Page #1
--------------------------------------------------------------------------
________________
સાધતીલી પહેડી
હકીકત
- '
ક િLl
- ભાશિભાઈ પટેલ
Page #2
--------------------------------------------------------------------------
________________
સાધુતાની પગદંડી
પુસ્તક છઠું (સન ૧૯૫૬ના નવેમ્બરની ૧૯મી થી ૨૭ નવેમ્બર, ૧૯૫૮ સુધી)
મનુષ્યનું મન એક એવી મૂડી છે, જે ધર્મથી જ સાચવી શકાય.”
- સંતબાલ
મણિભાઈ બાપુભાઈ પટેલ
સંપાદક મનુ પંડિત
પ્રકાશક
મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર,
અમદાવાદ-૩૮૦ ૦૦૪.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
મનું પંડિત મંત્રી, મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર,
અમદાવાદ-૩૮૦૦૦૪.
નકલ : એક હજાર
પ્રથમ આવૃત્તિ: ૨૦૦૨
ચૈત્ર સુદ એકમ, શનિવાર, ગુડી પડવો, સં. ૨૦૫૮
તા. ૧૩ એપ્રિલ, ૨૦૦૨ મુનિશ્રીની ૨૦મી નિર્વાણતિથિ
કિંમત રૂપિયા ચાલીસ
-
મુખપૃષ્ઠ : શ્રી જગન મહેતાના સૌજન્યથી
• મુદ્રક ૦
દીપક પ્રિન્ટરી, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
Page #4
--------------------------------------------------------------------------
________________
બે બોલ પૂ. મુનિશ્રી સંતબાલજીની વિહારયાત્રા એ એક પ્રકારની ધર્મયાત્રા છે, સામાજિક ક્રાંતિ તેમણે જે ખેડી તે તેમના રોજેરોજના જીવન પ્રસંગોમાં જોવા મળે છે.
પગલે પગલે સાવધ રહીને
પ્રેમળતા પ્રગટાવ્યે જા.” આ ગીતનો અર્થ શોધવો હોય તો તમને તેમની વિહારયાત્રાઓમાંથી મળી રહેશે.
આ ડાયરીનું મૂલ્યાંકન વાચકો કરશે ત્યારે તેમને બે પ્રદેશો - ગુજરાત અને મહારાષ્ટ્રની સંસ્કૃતિ જોવા મળશે.
બે ચાતુર્માસ - આદરોડા અને ઘાટકોપર - એક ગામડું એક મહાનગર - બંનેની પ્રજાની ભક્તિ જોવા મળશે. આ દરોડા રજપૂતકેન્દ્રી, ઘાટકોપર વણિકકેન્દ્રી...
ગુરુ અને શિષ્યનાં ચાતુર્માસ - ગુરુદેવનું બોરીવલીમાં, સંતબાલજીનું ઘાટકોપરમાં જોવા મળશે.
અને સૌથી મોટી વાત તો તેઓ પ્રજાને કોઈ ને કોઈ સમાજોપયોગી પ્રવૃત્તિમાં જોડવા ઇચ્છે છે. ભાલમાં હતા તો ગ્રામસંગઠન – શહેરમાં આવ્યા તો પ્રાયોગિક સંઘ અને માતૃસમાજ - આ એમની પ્રજાઘડતરની કુનેહ છે.
મહારાષ્ટ્રના ઝડપી પ્રવાસમાં એક તો થોડી ભાષાની મુશ્કેલી તેમ છતાં ભાવ પકડ્યો છે. ટૂંકી લખાઈ છે.
આ છાપેલી ડાયરી વાંચવા જેટલો સમય મને રહ્યો નથી, પરંતુ ડાયરીનું સંપાદન પ્રારંભથી જ મનુભાઈ કરે છે, અને તેઓ પણ મારી ગેરહાજરીમાં અવારનવાર મહારાજશ્રીની વિહારયાત્રામાં છેકથી રહેતા આવ્યા છે, એટલે વિગતો જાણે છે. તેમની ક્રાંતિની દષ્ટિ સમજીએ. તેમના ચરણોમાં વંદના સાથે...
- મણિભાઈ બા. પટેલ
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું
Page #5
--------------------------------------------------------------------------
________________
4
24...v...e
ભાલના ગામડાંઓમાં પૂ. સંતબાલજીની કલ્પના પ્રમાણે અન્યાયનો સામનો કરવાના
મહાયજ્ઞના પ્રથમ પુરોહિત બનનાર સ્વામી જ્ઞાનચંદ્રજીને
આ વિહારયાત્રાનો છઠ્ઠો ભાગ સાદર અર્પણ કરતાં
હું આનંદ અનુભવું છું.
મહાવીરનગર આ. કેન્દ્ર, ચિંચણી. તા. ૧૨ માર્ચ, ૨૦૦૨
મણિભાઈ બા. પટેલ
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠ્ઠું
Page #6
--------------------------------------------------------------------------
________________
ક્રાંતદ્રષ્ટાની લોકકેળવણી
સંપાદકીય પગદંડીનો આ છઠ્ઠો ભાગ છે. પાંચમો ભાગ સન ૧૯૫૩ના નવેમ્બરની ૨૨મીથી ૧૭મી નવેમ્બર, ૧૯૫૬ સુધીનો ગાળો આવરી લેતો હતો. આ ગ્રંથ તા. ૧૯-૧૧-૧૯૫૬ થી તા. ૨૭-૧૧-૧૯૫૮ એ – ઘાટકોપરના ચાતુર્માસથી પૂરો થાય છે.
મુનિશ્રીનું જીવન એક સતત વિચારશીલ એટલે કે વિકાસશીલ ક્રાંતદ્રષ્ટાનું રહ્યું છે. એમના જીવનમાં કઈ ક્રાંતિ તેમણે કરી એમ પૂછે તો આ ગ્રંથ તેના દસ્તાવેજી પુરાવા રૂપ બની અનેક દષ્ટાંતો પૂરાં પાડે છે.
૧૯૩૭માં તેઓ મુંબઈ ચાતુર્માસ પછી પોતાના ગુરુથી છૂટા પડ્યા તે સન ૧૯૫૮ના ૨૫ મેના દિવસે પોતાના જીવનની તપ-ત્યાગની સિદ્ધિ જાણે કે ગુરચરણે સમર્પિત કરે છે. આ રીતે તેઓ ૨૨ વર્ષ સુધી પોતાની પ્રિય નગરીના આત્મીયજનોથી દૂર રહે છે.
જમાને જમાને માનવસમાજને રૂંધતાં કારણો કેટલીક વાર ધાર્મિક રૂઢ માન્યતાઓ, કેટલીક વાર સામાજિક રૂઢિઓ હોય છે અને કેટલીક વાર રાજકીય અને આર્થિક બંધનો હોય છે. આ બધાં કારણો માનવજીવનને અટકાવનારાં થઈ પડે છે ત્યારે નવા વિચારને જાગ્રત કરી, તેનો પ્રચાર કરવો તેને સામાન્ય અર્થમાં આપણે ક્રાંતિ કરી એમ કહીએ છીએ. અહીં એવાં બળોનો મુનિશ્રી કેવી રીતે પ્રજાને સમજાવતા રહી, પોતાની સાથે રાખી પ્રગતિ કરતા રહ્યા તે જોવા મળે છે.
સૌથી પ્રથમ ધંધુકા તાલુકામાં - પોતાના કાર્યક્ષેત્રમાં આવેલ સારંગપુર મંદિર - મંદિરે પોતાના ખેડૂતોને - જેઓ વર્ષોથી ખેડતા હતા, તેમને દૂર કર્યા, પાક પાડી નાખ્યો. ખેડૂતોના રોટલાનું સાધન ટળી ગયું. આ વખતે તેઓ ધોળકા ચાતુર્માસ કરી રહ્યા હતા પરંતુ પોતાના ચાતુર્માસ પૂરા થતાં તેઓ વહેલી તકે સારંગપુર પહોંચે છે. ત્યાં ચાલેલ શુદ્ધિપ્રયોગની છાવણીની મુલાકાત લે છે. આ પ્રસંગે સમસ્ત ગામ, સરપંચ અને આસપાસના ખેડૂતો તેમનું ઉમળકાભેર સ્વાગત કરે છે. આ દિવસોમાં કાર્યકર્તાઓ અને શુદ્ધિપ્રયોગમાં બેસનારાઓને ઘણું સહન કરવું પડ્યું હતું. તેમને કહે છે: “તમારું તપ એળે ગયું નથી.’ સમાજને સંબોધતાં જણાવે છે :
“સમાજમાં અન્યાય ચાલે છે, કારણ કે સમાજ તેને નિભાવી લે છે. પણ એ જ વખતે વધારે માણસો સંગઠિત થઈ, સહકાર આપે, સામનો કરે તો તેમને જરૂર ન્યાય મળી રહે છે. સારંગપુરનો પ્રશ્ન એ મંદિરનો પ્રશ્ન હોવાથી, મારા મનમાં
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું
Page #7
--------------------------------------------------------------------------
________________
બેવડી ચિંતા હતી. આજ સુધી આપણે ધર્મ સંસ્થાઓ પાસેથી પ્રેરણા મેળવી આચરણ કરતા, પણ હવે આજની સ્થિતિમાં ઘણો ફેર પડી ગયો છે.”
ધર્મસ્થાનકનું એટલું જ મહત્ત્વ જળવાય તેવા તેમના પ્રયત્ન સદા રહ્યા છે. ધર્મ તો માનવને જોડનારી મુખ્ય કડી છે. દુનિયાના દરેક મહાપુરુષે સમાજને વ્યાપકતા તરફ લઈ જવા પ્રયત્ન કર્યો છે. આમ વ્યાપકતાથી માનવજીવન ઉચ્ચ બને છે. વ્યાપકતા એટલે બધા પ્રત્યે સમભાવ, બધાનું કલ્યાણ અને એવું વાતાવરણ નિર્માણ કરવામાં જે સહન કરવાનું આવે તે સમર્પણ છે. મુનિશ્રીએ તો આ વ્યાપકતા માટે “વિશ્વવાત્સલ્યનો મંત્ર જ પ્રજાને આપી દીધો હતો.
માણસને શાંતિ માટે રોટલાની જરૂર છે. પોતાના શ્રમથી આજીવિકા મળી રહે, ન્યાયપૂર્ણ આજીવિકા મળે તેવી વ્યવસ્થા રાજ્ય કરવી જોઈએ. આપણા દેશમાં જમીન - એ એનો પાયો છે. મુનિશ્રીએ ભૂદાનને બહુ જ બિરદાવી પોતે સક્રિય બની રહ્યા, તેની વાત આગળના ગ્રંથમાં દર્શાવી છે, પણ તેઓ માનતા કે કેવળ ભૂદાનથી ગામડાના બધા પ્રશ્નો ઉકલવા શક્ય નથી. તેની સાથે ગ્રામસંગઠનનો વિચાર જોડવો જોઈએ. દરેક ગામ પોતાના ગામના વિશે વિચાર કરે. તેમાંથી ગણોતધારામાં સુધારા સૂચવતો ઠરાવ ખેડૂત મંડળે કર્યો, પણ તે કૉંગ્રેસે સ્વીકાર્યો નહીં, વિધાનસભામાં સુધારો થયો નહીં. તેથી ખેડૂતોએ સ્વૈચ્છિક રીતે નિર્ણય કર્યો કે ૬૦ એકરથી વધારે જમીન ધરાવતા ખેડૂતે સ્વેચ્છાએ એ જમીન છોડવી. એ માટે ગણોતધારા શુદ્ધિપ્રયોગ ચાલ્યો. આવા ઉપયોગી સુધારાને પણ રાજ્ય સ્વીકારતું નથી, કારણ કે તેની પાછળ સ્થાપિત હિતોનો હાથ હોવાની શક્યતા. તેથી ત્રણ ત્રણ દિવસના ત્રિઉપવાસી શુદ્ધિપ્રયોગની છાવણી નાની બોરુ અને મિંગલપુરની મુલાકાત લઈ ખેડૂતોના ત્યાગને બિરદાવ્યો. (આવા સ્વૈચ્છિક ભૂમિત્યાગ કરવા તૈયાર થયેલ કિસાનોનું જ્યારે વિનોબા ગૂંદી આશ્રમમાં આવ્યા ત્યારે તેમનું બહુમાન કરવામાં આવેલું.).
પણ સરકાર કૉંગ્રેસ પક્ષની હોવા છતાં આવા સુધારાનો અમલ ન થઈ શકે, ગ્રામસંગઠનો અને ખેડૂતમંડળોના પ્રતિનિધિઓને પ્રતિનિધિત્વ ન આપે તે માટે તેમણે કોંગ્રેસને આંચકા આપવા શરૂ કરેલ. ધોળકામાં સાત દિવસના ઉપવાસ પછી કૉંગ્રેસ પ્રમુખ શ્રી ઉ. ન. ઢેબર, અ.ભા. કોંગ્રેસ કમિટીના મંત્રી શ્રીમન્નારાયણ અગ્રવાલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડીઓની મુલાકાત ગોઠળી બંનેના સહકારથી બળ વધે એવા પ્રયત્નો શરૂ કર્યો. ઉચ્ચ કક્ષાના નેતાઓ સમર્થન આપતા, પણ નીચે પ્રદેશ કક્ષાએ જો સહકાર ન મળે તો એકતા શી રીતે થઈ શકે? એકતાના આવા પ્રબળ પ્રયત્નો આદરોડા અને વાઘજીપુરાની બેઠકોમાં થયો. મુનિશ્રીને છેવટે એમ લાગ્યું કે - ગુજરાત પ્રદેશ સમિતિ આપણા મંડળોને માન્યતા આપવાની નથી, અને ગ્રામસંગઠનોનો પાયો જ કાચો રહી જશે.
સાધુતાની પગદંડી પુસ્તક-છઠું
Page #8
--------------------------------------------------------------------------
________________
આ જ વખતે દ્વિભાષી રાજ્ય રચનાનો પ્રશ્ન પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. એની હકીકત-ખેડૂત મંડળની ટુકડીઓ અમદાવાદ શાંતિસેના તરીકે જનારની વાત, આગળના ગ્રંથમાં આવી ગઈ છે, એટલે મુનિશ્રીના મનમાં બે પ્રશ્ન મુખ્ય હતા:
(૧) દ્વિભાષી રાજ્ય રચનામાં મહારાષ્ટ્રની પ્રજાનું વલણ જાણવું.
(૨) ગુજરાતમાં ખેડૂત મંડળોને કોંગ્રેસ આવકારતી નથી, તો મહારાષ્ટ્ર અને કર્ણાટક પ્રદેશની જનતામાં પ્રત્યક્ષ ફરી અનુભવ લેવો.
આમ તેઓ મહારાષ્ટ્રમાં જવા વિચારતા હતા. ગૂંદી આશ્રમમાં કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું. તેમાં તેમણે મહારાષ્ટ્ર પ્રવાસની યોજના મૂકી. પણ હજુ ભાલના પ્રશ્નો જ ક્યાં ઓછા હતા?
આદરોડાના ચાતુર્માસ પ્રસંગે ધંધુકા તાલુકાના ખાંભડા ગામના પટેલ પીતામ્બરભાઈ તેમને ૧૩મી જુલાઈએ મળવા આવ્યા હતા અને પટેલો અને કાઠીઓ વચ્ચેના વૈમનસ્યનો તાગ આપ્યો હતો. ત્યાં તો ૧૮મી જુલાઈએ ચાર જ દિવસ પછી ભાલના આ ભડવીર ખેડૂત કાર્યકરને કાઠીઓએ બંદૂકથી ઠાર કર્યા. જમીનોની તકરાર ચાલુ. મહારાજશ્રીને અત્યંત દુઃખ થયું. ગણોતધારાનો પ્રશ્ન, સહકારી મંડળીઓના પ્રશ્ન, હરિજનો-ભંગીના પ્રશ્નો, અછતની પરિસ્થિતિ - આવા નાના મોટા પ્રશ્નો તો હતા જ. ત્યારે મહારાજશ્રી વિચારમાં પડી ગયા. કાર્યકર્તાઓના આગ્રહને અવગણી પણ કેમ શકાય?
પોતાની કપરી કસોટીમાં તેઓ કુદરતનો આશરો લે છે. તેમણે નક્કી કર્યું ચિઠ્ઠીઓ કરવી – પ્રવાસ કરવો - પ્રવાસ બંધ રાખવો. ચિઠ્ઠી બાળક પાસે ઉપડાવી તો પ્રવાસ કરવાનું આવ્યું. આ રીતને તેઓ માત્ર એક વિકલ્પ તરીકે ગણાવે છે પણ હવે જવું જ એ દિશાના બધા પ્રયત્નો શરૂ થયા.
ત્યાં એક બીજું અનેરું આકર્ષણ આવીને ઊભું રહ્યું. પોતે ૧૯૩૭થી ગુરુના સાંનિધ્યમાંથી છૂટા પડ્યા હતા. એ જ મુંબઈના ક્રાંતિકારી સ્થા. સમાજે ચાતુર્માસ માટે નિમંત્રણ આપ્યું. પોતે જાણતા હતા કે આખો સમાજ અને એટલે કે સંતબાલની પ્રવૃત્તિઓને પચાવી શકે એ શક્યતા ઓછી છે, તેમ છતાં જ્યારે સામેથી સંઘે તૈયારી બતાવી છે તો તેનો સ્વીકાર કરવો. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના છ જિલ્લા - ૪૫૦ માઈલનો પ્રવાસ. પણ આ પ્રવાસ સૂરત – ખાનદેશ – નંદરબાર – અમલનેર - ધૂળિયા – માલેગાંવ - નાશિક – પૂણે વગેરેને આવરી લઈ મુંબઈ જવું, જેથી વચ્ચે મહારાષ્ટ્રની જનતાનાં દર્શન થાય.
પોતાના પ્રવાસમાં સરદાર અને બાપુનાં કેન્દ્રો જે જુગતરામભાઈ દવે છેલ્લાં ૪૦થી અધિક વર્ષોથી ચલાવતા હતા તેનો સમાવેશ કરવો. એ રીતે ભરૂચ જિલ્લામાં અને સૂરત જિલ્લામાં ગોપાલક પરિષદ, સહકારી કાર્યકરો, રચનાત્મક કાર્યકરો, કોંગ્રેસ કાર્યકરોનાં સંમેલનો યોજાતાં રહ્યાં. સૂરત જિલ્લો ગુજરાતભરમાં સૌથી વધુ રચનાત્મક પ્રવૃત્તિઓથી ખેડાયેલ છે. તેમાં બારડોલી, વરાડ, ઘંટોલી, વાલોડ, વેડછી, મઢી,
સાપુતાની પગદંડી પુસ્તક-છઠું
Page #9
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યધામ, વ્યારા વગેરે અગત્યનાં કેન્દ્રો. ત્યાંના આશ્રમવાસીઓ સાથેના મિલાપમાં પોતાની આત્મીયતા અનુભવી. ખાસ કરીને વેડછી અને વાત્સલ્યધામના – મઢીના તેમના ઉદ્ગારો અને દિનચર્યા એક વિશેષ ભાત પાડે છે.
આવી ખેડાયેલ ભૂમિમાં પણ દારૂનું વ્યસન ભારે. આદિવાસીઓ કાળા ગોળમાંથી જાતે જ દારૂ બનાવી લે. જુગતરામભાઈએ વિનંતી કરી કે આ ગોળનો વેપાર બંધ થાય તો દારૂબંધીના કામમાં વેગ આવે, મહારાજશ્રીએ મઢીની રાતની જાહેરસભામાં અપીલ કરતાં વેપારીઓએ ચમત્કારિક રીતે બંધ કરવાનું વચન આપ્યું. બસ, પછી તો તાપી નદીની ખીણના એ આખા પ્રદેશ - નંદરબાર સુધી - દારૂનિષેધનું બહુ અગત્યનું કામ મળી ગયું.
સોનગઢ તાલુકામાં કાકરાપાડાનો વિસ્તાર ફર્યા, અને એ તરફનાં જંગલોમાં, સહકારી જંગલ મંડળીઓ મારફતે જંગલો, કપાતા કૂપની યોજના સમજવા, અને આદિવાસીઓને મળવા જુગતરામભાઈએ વિનંતી કરતાં – માત્ર જંગલ માટે તેમણે ચાર દિવસ આપ્યા. અહીં તેમનું સ્વાગત જંગલ કામદાર આદિવાસીઓ “જય બોલતાંની સાથે પોતાના ચકચકતા કૂહાડા ઊંચા કરીને સલામી આપતા. આ એક વિરલ દશ્ય હતું. સેંકડો આદિવાસી આ જંગલ કટાઈમાં રોકાયેલ. તેમનું શાહુકારો મારફતે થતા શોષણને અટકાવનાર મુંબઈ રાજ્યના ખેરસાહેબને તેમણે બિરદાવ્યા. આદિવાસીઓને નિર્મળ, પવિત્ર જીવન માટે દારૂ છોડવાની અપીલ કરી. આ ડાયરીમાં જોવા મળે છે કે કેટલાંક આદિવાસી ગામોમાં તેઓ દારૂ નહીં પીવાની પ્રતિજ્ઞા લઈને સંતની શુભાશિષ મેળવે છે.
આ દેશની વિવિધતામાં સંતો પ્રત્યેની ભક્તિની એકતા કેવી છે તેનાં મરણીય ચિત્રો પણ અહીં જોવા મળે છે. ભાષા, વેશ બધું વિવિધ હોવા છતાં અંતરની એકતા અખંડ હતી. કેવળ હિંદુ સમાજ નહીં, મુસ્લિમ ગામો અને મુસ્લિમ સમાજમાંથી પણ તેમને ભક્તિભાવ મળ્યો છે.
ગુજરાતના પ્રવાસમાં ખંભાતમાં અને ભરૂચ જિલ્લાના ગામોમાં તેમનો પ્રવાસ કોમી એકતાના દૃષ્ટાંત રૂપ બની રહેતો. તેમણે એક મદ્રેસામાં કહ્યું :
“હું હમણાં જ શ્રીમદૂના અનુયાયીઓ પાસે જઈ આવ્યો. જો દરેક ધર્મના લોકો એકબીજાના ધર્મસ્થાનોમાં જાય, અરસપરસ મળે તો ભાઈચારો વધે. ધર્મ એ માણસને પવિત્ર બનાવે છે.”
પોતાની યાત્રા દરમિયાન ધર્મને વિવિધ રીતે સમજાવતાં મુખ્ય એકતાને બાળકોની ભાષા વાપરી બે એકડાના દૃષ્ટાંતથી સમજાવે છે. બે એકડા ભેગા મળે તો અગિયાર થાય - પણ બંને જુદા જુદા બેસે તો એક જ રહે. એકઠા બેસાડવાનું કામ શાળાના શિક્ષકોએ કરવાનું છે.
સમાજમાં સત્તા અને ધનથી સર્વોપરિતાવાળી જ બધી યોજનાઓ વિચારાય છે, પણ એ કંઈ સાચું બળ નથી. સાચું બળ ધર્મ એટલે કે નીતિ, આધ્યાત્મિક બળ
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું
Page #10
--------------------------------------------------------------------------
________________
છે. આધ્યાત્મિકતાને રહેવાનું સ્થળ નીતિ છે. સમાજ જીવનને સાથે રાખીને જીવવાની રીત હોવી જોઈએ !
ગાંધીજીએ આધ્યાત્મિકતાના પ્રયોગો બતાવ્યા છે. હું તે પ્રમાણે ચાલવા ગામડાંને સ્વાવલંબી બનવા તે ઉપાડી લેવા વિનંતી કરું છું.”
આ પ્રવાસના ગાળામાં તેમણે નાના-મોટા ડઝનબંધ ઉપવાસ કર્યા છે – શુદ્ધિ માટે સમાજની અને પોતાની કોઈનું ખૂન થયું, કોઈ સળગીને પ્રાણ ત્યાગ કરે છે, કોઈએ સગી આંખે પીશાચી કૃત્ય જોયું પણ સત્ય કહેવાની હિંમત નથી કરતાં. બળાત્કાર, ચારિત્ર્યહનન, ચોરી જેવા અનેક પ્રસંગોએ પોતાની જાતને તેમણે તપસ્યામાં મૂકી છે. આ બધા પાછળ તેમની આત્મજાગૃતિ કેટલી છે તેનો એક પ્રસંગ મલાડમાં એક જૈન સાધુના મિલન વખતનો નોંધાયેલ છે.
મહારાજશ્રીએ કહ્યું: “તમારા વિશે આર્થિક બાબતોની વાતો થાય છે. તમે માતાજી નિમિત્તે પૈસા ભેગા કરો છો. આ વાત જો સાચી હોય તો ખુલાસો થવો જોઈએ.”
સંવાદદાતાએ પોતાને નાનાલાલભાઈ નહીં, નાનાલાલ મહારાજ કહેવાનો આગ્રહ રાખ્યો અને ક્રોધ વધી જતાં : પૈસા ઊઘરાવું છું, ઊઘરાવું છું, ઊઘરાવું છું. તમારી પાસે આવું ત્યારે ના પાડજો !”
પોતે શુદ્ધ હોય તો જ બીજાને સૂચવી શકે. હકીકત સાચી હોવા છતાં સામી વ્યક્તિને ક્રોધ આવ્યો, તેમાં પોતે નિમિત્ત બન્યા. કહેવા લાગ્યા : “મારા વચનથી સામી વ્યક્તિને ક્રોધ થયો એટલી મારી ખામી.”
બીજો પ્રસંગ સમયપાલનની ચુસ્તતાનો. મોટા ઉપાશ્રયમાં રાત્રે દસ વાગ્યા સુધી રહેવાની મર્યાદા હતી પરંતુ એક દિવસ ચર્ચામાં થોડી મિનિટો વધી ગઈ. ચર્ચાનો વિષય છોડીને જઈ શકાય તેમ નહોતું. કોઈ તેમને ટકોર કરનાર નહોતું તેમ છતાં બીજે દિવસે એ વચનભંગ માટે પ્રાયશ્ચિત્ત લીધું.
પોતાના સાથીઓના ઘડતર ખાતર પોતે કસોટીમાં મુકાય છે એવા પ્રસંગોમાં મીરાંબહેનનાં બે-ત્રણ દષ્ટાંત પણ આવે છે.
તેમના ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ ભાલમાંથી પસાર થાય છે ત્યારે મીરાંબહેનને પોતાના સહપ્રવાસી તરીકે જોડાવા નિમંત્રે છે. જૈન સાધુઓ વિહારમાં સ્ત્રીઓને રાખી શકતા નથી, પણ આ તેમના ગુરુદેવની ક્રાંતિ હતી.
આ ડાયરીમાં ઘાટકોપરની જે ઐતિહાસિક ઘટના - તેમનો નિવાસ કયા ઉપાશ્રયમાં રાખવો, તે અંગે શરૂઆતમાં બહુ જ વિગતથી દર્શાવ્યું છે. લોકશાહી ઢબે સૌનું માન સચવાય તે રીતે સમાધાન થયા પછી પ્રશ્ન આવે છે કે – મીરાંબહેન અહીં કાંતી નહીં શકે ત્યારે મહારાજશ્રીને ખુલાસો કરવો પડે છે કે આવી શરતો
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું
Page #11
--------------------------------------------------------------------------
________________
મૂકી ન શકાય. પોતે એક મિશન લઈને નીકળ્યા છે. તેમાં હરિજનપ્રશ્ન, ખેડૂતપ્રશ્નો, રાજદ્વારી પ્રશ્નો વગેરે આવવાના એટલે એનો વિચાર કરવાનો છે.
આ ચાતુર્માસની ફલશ્રુતિ રૂપે મુંબઈમાં મુંબઈ પ્રાયોગિક સંઘની સ્થાપના, પોતાના ગુરુદેવની હાજરીમાં ચર્ચાયા પછી થઈ તેને ગણી શકાય.
જે મુંબઈ નગરીથી ગુરુ અને શિષ્ય છૂટા પડ્યા હતા ત્યાં એ જ નગરમાં ૨૨ વર્ષ પછી ગુરુશિષ્ય એક જ પાટ ઉપર બેસે, અને કિ.ઘ. મશરૂવાળાના ગુરુ પૂ. કેદારનાથજી આ પ્રસંગને અધ્યાત્મ રીતે મૂલવે એ સંતબાલજીના ક્રાંતિકારી જીવનની એક અપૂર્વ સિદ્ધિ છે. તેમણે જૈન સમાજમાં ઇતિહાસ સર્જ્યો અને ગુરુએ પ્રસન્નતાનાં પુષ્પો વેરતાં કહ્યું : “સંતબાલ જૈન સાધુ નહીં, પણ જનસાધુ છે. જે અમે ન કરી શક્યા તે તેણે કરી બતાવ્યું છે.”
મહારાષ્ટ્રની પ્રવાસયાત્રા જેટલી ઝડપી થઈ એટલી મિતાક્ષરી લખાઈ છે. તેમ છતાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની સંતો પ્રત્યેની ભક્તિ જણાઈ આવે છે.
યાત્રાના આ દિવસો દરમિયાન અવારનવાર અમારે પણ પ્રવાસમાં ભળવાનું બનતું. તે કાળનાં સ્મરણચિત્રો આ પાનાં પરના લખાણ વાંચતાં તાજાં થાય છે. યાત્રાની આનંદમસ્તી કંઈક ઓર હોય છે. આ યાત્રામાંના કેટલાંક સંસ્મરણો મેં સંત પરમ હિતકારી'માં ઊતાર્યા છે.
સારંગપુરના શુદ્ધિપ્રયોગની વિગતે માહિતી અંબુભાઈએ “શુદ્ધિપ્રયોગનાં સફળ ચિત્રોમાં આલેખી છે.
ગોરાસુની સ્ત્રી હત્યા પર શ્રી નવલભાઈ શાહે “રાત પણ રડી ઊઠી' નામે નવલકથા લખી છે.
શિયાળના દવાખાનાના કમ્પાઉન્ડરનાં પત્ની તારાબહેનના અગ્નિસ્નાનથી ઊડેલા તણખા કાશીબહેનની આત્મકથા “મારી અભિનવ દીક્ષા'માં વિસ્તારથી આવે છે.
આમ એક સંતપુરુષના પગલે – તેની પગદંડીએ કેટલાંય પાવન દશ્યો રચાતાં સમાજે જોયાં. તેમાંથી અહીં માત્ર સામાન્ય ખ્યાલ આપ્યો છે.
ડાયરીલેખન પછી મુ. મણિભાઈ તેનું ફરી વાચન કરી શકે તેવી સ્થિતિ ન હોવાથી, તેમાં સરતચૂકથી રહી ગયેલ દોષોના નિમિત્તરૂપ આ સેવકને ગણી સૌ ક્ષમા કરશે એવી આશા છે. ૧૨ માર્ચ (મહાશિવરાત્રી), ૨૦૦૨
- મનુ પંડિત જીવનસૃતિ, મણિનગર, અમદાવાદ-૮.
10
સાધુતાની પગદંડી પુસ્તક-છઠું
Page #12
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા અને વિહારયાત્રાનો ક્રમ બે બોલ
- મણિભાઈ પટેલ કાંતદ્રષ્ટાની લોકકેળવણી – સંપાદકીય - મનુ પંડિત તા. ૧૯-૧૧-૧૯૫૬ : ધોળકા : રાજકારણથી ધર્મને કેવી રીતે છૂટો પાડું ? -
આત્મમંથન તા. ૨૧-૧૧-૫૬ : ત્રાંસદ: દામોદરભાઈની વાડીમાં - તેમનાં પત્નીના અવસાન
પછી આશ્વાસન અંગે તા. ૨૪-૧૧-૫૬ : બનારસથી આવેલ મુનિ સુશીલચંદ્ર અને મલુકચંદ શાહ સાથે
મુલાકાત. તા. ૨૬-૧૧-૫૬ : કુરેશીભાઈની ધારાસભાની ચૂંટણી અંગે મુલાકાત તા. ૨૭-૧૧-પ૬ : મુનિ સુશીલચંદ્રની મુલાકાત તા. ૨૮-૧૧-૫૬ : મહાગુજરાત આંદોલનની ચર્ચા તા. ૨૯-૧૧-૫૬ : પ્યારઅલી સાથે ચર્ચા તા. ૩૦-૧૧-૫૬ : તા. ૩-૧ર-પ૬ : વાડીમાંનાં હવા-પાણીથી સૌનું વજન વધ્યું. તા. ૫-૧૨-૫૬ : વાડીમાં તા. ૬-૧૨-૫૬ : આધારેલી : જાહેરસભામાં વ્યસન ત્યાગ. તા. ૭-૧૨-૫૬ : ધોળી : ખેડૂત મંડળનું મહત્ત્વ સમજાવે છે તા. ૮/૯-૧૨-પ૬ : જવારજ તા. ૧૦-૧૨-૫૬ : વેજલકા : મીરાંબહેન આજે બાવળા ગયાં, અહીંથી તેઓ
મોટા ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ સાથે તેમની ઇચ્છાથી
પ્રવાસમાં જોડાશે. તા. ૧૧-૧૨-૫૬ : નાની બોરુ : અહીં ગણોતધારા વિરુદ્ધ શુદ્ધિપ્રયોગ ચાલુ છે,
તેની મુલાકાત લીધી. તા. ૧૪-૧૨-૫૬ : સરગવાળા : સાબરકાંઠાથી આવેલ ખેડૂતોની મુલાકાત. તા. ૧૫ થી ૧૮-૧૨-૫૬ : ગુંદી આશ્રમ : ખેડૂત મંડળ તેમજ અન્ય સંસ્થાઓની
મિટિંગો. તા. ૨૧-૧૨-૫૬ : લોલિયા : ગુંદી આશ્રમના ડૉક્ટરનો પ્રશ્ન. તા. ૨૨-૧૨-પ૬ : ફેદરા તા. ૨૩-૧૨-પ૬ : કિમિયાણા તા. ૨૫-૧૨-૫૬ : ધોલેરા
સાધુતાની પગદંડી પુસ્તક-છઠું
Page #13
--------------------------------------------------------------------------
________________
તા. ૨૬-૧૨-૫૬ : પાંચીનાર દરિયાકાંઠાનું છેલ્લું ગામ
તા. ૨૭-૧૨-૫૬ : મિંગલપુર : શુદ્ધિપ્રયોગનું બીજું કેન્દ્ર ચાલુ. મહારાજશ્રીએ તેની મારવાડી મુનિઓ સાથે મુલાકાત લીધી.
તા. ૨૯-૧૨-૫૬ : બાવળિયારી : દરિયાકાંઠાનું ગામ. તા. ૩૦-૧૨-૫૬ : હેબતપુર
તા. ૩૧-૧૨-૫૬ : સાંગાસર
તા. ૧-૧-૫૭ : સોઢી તા. ૨, ૩-૧-૫૭ : પીપળિયા તા. ૪, ૫-૧-૫૭ : રોજીત
તા. ૬-૧-૫૭ : બેલા
સન ઃ ૧૯૫૭
તા. ૭-૧-૫૭ : ખાંભડા
તા. ૮ થી ૧૨-૧-૫૭ : સારંગપુર : જ્યાં મંદિરની ખેતી અને ગણોતિયા અંગે શુદ્ધિપ્રયોગ ચાલેલો તે પ્રખ્યાત તીર્થસ્થળ - બધાંના મનદુઃખ ભુલાવ્યાં.
તા. ૯-૧-૫૭ : ખેડૂત સંમેલન, ૩૫ ગામના ખેડૂતો મળ્યા.
તા. ૧૦, ૧૧-૧-૫૭ : શાંતિસેના અને તેના બંધારણ અંગે વિચારણા, મેવાડી મુનિઓ સાથે સહપ્રવાસ.
તા. ૧૩ થી ૧૫-૧-૫૭ : સમઢિયાળા : મેવાડી મુનિઓ જુદા પડ્યા. ગામડાના ઝઘડાનો નિકાલ કરી એકતાનો પ્રયાસ.
તા. ૧૬ થી ૨૨-૧-૫૭ : ખસ : ગ્રામસંગઠન અને કૉંગ્રેસની એકતા અંગે પ્રયાસ. તા. ૨૨-૧-૫૭ : જાળિલા
તા. ૨૩-૧-૫૭ : પોલારપુર : ગ્રામસંગઠન અંગે ચર્ચા.
તા. ૨૪-૧-૫૭ થી તા. ૨૫-૨-૫૭ : ભલગામડા : તા. ૨૬ થી ૮ ફેબ્રુઆરી સુધી ૪ દિવસ કૉંગ્રેસ શુદ્ધિ માટેના તપશ્ચર્યામય ઉપવાસ.
તા. ૨૫-૨-૫૭ : ચુંવાળિયા કોળી પગી લોકોનું સંમેલન.
તા. ૨૧-૨-૫૭ : તગડી
તા. ૨૪-૨-૫૭ : ચંદરવા
તા. ૨૫-૨-૫૭ : સુંદરિયાણા
તા. ૬-૩-૫૭ : જાળિલા ઃ શ્રી કુરેશીભાઈનું પરિણામ જાહેર થતાં તેઓ ૧૦૯ મતે
હાર્યા.
તા. ૭-૩-૫૭ : પોલારપુર
12
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠ્ઠું
Page #14
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૩-૫૭ઃ ભલગામડા ઃ અગાઉ ૨૯ દિવસ એકધારા આ સ્થળે રહેવું પડ્યું હતું.
તબિયત ઠીક ન હોવાને કારણે ફરી આરામની દષ્ટિએ અહીં આવ્યા. તા. ૨૧-૩-પ૭ : નાનચંદ્રજી મહારાજ ગુંદી રોકાયા હતા. પોતાના વિસ્તારમાં
અને કેન્દ્રમાં પોતાના ગુરુદેવ પધાર્યા પણ તબિયતને કારણે તેઓ
વિહાર કરી શક્યા નહોતા. તા. ૨૬-૩-પ૭ : પારડ તા. ૨૭-૩-પ૭ : રાયસંગ ગઢ. તા. ૨૮-૩-પ૭ : ઉંમરગઢ : સહકારી જિનનો પ્રશ્ન તા. ૩૧-૩-પ૭ : ગણોતધારા શુદ્ધિપ્રયોગની પૂર્ણાહુતિ સંમેલનમાં પ્રવચન. તા. ૧૦-૪-પ૭ : ખસ : ગોરાસુનો પ્રશ્ન તા. ૧૧-૪-પ૭ : ધોળી : કોળી પટેલનો પ્રશ્ન તા. ૧૨-૪-પ૭ : આણંદપુર તા. ૧૩-૪-પ૭ : મીઠાપુર : કોળી અને ભરવાડો વચ્ચેના ઝઘડાનો નિકાલ કરવા
પ્રયત્ન. તા. ૧૪-૪-૫૭ થી ૨૦-૪-પ૭ : શિયાળ : આ ગામ મુનિશ્રીની પ્રવૃત્તિનું મુખ્ય
કેન્દ્ર છે. કાશીબહેન અને છોટુભાઈ અહીં રહે છે. તા. ૧૮-૪-પ૭ : પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડીઓ મહારાજશ્રીને અહીં મળવા
આવ્યા. ગણોતધારાની ચર્ચા તા. ૨૧-૪-પ૭ : ભામસરા : ભરવાડ કોળીનો ઝઘડો. બે ભરવાડનાં ખૂન થયેલ. તા. ૨૪ થી ૨૬-૪-પ૭ : આદરોડા : ભંગીનો પ્રશ્ન ઉકેલ્યો. તા. ૨૭-૪-૫૭: દેહગામડા (સંઘનું પેટાકેન્દ્ર) તા. ૨૮-૪-પ૭ : નાનોદરા : અહીંના ભંગી ભાઈઓએ પોતાનાં ખેતર ગિરો
મૂકેલ. તે પ્રશ્ન સાણંદનાં મણિબહેને લીધેલ તેની ચર્ચા તા. ૨૯, ૩૦-૪-પ૭ : ઝાંપ તા. ૧-૫-પ૭ : ઉપરદળ તા. ૨, ૩-૫-પ૭ : રેથળ તા. ૪-૫-૫૭ : કુંડળ : પાલનપુરના ખેડૂત અગ્રણી મળવા આવ્યા. તા. ૬-૫-પ૭ : માણકોલ: નળકાંઠામાં પ્રથમ પ્રવેશ – પ્રથમ ચાતુર્માસ આ ગામે કરેલું. તા. ૭-પ-પ૭ : મખિયાવ : વાઘરીઓનો પ્રશ્ન તા. ૮-પ-પ૭ : વીંછિયા તા. ૯-પ-પ૭ : ગોરજ : જૈન મંદિર છે, પણ જૈનોનું એક પણ ઘર નથી.
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું
15
Page #15
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦, ૧૧, ૧૨-૫-પ૭ : સાણંદ : નવું બંધાયેલ બાલ મંદિરની મુલાકાત.
સંઘના કાર્યકરો તથા ચાતુર્માસ ક્યાં કરવા અંગે
વિચારણા. તા. ૧પ-પ-પ૭: શિયાવાડા: કોંગ્રેસના આગેવાનો મળવા આવ્યા. મહારાજશ્રીએ
સૂચવ્યું : કોંગ્રેસે પોતાની તાકાત વધારવા રચનાત્મક બળોનો સહયોગ કરવો જોઈએ. આ અંગે એક લેખિત
નિવેદન સંઘે આપ્યું. તા. ૧૬-પપ૭ : ઝોલાપુર તા. ૧૭, ૧૮-પ-૫૭: બકરાણાઃ મહારાજશ્રીના પ્રારંભના સાથી શ્રી જયંતીભાઈ
ખુ. શાહનું મૂળ વતન. સંસ્થાના કાર્યકરોને વ્યક્તિ
નિષ્ઠા નહીં, સંસ્થા નિષ્ઠા કેળવવા સલાહ. તા. ૨૨-૫-પ૭ : કરકથલ : ખેડૂત સહકારી જિન શરૂ થયું છે. તા. ૨૩--પ૭ : હાંસલપુર : ખેડૂત મંડળ સંચાલિત સહકારી મંડળી. તા. ૨૪ થી ૨૬-૫-પ૭ : વિરમગામ : અહીં મહારાજશ્રીએ ચાતુર્માસ કર્યા હતા.
ભંગી ભાઈઓની હાઉસિંગ સોસાયટીની મુલાકાત, તા. ૨૭-૫-પ૭ : ભોજવા તા. ૨૮-૫-પ૭ : કાલિયાણા તા. ૨૯-પ-પ૭ : ઝુંડ તા. ૩૧-૫-પ૭ : ગોરૈયા તા. ૧-૬-પ૭ : વડગામ તા. ૨, ૩-૬-પ૭ : વણી તા. ૩ થી ૬-૬-૫૭ : રહેમલપુર : સહકારી ખેતી મંડળીમાં રસ અને માર્ગદર્શન તા. ૭-૬-પ૭ : સોખડી : સાધુનો પ્રશ્ન તા. ૮-૬-પ૭ : સચાણા તા. ૯, ૧૦-૬-પ૭ : છારોડી તા. ૧૧-૬-પ૭ : ઈયાવા વાસણા તા. ૧૨-૬-પ૭ : કોલર, તા. ૧૩ થી ૨૯-૬-પ૭ : વાઘજીપુરા : અહીં મુનિશ્રી એક ઘાસની ઝૂંપડીમાં સન
૧૯૩૯ ચાતુર્માસ કરેલ. વાઘજીપુરામાં મુનિશ્રીના ભક્ત શેઠ વાડીલાલ જમનાદાસનું ફાર્મ હતું. ભાલ નળકાંઠા મા, સંઘ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડીઓની સંયુક્ત બેઠક. બંને સંસ્થાઓ પરસ્પર પૂરક થાય એ કારણે.
14
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું
Page #16
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૬-૫૭ : મોરૈયા તા. ૩૦-૬-પ૭ : મટોડા
આદરોડા ચાતુમાંસ તા. ૧-૭-૫૭ : પથાભાઈ પઢેરિયા (રાજપુત)ને ત્યાં ઉતારો. ચાતુર્માસ સ્થળ.
ભંગીઓને ભૂદાનમાં મળેલ જમીનનો પ્રશ્ન તા. ૭મીએ. તા. ૮-૭-પ૭ : કોંગ્રેસના આગેવાનોની મુલાકાત પછી મહારાજશ્રીએ જણાવ્યું
કે, “આજની કોંગ્રેસ બહુ નજીક આવે તેમ લાગતું નથી. તેથી
મહારાષ્ટ્રમાં જઈ ત્યાં ગ્રામસંગઠનનો પ્રયત્ન કરવો જોઈએ. તા. ૧૩-૭-પ૭ : ખાંભડાના પીતામ્બર પટેલ મળવા આવ્યા. તેમણે કાઠીઓના
ત્રાસ અંગે મહારાજશ્રીને વિગતો આપી. ત્યાં બે કોમ વચ્ચે ઘર્ષણ ચાલતું જ રહ્યાં. * ગુજરાત કોંગ્રેસે ભા.ન. ખેડૂત મંડળને અમાન્ય કરતું નિવેદન બહાર પાડ્યું. * કોંગ્રેસ પ્રમુખ શ્રી ઉ. ન. ઢેબર સાથે મુલાકાત. હૃદયસ્પર્શી મુલાકાત પણ કોંગ્રેસી
સંબંધોમાં આગળ ન વધી શકાયું. તા. ૪-૮-૫૭ : “જે લોકો પોતાની સાથે નથી તે સામે છે. આ અંગે વિસ્તારથી
સમજાવ્યું. કૉંગ્રેસ અંગે ઉગ્ર ચર્ચા. તા. ૭-૮-૫૭: ભાવનગરથી આત્મારામ ભટ્ટ મુલાકાતે આવ્યા. પોતે ધારાસભામાં
ઉમેદવારી કરવાના તે અંગે સલાહ લેવા. તા. ૧૦-૮-પ૭ : પોતાના જન્મદિને ચિતનીય પ્રવચન કર્યું. સમયને વ્યર્થ વહી ન
જવા દેતાં તેનો પૂરો ઉપયોગ કરવો જોઈએ. તા. ૨૮-૮-પ૭ : સંવત્સરી દિન – ઉપવાસ, અને પોતાના સાથીઓની પણ ક્ષમા
યાચના. સત્યપાલનમાં સૂક્ષ્મતા અને જાગરૂકતા - મનનીય
પ્રવચન. તા. ૩૦-૮-પ૭ : મઢીથી આવેલ સત્સંગીને બ્રહ્મચર્યની દીક્ષા આપી. તા. ૩૧-૮-૫૭: મીરાંબહેનને – લાંબા પત્રો શા માટે લખો છો? ટૂંકા લખોને..
આ અંગે મનનીય પ્રવચન આપી સમજાવ્યું. તા. ૨-૯-પ૭ : સરલાદેવી સારાભાઈ સાથે મુલાકાત.. વાણીમાં વિવેક વાપરવા
મીરાંબહેનના ઘડતરનો પ્રસંગ. તા. ૧૦-૯-૫૭ : સાધ્ય, સાધન અને સાધક ઉપર પ્રવચન. તા. ૧૦-૯-૫૭: અખિલ ભારત કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રીમન્નારાયણ અગ્રવાલની
મુલાકાત. પ્રથમ મહારાજશ્રીને મળ્યા. સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું
15
Page #17
--------------------------------------------------------------------------
________________
તા. ૨૦-૯-૫૭ : ખાંભડાના પીતામ્બર પટેલનું ૧૮મી તારીખે ખૂન થયું તેના
ખબર આપવા રાત્રે ખેડૂત આવ્યા. પીતામ્બર પટેલ ખેડૂત આગેવાન હતા. તા. ૧૩મી જુલાઈ મહારાજશ્રીને મળવા આવ્યા હતા અને વિગતે વાતો કરી ગયા હતા. તેમનું ગુંદી ગામમાં ખૂન
કરેલું. આ વાત જાણતાં જ મહારાજશ્રીએ ઉપવાસ શરૂ કર્યા. તા. ૨૬-૯-૫૭ : શિયાળ દવાખાનાના કમ્પાઉન્ડરનાં પત્નીએ સળગીને આપઘાત
કર્યો. તે અંગે ત્રણ દિવસના ઉપવાસ શરૂ કર્યા અને આખા પ્રગ્નની
તપાસ ખેડૂત મંડળના પ્રમુખ વીરાભાઈને સોંપી. તા. ૭-૧૦-પ૭ : તારાબહેનના પ્રશ્ન અંગે સાથીઓ સાથે ચર્ચા તા. ૮-૧૦-૫૭ઃ મહારાજશ્રીના મહારાષ્ટ્ર પ્રયાણ અંગે ચર્ચા. આદરોડા ચાતુર્માસ
પૂરા થયા. ગામે ખૂબ ભક્તિભાવ દર્શાવ્યો તે માટે પોતાની ખુશી
પ્રગટ કરી. તા. ૮-૧૧-૫૭: આદરોડા ચાતુર્માસથી વિદાય. પોતાનો સંતોષ અને શુભેચ્છાઓ.
પ્રથમ મુકામ કોચરિયા તથા ભાયલા મુકામ કર્યો. તા. ૯-૧૧-૫૭: ગાંગડ: મહારાજશ્રીની હાજરીમાં ગુજરાત વિદ્યાપીઠના મહામાત્ર
શ્રી મગનભાઈ દેસાઈને હસ્તે અંબર તાલીમ વર્ગનો ઉદ્ઘાટન. મહારાજશ્રીએ મુસ્લિમ લત્તામાં ચાલતા અંબર વર્ગની મુલાકાત
લીધી હતી. તા. ૧૬, ૧૭-૧૧-૫૭ : સર્વોદય આશ્રમ, ગુંદી : અહીં સંઘ સંચાલિત વિવિધ
સંસ્થાઓની બેઠકો યોજાઈ અને કાર્ય વિચારણા થઈ. મહારાષ્ટ્રમાં પોતે જઈ રહ્યા છે તે સમજાવ્યું. પ્રાંતીયવાદ માઝા મૂકે છે -
ગ્રામસંગઠનનો સંદેશો લઈને જાઉં છું. તા. ૧૭-૧૧-૫૭ : મહેસૂલ મંત્રી રસિકભાઈ સાથે મુલાકાત. તા. ૧૮-૧૧-પ૭ : સરગવાળા : રસ્તામાં લોથલના પુરાતત્ત્વ ટીંબાની મુલાકાત. તા. ૨૦-૧૧-પ૭ : નાની બોરુ : સઘન ક્ષેત્રના કામને વેગવંતુ બનાવવા પ્રયત્ન. તા. ૨૧-૧૧-પ૭ : અહીંથી નદી ઊતરી મીતલી. ત્યાંથી પાંદડ આવ્યા. અહીં
મિશનની વટાળવૃત્તિ અંગે ટકોર કરી હરિજનો સાથે પ્રેમથી વર્તવા
સમજાવ્યું. તા. ૨૪-૧૧-પ૭ : લુણેજ : ખેડા જિલ્લા ગોપાલક પરિષદમાં સંબોધન. તા. ૨૫, ૨૬-૧૧-પ૭ : ખંભાત : ધર્મમય સમાજરચનાનો ખ્યાલ આપ્યો. તા. ૨૬-૧૧-પ૭ : શ્રીમદ્ રાજચંદ્રજીના વડવા આશ્રમની મુલાકાત.
