Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
__ (एवं खलु मए इओ अईए पंचमे संवच्छरे चउण्हाण परिक्खणट्टयाए ते पचसालि अक्खया हत्थे दिन्ना- सेयं खलु मम कल्लं ते जाव जलंते पंचसालि अक्खए पडिजाइत्तए)
કે આજથી પાંચ વર્ષ પહેલાં મેં ચારે પુત્રવધૂઓને તેમની બુદ્ધિ પરીક્ષા માટે તેમના હાથમાં પાંચ શાલિકણે આપ્યા હતા તે હવે સવારે સૂર્ય ઉદય પામતાની સાથે જ હું તેમની પાસેથી પાંચે શાલિકણો પાછા માગું એ જ ઉચિત છે.
( जाव जाणामि ताव काए किण्हं सारक्खिया वा संगीविया वा संवड़िया जाव त्ति कहु एवं संपेहेइ) ।
એનાથી મને એ વાતની ખબર પડશે કે મેં જેટલાં શાલિકણે તેમને આપ્યા હતા તેને કઈ પુત્રવધૂએ કેવી રીતે સંરક્ષિત, સરગેપિત તેમજ સંવર્ધિત કર્યા છે. આ રીતે તેણે વિચાર કર્યો.
(संपेहित्ता कल्लं जाव जलंते विउलं असण पाण खाइमं उवक्खडावेइ उवक्खडावित्ता मित्तनाइ. चउण्ह मुण्हाणं कुलघर जाव सम्माणित्ता तस्सेव मित्तणाइ चउण्हय सु ण्हाणं कुलघरवग्गस्स पुरओजेटं उज्झियं सदावेइ)
વિચાર કરીને તેણે સવારે સૂર્ય ઉદય પામ્યા બાદ અશન, પાન ખાદ્ય અને સ્વાદ્ય આમ ચાર જાતને પુષ્કળ પ્રમાણમાં આહાર તૈયાર કરાવડાવ્યા.
ચારે જાતને આહાર સારી રીતે તૈયાર થઈ ગયે ત્યારે તેણે પિતાના બધા મિત્ર જ્ઞાતિ વગેરે પરિજને તેમજ ચારે પુત્રવધૂઓનાં સગાંવહાલાંઓની સાથે ભેજન કર્યું. જમ્યા બાદ તેણે બધાંને સત્કાર તથા સન્માન કર્યું. ત્યારબાદ મિત્ર વગેરે પરિજને અને ચારે પુત્રવધૂઓનાં સગાવહાલાંઓની સામે તેણે મેટા પુત્રની વધુ ઉઝિતાને બેલાવી.
( सावित्ता एवं वयासी एवं खलु अहंपुत्ता । इओ अईए पंचमंसि संवच्छरंसि इमस्स मित्तनाइ चउण्हय मुण्हाणं कुलघरवग्गस्स पुरओ तव हत्थंसि पंचसालि अक्खए दलयामि)
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