Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सभं हाव भाव जाच चित्तेउं पयत्ता यावि होत्था)
તેમાં પ્રવેશીને તેઓએ સૌ પહેલાં ચિત્ર બનાવવાની જગ્યા ઉપર રેખાઓ બનાવી.
અહીં આ પ્રમાણે ચિત્ર તૈયાર કરવાનું છે. આ પ્રમાણે વિચાર કરીને ભીત વગેરે ઉપર રેખાઓ વગેરે દેરીને તેમને વિભાજન કર્યું, વિભાજન કરીને તે સ્થાનને તેઓએ સ્વચ્છ બનાવ્યું. સ્વચ્છ બનાવીને તે ચિત્રકારે ચિત્રગૃહને હાવ ભાવ વગેરેના વિશેષ ચિત્રથી ચિત્રિત કરવા લાગ્યા.
(तएणं एगस्स चित्तगस्स इमेयारूवे चित्तगरलद्धी लद्धा, पत्ता अभिसमन्ना गया, जस्सणं दुपयस्स वा चउपयस्स वा अपयस्स वा एगदेसमवि पासइ, तस्स गं देसाणुसारेणं तयाणुरुवं रूवं निव्वत्तेइ)
આ બધામાં એક ચિત્રકાર એ પણ હતું કે તેમાં ચિત્ર તૈયાર કરવાની વિશેષ શક્તિ હતી. તેણે પિતાની ચિત્ર બનાવવાની અસાધારણ શક્તિ પહેલેથી જ મેળવેલી હતી. ચિત્રકળામાં તે ખૂબ જ પ્રવીણ તેમજ તેને તે સારે અભ્યાસી હતે.
તે ચિત્રકાર માણસના, ગાય વગેરે પગાઓના, સાપ વગેરે અપના અથવા તે વૃક્ષ વગેરેનો કેઈપણ એક ભાગ જોઈ લેતે અને ત્યારબાદ તે પ્રમાણેનાં જ આબેહૂબ તેમનાં ચિત્ર દેતે હતે.
(तएणं से चित्तगरदारए मल्लीए जबणियंतरियाए जालंतरेण पायंगुष्टं पासइ तएणं तस्स चित्तगरस्स इमेयारूवे जाव सेयं खलु ममं मल्लीए वि पायंगुट्ठाणुसारेण सरिसगं जाव गुणोववेयं रूवं निव्वत्तित्तए एवं संपेहेइ)
એક દિવસ તે ચિત્રકારે પડદાની પાછળ બેઠેલી મલ્લીકુમારીના પગને અંગૂઠે ગવાક્ષના કાણામાંથી જોઈ લીધું ત્યારે તેના મનમાં એમ થયું કે હું મલીકુમારીને પગના અંગૂઠાના જેવું જ સુંદર ચિત્ર તૈયાર કરૂં.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૭૪