16
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું
Page #18
--------------------------------------------------------------------------
________________
તા. ર૬-૧૧-પ૭ : ખંભાતની મદ્રેસા સ્કૂલમાં પ્રવચન. કોમી એકતા અંગે સમજાવ્યું. તા. ૨૭-૧૧-પ૭ : બનાસકાંઠાના ખેડૂત આગેવાનોની મુલાકાત. તા. ૨૮-૧૧-પ૭ : ધુવારણથી મહીસાગર હોડીમાં પાર કર્યો. સારોદ આવ્યા. તા. ૧-૧૨-પ૭ : જંબુસર : તાલુકાનું મથક. નાગરિક સભા. તા. ૨, ૩-૧૨-પ૭ : ભાલમાં વર્ષોથી કામ કરતા શ્રી નવલભાઈ શાહની
જન્મભૂમિ. ત્યાં હાઈસ્કૂલમાં પ્રવચન. તા. ૪, ૫-૧૨-૫૭ : તણછા : ચંદુભા રાજ સાથે રાજકારણ અંગે ચર્ચા. તા. ૬-૧૨-પ૭ : કેલોદ : સહકારી જિન અંગે વિવાદમાં સહાય કરવી. તા. ૭-૧૨-પ૭ : ડેરોલ : સહકારી જિનનો માલ પીલાણનો પ્રથમ દિન. ખેડૂત
સભા. તા. ૮ થી ૧૦-૧૨-પ૭ : ભરૂચ : વિવિધ જાહેર કાર્યક્રમો - કોંગ્રેસ, ગોપાલક
પરિષદ, સામાજિક કાર્યકરોની પરિષદ, તા. ૧૧-૧૨-પ૭ : તવરા : હરિજન તેમજ ભીલવાસની મુલાકાત. શુકલતીર્થ :
શિક્ષણ સંસ્થાઓની મુલાકાત – પ્રવચન. તા. ૧૩-૧૨-૫૭ : ઝઘડિયા : હોડીથી નર્મદા પાર કરી. સહકારી પ્રવૃત્તિ અને
શિક્ષણ અંગે પ્રવચનો. તા. ૧૮-૧૨-૫૭ : સૂરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઇસંડપુરમાં - જ્યાં
સામ્યવાદી પ્રવૃત્તિનો પગપેસારો હતો. તા. ૧૯-૧૨-૫૭: વાંકલવાડી: જંગલ મંડળીની મુલાકાત. જુગતરામભાઈ દવેની
આશ્રમ સંસ્થાનાં કેન્દ્રો શરૂ. તા. ૨૨-૧૨-પ૭ : ઘંટોલી : સર્વોદય આશ્રમની મુલાકાત. તા. ૨૩-૧૨-પ૭ : માંડવી તાલુકાના મથકમાં – જૈન ઉપાશ્રયમાં ઉતારો. હરિજન
દિનની ઉજવણી હરિજનો સાથે કરી. તા. ૨૪-૧૨-૫૭ : કડોદ : તાપી નદી પાર કરી. હરિપુરા મહાસભાનું સ્થાન,
સંસ્મરણો તાજાં કર્યા. તા. ૨૫-૧૨-પ૭ : વરાડ : બારડોલી સત્યાગ્રહ વખતનું એક અગત્યનું કેન્દ્ર,
ભોગ આપનાર ખેડૂતોના કુટુંબોની મુલાકાત - હળપતિ
પ્રવૃત્તિનો પરિચય. તા. ૨૬ થી ૨૮-૧૨-પ૭ : બારડોલી : આશ્રમમાં મુકામ. સરદાર-ગાંધીનાં
સાથીઓને મુલાકાત. રચનાત્મક પ્રવૃત્તિઓ જો ઈ. ઘાટકોપરથી ચાતુર્માસ માટે નિમંત્રણ આપવા પ્રતિનિધિ
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું
17
Page #19
--------------------------------------------------------------------------
________________
મંડળ આવ્યું. ખાંડનું કારખાનું જોયું. ખુશાલભાઈ સાથે
મુલાકાત. વિઠ્ઠલભાઈના પ્રેમાગ્રહનો પ્રસંગ. તા. ૩૧-૧૨-પ૭ : વેડછી આશ્રમની મુલાકાત. જિલ્લાના અગ્રણી રચનાત્મક
સેવકો નું સંમેલન. બાપુનાં કાર્યોને શ્રદ્ધાંજલિ. જુગતરામભાઈની સંતો પ્રત્યેની ભક્તિ. ચીમનભાઈ ભટ્ટની ગાંધીકથા.
સન : ૧૫૮, તા. ૪, ૫-૧-૫૮: મઢી આશ્રમ અને વાત્સલ્યધામની મુલાકાત. બંને સંસ્થાઓની
મુલાકાતથી અતિપ્રસશ. પ્રથમ વખત મૌન તોડયું. શતાવધાનના પ્રયોગો દર્શાવ્યા. ત્રણ દિવસ આશ્રમની બાળાઓ તેમની પ્રાર્થનાસભામાં હાજર રહેતી. અન્નપૂર્ણા
મહેતા – મનુ પંડિતની વિશિષ્ટ સેવાભક્તિ. તા. ૮ થી ૮-૧-૫૮ : મઢી : જિલ્લાના કોંગ્રેસી કાર્યકર્તાઓનું સંમેલન, મઢીની
નઈ તાલીમની શાળાની મુલાકાત. રાત્રી સભામાં દારૂ બનાવવાના ગોળ અંગે બહિષ્કાર - દારૂબંધીની હવા શરૂ
થઈ. તા. ૧૧, ૧ર-૧-૫૮ : બોરખઢી : અલ્લ શાહના સંચાલન તળે ચાલતા સઘન
ક્ષેત્રની મુલાકાત. તા. ૧૨ થી ૧૪-૧-૫૮ : વ્યારા : અહીંની નગરપાલિકાના વિવાદને ઉકેલવા
પ્રયત્ન. ઝીણાભાઈ દરજીની મુલાકાત. સહકારી
પ્રવૃત્તિઓનું દર્શન. સંમેલન. તા. ૧૬-૧-૫૮ : બોરીસાવર આશ્રમમાં તા. ૧૭ થી ૨૦-૧-૫૮ : બાવલી : સોનગઢ વિસ્તારથી જંગલમાં વિવિધ કૂપો
વચ્ચે – આદિવાસીમાં રહેવું તેમનાં કામ જોવાં. વ્યસનમુક્તિ કરવા સમજાવ્યું. જુગતરામભાઈએ કહ્યું : અમારા જંગલ વિસ્તારમાં કોઈ જૈન સાધુ આવી રીતે ફર્યો હોય તો આ પહેલો પ્રસંગ છે. જંગલ મંડળીના કાર્યકરોએ ઘણી મોટી
તૈયારી કરી જંગલમાં મંગલ ઊભુ કર્યું હતું. તા. ૨૧-૧-૫૮ : કિલ્લે સોનગઢ : શ્રી સામે નેકસાતખાન પારસી મિત્રો,
સંતબાલજીની પ્રવૃત્તિથી આકર્ષાઈ અહીં ઉત્તમ રચનાત્મક કામ કરતા તે જોવા મળ્યું. ત્યાંથી હોડીમાં તાપી નદી પાર
18
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું
Page #20
--------------------------------------------------------------------------
________________
કરી ઉકાઈ અને કાકરાપાર આવ્યા. બંધનું સ્થાન જોયું. અહીંથી ભડભૂંજા આવ્યા. પશ્ચિમ ખાનદેશના ગાંધીથી ઓળખાતા બાલુભાઈ મહેતાની મુલાકાત અને ખાનદેશ
જિલ્લાના પ્રવાસની વિચારણા. તા. ૨૬-૧-૫૮: ચિંચપાડાઃ તલોદા, નિઝર, નંદરબાર આવ્યા. અહીં તારીખવાર
ડાયરી નથી, પણ સળંગ વિશ્વ વાત્સલ્યમાં આપેલી હકીકત આવે છે.
ધૂળિયા (ધૂળે)ની સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત. શિવાજી ભાવે – વિનોબાના નાના ભાઈ સાથેની
મુલાકાત. માલેગાંવ: મુસ્લિમની વસ્તી ધરાવતું, હાથસાળની સાડીનું અગ્રણી કેન્દ્ર, મુલાકાત. તા. ૨૫-૫-૫૮: ઘાટકોપર : ૨૨ વર્ષ પછી મુંબઈમાં પ્રવેશ, પોતાના ગુરુદેવ પણ
અહીં બિરાજતા હતા. તેમની સાથે મુલાકાત. કિ.ધ. મશરૂવાળાના ગુરુ શ્રી કેદારનાથજીની અધ્યક્ષતામાં ૩૬ જેટલી સંસ્થાઓએ
સંતબાલજીનું બહુમાન કર્યું. જૈન ધર્મ વિશ્વધર્મ ઉપર પ્રવચન. તા. ૨૮-પ-પ૮ થી ૧૪-૬-૫૮ : ચાંદીવલી ફાર્મ : ચાતુર્માસની હજુ એકાદ માસ
વાર હોવાથી પોતાના ગુરુદેવ સાથે શ્રી અમૃતલાલ શેઠના ફાર્મ
ચાંદીવલીમાં રહ્યા. તા. ૨૯-૫-૫૮ : કોંગ્રેસ પ્રમુખ શ્રી ઉ. ન. ઢેબર તથા રસિકભાઈ પરીખની
તા. ૧-૬-૫૮ : વિશ્વવાત્સલ્ય પ્રા. સંઘની રચના અંગે વિચારણા. પોતાના ગુરુદેવે
તેમાં અનુમતિ આપી. પોતાની કલ્પનાની સંસ્થાના તેમણે ત્રણ મુખ્ય ઉદ્દેશ દર્શાવ્યા: (૧) અહિંસક દૃષ્ટિએ સમાજના પ્રશ્નોનો ઉકેલ (૨) મધ્યમ વર્ગને માટેની આર્થિક યોજના (૩) સ્ત્રી
શક્તિનો ઉપયોગ તા. ૨-૬-૫૮: ભાલના સેવકો, કચ્છના કાર્યકર્તાઓ અને ગોપાલક અગ્રણીઓ
સાથે મુલાકાત. તા. ૪-૬-૫૮: શામળાજીવાળા નરસિંહભાઈ ભાવસારના પ્રશ્નો. તા. ૭-૬-૫૮ : વિશ્વવાત્સલ્ય પ્રા. સંઘની બીજી બેઠક જેમાં બંધારણ અને
નિયામકની ચર્ચા તા. ૧૦-૬-૫૮ : પોતાના ગુરુદેવ સાથે સત્સંગ અને ચર્ચાવિચારણા, પત્રલેખન વગેરે.
સાધુતાની પગદંડી પુસ્તક-છઠું
19
Page #21
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૬-૫૮ : ફરી વિહાર શરૂ કરી અંધેરી આવ્યા. ખાદી અગ્રણી જેરાજાણી
તથા મણિબહેન નાણાવટી સાથે મુલાકાત. તા. ૧૩-૬-૫૮ : આગેવાન સહકાર્યકરો સાથે શુદ્ધિપ્રયોગ, સહકારી પ્રવૃત્તિ અંગે
વિચારણા. મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કે. કે.
શાહ સાથે મુલાકાત. તા. ૧૪-૬-૫૮: ગાંધીજીના પુત્ર મણિલાલ ગાંધીનાં પત્ની સુશીલાબહેન, કિ. ધ.
મશરૂવાળાનાં પત્ની ગોમતીબહેન વગેરેની મુલાકાત. તા. ૧૫-૬-૫૮: અંધેરીમાં શ્રી વૈકુંઠભાઈ મહેતાના નિવાસ સ્થાને મુલાકાત.
મહિલા મંડળ તેમજ હાઈસ્કૂલમાં પ્રવચન. ત્યારે કહે છે : ૨૨ વર્ષે મુંબઈ આવું છું ત્યારે આજનું પ્રવચન સાંભળવા નહીં,
સમજવા આવ્યા છો એમ માનું છું. તા. ૧૬-૬-૫૮ : ગોરેગાંવ : મહારાજશ્રીના પૂર્વ સાથી શાંતિલાલ ભાવસારને
ત્યાં. તા. ૧૭ થી ૧૯-૬-૫૮ : પૂર્વ મલાડ : મુલાકાતીઓની લંગાર ચાલુ. સાધુ
નાનાલાલનો ચિતનીય પ્રસંગ. તા. ૨૦-૬-૫૮ : બોરીવલી : મોટા ગુરુદેવનો ચાતુર્માસ પ્રવેશ હોવાથી પોતે
હાજરી આપી. બપોરે ગ્રામોદ્યોગનું પ્રખ્યાત કેન્દ્ર કોરા કેન્દ્ર તેમજ
તેના મુખ્ય કાર્યકર્તાઓ પ્રાણલાલ કાપડિયા વગેરેની મુલાકાત. તા. ૨૪-૬-૫૮: જોગેશ્વરી : જાહેર મુલાકાતો. તા. ૨૫-૬-૫૮ : વિલે પારલા : સાધના આશ્રમમાં.
તા. ૨૭ જૂનથી ચાતુર્માસ પ્રવેશ અંગે ઘાટકોપરમાં પ્રવેશ
આ ચાતુર્માસ દરમિયાન ઘાટકોપરનો એક બાજુથી અદૂભુત પ્રેમ અને છતાં કેટલીક સંકીર્ણતાના સંઘર્ષમાંથી તેઓ બંને પક્ષનું ઘડતર કરે છે - બહેનોની સવિશેષ પ્રવૃત્તિ વિકસાવે છે. પોતાની પ૫મી જયંતી અહીંની પ્રજાએ પ૫,૫૫૫ રૂપિયાનો ફાળો ભાલના ગામડાઓની રચનાત્મક પ્રવૃત્તિ માટે અને એટલી જ રકમ સ્થાનિક માતૃસમાજના નિમણિ અર્થે. અંજારની વાડીનો પ્રશ્ન, અમદાવાદના કોમી તોફાનના પ્રશ્ન અને ગણોતધારા વગેરે વિશેની માહિતી મળી રહે છે. નોંધઃ ટૂંકાવવાની દષ્ટિએ કેટલીક તારીખો વચ્ચેથી કમી કરી છે. - સંપાદક
20
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું
Page #22
--------------------------------------------------------------------------
________________
સાધુતાની પગદંડી ધોળકા ચાતુર્માસની વિદાય અને તે પછીનો
આદરોડા ચાતુર્માસ સુધીનો પ્રવાસ આજે સાંજના ચાર વાગ્યે મહારાજશ્રીનો વિહાર હતો. તે પહેલાં તેમને વિદાયમાન આપવા માટે ધોળકાના નાગરિકોની એક જાહેર સભા રખાઈ હતી. સારી સંખ્યામાં ભાઈ-બહેનોએ હાજરી આપી હતી. પ્રથમ પ્રાર્થના બાદ શ્રી જયંતીભાઈએ મહારાજશ્રીને ચાતુર્માસનું આમંત્રણ આપ્યું. ત્યાંથી આજ સુધીની વિગતો કહી. કાલિદાસભાઈએ મહારાજશ્રી સાથેનો સંપર્ક અને ગમાઅણગમાના પ્રસંગો વર્ણવ્યા અને છેવટે તેમની નજીક આવતાં તેમને સાચી રીતે ઓળખ્યા, અને કેટલાક પ્રશ્નોની ગેરસમજને લીધે જનતાં મહારાજશ્રીનો જે લાભ લઈ શકી નથી, તેનો ખેદ વ્યક્ત કર્યો. મહારાજશ્રીએ અમારા કોઈ પણ દોષ જોયા વગર માત્ર સારાજ લઈને ચાર મહિના સુધી અમોને જે લાભ આપ્યો છે. તે બદલ આભાર માન્યો અને પોતાની કંઈ ક્ષતિ થઈ હોય તો દરગુજર કરતાં વિનંતી કરી. સાથીઓ અને મહેમાનોને કિંઈ અગવડ પડી હોય તો તેની પણ ક્ષમા યાચી. બાદમાં દેવીબહેને મહારાજશ્રીને બહેનો તરફની જે ભક્તિ છે તેને બિરદાવી અને સકળ જગતની માતા બનવાના જે ભાવ છે. તે ભાવને લાયક થવા બહેનોને અપીલ કરી. ત્યારબાદ શ્રી છોટુભાઈએ ધમકવાડી વાપરવા આપવા, જૈન ધર્મશાળા આપવા. ગોઠીએ રૂમ ખાલી કરી આપવા, શકરચંદજીએ પોતાનું મકાન વાપરવા આપવા જે તેના વ્યવસ્થાપકોનો આભાર માન્યો હતો. આભારની વિધિ બાદ મહારાજશ્રીનું પ્રવચન શરૂ થયું. અંતમાં -
આવો આવો ઊડીએ
વિલશે જ્યોતિના લોક રે'... બહુ ગંભીર વાતાવરણમાં સૌ છૂટાં પડ્યાં. પછી સરઘસ આકારે સૂત્રો બોલતાં બોલતાં ગોપાલજીભાઈના જિનમાં આવ્યાં. અહીં અંબુભાઈએ થાકે ન થાકે છતાંયે હો માનવી' વાળું ગીત ગાયું. પછી સૌ છૂટાં પડ્યાં.
લોકોએ ધોળકાને ન ભૂલવા વિનંતી કરી. રાત્રે મારી પ્રાર્થના જ રાખી હતી. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #23
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૧૧-પ૬ :
મહારાજશ્રીએ પ્રવચન કરતાં કહ્યું કે, મને હમણાં એ વિચાર આવતો હતો કે, આપણે ત્યાં કેવી સૌજન્યવૃત્તિ છે, કે જ્યાં સંત વેશ જુએ છે ત્યાં પ્રજા ગમે તેટલું ખોટું લાગે છતાં આદર બુદ્ધિ છોડતી નથી બીજા કોઈ વેશવાળો હોય તો લોકો છોડે નહિ. કારણ કે એ પ્રસંગ એવો હતો. સૌ કોઈને લાગતું હતું. ગુજરાતનું રાજ્ય થાય તેમાં ખોટું શું છે ? પણ જયારે આખા દેશનો પ્રશ્ન જોઈએ ત્યારે મને દ્વિભાષી રાજયરચના ઉત્તમ લાગી છે.
રાજકારણને ધર્મથી કઈ રીતે જુદું પાડું? જેમ આપણાં શરીરના જુદાં જુદાં અંગ છે તેમ રાજય પણ સમાજનું એક અંગ છે. અને એ અંગને જુદું પાડીએ તો કચરો ભરાઈ જાય છે.
હું જયારે નળકાંઠામાં આવ્યો, ત્યારે પ્રથમ ધર્મદષ્ટિએ સમાજ રચનાનો વિચાર લાવ્યો. એ કોણ કરશે? એની કલ્પના નહોતી. પછી વિકાસ વધ્યો. મને લાગ્યું કેહરિજનને ત્યાં ભિક્ષા લેવામાં વાંધો ન હોવો જોઈએ. સાધ્વી જો દીક્ષાએ મોટાં હોય તો સાધુએ વંદન કરવાં જોઈએ; આથી જે મને ચાહતાં હતાં તેમને આઘાત લાગ્યો. એટલું જ નહીં, પણ મને એ સ્થાનમાંથી જાકારો મળ્યો. માટુંગામાં ચાલતો આવ્યો. સાથે લોકો પણ હતાં, પરંતુ જયારે મેં નિવેદન જાહેર કર્યું, અને લોકોએ સાંભળ્યું ખરું, પણ સ્થાન છોડવું પડ્યું. એક બે વિરોધીઓ હતાં. બીજા ચાહતાં હતાં. પણ કોઈએ કહ્યું : “એક પણ વિરોધ હોય તો પણ તમારે સ્થાનકમાં ના રહેવું એ સારું છે.” પછી તો નળકાંઠો હાથ લાગ્યો. લોકોની શ્રદ્ધા વધતી ચાલી. પછી રાજકારણ હાથ આવ્યું. કોંગ્રેસને હું બોલાવવા નથી ગયો, પણ સમાન કામ કરવાની નીતિ ને લીધે, એમનો સંપર્ક વધતો ગયો.
ઘણી વાર મારે એવાં કાર્યો કરવાં પડે છે, કહેવાં પડે છે, કદાચ લોકોના ગળેય ન ઊતરે, પણ તમોએ મને નભાવી લીધો છો. બહેનો ઉપર મને વધારે વિશ્વાસ છે. તેમનામાં એક ગુણ સુંદર છે કે તેઓ સહન કરીને પણ થોડાં આગળ વધે છે. પોતે કૂવો પૂરે છે, પણ કોઈને ધકેલતાં નથી. બાપુજીએ હરિજન પ્રશ્ન લીધો. તે દિવસે લોકોને એ ગળે ના ઊતર્યું પછીનું દલિસ્તાન અટકી ગયું. મહાગુજરાત કે દ્વિભાષીનો સવાલ નથી, પણ સ્ત્રી
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #24
--------------------------------------------------------------------------
________________
અને પુરુષની સભા માટે લડાઈ થશે; તો ભારે નુકસાન થશે. એક જગ્યાએ ગ્રામપંચાયતમાં બહેનને લીધાં તો ધણી કહે, આના કરતાં હું વધારે સારું કામ કરીશ. આપણે સ્ત્રીઓને તક આપતાં નથી. જો તક મળે છે તો તેઓ ઘણાં આગળ નીકળી જાય છે. રાજયને અહિંસક બનાવવા ઈચ્છતા હોઈશું તો લોકોએ પહેલાં અહિંસક પ્રક્રિયા ઊભી કરવી જોઈએ. રાજય તો દંડશક્તિથી કામ લેવાનું. એ શાંતિસેનાની વાત નહીં કરે, પણ જનતા જો એ ક્રિયા અમલમાં મૂકે, તો રાજય જરૂર આવકારશે.
શાંતિસેનામાં એક જ પત્ની પતિ બંને તૈયાર થયાં તે ઓછું પ્રશંસનીય નથી. દામોદરભાઈ, જગુભાઈ જેવા પણ તૈયાર થઈ ગયા. શહેરનાં ગાંડપણની સામે અહિંસક પ્રતિકાર કર્યો. બહેનોના સાડલા ખેંચાયા. તેને છાવરમાં માટે હલકા પ્રયત્નો થયા, શરમાયા. આ પ્રસંગે એક યજમાને સૌને જમાડ્યાં. તો તેની સામે સત્યાગ્રહ કરવાની તૈયારી થાય છે. ધોળકા જૂનું છે. વિરાટ છે. તે પાટનગર બને, ગામડાનું સમર્થક પાટનગર બને. કસ્બા ગામડાંનાં સાજીદાર બને. અને શહેરોને દોરવણી આપે. તમે બધાંયે આ ચાતુર્માસ દરમિયાન જે સહન કર્યું તે માટે તમારા સૌની કદર કરું છું.
આજે નડિયાદથી મધુભાઈ વગેરે સારંગપુરના પ્રશ્ન અંગે વાતચીત કરવા સવારના આવવાના હતા, પણ સાંજે જિનમાં આવ્યા. સાથે તેમના ભાઈ વિનુભાઈ અને બીજા બે જણ હતાં. ઘણી વાતો થઈ. પ્રથમ તો મધુભાઈએ કહ્યું, હમણાં હમણાં આચાર્ય મહારાજના વ્યક્તિગત જીવનને ઉદ્દેશીને પત્રિકાઓ બહાર પડે છે. પ્રથમ જમીનનો પ્રશ્ન હતો. હવે આ રીતે નાક દબાવી મોઢું ઉઘાડવાનું થાય છે. તે બરાબર નથી. એટલા માટે હું સમાધાન કરવા આવ્યો છું. મહારાજશ્રીએ કહ્યું, વ્યક્તિ તરફ કોઈને પણ દ્વેષ નથી. તેમ તેમની વગોવણી કરવાનો કોઈ આશય પણ નથી. પણ જે પત્રિકાઓ બહાર પડે છે તે કેટલાક પુસ્તકોમાંથી ઉતારા લેવાય છે. એમાં વ્યક્તિનું નામ નથી આવતું; પણ કેટલીક વાતોમાં બંધ બેસતી પાઘડી આવી જાય. તેનો શું ઉપાય. એટલે તમે જો કોઈ ભયથી સમાધાન કરવા આવ્યા હો તો તેમાં અધૂરાંશ રહેશે. કાં તો તમે પછી કોઈ દિવસ અમારા પાસે આવશો નહિ. પછી મધુભાઈએ બરોએ તંત મૂકી દેવાની વાત કરી. અંબુભાઈએ ખુલાસો કર્યો કે, અમારો ક્યાં તંત છે ? તે બતાવો અમે તો
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #25
--------------------------------------------------------------------------
________________
પહેલેથી જ કહ્યું છે. મૂલ્ય જાળવીને જે રીતે કહો તે રીતે સમાધાન કરવા તૈયાર છીએ. પણ મધુભાઈએ કબૂલ કર્યું કે, ધંધૂકાના બે જણ ની દરમ્યાનગીરીથી લવાદી બંધ રહી... તેમનો દોષ અમારે મારે ઢોળો તે બરાબર નથી... મધુભાઈએ અંબુભાઈને કહેલું છે, કે તમારી વાત સાચી છે. પણ સત્યાગ્રહ જો કરવો હોય તો મુખ્ય સ્થાનકે વડતાલ કરો. અહીં કોઈની સત્તા નથી. પણ વડતાલમાં આની જાણકારી કરવાની જવાબદારી તો મંદિરની હતી. પ્રયોગ તો અહીં જ થાય. અંતમાં ચર્ચાઓ થયા પછી એવું નક્કી થયું કે, તા. ર૧મીએ મધુભાઈ અને અંબુભાઈ સારંગપુર જાય આચાર્યને મળે. અને પછી લવાદની વાત મંજૂર રાખી આ બંને જણ સામ સામે બેસી નિકાલ કરી નાખે. મધુભાઈએ કહ્યું છે કે, જમીન જે તેને નામે ચઢાવી દેવાશે. ખેડી નાખવાવાળા અને ભાડાં બાબતમાં ભૂલ કરી છે તેનો સ્વીકાર અને દિલગીરી વ્યક્ત કરવા તૈયારી બતાવી, તેનું વળતર આપવાની ઈચ્છા બતાવી. એટલે હવે બંને જણ મળશે. અને એનો નિકાલ કરશે. એવી શ્રદ્ધા ઊભી થઈ છે. તા. ૨૦-૧૧-૫૬ :
આજે બળોલના એક ભાઈ કાના ખેડૂના દીકરા માલુભાઈ ત્યાંના ઝઘડા અંગે વાતો કરવા આવ્યાં. અમદાવાદથી મજૂર મહાજનના એક ભાઈ દર્શને આવ્યા. રાત્રી રબારી ભાઈઓ આવ્યા હતા. તેમને સંબોધીને મહારાજશ્રીએ કહ્યું. રાત્રે સરતાનભાઈએ વિદાયસંદેશાની માગણી કરી. તે લખી આપ્યો. તા. ૨૧-૧૧-૫૬ થી તા. પ-૧ર-૫૬ સુધી :
ગોપાલજીભાઈના જિનમાંથી નીકળી વાડીએ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. સવારમાં કાંતિભાઈ, કાળીદાસભાઈ, નરસિંહભાઈ ગોપાલજીભાઈ અને જયોતિભાઈનું કુટુંબ વિદાય આપવા આવ્યું હતું. બે ત્રણ ભાઈઓ સાથે આવ્યા હતા. આજે વિ. વા. અંગે લખ્યું. રાત્રો મહારાજશ્રીએ પ્રાર્થના પછી ખાડો ખોદે તે પડે. એ વિષે એક પ્રસંગ કહ્યો હતો. એક બાઈએ એક સંતને ઝેરના લાડુ આપ્યા. જે તેના જ ધણી અને પુત્ર ખાધા અને મૃત્યુ પામ્યા.
આજે દેવીબહેન અને જયંતીભાઈ આવ્યાં હતાં. દામોદરભાઈ સાથે છનાભાઈનો આર્થિક બાબતનો ઝઘડો હતો. તે અંગે બે લવાદો નીમ્યા હતા. ચંપકભાઈ અને ઈશ્વરભાઈ તેઓ બંને આવ્યા હતા.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #26
--------------------------------------------------------------------------
________________
બપોરના અજમે૨ાના પુત્ર હિંમતભાઈ મહારાજશ્રીના દર્શને આવ્યા હતા. કસ્તૂરબાના મૃત્યુથી તેમને ખૂબ આઘાત લાગ્યો હતો. ખાસ તો તેમને એ લાગતું હતું કે, કસ્તૂરબાને અહીં મહારાજશ્રીના સાંનિધ્યમાં રહેવાની છેલ્લે છેલ્લે ખૂબ ઈચ્છા હતી. પણ અજમેરાની અનિચ્છઓને લીધે તેમનાથી બની શક્યું નહીં. વધારામાં એક વખતે મહારાજશ્રીએ પત્રમાં લખેલું કે તમારે (કસ્તૂરબાએ) અજમેરાની આજ્ઞા મેળવીને આવવું. આથી તેઓ અટકી ગયાં. પણ તેમનું અકસ્માત નજીવી બીમારી ભોગવી મૃત્યુ થયું. અને એ આશા અધૂરી રહી. હિંમતભાઈએ ખાનગીમાં કહ્યું કે, બાનો જીવ અવગતિ પામ્યો છે અને મને રોજ દેખાવ દે છે. અને સંતબાલજીને યાદ કરે છે. મહારાજશ્રીએ તેમને ખૂબ સાંત્વન આપ્યું. અને શાંતિથી રહેવા સમજાવ્યા. તેઓ સાંજના ચારેક વાગે ગયાં.
તા. ૨૩-૧૧-૫૬ :
આજે જયંતીભાઈ અને દેવીબેન આવ્યાં. ટપાલ લેતાં આવ્યાં. સાથે જ સારંગપુરથી નાનચંદભાઈ શુભ સમાચાર લઈને આવ્યા કે સારંગપુર શુદ્ધિપ્રયોગનું સમાધાન બહું સુંદર રીતે થઈ ગયું છે. અંબુભાઈ અને મધુભાઈ એ બન્ને રૂબરૂ બેસીને પ્રશ્નનો નિકાલ કરી નાખ્યો. મંદિર તરફથી લવાદ ભંગની જે ભૂલ થઈ તેનો સ્વીકાર થયો. અને જે અડધો ભાગ ખેડી નાખેલો તે અને વાવેલી જમીનનો કબજો રાખ્યો તે ભૂલનો એકરાર થયો. અને આ બધાની જાહેર ક્ષમા યાચી. દિલગીરી વ્યક્ત કરી. મહારાજશ્રીનો અને શુદ્ધિપ્રયોગ સમિતિનો મંદિરને સાચો રસ્તો બતાવવા માટે આભાર માન્યો. એમ જ જમીન જે તે ખેડૂતો ખેડે છે તેમને ખાતે ચઢાવી દેવાનું નક્કી થયું. અપીલ કરી છે, તે પાછી ખેંચી લેવા ઠરાવ્યું. અને ભાગ તથા માલ પાડ્યો. તેના નુકસાનના પ્રતીક તરીકે ૨૦૧/- રૂપિયા મંદિરે રોકડા આપ્યા. ઘાસ અને પાક જે લઈ ગયા હતા તે પણ પાછો આપ્યો. જે ખેડૂતો પ્રયોગમાં ભળ્યા નહોતા તેમને પણ મંદિરે ભાગ બદલ એકવીસ એકવીસ રૂપિયા આપ્યા અને તેમને પણ જમીન ખાતે ચઢાવી આપી.
રાત્રે જાહેર સભા થઈ. અને તેમાં આ બધી જાહેરાત થઈ. સૌને સંતોષ થયો. આચાર્ય મહારાજને પણ ખૂબ સંતોષ થયો. તેમણે કહ્યું કે મને તો આ બધાંની ખબર જ નહોતી. હું અંધારામાં રહ્યો. તમારો અને મહારાજશ્રીનો આભાર માનું છું. એક લખાણ તૈયાર થયું. તેમાં મંદિર સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૫
Page #27
--------------------------------------------------------------------------
________________
તરફથી મધુભાઈએ અને શુદ્ધિપ્રયોગ સમિતિ તરફથી અંબુભાઈએ સહીઓ કરી. જાહેર છાપામાં પણ મંદિરની પ્રતિષ્ઠા ના ઘટે અને ન્યાયનું મૂલ્ય સચવાય તે રીતે અપાશે.
સાંજના ધંધૂકાથી બાબુભાઈ મોદી અને ગોપાલજીભાઈ જિનવાળા તથા ફકીરભાઈ વકીલ મહારાજશ્રીને મોટર લઈને મળવા આવ્યા; મહાગૂજરાત આંદોલન અંગે કેટલીક ચોખવટ થઈ. તેમાં બધાં દ્વિભાષીમાં જ માને છે. અને તે માટે જ કામ કરશે. આકરુના અને જીનરનો જમીન ઝઘડો છે. તે અંગે ભલગામડાં કંઈક ઠરાવ કરવા ઈચ્છતું હતું. તે જાણી મહારાજશ્રીએ એક ચિઠ્ઠી લખી આપી. અને બાબુભાઈને ત્યાં જઈ આવવા કહ્યું.
સાંજના દામોદરભાઈના જમાઈ, કે જે પુના ખેતીવાડી કૉલેજના પ્રોફેસર છે, તેમણે શણની એક જાત જેને રમી કહેવાય છે. તેનો વિકાસ સમજાવ્યો અને જાત બતાવી સૂક્ષ્મદર્શકયંત્રથી ગંદા પાણીમાં જીવ, લીલા વગેરે જોયું.
રાત્રે મહારાજશ્રીએ બુદ્ધ ભગવાનનો કોઈના ઘેરથી મરણ ના થયું હોય તેવા ઘરથી એક શેર રાઈ લાવવાથી બાળક સજીવન થશે. એવો એક માતાનો કિસ્સો કહી સંભળાવ્યો. તા. ૨૪-૧૧-૫૬ :
બાવળાથી કેટલાંક બહેનો સાંસદ જતાં મળવા આવ્યાં હતાં. બપોરના જયંતીભાઈ, દેવીબહેન અને બાળકો વગેરે આવ્યાં હતાં. જયંતીભાઈએ ઠાકોરભાઈ દેસાઈ ઉપર પત્ર લખેલો. તેનો જવાબ વંચાવ્યો. તેમાં ઠાકોરભાઈએ કેટલાક પ્રશ્નોના બહુ સ્પષ્ટ જવાબ આપ્યા નહોતા. ખેડૂતમંડળનો ચૌહાણને આમંત્રણ આપતો પત્ર મોકલ્યો નહોતો. જિલ્લા સમિતિ જોઈએ તેટલી અનુકૂળતા બતાવતી નથી. તેનો તેઓ બચાવ કરતા હતા. મહારાજશ્રીને અમદાવાદ જવા માટેનો સામાન્ય વિચાર આવે છે. તેમાં જો પ્રદેશ સમિતિનું આમંત્રણ હોય તો વધારે સારું. પણ તેમણે લખ્યું કે, સમાન દૃષ્ટિવાળા કામ કરનારને આમંત્રણની શું જરૂર ? અમે તેમના આગમનને આવકારીએ છીએ. અને પ્રદેશ સમિતિના અંગરૂપ શહેર સમિતિએ તો નિયંત્રણમાં પૂરા હેત ને ભાવ બતાવ્યો છે. વ. કૉંગ્રેસ પત્રિકામાં ગ્રામ ટુકડીઓ અંગેની નોંધમાં લેખકનું નામ નથી લખ્યું. તે બાબત જણાવ્યું છે કે પત્રિકામાં નામ
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #28
--------------------------------------------------------------------------
________________
લખવાનો શિરસ્તો નથી. આ પત્રના ખુલાસા જયંતીભાઈ રૂબરૂ જઈને કરે અને મહારાજશ્રીને સૂચવ્યું. પત્રથી વળી ગેરસમજ થશે.
જયંતીભાઈએ ચૂંટણી અંગે રાવજીભાઈને મળવા સંબંધી ઠીકઠીક ચર્ચાઓ ગોઠવી.
સાંજના મત્કચંદભાઈ સાથે શ્રી સુશીલજી, મહારાજશ્રીને મળવા આવ્યા. સુશીલજી પહેલાં તેરાપંથી જૈન સાધુ હતા પણ વિનોબાજીના ભૂદાન કાર્ય પ્રત્યે આકર્ષાયા અને તેમાં જોડાયા. અત્યારે ગયામાં સમન્વય આશ્રમ છે ત્યાં રહે છે. શ્રમ કરે છે, કાંતે છે, ગાડીમાં બેસે છે. પૈસા પાસે રાખતા નથી. ગોચરી કરે છે પણ કેટલાક નિયમો છોડ્યા છે. પાણી, ગરમ ઠંડું બન્ને ચાલે છે. તેઓ ખાસ અહીંનું કામ જોવા અને સમજવા મહારાજશ્રી પાસે આવ્યા છે. બીજા એક જૈન સાધુ છે તેઓ પણ આવી પ્રવૃત્તિમાં રસ લે છે. ત્યાં સર્વોદય દૃષ્ટિથી સ્વતંત્ર અને કોંગ્રેસ સંસ્થાને સાથે રાખી અને બે જાતના કામ ચલાવે છે. મહારાજશ્રીએ કેટલીક વાતો કરી. રાત્રે પ્રાર્થના પછી પ્રશ્નોત્તરીમાં તેમણે શ્રમ અને શ્રમિકની પ્રતિષ્ઠા વિશે પ્રશ્નો પૂછળ્યા. બહુ સારી ચર્ચા રહી. તા. ૨૫-૧૧-૫૬ :
અમો સવારની પ્રાર્થના પછીના પ્રવચનમાં સુશીલજીને લક્ષમાં રાખી મહારાજશ્રીએ રામયુગમાં સાધુઓ અહિંસક તાકાત ન બતાવી શક્યા તે અંગે કૃષ્ણ યુગમાં પણ કાંઈ વ્યવસ્થિત સાધુ સંસ્થાઓએ તેજ ના બતાવ્યું. ઊલટા દ્રોણ અને કૃપાચાર્યના દાસ બની અન્યાયને પક્ષે જઈ બેઠા. તેવા વખતે એકલા કૃષ્ણને નિશસ્ત્ર રહીને માર્ગદર્શન આપવું પડ્યું અને ન્યાયને જિતાડવા સુદર્શન વાપરવું પડ્યું અને ધર્મરાજા પાસે પાઠાફેર બોલાવવું પડ્યું. બુદ્ધ અને મહાવીરના કાળમાં સ્ત્રીઓ, પછાતોની ઉન્નતિ થઈ પણ તેમાં વાડાબંધી ઊભી થઈ. છેલ્લે છેલ્લે ગાંધીજી આવ્યા અને તેમણે અહિંસક રીતે એક મોટી સલ્તનતને હરાવી સ્વરાજય લાવી આપ્યું અને સમાજના દરેક ક્ષેત્રમાં ક્રાંતિ આણી. ગાંધીજીએ પોતાની બધી પ્રતિષ્ઠા કૉંગ્રેસને ચરણે ધરી, એને મજબૂત બનાવી.
કોંગ્રેસે રાજકારણ હાથમાં લીધું. આખી દુનિયામાં શાંતિ સ્થાપવામાં સાથ આપ્યો પણ દેશના આંતરિક ભાગોમાં ધીમે ધીમે નબળાઈ આવતી
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #29
--------------------------------------------------------------------------
________________
ગઈ. મૂડી અને સત્તાની પ્રતિષ્ઠા વધતી ગઈ. તેનો ચેપ કૉંગ્રેસમાં પણ પેઠો. એને દૂર કરવા માટે ગામડાં, રચનાત્મક કાર્યકરો અને સાધુ-સંતોએ એકત્ર થઈ પ્રયત્ન કરવો જોઈએ. આજે દરેક અલગ-અલગ રીતે વિચારે છે એટલે શક્તિ વધતી નથી. સળંગ કડી સંધાતી નથી. રચનાત્મક કાર્યકરો તટસ્થતાને નામે સંસ્કૃતિને તોડનારા બળોને જાયે-અજાણ્યે પ્રતિષ્ઠા આપે છે. ભારતની સંસ્કૃતિ ત્યાગ અને વિનમ્રતાની છે. લોકો કાંઈ ગાંધીજીને અમસ્તા યાદ કરતા નથી, પણ તેમના ત્યાગને લીધે યાદ કરે છે. એટલે સાધુ સંતો જે કરી શકશે, તે બીજું કોઈ નહિ કરી શકે પણ એ માટે સાધુઓએ ચોક્કસ ધ્યેય રાખી સંગઠિત થવું જોઈએ.
સુશીલજી આજે ગૂંદીનું કામ જોવા ગયા. સાથે જગુભાઈ ગયા. ગૂંદીથી એક દિવસ શિયાળ જઈ આવશે. ત્યાંથી પાછા અહીં મહારાજશ્રીને મળીને અમદાવાદ તરફ જશે. તા. ૨૬-૧૧-૫૬ :
આજે નાનચંદભાઈ સાથે કેટલીક વાતો કરી. બપોર પછી તેઓ જવાના હતા. લગભગ અગિયાર વાગ્યે કુરેશીભાઈ, અમિનાબહેન અને સુલતાનાબહેન મોટર લઈને મહારાજશ્રીને મળવા આવ્યાં. તેમણે ધારાસભ્યોની ચૂંટણી અંગે અમદાવાદ કોંગ્રેસ હાઉસના અનુભવ કહ્યા. રાવજીભાઈ, લાલાકાકાની સામે મગનભાઈ ર. પટેલ અને કુરેશીભાઈએ ખેડૂત મડળ અને બૅન્ક અંગે કેટલીક ગેરસમજ હતી તે અંગે સ્પષ્ટ વાતો કરી. પછી ધંધૂકાની ચૂંટણી પરિસ્થિતિ અંગે વાતો કરી. જમ્યા પછી તેઓ ગયા. સાથે નાનચંદભાઈ પણ ગયા. સાંજના સુરાભાઈ અને પાટણના નાથાભાઈ રત્નાભાઈ વકીલ, રબારી મહારાજશ્રીને મળવા આવ્યા. તેમણે બનાસકાંઠા અને મહેસાણામાં ગોપાલકોને ત્રણ રીતે મળે, તે અંગે વિગતથી વાતો કરી. તેમની વાત વાજબી લાગી. મતો મળી શકે તેમ છે, તેમ પછાત વર્ગ તરીકે પણ ઠીક છે. મહારાજશ્રીએ વિજયકુમારનું આ અંગે ધ્યાન ખેંચ્યું છે. તા. ૨૭-૧૧-૫૬ :
- સુરાભાઈ અને નાનચંદભાઈ ગયા. બપોરે દેવીબહેન, જયંતીલાલ અને તારાબહેન આવ્યાં. તેમણે અમદાવાદ જઈને ત્યાં ધારાસભ્યોના નોમિનેશન અંગે જે વાતો થઈ તે જણાવી. ઠાકોરભાઈના પત્ર સંબંધી પણ કેટલીક વાતોના ખુલાસા તેમણે કરેલા તે કહ્યા.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #30
--------------------------------------------------------------------------
________________
ભાઈ નવલભાઈ, હસ્તામલજી સાથે આવ્યા. હસ્તામલજી - ગુંદી, શિયાળ જઈ આવ્યા. નવલભાઈએ દક્ષિણની અને વિનોબાજીના મિલનની વાતો કરી. બપોર પછી ગયા.
- સુશીલજી ગૂંદી અને શિયાળ જઈ આવ્યા. શિયાળામાં કાશીબહેને ફરીને બધું બતાવ્યું. પઢારવાસ, હરિજન અને વાઘરીવાસ, ત્યાં ચાલતું સંસ્કારનું કામ, પ્રૌઢશિક્ષણ વગેરે મજૂર મંડળ, સહકારી મંડળી, નસિંગ, ખાદીકામ વગેરે બધું બતાવ્યું. આટલાં ઊંડા ગામડાંમાં આવું પાયાનું કામ જોઈને સુશીલજી ખૂબ પ્રભાવિત થયા. તેઓ કાર્યકરોથી અલગ – સ્વતંત્ર રીતે લોકોને પણ મળ્યા અને કાર્ય તથા કાર્યકરો વિશે પૂછ્યું. લોકોએ ખૂબ સુંદર જવાબ આપ્યો. તેનો ખૂબ આનંદ થયો. કાશીબહેન જે સેવા બજાવી રહ્યાં છે તેથી પણ તેમના મન પર સુંદર છાપ પડી.
બીજે દિવસે તેઓ ગૂંદી આવ્યાં. અને તે જ દહાડે ગાડી દ્વારા અહીં આવી ગયા. મહારાજશ્રી સાથે રાત્રે કેટલીક વાતો કરી. ખાસ કરીને રચનાત્મક કામ સાથે કોંગ્રેસના સંબંધો અને સાધુઓ તથા શ્રમ એ અંગે ઠીક ઠીક સમજૂતી થઈ. તેઓ અને બીજા એક મુનિ આવું કામ તે બાજુ ગોઠવવા માગે છે.
બીજે દિવસે સવારે તેઓ ગયા. અમદાવાદ મેવાડી મુનિઓને મળશે. રાત્રે અહીંની વાડીએ કેટલું રોકાવું તે અંગે ચર્ચા ચાલીદામોદરભાઈ અને રંભાબહેન વગેરેનો આગ્રહ થોડા વધુ દહાડા રોકવા હતો. મહારાજશ્રીની ઇચ્છા પણ રોકાવાની હતી. રોકાવા પાછળ એક કારણ એ પણ હતું કે અમદાવાદ, ધોળકા નજીક છે. ચૂંટણી નોમિનેશન અંગે પણ કોઈ કોઈને મળવાનું થાય. પણ મીરાંબહેન તા. ૨૯મીએ નીકળી જવાનું વિચારતાં હતાં. છેવટે તા. ૧લી સુધી રોકાવા તૈયાર થયાં. તેમની દલીલ એ હતી કે, આરામ કરવા રોકાયા છીએ પણ આખો દિવસ ચર્ચા ચાલે એના કરતાં ગામડે જવું શું ખોટું ? આ રકઝકમાં તેમને ખરાબ લાગ્યું. તા. ૨૮-૧૧-૫૬ :
સુશીલજી આજે ગયા. વાડીભાઈ આવ્યા. સાથે દેવીબહેન વગેરે આવ્યાં. સાંજના તારાબહેન ગયાં. વાડીભાઈ રોકાયા. તેમણે પંચભાઈની પોળ અંગે અને મહાગુજરાત આંદોલન અંગે વાતો કરી. એ લોકો ભારે
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું
Page #31
--------------------------------------------------------------------------
________________
જુઠ્ઠાણું ચલાવે છે. વાડીભાઈએ દ્વિભાષીના પ્રચાર અંગે બહેનોની ટુકડીને જમાડેલી. તેથી પોળવાળાઓએ સત્યાગ્રહ-બહિષ્કાર કરેલ પણ તેમનું વધારે ચાલ્યું નહિ. હમણાં પતંગ ઉડાવવાને નામે થોડા પથ્થર ઘર ઉપર નાખ્યાં. પાડોશીઓને વાગ્યા એટલે એ લોકો જ ખીજવાયાં. તારાબહેને પાડોશી સાથે એ પથ્થરો મંગાવી રાખ્યા છે. પોળની બદનામી કરી એ નામે કશું કરવાની વાતો પણ કરી છે.
આજે બપોરના અંબુભાઈ અને ફલજીભાઈ મુંબઈ જઈને વળતાં અહીં આવ્યા. તેમાં મહેસૂલ પ્રધાન શ્રી રસિકભાઈને ગણોતધારા અંગે તેમના સેક્રેટરીનો તાર આવવાથી ગયા હતા. તેમણે ત્યાંની મુલાકાતની વાતો કરી. રસિકભાઈએ પોતાના ઘેર ૧-૪૫ મિનિટ વાતો કરી. બીજે દિવસે સવારમાં પણ કલાકેક વાત કરી. ખાસ કરીને તે વખતે ઘનશ્યામભાઈ પણ હાજર રહ્યા હતા. રસિકભાઈએ હજી કાયદાનો અભ્યાસ કર્યો નથી પણ ખેડૂત મંડળના મુદ્દાઓ વિશે સારી રીતે ચર્ચાઓ કરી અને નોંધો પણ કરી. સિલિંગ વધારવામાં તેઓ માનતા નથી. વળી રૈયતવારી અને તાલુકદારીમાં પટમાં ફેર હોવો જોઈએ, ભાઈઓ ભાગ પડવા જોઈએ. ઘનશ્યામભાઈ સરકારને ભાગ આપવામાં માનતા નથી. તેમનું કહેવું એ છે કે, ગણોતિયાને લાભ થાય છે. નામનું વળતર અપાવે છે તો પછી બીજી પ્રજા એમાં નાણાં શું કામ આપે છે ? ઘનશ્યામભાઈ મહેસૂલ ખાતાના સારા અભ્યાસી છે. રસિકભાઈ તેમની સલાહ લે છે.
રસિકભાઈ હજી લાલાકાકા, મગનભાઈ ર. વગેરેને આ મુદ્દા અંગે પૂછશે, પછી દરેક વિભાગના આ પ્રશ્નના અભ્યાસીને ચર્ચા માટે બોલાવશે, પછી ધારાસભામાં સુધારો લાવશે. જરૂર પડશે તો અંબુભાઈને ફરીથી બોલાવશે.
ચૌહાણની મુલાકાત પણ તેમણે ગોઠવી આપી. ચૌહાણ મળ્યા. પ્રથમ ખૂબ વાતો કરી. તેમને ભાલ નળકાંઠામાં આવવા આમંત્રણ આપ્યું. તો તેમણે કહ્યું કે, તા. ૨૮મી સુધી તો મારી તારીખ ભરાઈ ગઈ છે. જાન્યુઆરીમાં મને સમય મળશે અને મારે એ પ્રદેશમાં એક દિવસ આપવો છે. મને ત્યાં આવતાં આનંદ થશે, વગેરે કહ્યું. મને ફરી લખવાની જરૂર નથી, મારા ખ્યાલમાં છે. તમારો પત્ર પણ મળ્યો છે. વગેરે વાતો થઈ. ૧૦
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #32
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૧૧-૫૬ ૪
આજે પ્યારઅલીભાઈ આવ્યા હતા. તેઓ રોજકા ગામે સઘન ક્ષેત્રનું કામ કરે છે. ખાદીકામની સાથે સાથે ગામના ન્યાય, અન્યાયના પ્રશ્નો પણ આવે છે. તે લેવાના કારણે ખાદીકામ વગેરે ઓછું થાય છે અને ખાતું તો આંકડા માગે એટલે તેમને અસંતોષ રહે છે. હરિવલ્લભભાઈને પણ સંતોષ આપી શકતા નથી. તો એ બાબત મહારાજશ્રીની સલાહ લેવા આવ્યા હતા. પોતે રાજીનામું આપી, બીજા કામમાં જવા ઇચ્છે છે. તેમને ખ્યાલ આપ્યો છે. બપોરના જ તેઓ ગયા. તા. ૩૦-૧૧-૫૬ :
આજે હું જયંતીભાઈના ખેતરોમાં તેમની સાથે ફરી આવ્યો. ખેતી સારી છે. તેમની સાથે ચૂંટણી અંગે અને સંસ્થા સાથે જે થોડો ઘણો મતભેદ છે, તે અંગે વાતો કરી. આજથી સાંજની પ્રાર્થના આઠ ને બદલે ૭-૩૦એ રાખી. જયંતીભાઈ આવી ગયા હતા. તા. ૨-૧૨-૫૬ :
આજે ધોળકાથી ચંપકભાઈ, એમનાં પત્ની અને બાળકો મહારાજશ્રીના દર્શને આવી ગયા. કેટલીક વાતો થઈ. ખાસ કરીને સારંગપુર પ્રકરણમાં તેમણે સારો રસ લીધો હતો. રાત્રે ભાઈદેવ અને ભાવદેવની ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. એ વિશે પ્રસંગ કહ્યો હતો. તા. ૩-૧૨-૫૬ :
આજે મૌનવાર છે. અનુબંધ વિશેનાં બે પ્રવચનો મુનિશ્રીને મોકલી આપ્યાં. આજે દાનુભાઈ આકરુવાળા સાંજના આવ્યા. આકરુમાં પરષોત્તમ પટેલ અને જિનના ભારૂભા વચ્ચે જમીનનો ઝઘડો છે. તેમાં બંને પક્ષે દાનુભાઈને લવાદ નીમ્યા છે. તેઓ મહારાજશ્રીની સલાહ લેવા આવ્યા. મહારાજશ્રીએ કહ્યું કે, આ પ્રશ્ન ગૂંચવાયેલો છે. દાદાગીરીને મચક ન મળવી જોઈએ. વળી પાટીદાર રજપૂત એવો વર્ગભેદ ઊભો ન થાય તે માટે વ્યક્તિ કરતાં સંસ્થા તરફથી લવાદો નીમાય અને તે માટે બંને પક્ષો સ્વીકાર કરે તેઓ પ્રયત્ન કરવો જોઈએ, દાનુભાઈને પણ આ વાત ઠીક લાગી.
