Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કે હે દેવાનુપિય! મલ્લદત્ત કુમારે તમને શા કારણથી દેશમાંથી નિવસિત થઈ જવાની આજ્ઞા આપી છે ?
(तएणं से चित्तयरदारए अदीण सत्तूरायं एवं वयासी-एवं खलु मामी ! मल्लदिन्ने कुमारे अण्णया कयाई चित्तगरसेणिं सद्दावेइ सदावित्ता एवं वयासीतुम्भेणं देवाणुप्पिया! मम चित्तसभं तं चेव सव्वं भाणियव्वं जाव मम संडाएगं छिंदावेइ छिंदावित्ता निव्विसयं आणवेइ तं एवं खलु सामी ! मल्लदिन्नेणं कुमारेणं निश्चिसये आणत्ते )
ચિત્રકારદારકે જ્યારે અદીનશત્રુ રાજાને કહ્યું કે હે સ્વામીન ! મલદત્ત કમારે એક વખતે ચિત્રકારોને બોલાવ્યા અને બોલાવીને તેમને કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે મારા ચિત્રગૃહને ચિત્રિત કરે. આ રીતે ચિત્રકારે અદીનશત્રુની સામે ઉરુઓ-જંધાઓને કપાવવા સુધીની બધી વિગત રજૂ કરી. અને તેણે અંતે આ પ્રમાણે કહ્યું કે જઘાઓને કપાવીને મલદત્તકુમારે મને પિતાના દેશમાંથી બહાર જતા રહેવાનો હુકમ કર્યો છે. ત્યાંથી તેમની આજ્ઞા પ્રમાણે બહાર નીકળીને હું અહીં આવ્યો છું. ___ (तएणं अदीण सत्तूराया तं चित्तगरं एवं वयासी-से केरिसएणं देवाणुप्पिया! तुमे मल्लीए तयाणुरूवे रूवे निव्वत्तिए ? तएणं से चित्तगरदारए कक्खंतराओ चित्तफलयं णीणेइ, णीणित्ता अदीणसत्तुस्स उवणेइ)
ચિત્રકારની વાત સાંભળીને અદનશત્રુ રાજાએ તે ચિત્રકારને કહ્યું કે હે દેવાનુપ્રિય ! મલ્લીકુમારીનું આબેહૂબ ચિત્ર તમે કેવું દેર્યું હતું? આ રીતે રાજાના વચનો સાંભળીને ચિત્રકારદારકે મલ્લીકુમારીનાં ચિત્રવાળું ફલક બગલમાંથી બહાર કાઢયું અને તેને અદીનશત્રુ રાજાની સામે મૂકી દીધું. (કન્નજિત્તા પુર્વ વાતો ) મૂકીને તેણે રાજાને કહ્યું કે--
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૮૦