Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંતાપથી રહિત થયા અનાસવ–હિંસા વગેરે પાપકાયાથી રહિત થયા, મમતા ભાવથી રહિત થયા, અકિંચન થયા, તેમજ દ્રવ્ય ને ભાવના પરિગ્રહથી મુક્ત થયા, સ્નેહરહિત થયા, નિરુપલેપ થયા, દ્રવ્ય ને ભાવ લેપથી રહિત થયા, તેય (પાણી) રૂપ નેહ વગર હોવાને કારણે તે કાંસ્યપાત્રની જેમ મુક્ત તોય “થયા. રાગના સંબંધ થી રહિત લેવા બદલ તે શંખની જેમ નિર્મળ થયા. સર્વ દેશમાં વિહાર કરનાર હોવાથી તે જીવની જેમ અપ્રતિહત ગતિવાળા (જેની ગતિ કયાંય રોકાય નહિ કે એવા ) થયા. નિરતિચાર સંયમ ને પાળનારા હોવાથી તે શુદ્ધ સેનાની જેમ જાત રૂપ થયા, દેશ, ગામ વગેરે ના આલંબન થી રહિત લેવા બદલ તે આકાશની પેઠે નિરાલંબ થયાં, અરીસાની જેમ નિર્મળ સ્વભાવના હોવાથી તે “પ્રકટ સ્વભાવ” વાળા થયા, ક્ષેત્ર વગેરેમાં પ્રતિબંધ વગરના હોવાથી તે પવનની જેમ અપ્રતિ બદ્ધ વિહારી થયા, કષાયે. ના ઉપશમનથી શરદ ઋતુના પાણીની જેમ તે સ્વચ્છ હૃદયવાળા થયા, ભેગ વિલાસ રૂપ લેપથી રહિત હોવાથી પુષ્કર કમળપત્ર ની જેમ નિપલેપ થયા કાચબાની જેમ તે પિતાની ઇન્દ્રિયને ગુપ્ત કરનાર હોવાથી ગુપ્તેન્દ્રિય થયા. કેવળ પિતાના આત્માને જ અવલંબ આપનાર હોવાથી તે ગેંડા હાથીના વિષાણ (શીંગડા) ની જેમ એક જાત થયા. સંનિધિ વગર હોવાથી પક્ષી ની જેમ તે વિપ્રમુક્ત થયા. ભારંડપક્ષીની જેમ તે અપ્રમત્ત (મદ વગર) રહેવા લાગ્યા, આ ભાખંડ પક્ષી એક પેટ વાળાં હોય છે. તેમની ડોક પૃથફ હોય છે. અન્ય ફળ ભક્ષી હોય છે તેમજ બે જીવ હોય છે. તે હમેશાં ચકિતચિત્ત રહે છે. તે સ્થાપત્યા પુત્ર કર્મના શત્રુને પરાજિત કરવા માટે દઢ ઉત્સાહ સંપન્ન હોવાથી કુંજર (હાથી) ની જેમ શૂર થયા. શુભ પરિણામોથી સક્ત હોવાથી તે ચંદ્રમંડળ ની જેમ સૌમ્ય લેશ્યા વાળા થયા. બીજા જીવોને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨
૬