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #33
--------------------------------------------------------------------------
________________
તા. ૫-૧૨-૫૬ :
આજે મૌનવાર હતો. મહારાજશ્રી આવ્યા ત્યારે સૌના વજન કરી લીધાં હતાં. વાડીનાં હવાપાણી અને રંભાબાની ખોરાક વગેરેની કાળજીને કારણે સૌનું વજન વધ્યું. પ્રથમના સાત દિવસમાં મહારાજશ્રીનું છ રતલ વજન વધ્યું, મણિભાઈનું સાડા ચાર રતલ વધ્યું. મીરાંબહેનનું ત્રણ રતલ વધ્યું. પછીના સાત દિવસમાં મહારાજશ્રીનો પોણો રતલ વધ્યું, મણિભાઈનું એક રતલ ઘટ્સ, મીરાંબહેનનું અડધો રતલ વધ્યું. મતલબ કે દરેકની તબિયત સારી રહી. ખૂબ આનંદ આવ્યો. તા. ૬-૧૨-૫૬ : આંબારેલી
સાંસદ વાડીથી નીકળી આંબારેલી આવ્યા. અંતર પાંચ માઈલ હશે. રંભાબા, દામોદરભાઈ અને ઘરનું કુટુંબ બધાં વિદાય આપવા આવ્યાં. રંભાબાની આંખમાં પાણી આવ્યાં. હું, બે દીકરી, પુત્રવધૂ અને એક નોકર અમારી સાથે આવ્યાં અને દામોદરભાઈ વચ્ચેથી પાછા ગયા.
બારેલી ગામે સારો પ્રેમ બતાવ્યો. રાત્રે સભા સારી થઈ. કેટલાંક ચાની પ્રતિજ્ઞા લીધી. તા. 9-૧૨-૫૬ : ધોળી
અબારેલીથી નીકળી ધોળી આવ્યાં. અંતર સાત માઈલ હશે. અમારી સાથે ઈશ્વરભાઈ તેમની ભત્રીજી સાથે આવ્યા હતા. ગામને ખબર નહોતી. અમે આવ્યા પછી બધી તૈયારી થઈ. ઉતારો ચોરામાં રાખ્યો હતો. રાત્રે જાહેર સભા થઈ.
સભામાં સારી સંખ્યામાં લોકો આવ્યા હતા. પ્રથમ બહેનોને લગતું અને બીજા ધાર્મિક પ્રવચનો કર્યા બાદ લોકોની માગણીથી દ્વિભાષી અને મહાગુજરાત વિશે સમજણ આપી હતી.
અહીં ખેડૂત મંડળના સભ્યોમાં ૬૦ એકરથી વધારે જમીન હોય તો ફાજલ પાડવી એ ઠરાવ અંગે ઠીક ઠીક ચર્ચાઓ મુખ્ય ભાઈઓ સાથે થઈ હતી. સામાન્ય રીતે મોટા ખેડૂતોનો ખ્યાલ એવો હોય છે કે મંડળે જાતે કરીને શું કામ કાપની માગણી કરવી જોઈએ ? પણ મંડળ તો દરેક પ્રજાનું છે. તે સૈદ્ધાંતિક રીતે વિચારે છે અને ગામડાંની નેતાગીરી લાવવી હોય તો ગામડાનું સ્વરાજય પ્રથમ લાવવું જોઈએ. દરેકને ન્યાય અને રોટલો મળે તો જ ગામડાનું સ્વરાજય આવે. ૧૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #34
--------------------------------------------------------------------------
________________
તા. ૮,૯-૧૨-૫૬ : જવારજ
ધોળીથી નીકળી જવારજ આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. ઉતારો અદુભાઈના મકાનમાં રાખ્યો હતો. ગામને ખબર નહોતી. બપોરના ખેડૂતમંડળના ૬૦ એકરના ઠરાવ વિશે સારી ચર્ચાઓ થઈ. રાત્રે પ્રવચનમાં પણ સૈદ્ધાંતિક વાતો કરી. આ ગામ શક્તિશાળી છે પણ હમણાં હમણાં મોટા ખેડૂતોને ૬૦ એકરના ઠરાવ બાબત અસંતોષ છે એટલે મંડળ તરફ ઓછો રસ બતાવે છે. ૬૦ એકરનો ઠરાવ આઠ-દશ વ્યક્તિને લાગુ પડે છે.
બીજે દિવસે રાત્રે પ્રશ્નોત્તરી જેવું રાખ્યું હતું. અંબુભાઈ રાતના આવ્યા હતા. સભામાં મહારાજશ્રી પુણ્યપ્રકોપ ઠાલવે છે. અહીંના લોકો હમણાં ખેડૂત મંડળના ૬૦ એકરના ઠરાવથી નારાજ થયા છે. મહારાજશ્રીએ જણાવ્યું કે, મંડળ કોઈ અમુક વર્ગનું નથી, તે સૌનું છે. તેના નિયમો સૌના હિતકારી હોવા જોઈએ. કોઈ એક વર્ગને લાભ થાય એવું નહિ ચાલે. બાપુ કહેતા : પંડિતજી નીકળી જાય, હું ન હોઉં તો પણ કોંગ્રેસ મરવાની નથી. એનો અર્થ કૉંગ્રેસના સિદ્ધાંતો મરવાના નથી. તેમ મંડળ જો નીતિના પાયા પર ઊભું હશે તો તેના સિદ્ધાંતો કદી મરનાર નથી. સભ્યોમાં તો ભરતીઓટ આવ્યા જ કરવાની. તા. ૧૦-૧૨-૫૬ : વેજલકા
જવારજથી નીકળી વેજલકા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો. ગામલોકોએ સ્વાગત કર્યું. આવીને પ્રાસંગિક કહ્યું. રાત્રે જાહેરસભા થઈ.
સભામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તેમાં ગ્રામસંગઠન ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રતાપભાઈ પંડ્યા (સઘનના કાર્યકર્તા)એ કહ્યું કે આ ગામ સઘનમાં આવેલું છે. તમે એનો લાભ લો. ગ્રામઉદ્યોગો વિશે પણ સમજણ આપી હતી.
મીરાંબહેન અહીંથી બાવળા ગયાં કારણ કે પૂ. નાનચંદજી મહારાજ બાવળા આજે આવ્યા છે. તેઓ ઇચ્છે છે કે મીરાંબહેન બાવળાથી ટીંબા સુધી તેમની સાથે રહે. આ એક શુભ ઘડી કહેવાય. જૈન સાધુઓ બહેનોને સાથે સહપ્રવાસી તરીકે રાખતા જ નથી, જયારે મહારાજશ્રી મીરાંબહેનને સામે ચાલીને સાથે આવવા કહે છે તે ક્રાંતિ પણ જેવી તેવી નથી ! તેઓ સાથે આનંદથી ગયાં. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૩
Page #35
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૧૨-૫૬ : નાનીબોરુ
વેજલકાથી નીકળી નાની બોર આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો એક પટેલના મેડા પર રાખ્યો હતો. આવતાં વચ્ચે રસ્તામાં થોડું ભૂલાં પડ્યા. અડધો કલાક બગડ્યો. ગામલોકોએ ઢોલ, શરણાઈ સાથે સ્વાગત કર્યું. ગામલોકોએ ગઈ કાલે વાટ જોયેલી કારણ કે તેમને એવા સમાચાર મળેલા. પણ અમે ન આવ્યા એટલે બાર વાગ્યા સુધી આખા ગામે વાટ જોયેલી. સૌ સરઘસ આકારે શુદ્ધિપ્રયોગ છાવણીમાં આવ્યા. અહીં પ્રાર્થના પછી મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું. ત્યાંથી પછી નિવાસસ્થાને આવ્યા.
અહીં ગણોતધારાના વિરોધમાં શુદ્ધિપ્રયોગ ચાલે છે. ડાહ્યાભાઈ પટેલે પોતાની જમીન છોડી દેવાની તૈયારી બતાવી છે. સાથે ત્રણ ત્રણ ઉપવાસ બીજા ભાઈબહેનો કરે છે. એ રીતે ઉપવાસ ગૂંદીના નાનુભાઈના હતા પણ તેમની દીકરી ખૂબ બીમાર થઈ ગઈ હોવાથી અંબુભાઈની ચિઠ્ઠી લઈને ગામ ઉપર આવ્યા. હકીકત કહી. પોતે તૈયારી જ બતાવી પણ જો બીજા કોઈ તૈયાર થાય તો સારું. ગામે તેમને રજા આપી અને ડાહ્યાભાઈ તૈયાર થયા. મહારાજશ્રીની સલાહ લીધી ને મંજૂરી માંગી. મહારાજશ્રીએ કહ્યું, ડાહ્યાભાઈએ ત્યાગ કર્યો છે એટલે તેમને બે લાભ ના મળે. ગણોતિયાના હિતની વાત છે એટલે બીજા કોઈ તૈયાર થાય તો સારું. કોઈ ના હોય તો હું તો છું જ, પણ વિચાર કરતાં લાગ્યું કે પોતે સવારમાં દૂધ પી લીધું છે. બીજા લોકોમાં દરેકે કંઈ ને કંઈ ચા-દૂધ લઈ લીધેલું કારણ કે બપોર થઈ ગયેલો. પછી કુદરતી જ ચંપાબહેન કરીને એક બહેન કે જેઓ સહાયક ઉપવાસી હતાં, તેમની કુદરતી ઇચ્છા ઘણી હતી. આ યોગ મળ્યો. તેમને ખૂબ આનંદ થયો. થોડા વખત પછી જ ત્રીજું લગ્ન થવાનું છે. તે પહેલાં તપ થાય એ રીતે પણ તેમને તથા કુટુંબીઓને આનંદ થયો. કુદરતના યોગ સિવાય આમ ના બને.
બપોરના ત્રણથી ચાર રામાયણ વાંચન થયું. આજે વર્ગની પૂર્ણાહુતિ થઈ. બહેનો-ભાઈઓ આવ્યાં હતાં. આ જ વખતે જયંતીભાઈ આવી ગયા. તેમણે શુદ્ધિપ્રયોગ અંગે સુંદર કહ્યું. સારંગપુરનો પ્રશ્ન ટુકડાઓનો પ્રશ્ન સારી રીતે પતી ગયો. આ આપણો પ્રયોગ એક વાર આખા જગતમાં નવી પ્રેરણા જગાડશે. ભલે આજે એની કાંઈ કિંમત ના હોય. ત્યારબાદ મહારાજશ્રીએ ગણોતધારો અને મહાગુજરાત વિશે કહ્યું. સૌ વિખરાયા, પરિશ્રમાલયની મુલાકાત લીધી. ૧૪
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #36
--------------------------------------------------------------------------
________________
તા. ૧૪-૧૨-૫૬ : સરગવાળા
બોરથી સરગવાળા આવ્યા. અંતર સાડા ચાર માઈલ હશે. ઉતારો એક સામાન્ય ગૃહસ્થને ઘેર રાખ્યો હતો. રાત્રે જાહેરસભા સારી થઈ હતી. જયંતીભાઈ અમારી સાથે જ હતા. રાત્રે તેમણે અને પ્રતાપભાઈએ પણ થોડું કહ્યું હતું. અમે નિશાળ અને હરિજનવાસની મુલાકાત લીધી હતી. ભંગીને, હરિજન કૂવે પાણી ભરવા દેવા સમજાવ્યા. તેઓ કબૂલ થયાં. હરિજનો જમીન માગે છે.
સાબરકાંઠાથી બે કાર્યકરો ખેડૂત મંડળની કાર્યવાહી જોવા આવી ગયા. મહારાજશ્રી સાથે ઠીક ઠીક વાતો કરી. કોંગ્રેસનું રાજકીય માતૃત્વ શાથી તે સમજાવ્યું. તે બંને જણ ગૂંદી બે દિવસ રોકાયા. ખેડૂત મંડળ મધ્યસ્થ સમિતિની મિટિંગની કાર્યવાહી જોઈ ખુશ થયા. તા. ૧૫-૧૨-૫૬ : ગૂંદી આશ્રમ
સરગવાળાથી નીકળી ગંદી આવ્યા. લોથલનો ટેકરો જોતા આવ્યા. અહીં પુરાતત્ત્વ વિભાગ તરફથી ખોદકામ ચાલે છે. જૂની સંસ્કૃતિના નમૂના મળ્યા છે. લક્ષ્મીપુરા થોડું રોકાવાની ઈચ્છા હતી પણ માંડી વાળ્યું. સીધા ગંદી આવ્યા. વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું. પછી મહાદેવ આવ્યા. આશ્રમવાસીઓએ સ્વાગત કર્યું.
આજે પ્રાયોગિક સંઘની મિટિંગ મળી. દરેક સંસ્થાના બજેટની મંજૂરી આપી. ખાસ કરીને જયંતીભાઈને કાર્યકરો સાથે અસંતોષ હતો. તેની સ્પષ્ટતા કરવાની હતી. જયંતીભાઈએ અને કાર્યકરોએ પોતપોતાના ખુલાસા કર્યા. છેવટે જયંતીભાઈએ પોતાનો પત્ર પાછો ખેંચી લીધો અને માનદ્ કાર્યકર તરીકે કામ કરવાનું સ્વીકાર્યું. કોને જવાબદાર રહેવું તે નક્કી થશે. મિટિંગ રાત્રે પણ ચાલી. મગનભાઈ સંબંધમાં ઠીક ઠીક ચર્ચા થઈ. શાંતિભાઈ અને મહારાજશ્રી વચ્ચે સહેજ ટપાટપી જેવું થઈ ગયું. શાંતિભાઈનો અને જયંતીભાઈનો સ્વભાવ અમુક જ પ્રકારનો છે. શાંતિભાઈ, કુરેશીભાઈ રાતના ગયા. મણિબહેન સવારના ગયાં. તા. ૧૬-૧૨-૫૬ : ગૂંદી આશ્રમ
ભાલ નળકાંઠા ખેડૂત મંડળ મધ્યસ્થ પ્રતિનિધિ મંડળની સભા બપોરના શરૂ થઈ. પ્રથમ વીરાભાઈએ કહ્યું કે ગયે વખતે મળ્યા ત્યાર પછી કેટલાંક સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧
૫
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નો આપણી સમક્ષ આવ્યા. દ્વિભાષી અંગે ઠરાવ કર્યો. સારંગપુર પ્રશ્ન પતી ગયો. ગણોતધારા અંગે પ્રયોગ ચાલે છે. અમદાવાદમાં જે અશાંતિ હતી તે અંગે મંડબે ટુકડીઓ મોકલી અને જાત ઉપર સહન કરીને સુંદર દાખલો બેસાડ્યો. આપણે મક્કમ પગલે સફળતાપૂર્વક આગળ વધતા જઈએ છીએ એમ આપણી જવાબદારી પણ વધે છે. આપણી પાસે કોઈ મૂડી નથી. એક મહાપુરુષના આત્મબળથી આપણે આગળ વધીએ છીએ.
ઃ
પૂ. સંતબાલજીએ કહ્યું : ધોળકા ચાતુર્માસ વખતે આપણે મળ્યા હતા. હમણાં જ પ્રમુખશ્રીએ ત્રણ પ્રશ્નો કહ્યાં, તે વિશે મારે થોડુંક કહેવું છે. સારંગપુર પ્રશ્ન એ મંદિરનો પ્રશ્ન હોવાથી મારા મનમાં બેવડી ચિંતા હતી. આજ સુધી ધર્મ સંસ્થાઓ પાસેથી પ્રેરણા મેળવી આચરણ કરતા હતા પણ હવે આજની પરિસ્થિતિમાં તેમાં ઘણો ફરક પડ્યો છે. એનું પ્રાયશ્ચિત મારે ધર્મસંસ્થાના એક સભ્ય તરીકે લેવું જોઈએ એવું લાગેલું. તમે બધાંએ ખૂબ રસ લીધો. મંદિર તરફથી ગામના ઘણાં તત્ત્વોએ તોફાનમાં ભાગ લીધો. છેલ્લે છેવટ સુધી પાંચ ખેડૂતો ટક્યા તે ધન્યવાદને પાત્ર છે અને કોઈ પ્રસંગ આવે ત્યારે તે ખેડૂતો અને તેમાં ભાગ લેનારાએ જે રસ દાખવ્યો છે, હાલત બનાવી છે, તેને માનપત્ર આપે, તેની કદર કરે. ટુકડીઓની વાતો મેં સાંભળી ત્યારે હું રાજી થયો. કેટલાં તોફાનો, કેટલી યાતના છતાં તમે અહિંસક રીતે જે સુંદર છાપ પાડી તેથી હું રાજી થયો છું. ટુકડીમાં કોઈ ગેરહાજર રહે તો તમે બીજી પણ તૈયારી રાખી.
સારંગપુર પ્રશ્નમાં કુરેશીભાઈ એક ધારાસભ્ય તરીકે (જયારે તેમની મોટર અટકાવી ત્યારે) સરકારનું ધ્યાન ખેંચ્યું, નવલભાઈ અને બીજાઓએ તેમાં રસ લીધો. પરિણામે તેમની ભૂલ સમજાઈ. આચાર્યશ્રી પણ ખુશી થયા. હમણાં એક ખેડૂતે કહ્યું, અમદાવાદમાં આટલાં તોફાન થાય છે ત્યારે સરકાર શું એને ન અટકાવી શકે ? પણ આપણે સમજવું જોઈએ કે સ૨કા૨ કરતાં જનતા મોટી છે. સારંગપુરમાં સરકાર શું કરી શકત ? સરકારનો ઇન્કાર નથી પણ તે બીજે નંબરે આવે છે.
ગણોતધારો કેમ પ્રતિક્રાંતિને રસ્તે જાય છે તે અંગે મેં ઘણું વિચાર્યું. દાદાનો સાથ મળ્યો. ધારાસભામાં નિવેદન મોકલ્યું પણ તેની અસર ના થઈ. મંડળે એક આદરણીય ઠરાવ કર્યો. ૬૦ એકરથી વધારાની જમીન છોડી દઈશું. આવો ઠરાવ ભાગ્યે જ કોઈ મંડળ કરી શકે. જોકે કેટલાંક સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૬
Page #38
--------------------------------------------------------------------------
________________
ભાઈઓને આ વાત ગળે નથી ઊતરી પણ તેમને સમજાવવા રહ્યા. આપણે જો સૂકો રોટલો ખાવો હોય, તો પાડોશીને રોટલો આપવો પડશે.
રસિકભાઈ પ્રધાન થયા. તેમણે ઇછ્યું કે આની નોંધ મોકલો. પછી તો અંબુભાઈ, ફૂલજીભાઈ રૂબરૂ મળી આવ્યા. તેઓ સ્વીકાર કરે કે નહિ તે જુદી વાત છે પણ એ લોકો ચિંતન કરે છે. સરકાર જ નહિ, સારા ચિંતકો પણ ચિંતા કરે છે. ટુકડીઓની અસર આખા દેશમાં થઈ છે. તમારી સમજ અને હિંમતે એ કામ કર્યું છે. ફૂલજીભાઈ ત્યાં બોલ્યા તે વાણી ભણવાથી નથી આવતી, પણ હૈયા ઉકલતથી, ત્યાગથી આવે છે. હવે એકાદ-બે વ્યક્તિઓથી નહીં ચાલે. ખેડૂતોએ બધાંએ તૈયાર થવાનું છે. કૉંગ્રેસની અંદર મોટી સંખ્યામાં જવું જોઈએ. ક્રિયાશીલ સભ્યો થાય અને તાલુકા સમિતિનો અવાજ બુલંદ બનાવો. આજે જે ભાઈઓ કામ કરે છે તે કામ કરે જ છે પણ દૃષ્ટિપૂર્વકનું કામ થવું જોઈએ. તમે બધાં સમજશક્તિ ખીલવો. હવે તમારો પ્રયોગ જોવા ઘણા જણ આવે છે. હમણાં બૌદ્ધગયાથી એક સાધુજી આવ્યા હતા. તેઓ ખેડૂતોને પણ મળ્યા અને બહુ સારી છાપ લઈને ગયા. હવે જૂની નેતાગીરી વિદાય લઈ રહી છે ત્યારે નવી નેતાગીરી દીપાવવાની છે. ઉપરથી કામ બહુ નહિ દેખાય, પણ તમો કઈ ભાવનાથી કામ કરો છો, તમારો આચાર કેવો છે તે જોશે. કોંગ્રેસના ઉપલા મોવડીઓની તમારા ઉપર સારી છાપ પડી છે. ટુકડીઓને વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનો અભિનંદનનો તાર આવ્યો હતો. આપણે અભિમાની નથી થવાનું પણ જવાબદારી વધવાની છે. તેમ સાવ લાઘવ ગ્રંથી પણ ના રાખીએ. સહકારી પ્રવૃત્તિ ખીલવવી પડશે. હવે ફંડફાળાથી પ્રવૃત્તિ નહીં ચાલે પણ સહકારી મંડળી દ્વારા નાણાં ઊભા કરવા પડશે.
ત્યારબાદ નાનચંદભાઈએ સારંગપુર અંગે કહ્યું. શરૂથી અંત સુધીની બધી વાતો કરી અને બન્ને પક્ષે જે સમાધાન થયું તે વાંચી સંભળાવ્યું.
ત્યારબાદ અંબુભાઈએ કહ્યું કે, કેટલીક ટીકા કરવામાં આવે છે કે મંડળ જે કંઈ ઠરાવો કરે છે તે લોકો સમજતા નથી અને પસાર થાય છે. મને લાગે છે કે આ સ્વરૂપ ખોટું છે. ઠરાવની બધી વિગતો અને તેના પડનારા પ્રત્યાઘાતો સમજાવવામાં આવે છે. સદ્ભાગ્યે તમારી બધાની મુનિશ્રી અને કાર્યકરો ઉપર શ્રદ્ધા છે એટલે તમો સમજી મોટેરા જે કંઈ કરતાં હશે તે અમારા હિતનું જ હશે. આમ છતાંય તમે ઠરાવ આવે ત્યારે તે અંગે નિઃસંકોચપણે જે કંઈ કહેવું હોય તે કહો. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૭
Page #39
--------------------------------------------------------------------------
________________
તા. ૧૮-૧ર-૫૬ :
મહારાજશ્રી લક્ષ્મીપુરા જઈ આવ્યા. બપોરના ગંદી ગામમાં રોકાયા. અહીં જીવનશાળાના બાળકો સાથે વાતો કરી. ગુ.વિ.ના ભાઈ-બહેનો સાથે પણ વાર્તાલાપ થયો. એ પહેલાં મેં ગ્રામસંગઠન અંગે બધી વાતો તેમની સાથે મહાદેવમાં કરી હતી. રાત્રે જાહેરસભા થઈ હતી. ગામલોકો સાથે ગામના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. છોટુભાઈ, કાશીબહેન, અંબુભાઈ વગેરે વડાપ્રધાનને સાંભળીને સાંજે આવી ગયાં હતાં. તા. ૨૧-૧૨-૫૬ : લોલિયા
ગંદીથી નીકળી લોલિયા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો લો. બો. ધર્મશાળામાં રાખ્યો હતો. લોકોએ સ્વાગત કર્યું. આશ્રમવાસીઓ સ્ટેશન સુધી વિદાય આપવા આવ્યા હતા. પ્રતાપભાઈ સાથે આવ્યા. અલ્લાઉદ્દીનભાઈ આગળથી વ્યવસ્થા માટે ગયા હતા અને આજે ધંધૂકાથી હરિભાઈ આવી ગયા.
બપોરના છોટુભાઈ, કાશીબહેન, નવલભાઈ, અંબુભાઈ વગેરે ડૉક્ટરના પ્રશ્ન અંગે આવ્યાં. ડૉક્ટર પણ આવ્યા હતા. ડૉ. ગુંદી સવોદયમાં કામ કરે છે. તેઓએ ચારિત્ર્ય અંગે ભૂલો કરી છે. નવલભાઈએ તકો આપવા છતાં સુધર્યા નહિ. ખરી રીતે ચારિત્ર્યનો વિષય એ અગત્યનો વિષય છે. આપણી સંસ્થામાં એવી વ્યક્તિઓને ક્ષણવાર પણ સ્થાન નહીં હોવું જોઈએ છતાં આટલો સમય જોયું. મહારાજશ્રીને આ વાતો સાંભળી ખૂબ દુ:ખ થયું. તેમણે એક ઉપવાસ આ નિમિત્તે કર્યો. બપોરના અલગ અલગ રીતે ને એકત્ર એ બધાંને મળીને ડૉક્ટરને રાજીનામું આપવા સલાહ આપી. તેમણે રાજીનામું આપ્યું. છૂટા થયા. તા. ૨૨-૧૨-૫૬ : ફેદરા
લોલિયાથી નીકળી ફેદરા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો ઉપાશ્રય પાસે રાખ્યો. રસ્તામાં અમારી સાથે ત્રણ દેરાવાસી સાધુઓ સાથે થઈ ગયા. તેઓ પણ ફેદરા રોકાયા હતા. ગામલોકોએ સ્વાગત કર્યું. તા. ૨૩-૧૨-૫૬ : કમિયાણા
ફેદરાથી નીકળી કમિયાણા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો નિશાળે રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. ધંધૂકા જિનમાં રહેતાં ૧૮
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #40
--------------------------------------------------------------------------
________________
પોપટસંગભાઈ અહીંના વતની છે. તેઓ આગળથી આવી ગયા હતા. રાત્રે સભા સારી થઈ હતી. બહેનો પણ આવ્યાં હતાં. ખેડૂત મંડળના સભ્યો છે. પણ સહકારી મંડળી મંડળ નીચે નથી.
બપોરના ગામલોકો સાથે વાતો કરી. બે ભાઈઓને જમીનની હદ સંબંધી ઝઘડો હતો. તે પ્રશ્ન મહારાજશ્રી પાસે આવ્યો. લવાદ દ્વારા તેનો નિકાલ થયો. લખાણ થઈ ગયું. તા. ૨૫-૧૨-૫૬ : ધોલેરા
આમળીથી નીકળી ધોલેરા આવ્યાં. અંતર ચાર માઈલ હશે. ઉતારો દવાખાનામાં રાખ્યો હતો. થોડા ભાઈઓએ સ્વાગત કર્યું. વચ્ચે ભાદરનું નાળું ઓળંગ્યું. સાવ તૂટી ગયું છે. પાણી વહેતું છે. મણિબહેન સવારમાં ગયાં.
રાત્રે ગાંધી મંદિર પાસે જાહેરસભા થઈ. સારી સંખ્યામાં લોકો આવ્યા હતા. મહારાજશ્રીએ ગ્રામસંગઠન, વિશ્વશાંતિ માટે શું કરવું તે અંગે જણાવ્યું હતું. તા. ૨૬-૧૨-૫૬ : પાંચીનાર
ધોલેરાથી નીકળી મૂંડી થઈને પાંચીનાર આવ્યા. અંતર સાડા પાંચ માઈલ હશે. ઉતારો એક પટેલીયાના ઘરે (મંદિરમાં) રાખ્યો હતો. ગામલોકોએ વાજતે-ગાજતે સ્વાગત કર્યું. ઘણાં વખતે પાંચીગામ આવવાનું થાય છે. મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું. આ બધો પાણીનો દુ:ખિયો પ્રદેશ છે. સમુદ્રના સૂકા કાંઠાનું ગામ છે. આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે તમે રહો છો. આપણા દેશમાં આવાં દુઃખીયાં ગામો ઘણાં છે. થોડાં શહેરો મોજથી રહે છે પણ આમ તો બધે દુઃખ જ છે. તા. ૨૭, ૨૮-૧૨-૫૬ : મિંગલપુર (નવું ગામ)
પાંચીનારથી નીકળી મિંગલપુર આવ્યાં. અંતર નવ માઈલ હશે. વચ્ચે ભાણગઢ આવ્યું. ત્યાંના લોકો મળ્યા. ખૂબ પ્રેમ બતાવ્યો. મિંગલપુરમાં લોકોએ વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કર્યું. બીજી મંડળી પણ હતી. આખું ગામ ઉમટ્યું હતું. બહેનોની હાજરી ધ્યાન ખેંચતી હતી. તેઓ ગીતો ગાતાં હતાં. જોકે અડધી વસ્તી રોજી માટે બહારગામ ચાલી ગઈ છે. અહીં ગણોતધારા શુદ્ધિપ્રયોગનું બીજી વખત કેન્દ્ર ચાલુ છે. તેથી મહારાજશ્રીનું આગમન થયું છે. સાથે બન્ને મારવાડી મુનિઓ પણ છે. જંયતીભાઈ પણ છે. મેવાડી સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૯
Page #41
--------------------------------------------------------------------------
________________
મુનિઓનું પ્રથમ મિલન પણ આજ ગામે નવ માસ પહેલા થયેલું. ગામનો આટલો બધો પ્રેમ જોઈને સૌને ખૂબ આનંદ થયો. સૌ સભાના રૂપમાં ગોઠવાઈ ગયા. પછી મહારાજશ્રીએ જણાવ્યું કે,
લગભગ સાડા નવ મહિના પછી અહીં આવવાનું થયું છે. યોગ એવો થયો છે કે આ મુનિઓ પાછળથી આવ્યા હતા અને આ વખતે પણ સાથે છે. તેઓ મારવાડથી આવે છે. અહીં જ પ્રથમ સંમેલન થયું હતું. અહીં જ શુદ્ધિપ્રયોગ ક૨વા સંબંધી વિચાર થયેલો. વ્યક્તિગત કરવો કે સામુદાયિક કરવો તેની વિચારણા થઈ કારણ કે તાજેતરમાં કોંગ્રેસ પ્રમુખ ઢેબરભાઈ ભડિયાદ મળી ગયા હતા અને વાતો થઈ હતી. પછી ભલગામડા મળ્યા અને શુદ્ધિપ્રયોગ કરવાનું નક્કી થયું. ત્યારપછી નાનચંદભાઈ અહીં આવ્યા અને તમોએ એ પ્રયોગમાં જોડાવાનું નક્કી કર્યું. ૨૧ જણને લીધાં. તેમને ત્યાગવીર કહેવામાં આવે છે. બીજા તપ કરનારાં હોય છે. એ રીતે આ બાજુ પ્રયોગ કર્યો છે. તમારામાંથી ઘણા બહાર ગયા છે. છતાં તમો બધા આટલી મોટી સંખ્યામાં આવ્યા છો કે તમારો પ્રશ્ન બતાવી આપે છે. ક્યારે ગાશું, ‘સબસે ઊંચી પ્રેમસગાઈ' ? એ પ્રેમ કેવી રીતે સફળ થાય ? રોટલો પ્રેમથી મળે. તમો આટલા બધા ઊંડા ગામડામાં રહો છો. દુઃખમાં પણ સુખ માનો છો તે જોઈને આનંદ થયો. ઉત્સાહ પણ થાય છે. ભારતમાં આવાં ગામડામાં રહેતી પ્રજાય છે. તે જ તેની વિશેષતા છે. મુનિએ અને મને થયું કે એક તો ત્યાગ કરાવીએ છીએ, તપ કરાવીએ છીએ, છતાં આટલી બધી ભક્તિ અને ઉત્સાહ કેમ થાય છે ? નહિ તો લોકો દૂર ભાગે પણ તમે આ રીતે વર્તો છો, તેમાં ભગવાનની ઇચ્છા હશે. તપ અને ત્યાગ તરફ વળીશું ત્યારે આપણું કલ્યાણ છે. વધારે તમે પ્રેમભક્તિ બતાવ્યાં છે તેની અમારા મન ઉપર ઊંડી છાપ પડી છે. તમો બધાં આ વરસે સુખમાં છો, ખેતી સારી છે તેથી સંતોષ થાય છે. બહાર ગયેલા પણ સુખી હશે એમ લાગે છે. એક જ પ્રાર્થના, તમો ભક્તિ અને પ્રેમ આ બે રાખ્યાં કરો અને જે સારાં કામો જગતમાં થઈ રહ્યાં છે તેમાં નવું ગામ પણ હિસ્સો નોંધાવે છે. તેવું થાય તેમ કરજો. વ્રજમાં જયારે લાલજી પધાર્યા ત્યારે કંઈ કાલીયા નાગને નાથ્યો નહોતો પણ કંસની બીકે નંદરાજાએ નાની કુમારીને આપી દીધી. વરુણદેવે તેને સ્વીકાર્યો. માતા જશોદાએ પણ વાત્સલ્યનું પૂર રેડ્યું. કોઈ સ્વાર્થ નહીં, ઊલટું ત્યાગ કર્યો. ત્યારે કાલીયો નાગ નાથ્યો. દેશનું કલ્યાણ કર્યું. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૨૦
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આપવું પડે છે પછી જ લેવાનું મળે છે. આપણો પ્રેમ પવિત્ર થાય. દુનિયાની શાંતિમાં ભાગ લઈએ તો આપણું કલ્યાણ થવાનું છે. આટલી મોટી સંખ્યામાં બહેનો તે દિવસે પણ આવેલાં અને આજે પણ આવ્યાં તે તેમની ભક્તિ બતાવે છે. બાળકો સાથે હોય તો કલબલ પણ કરે છતાં પણ સારી શાંતિ રહી તેથી આનંદ થાય છે. તમો ખૂબ પ્રેમ અને આનંદથી રહેજો.
આજે બપોરે ત્રણેય મુનિઓ જમતાં-જમતાં સવારના પ્રવચનમાંની ત્રિસૂત્રી અંગે વાતો ચાલી. તેનો સાર એ હતો કે -
જગત છે ત્યાં સુધી કોઈ ને કોઈ પ્રકારે રાજ્ય રહેવાનું છે. જો રાજય રહેવાનું હોય તો સારામાં સારી પદ્ધતિ લોકશાહીની છે. એ લોકો શાહી કેવી હોય તો કહ્યું, લોકલક્ષી લોકશાહી એની સ્થાપના નૈતિક પાયા ઉપરનાં ગ્રામસંગઠનો જ કરી શકશે. ગામડાંઓ સામાજિક, આર્થિક બાબતમાં સ્વતંત્ર રીતે સંગઠિત થઈને (નૈતિક પાયા સાથે) કોંગ્રેસમાં જવું જોઈએ. અને લોકલક્ષી લોકશાહીને ધાર્મિકતાનો પુટ આપવા માટે, સત્ય અને અહિંસાની વ્યાપકતા માટે, ધર્મલક્ષી લોકશાહી બનાવવી જોઈએ. આને માટે પ્રાયોગિક સંઘો અને સાધુ-સંતોની મદદ જોઈએ. તેનાં વ્યવસ્થિત મંડળો હોવાં જોઈએ અને છેલ્લે વિશ્વવ્યાપી લોકશાહી બનાવવી પડશે. તેને માટે કોંગ્રેસને મજબૂત બનાવવી પડશે.
સવોદય વિચારવાળા કહેશે, અમે સંગઠનમાં માનતા નથી પણ આજે શહેરોનાં સંગઠન થઈ ગયાં છે, તેનું શું ? એ બધાં અર્થપ્રધાન સંગઠનો છે. તેને કાં તો તોડો, કાં તો દિશા બદલાવો, કાં તો નવાં નૈતિક સંગઠનો ઊભાં કરો. સંગઠનથી જ સંગઠનને તોડી શકાય, કાં સુધારી શકાય. કાંટો કાઢવા માટે વધારે તીક્ષ્ણ હથિયાર જોઈએ. હીરો કાપવા હીરો જ જોઈએ પણ તેને પકડનાર હાથ પણ જોઈએ. માત્ર વાતો કરવાથી કોઈ વસ્તુ અટકવાની નથી. કાંઠે ઊભા રહીને તરતાં નહીં શીખવાડી શકાય. અંદર પડીને જ શીખી-શીખવાડી શકાય. રાજ્ય ખરાબ છે. અગર નહીં જોઈએ. એમ કહેવાથી સારું થવાનું નથી. તેમ હયાતી મટવાની નથી. તો તેને સુધારવાની પ્રક્રિયા ઊભી કરવી જોઈએ, કાં તો એથી સારી નવી રચના ઊભી કરવી જોઈએ. તાદાભ્ય વિના સાચી તટસ્થતા આવી શકે જ નહિ. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૨૧
Page #43
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૧૨-૫૬ : બાવળિયારી
મિંગલપુરથી નીકળી બાવળિયારી આવ્યા. ગામલોકોએ સ્વાગત કર્યું. ઉતારો એક દરબારના મકાને રાખ્યો હતો. વચ્ચે આવતાં દરિયાનું બોયું આવે છે તેનો કીચડ ઓળંગવો પડ્યો. દરિયાના કિનારે આ ગામ છે. તેનાં ખારા વાયુથી જમીન બગડતી જાય છે. આ ગામથી આગળ પણ માંડવીપરા ગામ છે, તેને ખાલી કરવું પડશે. ત્યાં સ્વામીનારાયણ મંદિરની થોડી જમીન છે. જો રેલવે આ ગામની બાજુમાં દરિયાકિનારે કિનારે જાય તો બે કામ થાય. દરિયાનું પાણી એ પાળાથી અટકી જાય એટલે જમીન ફળદ્રુપ રહે, જમીનની ખારાશ અટકી જાય અને રેલવે થાય. પણ સાંભળ્યું છે કે રેલવે દરિયાથી દૂર થાય છે એટલે કુરેશીભાઈએ દિલ્હી રેલવે તંત્ર સાથે સંપર્ક સાધવા લખ્યું. માણેકલાલભાઈને પણ મળે છે. (તે વખતના ગુ. સરકારના મંત્રી) તા. ૩૦-૧૨-૫૬ : હેબતપુર
બાવળિયારીથી નીકળી હેબતપુર આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો પંચાયતના મકાને રાખ્યો. ગામલોકોએ સ્વાગત કર્યું. સામતભાઈ સાંજના આવી ગયા હતા. અહીંનું તળાવ સારું છે. નિશાળ સારી બનાવી છે. રાત્રે જાહેર સભામાં બહુ મોટી મેદની આવી હતી. ગામમાં દારૂ ઘણો પીવાય છે. તે અંગે નાનચંદભાઈએ સખત ટકોર કરી. મહારાજે દેશ દુનિયાના બનાવોનો ખ્યાલ આપી, ગામડાના સંગઠનમાં સૌને ભળી જવા કહ્યું હતું. તા. ૩૧-૧૨-૫૬ : સાંગાસર
હેબતપુરથી નીકળી સાંગાસર આવ્યાં. અંતર ચાર માઈલ હશે. ઉતારો જૂની નિશાળમાં રાખ્યો હતો. ગામલોકો સ્વાગતની તૈયારી કરતાં હતાં ત્યાં અમે આવી ગયાં. રસ્તામાં લોકોએ માટી માટે તોડેલી તળાવની પાળ અમે જો ઈ. તે અંગે ગામને ઠપકો આપ્યો અને આવું ન બને તે માટે ગામે બંદોબસ્ત કરવા કહ્યું.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #44
--------------------------------------------------------------------------
________________
સને ૧૯૫૭ તા. ૧-૧-પ૭ : સોઢી
સાંગાસરથી નીકળી સોઢી આવ્યાં. અંતર પાંચ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ઓતારિયાથી કેટલાક ભાઈઓ સાંગાસર આવ્યા હતા. તેઓ સાથે આવ્યા. ગામલોકોએ સ્વાગત કર્યું. તા. ૨૩-૧-પ૭ : પીપળિયા
સોઢીથી નીકળી ઓઢાર પીપળિયા આવ્યાં. અંતર સાત માઈલ હશે. ઉતારો જસમતભાઈને ત્યાં રાખ્યો હતો. બહારગામના આકર, નાવડા, અંકેવાળિયા વગેરે ગામના લોકો પણ આવ્યા હતા. સાંજના તેમની સાથે ગણોતધારા અંગે વાતો કરી હતી. દાનુભાઈને અસંતોષ હતો. તેમની સાથે પણ કેટલીક વાતો થઈ હતી. તા. ૪, ૫-૧-પ૭ : રોજીત
પીપળિયાથી નીકળી રોજીત આવ્યા. અંતર દોઢ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. વચ્ચે અંકેવાળિયાના લોકો મળ્યા હતા. ત્યાંથી શાપર આવ્યાં. ત્યાં બહેનો, ભાઈઓએ વાજતે-ગાજતે સ્વાગત કર્યું. ગામ વચ્ચે સભા થઈ. જેમાં મહારાજશ્રીએ આજની સ્થિતિ અંગે પ્રવચન કર્યું. દરબારોએ પણ સ્વાગત કર્યું હતું.
રોજીતના પંચાયત ઝઘડાના નિકાલ માટે પ્રયત્ન થયો. રાત્રે સભામાં મહારાજશ્રીએ સંપ વિશે ભાર મૂક્યો. બે એકડા ભેગા થાય તો જ અગિયાર થાય. જો એકડા જુદા જુદા બેસે તો બે એકડે બે થાય. પછી તો મીંડું થઈ જાય. રામાયણમાં બે એકડે અગિયાર થયા. મહાભારતમાં બે એકડે મીંડું થયું. એમ એકડો ગયાનો અને એક એકડો દૂર બેસવાનું કરશે તો શું થશે ? તા. ૬-૧-પ૭ : બેલા
રોજીતથી નીકળી બેલા આવ્યાં. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ગામલોકોએ અને બાળકોએ સ્વાગત કર્યું. ગામને પાદરે ઉતાવળી નદી વહે છે. પાણી મીઠું છે. ખાંભડાથી પીતાંબરભાઈ વગેરે આવ્યા હતા. આજે રવિવાર હોવા છતાં શિક્ષક ખાંભડાથી આવી હાજર રહ્યા હતા. બાળકો પણ હતાં. અહીં ચુંવાળિયા કોમની મુખ્ય વસ્તી છે. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૨૩
Page #45
--------------------------------------------------------------------------
________________
તા. ૭-૧-૫૭ : ખાંભડા
બેલાશી નીકળી ખાંભડા આવ્યા. અંતર બે માઈલ હશે. ગામ લોકોએ મોટી સંખ્યામાં આવી વાજતે-ગાજતે સ્વાગત કર્યું. મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું.
તા. ૮ થી ૧૨-૧-૫૭ : સારંગપુર
ખાંભડાથી નીકળી સારંગપુર આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો હિરલાલભાઈ કરીને એક સથવારા ભાઈના મકાનમાં રાખ્યો હતો. ખાંભડાનાં ઘણા ખેડૂત ભાઈઓ સાથે આવ્યા હતા. ગામલોકોએ મોટી સંખ્યામાં સ્વાગત કર્યું. એક કાઠી દરબારનું તાજું મરણ થયેલું હોવાથી ઢોલ વગેરે લાવ્યાં નહોતાં. સૂત્રો પોકારતાં સૌ સરઘસ આકારે આખા ગામમાં ફરી નિવાસસ્થાને આવ્યાં. માલ-સામાન મૂકી સૌ સભાસ્થાને આવ્યાં. સૌ પ્રથમ મહારાજશ્રી અહીં મંદિરના અન્યાય અંગે ચાલેલા શુદ્ધિપ્રયોગ અંગે તેની છાવણીની મુલાકાતે જઈ આવ્યા. બાદમાં સંખ્યાબંધ ખેડૂતોએ અને સરપંચે સૂતરના હારથી સ્વાગત કર્યું. એક દિવસ એવો હતો કે આ ગામમાં પાંચ ખેડૂતોની સામે આખું ગામ વિફર્યું હતું અને કાર્યકરોને રંજાડવામાં બાકી રાખી નહોતી. તે જ ગામે આજે હળીમળીને પ્રેમથી સ્વાગત કર્યું હતું. બહેનો, ભાઈઓ વંદના કરતાં કરતાં મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. સભામાં મહારાજશ્રીએ પ્રવચન કર્યું હતું.
રાત્રે જાહે૨સભા થઈ હતી. તેમાં પ્રથમ ડુંગરસિંહજી મહારાજે હાર્દિક પ્રવચન કરતાં જણાવ્યું કે અમે મારવાડથી બંને મુનિઓ મહારાજશ્રીની પ્રેરણાથી તેમના દર્શને આવ્યા છીએ. જૈનો વ્યક્તિગત ઉપવાસ ઘણા કરે છે, પણ સમાજની શુદ્ધિ અર્થે ઉપવાસ થતા નથી. તમે બધા એવા ઉપવાસ કરો છો. મહારાજશ્રીના કહેવાથી અમને ઉપવાસ કરવાનો લાભ મળ્યો. અમદાવાદના તોફાનો વખતે ખેડૂતો અમદાવાદ ગયા. લોકો ગમે તેમ ગાળો બોલે, માર મારે પણ શાંત રહી તેમનું ભલું ઇચ્છું આ ચમત્કાર જેવો તેવો નથી વગેરે કહ્યું.
ત્યારબાદ નાનચંદભાઈએ કહ્યું, અહીં શુદ્ધિપ્રયોગ ચાલ્યો તેમાં અમોને ઘણો પાઠ શીખવાનો મળ્યો. તમોએ એ તક આપવા બદલ આભાર માનું છું. અમોને કોઈના તરફ દ્વેષ નથી, દુ:ખ નથી. અમારી કોઈ ભૂલ હોય તો ખુશીથી બતાવજો.
૨૪
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
Page #46
--------------------------------------------------------------------------
________________
તા. ૯-૧-૫૭ :
આજે બપોરના અઢી વાગે અહીં આજુબાજુના ગામોનું એક સંમેલન યોજાયું હતું. સભામંડપને ગામ કારીગીરીની ચીજોથી શણગારવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાઈ-બહેનો આવ્યાં હતાં. પ્રથમ પ્રાર્થનાથી શરૂઆત થઈ. પછી સ્વાગત પ્રમુખ વસ્તાભાઈએ મહેમાનોનો ગામ વતી આભાર માન્યો. ત્યારે પ્રમુખ તરીકે નાવડાવાળા નારણભાઈ પધ્યાભાઈની વરણી થઈ. બાદ હરિભાઈ હી. શાહે ખેડૂત મંડળની પ્રગતિનો ખ્યાલ આપ્યો. ખેડૂત મંડળ અંગે પ્રથમ વીરાભાઈએ ગ્રામસંગઠન અંગે કહ્યું. પીતાંબરભાઈ ખાંભડાવાળાએ અમદાવાદના ખેડૂતોની ટુકડીઓ દ્વિભાષીના પ્રચાર અંગે ગઈ ત્યારનો અનુભવ કહેતાં જણાવ્યું કે, ખેડૂત જગતાત કહેવાય છે. શહેરના લોકોએ ટુકડીઓને મારી રંજાડી તે વખતે મને ખરાબ વિચાર આવી ગયો કે ગામડાં અનાજ વગેરે પકવે છે. શહેરો એથી જીવે છે. જો ગામડાં એ અનાજ પોતા પૂરતું પકવવાનું નક્કી કરશે તો શહેરો કરશે શું ? પછી ૩૦મીના ફૂલજીભાઈએ કહ્યું કે, અમે શહેરોના જેવું વર્તન નહિ કરીએ. ત્યારે મને મારા વિચારોનો અફસોસ થયો. ત્યારબાદ સમઢિયાળાવાળા એક ભાઈએ કહ્યું. બાદમાં ફૂલજીભાઈએ ગ્રામસંગઠન અંગે કહ્યું કે, અહીં જે પ્રયોગ ચાલ્યો તેમાં કેટલું બધું રહસ્ય સમાયેલું છે. તમને એની જરૂર લાગતી હોય તો આવા સંગઠનોમાં રસ લઈને તેનો ટેકો આપવો જોઈએ. કોઈ પણ કાર્ય પહેલાં સંસ્થા સામે સિદ્ધાંત હોય છે. અહીંના પ્રયોગ વખતે ધર્મને વગોવનારા નાસ્તિકો એવો ભાવ પ્રગટ કરવામાં આવ્યો હતો પણ અમે તે ધર્મને વધારે ઊજળો કરવા આવ્યાં હતાં. તે પછીથી સિદ્ધિ થયું. બાદમાં અંબુભાઈએ જણાવ્યું કે દરેક નેતા એક જ વાત કરે છે. આપણે એવો સમાજ રચવો છે કે કોઈ કોઈનું શોષણ ન કરે. સૌ સાથે મળીને પ્રથમ જીવે. આ રચના કરવાની રીત કઈ ? એ રીત ગ્રામસંગઠન બતાવે છે. પ્રથમ ગામડાંનું એક હિત ઊભું થવું જોઈએ. ખેડૂત, ગોપાલક અને મજૂર ત્રણે અરસપરસ પૂરક બને. અલગ અલગ સ્વાર્થ ના રાખે. ગામનું એક હિત થાય, તો જ સાચી લોકશાહી નીપજે. રૂપાંતરની ક્રિયા શહેરમાં થવાથી બધો જ કસ ત્યાં ચાલ્યો જાય છે. કપાસ અહીં પકવો, કાપડ શહેરમાંથી લાવો. તલ, શીંગ અહીં પકવો, તેલ ત્યાંથી લાવો. ડાંગર અહીં પકવો, ચોખા ત્યાંથી લાવો. આમ થયા કરશે તો ગમે તેટલાં ઊંચા ભાવથી પણ પોષણ થવાનું નથી. એટલે રૂપાંતરની ક્રિયા ગામડાંમાં કરવાથી સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૨૫
Page #47
--------------------------------------------------------------------------
________________
મૂડીનું વિકેન્દ્રીકરણ થશે. હવે સત્તાનું વિકેન્દ્રીકરણ કેવી રીતે થાય? દિલ્હીને બદલે ગામડાંથી રાજય ચાલવું જોઈએ. કાયદાને બદલે સમાજનો કાયદો કામે લગાડવો જોઈએ. આ બન્નેને માટે સહકારી મંડળી ને પંચાયત રચવી જોઈએ.
આમ પ્રવચનો થઈ રહ્યા પછી ચાર વાગે શુદ્ધિપ્રયોગના નિમિત્તરૂપ જે પાંચ ભાઈઓ હિંમત રાખી ટકી રહ્યા તેને અભિનંદવાનો પ્રોગ્રામ શરૂ થયો. વીરાભાઈએ અને ફૂલજીભાઈએ તેમને ફૂલહાર કર્યા. બાદમાં નાનચંદભાઈએ શુદ્ધિપ્રયોગ અને અન્યાયના પ્રતિકાર વિશે કહ્યું. નવલભાઈએ કહ્યું કે દુનિયાનો ઇતિહાસ મોટી લડાઈઓથી અંકાતો નથી. પણ નાના નાના બનાવોથી લખાય છે. અન્યાય સામે કેવી રીતે લડાય તેથી ઇતિહાસ લખાય છે. સારંગપુર શુદ્ધિપ્રયોગે એક શાસ્ત્ર રચ્યું છે. આજે એ પાંચ કુટુંબોને ફૂલહાર મળ્યા પણ એક દિવસ એમના ઉપર પથ્થર પડતા હતા. ગાળોનો વરસાદ વરસતો હતો. મોટી સંસ્થા તેમની સામે હતી, છતાં વિજય થયો છે. વિજય ન્યાયનો થયો છે. કાયદાથી કેટલું બની શક્યું હોત તે સવાલ છે. સમાજમાં અન્યાય ચાલે છે. તેનું કારણ સમાજ તેને નિભાવી લે છે. એક મોટી શક્તિ સામે એક વ્યક્તિ સામનો નહીં કરી શકે પણ વધારે માણસો ભેગા થઈને સહકાર આપી સામનો કરે તો ન્યાય જરૂર મળે છે. અહીં કદાચ કિંમતની દૃષ્ટિએ જેટલો ફાયદો થયો હશે તેના કરતાં ઘણી મોટી કિંમત આવનાર ભાઈઓને ભાડાં-સમય વગેરેની ખર્ચવી પડી છે. ગુજરાતમાં કોઈ ખેડૂતની જમીન જાય, તે કોઈ પણ ખેડૂત કેમ જોઈ શકે ?
સુરાભાઈએ કહ્યું : અહીંનો શુદ્ધિપ્રયોગ ખેડૂતોનો નહોતો, પણ અન્યાય સામેનો હતો. આ પાંચ ભાઈઓને સન્માનીએ છીએ તે ખેડૂત જનતાનાં પ્રતિનિધિ તરીકે સન્માનીએ છીએ. આવા પ્રશ્નો અનેક ઠેકાણે બનવાના છે. તેવા વખતે ન્યાય અને નીતિની રીતે આવા પ્રયોગથી સંપૂર્ણ ન્યાય અપાવી શકીશું.
જયંતીભાઈએ કહ્યું, કહેવાનું કહેવાઈ ગયું છે. બે વાત કહું. પંદરેક વરસ પહેલાં મહારાજશ્રી માણકોલ હતાં ત્યારે એક ભાઈને પત્ર લખેલો કે, બહારવટું કરવું સહેલું છે. હલ્વે અંતરવટું કરવું જોઈએ. એ અંતરવટું શું ? એ હું અહીં સમજયો, જમીનો માટે ઘણા બહારવટે ચડ્યાં. બહારવટામાં ભાગ્યે જ નીતિ, ન્યાય જળવાતાં હોય. અહીં અંતરવટું ખેલાયું. અન્યાય કરવો એ પાપ છે. તેમ અન્યાય વેઠવો એ પણ પાપ છે. માણસ હિંસાથી
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #48
--------------------------------------------------------------------------
________________
સામનો કરવામાં ડરે છે પણ ધર્મની રીતે અહિંસક સામનો કરવાનો હોય છે ત્યારે ડર રહેતો જ નથી. ઊલટું હિંમત ના હોય તો આવી જાય છે. શુદ્ધિ થાય છે અને શુદ્ધિ કરાવે છે.
