Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાર્થ ન મરે! સળાં તંત્તે ? ત્યાર છે
જંબૂ સ્વામી સુધર્માસ્વામીને પ્રશ્ન કરે છે કે (મેતે !) હે ભદન્ત ! (जइणं समणे णं जाव संपत्तेणं अट्ठमस्स अयमद्वे पण्णते नवमस्स णं भंते ! नायज्झयणस्स समणेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ?)
જે શ્રમણ ભગવાન મહાવીર-કે જેઓ સિદ્ધસ્થાનના ઉપભોક્તા થઈ ચૂક્યા છે–આઠમા જ્ઞાતાધ્યયનનો અર્થ ઉપર કહ્યા મુજબ નિરૂપિત કર્યો છે તે નવમા જ્ઞાતાધ્યયનને અર્થ તેઓએ કેવી રીતે પ્રગટ કર્યો છે ?
(एवं खलु जंबू । तेणं कालेणं २ चंपा नाम नयरी पुण्गभदे चेइए, तत्थणं मादीनामं सत्थवाहे परिवसइ अड़े जाव अपरिभूए, तस्सणं भद्दा नाम भरिया)
આ રીતે જંબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રા સુધર્મા સ્વામી તેમને સમજાવતાં કહે છે કે હે જંબૂ ! સાંભળે, તમારા પ્રશ્નને જવાબ આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે ચંપે નામે નગરી હતી. તેમાં પૂર્ણભદ્ર નામે ઉઘાન હતું. માર્કદી નામે એક સાર્થવાહ તે ચંપા નગરીમાં રહેતા હતા. તે ધનધાન્યથી પૂર્ણરૂપે સમૃદ્ધ હતા, એટલા માટે તે અપરિ ભવનીય હતે. કઈ પણ માણસની શક્તિ નહોતી કે તેને તિરસકાર કરી શકે. તે સર્વજન માન્ય હતું. તેમનાં પત્નીનું નામ ભદ્રા હતું. __ (तीसेणं भदाए अत्तया दुवे सत्यवाह दारया होत्था तं जहा जिणपालि. एय जिणरक्खिए य)
તે ભદ્રાને બે પુત્રો હતા-જિનપાલિત અને જિન રક્ષિત. (तत्तेणं तेसिं मागंदियदारगाणं अन्नया कयाई एगयओ साहियाणं इमेया रूवे मिहो कहासमुल्लावे समुप्पजित्था)
એક દિવસે માર્કદી સાર્થવાહના બંને પુત્રે એક જગ્યાએ બેઠા હતા ત્યારે તેઓ પરસ્પર વાત ચીત કરવા લાગ્યા કે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૩૨