Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમજ વિશાળ શરીરવાળા પિશાચનુંરૂપ પણ જોવામાં આવવા લાગ્યું. (તાજીગંઇ વિચાઈ વાઘાહિં માસિકૂન મહિના) તે પિશાચની બંને સાથ તાલવૃક્ષની જેમ લાંબી હતી. બંને હાથ જાણે આકાશને સ્પર્શતા હોય. મેશ, ઉંદર અને પાડાના જે તેને રંગ કાળે હતે.
(भरियमेहवन्न, लंबोढें निग्गयग्गदंतं निल्ललियजमलजुयलजीहं, आऊ सियवयणगंडदेस, चीणचिपिटनासियं विगयभुग्गभग्गभुभयं )
પાણીથી ભરેલી સાન્દ્ર મેઘ ઘટાઓની જેમ તેનું શરીર ઘણું કાળું હતું. હોઠ ઘણા લાંબા અને નીચે લબડતા હતા. આગળના દાંત બહાર નીકળી ગયેલા હતા. તેની જીભના આગળના બંને ટેરવાં એકી સાથે માંથી બહાર નીકળી રહ્યાં હતાં. તેના બંને ગાલ મેંમાં બેસી ગયેલા હતા.
તેનું નાક નાનું અને ચપટું હતું. તેની બંને ભમ્મરે વિકૃત ખડબચડી અને ભગ્ન હતી. અથવા ભગ્નભગ્ન અને વક્ર-ત્રાંસી-હતી.
(खज्जोयगदित्तचक्खुरागं उत्तासणगं विसालवच्छं, विसालकुच्छि पलंब कुच्छि, पहसिय पयालिय, पयडियगत्तं )
તેની આંખોની રતાશ આગિયા જેવી ચમકતી હતી. તેનું વક્ષસ્થળ ભયંકર હતું. પેટ વિશાળ અને લાંબું હતું. તેનું શરીર પ્રહસિત, પ્રચલિત અને શલથી ભૂત એટલે કે લબડી ગયેલું હતું. ત્યારે. (पणचमाणं अफोडतं अभिवयंत, अभिगजंतं, बहुसो २ अट्टहासे विणिम्मुयंत)
જ તે નાચી રહ્યો હતો. પિતાના બંને ભુજાઓનું તે આસ્ફાલન (અફળાવવું) કરી રહ્યો હતો. તેને જોઈને એમજ લાગતું હતું કે તે જાણે ગર્જના કરતે સામે આવી રહ્યો હોય તે વારંવાર અટ્ટહાસ “ખડખડાટ કરીને હસવું કરતે હતે.
(नीलुप्पलगवलगुलियअयसिकुसुमप्पगासं खुरधारं असिं गहाय अभिमुह. मावयमाणं पासंति)
નીલકમળ, ગવલ, કપડાંનાં ગુલિકા-કૃષ્ણવર્ણક વિરોષ, અળસીના પુષ્પની જેમ તેનું શરીર ઘણું કાળું હતું.
તેના હાથમાં છરાનીધાર જેવી તીણ ધારવાળી તલવાર હતી. અરહત્રક પ્રમુખ સાંયાત્રિકને એમ થયું કે તે પિશાચ હાથમાં તલવાર લઈને તેમની તરફ જ ધસી આવી રહ્યો છે. તે સૂત્ર “૨૦» 1
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૧૪૧