બાદમાં મુનિ ડુંગરસિંહ અને નેમિચંદ્રજી મહારાજે આ પ્રયોગના પોતા ઉપર પડેલા પ્રભાવ વિશે કહ્યું. ખૂબ આનંદિત થયાં.
મુનિશ્રી સંતબાલજીએ જણાવ્યું કે તમો ૩૫ ગામના ભાઈઓ આવ્યાં છો. શુદ્ધિપ્રયોગમાં ઉપવાસ અંગે બેસનારા તમો પણ છો. સંતબાલજી તો નિમિત્ત છે. કુદરત કડી સાંધી દે છે એટલે ગ્રામસંગઠન ઉપર તમે સૌ એકાગ્ર થાવ. હજી તો ઘણા કામ ક૨વાનાં છે. દુનિયા લશ્કર ઉપર આધાર રાખે છે પણ જો તેને શુદ્ધિપ્રયોગ ઉપર શ્રદ્ધા બેસાડી શકાય તો ઘણું મોટું કામ થાય. તમે ખેડૂત છો એટલે બહુ નાના છો. તેથી લાઘવગ્રંથી રાખવાની જરૂર નથી. તમને આ બધાં સંતો આશીર્વાદ આપે છે. મેં જયારે મંદિરના અન્યાયની વાત સાંભળી ત્યારે ઘણું દુ:ખ થયું. શ્રીજી મહારાજ નથી. એટલે એ અનુયાયીઓને સદ્બુદ્ધિ કેમ મળે, તેના જાપ ચાલુ રહ્યા અને ન્યાય જીત્યો. વ્યક્તિઓ દોષિત છે કે નહીં તેનો વિચાર જ કરીએ પણ ભૂલોને ભૂલીએ. હિરજનો હજુ દૂર બેઠા છે. તે વધારે નજીક કેમ બેસે, તેમને થોડોક ફડક હોય છે. આ બધા ગયા પછી અમને અટકાવશે એવી ફડક આપણે દૂર કરવી પડશે. ભેગા બેસીને જમવાની વાત તો સૌની ઇચ્છાની વાત છે, પણ સાથે બેસાડતાં નહિ અચકાવવું જોઈએ. તમો અઢી કલાક બેઠા અને સાધના કરીને જે ધન્યવાદને પાત્ર છે, જે પાંચ ભાઈઓએ હામી બનાવી તેને ધન્યવાદ. મીરાંબહેનને એકદમ ઊર્મિ આવી ગઈ અને અહીં ૨૭ દિવસ રહ્યાં. તેમાં ઘડવાની - ઘડાવાની તક મળી. અનેક નામીઅનામીએ મદદ કરી છે. નારણભાઈને પ્રમુખપદ આપીને, તમે તેમની યોગ્ય કદર કરી છે. આપણે ગુણના સેવાના પૂજારી છીએ. આ ભારતમાં એવી પ્રગતિ કરીએ. કૉંગ્રેસનો સાથ લઈને પ્રગતિ કરીએ. આખા વિશ્વમાં શાંતિ સ્થાપવામાં ભારતને નિમિત્ત બનાવીએ. એક વિચાર આવ્યો હતો કે કોઈ મોટાં સંમેલનમાં આ ભાઈઓને બોલાવીએ પણ મને લાગ્યું કે સ્થળ ઉપર થાય તો સારું. એ પ્રમાણે તમે કર્યું. ખર્ચ થયેલું તેની પણ અહીં જાહે૨ાત થઈ. તેથી મને સંકોચ થાય છે, કારણ કે જે નહીં આપે તેને સંકોચ થવાનો ભય રહે છે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૨૭
Page #49
--------------------------------------------------------------------------
________________
અંતમાં નારાયણભાઈએ પૂર્ણાહુતિ પ્રવચન કરી વંદે માતરમ્ ગાઈ સભા બરખાસ્ત કરી.
રાત્રે જાહેરસભા થઈ. તેમાં નેમિચંદ્રજી મહારાજે, નવલભાઈએ અને મહારાજશ્રીએ ખાસ કરીને ગ્રામસંગઠન અને અન્યાયના પ્રતિકાર વિશે કહ્યું હતું. એ અન્યાય આપણા જીવનમાં નાનામોટાં પ્રસંગોમાં પણ કરીએ છીએ. દા.ત., ભંગીને બીજા માણસની જેમ ઘેર આવવા દેતા નથી, તેને ઘેર જતાં નથી, તેમના ધંધા ભાંગીએ છીએ, રોટલો ઝૂંટવાઈ જાય છે. એ કેટલું દુઃખદ કહેવાય ? તા. ૧૦-૧-૫૭ :
આજે સાંજના ચાર વાગ્યે શાંતિસેના અંગે અને તેના બંધારણ ઘડવા અંગે એક મિટિંગ બોલાવી હતી. તેમાં સૌરાષ્ટ્રમાંથી નરસિંહભાઈ, માટલિયા વગેરે અને બીજા ડૉ. શાંતિભાઈ, કુરેશીભાઈ, કાશીબહેન વગેરે આવ્યાં હતાં.
પ્રથમ છોટુભાઈએ આ પ્રદેશમાં ચાલતાં કાર્યોનો ખ્યાલ આવી શુદ્ધિપ્રયોગો અંગે ખ્યાલ આપ્યો હતો. ત્યારબાદ શાંતિસેના અંગેનો પ્રશ્ન આવ્યો. તે પહેલાં અમદાવાદમાં તા. ૧૧ થી ૩૦ સુધી ખેડૂત ટુકડીઓ મોકલી. છેલ્લે તા. ૧લીએ શાંતિસેના મુનિશ્રીના આશીર્વાદ સાથે ગઈ. સદ્ભાગ્યે કાંઈ ખરાબ બનાવ બન્યો નહોતો. સંદેશાવાચનમાં અમુલખભાઈ ખીમાણી, મોહનભાઈ પરીખ, ગોવિંદ રાવળ વગેરેના વીસેક સંદેશા આવ્યા હતા.
ચર્ચાને અંતે બંધારણ તૈયાર થયું. નવ સભ્યોનો પાયો છોટુભાઈ, કાશીબહેન, નાનચંદભાઈ, અંબુભાઈ, જયંતીભાઈ, નરસિંહભાઈ, બળવંતરાય મહેતા, હરિભાઈ, પ્રાણલાલ તોફાનોમાં બલિદાનની તૈયારી બતાવનાર આ વીરોને ધન્યવાદ આપ્યા સિવાય રહી શકાતું નથી.
ભોજન બાદ પ્રાયોગિક સંઘની મિટિંગ બેઠી. તેમાં બીજા કાયોની સાથે સાથે મગનભાઈ ર. પટેલના પ્રશ્ન અંગે મહારાજશ્રી ઉપવાસ કરવા વિચારે છે તે અંગે ખૂબ ખૂબ ચર્ચા ચાલી. તેમનો અને મહારાજશ્રીની વચ્ચેનો પત્રવ્યવહાર વંચાયો. મહારાજશ્રીને તો લાગતું જ હતું કે હવે મળવાથી ખાસ કંઈ ફેર પડશે નહિ. તેમણે પ્રાયોગિક સંઘ જોડે જે કરાર કર્યો છે તેનો ભંગ કર્યો છે. અને આજ સુધી મંડળ તરફ જે જાતનું વલણ ૨૮
સાધુતાની પગદંડી પુસ્તક – છડું
Page #50
--------------------------------------------------------------------------
________________
બતાવ્યું છે તેથી ગ્રામસંગઠન અને કૉંગ્રેસ વચ્ચે જે ફાટ પડતી ચાલી છે તેને પુરવાનો રસ્તો મહારાજશ્રીને ઉપવાસ સિવાય બીજો લાગતો નથી વગેરે વાતો થઈ. છેવટે સભ્યોએ વિચાર્યું કે એક વાર મગનભાઈને બોલાવી વાતો તો ક૨વી જ. એટલે છોટુભાઈ અને વીરાભાઈ તેમને મળવા ગયા.
તા. ૧૧-૧-૫૭ :
વહેલી સવારની પ્રાર્થના પછી તરત શાંતિસેનાનું કામ શરૂ થયું. બંધારણમાં કેટલાક શબ્દો ઉ૫૨ ચર્ચા થઈ. પછી સભ્યો નોંધાયા. અમદાવાદમાં તાત્કાલિક એટલે કે ૧-૨-૫૭ થી શુદ્ધિપ્રયોગની શરૂઆત કરવી અને એ રીતે જે લોકો સભા તોડવાની પ્રવૃત્તિ કરે છે તેને અટકાવવા માટે છોટુભાઈ, જયંતિભાઈ અને સુરાભાઈ કામગીરી ક૨શે. નાનચંદભાઈ ગણોતધારા શુદ્ધિપ્રયોગનું કામ સંભાળશે. મદદમાં ચીનુભાઈ ભરવાડ રહેશે. હરિભાઈ અને અંબુભાઈ, પ્રાણભાઈ, ફૂલજીભાઈ, વીરાભાઈ ચૂંટણીનું સંભાળશે. આ રીતે કામની ગોઠવણી કરી લીધી. બપોરના સૌ છૂટાં પડ્યાં. સાંજના મુનિઓ સાથે વાતો થઈ.
તા. ૧૨-૧-૫૭ :
સારંગપુર યાત્રાનું ધામ છે. બે મોટાં સ્વામીનારાયણનાં મંદિર છે. નવું મંદિર વધારે ભપકાદાર છે. ગામ આખું મંદિરનું છે. જૂનું મંદિર વધારે ખ્યાત બન્યું છે. શનિવારે લોકો ઝાંડભૂત કઢાવવા આવે છે. હનુમાનનું મંદિર તેમાં મુખ્ય છે.
તા. ૧૩,૧૪,૧૫-૧-૫૭ : સમઢીયાળા
સારંગપુરથી નીકળી સમઢીયાળા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ગામલોકોએ મોટી સંખ્યામાં આવી વાજતે-ગાજતે સ્વાગત કર્યું. સ્ત્રીઓ પણ ઘણી હતી.
આજે બંને મેવાડી મુનિઓ સારંગપુરથી જુદા પડ્યા. તેઓ ગોધાવડા ગયા. અમો આ બાજુ આવ્યા. ગ્રામ સંગઠનનો બહુ સારો અભ્યાસ તેમણે કર્યો. જૈન ધર્મને સમાજ જીવનની ઉત્કર્ષમાં વ્યાપક કેમ બનાવી શકાય તે સમજીને ગયા. હવે મારવાડ તરફ ચાલુ રચનાત્મક કામ કરવાની ઇચ્છા ધરાવે છે. બંને મુનિઓ ખૂબ નમ્ર જિજ્ઞાસુ અને પવિત્ર લાગ્યા. મોટા મુનિ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૨૯
Page #51
--------------------------------------------------------------------------
________________
તો ભારે જિજ્ઞાસુ. નાનામાં નાના બાળકની વાતો સાંભળ્યા કરે. મહારાજશ્રીનું માંગલિક સાંભળ્યા પછી ચરણસ્પર્શ કરી ગદ્ગદિત અવાજે વિદાય લીધી.
બપોરના અહીં બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. બહારગામના લોકો પણ આવ્યા હતા. ઝમરાળાના લોકો તથા ડૉક્ટર પણ આવ્યા. ગોધાવટાથી કેટલાક ચારણ ભાઈઓ અને એક સ્વામીજી પણ આવી ગયા. હરિપર જે ઘણે દૂર છે ત્યાંના એક ભાઈ મહારાજશ્રીનું દર્શન ઝંખતા હતા. તેઓ પૂછપરછ કરતાં કરતાં આવ્યા. લોકો સાથે ગ્રામસંગઠન, સહકારી પ્રવૃત્તિ, પંચાયત વગેરે અંગે વાતો કરી. રાત્રે જાહેરસભા થઈ. તેમાં બહુ મોટી સંખ્યામાં લોકો, સ્ત્રીઓ વગેરે આવ્યા હતા. ભરવાડો, વાઘરીઓ જમીનની માગણી કરતા હતા. સભામાં મહારાજશ્રીએ સાચો ધર્મ કોને કહેવાય ? વ્યસન નાબૂદી અને સ્ત્રી ઉન્નતિ વિશે પ્રવચન કર્યું. તા. ૧૫-૧-૫૭ :
બપોરના વજેલી ગામના ખેડૂતો આવ્યા. તેમણે કાઠી દરબારોને બોલાવ્યા પણ તેઓ આવ્યા નહીં.
ગામનો એક ઝઘડો હતો. તેને ઘરમેળે પતાવવા મહારાજશ્રીએ વિનંતી કરી. બપોરના ૩ થી ૪ બહેનોની સભા થઈ. તેમાં રામકથા વિશે કહેવાયું. બહેનોની સંખ્યા તો હતી જ પણ પુરુષોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. લોકો બહુ જ શ્રદ્ધાળુ લાગ્યા. સતત હાજરી રહેતી હતી.
રાત્રે સભામાં પોતે જુગાર રમતા નહોતા. પત્તા રમતા હતા. ચા પાવાની શરત મૂકતા હતા. લોકો વહેમ ખાતા હતા. તેનો ખુલાસો કર્યો અને જિદગીપર્યત પત્તાં નહિ પકડવાં અને ૩૫ વરસથી ચાનું બંધાણ હોવા છતાં તેને છોડી દેવા પ્રતિજ્ઞા કરી. બીજા ઘણાંએ ચા-જુગાર છોડ્યો.
જાળિલાવાળા તલાટી અને સ્વામીજી પણ મળવા આવ્યા. તલાટી વિરુદ્ધ લાંચ-રૂશ્વતની અને દારૂ, માંસની વાતો આવેલી તેથી તેઓ ખુલાસો કરવા આવી ગયા હતા. તેમને મહારાજશ્રીએ કેટલીક શિખામણ આપી છે. અગાઉ એ ભાઈએ ભૂલો કરેલી અને લોકોને લાંચ પાછી અપાવેલી. હવેથી એવું ન કરવા જણાવ્યું છે. ગામને પાદરમાં જ નદી છે પણ પાણી નથી રહેતું. ૩૦
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું
Page #52
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૫૭ થી ૨૨-૧-૮૭ : ખસ
ગંદીથી નીકળી ખસ આવ્યા. ગામલોકોને ખબર નહોતી એટલે સામે બે-ત્રણ ભાઈઓ આવ્યા હતા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો મનસુખભાઈની મેડીએ રાખ્યો હતો. રાત્રે માત્ર પ્રાર્થના જ રાખી હતી. કેટલાક ખેડૂતો આવ્યા હતા. તેમની સાથે વાતો કરી.
મગનભાઈ ૨. પટેલ અને બીજા કુરેશીભાઈ, અંબુભાઈ, ફૂલજીભાઈ વગેરે કૉંગ્રેસી અને ગ્રામસંગઠનના સંબંધો અંગે મહારાજશ્રી ઉપવાસ કરવાનું વિચારતા હતા તે અંગે વાતચીત કરવા આવેલાં. તેમને આનુસંગિક પ્રવચન કહેલું.
રાત્રે ટ્રોલીમાં મગનભાઈ ૨. પટેલ અને પ્રાયોગિક સંઘના કાર્યકરો છોટુભાઈ, કુરેશીભાઈ, અંબુભાઈ અને હરિભાઈ, પ્રાણભાઈ, જયંતીલાલ વગેરે આવ્યાં. બનાસકાંઠાથી ગલબાભાઈ અને ભાયચંદભાઈ પણ મહારાજશ્રીને મળવા આવ્યા. રાત્રે જમીને પછી પ્રાસંગિક વાતો કરી સૌ સૂઈ ગયાં. દિવસે તો મહારાજશ્રીનું મૌન હતું. તા. ૨૧-૧-પ૭ :
આજે સવારતી મગનભાઈ ર. પટેલ સાથે બધાની હાજરીમાં મહારાજશ્રી સાથે વાતોની શરૂઆત થઈ. ખાસ કરીને મહારાજશ્રી ગ્રામસંગઠન અને કોંગ્રેસના સંબંધો કેમ સારા રહે, તેને માટે ખૂબ ઇન્તજાર હોય છે કારણ કે, કોંગ્રેસને શુદ્ધ અને બળવાન બનાવનાર એક માત્ર ગામડાં જ છે. જયારે ગામડાંને બળ જો કોઈ હોય તો તે કોંગ્રેસનું છે. બન્નેની અરસ-પરસ સહાય હોય તો જ દેશ અને દુનિયા અહિંસક પ્રગતિ અને ક્રાંતિ કરી શકે. આ બેમાંથી જો એકની પણ રૂકાવટ થાય તો ધર્મ માટે પણ મોટી હાનિ થાય. આ કારણે જયારે જયારે બેમાંથી કોઈની પણ ક્ષતિ થાય, ત્યારે મહારાજશ્રીને ભારે દુઃખ થાય છે. પાલનપુરના ચાતુર્માસ વખતે પ્રાયોગિક સંઘ અને મગનભાઈ ૨. પટેલ વચ્ચે લેખિત સમાધાન થયેલું કે કોંગ્રેસના રાજકીય માતૃત્વની વાત ઉપરથી નક્કી થઈ ન આવે, ત્યાં સુધી તાલુકાની સપાટીએ ખેડૂત મંડળ અને કૉંગ્રેસ કાર્યકરોએ હળીમળીને ચાલવું અને એકબીજાને કાયોંમાં મદદ કરવી. સામાજિક, આર્થિક બાબતોમાં ગ્રામસંગઠનોની સ્વતંત્ર નીતિ હોય, બૅન્ક એ આર્થિક વિકાસનું સાધન હોઈ ખેડૂત મંડળ તેમાં કોઈપણ કોંગ્રેસી કે વ્યક્તિ સામે ઊભા રહી શકે. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૩૧
Page #53
--------------------------------------------------------------------------
________________
રાતના બીજા કાર્યકરો સાથે વાતો ચાલી. તેમાંની મુખ્ય એ હતી કે અમદાવાદમાં જે લોકો સભાઓ તોડે છે તેમની સામે સરકાર પોલીસ પગલાં લે છે. તેને ઠેકાણે પ્રજાશક્તિ જાગૃત કરવા માટે તા. ૧લી ફેબ્રુઆરીથી શુદ્ધિપ્રયોગની શરૂઆત કરવાનું નક્કી કર્યું હતું. પછી તોફાન થાય તો શાંતિસેનાનું કાર્ય શરૂ કરવાનું હતું. છોટુભાઈ, સુરાભાઈ આની તૈયારી માટે અમદાવાદ ગયા. ત્યાં મજૂર મહાજનવાળા શ્યામપ્રસાદ વસાવડાને મળ્યા. તેમણે કહ્યું, “કામ ઉત્તમ છે. હું તમને માણસોની મદદ કરત, પણ ચૂંટણી નજીક હોવાથી તે શક્ય નહીં બને. પણ મોરારજીભાઈને મળો.' તેમણે મોરારજીભાઈનો સંપર્ક કરી આપ્યો. મોરારજીભાઈને મળવા લગભગ દોઢ કલાક વાતો થઈ. મોરારજીભાઈએ ઉપવાસની સલાહ ન આપી. પણ શુદ્ધિપ્રયોગ કે વિચાર, પ્રચાર કરવા જણાવ્યું. તોફાન થાય તો પછી ઉપવાસ કરવા જણાવ્યું. બીજા કોંગ્રેસીઓએ એવી સલાહ આપી કે હમણાં શાંતિ છે. તમારા પ્રયોગથી વળી અશાંતિ જગાડવાનું નિમિત્ત મળશે. માટે બંધ રાખો. આ બધી વાતો થઈ. મહારાજશ્રીનો આગ્રહ નક્કી કર્યા પ્રમાણે પ્રયોગ ચાલુ રાખવાનો હતો પણ છેવટે તો કાર્યકરોનો અનુભવ અને તેમની ઇચ્છા ઉપર છોડ્યું. એટલે હાલ તુરત એ પ્રયોગ મોકૂફ રાખ્યો અને જરૂર પડ્યે શરૂ કરવા તૈયાર રહેવું, એમ નક્કી થયું. ચૂંટણીની ગોઠવણ અંગે વાતો થઈ. પછી ઉપવાસ કરવા પડે તો કયું સ્થળ પસંદ કરવું. તેનો વિચાર કર્યો. કારણ કે બસમાં મનસુખભાઈનું ઘર આપણું જ ઘર લાગે પણ બે બહેનોને પ્રસૂતિ આવવાની હોવાથી તેમને મુશ્કેલી પડે તેમ લાગવાથી આ વિચાર કર્યો. મહારાજશ્રીની ઇચ્છા આ વિભાગમાં રહેવાની એટલા માટે હતી કે કનેર વિભાગમાં ચૂંટણીનું પણ ધ્યાન રહે. છેવટે બધાની નજરમાં બધી રીતે સગવડવાળું ભલગામડા ધ્યાનમાં આવ્યું. તે નક્કી થયું. સવારમાં સૌ ગયાં. તા. ૨૨-૧-પ૭ : જાળિલા
ખસથી બપોરના ત્રણ વાગે નીકળી જાળિલા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો. ખસના કેટલાંક ભાઈ-બહેનો સ્ટેશન સુધી વળાવવા આવ્યાં. સ્ટેશન ઉપર થોડી વાર બેઠાં. મહારાજશ્રીએ “આવો, આવો ઊડીએ પંખીડાં પ્રેમની પાંખે રે...' એ ગીત ગાયું. સ્ટેશન માસ્તર અને તેમના પત્ની પણ મળ્યાં. પછી સૌ છૂટાં પડ્યાં. અમે બે જ જણ આજે
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રવાસમાં સાથે હતાં. નાનચંદભાઈ આગળથી જાળિલા આવી ગયા હતા. લોકોએ સ્વાગત કર્યું. રાત્રે સભા થઈ. સારી સંખ્યામાં લોકો આવ્યા હતા. તા. ૨૩-૧-૫૭ : પોલારપુર
જાળિલાથી નીકળી પોલારપુર આવ્યા. અંતર આઠ માઈલ હશે. ઉતારો સ્વામીનારાયણ મંદિરમાં રાખ્યો. આગેવાનોએ સ્વાગત કર્યું. વચ્ચે ચંદરવા અને વેજલડા વગેરે ગામો આવ્યાં. રાત્રે જાહેર સભા થઈ. તેમાં ગ્રામસંગઠન અંગે કહેવાયું. દિવસના ચુડાસમા આગેવાન ગુલાબસિંહ અને ડેલીવાળા મળ્યાં. અહીં સહકારી જિન થાય છે. તેની મિટિંગ હતી. તેમાં તેઓ આવ્યા હતા. તેમણે સૂચવ્યું કે ખેડૂત મંડળનું ધંધૂકા જિન અને આ જિનનો સમન્વય થાય તો સારું કારણ કે ગામડે-ગામડાં હરીફાઈ કરે તો સહકારી પ્રવૃત્તિ વિકસે નહિ. મહારાજશ્રીએ કહ્યું, “સારો વિચાર છે. એક વાર મુખ્ય કાર્યકરો સાથે બેસીને વિચારી લો. આપણે વિકેન્દ્રિત વ્યવસ્થા જ વિચારીએ છીએ. નેતાગીરી ભલે જુદી રહે પણ ગ્રામસંગઠનના નિયમો સ્વીકારાય તો છેવટે સૌને લાભ થશે. ત્યારબાદ ગરાસદાર વર્ગ અને કૉંગ્રેસ વિશે વાતો ચાલી. મહારાજશ્રીએ કહ્યું, “હવે કોંગી મંડળો વિખેરી નાખવા જોઈએ. પ્રશ્ન થયો, “તો પછી બીજા મંડળો છે, તેનું શું ?' મહારાજશ્રીએ કહ્યું, “જે વર્ગ પછાત છે, તેને થોડા વખત માટે અલગ પ્રતિનિધિત્વ આપવું પડશે. કેટલીક સગવડો આપવી પડશે. કોઈ ઠેકાણે મંડળો પણ ચલાવવાં પડશે પણ શિક્ષિતો જે મંડળો ચલાવે છે તેમાં સ્થાપિત હિત અને રાજકીય લાભો જ મુખ્ય કામ કરે છે એટલે હું કહું છું કે તમે સીધાં કૉંગ્રેસમાં ભળો પણ ખેડૂત મંડળ મારફત. કૉંગ્રેસમાં જાઓ. ગરીબાઈ બધે હશે, પણ અભિમાનની વૃત્તિ ગઈ નથી, તે કાઢવી પડશે.” વગેરે વાતો કરી.
ભલગામડામાં તા. ૨૬-૧-૫૭ થી તા. ૮-૨-૫૭ સુધી ૧૪ દિવસના ઉપવાસ પર મહારાજશ્રી ઊતર્યા. તેના પ્રથમ દિવસનું પ્રાર્થના પ્રવચન. તા. ૨૪-૧-૫૭ થી તા. ૨૧-૨-૫૭ સુધી : ભલગામડા
પોલારપુરથી નીકળી ભલગામડા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો જગ્યાના ઉતારામાં રાખ્યો. ગામના વિદ્યાર્થીઓએ મોટેરાંઓએ, બહેનોએ, સૌએ વાજતે-ગાજતે સ્વાગત કર્યું. બહેનોએ ગીતો ગાયાં, બાળકોએ ધૂન ગાઈ. મહારાજશ્રીએ આવીને પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે ભલગામડા
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૩૩
Page #55
--------------------------------------------------------------------------
________________
નાનું છે, પણ તેની ભાવના મોટી છે. તમારી ભક્તિ જોઈને અહીં તમને પૂછ્યા વગર આવવાનું મન થાય છે. અહીંથી ગણોતધારા શુદ્ધિપ્રયોગનો નિર્ણય બનાવેલો. ગઈ ચૂંટણી પછી ગુજરાતના ધારાસભ્યોને નોતરેલા અને
આ આગમને ગ્રામસંગઠન અને કૉંગ્રેસ વચ્ચેના સમન્વય માટે ઐતિહાસિક નિર્ણય લેવાશે. તા. રપ-૧-પ૭ :
આજે ભીખુભાઈનો પત્ર આવવાનો હતો. ખસથી ટપાલ આવી પણ તેમાં પત્ર ના નીકળ્યો. સાંજના હરિભાઈની ટપાલ આવી. મગનભાઈનું કાર્ડ હતું. તેમાં ખસનાં સરનામે વિગતવાર ટપાલ લખી છે તેમ જણાવ્યું છે. મહારાજશ્રીએ ઉપવાસનો નિર્ણય લેવો કે નહિ, એ પત્ર ઉપર અવલંબિત હતું એટલે હરિભાઈએ એક ભાઈને મોકલેલો કે સાઈકલ ઉપર અહીંથી જાય અને રાત્રે પત્ર લઈને પાછો આવે. પણ સાંજના ચારેક વાગ્યે ચોગઠવાળા ધારાસભ્ય ઘનશ્યામભાઈ પટેલ અને બોરીદય બચુભાઈ વગેરે આગેવાનો મોટર લઈને મહારાજશ્રીને મળવા આવ્યા. ઘણે દૂરથી આવ્યા. તેમણે કહ્યું કે અમે ખસ જઈને બાબુભાઈને કહી આજની ટપાલ સાઈકલસવાર મારફતે તુરત મોકલી આપીશું. એટલે અહીંથી માણસ ના મોકલ્યો પણ ખસથી સ્ટેશન માસ્તરે તારમાં તગડી કહેવડાવ્યું કે, મોટર પહોંચી ગઈ છે. મહારાજશ્રીની ટપાલ આજે આવી નથી એટલે મૂંઝવણ થઈ કે, હવે નિર્ણય કેવી રીતે લેવો ? ૨૬મી તારીખે ઉપવાસ કરવાનું વિચારેલું પણ પત્રની અપેક્ષા ઉપર આધાર હતો. ત્યાં કુદરતી રીતે જ અંબુભાઈ આવી ગયાં તેઓ મગનભાઈ પાસેથી એ પત્રની નકલ લેતા આવ્યા. પત્ર વાંચ્યો. એમાં ઉપવાસ કરવા પડે તેવી સ્થિતિ હતી. મગનભાઈ જે ફોર્મ્યુલા લઈને ગયા હતા, તેનો અમલ જ ના કર્યો અને જે દલીલ રૂબરૂ કરેલી તે જ કાગળમાં લખ્યું હતું. કુરેશીભાઈ, હરિભાઈ અને છોટાલાલભાઈ રાત્રે આવ્યા. બધાંએ સાથે બેસી કાગળ ઉપર વિચાર કર્યો. છેવટે ઉપવાસ સવારથી શરૂ કરવા એમ નક્કી થયું.
રાત્રે પ્રાર્થનામાં અંબુભાઈએ, “તું તારા દિલનો દીવો થાને રે..” એ ગીત ગાતાં ખૂબ લાગણીવશ થઈ ગયા. થોડીવાર બોલી શક્યા નહીં. મહારાજશ્રીની અગ્નિકસોટી તેમની સન્મુખ હતી એટલે આમ બન્યું. રાત્રે બાર વાગ્યા સુધી ઉપવાસ, મગનભાઈ, કોંગ્રેસ ગ્રામસંગઠન, ચૂંટણી વગેરે અંગે વાતો ચાલી. “વિશ્વવાત્સલ્ય” માટે લખેલો લેખ વંચાયો. તેમાં સુધારા३४
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #56
--------------------------------------------------------------------------
________________
વધારા થયા. નવું પણ લખાયું. મોડી રાતે કુરેશીભાઈ વગેરે ધંધૂકા ગયા. સવા૨ના અંબુભાઈએ પ્રાર્થનામાં ‘વૈષ્ણવજન’ ગીત ગાયું. મહારાજશ્રીએ ઉપવાસને લગતું પ્રાસંગિક કહ્યું.
સવારના ૬-૧૫ મિનિટે આજે સ્વાતંત્ર્યદિન હોવાથી પ્રભાતફેરી, સફાઈ અને ધ્વજવંદન રાખ્યાં હતાં. ૮-૩૦ વાગે ધ્વજવંદન છોટુભાઈના હાથે થયું. તેમાં મહારાજશ્રીએ ઉપવાસની જાહેરાત કરી અને શા માટે તેનો મર્મ સમજાવ્યો.
તા. ૨૮-૧-૫૭ :
આજે બપોરના છોટુભાઈએ મહારાજશ્રીને માલીશ, સ્પંજ કર્યું. આજે ત્રીજો ઉપવાસ છે. જૈન સ્થાનક ગુરગાંવ (પંજાબ) ‘આનંદઘન એકવીસી’ બુક બીજી અને ‘મહાવીર જીવન' વિશે ૧૦૦૦ શ્લોકોની બુક અને જિ. બુકપોસ્ટથી રવાના કર્યાં.
કુરેશીભાઈ મોટર લઈને મળવા આવ્યા હતા. ચૂંટણી અંગે વાતો ક૨ી, કેટલીક વ્યવસ્થા વિચા૨ી. તાલુકાની સ્થિતિનો ખ્યાલ લીધો. તેઓ ગયા. આજે ગામડેથી લોકો આવવા શરૂ થયા છે. સાંજથી ચૂંટણી અંગેનો તાલુકાનાં મુખ્ય ખેડૂતોનો એક વર્ગ શરૂ થશે.
પ્રાર્થના બાદ વર્ગની શરૂઆત થઈ. પ્રથમ મહારાજશ્રીએ પોતાના ઉપવાસ શા માટે તે અંગે કહ્યું. ગામડાં અને કૉંગ્રેસ એ બે સંસ્થાની હસ્તી અને સંધિ થઈ દેશ અને દુનિયામાં શાંતિ લાવી શકાશે. ગામડાંએ જાતે આજે આગળ આવીને બતાવી આપવાનું છે કારણ કે રાજકીય માતૃત્વ તેણે કૉંગ્રેસને આપ્યું છે. ખરા દિલની વેદનાપૂર્વક તેમણે પ્રસંગો વર્ણવીને બીજી વિગતો કહી હતી.
બપોરના મહારાજશ્રીએ છોટુભાઈ, મણિભાઈ, અંબુભાઈ, નાનચંદભાઈ અને પ્યા૨અલીભાઈ સમક્ષ કેટલીક ગંભીર વાતો કરી. પ્રથમ તો એકલપંડે ચૂંટણીનું કામ મને ઢીલું લાગશે, તો તા. ૯મીએ પા૨ણાં થશે. અગિયારમીએ હું પ્રવાસ શરૂ કરી દઈશ. થોડાં ભાઈઓ સાથે હશે. તેઓ ચારેક ગામ જઈને આવે અને ખબર આપે. રાણપુર અને કનેરે વિભાગ કાચો છે. ધંધૂકા તાલુકામાં આપણી ફરજ વગેરે કહ્યું. બીજી વાત એ કરી કે, ગ્રામસંગઠન અને કૉંગ્રેસનું જોડાણ ઘણું અગત્યનું છે. એ સિવાય બેમાંથી સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૩૫
Page #57
--------------------------------------------------------------------------
________________
એકેય જીવી શકે નહિ, પણ રુકાવટો થયા કરે છે. એટલે મને લાગ્યા જ કરે છે કે, આથી વધારે તપ કરવું જોઈએ. આ તો એક રીતે ધર્મનું જ કામ છે.
જો એ જ થાય તો પછી જીવન જીવવાનો શો અર્થ છે ? વગેરે આંચકો લાગે તેવી વાતો કરી. સૌ મૌન રહ્યા. ૧૧મીએ પ્રવાસ કરવો એ જોખમ છે. ચૂંટણીમાં કાંઈ વાંધો નહીં વે. આપ નિશ્ચિત રહો. અંબુભાઈએ કહ્યું, હું શામળાજીનો કાર્યક્રમ બંધ રાખું છું અને તા. ૩જી પછી અહીં જ આવી જઈશ. નાનચંદભાઈએ પણ કેટલાક કાર્યક્રમ રદ્દ કરી ચૂંટણીના જ કામમાં લાગી જવા જણાવ્યું. મહારાજશ્રીના મન ઉપર સંતોષની લાગણી દેખાઈ. સૌ છૂટા પડ્યાં. કુરેશીભાઈ બપોર પછી આવ્યા. જયંતીભાઈ ૧૨ના મેલમાં આવ્યા હતા. બન્નેએ મહારાજશ્રી સાથે વાતો કરી. કુરેશીભાઈ પ્રાર્થના પછી ગયા. તા. ૧-૨-૫૭ :
સવારના પ્રાર્થના પછી ફરી જયંતીભાઈ સાથે વાતો કરી. રાત્રે જરા ઉગ્રતા આવી ગઈ તેને યાદ કરી સ્વભાવ-સુધારા તરફ ધ્યાન દોર્યું. આપણી સ્વમાનની લાગણી એટલી ઊંચી માપી લઈએ છીએ કે જે પછી અભિમાનમાં પરિણમે છે અને અતડાં પડી જઈએ છીએ. આપણે કામ કરી બતાવીને પછી વાતો કરવી જોઈએ.
આજે માલિશ સ્પંજ કર્યું. એનિમા લીધો. જૂજ ઝાડો આવ્યો. સવારમાં બાબુભાઈએ કહેલું કે, હમીરપગી મહાત્મા તરફ પ્રચાર કરવાના છે. મહાત્માએ બોલાવી બધાને લાડવા ખવડાવ્યા. બીજી કંઈક લાલચો પણ આપી હશે, એટલે આગેવાનો કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરવા તૈયાર થયા છે. બાબુભાઈ તેજા પાસે જઈ આવ્યા પણ માનેલું નહિ. આથી ભીમજીભાઈ મોટર લઈને અડવાળ ગયા. ત્યાંથી હમીરને લઈ બીજા આગેવાનોને લઈ રાત્રે સાડા દસે ભલગામડા આવ્યા. સવારના મોટર મોકલી બીજા ચુંવાળિયા આગેવાનોને બોલાવ્યા. એ લોકોએ ઘરમેળે મસલતો કરી. તા. ૨-૨-૫૭ :
ચુંવાળિયા આગેવાનો બપોરના ત્રણ વાગે મહારાજશ્રી પાસે આવ્યા. તેમને સંકોચ તો ઘણો થયો. મહારાજશ્રીએ પ્રથમ પ્રશ્ન કર્યો : “તમને મારા ઉપર વિશ્વાસ છે કે નહીં ?' જવાબ “હા”માં મળ્યો. એ શું પૂછ્યું. જો ૩૬
સાધુતાની પગદંડી પુસ્તક - છઠું
Page #58
--------------------------------------------------------------------------
________________
હા હોય તો શા માટે વિશ્વાસ છે તે પૂછ્યું. તેઓ થોડા અચકાયા. પછી વાતો આગળ ચાલી. મહારાજશ્રીએ શરૂથી આખો ઇતિહાસ સમજાવ્યો. મૂળ તમે રાજવંશી લોકો પણ છેલ્લે છેલ્લે ઊતરી ગયા અને આ પરિસ્થિતિમાં આવી પડ્યા. હવે ફરી પ્રતિષ્ઠા સ્થાપિત કરવી પડશે. એ ભાઈઓને અસંતોષ હતો કે અમારો વર્ગ ઊભડ છે. તેની રોજીનું કોઈ જોતું નથી. તેને પછાતમાં મકવો જોઈએ. બીજા કારણે આપના ઉપવાસ છૂટશે ત્યારે કહીશું એમ કહ્યું. પછી મહારાજશ્રીએ તેમને સૌરાષ્ટ્રમાં સાયલા, પાણીસણાનાં સંમેલનનો ખ્યાલ આપ્યો. રસિકભાઈ અને રતુભાઈની હાજરી હતી. રાજ્યના પગારથી પોલીસની નોકરીએ આપણા ભાઈઓને કામે લગાડવાનું અહીં પણ ખેડૂત મંડળ પ્રયત્ન કરી રહ્યું છે. ગણોતધારા શુદ્ધિપ્રયોગ કોને માટે છે ? વધુ જમીન ફાજલ પાડી ઊભડોને આપવાનો આપણો પ્રયત્ન છે. કૉંગ્રેસ આપણી છે, છતાં તેની સરકાર સામે લડીએ છીએ. એ લડવાની આપણી રીત જુદી છે. સરકારે હમણાં જ મજૂરોના દરો નક્કી કર્યા છે. ગ્રામઉદ્યોગો માટે પ્રયત્ન થાય છે. આ બધું શું છે? કૉંગ્રેસ સિવાય આપણું કાયમી ભલું કોણ કરી શકવાનું છે.. વગેરે વાતો થઈ. તેઓને લાગ્યું કે અમારી ભૂલ તો થઈ છે. હવે એવું નહિ કરીએ. કોંગ્રેસને જ વૉટ આપીશું પણ તેમણે કહ્યું દ્વારકાદાસભાઈને રૂબરૂ મળીને અગર લખીને ખુલાસો કરી નાખવો જોઈએ કે જેથી તેઓ દ્વિધામાં ન રહે. વળી તેમાં ૧૫ ફેબ્રુઆરી આસપાસ કોરડા મુકામે એક સંમેલન પણ ભરશે, ત્યારે કુરેશીભાઈ પણ હાજર રહેશે. તા. ૩-૨-૫૭ :
આજે હમીર પગી અને મહંત દ્વારકાદાસભાઈને ખુલાસો કરવા ગયા. આજે ખીમજીભાઈ પણ ગયા છે. મહારાજશ્રીને આજે નવમો ઉપવાસ છે. સ્કૃર્તિ સારી છે. નબળાઈ છે. વજન ૧૩૧ થયું છે. એનિમા લીધો. ઝાડો બહુ જ થોડો આવ્યો. પેશાબ ઠીક રીતે આવે છે. પાણી પીવાય છે. આજે મહારાજશ્રીએ થોડાં કપડાં ધોયાં. બપોરની ગાડીમાં અમદાવાદથી નંદલાલભાઈ, લક્ષ્મીચંદભાઈ, મણિભાઈ ઉજમ અને ડૉ. રણછોડભાઈ મહારાજશ્રીની ખબરઅંતર જાણવા આવ્યાં. મળ્યાં. આ બાજુનો મેવો (પોંક) ગામલોકોએ ખવડાવ્યો. રાતની ગાડીમાં દેવીબહેન, બાળકો અને હરિવલ્લભભાઈ આવ્યાં. ટ્રૉલીમાં અંબુભાઈ, નાનચંદભાઈ, નવલભાઈ અને સુરાભાઈ આવ્યા. પ્રાર્થના પછી મહારાજશ્રીએ થોડી વાતો કરી. ......... સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૩૭
Page #59
--------------------------------------------------------------------------
________________
ભૂદાન શિબિર બે દિવસ પહેલાં ભરાયેલી ત્યારે મહારાજશ્રીના ઉપવાસ સંબંધી વાતો થયેલી. ખાસ કરીને માત્ર વિશ્વ વાત્સલ્યના લખાણથી ઉપવાસનાં પગલાંનો કોઈને ખ્યાલ આવતો નથી. વળી, કેટલાક આગેવાનોને પૂર્વગ્રહ જેવું થઈ ગયું છે.
આપણી વિચારસરણીમાં ક્યાંક દોષ છે અથવા તો આપણે સમજાવી શકતા નથી. નહિ તો બે ઉપવાસથી લોકો ખળભળી જાય તેને બદલે ૧૪ ઉપવાસ થાય અને કોઈનું પાણી નથી હાલતું તેનું કારણ શું ? વગેરે વાતો થઈ મહારાજશ્રી કંઈક ખુલાસો કરવા જતા હતા પણ સૌએ રોક્યા અને ચર્ચા બંધ રાખી કારણ કે મહારાજશ્રીને બોલવામાં અશક્તિ લાગતી હતી. પણ બીજે દિવસે તેમણે અમારી વાતોમાં જવાબ આપેલો કે આ ઉપવાસ સંબંધમાં ન સમજાવી શકાય અથવા ન સમજી શકાય તેનું કારણ આપણાં કાર્યકરોમાં દરેક વિચારના કામ કરનાર ભાઈ-બહેનો છે. આવું જ દેશમાં હોય છે અને તેવા વખતે બધાંને સાથે રાખી કામ લેવાનું હોવાથી આવું તો બનવાનું. તા. ૪-૨-પ૭ :
સવારની ગાડીમાં બધા મહેમાનો ગયા. કુરેશીભાઈ સવારના મોટર લઈને આવ્યા. હરિભાઈ સાથે હતા. ચૂંટણીના વાતાવરણનો ખ્યાલ આપ્યો. અંબુભાઈ, નાનચંદભાઈએ કઈ બાજુ જવું તે નક્કી કરીને સાથે જ ગયા. મહેમાનોને મોટર તગડી સ્ટેશને મૂકવા ગઈ. રસ્તામાં ટાયર ફાટી ગયું એટલે બધાં કુરેશીભાઈ સાથે જ ગયા. ભીમજીભાઈ પણ ગયા.
આજે દેવીબહેને પોતાનો ચાર્જ સંભાળી લીધો. પ્રાર્થનામાં ભજન તો તેઓ બોલે જ છે. ઉપરાંત સાફસૂફી, મહારાજશ્રી સમક્ષ ૧૦ થી ૧૧ વાંચન કર્યું. ડૉ. રણછોડભાઈએ મહારાજશ્રીને તપાસ્યા. તબિયત સારી લાગી. બે દિવસથી પીઠમાં દુ:ખાવો થાય છે, અશક્તિ આવી છે, બાકી ર્તિ ઠીક છે.
બપોરના ટપાલ અને છાપું દેવીબહેને વાંચી સંભળાવ્યું. ત્યારબાદ વાંચનમાં એક પ્રશ્ન આવ્યો હતો. તેની ચર્ચા તે વખતે થયેલી. તેનો ખુલાસો મહારાજશ્રીએ બપોરના કર્યો હતો. મેં કહ્યું હતું કે બાપુના સંબંધી ‘નવજીવન’ કે બાપુ સિવાયના બીજા લેખકો જે કંઈ લખે, તે અધિકારવાળું ગણાય. સાચું મૂલ્યાંકન ન પણ હોઈ શકે.
૩૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #60
--------------------------------------------------------------------------
________________
મહારાજશ્રીએ કહ્યું કે, ઘણી વાર તમે કંઈ વાત કરો છો તેની સામે કોઈ દલીલ કરે તો અટકી જાવ છો. તે બરાબર નથી. જવાબ આપી શકીએ તેટલી સમજ કેળવવી જોઈએ. તેવી રીતે પુસ્તક ગમે તેણે લખ્યું હોય, અને ગમે તેવું લખ્યું હોય તો પણ તેમાંથી સાર તારવતાં આવડવો જોઈએ.
બીજી વાત એ આવી કે, બાપુ પાસે ફરિયાદ આવી કે રાજયસત્તા ઉપર અંકુશ રાખી શકે તેવો કોંગ્રેસ પ્રમુખ હોવો જોઈએ કારણ કે જે પ્રમુખ હતા તેમનું પંડિતજી માનતા નહોતા. કારોબારીએ બાપુની સલાહ લીધી. બાપુએ નરેન્દ્ર દેવના નામનું સૂચન કર્યું. પંડિતજીએ ટેકો આપ્યો પણ કારોબારીને ગમ્યું નહિ. કારોબારીએ સરદાર અને પંડિતજીની સલાહ લઈ, રાજેન્દ્રબાબુનું નામ સૂચવ્યું. તે મંજૂર થયું. આ પ્રશ્ન ઉપર અમારે ચર્ચા ચાલી. બાપુનું કહ્યું ના માન્યું એમ થયું ને ? મહારાજશ્રીએ કહ્યું, “મારી સમજણ પ્રમાણે નરેન્દ્ર દેવનું ગ્રુપ, ચાલતો સમાજવાદી, હજુ પણ વિકાસકાર્ય કરવામાં આગળ હતું અને અન્ય સંસ્થાને તે માન્ય હતું જ્યારે રાજયને અને બીજા વર્ગને અનુકૂળ રાજેન્દ્રબાબુ હતા. બાપુએ છેવટે તેમને મંજૂર રાખ્યા.”
આ ઉપવાસનાં કારણો અને યોગ્યતા અંગે ઠીક ચર્ચા થઈ. દયાનંદ સરસ્વતી એ ક્રાંતિકારી પણ સામાજિક, ધાર્મિક અને આર્થિક વાતને નહોતા અડ્યા. બાપુ વખતે ગુલામી હતી અને કૉંગ્રેસ જેવી સંસ્થાનું બળ મળ્યું એટલે તેઓ વ્યાપક બન્યા. આજે પાછું આપણે કોંગ્રેસ ગામડાં, રચનાત્મક કાર્યકરો અને સાધુ-સંતો એ બધાને સાંકળીને કામ કરીએ છીએ. એટલે ગળે ઊતરવું મુશ્કેલ લાગે છે. ગામડાં ભલે થોડાં પણ સમજયાં તો છે જ.
બાબુભાઈ મોદી મહારાજશ્રીને ત્રણેક વાગે મળવા આવ્યા. તેમણે દ્વારકાદાસભાઈ ઊભા રહેવા જ માગે છે. કારણ કે તેમને અમુક દોરવણી મળે છે. એને મળીને બેસી જવા સમજાવવાનો કોઈ અર્થ નથી રહેતો વગેરે વાતો કરી. મહારાજશ્રીને મન વ્યક્તિગત મહાત્મા તરીકે કંઈ ન હોય, પણ તેમના ભલા માટે પણ બેસી જવાની ઇચ્છા હોય અને પગ ભારે ન થઈ જાય, તેટલા માટે સહજ રીતે તેમના મિત્ર તમો છો તો પ્રેરક રાહે એટલા પૂરતું સમજાવવાનું રહે, બાકી તો ઊભા રહેવાનો દરેકને હક્ક છે. તા. ૮-૨-પ૭ :
પરોઢના ઊઠી હાથ મોઢું ધોઈ મને ગરમ પાણીની કોથળીની સૂચના આપી. બાદમાં પ્રાર્થના પછી એનિમામાં એરંડિયું નાખીને લેવાની ઇચ્છા બતાવી. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #61
--------------------------------------------------------------------------
________________
બરાબર ૮-૩૦ વાગે પ્રાર્થના થઈ. મીરાંબહેને વૈષ્ણવજન ગાયું. ત્યારબાદ અંબુભાઈએ મહારાજશ્રીનું નિવેદન વાંચ્યું અને પછી થોડું પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે, આજે કોઈને ખ્યાલ પણ નહિ આવે કે સો-બસો-ત્રણસો માણસની વસ્તીવાળા નાનકડા ગામના એક મકાનના ખૂણામાં પડેલી એક વ્યક્તિ ગામડા અને કોંગ્રેસના સંબંધો માટે આવું ભગીરથ તપ કરી રહી છે પણ એક દિવસ એવો આવશે કે આ જ વાત દેશ અને દુનિયાને માનવી પડશે. મહારાજશ્રી ચાર વર્ણોને ઠેકાણે નવું સૂત્ર આપે છે. બ્રાહ્મણને ઠેકાણે રચનાત્મક કાર્યકર કહે છે. ક્ષત્રિયના ઠેકાણે કૉંગ્રેસના કાર્યકરો અથવા કૉંગ્રેસ અને વૈશ્યને ઠેકાણે ગામડાં અને શૂદ્રોને ઠેકાણે શ્રમજીવીઓને મૂકી, એ ચારેયની કડી સાંધનાર સાધુસંતો છે. જયારે આ કડી તૂટે છે ત્યારે તેઓ અકળાય છે અને આવાં પગલાં લે છે.
નાનચંદભાઈએ બે શબ્દો કહ્યા, “આવી અગ્નિકસોટી ફરી ન આવે તેને માટે આપણે સૌ કામે લાગીએ.'
બાદમાં મહારાજશ્રીનાં પારણાં થયાં. અહીંના લક્ષ્મણભગત જેઓ પણ ત્રણ દિવસથી સહાનુભૂતિમાં મૌન રહીને ઉપવાસ કરે છે, તેમના હાથે પ્રથમ કેરડાંનું પાણી અને મગનું પાણી લીધું. પછીથી સ્થાનિક ભાઈ-બહેનોએ વહોરાવ્યું. આજે તો ફક્ત કેરડાંનું પાણી અને મગનું પાણી જ થોડું લીધું હતું. મહારાજશ્રી તા. ૧૧મીએ અહીંથી ચૂંટણી અંગે જાકલી જવાનું વિચારતા હતા સિવાય કે જો કામ બરાબર ગોઠવાઈ જાય તો અટકી જાય. અંબુભાઈ, નાનચંદભાઈએ કહ્યું, “કામ બરાબર ગોઠવાઈ ગયું છે. તમે ચિંતા ના કરશો. અમે સૌ કામે લાગી જઈએ છીએ.'
ભીમજીભાઈ, અંબુભાઈ, નાનચંદભાઈ સાથે તરત ગામડામાં ગયા. તે જ વખતે વિનોબાજી પાસે રહેતા ભાઈ મહેશ કોઠારી અને તેમનાં બહેન વગેરે મહારાજશ્રીને મળવા આવ્યા. બહેનનો મોટો ભાણો હમણાં જ અચાનક ગુજરી ગયો હતો એટલે આશ્વાસન માટે તેઓ આવ્યાં હતાં. મહારાજશ્રીએ બહુ પ્રેમથી તેમને આશ્વાસન આપ્યું અને સલાહ આપી કે, “હમણાં બીજે સ્થળે રહેવાય તો સારું. જેથી પેલી યાદ ઓછી આવે. મરનારના ગુણો આપણાં જીવનમાં ઉતારીએ અને પ્રભુપ્રાર્થના કરીએ.'
