Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૫ ગત તેય, ૬ તુષિત, ૭ અવ્યાબાધ, ૮ આનેય. એ આઠ લોકાંતિક દેવ કૃષ્ણરાજ્ય.... જુદા જુદા આઠ વિમાનમાં રહે છે. તેમજ જે રિપ્ટ છે તેઓ રિષ્ટ નામક વિમાન પ્રતરમાં રહે છે. (તpr') તે આ પ્રમાણે (તેહિ જોયંતિ ચા લેવા જોવં ૨ નાના વતિ) આ બધા લૌકાંતિક દેવોમાંથી દરેકના આસને ડેલવા માંડયાં.
(तहेव जाव अरहंताणं देवाणं निक्खममाणाणं संघोहणं करेत्तए ति तं गच्छामोणं अम्हे वि मल्लिस्स अरहओ संवोहणं करेमि त्ति कटु एवं संपेहंति)
એટલા માટે આ બધા દેવોએ પોતપોતાના અવધિજ્ઞાન વડે વિચાર કર્યો કે અમારા આસનો શા માટે ડોલવા માંડયા છે? તે જેમ ઈન્ડે પિતાના આસનને ડાલવાનું કારણ જાણ્યું હતું તે પ્રમાણે આ બધાએ એ પણ જાણી લીધું
આ પ્રમાણે કારણની ખાત્રી કરીને તેમના મનમાં આ જાતને વિચાર ઉદુભળ્યું કે મલ્લી અર્હન ઘેરથી નીકળી જવાની દીક્ષા સ્વીકારવાની ઈચ્છા કરી રહ્યાં છે, તે આ સમયે અમારા જેવા બધા લેકાંતિક દેવોની એવી મર્યાદા ( પ્રણાલિકા) હોય છે કે તીર્થકરોના મનમાં જ્યારે વૈરાગ્યની ભાવના ઉદ્દભવે કે તરત જ તેમને સંબોધન કરવું-એટલે કે તેમને આ પ્રમાણે વિનંતી કરવી કે હે ભગવન ! દીક્ષા ગ્રહણ કરવાને આ ઉચિત અવસર (સમય) છે. એટલે અમે પણ ત્યાં જઈએ અને તેઓને સંબોધન કરીએ. આમ વિચાર કરીને
(उत्तर पुरत्थिमं दिसीभायं अवक्कमंति. अवक्कमित्ता, वेउन्बिय समुग्याएणं समोहणंति, समोहणित्ता, संखिज्जाई जोयणाई एवं जहा जंभगा जाव जेणेव मिहिला जेणेव कुंभगस्स रण्णो भवणे, जेणेव मल्ली अरहा तेणेव उबागच्छत्ति )
- તેઓ બધા લૌકાંતિક દે ઈશાન કેણમાં ગયા, ત્યાં જઈને તેમણે વૈકીય સમુદૂઘાતથી ઉત્તર વૈકિયની વિકુર્વણ કરી, વિકુર્વણા બાદ તેમણે પિતાના આત્મપ્રદેશને રત્નમય દંડકાર રૂપમાં બહાર કાઢયા.
ત્યારપછી ઝલક દેવેની જેમ તેઓ બધા દેવલોક સંબંધી ઉત્કૃષ્ટગતિથી જ્યાં મિથિલા રાજધાની હતી તેમાં પણ જ્યાં કુંભક રાજાને મહેલ અને ભલી અહત વિરાજમાન હતા ત્યાં પહોંચ્યા.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