Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેવાનપિયો ! હું અને તમે આજથી ત્રીજા ભવમાં પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં સલિલાવતી નામના વિજયમાં વિધમાન વીતશેકા નામની રાજધાનીમાં “બાલવયસ્ય” સાત રાજપુત્રો હતા તે સમયે અમારા નામ મહાબલ વગેરે હતા. (સાચા ગાવ પડ્યા ) અમે બધા સાથે જ જમ્યા હતા. અને સાથે સાથે જ મોટા થયા હતા. માટીમાં પણ આપણે બધા સાથે સાથે જ રમ્યા હતા. સમય આવતાં આપણે સાતે જણાએ દીક્ષા ધારણ કરી હતી.
(तएणं अहं देवाणुप्पिया ! इमेणं कारणेणं इत्थीनामगोयकम्मं निवत्तेमि जइणं तुम्भं चोत्थं उवसंपज्जित्ताणं विहरई तएणं अहं छर्ट उपसंपज्जित्ताणं विहरामि सेसं तहेव सव्वं)
તે ભવમાં આ કારણથી સ્ત્રીનામ ગોત્ર કમને બંધ કર્યો. તમે બધા જ્યારે ચતુર્થભક્ત કરતા ત્યારે હું પણ તમારી સાથે ચતુર્થભક્ત તે કરતેજ પણ ગમે તે બહાના હેઠળ પારણાના દિવસે પણ છઠ્ઠ વગેરે તપસ્યા કરતો રહેતા હતા. (આ વિષેનું બધું વર્ણન આ અધ્યયનમાં પહેલાં જ કરવામાં આવ્યું છે)
(तएणं तुम्भे देवाणुप्पिया ! कालमासे कालं किच्चा जयंते विमाणे उववण्णा तत्थणं तुब्भे देम्णाई बत्तीसाई सागरोवमाइं ठिई, तएणं तुब्भे ताओ देवलोयाओ अणंतरं वयं चइत्ता इहेव जंबूद्दीवे२ जाव साइं२ रज्जाइं उवसंपज्जित्ताणं विहरइ)
હે દેવાનુપ્રિયે ! તમે કાળ માસમાં મૃત્યુના વખતે કોલ કરીને જ્યતા વિમાનમાં દેવપર્યાયથી જન્મ પામ્યા. ત્યાં તમારી બધાની બત્રીસ (૩૨) સાગરની સ્થિતિ કરતાં કંઈક ઓછી એટલી સ્થિતિ થઈ. જ્યારે આ સ્થિતિ પૂરી થઈ ત્યારે તરત જ તમે ત્યાંથી આવીને આ જંબુદ્વીપમાં ઉત્પન્ન થયા છે
અને પોતપોતાની રાજનું શાસન ચલાવવા લાગ્યા છે. (तएणं अहं देवाणुप्पिया? ताओ देवलोयाओ आउक्खएणं जावदारियत्ताए पञ्चायाया)
ત્યારબાદ હે દેવાનુપ્રિયે ! હું પણ દેવલ કમાંથી આયુક્ષમ હવા બદલ આવીને અહીં પુત્રી રૂપમાં જન્મ પામી છું.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨
૨૦૪