महब्बलं कुमारं रज्जे ठावेइ, जाव एक्कारसंगवी बहणि वासाणि सामण्णपरियायं पाउणित्ता जेणेव चारूपव्वए मासिएणंभत्तेणं सिद्धे)
સ્થવિરે પાસે શ્રી શ્રુતચરિત્ર રૂપ ધમનું વ્યાખ્યાન સાંભળીને તેને સારી પેઠે હૃદયમાં ધારણ કરીને રાજા બલ પ્રતિબુદ્ધ થઈ ગયે, અને તે કહેવા લાગે-“હે દેવાનુપ્રિયે ! હું મહાબેલ કુમારને રાજ્યાસને સ્થાપિત કરીને તમારી પાસેથી દીક્ષિત થવા ચાહું છું. રાજાની આ વાત સાંભળીને સ્થવિરે એ તેને કહ્યું “વિલમ્બ કરે નહિ આ રીતે તેમની આજ્ઞા મેળવીને રાજા નગ૨માં આવ્યા. ત્યાં આવીને તેણે મહાબલ કુમારને રાજ્યસિંહાસન ઉપર બેસાડ.
ત્યારબાદ રાજા સ્થવિરેની પાસે આવીને દીક્ષિત થઈ ગયે. ધીમે ધીમે તેણે અગિયાર (૧૧) અંગેનું અધ્યયન કર્યું. આરીતે તેણે ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યું. પાલન કરીને તે જ્યાં ચારુપર્વત હતો ત્યાં આવીને તેણે એક માસનુ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું અને અન્ને મુક્તિ મેળવી સૂરા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૦૧