Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( इच्छामो ण भंते ! महालयं सीहनिक्कीलियं तहेव जहा खुड्डागं नवर चोत्तीसइमाओ नियत्तए एगाए परिवाडिए कालो एगेणं संबच्छरेणं छहिं मासेहि अट्ठारसहिय अहोरत्तेहिं य समप्पेइ )
હે ભદંત ! અમે મહાન સિંહનિષ્ક્રીડિત તપ કર્મ કરવા ઈચ્છી એ છીએ. ત્યાર બાદ સ્થવિર ભગવાનની આજ્ઞાથી મહાબલપ્રમુખ સાતે અનગારી મહાન સિંહ નિષ્ક્રીડિત તપ કર્મમાં પ્રવૃત્ત થઈ ગયા.
મહાસિંહ નિષ્ક્રીડિત તપની વિધિ પણ સુકલક સિંહ નિષ્ક્રીડિત તપની વિધિની જેમજ હોય છે. પણ તેના કરતાં તેમાં એટલી વિશેષતા હોય છે કે આ તપને આચરનાર સંયમી એક ઉપવાસ રૂપ ચતુર્થ ભકતને સૌ પહેલાં આચરે છે ત્યાર બાદ તે અનુલમ ગતિથી પૂર્વે વર્ણવેલા કુલક સિંહ નિષ્ક્રીડિત તપ કર્મના આરાધન કમની જેમજ સેળ ઉપવાસ રૂપ ચતુર્સિંશત્તમ સુધી આ તપને કરે છે.
ત્યાર બાદ તે ત્યાંથી પાછા ફરે છે. પાછા ફરવાનો કમ આ પ્રમાણે છે. જ્યારે તે સેળ ઉપવાસ કરી લે છે ત્યારે પ્રતિમ ગતિથી પ્રત્યાવૃત્તિ કાળમાં વચ્ચે પંદર ઉપવાસ રૂપ દ્વાત્રિશત ભકત કરે છે. ફરીતે સોળ ઉપવાસ રૂપ ચતુસ્ત્રિશત્તમ ભકત કરે છે. ત્યાર બાદ ચતુર્દશ ઉપવાસ રૂપ ત્રીશ ભકત કરે છે. અને ત્યાર પછી પંદર ઉપવાસ કરે છે. આ રીતે પૂર્વોકત ક્રમથી તે ચતુર્થ ભકત પર્યન્ત તપસ્યા કરે છે. મહાસિંહનિષ્ક્રીડિત તપનું પ્રથમ પરિ. પાટી યંત્ર ઉપર સંસ્કૃત ટીકામાં બતાવ્યા પ્રમાણે સમજી લેવું.
આ અંકે ઉપવાસ ના છે. આ પ્રમાણે જ દરેક બીજી, ત્રીજી અને ચેથી પરિપાટીઓના અંક જાણવા જોઈએ. મહાસિંહનિષ્ક્રીડિત તપમાં એક પરિપાટિમાં અનુલેમ પ્રતિમાની અપેક્ષા ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, વગેરેથી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૧૩