૪૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #62
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૨-૫૭ :
શિવાભાઈ આજે બપોરના અઢી વાગે ગયા. આજે અમદાવાદથી સૂટ પહેરેલા એક ભાઈ આવ્યા હતા. કહે, “હું પી.ટી.આઈ. અને ટાઈમ્સનો ખબરપત્રી છું.” મહારાજશ્રી સાથે વાતો કરી. વિશ્વવાત્સલ્ય અંક પણ લાવ્યા હતા. તેમણે કહ્યું, “આપણા આટલા બધા ઉપવાસ થયા છતાં અમદાવાદના છાપાંમાં તેની નોંધ સુધ્ધાં નથી એટલે મને સંદેશો આવ્યો કે, તમે મુલાકાત લો.” મહારાજશ્રીએ વાતો કરી. ગ્રામસંગઠન, કૉંગ્રેસ અને પોતાના સંબંધોની વાત કરી અને બાપુ વખતે લોકસેવક સમાજની જે કલ્પના હતી તે કામ ગ્રામસંગઠન કરી રહ્યું છે, તેની સાથે જે કૉંગ્રેસ છે તેની નવા વરસ પછીથી સત્તાને લીધે થયેલા ફેરફારને લીધે તેની શુદ્ધિ અર્થે આ કામ કરે છે. અને સત્તા ઉપર તો કોંગ્રેસ જ રહે તે યોગ્ય છે. રાજાજી કહે છે તેવો વિરોધ પક્ષ અમે પૂરક, પ્રેરક તરીકે રચી રહ્યા છીએ. એ ભાઈએ પછી એક છાપું આપ્યું હિન્દ' અઠવાડિક હતું. પોતે તેના તંત્રી વ્રજલાલ આર્ય છે તેમ જણાવ્યું. પી.ટી.આઈ. અને ટાઈમ્સના ખબરપત્રીએ કામ હોવાથી મિત્રભાવે મને મોકલ્યો છે વગેરે વાતો કરી. પછી મગનભાઈ વિશે વ્યક્તિગત ખામીઓ મળી શકે તે અંગે જુદી જુદી વાતો કરી પણ મહારાજશ્રીએ સૈદ્ધાંતિક મુદ્દા જણાવ્યા. પછી કુરેશીભાઈના ચારિત્ર્યદોષ અંગે વાતો કરી. તેમને પહેલેથી બધી વાતોના ખુલાસા કર્યા. આ પાછળથી જાણ્યું કે, એ ભાઈ દ્વારકાદાસભાઈની મોટરમાં આવ્યા હતા. તેઓ તેમના તરફથી કદાચ આવ્યા હોય ! બપોરે તેઓ ચા પીને ગયા.
ચા પછી મહારાજશ્રીએ અમને બધાને બોલાવી ખુલાસો કર્યો કે આપણે કંઈ ગુપ્ત રાખતા જ નથી. છતાં જાગૃત રહેવું જોઈએ. હવે તો અવનવા લોકો આવવાના.
મહારાજશ્રીને ઉપવાસના અનુભવ પૂક્યો તો છેલ્લા ઉપવાસ પછી ભૂખ જેવું રહેતું નથી. અશક્તિ આવી જાય છે. પારણાં વખતે ખાવાની ઇચ્છા પણ થતી નથી, પાણી તો પરાણે જ પીવું પડે. ઇચ્છા ન થાય, ખોરાક ભલે પ્રવાહી રૂપે પણ પેટમાં ગયો કે તરત ચેતન શરૂ થાય છે. એથી જ ખોરાકને ભગવાન કહ્યો છે. અહીંના ખેડૂતો ચૂંટણી માટે બહારગામ જઈ આવ્યા. તેમણે રાત્રે હેવાલ આપ્યો. કુરેશીભાઈ, હરિભાઈ, પીપલીયાભાઈ, જસમતભાઈ રાત્રે આવીને ગયા. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૪૧
Page #63
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૨-૫૭ :
આજે તગડી મુકામે ચુંવાળિયા લોકોનું એક સંમેલન યોજાયું. ૨૫ ગામના પચાસેક આગેવાનો ભેગા થયા. સંખ્યા ઓછી ગણાય. સામે પક્ષે આ સંમેલન ન ભરાય તે માટે પ્રયત્ન કર્યો પણ ભરાયું. કૉંગ્રેસને ટેકો આપતો ઠરાવ સર્વાનુમતે પસાર થયો. કુરેશીભાઈ, ડેલીવાળા વગેરે હાજર રહ્યા હતા, ભીમજીભાઈ તો હતા જ.
તા. ૧૯-૨-૫૭ :
મહારાજશ્રીને જવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. તે વખતે રાઘુભાઈએ મહારાજશ્રીને એક સૂચન કર્યું કે, આપ આ વખતે ચૂંટણીમાં ન પડો. આપ પ્રેરક રહો અને આપણો જે સિદ્ધાંત છે કે ગામડાંએ જ ચૂંટણીલક્ષી અને યોગ્ય ઉમેદવારને જીતાડી આપવો તો જ ઓછી ખર્ચાળુ અને પ્રમાણિક ઉમેદવાર બાગ લઈ શકશે. આપ અહીં જ રહો અને તબિયત સુધારો.
મહારાજશ્રીને આ સૂચન ગમ્યું. રાત્રે વિચાર કરવા જણાવ્યું. રાત્રે પ્રાર્થના પછી આ વિશે ચર્ચા શરૂ થઈ. રાઘવજીભાઈએ પ્રથમ ગામ વતી મહારાજશ્રીને અહીં જ રહી તબિયત સુધારવા અને ચૂંટણીમાં ભાગ ન લેવા ગામડાંને પ્રેરવા વિનંતી કરી. મહારાજશ્રીએ કહ્યું કે મને તમારું સૂચન ગમ્યું છે. ચૂંટણીનો જશ ગામડાંને જ આપવો જોઈએ પણ મને બે વિચાર આવે છે. એક તો જૈન સાધુ તરીકેના જે નિયમો છે તે ઘણાં ઉપયોગી છે. તે નિયમ પ્રમાણે એકાદ મહિના પહેલાં સ્થાન છોડવું જોઈએ. તબિયતનો પ્રશ્ન હોય તો જુદી વાત છે. ૨૯ દિવસ કુલ થશે પણ એ તો એકાદ દિવસ તગડીને કે આકરું જઈને બીજે દિવસે પાછું આવી શકાય. પણ મેં એક વિચાર ચૂંટણી પ્રવાસનો કર્યો. હવે બંધ રાખું તો મારી ફરજ નથી ચૂકતો ને ? આ સવાલ મારા મનને થાય છે. બીજી બાજુ તમારો વિચાર પણ ગમે છે. આવે વખતે હું ચિઠ્ઠી નાખવાનું સૂચન કરું છું. જોકે એ રીત બરાબર તો નથી જ પણ મને અહીંથી કુદરત ઉ૫૨ છોડીને નિકાલ લાવવો ઠીક લાગે છે. એટલે અત્યારે નિર્ણય લેવો હોય તોય મને વાંધો નથી. (મને લાગ્યું કે પ્રવાસ થાય તો મહારાજશ્રીને સંતોષ થશે.)
પછી બે ચિઠ્ઠી લખાય : એક પ્રવાસની અને બીજી પ્રવાસ નહીંની. એક બાળકે ચિઠ્ઠી ઉપાડી. પ્રવાસની ચિઠ્ઠી આવી એટલે પ્રવાસનું નક્કી થયું. ગામલોકોને ગમ્યું તો નહિ પણ શું થાય ?
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૪૨
Page #64
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧-૨-૫૭ :
આ ૨૯ દિવસ ભલગામડાએ એકધારી સેવા કરી. બહેનો-ભાઈઓ સૌએ દિલથી સાથ આપ્યો. મહેમાનોની પૂર્ણ સગવડાત કરી. મહારાજશ્રીની બધી સગવડતા સાચવી. રાઘવજીભાઈનું ઘર નજીક હોવાથી અમારું ઘર થઈ ગયું હતું. રળિયાતબહેન આખો દિવસ પાણી ગરમ કર્યા જ કરે. જયારે જુઓ ત્યારે હસતાં હસતાં તૈયાર જ હોય. તેમનો ચૂલો આખો દિવસ ચાલતો જ હોય. કંઈ ને કંઈ કરતાં હોય. રાઘવજીભાઈ મહેમાનોની જમવાની વ્યવસ્થા સંભાળતા હતા. વિદાય વખતે બન્ને ભાઈઓ, બાળકો વગેરે તૈયાર થઈને આવ્યાં. સૌએ ગીતો ગાતાં ગાતાં પાદર સુધી આવી પ્રેમાળ વિદાય આપી. તા. ૨૨-૨-૫૭ : તગડી
ભલગામડાથી સવારના નીકળી તગડી આવ્યા. અંતર એક માઈલ હશે. ઉતારો એક ખાનગી ઘરમાં રાખ્યો હતો. બે આગેવાનોએ સ્વાગત કર્યું.
કરશીભાઈ અને રતુભાઈ અદાણી રાણપુર જતાં મળી ગયા. અદાણીની ચારે કઆમાં મિટિંગ સારી થઈ. તા. ૨૪-૨-પ૭ : ચંદરવા
વેજલકાથી નીકલી ચંદરવા આવ્યા. અંતર દોઢ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો.
રાત્રે જાહેરસભા થઈ. અહીંનું વાતાવરણ કોંગ્રેસ તરફી જ છે. આજે ભરવાડોની ઘણી જાતો આવી. તેઓ એક માંડવે સંખ્યાબંધ લગ્ન કરતાં હોય છે. એક જ જાતનો પહેરવેશ - લાલ ફાળિયું ને ઉપર પટ્ટી કેડિયું અને હાથમાં લાકડી અને બહેનોનો પણ એક સરખો પહેરવેશ સુંદર લાગતો હતો.
રાત્રે સાંભળ્યું કે સુંદરિયાણનું વાતાવરણ સારું નથી એટલે મહારાજશ્રીએ ત્યાં થઈને જાળિલા જવાનું વિચાર્યું. તા. ૨૫-૨-૫૭ : સંદરિયાણા
ચંદરવાથી નીકળી સુંદરિયાણા આવ્યા. અમારી સામે ત્રણ જણ કેસરભાઈ, તારાચંદભાઈ અને કાઠીભાઈ આવ્યા. ગામને ખબર મોકલી. લોકોએ સ્વાગત કર્યું. કેટલાંકને બીક હતી કે આ ગામ અપમાન કરશે, કારણ કે કોંગ્રેસ વિરોધી વાતાવરણ હતું. ગઈ કાલે પણ કોંગ્રેસની મોટર
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૪૩
Page #65
--------------------------------------------------------------------------
________________
ઉપર પથ્થર, ધૂળ ફેંકેલાં. મહારાજશ્રી ગયા, ઓરડામાં મુકામ કર્યો. આગેવાનો સાથે સુંદર વાતો થઈ. પછી એક કાઠીભાઈએ મગનભાઈ સાથે ઘણી પ્રશ્નોત્તરી કરી. મહારાજશ્રીએ ખૂબ પ્રેમથી બધી વાતોનો જવાબ આપ્યો અને દેશના હિત ખાતર કૉંગ્રેસને વૉટ આપવા કહ્યું. કૉંગ્રેસની ખામીઓ જરૂર છે, પણ તે તો ગ્રામસંગઠનથી દૂર કરી શકાશે.
તા. ૬-૩-૫૭ : જાળિલા
ખસથી નીકળી જાળિલા આવ્યા. જરા મોડા નીકળ્યા હતા. અંતર છ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. અહીં કુરેશીભાઈનું પરિણામ જાણવા મળ્યું. તેઓ ૪૦૯ મતે હાર પામતા હતા. પ્રથમ તો માનવામાં જ ન આવ્યું કારણ કે કલ્પનાએ નહોતી. ગામડાંએ સુંદર કામગીરી બજાવી હતી પણ છેલ્લી રાતે અને દિવસે સામા પક્ષ તરફથી વેપારીઓ મારફત જબ્બર પ્રયાસ થયો. કેટલાય વ્યૂહ રચાયા અને ફે૨વી નાખ્યા. વળી રાણપુર ઠીક ૨૨ ટકા જ આવ્યું. ત્યાંના કાર્યકર વાડીભાઈ નિષ્ક્રિય જ રહ્યાં. કોઈ કાર્યકર જાય તો કહી દે અહીં તો ૭૦ થી ૭૫ ટકા પરિણામ છે, ચિંતા કરશો જ નહિ, કોઈની જરૂર નથી. આમ ન તો પોતે પ્રયત્ન કર્યો, ન કોઈને કરવા દીધો. પરિણામ ખરાબ આવ્યું. તેમણે ભાગ્યે જ કોઈ સભા કરી હશે.
અહીં રાણપુર નિવાસી મુંબઈમાં રહેતાં બચુભાઈ દોશી મહારાજશ્રીને મળવા આવ્યા હતા. તેમણે પણ રાણપુર વિશે ઉપરનો જ અભિપ્રાય આપ્યો. બધાંને કામ કરવાની જ ના કહી અને ઉપર ચઢીને કામ કરવા જાય તો ખેડૂત મંડળ અને તાલુકા સમિતિ વચ્ચે થોડું અંતર હતું તે વધવા ભય હતો. સરઘસ પણ એકેય કાઢેલું નહિ.
તા. ૭-૩-૫૭ : પોલારપુર
જાળિલાથી નીકળી પોલારપુર આવ્યા. અંતર સાડા સાત માઈલ હશે. ઉતારો સ્વામીનારાયણ મંદિરમાં રાખ્યો હતો. આગેવાનો સામે આવ્યા હતા. અહીં કુરેશીભાઈ, ફૂલજીભાઈ, ભીમજીભાઈ, બાબુભાઈ મોદી વગેરે મહારાજશ્રીને મળવા આવ્યા હતા. મહારાજશ્રીએ સૌને આશ્વાસન આપી ચૂંટણીની હારથી નિરાશ ન થવાનું કહ્યું હતું. આપણે વધારે જાગૃત બની કામ ક૨વાનું રહેશે. જે ગામો ધાર્યા હતાં તે જ પોલાં નીકળ્યાં એટલે આમ બન્યું.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૪૪
Page #66
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૩-૫૭ : ભલગામડા
પોલારપુરથી નીકળી ભલગામડા આવ્યા. અંતર સાડા પાંચ માઈલ હશે. ઉતા૨ો દરબારી ઉતારામાં રાખ્યો. કામનાં દિવસ હોવા છતાં આખા ગામનાં સ્રી-પુરુષોએ પાદર આવી સ્વાગત કર્યું. ઢોલ અને ગીતો ગાતાં ગાતાં સૌ ઉતારે આવ્યાં.
પ્રાસંગિક કહેતાં મહારાજશ્રીએ જણાવ્યું કે તબિયતને કારણે તમે બોલાવ્યા તેથી આવવાનું થયું. આપણે જે ચૂંટણી જંગ ખેલ્યો તેનાં પરિણામો જોઈને જે દુઃખ થયું તે સ્વાભાવિક છે. તમે જે રસ લીધો, તેથી તેમ લાગે પણ તમારે મારા ઉપર છોડવું જોઈએ. આજે કસબા અને ગામડાં વચ્ચે સીધી લડત છે. કસ્બાઓ જાગૃત છે. સારી રીતે તેમને ગામડાંઓ જ જગાડી શકે. આ વખતે ચૂંટણીસમય ઓછો હતો, કામટાણું હતું, થોડો વિશ્વાસ પણ હતો કે અમે તો જીતીશું જ. ભલગામડામાં જે થોડા ભાઈઓએ રસ લીધો તે ભુલાય તેવો નથી. ખાસ કરીને ભીમજીભાઈએ જે રસ લીધો તે અવર્ણનીય હતો. જોકે એ ગામ વતી હતો એમ કહેવાય. યશ ગામડાંને છે. છતાં એવું કામ બીજા ભાઈઓએ કર્યું હોત તો આ દુઃખ લાગે છે, તે ન લાગત. પણ છેવટે તો જે થાય તે સારા માટે. કુદરત એ રીતે આપણને ચેતવે છે, જાગૃત કરે છે. દેવળિયા પણ કેટલું સારું ! રોજીત ધારત તો ફે૨ કરી શકત. બાવા-ભિખારી, રાણપરી વગેરે સારાં હતાં પણ છેલ્લે દિવસે બાજી બદલાઈ ગઈ. સાયકલ સેવકોનું હું કહેતો હતો તે એટલા માટે. આપણે જાગતા ન રહ્યાં, હવે અફસોસ ન કરતાં કામે લાગવું જોઈએ. જિન પ્રેસની સાથે પોલાપરુના જિનને કેમ વાળી લેવું તે સવાલ છે. તેવી જ રીતે સંવાળિયા વગેરે સહકારી મંડળીનું કામ વધારવું પડશે. ગામડાંએ જાગવું પડશે. વિરમગામનું પરિણામ જોઈને આપણે ચોંકી ઉઠીએ છીએ. ફરી પાછી મૂડીવાદી સમાજરચના લાવવી છે ? આપણે ખાસ વિશ્વાસ રાખીએ તેવા ગામો પણ ખાલી પડ્યાં. આકરું, રોજકા જેવાં ગામોમાં પણ ફાટ. મને આશા છે કે એ પ્રકારની વસ્તુ ભૂલીને સામે જે કાર્યવાહી આવી પડી છે તેને અમલમાં મૂકીએ. કૉંગ્રેસે આજ સુધી સ્થાપિત હિતોને પંપાળ્યાં છે. પંદરેક દિવસ રોકાવા ઇચ્છું છું. તેમાં સાતેક દિવસ તદ્દન મૌન રાખવાનું વિચાર્યું છે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૪૫
Page #67
--------------------------------------------------------------------------
________________
ધોળકામાં એક શિક્ષક કે જેને ગામની બહાર કોઈ ઓળખતું નહોતું, તેણે માત્ર કોંગ્રેસ કરતાં ૫૮૦ મતે હાર ખાધી. કૉંગ્રેસની આ જીત જીત નથી.
આ બધા વાતાવરણથી મહારાજશ્રીને ચિંતન કરવાનું મન થયું એટલે તેમણે આજથી એટલે કે તા. ૧૦-૩-પ૭ થી ૧૬-૩-૫૭ સુધી ચિંતન માટે મૌન અને એકાંત શરૂ કર્યું. ટપાલ, છાપાં, મુલાકાતો વગેરે બંધ કર્યું. માત્ર ગાંધી સાહિત્યથી ચિંતન કર્યું. ગામમાં એક વખત ગોચરી જતા સવારસાંજની પ્રાર્થના તેમના સાંનિધ્યમાં અમો જ કરતાં. તા. ર૧-૩-પ૭ :
મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ આજે ગૂંદી આવવાના હતા. પૂ. સંતબાલજી મળવા જવાના હતા પણ સમયની ખબર આગળથી ના મળી અને અમારો કાર્યક્રમ ઉમરગઢ જવાનો નક્કી થઈ ગયો હતો એટલે ન જઈ શક્યાં. કદાચ જઈએ તો પણ ખેંચાવું પડે એટલે મને મોકલ્યો. મહારાજ ગંદી સ્ટેશન ઉપર જ રોકાયા હતા. આગલે દિવસે આવેલાં. તે વખતે આશ્રમમાં રાત રોકાયા. બધી પ્રવૃત્તિઓ જોઈ સંતોષ થયો. તેમના આગમનના પ્રથમથી સમાચાર નહીં મળેલા એટલે સ્વાગત માટે બરાબર વ્યવસ્થા ના થઈ શકી એટલું દુ:ખ રહી ગયું. તા. ૨૨મીએ તેઓ નાની બોરુ તરફ ગયા સાથે પ્રતાપ પંડ્યા ગયા હતા. ત્યારપછી ખંભાત સુધી દીવાનસંગ તેમની સાથે રહેશે. તેઓ ગોલાણા પહોંચી ગયા છે. મોટી બોરથી સાબરમતી ઊતરી ગોલાણા આવી શકાય છે. નાનચંદ્રજી મહારાજ સાથે ચૂંટણી અને બીજી વાતો થઈ. રાત્રે પ્રવચન પણ સ્ટેશનમાં જ રાખેલું. બહુ જાણવા મળેલું. આધ્યાત્મિક વિષય હતો. માણસ સંસારની પ્રવૃત્તિ માટે આખો દિવસ મથતો, પણ આત્માના કલ્યાણ માટે થોડો ટાઈમ પણ ના કાઢી શકે. ઝેર પીવા ૨૩ કલાક મળે, તો અમૃત પીવા એક કલાક પણ શું ના મળે ? સ્ટેશન માસ્તર છબીલદાસ જૈન હતા. તેમનો આગ્રહ હતો. બપોરે અમે તેમને ત્યાં જ જમ્યા હતા. છોટુભાઈને પણ ખબર મોડા મળેલાં એટલે તેઓ બપોરે મેલમાં ઊતર્યા.
અમો બન્ને બપોરની ગાડીમાં આવી ગયા. નાનચંદ્રજી મહારાજશ્રીની વાતોથી પૂ. સંતબાલજીને વાકેફ કર્યા.
૪૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #68
--------------------------------------------------------------------------
________________
તા. ૨૭-૩-પ૭ : સાયસંગગઢ
ખરડથી નીકળી રાયસંગગઢ આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો મંદિરે રાખ્યો. બે જણ સાથે આવ્યા હતા. ગામલોકોએ અને બહેનોએ ગીત સાથે મહારાજશ્રીનું સ્વાગત કર્યું. તા. ૨૮-૩-પ૭ : ઉમરગઢ
રાયસંગગઢથી નીકળી અળીયાસર થઈને ઉમરગઢ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો એક મેડા ઉપર રાખ્યો હતો. અમારી સાથે બે ભાઈઓ હતા. ગામલોકોએ વાજતે-ગાજતે સ્વાગત કર્યું. આવીને પ્રાસંગિક કહ્યું, આ ગામે આ સાલથી એક સહકારી જિન શરૂ કર્યું છે. તે અંગે મહારાજશ્રીએ એક સંપથી રહેવા અને ખાવા-પીવા કહ્યું. સહકારી પ્રવૃત્તિમાં ઘણાં જોખમો છે, તેથી સાવચેત રહ્યાં કરવું જોઈએ.
ચૂંટણીમાં કૉંગ્રેસની સાથે મળીને પ્રચાર ના કરવો પણ અલગ રહીને જ ચૂંટણી પ્રચાર કરવો.
મંડળે આર્થિક બાબતોમાં વધારે ધ્યાન આપવું. આવી આવી ચર્ચાઓ થઈ હતી. રાત્રે ચૂંટણી અંગેના પ્રત્યાઘાતો જુદા જુદા વક્તાઓએ વર્ણવ્યાં. આપણી પોતાની તીવ્રતા અને જાગૃતિ ઓછાં હતાં તે પણ હારનું કારણ હતું.
આજે ચારે તાલુકાના ખેડૂતો આવ્યા હતા. બપોરના ત્રણ વાગ્યે સભાની શરૂઆત થઈ. ખાસ કરીને ચૂંટણી પછીના પ્રત્યાઘાતો અને નવવિચારણા અંગે સંમેલન યોજાયું હતું. ગામે જમવા વગેરેની વ્યવસ્થા કરી હતી. ગામને શણગાર્યું હતું. મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતાં.
પ્રથમ અંબુભાઈએ પ્રભુદાસ ભુતાનો સંદેશો વાંચ્યા પછી ચૂંટણી અંગેની કેટલીક વિગતો આપી હતી. ત્યારબાદ જુદા જુદા માણસોએ અને બહેનોએ પોતાના અનુભવો કહ્યા હતા. બાબુભાઈ મોદીએ સુંદર કહ્યું . તેમણે કહ્યું, “બીજાની ભૂલો જોવી, તેના કરતાં આપણી કમજોરી જોવી. આપણે વેપારીની શેહમાં તણાઈ ગયા.' નવલભાઈ, સુરાભાઈ, પૂંજાભાઈ વગેરેએ પણ પ્રાસંગિક કહયું હતું. મહારાજશ્રીનું પ્રવચન :
હું એ વિચાર કરતો હતો કે જે ભાઈઓ વાતો કરે છે તે ધીરે ધીરે મારા વિચારને મળતા આવે છે. બાબુભાઈ બોલ્યાં તે સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૪૭
Page #69
--------------------------------------------------------------------------
________________
જોઈને મને થયું કે તેમનામાં કેટલી બધી ધગશ છે ! મેં તેમને ધોળકા બોલાવ્યા. તેમણે કહ્યું, કાર્ય વખતે હું સામે હતો. હવે ફરીથી હું પ્રચાર નહીં કરી શકું. તેમની મર્યાદા સમજીને મેં તેમને છૂટ આપી. તેમણે સ્પષ્ટ કહ્યું, હું વેપારી છું, તમો ઉત્પાદક છો. તમારે વેપારની શરમ શું કામ રાખવી ? પણ સ્વાર્થ ન હોવા છતાં કમજોરીને લીધે આપણે શરમ છોડી શકતાં નથી. બન્ને બાજુ હા જી હા કરીએ છીએ. તેથી ભારે નુક્સાન થાય છે. બાબુભાઈ ગયે વખતે સામે હતા. હવે દિલ દઈને કામે લાગ્યા છે તે આનંદની નિશાની છે. હવે મહારાજનો વારો આવ્યો છે. લોકોને નફરત આવી છે. તેમને સુધારી લેવાની કોઈકે તો તત્પરતા
રાખવી પડશે ને ? તા. ૩૧-૩-પ૭ :
આજે સવારના નવ વાગે ભાલ નળકાંઠા ખેડૂત મંડળની મધ્યસ્થ પ્રતિનિધિ મંડળની મિટિંગ મળી. તેમાં પાછળનો હેવાલ વાંચ્યા પછી બજેટ મંજૂર કરવામાં આવ્યું. કાર્યકરોના વેતન સંબંધી ઠીક ઠીક ચર્ચાઓ થઈ.
બપોરના ચાર વાગે ગણોતધારા શુદ્ધિપ્રયોગની પૂર્ણાહુતિ સમારંભ યોજાયો. પ્રથમ અંબુભાઈએ શુદ્ધિ શા માટે ? તેનો ખ્યાલ આપ્યો. તેમાં ૩૨ ભાઈઓ અને ૮ બહેનોએ ત્રિઉપવાસી તરીકે ભાગ લીધો. એ રીતે ૧૮ X ૩ = ૨૪૩ ઉપવાસીવાળા, દશ હજાર સહાયક ઉપવાસો નોંધાયો હતાં. ત્રિઉપવાસી કરનારાઓ પહેલ-વહેલા જ હતા, છતાં એકંદરે તબિયત સારી રહી હતી. કેટલાક ભાઈઓને ઉબકા જેવું થયું હતું. ૨૫ ખેડૂતોએ જમીનત્યાગ કરવાનો સંકલ્પ કર્યો છે. ઉંમરગઢ – ૨, જવારજ – ૧, ગૂંદી - ૧, નાની બોર - ૧, મિંગલપુર – ૨૦, સંખ્યાને કુલ જમીન ચા, બીડી, પાન, અફીણ વગેરે છોડવાની પ્રતિજ્ઞાઓ પણ લેવાય છે. જે પચાસ ખેડૂતોએ સ્વેચ્છાએ જમીન છોડી છે તેમણે કંઈ આજ્ઞાની ઇચ્છા રાખી નથી. પણ પ્રદેશની ફરજ છે કે તેમને નિભાવવાની તૈયારી કરવી. પાંચ ભાઈઓ, પાંચને નિભાવવા તૈયાર થયા, મેવાડી મુનિએ તો આ પ્રસંગે સુંદર સંદેશો મોકલ્યો હતો. મહારાજશ્રી,
આ બધું શા માટે ? તારણ કાઢીએ... ધંધૂકા તાલુકા બધામાં આગળ રહે છે. ચાર તાલુકા કાર્યપ્રદેશ છે. આ પાંચ ગામોમાં રાણ ધોળકાનાં છે. ૪૮
સાધુતાની પગદંડી : પુસ્તક -- છઠું
Page #70
--------------------------------------------------------------------------
________________
એ જમીનનો ત્યાગ કરતી વખતે કઈ કઈ ભાવનાઓ એ ભાઈઓમાં હશે, તેનો ચિતાર સિદ્ધપુરમાં જોવા મળ્યો. ત્યારપછી થોડી ઓટ આવવા લાગી પણ ધંધૂકા પરિષદ થઈ, અને નવું જોમ આવ્યું. મિંગલપુર તો આખું ગામ તૈયાર હતું પણ છેવટે ૨૦ નામ લીધાં. મને યાદ છે કે પાલનપુર વખતે રવિશંકર મહારાજ આવેલા. તેમણે આ ખેડૂતોનો ઉત્સાહ જોયો, ખુશ થયાં. પ્રશ્ન બહુ મોટો છે. કેટલાક વિચાર પછી આ પગલું લેવાયું. આખા પ્રદેશ માટે આ ૨૫ ખેડૂતો બલિદાન આપવા તૈયાર થયા. દેશના ભાગલા નાછૂટકે સ્વીકાર્યા, હિજરત જોઈ સૌ હેબતાઈ ગયા. ગાંધીજીને ખોયા, કેવાં નવલોહિયા ભાઈ-બહેનો ચાલ્યા ગયા. સ્વામી શ્રદ્ધાનંદનું ખૂન પણ આવા કોમી વાડા ઉપર જ થયું હતું ને !
આપણે કરવાનાં કામોનો વિચાર કરીએ ત્યારે જ આ બલિદાનની કિંમત સમજાય છે. ગાંધીજી કહેતા, જેણે કાનૂન પાળ્યો નથી તેને કાનૂનભંગનો અધિકાર નથી. હવેનો તબક્કો જમીનના સવાલનો છે. ચીને કતલથી પ્રશ્નનો નિકાલ કર્યો. ભૂદાનમાં લાખો એકર જમીન મળી પણ જમીનની સાથોસાથ શોષણમુક્તિ અને બીજા પ્રશ્નો પણ લેવા પડશે. તમે જે રસ્તો શુદ્ધિપ્રયોગનો લીધો છે તે દુનિયાને માર્ગદર્શક બનવાનો છે. જાતે સહન કરી, ત્યાગ કરી સામા માણસનો હૃદયપલટો કરાવવાનો છે. આ પ્રયોગ પરિણામલક્ષી નથી. સરકાર કે જનતા તેનું ફળ નહીં આપી શકે. સંજોગો જ તેને ફળ આપી શકશે. આજની લોકશાહી ખીલતી છે. ચૂંટણીની ગેરરીતિઓ આપણે જોઈ. શુદ્ધિપ્રયોગનો રસ્તો જ આત્મશોધનનો છે, ન્યાયનો છે. આજે પવિત્ર દિવસ છે. આવતી કાલનો દિવસ જુદી રીતે ઊજવવાનો છે. તેની પ્રતિજ્ઞા આવતી કાલે વંચાશે. ગ્રામસ્વરાજ લોકો માગે છે. લોકશાહીમાં તે આપવું જ જોઈએ પણ તેને માટે બલિદાન જોઈશે. લોકો કહ્ય લોકો જાગ્યા પણ પૈસામાં, ત્યાગમાં નહીં. અહીં ૨૫ ખેડૂતે જમી ત્યાગી છે.
જિન પ્રેસની સમજણ આવી છે, તે જરૂરી છે પણ પૈસા વધારે કેમ મળે, તેનો વિચાર થશે તો તે સમજણ નહીં કહેવાય. પણ મને તો એમ લાગે છે કે અજ્ઞાન કરતાં જ્ઞાન સારું છે. ૨૫ ખેડૂતોની ચિંતા સતત મને રહ્યા કરે છે. કયે મોઢે “સકલ જગતની બની જનેતા' કહેવાઉં ? બહેનો ઉપર શ્રદ્ધા છે. આશા તો છે જ પણ બહુ દૂર છે. પહેલાં પહેલાં તો કંઈ કંઈ
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૪૯
Page #71
--------------------------------------------------------------------------
________________
વિઘ્નો આવશે. આ પ્રયોગમાં હજુ કેટલાંકને શ્રદ્ધા નથી. ઉપવાસો કરીને જાતને ખોઈ નાખવાનો પ્રશ્ન નથી પણ પ્રાણ-પ્રતિષ્ઠાનાં ત્યાગની તૈયારી તો રાખવી જ પડશે. ગ્રામરાજ્યની આજે પૂર્ણાહુતિ થાય છે પણ બીજી રીતે પૂર્ણાહુતિ નથી. આવતી કાલનો પ્રારંભ થશે. દુનિયા ટૂંકી થઈ ગઈ છે એટલે દેશ અને દુનિયાનો વિચાર આપણે કરવો પડશે. જે કુટુંબીઓએ જાતત્યાગ કરી છે તેમને એક કુટુંબ માનીને આપણે નિભાવવાના છે. પ્રેરણા અંતઃકરણમાંથી મળવાની છે. ખૂબ જ કામ કરવાનું છે. માર્ગ વિકટ છે પણ સાચા કામમાં ભગવાન મદદ કરે જ છે. ચારેક કુટુંબે જમીન છોડ્યા પછી પણ કાંઈ બદલાની આશા રાખી નથી. તેને જાતે નિભાવી લેશે પણ આપણે તો આપણાં કુટુંબીજન ગણવાં પડશે. અમેરિકા પાસે જમીન આપણે કઈ રીતે માગીશું ? ત્યાગ અને બલિદાનથી જ એ શક્ય બનશે.
તા. ૨, ૩-૪-૫૭ : ગાંફ
ઉમરગઢથી નીકળી ગાંફ આવ્યા. અંતર સવા માઈલ હશે. સાથે ત્રણ-ચાર ભાઈઓ આવ્યા હતા. ગામલોકોએ સ્વાગત કર્યું. આવીને પ્રાસંગિક કહ્યું. ફૂલજીભાઈ આગળથી જ આવી ગયા હતા. બપોરના મહાગુજરાત ચૂંટણીમાં પસંદગી સિદ્ધાંત અને વ્યવહાર એ અંગે સારી એવી ચર્ચા ચાલી. તા. ૭, ૮-૪-૫૭ : ખડોલ
હિરપરથી નીકળી ખડોલ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ઉતારામાં રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. સાંજે અંબુભાઈ અને હરિવલ્લભભાઈ આવ્યા હતા. પ્રતાપભાઈ અહીં જ હતા. રાત્રે જાહેરસભા થઈ હતી. તેમાં ગામની સર્વે કરવા અંગે સમજણ આપી હતી. પ્રતાપભાઈ અને અંબુભાઈએ એ વિશે ખાસ કહ્યું.
તા. ૧૦-૪-૫૭ : ખસ
રોજકાથી નીકળી ખસ આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. ઉતારો મંદિરમાં રાખ્યો. ગામે સ્વાગત કર્યું. પ્રાસંગિક કહ્યું. સવારના કુરેશીભાઈ, હરભાઈ, ભીમજીભાઈ આવ્યા હતા. ચૂંટણીના પ્રત્યાઘાતો અંગે વાતો થઈ. કુરેશીભાઈ એક વાર તાલુકાનાં બધા ગામોમાં ફરી આવે, એવો મહારાજશ્રીએ આગ્રહ કર્યો છે કારણ કે જેમણે મત આપ્યાં છે તેમના ઉપર ખોટો પ્રત્યાઘાત ન પડે. વળી, હવે પછી થનાર બીજી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ વગેરેમાં પણ સારી અસર થાય.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૫૦
Page #72
--------------------------------------------------------------------------
________________
અહીં સાંજે નાનચંદભાઈ આવ્યા. તેમણે ગોરાસુના કિસ્સા અંગે વાતો કરી. અહીં એક સ્ત્રીનું ખૂન કરી કૂવામાં નાખી દીધી હતી. તેને બાળી નાખી હતી. સમાજમાં આવા છૂપાં પાપો થાય, સ્ત્રી જાતિ પ્રત્યે અન્યાય થાય તેનો સમાજ જવાબ ના લે, ગુનેગારોને ઉઘાડા ના પાડે તો ગુના વધતાં જાય. છોકરાના બાપા પીપળાના વતની છે. તેમણે ઉમરગઢ મુકામે મંડળને આ બાબતની તપાસ કરવા ખેડૂત મંડળને અરજી આપી. આ ઉપરથી નાનચંદભાઈએ તપાસ આદરી. ગામ આગેવાનોએ ભેગા મળી કહ્યું કે તમો અમને આઠ દિવસની મહેતલ આપો. અમે તપાસ કરી તમને જવાબ આપીશું. એથી નાનચંદભાઈ એટલા દિવસ બહારગામ જઈ આવ્યા. તા. ૧૩-૪પ૭ના રોજ એ મુદત પૂરી થાય છે. એ અંગે પછી શું કરવું તેની સલાહ લેવા, મહારાજશ્રીને મળવા આવ્યા હતા. આ પ્રશ્નની તપાસ કરતાં પ્રશ્ન સાચો લાગ્યો છે. બાઈને મારી નાખી છે. તેની સાસુ, તેની જેઠાણી ધૂણે છે. શબર ઉપરની નિશાની, મડદાને છ માણસો ખોઈમાં નાખી કૂવામાં નાખવા રાત્રે લઈ જતાં એક ભાઈએ જોયાં... વગેરે બાતમી મળી છે.
- હવે શુદ્ધિપ્રયોગ કરવો પડશે. પહેલ જ્ઞાતિની મદદથી કરવી પડશે. બહેનો વધારે ભાગ લે તેમ સલાહ આપી. સરકારી ખાતાંથી જાગૃત રહેવાની પણ સલાહ આપી. નાનચંદભાઈ સવારના ગયા. તા. ૧૧-૪-૫૭ : ધોળી
ખસ્તાથી નીકળી ધોળી આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો ઉતારામાં રાખ્યો હતો. અહીં હરિપુરના પટેલ-કોળીના પ્રશ્ન અંગે તળપદા પંચને બોલાવ્યું હતું. મોહન જયા પણ આવ્યા હતા. છેવટે વાતને અંતે એ ભાઈ ચાલ્યા ગયા. જામીન આપવાની વાત આવી. જૂના જામીન તૈયાર ન થયા. બીજા જામીન તૈયાર કરવા માંડ્યા. નાતની પણ સહી લખાવી આપી, એટલે એ ચાલ્યા ગયા. વાલી તરીકે છોકરાના મળ્યા છે પણ કાકો બે છોકરાંને પાળે છે. સો વીઘા જમીન છોકરાની છે. તે પેટે ૨૦૦ રૂપિયા મોહનભાઈ આપે. રાત્રે મહારાજશ્રીએ ફરી લોકોને બોલાવી કહ્યું, હવે શું કરશો ? જાંતરડાવાળા ઓઘડભાઈ જે સાક્ષી છે તેમણે કહ્યું, હું તેને ફરી મળીશ. ૬૦૦ રૂપિયા ત્રણ વરસ આપશો તો નાતની સલાહ લઈને કરીશ એમ કહ્યું.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૫૧
Page #73
--------------------------------------------------------------------------
________________
છોકરાનું જે પંચ છે તેમાં ૧૦ ગામના લોકો છે. એ પંચની રૂબરૂ હરિપરના મોહન ગટોરે ૨૦૦ રૂપિયા વાર્ષિકની કબૂલાત આપી. માલિક ધોળકાના વિઘા ૧૦૦ જાંતરડાના ઓછું દેવાને ૨૦૦ રૂપિયા થાપણ તરીકે પૂરવાળા પાસે છે, તેમાંથી દોઢી-અધોઢી સાડા ચાર લેખે આપી છે. ઘઉં બી લીધેલું તે પાછું આપ્યું. ઘઉં ના વેચ્યાં. જણસ બે છે. છોકરાના મામા પાસે રંગપુરના મકાન માનસંગ સગીરોના મામા થાય છે, તેમના નામે જમીન છે.
રાત્રે જાહેરસભા થઈ હતી. સારી સંખ્યામાં લોકો આવ્યાં હતાં. સહકારી મંડળી વિશે સમજાવ્યું. આ ગામ સાથે દશ ગામની સંયુક્ત મંડળી ચાલે છે.
ગુંદીથી હરિભાઈ ટપાલ લઈને આવ્યા. ગુજરાત સમિતિના પ્રમુખ મગનભાઈ, શ. બાપુ ૧૭મી આસપાસ મળવા ઇચ્છે છે તેનો જવાબ લખ્યો. દાદાને પત્ર વાંચીને પાછો આપ્યો. તા. ૧૨-૪-૫૭ : આણંદપુર
ધોળીથી નીકળી આનંદપુર આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો પંચાયત ઑફિસમાં રાખ્યો હતો. લોકોએ સ્વાગત કર્યું. આ ગામ સૌરાષ્ટ્ર વિસ્તારનું છે. બલોલથી પાનાચંદભાઈ આવ્યા હતા. ગામે પ્રગતિ સારી કરી છે. નિશાળનું મકાન દીવાલ સાથે સુંદર બાંધ્યું છે. રમતના સાધનો ગોઠવ્યા છે. નાળાં, કૂવા વગેરે જોઈને સૌરાષ્ટ્રની પ્રગતિનો ખ્યાલ આવે છે. તા. ૧૩-૪-પ૭ : મીઠાપુર
આનંદપરથી નીકળી મીઠાપુર આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો ઉતારામાં રાખ્યો હતો. અમારી સાથે એક માણસ અને દંપરાના એક ભરવાડ ભાઈ વાલા જોધા હડાલા આવ્યા હતા. એમણે છ જણે ૧૨૦ એકર ભાઠો જમીન ખેડી છે. સરકારે આપી છે પણ સાધન નહીં હોવાથી ખેડી શકતાં નથી. બાર જપાએ ફરી આવ્યા. એમને જો વાર્ષિક સો રૂપિયા હપતે ૧૨00ની લોન મળે, અગર ભૂદાનમાંથી એક-એક જોડ બળદ મળે, અગર કોઈ ખાતામાંથી પાંચસો રૂપિયા સબસીડી મળે. આ પ્રમાણે પુષ્પાબહેન મહેતાને અમે પત્ર લખ્યો છે.
મીઠાપુર ગામમાં કોળી અને ભરવાડ વચ્ચે બહુ મોટો ઝઘડો થયો છે. સામસામા દાવા થયા છે. આવો પ્રશ્ન આજુબાજુના ગામોમાં પણ બનશે એમ ૫૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #74
--------------------------------------------------------------------------
________________
લાગે છે. મહારાજશ્રી અહીં આવ્યા એટલે બંને પક્ષકારો અને એમના આગેવાનો - શિયાળથી કનુભાઈ મુખી, મેઘા મતાદર, નારણ પટેલ, કેશવલાલ શેઠ વગેરે આવ્યા. વેજીથી ભગવાન મતાદર અને બીજા ભરવાડો આવ્યા હતા. મહારાજશ્રીએ તેમને સાંભળ્યા. સૌને સલાહ આપી કે સરકાર કરતાં આ ઝઘડો લવાદીથી પતાવો. જંગલેશ્વરજી મહારાજ પણ આવ્યા હતા. તા. ૧૭મીએ શિયાળ ભરવાડ પક્ષ આવશે પછી ૨૧મીએ બગોદરા બધા પક્ષ આવે તેમ કરશો. મીઠાપુરના લોકો સ્વાગત માટે આવ્યા નહોતા. એ પરથી ઝઘડાનો નિકાલ કરવાની તેમની ઈચ્છા નથી એવી છાપ પડેલી. પણ પછી કેશુભાઈ અને બગોદરા વગેરેની સમજાવટથી મળવા આવ્યા હતા. તા. ૧૪ થી ૨૦-૪-૫૭ : શિયાળ
મીઠાપુરથી નીકળી શિયાળ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો કસ્ટમના બંગલે રાખ્યો. કાશીબહેન હાજર જ હતાં.
મહારાજશ્રીને મહેસાણા જિલ્લાના ઊંઝા મ્યુ. પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકર શ્રી બુધાભાઈ અને હરિજન શિક્ષક આલજીભાઈ વચ્ચે સહકારી મંડળીમાં ગોટાળા અંગે ઝઘઢો ચાલતો હતો તેનો નિકાલ મહેસાણામાં વિજયકુમાર અને મફતલાલ ધારાસભ્ય રૂબરૂ મહારાજશ્રીની હાજરીમાં થયો. ઘરમેળે સમાધાન કરવું અગર એક હજાર રૂપિયા આલજીભાઈએ બુધાભાઈને આપ્યા છે, તે બુધાભાઈએ પાછા આપી દેવા. આ બંનેમાંથી આજ સુધી કોઈએ નિકાલ કર્યો નથી. મહારાજશ્રીએ તેમને વારંવાર ચેતવણી આપી. છેવટે પોતે તો ત્રણ ઉપવાસ કરી પ્રભુ પ્રાર્થના કરવાનું વિચાર્યું છે. વિશ્વ વાત્સલ્ય માટે નોંધ પણ લખી છે. ઉપવાસ આજથી શરૂ થાય છે અને આલજીભાઈબુધાભાઈને પટાથી જાણ કરી છે.
ઉપવાસમાં પણ મહારાજશ્રીએ ચર્ચાઓ અને લખાણ ચાલુ રાખેલું. આજે પ્રથમ દહાડે, મેઘા મતાદાર, કનુ મુખીએ શ્રીરામપુરના ઝઘડા અંગે ઘણી ચર્ચાઓ કરી હતી. તા. ૧૩-૪-૫૭
આજે મહારાજશ્રીને પારણાં થયાં. બપોરના મીઠાપુરનો ભરવાડ પક્ષ તેમની વિગતો કહેવા આવ્યો તે વખતે ગુંદીથી અંબુભાઈ, નવલભાઈ, ખડોલથી કેશુભાઈ, પરષોત્તમભાઈ તથા ધોળીથી કેશુભાઈ વગેરે આવ્યાં સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
પ૩
Page #75
--------------------------------------------------------------------------
________________
હતાં. ભરવાડ પક્ષમાંથી મુખ્ય તત્ત્વો કનુભાઈ અને મતાદારને ચર્ચામાંથી બાકાત રાખ્યા હતા. બધી વિગતો જાણી ભરવાડની સાથે દેવશી પટેલ પણ એ પક્ષમાં હતા જ. રાત સુધી ચર્ચાઓ થઈ. છેવટે તેનો લવાદ સ્વીકારવા તૈયાર થયા. હવે કોળી પક્ષને તૈયાર કરવાનો હતો. તેઓ ૧૯મીએ અહીં આવવાનું નક્કી નહોતું તેથી આવી શક્યા નહોતા. બગોદરાવાળા લક્ષ્મણભાઈને ધોળી કેશુભાઈને સમજાવવા જવા કહ્યું. તેમણે સાથે કોઈ કાર્યકરને મોકલવાની માગણી કરી. મહારાજશ્રીએ કહ્યું કે તમે જ જાઓ. કાર્યકર આવશે તો તે પક્ષકાર ગણાઈ જશે. તેમને તો પંચમાં જ લઈશું પણ તેમને એ વાત ગળે ઊતરી નહિ.
રાત્રો આ પ્રશ્ન ઉપર જરા ગરમાગરમ ચર્ચા થઈ. લક્ષ્મણભાઈ ન ગયા એટલે મહારાજશ્રીએ તેમને ઠપકો આપ્યો. તેઓ કહે, કોઈ કાર્યકરને તો સાથે મોકલતા નથી. હું એકલો શું કામ ટાંટિયા તોડું. કેશુભાઈ, ધોળીવાળા સવારે તમે જજો – કહીને ચાલ્યા ગયા. વગેરે. તા. ૧૮-૪-પ૭ :
આજે સવારના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મગનભાઈ શંકરભાઈ શિયાળમાં મહારાજશ્રીને મળવા આવ્યા. તેમની સાથે મંત્રી વિજયકુમાર ત્રિવેદી, મનુભાઈ પટેલ, ચીમન પટેલ, કાયમી મંત્રી નાનુભાઈ, દેરાસરી હતી. પ્રથમ પ્રમુખ અને મહારાજશ્રીએ અંગત વાતો કરી. તે સમય દરમ્યાન બીજાઓને મેં દવાખાનું, સર્વોદય કેન્દ્ર વગેરે બતાવ્યું. ભાલનો ખ્યાલ આપ્યો. પછી બધાં એકત્ર બેઠાં. ચૂંટણી, ગ્રામસંગઠન અને કૉંગ્રેસના સંબંધો તથા ગણોતધારા અંગે વાતો થઈ. ગણોતધારામાં એ લોકો પ્રજા માફક જમીનદારોને માને છે, જ્યારે મંડળ શ્રમજીવીઓ એટલે કે ગણોતિયાને માને છે. આ મતભેદનો મુદ્દો રહ્યો. બંને પક્ષ જવાબદારીથી કામ કરે તો ખર્ચામાંથી બચી જાય.
એ અંગે ગુજરાત પ્રદેશ સમિતિ એકાદ નિવેદન કરે તો સારું એવી વાત થઈ.
એ ભાઈઓને સામાજિક, આર્થિક સ્વતંત્ર નીતિવાળાં સંગઠનો કોંગ્રેસથી અલગ હોય તો કોંગ્રેસ નબળી પડે એમ લાગે છે. તેમનું કહેવું એમ હતું કે કૉંગ્રેસની અંદર ગામડાંને દાખલ કરી મંડળનું કામકાજ કૉ ગ્રેસી સમિતિ
૫૪
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #76
--------------------------------------------------------------------------
________________
કરે તેવી સ્થિતિ સર્જવી જોઈએ. ત્યારે આપણે ગામડાંનું વ્યક્તિત્વ ખીલવવા અને શુદ્ધ થાય તેવી પ્રક્રિયા ઊભી કરી પછી કૉંગ્રેસમાં જાય તેમ ઇચ્છીએ છીએ. વળી આપણે કૉંગ્રેસ વિરોધી પક્ષોને ઠેકાણે ત્રીજો પ્રેરક પક્ષ ઊભો કરવામાં માનીએ છીએ. આ બધી વાતો થઈ. એક બાજુ ખૂબ આનંદથી વાતો કરતા હતા. ઘણા નજીક આવવાનું બન્યું. જો કે સમય ઓછો હતો નહીં તો ઘણા ખુલાસા થઈ શકત. ગેરસમજ દૂર થઈ શકે અને એકબીજાના દષ્ટિબિંદુ સમજી નજીક આવી શકાય. ફરી કોઈવાર મળવા બધાએ ઇચ્છા રાખી છે.
બપોરના જમીને બધા ગયા. મિટિંગ હોવાથી કાશીબહેન પણ અમદાવાદ જઈને સાંજે પાછા આવી ગયાં. ચચમાં અંબુભાઈએ ભાગ લીધેલો. તેઓ પણ એ જ મોટરમાં બગોદરા ગયા. સાંજના કમિજલાથી બે ભાઈઓ મળવા આવ્યા હતા. તા. ૧૯-૪-પ૭ :
આજે દિવસે મહારાજશ્રીએ વિશ્વવાત્સલ્યના લેખો લખવાનું કામ કર્યું. સાંજના મામલતદાર ને ગાંગડ દરબારના કારભારી મહારાજશ્રીને મળવા આવ્યા હતા. ગણોતધારા ને પટ અંગે ઠીક વાતો થઈ. રાત્રે ગાંસદના દામોદરભાઈના પ્રશ્ન અંગે શનાભાઈ તથા તેમના પંચ, ઈશ્વર મહારાજ પાસે આવ્યા. કહે, મહારાજ આ પ્રશ્ન તમે હાથમાં લો તો જ પતશે. મહારાજે તેમને સમજાવ્યા કે મારી કેટલીક મર્યાદા છે. હું વ્યક્તિને મહત્ત્વ આપતો નથી. લોકો દ્વારા કામ લેવામાં માનું છું એટલે એમાં પંચ નિમાયું છે. પંચે એ કામ કરવું જોઈએ.
આજે બધાનું જમવાનું કેશુભાઈને ત્યાં હતું. કાશીબહેને સાંજના શ્રીખંડ-પુરી બનાવ્યાં. સવારના પહેલા મીરાંબહેન અને બીજા માટે ઢોકળાં બનાવી દીધાં. કાશીબહેન આખો દિવસ હસતે મોઢે ભારે કામગીરી બજાવી રહ્યાં છે. રાત્રે અને દહાડે દર્દી માટે “કાશીબા ચાલો” અને કાશીબા તૈયાર જ હોય. રસોઈ બનાવવી, પાણી ભરવાનું, કપડાં ધોવાં અને દવાખાનું ચલાવવું – બધું જ કામ જાતે જ કરે છે. ભાઈલાલભાઈ કંપાઉન્ડર પણ સારા મળ્યા છે. તે પણ હોંશથી બધામાં મદદ કરે છે. અહીં કાશીબહેન નામે એક ભરવાડ બાઈ છે, તે ભલી છે. મંદિર બનાવ્યું છે. એક રાવળબહેન જીવીબહેન પણ ભક્ત છે. બંને પવિત્ર બાઈઓ છે. ગામડાગામમાં પણ ભક્તિનાં બીજ કેવાં ફોરે છે તે આવા દૃષ્ટાંતોથી જાણી શકાય છે. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૫૫
Page #77
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧-૪-૫૭ : ભામસરા
શિયાળથી આજે ભામસરા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો કચરા જાણાના મકાનને મેડે રાખ્યો. પૂ. નાનચંદ્રજી મહારાજ તથા સાધ્વીઓ પણ આ મેડે જ ઊતરેલાં. અમારી સાથે મિસ્ત્રી, જટાશંકર, દિલીપભાઈ વગેરે આવ્યા હતા. સહકારી પ્રવૃત્તિ અને ગ્રામસંગઠન અંગે સારી વાતો થઈ. અહીં ખેડૂત મંડળ સહકારી મંડળી છે. તેના સેક્રેટરી શ્રી જોષી આગળથી અહીં આવ્યા હતા. મિસ્ત્રીએ ઠરાવો, શાખપત્રકો વગેરે તૈયાર કરી આપ્યા. સાંજના તેઓ શિયાળ ગયા.
