Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેની જીભના બંને આગળનાં ટેરવાં મ્યાનમાંથી બહાર કાઢેલી તલવારની જેમ તીક્ષ્ણ હતાં, પાતળાં હતાં ચંચળ હતાં અને વિષયના રસને ગ્રહણ કરવા માટે અત્યંત લેલુપ તેમજ આતુર હવા બદલ તેમાંથી સતત લાળ ટપકયા જ કરતી હતી. તેઓ રસાસ્વાદમાં અનુરકત હતાં. ચંચળ હોવાને લીધે તેઓ ધ્રુજી રહ્યાં હતાં, અને માંથી બહાર નીકળી રહ્યાં હતાં. મતલબ એ છે કે તેની જીભ ખૂબ લાંબી હતી
(अवयच्छियमहल्लविगयवीमच्छलालपगलंतरत्ततालूयं, हिंगुलुयसगम्भ कंदरविलंबअंजणगिरिस्स अग्गिजालग्गिलंतवयणं) ।
મેં પહેલું કરતી વખતે તેનું તાળવું દેખાતું હતું. તે બીભત્સ હતું. લાળથીભીનું થઈ કહ્યું હતું અને લાલચેળ હતું. તેનું મે અંજનગિરિ (કાળાપર્વત) ના હિંગળાથી ભરેલી કંદરાના દર જેવું હતું તે બહુ વિશાળ અને અતિશય કાળારંગનું હતું. એટલા માટે જ તે અંજનગિરિ જેવું હતું. તેની જીભ અને તાળવું અને ખૂબ જ લાલ હતાં એથી તેઓ હિંગળક જેવા લાલ હતાં.
સૂત્રકારે અંજનગિરિની હિંગળકથી ભરેલી કંદરાની તેના મૅની જે ઉપમા આપી છે. તેની પાછળ એજ કારણ છે. તેનું તાળવું અને જીભ ખૂબજ લાલ હોવાથી એમ લાગતું હતું કે જાણે તેના મોંમાંથી અગ્નિની જવાળાઓ બહાર નીકળી રહી હોય.
(आऊसिय अक्ख चभ्म उइट्टगंडदेसं चीण चिपिडवंक भग्गणासं रोसागय धममेंत मारूत निठुरंखर फरुस झुसिरओ भुग्गणासियपुडं धाडुब्भडरइयभीसणमुहं
તેના બંને ગાલ કેસની જેમ કરચલીવાળા જેમ મેંમાં પેસી ગયેલા હતા. નાક તેનું નાનું અને ચપટું હતું. ત્રાંસા નાકના છિદ્રોથી શ્વાસોચ્છવાસ નીકળતો હતો તે એમ જણાતું હતું કે જાણે બહુ ક્રોધમાં ભરાઈને તે સામે ઘસી આવતું હોય, એથી જ જ્યારે તે શ્વાસ લેતે હતો ત્યારે ભસ્ત્રા (ધમણ) માંથી જેમ “ધમ ધમ શબ્દ થતો રહે છે તેજ ધ્વનિ થયો હતું. તે તીવ્ર, કર્કશ કઠેર અને દુસહ હતું. તેના મોંના કદ રૂપ અવયવોથી તે દુર્દશ અને મહા ભંયકર લાગતું હતું.
( રૂદ્રમાનસર૪િ) તેની બંને તરફની કાનપટી ઉચે ઉપસેલી હતી (મહંતરિવારોમાં વાઢાઢવંતસ્ટિવન) બંને કાન પરના રુવાંટા મહાવિક રાળ હતાં. આંખના ખૂણાઓ સુધી તેના બંને કાન ફેલાયેલા હતા. એટલા માટે જ એ લાંબા અને ચંચળ હતા.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨
૧૪૩