Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માફક વેપારી અરહનક પ્રમુખ વગેરેની પાસેથી કય વિયના ઉપર મારા રાજ કર્મચારીઓ શુલ્ક(કર)લે નહિ આ પ્રમાણેનું આજ્ઞાપત્ર રાજાએ તેમને લખી આપ્યું. (वियरित्ता रायमग्गमोगाढेइ आवासे वियरइ, पडिविसज्जेइ )
શુલ્ક માફીનું આજ્ઞાપત્ર તેમને આપીને રાજાએ રાજમાર્ગની પાસે આવેલે પિતાને મહેલ તેમને ઉતરવા માટે આપે. આ પ્રમાણે વ્યવસ્થા કરીને કુંભક રાજાએ ત્યાંથી તેમને વિદાય કર્યા.
(तएणं अरहन्नग संजत्ता जेणेव रायमग्गमोगाढे आवासे तेणेव उवागच्छंति, उवागच्छित्ता भंडववहरण करेंति, करित्ता पडिभंडं गिण्हंति गिण्हित्ता सगडी भरेंति, भरित्ता जेणेब गंभीरए पोयपणे तेणेव उवागच्छंति,उवागच्छित्ता पोयवहणं सज्जेति)
રાજાની આજ્ઞા મેળવીને અરહનક સાંયાત્રિકે જ્યાં રાજ માર્ગની પાસે રાજ મહેલ હતું ત્યાં પહોંચ્યાં.
ત્યાં જઈને તેઓ મહેલમાં રોકાયા અને ત્યાં રહીને જ તેઓ પિતાની વેચાણ માટેની વસ્તુઓનું વેચાણ કરવા લાગ્યા. વેચાણથી તેઓને જે કંઈ રકમ મળતી તેનાથી તેઓ પિતાના વેપાર માટેની બીજી વસ્તુઓની ખરીદી કરવા લાગ્યા આ પ્રમાણે વસ્તુઓને સંગ્રહ થયે ત્યારે તે લેકેએ ગાડીઓ અને ગાડાઓમાં વસ્તુઓ ભરી અને આ પ્રમાણે મિથિલા નગરીથી પ્રસ્થાન કરીને તેઓ જ્યાં ગંભીરક નામે પતિ પત્તન હતું ત્યાં ગયા ત્યાં જઈને તેઓએ વહાણને તૈયાર કર્યું.
(सज्जित्ता भंड संकामेति दक्षिणानुकूलेणं वाउणा जेणेव चंपापोयट्ठणे तेणेव पोयं लंबेंति लंबित्ता सगडी० सज्जेति सज्जित्ता तं गणिमं ४ सगडी संकामेंति संकामित्ता जाव महत्थं पाहुडं दिव्वं च कुंडलजुयलं गिहंति गिण्हित्ता जेणेव चंदच्छाए अंगाराया तेणेव उवागच्छंति )
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૫૭