આ ગામમાં થોડા માસ પહેલાં કોળી લોકોએ ભેલાણના પ્રશ્નમાં બે ભરવાડનાં ખૂન (કેસરડીના) કરી નાખેલા. તેના બંને જ્ઞાતિ આગેવાનોએ સમાધાન કરી નાખ્યું. અમુક રૂપિયા ભરવાડોના સંબંધીઓને અપાવ્યા.
એક રીતે સાચા પ્રાયશ્ચિત્ત વગર આ રીતે રૂપિયાથી સમાધાન થાય તે બરાબર નથી. ગુનેગારોએ પુરાવા ઢીલા કર્યા હોવાને કારણે નિદોષ થઈને છૂટી આવ્યા. લોકોએ માતા આગળ દાણાં વગેરે જોઈ, ગુલાલ વગેરે છાંટી આ વિજયથી ઉત્સવ ઉજવ્યો. ગામડાંની આ અજ્ઞાનતા ઉપર એક રીતે હસવું આવે છે !
મીઠાપુરના ઝઘડા અંગે બન્ને પક્ષો અહીં આવવાના હતા પણ કોઈ પક્ષ તરફથી ચિન્હો સારાં નહોતાં જણાતાં. જંગલેશ્વરજી મહારાજ તો નક્કી કર્યા પ્રમાણે આવી ગયા પણ કોઈ આવેલું નહીં એટલે સાંજની મોટરમાં પાછા ગયા. તા. ૨૪, ૨૫, ૨૬-૪-પ૭ : આદરોડા
કોરિયાથી આદરોડા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો પશાભાઈને ત્યાં રાખ્યો હતો. હું સાંજની મોટરમાં આવી ગયો હતો. તે અગાઉ સાણંદથી બળદેવભાઈ, મણિબહેન અને બેન્કર તથા ઉમરગામથી પ્રાણલાલભાઈ કાર્યક્રમ નક્કી કરવા આવ્યા હતા. કાર્યક્રમ નક્કી કર્યો છે. રાત્રે જાહેરસભા થઈ હતી. સભામાં મણિબહેને આરંભથી જ ભંગીકામ કેવા સંજોગોમાં શરૂ થયું છે અને અહીંના ભંગીઓના દેવા-નિકાલનો તથા પસાયતા તથા ભૂદાન-જમીનો ખેડવા આપવા અંગેનો, તેમના રિવાજ વગેરેનો ખ્યાલ આપ્યો હતો. ત્યારબાદ મેં ધર્મદષ્ટિએ સમાજરચનાનો ખ્યાલ પ૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #78
--------------------------------------------------------------------------
________________
આપ્યો. મહારાજશ્રીએ પછાત વર્ગો, ગામડાં અને નારી સમાજના પ્રશ્નો વિશે કહ્યું હતું. નારીસમાજને પ્રતિષ્ઠા શા માટે આપવી તે અંગે લંબાણથી કહ્યું હતું.
બીજે દિવસે સવારમાં ભંગીવાસમાં બધા ગયા હતા. ત્યાં ભંગીઓએ ખેતીનો જે પ્રયોગ કર્યો છે તે અંગે આવક-જાવકના આંકડા જોવા હતા. તેઓ અંદરોઅંદરના મતભેદને લીધે અલગ અલગ પડી, ખેતી કરવાની તૈયારી કરતા હતા. તેમને સમજાવ્યા કે જો અલગ પડી જશો તો ખેતીખર્ચ પોસાશે નહિ, કાર્યકરો ખસી જશે. એટલે દેવાવાળા તકાદો કરશે. પરિણામે તમારી દશા જેવી હતી તેવી જ થઈ જશે સમજાવ્યું હતું. ગામના વેઠવા૨ા અંગે તેમને મતભેદ હતો. તેના વાસ, માસવાર નક્કી કરી આપ્યા હતા. આ કામના બદલામાં ગામ તરફથી ખોરાક-અનાજ વગેરે મળે છે. બાદમાં તેમના ઘરો વગેરે જોવા ગયા હતા. ભૂદાનની મળેલી ૭૨ વીઘા જમીન તેમને આપી છે. બળદ અને ગાયો પણ અપાવી છે. વાછરડા પણ અપાવ્યા છે. ઝાંપથી બળદેવભાઈ આવ્યા હતા. કાર્યકરો આજે ગયા.
આપણા દેશની અંદર લોકશાહીનો પ્રયોગ જૂના વખતથી ચાલ્યો આવે છે. જો એમ ન હોત તો ધોબીના વચનથી સીતાને વનમાં ન મોકલ્યાં હોત. અલબત્ત, તે દિવસે ચૂંટણી નહોતી પણ ક્ષત્રિયોને પૂરેપૂરી ગાદી અપાતી પણ ક્ષત્રિય માટે ભાગે પડતા ગયા તેમ રૂપાંતરો થતા ગયા. પછી તો પરદેશી સરકાર આવી. જ્યાં સુધી અમુક વર્ગના હાથમાં કાંઈ ચાલતું હોય છે ત્યાં સુધી કોઈને ફેરફરક કરવાની ફુરસદ હોતી નથી. ધર્મગુરુઓ પણ પોતાની ફરજ ચૂકે છે.
છેલ્લાં કેટલાંય વરસોથી આપણે ત્યાં કૉંગ્રેસ કામ કરે છે. લોકાભિપ્રાય ઓળખવો શી રીતે ? ધોબીના વચનથી સીતાને વનમાં મોકલવાં તે યોગ્ય હતું કે નહીં તેનો જવાબ કોણ આપે ? રાજયાભિષેક વખતે દશરથ ગુરુ વસિષ્ઠની સલાહ પૂછે છે. વસિષ્ઠ મહારાજને બોલાવી અભિપ્રાય લે છે. આજના યુગે ગ્રામસંગઠનરૂપી મહાજનનું બળ ઊભું કરવું પડશે, જેમ તે વખતે ક્ષત્રિય વર્ગ હતો તેમ રચનાત્મક કાર્યકર વર્ગ - ઋષિમુનિઓ હતા. તેઓ મહાજન, રાજા, લોકો સૌને દોરવણી આપતા. આ બધા પ્રશ્નો બતાવી આપે છે કે તે વખતે લોકશાહી હતી. આજે પ્રકાર બદલાયો છે પણ લોકશાહી છે. ભારતનો વતની હોય, અમુક પ્રકારના ગુનાહિત કાર્યોવાળો સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૫૭
Page #79
--------------------------------------------------------------------------
________________
હોય, ગાંડો ન હોય, તેનો ઉમેદવાર ઊભો ન રહી શકે. આવતી કાલે એવો વિચાર આવે કે અમુક સંપત્તિ હોય અથવા અમુક પ્રકારે સંપત્તિ એકટા કરતો હોય તેવી વ્યક્તિ ઉમેદવાર નહિ પસંદ કરાય. આ પ્રશ્ન જરૂરી છે. ગઈ કાલે જમીનનો પ્રશ્ન ચર્ચાયો. કોઈ કહે છે - જમીનની ટોચમર્યાદાનો કાયદો થાય છે તો રૂપિયાની ટોચમર્યાદા કેમ ન બાંધે ? તેની મિલકત કેમ લઈ લેવામાં આવતી નથી ? ધંધાનો વિચાર કરીએ તો દરેકને ધંધો મળવો જોઈએ. પછી તે શિક્ષક, ગ્રામ ઉદ્યોગ કે બીજી રીતે. તો તો કોઈપણ પ્રશ્ન રહેતો નથી. આ બધું રાજ્ય એકલું કરી શકે ખરું ? ચીન જેવું કરીએ તો રાજય કરી શકે પણ એ રસ્તો ખોટો છે. વહાણમાં બેઠાં હોય તો ડગુમગુ થાય ત્યાં જાન બચાવવા બચકો છોડવો જોઈએ. દરિયામાં નાખવો જોઈએ. ન હોય તેને તો કંઈ નાખવાનું છે જ નહિ. આવું અત્યારે છે. બધાને રોટલો કેમ મળે તે જ સવાલ છે. પોતાની સલામતી માટે પણ બીજાને રોટલો આપવો જોઈએ. નહિ તો લોકશાહીમાં રૂપિયા વગરના લોકો પોતાનું રાજય સ્થાપી પોતાને ગમે તેવા કાયદા કરી શકે છે. આ સ્થિતિમાં આપણે ગ્રામસંગઠનરૂપી મહાજનો ઊભાં કરી કાયદા કરતાં સમાજનો કાયદો ઊભો થાય તે જ કામ આપણે કરવાનું છે. તા. ૨૭-૪-૫૭ : દેહગામડા
આદરોડાથી નીકળી દેહગામડા આવ્યા. વચ્ચે રાણિયાપરા આવ્યું હતું. અંતર ચાર માઈલ હશે. ઉતારો પ્રાયોગિક સંઘના મકાનમાં રાખ્યો હતો. લોકોએ સ્વાગત કર્યું. દિવસે ખેડૂતો સાથે જમીન અંગે વાતો કરી. એક મુદ્દો એ નીકળ્યો કે, ક્યારીનો આકાર પીયતના દર ભેગો ગણાતો હોય તો સરકારને ભરવામાં વાંધો નથી પણ જમીનદારને એ ગણતરીએ ચાર ગણા ભરવાના આવે તો વધુ જાય. સરકારી નિયમ આકારની (પીયતમાં) ચાર પટ ભરવાના છે નહિ કે પીયતદર સાથે ચાર પટ ભરવાના. આનો ખુલાસો કરવા મામલતદાર ઉપર કાગળ લખી અંબુભાઈને મોકલ્યા.
રાત્રે વીરાભાઈ આવ્યા હતા. જાહેરસભા રાખી હતી. મહારાજશ્રીનું ગળું બેસી ગયું હતું એટલે મેં અને વીરાભાઈએ વાતો કરી હતી. દેહગામડાની વસ્તી પ૭પની છે.
અહીં સર્વોદય યોજના તરફથી સંઘના મકાનમાં શાળા ચાલે છે.
૫૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #80
--------------------------------------------------------------------------
________________
તા. ૨૮-૪-૫૭ : નાનોદરા
દેહગામડાથી નીકળી નાનોદરા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. અહીંના ભંગીના ખેતર જે ખેડૂતોને ત્યાં ગીરો મૂકેલાં છે તે છોડાવી આપવા માટે સાણંદવાળાં મણિબહેને ત્રિકમભાઈ દાદાજીને મોકલ્યા હતા. ભંગી અને ગામલોકોને ભેગા કરી વાતો કરી છે.
મુખ્ય ભાઈઓ હાજર નહોતા એટલે આ કામ અંબારામ મુખીને સોંપ્યું છે. તેઓ ત્રિકમભાઈની જવાબદારીથી પૈસા આપી ભંગીને ખેતરો છોડાવી દેશે. ભંગી પૈસા ભરી શકે તેમ નથી એટલે હમણાં બીજા કોઈને આપી મૂળ રકમ વસૂલ કર્યો પછી ભંગીને સોંપશે. રાત્રે જાહેરસભા થઈ હતી. બહુ લોકો એકઠા થઈ શક્યા નહોતા.
- રાત્રે પ્યારઅલીભાઈ આવ્યા હતા. ગોરાસુ શુદ્ધિપ્રયોગની પત્રિકા છપાવેલી. તેમાં જે બાઈનું કમોત થયું છે તે વિશે સ્પષ્ટ લખાણ હતું. આ બાબતમાં કાર્યકરો વચ્ચે ચર્ચા થઈ. મહારાજશ્રીએ બધી વાતો સાંભળી. અંબુભાઈનો પત્ર તથા પત્રિકા વાંચી. પછી સલાહ આપી કે, જો પ્રયોગ કરનારને મનમાં પાકી ખાતરી હોય કે બાઈનું શકમંદ મૃત્યુ થયું છે અને તેની પાછળ ભયંકર કારણો છે તો પછી લખાણ ના સુધારવું. પોલીસ પગલાં લે તો સહન કરવું. સામા પક્ષ ઉપર પણ પગલાં લેવાય તો ક્ષમ્ય માનવું. આપણો ઇરાદો તેમને સજા કરાવવાનો ન હોવો જોઈએ પણ સત્ય તો જાહેર કરવું જોઈએ. જાતે સહન કરવું અને કદાચ પોલીસ પગલાં લેવાય તો તેની સાંકળ રચવી અને તૈયારી કરી રાખવી વગેરે કહ્યું. પત્ર પણ લખી આપ્યો. પ્યારઅલીભાઈ સવારે ગયા. તા. ૨૯, ૩૦-૪-પ૭ : ઝાંપ
નાનોદરાથી ઝાંપ આવ્યો. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો રામજી સાગરના મેડા ઉપર રાખ્યો હતો. બે દિવસના નિવાસ દરમ્યાન મહારાજશ્રીએ ગામ આગેવાનો સાથે જુદી જુદી વાતો કરી. એક તો સંપથી રહેવા અંગે, એકબીજાની નિંદા ન કરવી, માંસાહાર, દારૂ, વ્યસન ન કરવાં વગેરે સદાચરણની વાત કરી.
બીજે દિવસે રાત્રે જાહેરસભા થઈ. તેમાં ગ્રામસંગઠન, સ્ત્રીઓ, પછાત વગ ને ગામડાંને મહત્ત્વ આપવા સમજાવ્યું. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
પ૯
Page #81
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-પ૭ : ઉપરદળ
ઝાંપથી નીકળી ઉપરદળ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો.
તા. ૨, ૩-૫-૫૩ : રેથળ
ઉપરદળથી નીકળી રેથળ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો. ગામલોકોએ તથા વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું. દરબારો બાળકોને નિશાળમાં મોકલતા નથી. શિક્ષણ ફરજિયાત છે. દંડ કરે અને ઉઘરાવા જાય તો ગામમાં ઝઘડો થાય છે. એટલે કશું કરી શકતા નથી. સહકારી મંડળી સારી ચાલતી નથી. લોકોને સમજાવ્યાં હતાં.
તા. ૪-પ-પ૭ : કુંડળ
રેથળથી કુંડળ આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો કાનાભાઈની ઓસરીમાં રાખ્યો હતો. પાલનપુરથી પોપટલાલ જોશી, ગલબાભાઈ, ભાયચંદભાઈ વગેરે મહારાજશ્રીને મળવા આવ્યા હતા. એમણે ચૂંટણી, પસાયતાનો પ્રશ્ન અને વિકાસમંડળ અંગે વાતો કરી. ખેડૂતમંડળમાં ચર્ચા કરી. પ્રશ્નનો નિકાલ કરવા સમજાવ્યું. તા. ૬-પ-પ૭ : માણકોલ
કંડળથી નીકળી માણકોલ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો. આ ગામ અમદાવાદના શેઠ શ્રી અંબાલાલ સારાભાઈનું છે. ખેડૂતો પાસે ભાગ નહિ પણ વીઘોટી લે છે. મહારાજશ્રી આ ગામમાં સંવત ૧૯૯૫માં ચાતુર્માસ કરેલ હોવાથી લોકોની શ્રદ્ધા ઘણી જણાઈ આવતી. હતી. તેમાં બહેનોનો પ્રેમ અપાર હતો. રાત્રે જાહેરસભા સારી થઈ. તેમાં ગ્રામસંગઠન અને સામાજિક રિવાજો વિશે કહેવાયું હતું.
તા. ૭-પ-પ૭ : મખિયાવ
માણકોલથી નીકળી મખિયાવ આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો લક્ષ્મણભાઈના ઘરે રાખ્યો હતો. ગામમાં દિગંબર જૈન મંદિર છે. અહીં વાઘરીઓને ગામમાં થઈને જવા દેતા નથી. તેમને હિંમત આપી સમજાવ્યા કે તમારે ગામમાં થઈને નીકળવું.
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું
Page #82
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૫-૫૭ : વિંછીયા
મખિયાવથી નીકળી વિંછીયા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો એક કોળી ભાઈને ત્યાં રાખ્યો હતો. આ બાજુના ગામોમાં દરબારોની વસ્તી વધારે છે અને લોકો બહુ જાગૃત નથી. તેમ છતાં સભામાં સારી સંખ્યાની હાજરી હતી.
તા. ૯-૫-૫૭ : ગોરજ
વિંછીયાથી ગોરજ આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. અહીં જૈન મંદિર છે, પણ જૈનોનું એક પણ ઘર નથી. તા. ૧૦, ૧૧, ૧૨-૫-૫૭ : સાણંદ
ગોરજથી નીકલી સાણંદ આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. ઉતારો ડૉ. શાંતિભાઈના મેડે રાખ્યો હતો. કાર્યકરોએ તથા ગામલોકોએ સ્વાગત કર્યું.
આવીને થોડુંક પ્રાસંગિક કહ્યા પછી મણિબહેન સાથે હરિજનવાસમાં ગયા. અહીં હરિજન છાત્રાલય ચાલે છે. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘે બાલમંદિર માટે સાડા ત્રણ વીઘા જમીન ખરીદી છે. હમણાં તે જમીન ઉપર ૧૦,૦૦૦ના ખર્ચે સંસ્કાર મંદિર ચણાઈ ગયું છે. આ બધું જોયું. સાંજના પ્રાયોગિક સંઘ સંચાલિત ઇસ્પિતાલ અને પ્રસૂતિગૃહ જોવા ગયા. અમદાવાદથી પાંચ ડૉક્ટરો દર રવિવારે આવે છે અને જુદા જુદા દર્દીની તપાસ કરી દવા આપે છે.
સવારમાં પ્રાર્થના પછી મહારાજશ્રીએ જણાવ્યું કે પ્રાચીન કાળમાં ક્ષત્રિયો, બ્રાહ્મણો દ્વારા જનતાનાં કામ થતાં. તો તે કામ સુંદર અને સંસ્કૃતિને સાચવનારું બનતું. આજે એ રીતે કામ કરવું જોઈએ.
કૉંગ્રેસ ક્ષત્રિય સંસ્થા છે, રચનાત્મક કાર્યકરો બ્રાહ્મણો છે અને ગામડાં એ જનતા છે. સાધુઓ પ્રેરક છે. આ બધાંએ કડી બની સંસ્કૃતિ સાચવવાની છે.
એક દિવસ અમદાવાદથી લક્ષ્મીચંદ સંઘવી, વાડીભાઈ જમનાદાસ અને રસિકભાઈ મોદી મહારાજશ્રીને મળવા આવ્યા હતા. છેલ્લા દિવસે જુદી જુદી સંસ્થાઓની મિટિંગ રાખી હતી. તેમાં કુરેશીભાઈ, ફૂલજીભાઈ, હરિવલ્લભભાઈ, પ્રતાપભાઈ, અંબુભાઈ, નવલભાઈ, છોટુભાઈ વગેરે આવ્યા હતા. ગ્રામઉદ્યોગો વિશે વાતો થઈ. પ્રાયોગિક સંઘના પ્રમુખ તરીકે સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૬૧
Page #83
--------------------------------------------------------------------------
________________
પૂ. રવિશંકર મહારાજ હતા પણ તેઓ ભૂદાનમાં પૂરો વખત આપતા હોવાથી રાજીનામું સ્વીકારવા સૂચવેલ. તેથી કુરેશીભાઈની વરણી થઈ.
ચોમાસા માટે આદરોડા અને ખાંભડાના આમંત્રણ હતાં. તેમાંથી આદરોડાની પસંદગી થઈ. અંબુભાઈએ ગોરાસુ શુદ્ધિપ્રયોગનો ખ્યાલ આપ્યો. ગૌશાળાના મકાન માટે, ફરતા દવાખાના માટે, સાણંદ દવાખાના માટે અને બાલમંદિર માટે નાણા ફંડ ઉઘરાવવા મુંબઈ જવું કે નહિ તે અંગે વિચારણા થઈ. મહારાજશ્રીએ જણાવ્યું કે, આપણી પાસે ફંડ છે એટલે લોકો પૂછવાના કે તમારી પાસે જે ધન છે તે તો વાપરો. ખૂટે ત્યારે માગવા આવજો . એટલે એમ વિચાર્યું કે જે ફંડ આવ્યું છે તેમાંથી ઉપલી પ્રવૃત્તિઓ માટે અમુક ટકા ફાળે આવે છે. તેનો ખુલાસો કરી બાકી ખૂટતી રકમની માગણી કરવી. જોકે છોટુભાઈની તબિયત સારી થશે તો જ ફંડ માટે મુંબઈ જવાનો સવાલ છે.
બળદેવભાઈએ શિસ્તભંગ કર્યો હોવાથી કારોબારીએ એમને રાજીનામું આપવા સૂચવ્યું પણ તેઓ રૂબરૂ આવ્યા નહિ. બે-ત્રણ વખત બોલાવવા માણસને મોકલ્યા પણ આવ્યા નહિ એટલે કારોબારીએ રાજીનામું માંગતો ઠરાવ કર્યો છે. એ ના આપે તો પછી શું કરવું તેનો વિચાર થશે. અહીં મુખ્ય કાર્યકર્તા ડૉ. શાંતિભાઈ છે. તેમને ખેડૂત મંડળની વાત ગળે ઊતરતી નથી. તેઓ કોંગ્રેસને જ મુખ્ય માને છે એટલે બળદેવભાઈને સલાહ આપી કે તમારે જે કહેવાનું હતું તે કહી દીધું. હવે કારોબારી પાસે જવાની જરૂર નથી.
બળદેવભાઈ કારોબારીએ રૂબરૂ બોલાવ્યા છતાં ના આવ્યા. એથી મહારાજશ્રીને ઘણું દુઃખ થયું. સંસ્થાની પ્રતિષ્ઠા સાચવવી જોઈએ. જે કહેવું હોય તે ભલે કહી શકાય. આ દુઃખની વાત રાત્રે શાંતિભાઈ અને ચંદુભાઈ રૂબરૂ એક વાગ્યા સુધી કરી. બીજે દિવસે આ નિમિત્તે ઉપવાસ કરવાનું વિચાર્યું. તા. ૧૩-૫-પ૭ : રૂપાવટી
સાણંદથી નીકળી રૂપાવટી આવ્યા. કાર્યકર ભાઈબહેનો દૂર સુધી વિદાય આપવા આવ્યાં હતાં. અંતર ચાર માઈલ હશે. ઉતારો કરમણભાઈના નવા મકાનમાં રાખ્યો. ગામલોકોએ ભજનમંડળી અને ઢોલ સાથે સામૈયું કર્યું. ખાસ કરીને ભરવાડ ભાઈ-બહેનોનો ઉત્સાહ અતિ હતો. તેમની ભક્તિ પણ ઘણી હતી.
૬૨
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #84
--------------------------------------------------------------------------
________________
રાત્રે જાહેરસભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે આપણાં દેશની અંદર ગામડાં ભક્તિપ્રધાન હોય છે. સમજણ બહુ હોય કે ન હોય પણ ભક્તિ હોય છે. ગામડાંનો આધાર વરસાદ ઉપર હોય છે. ગામડાંમાં રહેવા બદલ કુદરતે જે તક આપી છે એનો આભાર માનવો જોઈએ. ગામડાંને આપણે ગોકુળિયાં કહીએ છીએ પણ આજે ગોકુળિયાં રહ્યાં નથી. જગત ટૂંકું થઈ ગયું. આનું કારણ આપણે વિચારવું જોઈએ. રસ્તામાં વશોધરા ગામ આવ્યું. અમે સાંભળ્યું કે સ્થાનિક એક લગ્નમાં સો માણસ જાનમાં આવ્યાં હતાં. ત્રણ હજાર રૂપિયા પૈઠણના લીધા. બહેનોના પૈસા લેવાથી માણસ ભિખારી બની જાય છે. હવે બહેનોએ જાગવું જોઈએ. કહેવું કે અમારા પૈસા ન લેશો પણ એટલી જાગૃતિ નથી. ગોકુળની વાતો આવે છે. દહીં, દૂધની નદીઓ ચાલતી ગોપીઓની ગોળીઓ કૃષ્ણ ફોડતા એ શું બતાવે છે ? શહેરમાં દૂધ નહોતા જવા દેતા. પણ હવે એ ગાયો રહી નથી. ગોચર રહ્યાં નથી. ગાયોની ચાકરી કરીએ નહિ, પછી દૂધ ઓછું આવે. પાક પાકે નહિ, કા૨ણ કે ઓલાદ ઊતરી ગઈ. પછી કહીએ કે કળજુગ આવ્યો. કળજુગ આપણાં અંતરમાં આવ્યો છે. શહેરમાં દૂધ વેચીએ છીએ. ચા લાવીએ છીએ. છાશ પણ વેચીએ છીએ. ગોવિંદ-ગોપાલનું નામ લઈએ છીએ પણ ભેંસપાલ અને ભેસવિન્દનું કામ કરીએ છીએ. તે છોડવું જોઈએ. તમારા બધાની લાગણી જોઈને આનંદ થાય છે.
તા. ૧૫-૫-૫૭ : શિયાવાડા
તા. ૧૪મીએ ચરલ એક દિવસ રહીને શિયાવાડા આવ્યા. અંતર સાડા સાત માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો હતો. ગામલોકો સ્વાગત માટે સામે આવ્યા હતા. અહીં બાબુભાઈ જશભાઈ, કૉંગ્રેસ સંગઠન સમિતિના સભ્યો મળવા આવ્યા. તેમાં બાબુભાઈ, મનુભાઈ પટેલ, ઉત્સવ પરીખ, કાંતિલાલ ઘિયા વગેરે અમદાવાદથી આવ્યા હતા. તેઓ ખાસ કરીને કૉંગ્રેસને સંગઠિત કરવા માટે શું પગલાં લેવાં જોઈએ તેની સલાહ માંગતા હતા. મહારાજશ્રીએ કહ્યું કે કૉંગ્રેસને મજબૂત બનાવવા માટે રચનાત્મક અને કૉંગ્રેસની બહા૨ના પરિબળોનો સહારો લેવો જોઈએ. ખાસ કરીને ગામડાંની પ્રજાને આત્મીયતા લાગે તે રીતના ગ્રામસંગઠનો રચાય તો જ કૉંગ્રેસ બિનખર્ચાળ દીપે. ચૂંટણી લડી શકશે. સારા માણસો આવી શકશે અને કૉંગ્રેસરાજ સ્થિર રીતે કામ કરી શકશે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૬૩
Page #85
--------------------------------------------------------------------------
________________
સમિતિની ચર્ચામાં એ વાત આવી કે ભૂમિદાનવાળાઓ આજે જે રીતે કામ કરી રહ્યા છે એ કૉંગ્રેસને નબળી પાડવાનું અને વિઘાતક બળોને આડકતરી રીતે ટેકો આપવાનું કામ કરે છે. મહારાજશ્રીએ એ બધાની સાથે વિધાયક રીતે કામ લેવા સલાહ આપી.
અંબુભાઈએ એક લેખિત નિવેદન પણ આપ્યું. સમિતિને બીજી કેટલીક વાતો લખીને પણ આપી છે. ગ્રામસંગઠનની વાત દરેકને ગળે ઊતરે છે. કઈ રીતે કામ ગોઠવવું એ જ સવાલ છે. વળી, એ વાત ઉપલા થરના લોકોને ગળે ઉતરાવવી જોઈએ. જયારે મહારાજશ્રી નીચેના પાયાના માણસો કે જે એ વાત સમજવા પ્રયત્ન કરે છે એવા નાના નાના કાર્યકરો સમજીને ઉપરનાને સમજાવશે, ત્યારે સાચું બળ આવશે. લગભગ અઢી કલાક વાતચીત થઈ. તા. ૧૬-૫-પ૭ : ઝોલાપુર
શિયાવાડાથી નીકળી ઝોલાપુર આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારી પંચાયત કચેરીમાં રાખ્યો હતો. રાત્રે જાહેરસભા સારી થઈ હતી. તા. ૧૭, ૧૮-૫-પ૭ : બકરાણા
ઝોલાપુરથી નીકળી બકરાણા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો જયંતીભાઈ શાહને ત્યાં રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. બળદેવભાઈ સાથે હતા. તેઓ ખેડૂત મંડળની કારોબારી સમક્ષ હાજર થયા અને એના દુઃખ બદલ મહારાજને ઉપવાસ કરવો પડ્યો એ અંગે વાતો કરી. એમને પોતાની ભૂલ સમજાઈ. મહારાજશ્રીએ કહ્યું કે આપણે વ્યક્તિ કરતાં સંસ્થાનું મહત્ત્વ વધારવું જોઈએ, વ્યક્તિનિષ્ઠાથી કેટલીય ખરાબીઓ પેદા થાય છે. તમારે સંસ્થા સામે આવવું જોઈએ અને પોતાના જે વિચારો હોય તે રજૂ કરવા જોઈએ. વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા દરેકને હોવી જોઈએ. એટલે તમને લાગતું હોય કે ભૂલ થઈ છે તો તમારે મંડળને એ બાબતનો પત્ર લખી જણાવવો જોઈએ. આનાથી એક સારો ચીલો પડશે. રાત્રે જાહેરસભા રાખી હતી. તા. ૧૯, ૨૦-૫-૫૩ : વસવા
બકરાણાથી નીકળી વસવા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો.
६४
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું
Page #86
--------------------------------------------------------------------------
________________
થલેટાના કેટલાક ખેડૂતો મળવા આવ્યા. તેઓ વર્ષોથી જમીન ખેડે છે એટલે કાયમી ગણોતિયા છે. પણ દરબારે એમને ભય, લાલચથી ચાલુ ગણોતિયા તરીકેના હક્કો લખાવી લીધા છે એની ચર્ચા કરી. તા. ૨૧-૫-પ૭ : લિયા
વસવાથી લિયા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ગાંડાભાઈના ઉતારે રાખ્યો હતો. રાત્રે જાહેરસભા થઈ. ભરવાડ, હરિજન, કોળીપટેલ વગેરે સૌ ખેડૂતો આવ્યા હતા. તા. ૨૨-૫-પ૭ : કરકથલ
લિયાથી કરકથલ આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. ઉતારો પંચાયતમાં રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. આ સાથે ખેડૂત મંડળનું જિન થયું છે. તેની મુલાકાત લીધી. છવ્વીસ હજારમાં મકાનો, એન્જિન વગેરે સાથે ખરીદ કર્યું છે. આ સાલ લગભગ છસ્સો ગાંસડીનું કામ થશે.
રાત્રે સભા રાખવાની હતી પણ વાવાઝોડું અને વરસાદ થયો એટલે બંધ રાખ્યું. પ્રાણભાઈ શાહ, ભલાભાઈ રબારી અમારી સાથે હતા. તા. ૨૩-૫-પ૭ : હાંસલપુર
કરકથલથી નીકળી હાંસલપુર આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો પંચાયતઘરમાં રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. અહીં ખેડૂતમંડળ સંચાલિત સોસાયટી છે. તેનું પોતાનું મકાન ઊભું કર્યું છે. અહીં સેટેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર છે. શ્રાવણ માસમાં મેળો ભરાય છે. મુનિની શેઠ કહેવાય છે તે તળાવ પોણો માઈલ દૂર છે. તા. ૨૪, ૨૫, ૨૬-૫-પ૭ : વિરમગામ
હાંસલપુરથી નીકળી વિરમગામ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો તાલુકા સમિતિમાં રાખ્યો. કાર્યકરોએ સ્વાગત કર્યું. રસ્તામાં બજાણિયા લોકોનું એક પરું આવ્યું. તે લોકોનો આગ્રહ હતો કે અમારે ત્યાં થોડો વખત બાપુ પધારે. તેઓએ ઢોલ, પડઘમ અને મશકના સુંદર સરોદો સાથે સામે આવી સ્વાગત કર્યું. મહારાજશ્રીએ તેમને દારૂ, માંસનો ઉપયોગ નહીં કરવા અને બાળકોને ભણાવવા તેમજ ખેતી, ગૃહઉદ્યોગ વગેરે કરવા જણાવ્યું.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૬૫
Page #87
--------------------------------------------------------------------------
________________
બપોરે ત્રિકમભાઈ ર. પટેલ મળ્યા. તેમણે તાલુકાના કામોની વાતો કરી.
શ્રી છોટાલાલ ભટ્ટ, પુરુષોત્તમ પરીખ, મદનભાઈ જોશી વગેરે અલગઅલગ વ્યક્તિગત મળ્યા અને તાલુકાના કાર્યકરો વચ્ચેના મતભેદોની વાતો કરી. બીજે દિવસે બપોરના ખરીદ-વેચાણ સંઘની મુલાકાત લીધી. ત્યાંથી સોમાભાઈ ઝાલા સાથે હાઉસિંગ સોસાયટીની જમીન જોવા ગયા અને ત્યાંથી ભંગીવાસમાં ગયા. ત્યાંના વિકાસ કેન્દ્રમાં બધા ભાઈઓ મળ્યા. મહારાજશ્રીએ પ્રવચન કર્યું અને ભંગી ભાઈઓની હાઉસિંગ મંડળીના મકાનો જોયાં. શ્રી છબીલભાઈ (ભંગીભાઈ)ને ત્યાંથી ગોચરી લઈ મુકામે આવ્યા. રાત્રે પ્રાર્થના પછીના પ્રવચનમાં કૉંગ્રેસને પ્રેરક-પૂરક બળો મજબૂત બનાવશે તે માટે તેને સમર્થન આપવા ઉદ્ધોધન કર્યું.
છેલ્લે દિવસે થુલેટાના ખેડૂતો કાયમી હક્ક અને ગણોત અંગે મળવા આવ્યા. તેમની સાથે પૂ. મહારાજશ્રીએ તથા અંબુભાઈએ વિગતે વાતો કરી. માર્ગદર્શન આપ્યું. તા. ૨૭-૫-પ૭ : ભોજવા
વિરમગામથી નીકળી ભોજવા આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. બપોરે ગામલોકો સાથે સ્થાનિક પ્રશ્નોત્તરી અને ખેડૂત સંગઠનોની વાતો કરી. રારો જાહેરસભા થઈ. તા. ૨૮-૫-પ૭ : કાલીયાણા
ભોજવાથી નીકળી કાલીયાણા આવ્યા. અંતર ચાર માઈલ હશે. લોકોએ સ્વાગત કર્યું. રાત્રે સભા સારી થઈ. તા. ૨૯, ૩૦-૫-૫૭ ઃ ઝુંડ
કાલીયાણાથી નીકળી ઝુંડ આવ્યા. અંતર બે માઈલ હશે. રાત્રે જાહેરસભા સારી થઈ. તા. ૩૧-૫-પ૭ : ગોરૈયા
ઝુંડથી નીકળી ગોરૈયા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું.
અહીંના એક પઠાણ ભાઈની જમીન પાકિસ્તાનમાં રહી ગઈ છે. તેનો બદલો તેમને મળતો નથી. તે અંગે મહારાજશ્રીને ફરિયાદ કરી.
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું
Page #88
--------------------------------------------------------------------------
________________
મહારાજશ્રીએ તેમની વાતો શાંતિથી સાંભળી. ભવાનજી અરજણ ખીમજી અને જયાબહેન શાહને કાગળ લખી આપ્યો.
તા. ૧-૬-૫૭ : વડગાસ
ગોરૈયાથી નીકળી વડગાસ આવ્યા. અંતર ચાર માઈલ.
તા. ૨, ૩-૬-૫૭ : વણી
વડગાસથી નીકળી વણી આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. તા. ૪, ૫, ૬-૬-૫૭ : રહેમલપુર
વણીથી નીકળી ૨હેમલપુર આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો સહકારી ખેતી મંડળની ઑફિસમાં રાખ્યો. ગામલોકોએ સ્વાગત કર્યું. અહીંની ખેતી મંડળીએ સારી પ્રગતિ કરી છે.
તા. ૭-૬-૫૭ : સોખડી
૨હેમલપુરથી નીકળી સોખડી આવ્યા. અંતર ચાર માઈલ હશે. ગામે સ્વાગત કર્યું.
અહીં લોકોએ બે સાધુબાવાને ખૂબ માર્યા હતા. કારણમાં બાળકોને ઉઠાવી જાય છે એવી અફવાથી મારેલા. આ બાવાઓએ મહારાજશ્રીને ફરિયાદ કરી. મહારાજશ્રીએ તેમને આશ્વાસન આપ્યું અને ગામલોકોને ઠપકો આપ્યો. એક જાહેર નિવેદન બહાર પાડ્યું અને ભારત-સેવક સમાજને આની વિગત લખી જણાવી.
તા. ૮-૬-૫૭ : સચાણા
સોખડીથી નીકળી સચાણા આવ્યા. અંતર ચાર માઈલ હશે. અહીં ગામલોકોએ બહુ ધ્યાન ન આપ્યું. સગવડ પણ બરાબર ન કરી એટલે કે અમારા આગમનમાં ઓછો રસ ધરાવ્યો. પરંતુ મહારાજશ્રીએ તો તેમને પ્રેમથી ધાર્મિક વાતો કરી અને ગેરસમજ દૂર કરવા જણાવ્યું.
તા. ૯, ૧૦-૬-૫૭ : છારોડી
સચાણાથી નીકળી છારોડી આવ્યા. અંતર સાડા ચાર માઈલ હશે. રાત્રિસભા સારી થઈ.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૬૭
Page #89
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૬-૫૭ : ઇયાણાવાસણા
છારોડીથી નીકળી ઇયાણાવાસણા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો. અહીં ડૉ. શાંતિભાઈ અને મણિબહેન મળવા આવ્યા. તા. ૧૨-૬-પ૭ : કોલર
ઇયાણાવાસણાથી નીકળી સાણંદ કોલર આવ્યા. અંતર આઠ માઈલ હશે. અહીં લેઉવા પટેલ મંડળવાળા જીવાભાઈ પ્રાગજીભાઈ પટેલ અને બીજા આગેવાનો મળવા આવ્યા હતા. તા. ૧૩ થી ૨૯-૬-૫૭ : વાઘજીપુરા
કોલરથી નીકળી વાઘજીપુરા આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો વાડીભાઈ જમનાદાસના ખેતરમાં રાખ્યો. વાડીભાઈ અને તારાબહેન મહારાજશ્રી રહ્યા ત્યાં સુધી લગભગ સળંગ રહ્યાં. બાળકો પણ આવતાં જતાં રહ્યાં. તેમની શ્રદ્ધા-ભક્તિ જણાઈ આવતાં હતાં.
તા. ૧૫મીએ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિની મિટિંગ અહીં મળી ગઈ. લગભગ ત્રીસેક સભ્યો આવ્યા હતા. ઢેબરભાઈ આવવાના હતા પણ ખાસ કારણને લઈને ન આવી શક્યા એટલે પોતાનો પત્ર લઈને ખાસ દૂત તરીકે શ્રી છગનભાઈ જોશીને મોકલ્યા અને તાર પણ કર્યો. આ તેમની કાળજી બતાવે છે કે પ્રસંગમાં મગનભાઈ શે. પટેલ, મગનભાઈ ર. પટેલ, ઠાકોરભાઈ દેસાઈ, નાનુભાઈ દેરાસરી, મનુભાઈ શાહ, જાદવજી મોદી, મોળાવાળા, ચંદ્રકાન્ત ભટ્ટ, બાબુભાઈ જશભાઈ, ખંડુભાઈ દેસાઈ અને ત્રણેક બહેનો વગેરે આવ્યા હતા. લગભગ સાડા સાત કલાક કોંગ્રેસ અને ખેડૂતમંડળોની નીતિ વિશે ચર્ચાઓ ચાલી. છેવટે એ વસ્તુ સૌને લખવી કે પ્રાયોગિક સંઘની દોરવણીવાળા ચૂંટણી વગેરેમાં મતભેદ પડે તો કઈ રીતે નિકાલ રાખવો તે અંગે ચર્ચા ચાલી. મહારાજશ્રીએ બંને પક્ષો બળે સભ્યોથી નિકાલ લાવે એમ જણાવ્યું. જયારે એ ભાઈઓ સમિતિના પ્રમુખ જે નિર્ણય કરે તેને માન્ય કરે એવો મત દર્શાવ્યો. એ ચર્ચાઓ સમય થઈ જવાથી અધૂરી રહી. મિટિંગ આંબાના વૃક્ષ નીચે જામફળના બાગમાં સુંદર વાતાવરણમાં મળી હતી. વાડીભાઈએ સુંદર સરભરા કરી. શીખંડપુરી અને બાજરીના રોટલા દૂધથી સૌ ખુશ થયા.
६८
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #90
--------------------------------------------------------------------------
________________
બીજો પ્રશ્ન વિશ્વવાત્સલ્યમાં કામ કરતા શ્રી અભયસિંહ કવિનો હતો. તેમને જતી વખતે વાડીભાઈએ કંઈક રકમ આપવા કહેલું. જોકે સંસ્થાએ તો સ્પષ્ટ ના જ પાડેલી. છતાં કવિ મકાન ખાલી કરતા નહોતા અને ત્રાગુ કરવા જેવું કરતા હતા. એટલે વાડીભાઈએ સંસ્થા વતી આ વાત કરેલી. વાડીભાઈની દલીલ એ હતી કે મકાન મારે નામે છે. ભાડુઆત મૈં રાખ્યો છે. તેને હું કહું ત્યારે ખાલી કરવું જોઈએ. તે ન કરે તો મારે તેને માટે કાયદેસરનાં પગલાં લેવાં જોઈએ. હવે તે કંઈ પણ રકમ મેળવવાને અધિકારી નથી.
મહારાજશ્રીએ કહ્યું કે, સારા હેતુ માટે ખરાબ સાધનનો ઉપયોગ આપણે ન કરી શકીએ. વળી તમારી અને કામની વચ્ચે સંસ્થા આવે છે. સંસ્થાને નિમિત્તે કાર્યાલયમાં રહ્યા છે એટલે પ્રશ્ન નૈતિકતાનો હતો તે વિચારવું જોઈએ. જો એ ભાઈ મકાન ખોટી રીતે ખાલી ન કરતા હોય તો ત્રણે રસ્તા હતા. એક તો સમજાવટનો, સમજાવટથી ના માને તો શુદ્ધિપ્રયોગ કરી હૃદય પરિવર્તનનો અને ત્રીજો પોલીસ દ્વારા કાયદેસર ખાલી ક૨વાનો આ ત્રણમાંથી એક પણ રસ્તો નહીં લેતાં તેને અમુક રકમ આપવાનું વચન આપી મકાન ખાલી કરાવ્યું. તો હવે તમારે કાં તો તેને સમજાવી ન્યાય સમજાવવો અને કાં તો યોગ્ય રકમ આપી દેવી. વાડીભાઈને વ્યવહારિક રીતે આ વાત ગળે ઊતરતી નહોતી, પણ છેવટે વિચાર કરતાં તેમને સત્ય સમજાયું. હવે કવિને પત્ર લખી પૂછાવી યોગ્ય કરશે.
બપોરના બાવલા મોચી મંડળના ભાઈઓ મળવા આવ્યા હતા. તેમની મુશ્કેલી લૉન અંગેની હતી અને ચામડાનો હાથે તૈયાર કરેલ માલ ઉપર મ્યુ. ટેક્ષ ના લે તે માટે પ્રબંધ થવો જોઈએ વગેરે વાતો કરી. કુરેશીભાઈ સાથે તેમની મુલાકાત ગોઠવી આપી.
કુરેશીભાઈ, સુરાભાઈ, પૂંજાભાઈ, પ્રાણભાઈ વગેરે બપો૨ના આવ્યા. મિટિંગ આંબા નીચે સુંદર વાતાવરણમાં મળી હતી. મહારાજશ્રીએ તા. ૧૫૭-૫૭ના રોજ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિની કાર્યવાહક સભા વાઘજીપુરા મુકામે પોતાના સાંનિધ્યમાં મળી. તેનો વિગતે ખ્યાલ આપતાં જણાવ્યું કે સભાની શરૂઆતમાં જ શ્રી ખંડુભાઈએ કહ્યું કે ભાલ નળકાંઠાના જેવાં રચનાત્મક ખેડૂત મંડળોનું અલગ અસ્તિત્વ પ્રદેશ સમિતિએ પાંચ વર્ષ પહેલાંથી સ્વીકારેલું સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૬૯
Page #91
--------------------------------------------------------------------------
________________
છે. વધારે સ્પષ્ટતા ઢેબરભાઈ આવતી કાલે આવવાના છે, ત્યારે થઈ જશે. આ બોલતા હતા ત્યાં જ શ્રી ઠાકોરભાઈ ઊભા થઈને બોલ્યા - અમારે વ્યવહારમાં મુશ્કેલી છે. સામાજિક, આર્થિક બાબતોમાં સ્વતંત્ર નીતિનો મેળ કેવી રીતે પડશે? તે સવાલ છે. મગનભાઈને માટે ઉપવાસ કરવા પડ્યા. તે બળાત્કાર છે. વગેરે વાતો કરી. ઢેબરભાઈને સીધું લખે છે. તેઓ મુનિશ્રીથી અંજાઈ જાય છે. વગેરે સૂરતના ચોખાવાળા ભરૂચના ચંદ્રકાંત ગાંધી વગેરેનું વલણ મંડળ તરફ સહાનુભૂતિવાળું લાગ્યું. બાબુભાઈ જસભાઈ, ઠાકોરભાઈ અને મગનભાઈ ર. પટેલને અલગ ખેડૂત મંડળોની વાત ગળે ઊતરતી નથી. સાંજના તેઓ છૂટા પડ્યા. એ પહેલાં એટલું થયું કે પ્રાયોગિક સંઘ સંચાલિત ખેડૂત મંડળો કોંગ્રેસે માન્ય કરવાં. પણ કેટલાક પ્રશ્નોમાં જયારે મતભેદ પડે ત્યારે એ ભાઈઓનું સૂચન એ હતું કે જિલ્લા સમિતિના પ્રમુખ જે નિર્ણય આપે, તે બંનેએ માન્ય રાખવો. એથી આગળ પ્રદેશ સમિતિના પ્રમુખ આગળ અપીલે જઈ શકે પણ મહારાજશ્રીનો આગ્રહ એ રહ્યો કે બે પ્રદેશ સમિતિના સભ્યો અને બે ગ્રામસંગઠનના સભ્યો મળી પ્રશ્નનો નિકાલ લાવે. છેવટે બહુમતીથી નિર્ણય લે અગર ચિઠ્ઠી નાખીને નિર્ણય લે. આટલો પ્રશ્ન અધૂરો રાખી એ સૌ છૂટા પડ્યાં.
પરંતુ સાંજના છાપામાં વાંચ્યું કે સામાજિક, આર્થિક નીતિની સ્વતંત્રતાવાળા પણ રાજકીય માતૃત્વ કૉંગ્રેસને આપનારાને પ્રદેશ સમિતિ માન્ય નહીં કરે. આ વાંચીને સૌને આંચકો લાગ્યો કારણ કે ઠાકોરભાઈએ તે જ દિવસે કહેલું કે આપ વિશ્વવાત્સલ્યમાં જે લખવાના હો તે બતાવીને છાપો તો સારું. એટલા માટે તેઓ તા. ૨૨-૭-પ૭ના રોજ નાનુભાઈ દેરાસરી અને એક બહેન સાથે આવી લખાણ વાંચી ગયા. કેટલાક શબ્દો મહારાજશ્રીએ સુધાર્યા પણ ખરા અને ત્યારપછી આ નિવેદન આવ્યું, તેથી આઘાત લાગ્યો. આ તો એક જાતનો દગો કહેવાય. કાં તો તેમણે ૧૬મી તારીખે જ પોતાનું જે મંતવ્ય હોય તે બહાર પાડવું જોઈતું હતું અને કાં તો તા. ૧લીએ વિશ્વવાત્સલ્યમાં લખાણ આવે. ત્યારપછી જવાબરૂપે બહાર પાડવું જોઈતું હતું પણ કશુંય નહીં કરતાં સભામાં જે નક્કી થયું હતું તેનાથી જુદું અને પ્રથમ મહારાજશ્રીનું વાંચન વાંચી લીધા પછી જે છાપવું હતું તે છપાવી લીધું. પહેલું છપાવી લેવાની ઉતાવળ કરી એ દગા જેવું કર્યું ગણાય. જે કૉંગ્રેસને નામે શોભતું નહોતું.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #92
--------------------------------------------------------------------------
________________
આ નિવેદન પછી ફૂલજીભાઈ વગેરેના પ્રત્યાઘાતો બહુ સારા ના પડ્યા. કાર્યકરોને પણ ના ગમ્યું. સાંજના સૌ છૂટા પડ્યા.
સુરાભાઈ, પૂંજાભાઈ અને સરતાનભાઈ રોકાયા. રાત્રે તેમની સાથે વાતો થઈ. ગોપાલક ખેતી મંડળીઓ સ્થપાય છે અને જમીનોમાં વાંધા પડે છે. એટલા માટે એવું નક્કી થયું કે ખેડૂત મંડળના કાર્યકરને ગોપાલક મંડળે જમીન વહેંચણી વખતે હાજર રાખવો અને સલાહ-સંપથી કાર્ય પતાવવું એમ વિચાર્યું. બીજે દિવસે સવારે તેઓ સૌ ગયા.
તા. ૨૯-૬-૫૭ : મોરૈયા
વાઘજીપુરાથી સાંજના સાડા ત્રણ વાગે નીકળી મોરૈયા આવ્યા. વાદળાં ચઢેલાં હતાં પણ સુખરૂપ આવી ગયા. અંતર સાડા ચાર માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો. તારાબહેન અને બાળકો વગેરે ઠેઠ સુધી વિદાય આપવા આવ્યાં હતાં.
તા. ૩૦-૬-૫૭ : મટોડા
મોરૈયાથી નીકળી મટોડા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો ડાહ્યા ઊકાના મકાનમાં રાખ્યો હતો.
આદરોડામાં ચાતુર્માસ પ્રવેશ
તા. ૫-૭-૫૭ થી તા. ૭-૧૧-૫૩
તા. ૧-૭-૫૭ :
મટોડાથી નીકળી સાંજના રાત રનોડા રોકાઈ સવારના આદરોડ આવ્યા. અંતર સાડા છ માઈલ હશે. ઉતારો પથાભાઈના મેડા પર રાખ્યો હતો. ગામલોકોએ સુંદર સ્વાગત કર્યું. ધૂન બોલાવતાં સરઘસ આકારે સૌ નિવાસે આવ્યા. આવીને પ્રાસંગિક કહ્યું.
સાણંદથી મણિબહેન અને બળદેવભાઈ આગળથી આવ્યા હતા કારણ કે અહીંનો ભંગી પ્રશ્ન જે હતો તે પતે નહિ તો મહારાજશ્રી અનાજ લેવાના નહોતા પણ મહારાજશ્રી રૂબરૂ જેમને જે આપવાના હતા તેમને આપી દીધા એટલે એ પ્રશ્ન પતી ગયો.
