Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અરહનક શ્રમણોપાસકે પાતાના મનમાં જ આમ કહ્યું. અને તે અભીત અત્રસ્ત, અચલિત, અસંભ્રાંત, અનાકુળ, અનુદ્વિગ્ન, ચિત્તથી શાંત થઈને બેસી રહ્યો તે નિર્ભય હતું તેથી તેના મેં અને આખેની કાંતિમાં જરાયે પરિવર્તન થયું નહિ.
ભય તેમજ સંશય વગર હોવાથી તેનું ચિત્ત વિષાદ અને વૈમનસ્ય રહિત હતું. એથી જ તે પોતાના ધર્મ પ્રત્યે દૃઢભાવ રાખતે તે જરાએ વિચલિત થયે નહિ, પણ ચુપચાપ મૌન ધારણ કરીને ફકત ધર્મધ્યાનને જ આ સ્થિતિમાં શરણ માનીને તેમાં તે તલ્લીન થઈ ગયે. અપ્રાર્થિત પ્રાર્થિત વગેરે જે સંબોધન પદે સૂત્રમાં આવ્યા છે તેને અર્થ આ પ્રમાણે છે-કે જે મરણ ને ભેટવાનું કેઈપણ ઇછે નહિ તે મરણને અરહનક શ્રાવક ઈચ્છી રહ્યો હતે. એથી જ દેવે તેને અપ્રાર્થિત પ્રાર્થિત આ જાતના સંબોધનથી સંબોધિત કર્યો છે. અન્નક જે પિતાને ધર્મને વળગી રહેશે તે તેને વિપાક કાળમાં પરિણામ કટુ જ ભોગવવું પડશે. આ જાણીને જ દેવે તેને “દુરંત પ્રાંત લક્ષણ” આ પદથી સંબેધ્યું છે. કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે ચંદ્રકળા ક્ષીણરૂપે રહે છે. એથી તે અમંગળકારી ગણાય છે તે મંગળકારી નહીં હોવાથી તે ચૌદશ હીન પુણ્ય ગણાય છે. દેવ તેને કહે છે કે તારે જન્મ આવા સમયે જ થયે છે એથી તે અભાગિયો છે. અન્નક શ્રાવકને દેવે એટલા માટે જ હનપુણ્યચાતુર્દશિક પદવડે સંબંધિત કર્યો છે. શ્રી, હી વગેરે દરેક પદની સાથે વજિત વિશેષણ લગાડીને જ દેવે અરહનકને સંબધિત કર્યો છે. જેમ કે-હે શ્રીવજિત ! હેડી વર્જિત ! વગેરે. સામાયિક, દેશાવકાશિક, પૌષધ, અતિથિસંવિભાગ આ બધા શીલ છે અણુવ્રત પાંચ છે. ગુણવ્રત ત્રણ છે. આ બધે શ્રાવકનો ધર્મ છે. આરીતે ચાર શિક્ષાવ્રત, પાંચ અણુવ્રત, અને ત્રણ ગુણવ્રત આમ બાર પ્રકારને શ્રાવક ધર્મ અહીં ચર્ચ. વામાં આવ્યો છે. | સૂત્ર “ ૨૨ ” !
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૪૯