સાંજના ધંધૂકાથી હિ૨ભાઈ શાહ, સરતાનભાઈ અને જીવાપુરના બે ખેડૂતો જમીન અંગેના પ્રશ્નમાં સલાહ લેવા આવ્યા હતા. તેમને માર્ગદર્શન આપ્યું. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૭૧
Page #93
--------------------------------------------------------------------------
________________
રાત્રે ભંગીભાઈઓ મહારાજશ્રી પાસે આવ્યા. તેમને દરેકે અલગઅલગ ખેતી કરી છે. જયારે ગયે વર્ષે મહારાજશ્રી આવ્યા ત્યારે સંયુક્ત ખેતી કરવાનું નક્કી કર્યું હતું. જો સંયુક્ત ખેતી કરે તો જ કાર્યકરો રસ લઈ શકે અને દેવું ઓછું કરી શકાય. પણ આ લોકોએ મનસ્વી રીતે ચાર જોડી બળદ વસાવ્યા. બે જોડી વસાવ્યા હોત તો ખર્ચ ઓછો થાત અને બચત વધારે થાય. વળી બીજી ભૂલ એ કરી કે જગન્નાથજીના મંદિર તરફથી દાનમાં મળેલ વાછરડો જે રૂપિયા ૧૦૦ માં વેચી નાખ્યો અને બદલામાં રૂપિયા ૬૦નો ઢાંઢો લાવ્યા. બાકીના ૪૦ રૂપિયા લગ્નના ખર્ચમાં વાપર્યા. મહારાજશ્રીએ એ ભાઈઓને સખત ઠપકો આપ્યો અને કહ્યું કે વાછડાના માલિક તમે નથી, તે તમારાથી ના વેચી શકાય. વળી ચાર સાંતી આટલી ઓછી જમીનમાં કર્યા. આ રીતે તમારો ઉધ્ધાર કેવી રીતે થશે ? તમે વચન તો પાળતા નથી. મણિબહેને પણ આવા આર્થિક પ્રશ્નોમાં પડીને ભૂલ કરી છે. વગેરે વાતો કરી અને સંયુક્ત ખેતી કરવી છે કે નહિ, તેનો આવતી કાલે ભેગા મળી જવાબ આપવા કહ્યું .
રોજ સવા૨ની પ્રાર્થના, પ્રાસંગિક અને રાત્રે જાહેર પ્રાર્થના પ્રવચન નિયમિત રહેતાં હતાં. દિવસે કોઈ વાર સભા રાખતા. બાકી તો આજુબાજુના ગામડાના પ્રશ્નો આવતા, તેની ચર્ચાઓ થતી.
તા. ૭-૭-૫૭ :
આજે દિલ્હીથી નંદલાલ પારેખ મળવા આવ્યા. તેઓ ગાંધી સ્મારક નિધિમાં કાર્ય કરે છે. તેમણે ગાંધી નિધિની કેટલીક વાતો કરી. નાણાનો ભારે દુરુપયોગ થાય છે તે બદલ દુઃખ વ્યક્ત કરતા હતા.
આજે ભંગી ભાઈઓ આવ્યા. તેમને ત્રણ સાંતી રાખી બાકીના બે બળદ વેચી નાખવાનું નક્કી કર્યું છે. ખેતીની ઊપજ આવે તેમાંથી ખેતીના ઉપયોગ સિવાય, ખાવા માટે હવે પછી કોઈ ઉપાડ નહીં કરવાનું નક્કી કર્યું છે. ખાવા માટે અલગ મજૂરી કરી અનાજ મેળવી લેવું. આમ બચત વધશે અને તેના લીધે દેવામાં પૂરક થશે. આ વાત સાંભળી મહારાજશ્રીને સંતોષ થયો અને ગઈ કાલે કડક થયેલાં તે બદલ ક્ષમા યાચી.
બાવળાથી મોચી મંડળીના ભાઈઓ સહકારી મંડળી બદલવા અંગે વાત-ચીત કરવા આવ્યા હતા.
૭૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
Page #94
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૭-પ૭ :
આજે માણસાવાળા કેશુભાઈ, ભેરી'ના તંત્રી મળવા આવ્યા. તેમણે ભેરીમાં વાઘજીપુરાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો અહેવાલ આપ્યો હતો. એ સાચો હતો કે નહિ ! એ તપાસવા આવ્યા હતા. મહારાજશ્રીએ તા. ૧૫મીએ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સાથેની કાર્યવાહી સંભળાવી. આ રીતે કોંગ્રેસી ભાઈઓ જે લોકો એમને સાથ આપે છે તેમને ધક્કો મારે છે અને તરછોડે છે, તેમને અપનાવવાની વાતો કરે છે. મહારાજશ્રીએ કહ્યું, “તેમની મુશ્કેલી હશે પણ કોંગ્રેસને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રો કામ કરવું હશે તો તેણે સામાજિક, આર્થિક બાબતો ગ્રામસંગઠનોને સોંપી હળવાશ મેળવવી પડશે. આમ કરવાથી વિરોધી પક્ષના અસંતોષમાંથી તે બચી જશે અને પૂરક બળ મળશે. બીજી વાત, કોંગ્રેસી ભાઈઓ આપણને ગમે તેટલાં તરછોડે તો પણ આપણે કૉંગ્રેસને તત્ત્વથી પકડી છે એટલે એને છોડવાનો પ્રશ્ન રહેતો નથી. વ્યક્તિઓને લીધે કોંગ્રેસ નિદાય છે. તેમાં ફેરફાર થવો જોઈએ.'
મહારાજશ્રીએ પોતાના અંતરની એક વાત કરી – આજની પરિસ્થિતિ જોતાં ગુજરાત કોંગ્રેસ હવે બહુ નજદીક આવે તેમ લાગતું નથી. એટલે મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે ઠેકાણે જઈ ગ્રામસંગઠનો ઊભાં કરી બળ વધારવું જોઈએ. મહારાષ્ટ્રમાં શેતકરી પક્ષ પહેલાં કોંગ્રેસ સાથે હતો. હમણાંથી છૂટો પડ્યો છે. જુદે જુદે ઠેકાણે અમુક ગામોનાં જૂથ વચ્ચે ગ્રામસંગઠનના પ્રયોગ ઊભા કરવાથી તેની અસર રાજય અને પ્રદેશ ઉપર પડશે. તા. ૯-૭-પ૭ :
આજે અમદાવાદ જિલ્લા લોકલ બૉર્ડના અમલદારો મહારાજશ્રીને મળવા આવ્યા હતા. તા. ૧૦-૭-૫૭ :
આજે પાલનપુરથી હરસિંહ ચાવડા અને થરાના મફતલાલ અને બીજા એક ભાઈ મળવા આવ્યા. એમણે પાલનપુરની રાજકીય અને સામાજિક પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. એઓ પહેલાં સેવાદળમાં કામ કરતા હતા પણ હવે કોંગ્રેસનું ઉપરનું સક્રિય કામ છોડીને રચનાત્મક કામ કરવા તરફ વળ્યા છે. મહારાજશ્રીએ કહ્યું કે તેથી પરિણામ એ આવશે કે અમુક તત્ત્વોના હાથમાં કૉંગ્રેસ જશે એટલે આપણે બેઉ બાજુથી કામ લેવું જોઈએ. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૭૩
Page #95
--------------------------------------------------------------------------
________________
ગ્રામસંગઠનોને જોર આપવું જોઈએ. જી. જી. મહેતાને એક વાર બોલાવી લાવવા કહ્યું. તા. ૧૩-૩-પ૭ :
આજે ખાંભડાવાળા પિતાંબર પટેલ આવ્યા. ખાંભડામાં કાઠી અને કણબી વચ્ચે ગઈ તારીખ ૧૦મીએ તોફાન થયું અને બંને પક્ષે ત્રણચારત્રણચાર માણસો સારી રીતે ઘવાયા. બંને પક્ષના માણસો દવાખાનામાં અમદાવાદ છે. બંને પક્ષે ફોજદારી કરી છે. કાઠી લોકોનો ત્રાસ વર્ષોથી છે. એ કોમ અજ્ઞાન અને ઝનૂની છે. નાનચંદભાઈને આ તોફાન થવાના ભણકારા વાગતા જ હતા. પિતાંબરભાઈએ કલેક્ટરને અરજી આપી છે. તેમાં કાઠી લોકોના ભૂતકાળના કૌતુક, બળાત્કાર અને ચાલુ ત્રાસ વર્ણવીને રક્ષણ માગ્યું છે. મગનભાઈ પટેલને પણ બધી વાતોથી માહિતગાર રાખ્યા છે. આજે નાનચંદભાઈનો પત્ર સારંગપુરથી હતો. તેમને મહારાજશ્રીએ એવી સલાહ આપી છે કે, બંને પક્ષ સરકારમાં ગયા છે. બંને વર્ગોએ કાયદો હાથમાં લીધો છે એટલે ગામને ઠપકો આપી ઝઘડો આગળ ન વધે તે માટે ટાણેક દિવસના ઉપવાસ કરવા. તેમની ઇચ્છા પર છોડ્યું છે. જરૂર પડે તો જયંતીભાઈને ધોળકાથી બોલાવવા પણ કહ્યું છે.
વીરાભાઈ અને હરિવલ્લભ મહેતા ગુંદીની ચોરી અંગે વાતો કરવા આવ્યા હતા. ચર્ચાને અંતે એમ વિચારાયું કે જે તાળુ ચોર પાછું નાખી ગયો છે તે ચાવીથી ખોલ્યું છે કે તોડી નાખ્યું છે? તેની ઠેઠ થાણે જઈને તપાસ કરવી અને પ્યારઅલી બેંકમાં પૈસા ભરવા ગયેલા કે નહિ (કે સમય થઈ જવાને કારણે કારકુને ના પાડેલી) તેની તપાસ કરવી. જો તાળું ખોલાયેલ હોય તો કોઈ ઘરનો જ માણસ હોય એમ શંકા મજબૂત બને અને એ રીતે તપાસ આદરાય. બપોરના તેઓ ગયા.
આજે ખાંભડાના રહિશ પણ અમદાવાદમાં શિક્ષકની નોકરી કરતા કાઠી મોકાભાઈ મળવા આવ્યા. તેમણે પોતાના કાઠી ભાઈઓ જે રીતનું વર્તન કરી રહ્યા છે તે બદલ ખૂબ દુ:ખ વ્યક્ત કર્યું. આ કણબી અને કાઠીના ધીંગાણામાં પ્રથમ દોષ કાઠીનો હતો એમ કહ્યું. તા. ૩જીએ એક કાઠીએ એક કણબીના છોકરાને મારવા પ્રયત્ન કરેલો. તે ઉપરથી કણબીઓએ કાઠીઓ ઉપર ચેપ્ટર કેસ કરેલો. ત્યારથી કુસંપની હવા ચાલતી હતી.
૭૪
સાધુતાની પગદંડી : પુસ્તક – છ
Page #96
--------------------------------------------------------------------------
________________
તેમણે કહ્યું, ૧૦મી તારીખે એ અમરસિંહભાઈનો છોકરો સાંતીએથી આવતો હતો ત્યારે એક કાઠીના છોકરાએ તેનો પરોણો ઊંચકી લીધો. આ ઉપ૨થી છોકરાનો ૬૨ વરસનો બાપ ઠપકો આપવા જતો હતો. હાથમાં કંઈ હતું નહિ, માથું ઉઘાડું હતું. ત્યાં જ રસ્તામાં એક કાઠીના છોકરે માથામાં લાઠી ફટકારી ડોસા પડી ગયા. એટલે તેમના છોકરા જે નજીક હતા તેઓ દોડ્યા. પછી તો હોહા થઈ. બંને પક્ષો એકઠા થયા અને મારામારી ચાલી. ચાર ચાર માણસો બંને પક્ષના ઘવાયા. આમ વેરઝેર આગળ ચાલ્યું.
આજે ખાંભડાવાળા અમરસીભાઈ આવ્યા હતા. તેમને કાઠીઓ સાથેની તકરારમાં વાગ્યું હતું. માથામાં ઘા થયો પણ હવે રૂઝ આવી જશે એમ લાગે છે. તેઓએ ત્યાંના બનાવનું બયાન આપ્યું. કાઠીના છોકરાએ પોતાના દીકરાનો પરોણો ખૂંચવી લીધો. તકરાર જેમતેમ કરાવવી હતી. છોકરો ઘેર આવ્યો. પોતાને ગુસ્સો ચઢ્યો એટલે ધારિયું લઈને બહાર નીકળ્યો પણ તેમના બાપુએ અટકાવ્યો. કહ્યું, હું જઈને ઠપકો આપી આવું છું. કાઠી મોડાભાઈની વહુએ કહ્યું, ત્યાં જવા જેવું નથી. પણ બાપાએ કહ્યું, મારે કોઈની સાથે વેર નથી એટલે ઉઘાડે માથે ગયા. રસ્તામાં જ એક કાઠીના છોકરાએ માથામાં ડાંગ ફટકારી, બાપા પડી ગયા. એટલે હું (અમરસીભાઈ) દોડ્યો. મારો છોકરો આવ્યો તો તેના માથામાં પણ વાગ્યું, તે પડી ગયો. મને માથામાં ધારિયું વાગ્યું, ચક્કર આવી ગયાં પણ સ્થિર થઈ ગયો. પછી તો મેં ધારિયું વીંઝવા માંડ્યું. આવી જાઓ જેને આવવું હોય તે... ને પછી તો લોકો આવી પહોંચ્યા. કાઠીઓ પણ બંદૂક વગેરે લઈને આવ્યા અને પડકાર્યાં કે, આમેય મરવું તો છે જ. આવી જાવ.. જેને આવવું હોય તેને પછી છૂટા પડ્યા. ઘાયલોને દવાખાને લાવ્યા.
નાનચંદભાઈએ ખાંભડાની શુદ્ધિ અર્થે ત્રણ ઉપવાસ સારંગપુરમાં શરૂ કર્યાં.
આજે જવારજથી કાનભાઈ જાદવ સહકારી મંડળીનો હેવાલ છાપવામાં મહારાજશ્રીનો સંદેશો લેવા આવ્યા હતા.
આજે બપોરના અંબુભાઈ, ફૂલજીભાઈ, વીરાભાઈ, જયંતીભાઈ, રંભાબા, ભડિયાદના બે ભાઈઓ કેસુભાઈ, હરિભાઈ વગેરે આવ્યા. તો ગુજરાત પ્રદેશ સમિતિની કાર્યવાહી મહારાજશ્રીને મળી તેનો અહેવાલ ગુજરાત
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૭૫
Page #97
--------------------------------------------------------------------------
________________
સમિતિએ ખેડૂત મંડળને અમાન્ય કરતું નિવેદન બહાર પાડ્યું તે અંગે ચર્ચાઓ ચાલી. મોરારજીભાઈના આવેલા પત્રો વાંચી સંભળાવ્યા. સૌને લાગ્યું કે આ રીતે કોંગ્રેસ પોતાની પકડ રાખવા જે કંઈ કરી રહી છે તેથી તેને અને ગામડાંને નુક્સાન છે. સંતબાલજી અને ખેડૂતમંડળ અલગ છે જયારે કૉંગ્રેસી ભાઈઓ એક માને છે એટલે ગોટાળો થાય છે. આ અંગે મધ્યસ્થ પ્રાંતિક મંડળ એક નિવેદન બહાર પાડશે.
બીજું ફૂલજીભાઈ અંગે તા. ૨૫મીના સંદેશમાં એક લખાણ આવ્યું છે. તે ખેડૂત મંડળ અંગે ગેરસમજ ફેલાવનારું છે. તે અંગે વિશ્વવાત્સલ્યમાં ફૂલજીભાઈએ ખુલાસો કરતો પત્ર લખ્યો.
ત્યારબાદ અનાજના ભાવો માટે જે અશોક મહેતા સમિતિ નીમી છે તેને મેમોરેન્ડમાં આપવા ચર્ચાઓ ચાલી.
આ ચર્ચા રાત્રે પ્રાર્થના બાદ પણ ચાલુ રહી હતી.
આજે સવારના સાડા સાત વાગ્યાથી ખેડૂત મંડળ અને કૉંગ્રેસ પ્રદેશ સમિતિએ આપેલા નિવેદનો અંગે જયંતીભાઈને જે નિવેદન લખ્યું અને મધ્યસ્થ સમિતિએ મંજૂર કરવાનું હતું તેના ઉપર ચર્ચાઓ થઈ.
પછી અનાજ ભાવો માટે અશોક સમિતિ તરફથી જે પ્રશ્નાવલી આવી હતી તેના જવાબ મંડળે લખ્યા છે એ ઉપર ચર્ચાઓ ચાલી. બપોર પહેલાં નવલભાઈ, હરિવલ્લભભાઈ, પ્રતાપભાઈ અને બીજા કારોબારીના ખેડૂતો આવી ગયા હતા.
બપોરે મિટિંગ શરૂ થઈ. નવલભાઈએ ત્રણ ઠરાવો મૂક્યા. એક તો અંગ્રેજી જે ૫, ૬, ૭ના ધોરણથી કમી કર્યું છે, તેને ફરીથી દાખલ કરવાની વાતો ચાલે છે, તે ગામડાં માટે ભારે નુક્સાનકારક છે. ભારતના બંધારણમાં ૧૪ વરસ સુધીની ઉંમરમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત આપવા ઠરેલું છે. જો પ, ૬, ૭ ધોરણમાં અંગ્રેજી દાખલ થાય તો અંગ્રેજી માધ્યમિક શિક્ષણ થઈ જાય છે એટલે ફરજિયાતમાંથી બચી જાય છે. વળી માધ્યમિક શિક્ષણ શહેરોમાં મળે એટલે ગામડાંનો સાત ધોરણના વિદ્યાર્થી હાઈસ્કૂલમાં દાખલ થાય તો પાંચમી ગુજરાતીથી ફરી શરૂ થાય. એટલે શ્રીમંત લોકો ચાર ગુજરાતી પાસ કરીને તરત શહેરની હાઈસ્કૂલમાં દાખલ કરશે. પરિણામ એ આવશે કે પાંચ, છ, સાત ગુજરાતી ધોરણ ધીમે ધીમે બંધ થશે. પાયાની
૭૬
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #98
--------------------------------------------------------------------------
________________
કેળવણી પણ બંધ થશે અને ગુજરાતીની ફી ૮ આના છે તેને બદલે અંગ્રેજીની ફી ત્રણ રૂપિયા થશે. વળી, ગુજરાતી, હિંદી ભાષાની પ્રતિષ્ઠા વધશે નહિ.
(૨) દારૂબંધી રદ્ કરવા માટે વિરોધ પક્ષો જોરશોરથી પ્રચાર કરે છે. ઘેર ઘેર ગણાય છે. એ બહાનું બતાવે છે પણ જાહેર રીતે તો બંધ છે જ. એટલે તે કોઈ રીતે બંધ ન થવી જોઈએ.
- બીજા કામોમાં સાણંદના ભાઈએ ખેડૂત મંડળની શિસ્ત નહીં પાળેલી. તેથી તેમને રાજીનામું આપવા કહેલું. છતાં તેમણે ના આપ્યું એટલે એવું ઠરાવ્યું કે, નવા વરસમાં બળદેવભાઈને ખેડૂત પ્રતિનિધિ તરીકે છે. પ્ર. તરીકે ન લેવા અને મંડળ સામે જે અશિસ્તભર્યું વલણ લીધું તે બધા ઠપકાની નોંધ લઈ મંડળના મુખ્ય કાર્યકરો તેમને પત્ર લખે. એક-એક ઉપવાસનો શુદ્ધિપ્રયોગ કરશે.
મંડળની ઑફિસમાં ચોરી થઈ. તે બાબતમાં નિર્ણય લેતાં ખૂબ ચર્ચાઓ થઈ. બધાંને વહેમ .......... ઉપર આવે છે. મહારાજશ્રીને પણ એમના ઉપર શંકા છે. ભૂતકાળમાં તેમણે આવી ઘણી ભૂલો કરેલી છે, પણ ચોક્કસ પુરાવા સિવાય દોષિત કેમ ઠેરવવા ? એટલે બે વિકલ્પ સૂચવાયાં : એક તો તેમને નિર્દોષ માની અમર્યાદિત મુદતનો આશ્રમવાસીઓએ શુદ્ધિપ્રયોગ કરવો. અગર તો તેમને ઑફિસ કામથી છૂટા કરવા. છેવટે શુદ્ધિપ્રયોગ કરવાનું ઠરાવ્યું.
સાંજના ત્રણેક વાગે લોકલ બોર્ડના પ્રમુખ ડૉ. છોટાભાઈ અને ચિલોડાવાળા મોહનભાઈ મહારાજશ્રીને મળવા આવ્યા. શ્રી ઢેબરભાઈ પણ આવવાના છે એટલે રસ્તો જોઈ લેવાય એ દૃષ્ટિ પણ હતી. બેએક કલાક મહારાજશ્રી સાથે ઘણી વાતો થઈ. ડૉક્ટરો પોતાના સ્વાર્થ માટે કેટલી ખરાબ દવાઓ વાપરે છે તે કહ્યું. પીંપળજ અને શાહવાડી ગામો, જે અમદાવાદના ગટરના પાણીથી હેરાન થતાં હતાં તેઓએ શ્રી શાંતિલાલ શાહને નજરે બતાવ્યું અને તેઓના પ્રયત્નથી એ ગામોને બીજે ફેરવવાની વ્યવસ્થા થઈ.
શ્રી ઢેબરભાઈ સોમનાથ મેલમાં આવવાના હતા એટલે ચાર વાગે ઊતરે તો કદાચ વહેલા આવી શકે અને આરામ લઈને આવે તો આઠ વાગે આવે. ગામલોકો, ખેડૂત મંડળના આગેવાન પ્રતિનિધિઓ, હરિજનો વગેરે સૌ તૈયાર થઈને તળાવની પાળ ઉપર બેઠાં હતાં. લગભગ આઠ વાગે
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #99
--------------------------------------------------------------------------
________________
તેમની મોટર આવી. સૌ પ્રથમ ગોવિંદભાઈની દીકરીએ કુમકુમ તિલક કર્યું, પછી એક હરિજને આંટી પહેરાવી પછી મેં આંટી પહેરાવી. મને ઓળખી લીધો. “કેમ મણિભાઈ આવ્યા ને ?” પછી મીરાંબહેને ગામ તરફથી, વીરાભાઈએ, ફૂલજીભાઈએ વગેરેએ આંટી પહેરાવી. પછી ચાલતા સરઘસ આકારે ગીતો ગાતાં નિવાસસ્થાને આવ્યા. નીચે મહારાજશ્રી તેમને આવકારવા માટે તૈયાર થઈને જ ઊભાં હતા.
પ્રથમ બન્ને જણ સામસામે બાથમાં લઈ ભેટી પડ્યા પછી લોકો સભાના રૂપમાં ગોઠવાઈ ગયા. ઢેબરભાઈ સાથે યુવક કોંગ્રેસના મંત્રી ચીમન પટેલ, લોકલ બૉર્ડના પ્રમુખ ડૉ. છોટુભાઈ, મંત્રી નલિનભાઈ વગેરે હતા.
પ્રારંભમાં મહારાજશ્રીએ જણાવ્યું કે જ્યારે જયારે ઢેબરભાઈને મળવાનું થાય છે ત્યારે એક પ્રકારની આત્મીય લાગણી જન્મે છે. એની કોઈ ગમ પડતી નથી પણ ખાસ કરીને ગુજરાત વિશે ઢેબરભાઈ અને શ્રી મોરારજીભાઈ એ બન્ને આ દેશના ઉત્થાનમાં ભારે શ્રમ ઉઠાવી રહ્યા છે. બાપુજીએ જે અપૂર્વ કાર્યક્રમ આપ્યો તે માત્ર આ દેશમાં જ નહીં પણ દુનિયામાં એનો ડંકો વાગ્યો. તે કાર્યક્રમથી સત્યાગ્રહનું શસ્ત્ર વ્યક્ત થયું. ગુજરાતમાં વરસો સુધી સત્ય અને અહિંસાની સારી પેઠે ઉપાસના થઈ. સંસ્થા તરીકે કોંગ્રેસ આ દેશનું વાહન બની. સ્વરાજ્ય આવ્યા પછી થોડાક સંયોગો બદલાયા. બદલાયા એટલા માટે કે ત્યાગ અને તપ જે સામે હતાં તે પછી સત્તા સેવા દ્વારા આવી, પણ એ સત્તાને લોકોના પ્રતીક તરીકે આખા વિશ્વમાં કેવી રીતે વ્યક્ત કરવી અને તે પણ સત્ય અને અહિંસાને સાચવીને તે ગૂંચવણભર્યું બન્યું છે. આર્ષદરા ગાંધીજીએ કહેલું, હવે કોંગ્રેસ લોકસેવક સંઘમાં પલટાઈ જાય પણ તે વખતે સંયોગો એવા હતા કે એ મશરૂની ગાદી નહોતી, પણ કાંટાની ગાદી હતી. તે ન લેવાય તો આપણાં જ પડોશી કે જેણે જે કાર્યવાહી કરી તે સ્વરાજય ખોઈ નાખે તેવી હતી. બાપુજી હયાત હતા એટલે તે ખોટું કર્યું છે એમ કોઈ નહિ કહી શકે પણ એની પૂરતી કરવાનું કામ અધૂરું રહ્યું તે રહ્યું જ. હું રચનાત્મક કાર્યકરોને કહેતો આવ્યો છું કે તમે એવું તંત્ર રચો કે સત્યાગ્રહના સિદ્ધાંતો પાર પાડી શકે. સંસ્થા મજબૂત બને. મારો અવાજ મારી તપશ્ચર્યાની ખામીને કારણે કહો કે કુદરતી કામને કારણે કહો પણ એ ન સંભળાયો. રચનાત્મક કાર્યકરોને પણ લાગ્યું. સર્વસેવા સંઘ બનાવીશું પણ કેવળ સંઘ બનાવવાથી નહીં ચાલે. ગામડામાં ચારિત્ર્યનિર્માણનું કામ કરવું પડશે. ત્યાં તો વિનોબાજી ૭૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #100
--------------------------------------------------------------------------
________________
નિમિત્તે ભૂદાન આંદોલન આવ્યું. સૌને આશાનું કિરણ લાધ્યું. હું પણ ખુશ થયો પણ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી ગઈ. પહેલી ચૂંટણી આવી. ઢેબરભાઈએ ઉલ્લેખ કર્યો તેમ હું સૌરાષ્ટ્રમાં ગયો. રવિશંકર મહારાજ પણ સાથે હતા. મને લાગ્યું, હવે કોંગ્રેસને મદદ કરવી જોઈએ. ભડિયાદમાં દાદા મળ્યા. કહ્યું, આપણે રાજયરચનામાં ભાગ લેવો જોઈએ. ભાગ લીધા વિના આપણે ટીકા નહીં કરી શકીએ. તેઓ એક વડીલ રહ્યા છે. આત્મીયતા પણ ખૂબ છે અને વધતી રહી છે. પહેલી ચૂંટણી વખતે તેઓએ પણ મદદ કરી. કિશોરભાઈ (મશરૂવાળા) કહેતા હતા. લોકસેવકોએ તટસ્થ રહેવું. દાદા ધીમે ધીમે તટસ્થ થતા ગયા, પણ મેં કહ્યું, આપણે શુદ્ધિ માટે ભાગ લેવો જોઈએ. પણ પછી તો તેઓ ચીન ગયા. ત્યાંથી આવીને વિનોબાજીને મળી ભૂદાનમાં સક્રિય બન્યા અને તટસ્થ થતા ગયા. ચીન જતાં પહેલાં મને લાગેલું કે આ ભૂલ થાય છે. મેં તેમને ચેતવ્યા કે, શાંતિ પરિષદ જેમના દ્વારા રચાઈ છે અને જે લોકો આપને ચીનનું આમંત્રણ આપે છે તે વિશે વિચાર કરવો જોઈએ. આપની પ્રતિષ્ઠાનો લાભ એ લોકો લઈ જાય છે, તે ઠીક નથી. પણ તેમની તીવ્ર ઈચ્છા હતી. એમણે કહ્યું કે હું કોઈના દબાણમાં નહીં આવું. મારે તો ગામડાંનો અભ્યાસ કરવો છે. શાંતિ સમિતિ પત્રિકા ઉપર દાદાએ સહી કરેલી મારી પાસે પણ સહી માટે આવ્યા. મેં વિચાર્યું. જે શાંતિનો ફિરસ્તો છે તે પંડિતજી (જવાહરલાલ)ની સહી ન હોય તો કંઈ કારણ હોવું જોઈએ. એટલે મેં મહાસમિતિની મિટિંગ ચાલતી હતી તે વખતે પંડિતજીને ચિઠ્ઠી લખી પુછાવ્યું. તો તેમણે કહ્યું, આપણે શાંતિ જ ચાહિએ છીએ. હું કહેવા એ જાઉં છું કે દાદા ચીનથી આવ્યા પછી બબલભાઈ ચેતી ગયા અને એમને સીધા વિનોબાજી પાસે લઈ ગયા અને એ ભૂદાનના કામમાં લાગ્યા. ભૂદાનમાં સર્વ પક્ષના માણસો હોય છે. પણ ગમે તેવા પક્ષના માણસો એ પ્રકારે એમની પ્રતિષ્ઠા લઈ જાય તે બરાબર નથી. પણ વિનોબાજી સંતપ્રકૃતિના પુરુષ છે. તેમને તો બધે જ આત્મા દેખાય, પારડીનો પ્રસંગ આવ્યો. મુંબઈનો પ્રશ્ન આવ્યો. ત્યારે મેં લખ્યું. તમે નિવેદન બહાર પાડો, પણ ના બન્યું. સંત વિનોબાજી પવિત્ર પુરુષ છે. બાપુના અનુગામી છે પણ ગમે તેટલી વ્યક્તિગત પવિત્રતા હોય તો પણ સામાજિક કામોમાં ચારિત્ર્યનિર્માણ માટે ખૂબ જાગૃતિ રાખવી જોઈએ. મોરારજીભાઈને હું લખ્યા કરતો હતો. તમે આખા કાર્યક્રમમાં ઓતપ્રોત થઈ જાઓ અગર તો દેશને ઊંચે લઈ જવાય તેવા કાર્યક્રમ થાય તેવું વાતાવરણ
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૭૯
Page #101
--------------------------------------------------------------------------
________________
સર્જા. જો કે મોરારજીભાઈ જે કામ લે છે તેમાં રત રહે છે. તેમને ગુજરાત કોંગ્રેસનું કામ ગમે ખરું. ઢેબરભાઈ સંતપ્રકૃતિના માણસ છે. ગરીબો ઉપરની તેમની લાગણી તમારા કોઈથી ઓછી નથી. મેં તેમને કહ્યું, ગામડાના નિર્માણના - ગ્રામસંગઠનના કાર્યમાં લાગી જવું જોઈએ. પણ આજે તો દેશનું એક મહાન કાર્ય તેમને માથે આવી પડ્યું તે તેઓ બતાવે છે. તેઓ પંડિતજીના પણ પ્રિય છે. સૌભાગ્યશીલ, નમ્ર અને છતાંય પોતાના અમુક વિચારોમાં ઘડાયેલા અને સાત્ત્વિક મુત્સદિતા ધરાવે છે. તેથી શું કરવા જેવું છે તે જોઈ લે છે. એટલે તેઓ કોંગ્રેસ પ્રમુખ બન્યા. મોરારજીભાઈએ લખ્યું : તમને આ નહીં ગમે પણ મેં તો હંમેશા કહ્યું છે કે, સંસ્થાનો આદેશ છેલ્લો ગણવો જોઈએ. હવે કોંગ્રેસમાં જે નબળાઈઓ પેસી ગઈ છે તેને દૂર શી રીતે કરીએ? તે માટેનો આ પ્રયોગ ચાલે છે. તેનાથી ઢેબરભાઈ અને મોરારજીભાઈને વાકેફ કરતો રહું છું. મને લાગે છે જે નવું બળ આવી રહ્યું છે તેને ગુજરાતે પ્રથમ અપનાવવું જોઈએ. દેશની નજર ગુજરાત ઉપર છે. દ્વિભાષીનો પ્રયોગ કેમ સફળ થાય ? તેને માટે આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ અને જે પરિબળો સાથ આપી રહ્યાં છે તેને અગ્રીમતા આપવી જોઈએ. ઢેબરભાઈ મળવા આવ્યા છે. એમ થાય છે કે તેમની વાતો સાંભળ્યા કરું. મને ખૂબ આનંદ થાય છે. તમે બધાએ તેમનું સ્વાગત કર્યું તેથી આનંદ. ત્યારબાદ લગભગ ચાર કલાક મહારાજશ્રી સાથે તેમણે એકાંતમાં વાતો કરી. પથાભાઈને ત્યાં જમી અઢી વાગે બાવળા જવા વિદાય થયા હતા. તા. ૪-૮-પ૭ :
એક જ જૂથના માણસો હોય છે, ત્યારે બીજા જૂથ સાથે કાં તો એ મળે છે કાં તો જુદા પડે છે. મનુષ્ય સ્વભાવ એવો છે કે, બીજાઓ સાથે સંબંધ તો જ રાખવાનું મન થાય કે સામેની વ્યક્તિ ઓતપ્રોત થઈ જાય અથવા યુદ્ધ કરે. પશુઓમાં પણ આવું બને છે.
જે લોકો પોતાની સાથે નથી તે સામે છે, એમ માનીને ચાલે છે. પરિણામ એ આવે છે કે જે જૂથો જુદાં પડે છે તે તેની સામે લડવા મંડી પડે છે. પરિણામે બન્નેની શક્તિ ક્ષીણ થાય છે. ખરી રીતે કરવું જોઈએ એમ કે વિરોધી જૂથ સાથે મેળ ના પડતો હોય તો વધારે પ્રેમ કરવો. તે જૂથનું કામ કરીને વધારે આત્મીયતા કેળવવી.
૮૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #102
--------------------------------------------------------------------------
________________
કવિએ કહ્યું, “નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે...'. પ્રહલાદે પિતાને ત્યજયા એનો અર્થ કે પિતાની ખોટી આજ્ઞાને તજી. પિતાની તો સેવા જ કરી. ભગવાન જ સૌથી મોટા છે. તેના કરતાં માનવી મોટો હોઈ જ કેમ શકે ? આટલા માટે પિતાનો સામનો કરવો પડ્યો. જો પિતાનો સામનો કરવો ત્યજી દીધો હોત તો બીજા લોકો સિદ્ધાંત વિરુદ્ધ હોય તેમનો સામનો હોય જ નહીં. એટલે આવા વિચારના લોકો સમાજને કલ્યાણકારી છે પણ કામ અઘરું છે. અમારી સાથેય કદાચ વિરોધ થઈ જાય અને જયાં ટોળાશાહી હોય છે ત્યાં આ રીતે શું લડાશે ? એમ કલ્પીને સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવી પડે છે. ખરી રીતે એ મહોબ્બત નીપજવાની નથી એમ લાગે છે. એટલે કોઈ એક સિદ્ધાંતની ખાતર જીવતા થઈએ. તો ભાવિ વિચાર ધરાવનાર પણ વહેલા-મોડા આપણી સાથે આવે છે. સમય જતાં એ સમજી જાય છે કે એ આપણો દુશમન નથી મિત્ર છે. સિદ્ધાંત માટે જ એ લડે છે. બાપુજીએ ગોરા-કાળાના ભેદભાવ થતાં ત્યાં ગોરાઓને એમ જ કહ્યું હતું કે બંને માણસ છે. તમે કાળા માટે આટલા બધા ભેદભાવ શા માટે કરો છો ? સત્ય અને ન્યાયથી વર્તો. એટલે બ્રિટિશ લોકો સમજ્યા આ આપણો વિરોધી છે પણ જયારે વિશ્વયુદ્ધ આવ્યું ત્યારે ગાંધીને લાગ્યું કે બ્રિટિશરોનો કેસ સાચો છે. અને તેમણે તેઓને મદદ કરવાનું નક્કી કર્યું. આ ઉપરથી બ્રિટિશરોને ખાતરી થઈ કે આ માણસ અન્યાયની સામે લડતો રહે છે. કોઈ કોમ સામે લડનાર નથી. જનરલ સ્મસને પણ ખાતરી થઈ ગઈ અને તેણે ગાંધીજીનાં વખાણ કર્યા. તેઓ રાષ્ટ્રપિતા કહેવાયા. પણ આ સ્થિતિ દરેક માણસ માટે શક્ય નથી.
કેટલીક વાર સત્ય માર્ગે માણસ એકલો પડી જતો લાગે છે. બધી જગ્યાએ વિરોધ થાય. સાથીઓ પણ વિરોધી બને પણ સિદ્ધાંત પકડ્યો હશે તો છેવટે તેઓ અલગ રીતે નજીક આવવાના જ છે. પંડિતજી આમ તો એકલા છે પણ એ એકલતા બહુ નહિ દેખાય. તેમણે એક સિદ્ધાંત પકડ્યો છે એટલે એના જોરે એ દુનિયામાં કૂદે છે. એણે જૂથ જમાવ્યું નથી, છતાં દુનિયામાં પોતાની વાતો મૂકે છે. “એકલો જાને રે' વાળી વાત છે, છતાં દુનિયાના લોકો એને ચાહે છે. આ જ વાત આપણા જીવનમાં, કુટુંબમાં અને સમાજમાં લાગુ પડે છે. જો આપણે સિદ્ધાંતથી સત્ય અને પ્રેમથી ચાલતાં શીખીએ તો કેટલાંકને આજે નહીં ગમતી વાત વખત જતાં ગમશે અને તેની સાથે પ્યાર કરશે. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
1
Page #103
--------------------------------------------------------------------------
________________
અનુબંધ કરનાર નવા ચોકા નહીં જમાવે પણ બધાને સાંકળશે. એ સાંકળવું એ જ રસ્તો સાચો છે. કોઈ જૂથ સિદ્ધાંતથી વિરોધી હોય તો તેને પ્રેમ રાખીને પણ સાચી વાત કહેવી જોઈએ. કેટલીક વાર અમુક જૂથનો વિરોધ કરતાં, બીજા તેના વિરોધી જૂથવાળા પ્યાર કરવા આવે છે પણ તે વખતે આવી વ્યક્તિ ચેતી જાય છે. એવા ખાસ આશયથી આવેલાની પ્રતિષ્ઠા કરતા નથી, મદદ પણ લેતા નથી.
આજે જૂથોનો જમાનો છે. હમણાં તાર, ટપાલવાળા કર્મચારીઓએ હડતાળ જ તૈયાર કરે છે. દેશના મોટા માણસો એની ગડમથલમાં પડ્યાં છે. આવી રીતે ખેડૂતો જો સંગઠન કરે અને વિચારે કે અમારે અનાજ વેચવું જ નથી. પૈસાની વ્યવસ્થા ગમે તે રીતે કરીશું તો આખો દેશ તોબા પોકારી જાય. પણ આથી તે સાચું સંગઠન નહીં કહી શકાય. બીજાનો પણ વિચાર કરે તે જ સાચું સંગઠન છે. એ ક્યારે બને કે એણે કોઈ સિદ્ધાંત નક્કી કર્યો હોય. આજે કોઈ વ્યક્તિગત રાજા નથી, પ્રજા રાજા છે. તેવા વખતે જોડાણ કરનાર જૂથની જરૂર છે. આપણે જોડાણ કરનાર જીભનું કામ કરવાનું છે. આપણે એકલા છીએ એમ લાગશે ખરું. ક્યારીમાં પાણી વાળનાર એકલા લાગીશું, પણ પછી અનેક બળો કામ કરશે, કામ કરે છે. જગતમાં કોઈ વસ્તુ નથી કે જયાં અક્ષરમાં મંત્ર ના આવતો હોય. કોઈ ચીજ નકામી નથી. ફેંકી દેવા જેવી ચીજ પણ અમુક ઠેકાણે જોડી દો તો તે ઉપયોગી થઈ જાય. એટલે જગતમાં મુખ્ય કામ જોડવાનું છે. બે જુદા પડતા ભાગને જોડીને ઉપયોગી બનાવવા. આમ કરતાં અડઘા પડઘા પડશે. કામનો મોહ છોડવો પડશે. વિરોધ તો આપણે કરવો પડે. તો જ તે જગતને ઉપયોગી એવું કાર્ય કરી શકશે. ગાંધીજીની જીવનકથામાંથી એ દેખાય છે કે, તેમણે કોઈ દિવસ નિરાશા સેવી નથી. કૂચકદમ કર્યું જ રાખી છે. કેટલીય વાર એકલા પડી ગયા છે, છતાં આગેકૂચ કરી છે.
તમારે પણ કોઈ ચોક્કસ સિદ્ધાંત લઈને જવું હશે તો કેટલાંયે ટાંકણાં ખાવાં પડશે. જે જૂથ જામેલું હશે, તેને વિરોધ લાગશે. એટલે તે તમારો વિરોધ કરશે. આડખીલી પણ કરશે. છતાં તમારે એમાંથી આગેકૂચ કરવાની છે. વાણીમાં કડવાશ ના આવે તેની કાળજી રાખવી જોઈએ. જેમ ઉપર કહ્યું કે તમે તમારા વિચારો મોકલવા, મને મૂકતા રહો. વિચારો સાચા હશે તો કોઈને કોઈના હૃદયમાં એ ઊગી જ નીકળશે. ગાંધીજીના વિચારો કોઈને ૮૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #104
--------------------------------------------------------------------------
________________
કોઈએ પકડ્યા જ. એમ લાગે કે, પણ આ આ તે શું ? નિરાશ થયા સિવાય આગળ વધ્યે જવું.
મહારાજશ્રીએ આ નિમિત્તે બીજે દિવસે ઉપવાસ કર્યો. આવા ચારિત્ર્યહીનોને ધોળકા ગામ આશરો આપે છે. સર્વોદયના ત્રણેય કાર્યકરો કે જેમના ચારિત્ર્યદોષો થયા હતા તેમને આ ગામે આશ્રય આપ્યો, તેથી સૌને દુ:ખ થયું. તા. 9-૮-૫૭ :
આજે સાંજના ભાવનગરથી આત્મારામ ભટ્ટ મહારાજશ્રીને મળવા આવ્યા. પ્રાર્થના પ્રવચન બાદ તેમની સાથે વાતો થઈ. તેમનો મુખ્ય પ્રશ્ન એ હતો કે, લાઠી વિભાગમાં ખાલી પડેલી ધારાસભાની જગ્યાએ પોતે સ્વતંત્ર ઊભા રહેવું. એ ઊભા રહેવા પાછળનો હેતુ એ હતો કે દારૂબંધી, શબ્દરચના, સંતતિનિયમન જેવા સમાજને ઘાતક અનિષ્ટો જનસરકાર દૂર કરતી નથી, તેને માટે અંદર જઈને અવાજ ઉઠાવવો. મહારાજશ્રીએ જણાવ્યું કે પ્રથમ તો ધારાસભાનું સ્વરૂપ જાણી લેવું જોઈએ. લોકશાહી છે. તમે કોઈ પક્ષ સભ્ય તરીકે જાઓ કે સ્વતંત્ર જાઓ પણ ધારાસભાગૃહની શિસ્ત પાળવી પડે છે. એને માટે દરેક ધારાસભ્ય વફાદારીના સોગંદ લેવા પડે છે. તમે જે વસ્તુ મૂકશો અને નહીં થાય તો રાજીનામું આપશો. એ બરાબર નહીં થાય. તમને પ્રશ્નની બધી રીતે રજૂઆત કરવામાં સંતોષ નહિ થાય. તમારો અમલ કરવાનો આગ્રહ રહેશે, જે શક્ય નહિ બને. એટલે જે તમારા લોહીમાં નથી તે વસ્તુ શિસ્ત (ધારાસભાની) ત્યાગી નહીં શકો, અંદર જઈને સામાન્ય માણસ થઈ જવાશે. બહાર રહીને જે નૈતિકતા બતાવી શકાશે, તે અંદર જઈને નહીં બતાવી શકાય. વગેરે વાતો થઈ. બીજી આવતી કાલે.
આજે સવારના ફરીથી ગઈકાલની અધૂરી ચર્ચા આગળ ચાલી. મહારાજશ્રીએ કહ્યું : સત્તા દ્વારા કોઈ દિવસ પાયાના પ્રશ્નો હલ થવાના નથી. એને માટે તો જનતાને તૈયાર કરવી જોઈએ. આત્મારામભાઈએ બળવંતભાઈ, નાનાભાઈ ભટ્ટ વગેરેના અભિપ્રાયો કહી સંભળાવ્યા. બળવંતભાઈએ કહ્યું કે, તમારો સ્વભાવ જોતાં ધારાસભામાં કશું વળશે નહિ. બહાર રહો એ જ મારી સલાહ છે. મેં હજુ કંઈ નક્કી કર્યું નથી પણ આપની સાથે વાતચીત થયા પછી આગળ પગલું ભરીશ. બળવંતભાઈએ
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું
૮૩
Page #105
--------------------------------------------------------------------------
________________
કહ્યું, કદાચ પ્રભુદાસ રામજી ઊભા રહે અને તમે ઊભા રહો. બીજી બાજુ કૉંગ્રેસ હોય તો બેની તકરારમાં કૉંગ્રેસને જ હાનિ થશે.
આત્મારામભાઈનો બીજો વિચાર એ હતો કે ઉપર કહ્યા તેવા કારણો જો દૂર ન થાય તો કાયદાભંગ કરીને કેદખાનું ભોગવી લેવું. મહારાજશ્રીએ કહ્યું, હાલના તબક્કે જયારે ઉછરતી લોકશાહી સરકાર છે ત્યારે કાનૂનભંગનું પગલું કોઈપણ વિચારક માટે અયોગ્ય છે. કારણ કે તમારા જેવા માણસ તો સારી ટેવ માટે એ પગલું લેવાના. પણ વિરોધ પક્ષો છે તે ખોટો દાખલો લઈ લાભ લેવાના છતાં તમો તમારી રીતે આ બન્ને પ્રશ્ન વિચારજો. મહારાજશ્રીએ કહ્યું,
તમે કોઈપણ પ્રશ્નમાં આત્યંતિક પગલું લઈ લો છો તે બરાબર નથી. આપણે તો પ્રયત્નના અધિકારી છીએ. પૂરા પ્રયત્ન કરી છૂટવા પણ કંટાળી જવું તે બરાબર નથી. પરંતુ હજુ તેમના મનમાંથી આ ધૂન ગઈ નથી. તેમણે જાદવજીભાઈની સલાહ લીધેલી. કહ્યું, મારે કાં તો ધારાસભામાં જવું કાં તો કાનૂનભંગ કરી જેલમાં જવું. ત્યારે જાદવજીભાઈએ કહ્યું, તમે તો એવું પૂછો છો કે, ડાબી આંખ ફોડું કે જમણી આંખ ફોડું ? હું તમને શું સલાહ આપું ? વચમાં વચમાં ભટ્ટે પોતાના જીવન પ્રસંગો પણ આલેખ્યા. પોતે દારૂ પીતા, સિગારેટ પીતા, કોઈ કોઈને મારેલા પણ વ. કહ્યું હતું.
મહારાજશ્રીએ તેમેન કાનૂનભંગ નહીં કરવા તેમજ ધારાસભામાં પણ નહીં જવા અને પ્રજા વચ્ચે જ રહી શુદ્ધિપ્રયોગો કરી જનશક્તિને જાગૃત કરવાનાં કામમાં લાગી જવા કહ્યું. રાત્રે પણ થોડી વાતો થઈ હતી.
તા. ૧૦-૮-પ૭ (બળેવ)ઃ મહારાજશ્રીએ પોતાના જન્મદિવસ નિમિત્તે કરેલું પ્રવચન.
સમય અથવા કાળ એ એક રીતે પોતાની કૂચ કર્યું જાય છે. આપણે ગમે તેટલી વાર કરીએ પણ એ કંઈ થોભતો નથી. એટલે મહાપુરુષોએ કહ્યું “બેર બેર નહિ આવે, અવસર બેર બેર નહિ આવે.' તમે એમ માનશો કે જરા મોડેથી કરશું શું ઉતાવળ છે? પણ કાળ તો એનું કામ કર્યું જ જવાનો. કેટલીક વાર, સમયસર કરવાનું કામ ન કરીએ તો પછી ભલીવાર આવતો નથી.
એક જૈનાચાર્યે કામને બહુ મોટી ઉપમા આપી છે. સમય એ જ આત્મા છે. સમયનો ચૂક્યો સો વરસ જીવે. એક વાત હાથમાંથી ગઈ તો
८४
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #106
--------------------------------------------------------------------------
________________
એ મેળવવાં અનેક જવાબો લેવા પડે. કે મરતી વખતે માણસના મનમાં કેટલીક ઘટના રહી જાય છે. મરતી વખતે જીવ જતો નથી. ત્યારે નજીકના કહે છે જે કહેવું હોય તે કહો અમો કરીશું. પણ સમય ગયા પછી શું ? ૧૯૪૭ના ૧૫ ઑગસ્ટે જે સમય છે તે જો જાય છે તો સ્વરાજયને માટે મારો કોયડો ઊભો થાય છે. જો એ સમયને સ્વીકારી લઈએ છીએ તો ભોગવવાનું પરિણામ ભોગવવું પડે છે. સામાન્ય સમજ પરિણામલક્ષી છે. એટલે પરિણામ તો બનાવવું જ પડે. એટલે કામ હોય ત્યારે જે કામ હોય તે કર્યો જ જવું અવસર કદી નહીં આવે. આમ આપણું આયુષ્ય ઘટતું જાય છે. આનંદધન કહે છે કે ઘડીયાળી તું શા માટે ઘડિયાળાં વગાડે છે. તું એમ માને છે કે, ઘડિયાળાંથી લોકો ચેતી જતા હશે ? પણ એમ નથી. એ લોકોને માથે પાઘડી હોય છે. એ સાથે જ બાંધી રાખે છે. છતાં એને યાદ કરતો નથી, તો તારા ઘડિયાળાની કોણ પૂછશે ?
ઉંમર વધથી જાય છે. વિસ્મરણ વધતું જાય છે. શરીર દ્વારા વર્ણન થાય છે. શરીર લાલબત્તી ધરે છે. તે કહે છે : વરસો ઘટતાં જાય છે. હવે જાગો. ? ચેતો? જાગ્રત અને કલ્યાણકારી શું છે? તેને ઓળખીએ એ પ્રકારનું વર્તન બતાવે છે. જનક મહારાજાએ એવા પ્રકારનો પ્રસંગ યોજયો હતો. પ્રશ્ન એ નહોતો કે તમે આટલા બધા અનાસક્ત કેવી રીતે રહી શકો છો ? તેમણે કહ્યું આ ચર્ચાનો વિષય નથી. તેથી પ્રસંગ પડતાં પ્રત્યક્ષ બતાવે છે. મહારાજાએ મંત્રીને ભોજન માટે નોતરે છે. ચારેક વાગે ભોજનનો સમય હતો. પણ એ દરમ્યાન બરાબર બે વાગે એક ઢંઢોરો પિટાય છે. બરાબર પાંચ વાગ્યે પ્રધાનને ફાંસી આપવામાં આવશે. પેલો પ્રધાન આશ્ચર્યચકિત થઈ જાય છે. અરે, ચાર વાગે તો મારે ભોજન માટે જવાનું છે. આખું ગામ પણ દિગમૂઢ થઈ જાય છે. પ્રધાનને માણસ બોલાવવા આવે છે. જનક રાજા સાથે તે ભોજન કરે છે. પણ તેનું મન ભોજનમાંથી ઊડી જાય છે. તેણે શું ખાવું. તેની પણ ખબર ના રહી. હાથ અને મોં એ તેનું કામ કર્યું. મને જુદું કામ કર્યું. ત્યાં ઢંઢેરો પીટાય છે, ફાંસી માફ કરવામાં આવે છે. બીજે દિવસે રાજાએ મંત્રીને પૂછ્યું, કાલે શું ખાધું હતું ? મને કંઈ ખબર નથી. આંખો સામે ફાંસી જ હતી. મહારાજાએ કહ્યું, જમણ ચાર વાગે હતું, ફાંસી પાંચ વાગે હતી. એ તમે જાણતા હતા. છતાં આટલી ચિંતા થઈ તો પછી મને તો મરણના ક્ષણની ખબર થતી. કેટલી બીક લાગે? જો માણસ માને કે કાળની નોબત અચળ રહી છે. કોઈ આજે સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૮૫
Page #107
--------------------------------------------------------------------------
________________
જાય છે. કોઈ કાલે જવાના છે. તો તેની દિનચય બદલી જ હશે. જનક કહે મને ક્ષણનો ભરોસો નથી. એટલે જ કામ કરવાનું હોય તે તુરત જ કરી નાખું છું. વેપારી બોર્ડ લખે છે. આજે રોકડા કાલે ઉધાર. ઉંમર એ ઉધાર છે. જે કર્યું તે જ ખરું. કાળનો ઝપાટો પોતાના હાથમાં નથી. એટલા જ માટે એક દાર્શનિકોએ કામને ઈશ્વરસ્વરૂપ નામ આપ્યું છે. ગીતામાં કહ્યું સમય ચાલે છે ત્યારે હું લોકો પાસે કામ સ્વરૂપે આવું છું અને લઈ જાઉં છું. શંકરનું એક સ્વરૂપ સંહાર સ્વરૂપ છે. આજ માસની અંદર જોઈએ તો કેટલી કેટલી ઘટનાઓ બની ગઈ ! આવા તો અનેક વરસો, કાળ ગયા. કેટલી ઘટનાઓ બની. આજે શું હોય છે, કાલે શું હોય છે. એક દિવસ એક દિવસ કરે છે, ઉત્સાહ પણ હોય છે. બીજે દિવસે નિરુત્સાહી થઈને કેમ રડે છે. એક દિવસ આદર મળ્યો હોય અને પછી બીજે દિવસે ધિક્કાર વરસે છે. સાર એ છે કે, અનંત એવો કાળ ચાલ્યો જ આવે છે. માણસ જો એનો સાથી બની જાય તો કેટલો બધો આનંદ આવે. નટ ગમે તે વેશ પહેરતો હોય છતાં તે સમજે છે કે, હું નટ તે નટ છું. પછી રાજા બને, રાણી બને. ક્ષણ પહેલાં બાળ ઊવાં ઊવાં કરતું પેદા થયું. કાળ બદલાય સમય પસાર થાય છે, અને કુમાર અવસ્થા આવે છે. યુવાઅવસ્થા આવે છે, ઘડપણ આવે છે, લાકડી લેવી પડે છે. પરંતુ આત્માની દૃષ્ટિએ તેને યુવાની નથી, વૃદ્ધત્ત્વ નથી, સરખું છે. જો આ વાત સમજી જાય તો માણસ જેમ ગેડીદડો રમીને આનંદ લૂંટે છે તેમ તે આનંદ લૂંટી શકે છે. પણ સમજણ ના હોય તો તે આનંદ લૂંટી શકાતો નથી. દિવસ ઊગે છે, રાત્રિ પડે છે. ફરી પાછો સૂર્યોદય થાય છે. કામે વળગે છે, સંધ્યા થતાં સૂઈ જાય છે. આમ ઘટમાળા ચાલ્યા કરે છે. એ રેટચક્રનું પાણી એકનું એક છે. કૂવામાં હોય કે બહાર પણ ચક્રનું એક ભજન ગાતા થાય છે. બીજું ત્યાર પછી. જીવનનું રેટચક્ર એમજ ચાલ્યા કરે છે. પણ કેટલું ઉપયોગી કામ કરીએ છીએ, તે જ મહત્ત્વની વસ્તુ છે. જો આપણે રાગ-દ્વેષમાં પડીએ તો કાળ વહી જશે. દષ્ટિ રહી જશે. એટલે ભગવાનની દયા થાય, જનેતાની દયા થાય તો જિંદગીની કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત થાય. નવીન પ્રભાત થાય તે માટે તેઓના આશીર્વાદ ઊઠશે એ પ્રભુપ્રાર્થના.
આજે શિયાળથી જટુભાઈ, ભાઈલાલભાઈ અને દાદુભાઈ આવ્યા. જટુભાઈને કોંગ્રેસની મંડળ સમિતિની રચના અંગે વાતો કરી. બપોરના તેઓ ગયા.
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #108
--------------------------------------------------------------------------
________________
આજે મહારાજશ્રીનો જન્મદિવસ હોવાથી નંદલાલભાઈ અજમે૨ા અમદાવાદથી આવ્યા. પોતાને મૌન અને ઉપવાસ છે, પણ મહારાજશ્રી સાથે બોલવાની છૂટ છે.
તા. ૧૨-૮-૫૭ :
આજે સવારના જમનાશંકર પંડ્યા અને એક ભાઈ મોટરસાયકલ ઉપર મહારાજશ્રીને મળવા આવ્યા. ખાસ વાત તો મહાગુજરાત આંદોલન વખતે તેમણે નીડરતાથી કૉંગ્રેસનું જે કામ કર્યું તે અદ્ભુત હતું. પણ હમણાં પ્રદેશ સમિતિ તરફથી જે ગુજરાત કોંગ્રેસની નવરચના થઈ તેમાં અમદાવાદ શહેર કૉંગ્રેસને બરખાસ્ત કરી, તેને ઠેકાણે એડ્લોક કમિટિ નીમવામાં આવી. આ ફિમિટમાં પહેલાં જે ભાઈઓ કામ કરતા હતા તેમને લેવામાં ન આવ્યા. ખાસ તો પ્રમુખ ડૉ. અમુભાઈ શુક્લ અને મંત્રી જમનાશંકર પંડ્યા બન્નેને કારોબારીમાં પણ ન લેવાયા, આથી તેમને દુ:ખ થયું છે.
સારી સમાજવ્યવસ્થા અને રચના માટે શું કરવું તે અંગે સમજવા આજે બપોર પછી અમરેલી જિલ્લા સર્વોદયવાળા બાલુભાઈ ભટ્ટ થોડા દિવસ રહેવા માટે આવ્યા છે.
તાં. ૨૩-૮-૫૭ :
આજે કરજણથી શિવાભાઈ, શાન્તાબહેન અને ચંચળબહેન આવ્યાં. તેઓ થોડા દિવસ રહેશે. શાન્તાબહેન પટેલ પહેલી વાર જ મહારાજશ્રીને મળે છે. આજે બપો૨ના ધોળકાથી દેવીબહેન, ગીતા, ડમરુ, મયંક અને દામોદરભાઈ આવ્યા. ગીતાના શિક્ષણ અંગે વાતો થઈ.
તા. ૨૫-૮-૫૭ :
આજે આંબલાથી નરસિંહભાઈ આવ્યા. બાબુભાઈ ભટ્ટ અહીં આવેલા છે એટલે અમરેલી જિલ્લામાં ગ્રામસંગઠન અંગે નરસિંહભાઈ, માટલીયાભાઈ અને બાબુભાઈ સાથે મળી ચર્ચા-વિચારણા કરી છે. તો કામ સારી રીતે ગોઠવી શકાય.
તા. ૨૮-૮-૫૭ :
આજે મહારાજશ્રીએ માથાની હજામત કરાવી હતી. આજે જૈનોનાં પર્યુષણનો સંવત્સરી દિન છે. મહારાજશ્રીએ ઉપવાસ કર્યો. મેં પણ કર્યો
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૮૭
Page #109
--------------------------------------------------------------------------
________________
હતો. આજે મહારાજશ્રીએ ઘણાં વિચાર-વિરોધી અને બીજાં ભાઈ-બહેનોને ક્ષમાપના અંગે પત્રો લખ્યા. મોટું પ્રતિક્રમણ કર્યું. રાત્રિ સભામાં પ્રતિક્રમણનો ઉલ્લેખ કર્યો અને આજના મહાન-પવિત્ર દિવસે કંઈ ભૂલ થઈ હોય, કોઈને ન ગમતું કહેવાયું હોય તો ક્ષમા માગી અને આપી. દરેક માણસે વરસમાં એક દિવસ તો એવો કાઢવો જોઈએ કે જે દિવસે વેપારીના સરવૈયાની જેમ આખા વરસનું સરવૈયું ચિંતવે અને થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત્ત કરે. ક્ષમા માગવા જેવાની ક્ષમા માગવી અને આપવી. આમ થવાથી જીવન હળવું ફૂલ થઈ જશે.
મહારાજશ્રીએ અમારી અને ખાસ કરીને મીરાંબહેનની પણ ક્ષમા યાચી લીધી. આ તેમના સાધકજીવનની નિશાની છે. કોઈ દિવસ દુઃખ દેવા જેવા પ્રશ્નો બન્યાં જ શેના હોય ! જે કંઈ કહ્યું હોય તે અમારા હિતમાં જ કહ્યું હોય. છતાં તેમણે તો તેમનો ધર્મ બજાવ્યો.
ઘણી વાર માણસને થાય છે – સારી સારી બેચાર વાતો સમજી લઈએ તો લાંબી સાધના વગેરેની વાતોની શી જરૂર છે ? સાચું બોલવું, હિંસા ન કરવી, બ્રહ્મચર્ય પાળવું વગેરે એટલે બહુ વાંચવું એના કરતાં ટૂંકુંટચ જીવનમાં મૂકી દેવું, એટલે ધ્યાનમાં જે નીપજશે તે સારું નીપજશે. વાત સારી છે. નાની વાત પણ જીવનમાં આચરીશું તો બેડો પાર. પણ વાત ટૂંકાથી પતતી નથી. એનું ભાષ્ય કરવું પડે છે. સત્ય બોલવું એમ કહ્યું પણ સત્ય બોલવામાં પણ વિવેક ના હોય તો કંઈ ને કંઈ મુશ્કેલીઓ ઊભી થતી રહે છે. એક માણસનું છત્ર હોય તેને તમે ઊઘાડું કરી દો અને તમારો આશય પાછો પવિત્ર નથી. તેને ઉતારી પાડવા કહો છો. તેથી સામા ઉપર ખોટી અસર પડશે. સમાજમાં તેની આબરુ જશે. એટલે સત્ય નકામું જશે પણ જો તમારા અંતરથી પેલા એકલા માણસને બોલાવીને કહેશો તો તેની સારી અસર થશે. વળી તેનો વિરોધી માણસ કાંઈ પૂછશે તો તમે કહેશો કે ભાઈ ! એ હું નહીં કહું. તેને જે કહ્યું હશે તે કરીશ. દા.ત., કસાઈ અને ગાયની વાત... સત્યને સાચવવું અને અહિંસાને ભૂલવી નહિ અને સત્ય ને વિવેકપૂર્વક બહાર લાવવું. માત્ર થોડી વાતોથી માણસ સમજી શકતો નથી એટલે ગીતામાં થોડી શિખામણ માટે સાતસો શ્લોક કહી નાખ્યા. માણસના સંસ્કાર એવા પડેલા છે કે, તેને એક જ વાત વારંવાર સમજાવવી પડે છે. ડગલે ને પગલે ગૂંચવાડા આવ્યા કરે છે. એકને એક વસ્તુ કરીને ગયા છે અને જવાબ ૮૮
સાધુતાની પગદંડી પુસ્તક - છઠું
Page #110
--------------------------------------------------------------------------
________________
આપવાનો આવે ત્યારે કેટલાય બીજા સવાલો ઊભા થાય છે. તમે વ્રત લીધું અને વ્રત લીધા પછી બીજા અનેક પ્રશ્નો ઊભા થાય છે. મૌન લીધું અને પછી કોઈ પ્રસંગ એવો આવે કે, જો મૌન ના તોડો તો અનેક જાનહાનિ થવાનો સંભવ છે. તો આવા વખતે વિવેક વાપરવો પડે. આ બધી વાતો માણસને વિસ્તારથી સમજાવવી જોઈએ. “અશ્વત્થામા હણાયો” બોલાવ્યું ત્યારે સામો સવાલ આવે છે. “કયો અશ્વત્થામા ?' તો જવાબ મળે છે, નરો વા, કુંજરો વા....' સત્ય હતું છતાં સત્યને ઝાંખું બનાવ્યું. તમે વિચાર કરો. ખુદ ભગવાન હોય છતાં આ દ્વિઅર્થી સત્ય બોલાય ત્યારે શું સમજવું? ધર્મરાજા કે જેઓ કદી જૂઠું બોલતાં નથી તેઓ કહે છે. રાજય ચાલ્યું જાય, મારું શિર કપાય, મારે હાથે તીક્ષ્ણ હથિયારની ધારાઓ પડે, છતાં સત્યથી ચૂકું નહિ. તેવો માણસ જૂઠું બોલે અને તે વળી ભગવાન બોલાવે તે બહુ વિચાર કરવા જેવો છે. એક તરફથી વિચાર કરીએ તો અન્યાયની જીત થઈ જાય. અન્યાયની જીત. દાંડાઈની જીત એ મહાહાની થાય. આખા સમાજનું પતન થાય. સત્ય પણ સમાજ માટે છે તેમ અન્યાય નિવારણ પણ સમાજ અર્થે છે. એક બાજુ સમાજ હતો અને બીજી બાજુ વ્યક્તિગત સાધના હતી. સમાજનું મૂલ્ય કામથી અંકાય છે. સાધક જાગૃત રહીને જે કંઈ કરે તે યોગ્ય જ કરતો હશે. ધર્મરાજા પોતાના સ્વાર્થ માટે જૂઠું બોલ્યા નથી. ભગવાને સુદર્શન પોતાના સ્વાર્થ માટે વાપર્યું નથી. પણ જે બુદ્ધિ શક્તિ મળી છે તે સમાજના ધારણ-પોષણ માટે કરે છે. તે વસ્તુનું આપણે અનુકરણ નહિ કરીએ પણ એવા મહાપુરુષોને અધિકાર છે. તેમની એક પણ ક્રિયા નકામી નથી હોતી. એવી કોઈપણ વાતને એકાંતિક રીતે નહીં વિચારવી જોઈએ. કહેવા એ માગું છું કે સાદી સીધી વાતથી માણસ સમજી શકતો નથી. તેને જુદી જુદી રીતે સમજાવવો પડે છે.
જૂઠું ન બોલવું, હિંસા ન કરવી, આટલું સમજી લઈએ એટલે બધાં નકામાં શાસ્ત્રો શું વાંચવા ? ઉપદેશો શું સાંભળવા ? આ વાત કહેવામાં સહેલી છે, પણ આચરવામાં અઘરી છે. દોષ આગળથી ન પેસી જાય તે જોવું જોઈએ. ઢોર ઘાસ ખાય છે પણ પછી તે વાગોળે છે. આપણે પણ વાંચ્યા, સાંભળ્યા પછી ચિંતવવું જોઈએ. ન સમજાય ત્યાં શ્રદ્ધેય પુરુષને પૂછવું જોઈએ. સાર એ છે કે આપણે ઘણી વાર ચડવા ઇચ્છીએ છીએ કે લાંબી લાંબી પૈડ કરવી તેના કરતાં ટૂંકામાં કહી દેવું, સમજી લેવું પણ આમ સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૮૯
Page #111
--------------------------------------------------------------------------
________________
પતતું નથી. દરેક વાતમાં વિવેક વાપરવો જોઈએ. ગ્રહણ કરવા યોગ્ય કરો, છોડવા યોગ્ય છોડો. જાણવા યોગ્ય જાણો. કેટલીક વસ્તુ જાણવા જેવી હોય છે પણ તે આચરવા યોગ્ય નથી હોતી. ઘણી વાર બાળક જાણવાની વાત આચરવા જાય તો નુક્સાન થાય. તેને છરી આપો, તો કપાઈ જાય. કૂવા પાસે જાવ તો પડી જાય. આ વાતો જાણી શકાય. આચરી ન શકાય. આમ વિચારવું જોઈએ. નિંદા તજવા જેવી, તે આચરી ન શકાય. ઝેરનો પ્રયોગ ના થઈ શકે. એમ કેટલીક વસ્તુ જાણવા જેવી, કેટલીક છોડવા જેવી, કેટલીક આચરવા જેવી. એનો વિવેક કરવો જોઈએ. વિચાર-વિવેક નહિ હોય તો માણસ આગળ કદી વધી શકવાનો નથી. વિચાર-વિવેક માનવતાનાં મુખ્ય પાયા છે. માત્ર સૂત્રો પોકારવાથી કોઈ વસ્તુ પતતી નથી.
મીરાંબહેને કહ્યું કે લાંબા લાંબા પત્રો લખીને શું કામ સમય બગાડો છો ? થોડા શબ્દો લખીએ તો પણ સમજવું હોય તે સમજી શકે છે. આપણે તો સાચું બોલવું, હિંસા ન કરવી, એટલું સમજીએ એટલે બસ. આ પ્રસંગને અનુલક્ષીને મહારાજશ્રીએ ઉપરનું પ્રવચન કરેલ.
તા. ૩૧-૮-૫૭ :
મઢીથી આવેલ ગણપતભાઈએ અને શિવકોરબહેને ફરીથી એક વરસ માટે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી. સાથેના ભાઈની ઇચ્છા બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા માટે હતી પણ મહારાજશ્રીએ સલાહ આપી કે બહુ ઉતાવળ ન કરો, પ્રયત્ન કરો. વળી તમારાં પત્ની હાજર નથી એટલે બશે વિચાર કરીને પછી એ પગલું ભરજો. હમણાં સંયમનો પ્રયત્ન કરો.
તા. ૨-૯-૫૭ :
આજે મઢીવાળું ગ્રુપ સવારના ગયું. નવ વાગે પોતાની મોટરમાં સરલાદેવી સારાભાઈ અમદાવાદથી મહારાજશ્રીની મુલાકાતે આવ્યાં. પોતે મિલ-માલિક છે છતાં સાદાઈ ઘણી રાખે છે. ખાદી જ પહેરે છે. તેમણે ઘણી વાતો કરી. ધંધૂકા તાલુકામાં વિકાસ યોજનાની સાથે સમાજ કલ્યાણ બૉર્ડનું કામ જોડતાં ત્યાં પાંચ ગામોમાં કામ કરવાનું છે એટલે કોઈ સમજુ બહેનો ભાગ લે તે માટે સલાહ માગી. બીજી ઘણી વાતો થઈ. તેઓ કસ્તૂરબા સ્મારક ટ્રસ્ટ વતી બહેનોનું કોબામાં કેન્દ્ર ચલાવે છે. તે અંગે મહારાજશ્રીએ કહ્યું કે બહેનોનું વ્યક્તિત્વ ખીલે અને તેની અસર રાય ઉપર પડે તે રીતે
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૯૦
Page #112
--------------------------------------------------------------------------
________________
ગ્રાન્ટ વગેરે લેવાં જોઈએ. જો બધી પ્રવૃત્તિઓ રાજયઆશ્રિત થઈ જાય તો તેમાં સડો પેસવાનો ભય છે. વળી, તેજ પણ ન આવે. સરલાદેવીએ મદુલાબહેન વિશે પણ કેટલીક વાતો કરી.
કુરેશીભાઈ, ગુલામહુસેન મલમપટ્ટાવાળા અને એક તેમના વડીલ મિત્ર મળવા આવ્યા. મલમપટ્ટાવાળાએ ભડિયાદ પીરના મેળા વખતે માથાદીઠ છે આના ત્યાંની પંચાયત તરફથી વેરો લેવામાં આવે છે, તે વધુ પડતો છે, એ બાબત મદદ લેવા આવ્યા. ત્યાં ગરીબ માણસો આવે છે. હિન્દુઓ પણ આવે છે. વેરો વધારે હોવાને કારણે લોકો ચોરી કરે છે. કર છુપાવે છે. વળી કરચોરને પકડવા જતાં કદાચ તોફાન થવાનો પણ ભય રહે છે. તો ગામલોકો સમજીને કર ઓછો લે તો બહુ નુક્સાન નહિ જાય. જોકે આજે તો ત્યાં પંચાયત સુપરસીડ થયેલ છે. સરકાર વહીવટ ચલાવે છે પણ ગામ આગેવાનો વેરો ઓછો કરવામાં સંમત થાય છે. સરકારને બહુ વાંધો નહિ આવે. તેમની ઈચ્છા ત્રણ આના લે તો સારું એમ દર્શાવી મહારાજશ્રીએ ચાર આનાથી સંતોષ માનવા કહ્યું છે. બીજી વાત મહારાજશ્રીએ એ પૂછ્યું કે હિંદુઓની લાગણી દુભાય તે રીતે જીવ હિંસા નથી થતી ને ? તેઓએ કહ્યું, એવું કંઈ જ થતું નથી. પહેલાં થતું હતું. હવે જેને ખાવું હોય તે બહારથી લઈ આવે એમ સમજૂતી થઈ છે. ભડિયાદ આ અંગે કાગળ લખી આપ્યો.
રાટો વિશ્વવાત્સલ્યનું વાંચન કરતાં મીરાંબહેને એક કાર્યકર માટે “ચોર' શબ્દ વાપર્યો. તેથી મહારાજશ્રીને ખૂબ દુ:ખ થયું. આ અંગે અરસપરસ ઘણી વાતો થઈ. અને પોતે જે કંઈ બોલે તે અંગે અંતરમાં ઊંડાણથી વિચારે એમ મહારાજશ્રીએ કહ્યું. પોતાને માટે બોલે તો વાંધો નથી, પણ જે કાર્યકરો કે જે સંસ્થાના હાથ-પગ છે. તેમના માટે કાંઈ અજુગતું બોલવું. તેથી મહારાજશ્રીને ભારે દુઃખ થાય છે, ટીકાઓ ગમે તેમ ના કરવી જોઈએ વગેરે કહ્યું.
રાત્રો મહારાજશ્રીને મોડે સુધી ઊંઘ ન આવી. એટલે બીજે દિવસે બપોરનું ભોજન છોડ્યું. મીરાંબહેનને પણ દુઃખ તો થયેલું. તેમણે થોડી હઠ કરી, અને બપોરના ભોજન ના લીધું. સાંજે લીધું. તા. ૯-૯-પ૭ :
શ્રીમન્નારાયણ સાથે મુલાકાત.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
(-૧
Page #113
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૯-પ૭ :
બાપુના ગયા પછી સાધનોનો જરૂરી વિચાર કરવામાં આવતો નથી. તેમણે કહ્યું. સાધનનો વિચાર પણ કરવો જોઈએ કારણ કે જે સાધન પ્રગટ કરવા ઇચ્છે છે તેમાં સાધનની અસર પડવાની. સાધન અશુદ્ધ હોય તો સાધ્ય અશુદ્ધ બનવાનો સંભવ છે.
માઉન્ટ બેટન બ્રિટનના પ્રતિનિધિ હતા પણ એ જ માઉન્ટ બેટન ભારતના ધ્વજને વંદન કરે એ સ્થિતિ વિચારવી જોઈએ. લશ્કરી હકૂમત એ બધું શુદ્ધ સાધનોને આધારે મલી ગયું. જોકે આપણી સ્થિતિ તકસૂરા હતી, પણ એક નાયક એવા મળ્યા હતા કે રાષ્ટ્રની ભૂલ પોતાને માથે લઈને ફરતા હતા. આ ઇતિહાસ ફરીથી આપણે યાદ કરવાનો વખત આવી ગયો છે. સાધન શુદ્ધિના કારણે આપણે કોમનવેલ્થમાં રહી શક્યા. બ્રિટનના મિત્ર પણ રહ્યા, આ બધો પ્રતાપ સાધન-શુદ્ધિનો છે. જો સાધન શુદ્ધિ ના હોત તો શું પરિણામ આવત એ પણ આપણે જોયું છે. ઈટલી, જર્મની વગેરે રાજયોનો ઇતિહાસ આપણે જોયો. હીરોશીમા, નાગાશાકી ગયાં. કાયમી ગુલામી આવી. હવે આપણે સાધન-શુદ્ધિ સાથે સાધકનો પણ વિચાર કરવો પડશે.
સાધ્ય, સાધન અને સાધક ત્રણ બળોથી પૂર્ણ વસ્તુ બને છે. સાધકનો આશય બુરો હશે તો સાધન અને સાધ્ય બંને ખરાબ બની જવાનાં. ભાગવતમાં કેટલીક વાતો આપી છે. એક બ્રાહ્મણનો પુત્ર મૃત્યુ પામ્યો. તે લઈને જંગલમાં દાટવા ગયો. ત્યાં બે જીવ આવ્યા. એક કહે ભૂદેવ તમો દીકરાને મૂકીને ચાલ્યા જશો ? આજ સુધી તમારે ત્યાં રહ્યા. હવે થોડીવાર તો તેના આત્માનું કલ્યાણ થાય તે માટે થોડી પ્રાર્થના કરો ! શું સ્વાર્થની દુનિયા છે ? બ્રાહ્મણે વિચાર કર્યો કે, વાત સાચી છે. લાવ ત્યારે થોડું ચિંતન કરું. ત્યાં બીજું પ્રાણી આવે છે. કહે છે, ભૂદેવ તમે આટલા બધા આસક્તિવાળા છો ? શબને પણ છોડી શકતા નથી. આસક્તિ તો બંધનકારક છે. તમારે વળી માર્ગ શો, આત્મા તો મરતો જ નથી. બ્રાહ્મણને એની વાત પણ સાચી લાગી. આ ઉપદેશ આપનાર બન્ને સાચા હતા પણ બંનેનો આશય ખોટો હતો. એક ગીધ હતું એક શિયાળ, ગીધ એમ મનાતું કે રાત પડી જાય તો મારું ખાજ ચાલ્યું જશે. અને શિયાળ એમ માનતું કે રાત પડે તો મારું કામ થાય અને ગીધ એમ માનતું કે બ્રાહ્મણ જાય તો મને લાભ મળે. બંનેની ઈચ્છા માંસના લોચા ખાવામાં હતી. વિચારો બહુ ઊંચા આપે છે, પણ
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૯૨
Page #114
--------------------------------------------------------------------------
________________
આશયમાં સ્વાર્થ હતો. તેવી જ રીતે આજે કઈ સંસ્થા, કઈ વ્યક્તિ કે કયો વર્ગ, ક્યા આશયથી શું કરે છે તેનો વિચાર નહીં કરીએ તો આખા રાષ્ટ્રનું નુક્સાન થશે. ત્યારે માત્ર અવિશ્વાસ રાખીશું તો પણ ચાલશે નહિ. એટલા માટે ખૂબ જાગ્રત રહીશું, અતડાપણું નહિ રાખીએ. સાધકને, સાધ્યને અને સાધનને જોઈને ચાલીશું તો જ આપણે ઉત્પન્ન કરી શકીશું. ભગવાને કહ્યું, જે લોકો જિજ્ઞાસુ છે. અમુક કોટિના છે. તેને જ ગીતાનું જ્ઞાન પચશે. ગમે તેવો માણસ ગીતા ન વાંચે કારણ કે તે તેનો અનર્થ કરશે. ખોટો ભાવ લઈ લેશે. ચા અને માંસ ખાવું એ પણ ગીતામાંથી શોધી કાઢશે. મતલબ કે સાધકે બળનો વિચાર મુખ્ય કરવો જોઈએ. પછી સાધન શુદ્ધિનો વિચાર પણ કરવો જોઈશે. આજે આપણી પાસે આર્થિક અને સામાજિક સવાલો મુખ્ય છે એટલે સાધન શુદ્ધિનો વિચાર કરવો જોઈએ. બે ભાઈઓમાં એક ભાઈ અન્યાય કરતો હશે, તો તેને પ્રથમ સમજાવવો પડશે. એટલે સાધન અને સાધક બન્નેની શુદ્ધતા જોઈને આગળ ચાલવું પડશે.
(શ્રીમન્ન નારાયણ અગેવાલ અને બીજાંઓ સમક્ષ મહારાજશ્રીએ કરેલું પ્રાત:પ્રવચન સાધ્ય, સાધન અને સાધક એ ત્રિપુટીની શુદ્ધતા અંગે કરેલું.)
સવારના પ્રાર્થના બાદ શ્રીમત્રજીએ દાતણ સ્નાન પતાવી નાસ્તો કર્યો. તેઓ ખાવામાં ખાસ કોઈ નિયમ રાખતા નહિ. તેલ મરચું ઓછું અગર ન હોય તેવાં દાળ-ભાત, શાક, રોટલી ખાય છે. દહીં ઠીક ફાવે છે. નાસ્તો કર્યા પછી બરાબર અઢી વાગ્યામાં મહારાજશ્રી સાથે મુલાકાત શરૂ થઈ તે દસ વાગ્યા સુધી ચાલી. ભૂદાન, કૉંગ્રેસની હાલની સ્થિતિ વગેરે પ્રશ્નો અંગે ચર્ચા ચાલી. પછી હરિજનોનું આમંત્રણ આવવાથી થોડો સમય હરિજનવાસની મુલાકાત લીધી. હરિજનોએ રોજી મળથી નથી તો થોડી થોડી જમીન માટે માગણી કરી. કોરિયાના એક હરિજને ઘર પાસેની જમીન અરજીઓ કરવા છતાં મળતી નથી તે અંગે ફરિયાદ કરી.
શ્રીમન્નજીએ સ્થાનિક કાર્યકરોને સૂચના કરી કે, આ લોકોને રોજી મળે તેવું કંઈક ગોઠવવું. મોતીભાઈ ભાયલાવાળા હતા. તેમણે કહ્યું અહીં કાલા ફૉલામણમાં રોજી ચાલે. જમીન માટે તો મુનિશ્રી અહીં છે. થોડો ભૂદાન માટે પ્રયત્ન કરે, દશ વીઘા વહેંચી આપે. ઘરથાળ માટે તો અંબુભાઈ અને મોતીભાઈએ કહ્યું, ગામે ગામ આ પ્રશ્નો છે. કંઈક જાતિ નક્કી કરવી જોઈએ. સરકારી જમીનની હરાજી બંધ કરવી અને અમુક કોમોને જમીન આપવી જોઈએ. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૯૩
Page #115
--------------------------------------------------------------------------
________________
અહીંથી બધા ગુંદી જવા માટે હંકારી ગયા. મીરાંબહેન સાથે ગયાં. હરિજનવાસમાં જઈને તળાવ ઉપર મોટરમાં બેસવા જતા હતા. ત્યાં તેમને ભંગીનાં ઝૂપડાં બતાવ્યાં. તેમણે પૂછ્યું શું હરિજનો ભંગી ના કહેવાય ? એ લોકો હિરજનોથી જુદા કેમ રહે છે ? એમને ભંગી હિરજનોથી ઉતરતા છે. સ્પર્શ કરતા નથી. એનો ખ્યાલ જ નહોતો. સામાન્ય રીતે હરિજનો સાચી હકીકત નથી કહેતા. રોદણાં રડવાની ટેવ હશે એમ લાગ્યું. આ ટેવ સારી ન ગણાય.
શ્રીમન્નજીનો અહેવાલ :
તા. ૧૦મીએ અહીંથી ગુંદી ગયા. બે જીપ હતી. રસ્તામાં અંબુભાઈ અને ફૂલજીભાઈ, વીરાભાઈને શ્રીમન્નજી સાથે ગણોતધારો અને બીજી વાતો કરી. શ્રીમન્નજીને સહકારી પ્રવૃત્તિ, લવાદ, શુદ્ધિપ્રયોગ અને શાંતિસેનાનાં પ્રશ્નોમાં ખૂબ રસ જણાયો. અંબુભાઈએ ગણોતધારા શુદ્ધિપ્રયોગનો ખ્યાલ આપ્યો. ૨૫ ખેડૂતો જમીન ત્યાગ કરવા તૈયાર થયા છે તે જાણ્યું. શ્રીમત્રજીએ વાતોમાં જણાવેલું કે તમારે કૉંગ્રેસ સાથે સંઘર્ષના પ્રશ્નો આવે છે કે ? અંબુભાઈએ ખ્યાલ આપ્યો કે આમ તો સારા સંબંધો છે. પણ સહકારી બૅન્કમાં ચૂંટણી આવી રહી છે. અમે ગ્રામ દૃષ્ટિવાળા કૉંગ્રેસને તેમાં મૂકવા માગીએ છીએ. જ્યારે કૉંગ્રેસ પોતાને અનુકૂળ એવા ભાઈઓનો આગ્રહ રાખે છે. પરિણામે ઘર્ષણ થવા સંભવ છે. શ્રીમન્નજીએ સ્પષ્ટ કહ્યું. કૉંગ્રેસે ગ્રામદષ્ટિવાળાને જ લેવા જોઈએ. અગર જવું હોય તો વ્યક્તિ તરીકે જાય. સંસ્થાએ એમાં નહિ પડવું જોઈએ.
ગુંદી જતાં બગોદરા આવ્યું. પાદરેજ લોકોએ વાજતે-ગાજતે સ્વાગત કર્યું. ધર્મશાળામાં સભા મળી. મોટી સંખ્યામાં બહેનો પણ આવ્યાં હતાં. ગામે નાસ્તા માટેની વ્યવસ્થા પણ કરી હતી. મીઠાઈ, ચેવડો, પેંડા વગેરે હતું. શ્રીમત્રજીએ કહ્યું, શહેરની મંગાવેલી ચીજો હું નહિ લઉં. ગામડામાં કંઈ બનાવેલી હોય તો લાવો. પછી તેમણે ગામમાં બનેલી વાનગીનો નાસ્તો કર્યો. મતલબ કે શહેરમાંથી વસ્તુ લાવીને ખાવી તે બરાબર નથી.
ત્યાંથી ગુંદી આવ્યા. અહીં આજુબાજના ગામોમાંથી આગેવાનો આવ્યા હતા. તેમની સભા થઈ. પછી નવા અંબર ચરખાનું ઉદ્ઘાટન તેમણે કર્યું. અને કાર્યકરો સાથે વાર્તાલાપ, પ્રવૃત્તિઓનું નિરીક્ષણ વગેરે કર્યું. સાંજના શિયાળ જવા રવાના થયા. ત્યાં ગામલોકોએ વાજતેગાજતે ભજનમંડળી સાથે સ્વાગત કર્યું. દવાખાના આગળ જ ખુલ્લા ચોકમાં મંડપ બાંધ્યો હતો. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૯૪
Page #116
--------------------------------------------------------------------------
________________
ત્યાં થોડું પ્રાસંગિક કહ્યા પછી પઢારવાસની મુલાકાત લીધી. તેમનાં કાળા કાળા વાન, સફેદ ચકચકતા દાંત, કપડાં પહેરવાની અમુક જાતની ઢબ, એમના શણગાર વગેરે જોયું. રાત્રે પઢાર ભાઈઓનાં ભજન, નૃત્ય, રાસગરબા રાખ્યા હતા. શ્રીમત્રજી આ કળા જોઈને ખૂબ પ્રભાવિત થયા. આનંદ પણ ખૂબ થયો. રાત્રે ત્યાં રોકાયા. સવારના તા. ૧૧મીએ ગુંદી આવ્યા. ગુંદી ગામની પ્રવૃત્તિઓ નિહાળી ગાડીમાં ધંધૂકા ગયા. ત્યાં ભોજન લીધું. તાલુકા સમિતિના ભાઈઓ સ્ટેશન ઉપર સ્વાગત માટે આવ્યા હતા. તેમણે અડધો કલાક કાર્યક્રમ આપવા માટે માગણી કરી કહ્યું, અમને ખબર નહીં મળેલી કે આપ આવવાના છે. શ્રીમરાજીએ કહ્યું, હું ભાલ નળકાંઠાની પ્રવૃત્તિઓ જોવા જ આવ્યો છું. એટલે તમને ખબર નહિ આપેલી. પછી કાર્યકરો સાથે વિચાર કરી અડધો કલાક તેમને આપ્યો હતો. તે બાદ જિનમાં આજુબાજુના ઘણા ખેડૂતો મંડળના સભ્યો વગેરે આવ્યા હતા. તેમની સભા થઈ. સરકારી જિન અને પ્રેસ જોયું. પછી સાંજના ઉંમરગઢ ગયા. ગામલોકોએ, બહેનોએ તેમનું સુંદર સ્વાગત કર્યું. ત્યાંથી આઠ વાગ્યે ભલગામડા આવ્યા. અહીં બહેનો-ભાઈઓએ વાજતે-ગાજતે સ્વાગત કર્યું. બહેનોએ કળશથી અને થાળીમાં કંકુ, ચોખા સાથે વધાવ્યા. ગામને દરવાજા ધજા, પતાકાથી શણગાર્યું હતું. ભલગામડાના સ્વાગતની સુંદર છાપ પડી. સભા થઈ. જમ્યા પણ ત્યાં જ અને રાત્રે ૧૧-૦૦ વાગે ધંધૂકા આવી સોમનાથમાં આદરોડા આવવા નીકળ્યા. તા. ૧૨-૯-પ૭ :
સવારના સાડા ચાર વાગે શ્રીમશજી સોમનાથમાં ઊતરી આવી ગયા. ભાયલાથી જીપમાં મોતીભાઈ, વીરાભાઈ વગેરે રાત્રે લેવા માટે પહોંચી ગયા હતા. અમે સૂવાની બધી તૈયારી કરી રાખી હતી પણ તેમણે પોતાની પ્રાત:વિધિ - દાંતણ, સ્નાન, હજામત વગેરે પતાવ્યું એટલે બરાબર સાડા પાંચ વાગે પ્રાર્થના કરી. પ્રાર્થનામાં અંબુભાઈએ “થાકે ન થાકે છતાં હો માનવી...' ગાયું. પ્રાર્થના પછી મહારાજશ્રીએ હૃદયસ્પર્શી પ્રવચન કર્યું. બાપુજીની જે કલ્પના હતી કે ખેડૂત વડાપ્રધાન બને અને પંડિતજી તેના મંત્રી બને. એ સ્થિતિ આજે ક્યાં છે ? એવી સ્થિતિ લાવવા જે સંસ્થાઓ પ્રયત્ન કરતી હોય છે તેને ટેકો ક્યાં છે ? વગેરે કહ્યું.
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૯૫
Page #117
--------------------------------------------------------------------------
________________
ત્યારબાદ શ્રીમાજી સાથે લગભગ સાડા સાત વાગ્યા સુધી મુલાકાત ચાલી. આમ તો શ્રીમનજી અહીંથી ૧૧ વાગે વિદાય થવાના હતા પણ અમદાવાદથી કાર્યકરોએ થોડા સમયની માગણી કરી એટલે નવ વાગે ત્યાં પહોચી જવા વિચારી લીધું હતું. નાસ્તો કરી સુરત નીકળ્યા. સાથે અમદાવાદ સુધી વીરાભાઈ જશે. અંબુભાઈ બાવળાથી ગુંદી જશે.
શ્રીમત્રજી સાથે અંબુભાઈ, ફૂલજીભાઈ સતત રહ્યા. વીરાભાઈ ગુંદીશિયાળ સુધી રહેલા. જયંતીભાઈ અમદાવાદ-મુંદી જઈ આવ્યા. સુરાભાઈ સતત સાથે રહ્યા. આ રીતે શ્રીમન્નજીનો કાર્યક્રમ સુંદર રીતે પાર પડ્યો. કુલ નવ ગામની મુલાકાત થઈ. ગામલોકોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો અને એ રીતે શ્રીમન્નજીના મન ઉપર સુંદર છાપ પડી. તેઓ પ્રભાવિત થઈને ગયા. તેઓ ખાસ પ્રવચન કરતા નહોતા. કાર્યકર્તાઓ સાથે વાતલાપ કરતા. પણ પ્રવૃત્તિ જોવા અને લોકમાનસનો પ્રત્યક્ષ પરિચય કરવા આવ્યા હતા. એટલે દરેક મુદ્દાઓ બહુ ઊંડાણથી વિચારતા, નોંધ કરતા અને સાર પોતાની ટાઈપીસ્ટને હજામત કરતાં કરતાં લખાવતા. તેઓ બહુ નમ્ર અને મિલનસાર છે. તેમનાં પત્ની મદાલસાબહેન ગુજરાતી સારું જાણે છે. જમનાલાલ બજાજનાં પુત્રી થાય. તેમનો પત્ર ગુજરાતીમાં આવ્યો હતો. કોઈ વાર આ પ્રદેશમાં આવશે એમ લખ્યું છે.
મહારાજશ્રીએ અને શ્રીમન્નજીએ એક સંયુક્ત નિવેદન તૈયાર કર્યું, જે છાપાં માટે મોકલી આપું છું. સહકારી ક્ષેત્ર, ગ્રામસંગઠનો માટે અલગ રાખવું જોઈએ – એ મુખ્ય પ્રશ્ન હતો. તા. ૧૩-૯-પ૭ :
- વીરાભાઈ શ્રીમન્નજીને અમદાવાદ સુધી વળાવી આવ્યા. તેમની સાથે શ્રીમન્નજીએ એક પત્ર મોકલ્યો હતો. તે પર સવારમાં માણસ આપવા આવ્યો. પત્રમાં લખ્યું હતું કે “આપે જે સૂચિત નિવેદન મુસદ્દો મને સવારમાં બતાવ્યો છે, તેને હું દિલ્હી જઈને વધારે તપાસી લઈશ. ત્યાં સુધી આપ જાહેર પ્રસિદ્ધિ ન આપો તો સારું. આ વખતે જાહેર છાપામાં આપવા ટપાલ રવાના થઈ ગઈ હતી. મહારાજશ્રીએ આ અંગે થોડી ચર્ચા મારી સાથે કરી. નિવેદનમાં બે ભાગ છે. એક તો શ્રીમન્નજી અને મહારાજશ્રી બંનેનું સંયુક્ત નિવેદન છે. બીજા ભાગમાં મહારાજશ્રીનું પોતાનું મંતવ્ય જે છ પ્રશ્નો
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રીમન્નજીએ મૂક્યાં હતાં, તે અંગેનું હતું. પાછળના ભાગમાં કદાચ શ્રીમન્નજીને કહેવાયું હોય તે બનવાજોગ છે. પણ આગળના ભાગમાં તો તેઓ સહમત હતા. તો પછી વધુ શું વિચારવાનું હશે ? એટલે કદાચ આગળનો ભાગ જ આપણે તો છાપામાં આપ્યો છે એટલે વાંધો નહિ હોય. આમ બનવામાં એક શંકા એ પણ લાગી કે, છાપામાં આપતાં પહેલાં એક નકલ નિવેદનની જયકાન્ત કામદારને તેમના અતિઆગ્રહથી આપી હતી. કદાચ અમદાવાદમાં જવાબદાર કોંગ્રેસીઓ સાથે આ અંગે વાતચીત થઈ હોય અને પછી શ્રીમન્નજીને થોડો વિચાર કરવા કહ્યું હોય એ બનવાજોગ છે. આ ઉપરથી એ સમજવાનું મળ્યું કે ગુપ્તતા ન રાખવી સારી છે પણ સાથોસાથ જાહેર કામોમાં સાત્ત્વિક મુત્સદીગિરી અને જાગૃતિ પણ જરૂરી બને છે.
મેં કહ્યું કે, હવે શ્રીમત્રજી પોતે જ જ્યારે આમ લખે છે અને નિવેદન હજી છપાઈ ગયું નથી તો ફરીથી પત્ર લખીને પ્રેસવાળાઓને અટકાવી શકાય છે. જો આમ ન કરીએ તો ગેરસમજ ઊભી થવાનો ભય રહે છે. મહારાજશ્રીએ કહ્યું, ભલે એમ કરો. પછી તો જ્યાં જ્યાં એ નિવેદન મોકલ્યું હતું. (૧) ગુજરાત સમાચાર (૨) સંદેશ (૩) જનશક્તિ ૪) પ્રભાત (૫) જન્મભૂમિ (૬) નવભારત (૭) કામદાર અને અંબુભાઈને
ભેરી” માટે આખું નિવેદન એ બધાને અમારો બીજો જવાબ ન આવે ત્યાં સુધી એ નિવેદન ન છાપવા વિનંતી લખી નાખી. એક વિચાર મીરાંબહેનને આવ્યો કે, બાવળાથી પોસ્ટ માસ્તર નિયમ પ્રમાણે જો એ પત્રો પાછા આપે તો બધી કડાકૂટ મટી જાય, ગેરસમજ પણ અટકી જાય. એ વાત સરસ લાગી એટલે રવિભાઈને બાવળા મોકલ્યા, પણ માસ્તરે કહ્યું, આદરોડાનો સિક્કો વાગ્યો એટલે એ પાછું ન આપી શકાય. તા. ૧૮-૯-પ૭ :
અગિયાર વાગે ચંપકભાઈ પુજારા પત્રકારોને લઈને આવી ગયા. સાથે કુરેશીભાઈ પણ આવ્યા હતા. ગાંધીહાટની મોટરમાં સૌ આવ્યા. લગભગ બે વાગે જમીને સૌ ગયા. ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા અને પ્રભાતના ખબરપત્રીઓ હતા. સાથે કુરેશીભાઈ, ચંપકભાઈ અને મજૂર મહાજનવાળા વિઠ્ઠલભાઈ શાહ પણ આવ્યા હતા. ખૂબ સારી વાતો થઈ. મહારાજશ્રીએ મુખ્ય મુદ્દાઓનું એક નિવેદન તૈયાર કરી રાખ્યું હતું. તે સૌને આપ્યું. તેમાંથી મુદ્દાવાર છણાવટ થઈ. ખેતી, ખેડૂત અને પેદાશને સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
- ૯૭
Page #119
--------------------------------------------------------------------------
________________
અંગે તટસ્થ પણ સક્રિય બળની આજે જરૂર અને બચત યોજના દ્વારા રાષ્ટ્રમાં એ મુદ્દા મુખ્ય હતા. ગ્રામસંગઠન, પૂરક બળ અને તેની કાર્યવાહી પ્રા. સંઘ પ્રેરક બળ બચત દ્વારા સહકારી મંડળીઓ લવાદી, શુદ્ધિ પ્રયોગ અને શાંતિ સેના અંગે કહ્યું. તા. ૨૦-૯-પ૭ :
આજે રાત્રે ૧૨-૩૦ વાગે સોમનાથ મેલમાં અમદાવાદથી મોટાભાઈ કાઠી અને આં. બા. પટેલ અહીં આવ્યા. પથાભાઈએ મને જગાડ્યો. હું નીચે ગયો. તો મોકભાઈએ અને આ. બા. પટેલે એક ગંભીર વાત કહી. તે એ કે તા. ૧૮મીના બપોરે ખાંભડાના પીતાંબરભાઈ પટેલનું ખૂન થઈ ગયું છે. એકદમ આંચકો લાગ્યો. મહારાજશ્રીને સવારના વાત કરવી એમ વિચારી સૌ સૂઈ ગયા, બધાંને ખૂબ વિચારો આવ્યા. તા. ૨૨-૯-પ૭ :
- રાત્રે મોટાભાઈ અને બીજા ખેડૂત ખાંભડાથી આવ્યા. તેમણે પીતાંબર પટેલના ખૂનની વિશેષ વાતો કરી. ખૂન ગુંદી ગામમાં થયેલું પણ પછી બહાર પાદરમાં નાખી આવ્યા હશે. વળી પહેલા મારી નાખીને પછી ઘા કર્યા હશે. ગામની અંદર બધા માણસો જોતા હતા પણ ઘણાં માણસોએ ઘેરી લીધેલા. તેથી કોઈ બોલી શક્યું નહિ. પીતાંબરભાઈએ ઘણી આજીજી કરી પણ બંદૂકથી મારી નાખ્યા. આ વખતે બે-પાંચ જણ વધારે સાથે હોત તો પણ મારી નાખવાની તૈયારી કરીને કાઠીઓ આવ્યા હતા. માણેકલાલભાઈ અને લોકલ બૉર્ડ પ્રમુખ છોટુભાઈને બધી વાત કરી પણ કાઠીઓ લગભગ મોટા ભાગના ભાગી ગયા છે. તેમણે કહ્યું અમારી મર્યાદા છે. તમે જેટલા પુરાવા આપશો એટલું બનશે. હિંમત રાખો. વગેરે કહ્યું.
પણ આવે વખતે જે ગુંડા લોકો હોય છે તેમને કંઈ જ થતું નથી. પોલીસખાતું લાંચિયું અને વિચિત્ર છે. કોર્ટમાં કાયદાને નામે ગુનેગારો છૂટી જાય છે. પરિણામે લોકો ભયભીત થઈ જાય છે, ડરી જાય છે અને ગુંડાઓનું રાજય કાયમ ચાલ્યા જ કરે છે. આને માટે કંઈક રસ્તો નીકળવો જોઈએ. લોકોની અકળામણ તો નજરે જોઈએ, સાંભળીએ ત્યારે જ ખ્યાલ આવે. બીનગુનેગાર માયો ન જાય એ જેટલું જોવાય છે તેના કરતાં ગુનેગાર છૂટી જાય તે તરફ જોવાતું નથી. રાત્રે ઘણી વાતો થઈ. મહારાજશ્રીએ
૯૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #120
--------------------------------------------------------------------------
________________
પોતાની મર્યાદામાં રહીને યોગ્ય સલાહ આપી અને પોતાને એ નિમિત્તે આજે ત્રીજો ઉપવાસ હતો. તા. ૨૩-૯-પ૭ :
મહારાજશ્રીને આજે ચોથો ઉપવાસ છે. હવે અશક્તિ વતવા લાગી છે. આજથી સવાર-સાંજનાં પ્રવચન બંધ કર્યા.
ભરવાડ આંબે ઠીક લાગે તો સાક્ષી પૂરે, ફરજ નથી પાડતા એમ ખુલાસો થયો છે. દશેરાના રોજ ગોપાલક ખેડૂતોનું એક મોટું સંમેલન ભરવું એમ પણ વિચાર્યું. સંમેલનમાં ગુંડા તત્ત્વોને વખોડી કાઢવા, લોકો અહિંસક પ્રતિકાર કરતા થાય તે માટે સરકાર કાર્યક્ષમ બને એવા ઠરાવો કરવા, જેથી જાગૃતિ આવે. આ પછી મહારાજશ્રીને સંતોષ થયો. એટલે પારણાંની વિધિ થઈ. પ્રથમ મીરાંબહેને “હરિને ભજતાં'વાળું ભજન ગાયું પતિતપાવનની ધૂન બોલાવી પછી ધોળકાના આગેવાનોને હાથે લીંબુનું શરબતવાળું પાણી આંબાભાઈને હાથે ને પછી સ્થાનિક બધાંને હાથે શરબત લઈ પારણું કર્યું. બધાંને આનંદ થયો. આ પછી સૌ રવાના થયા. નાનચંદભાઈને આ બધા ખબર મોકલ્યા. તા. ૨૬-૯-પ૭ :
આજે શિયાળ દવાખાનાના કમ્પાઉન્ડરનાં પત્ની તારાબહેનના અવસાન નિમિત્તે મહારાજશ્રીએ ત્રણ ઉપવાસ કરવાનું વિચાર્યું. મીરાંબહેને એક ટાણું મેં, રાત્રે ભોજન લીધું હતું. આ અકસ્માતના સમાચાર હજી અમને શિયાળથી મળ્યા નહોતા એટલે મહારાજશ્રીને લાગ્યું કે બીજે બને તો આપણે ચિંતા કરીએ છીએ. તેના માટે તપાસ કરીએ છીએ તો આપણે ત્યાં આવો પ્રસંગ બને તો તેની તટસ્થ તપાસ થવી જોઈએ. એટલે ખેડૂત મંડળના પ્રમુખ શ્રી વીરાભાઈને કોચરિયાથી બોલાવ્યા. તેમને બધી વાતો કરી શિયાળ મોકલ્યા. તેઓ આવીને બધો હેવાલ કહેશે. તા. ૨૩-૯-પ૭ :
વીરાભાઈ બપોરના ચાર વાગે શિયાળથી તારાબહેનના મૃત્યુનો હેવાલ લઈને આવ્યા. તેમણે કહ્યું, તારાબહેનને સોમવતી અમાસનો આગલે દિવસે ઉપવાસ હતો. સવારમાં બધાંએ સાથે દૂધ પીધું, ભાખરી પડી હતી, તેમાંથી તારાબહેન માટે વધારે રાખી કારણ કે ઉપવાસ હતો. તેઓ સાથે ખાવા ન સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૯૯
Page #121
--------------------------------------------------------------------------
________________
બેઠાં. કહ્યું, પાણી ભરી આવી નાહીને પછી ખાઈશ. પછી કાશીબહેન, ભાઈલાલભાઈ દવાખાને ગયાં.
નવેક વાગે ડૉક્ટરનાં પત્ની સવિતાબહેન દવાખાને દોડતાં આવ્યાં, કહે, ચાલો, જલ્દી. બધાં બંગલે આવ્યાં તો તારાબહેન પડી ગયેલાં. શરીર બળી ગયેલું. બેભાન દશામાં હતાં. આંખોનો ભાગ અને પગનો ભાગ સારો રહ્યો હતો, કાશીબહેન સારવારમાં બેઠાં. ભાઈલાલ ઇન્જકશન વગેરે તૈયાર કરવા ગયા. તે દરમ્યાન ડૉક્ટર અને ડૉ. રતિલાલભાઈ પણ આવી ગયા હતા. થોડીવારે બોલ્યા, “પાણી પાવ.” પાણીથી વધારે શોક લાગે એ દૃષ્ટિએ થોડું પાણી આપ્યું. તેઓ બોલ્યાં, “તમારું ભલું થાવ.” પછી મેઘા મતાદાર તેમની પાસે ગયા. પૂછ્યું, કેમ કરતાં આમ બન્યું ? તેઓ કંઈ બોલ્યાં નહીં. કાશીબહેને કહ્યું, હમણાં ભાનમાં આવ્યાં છે. તો વધારે ધ્રાસકો ના પડે માટે હમણાં કંઈ ના પૂછશો એટલે મતાદાર બહાર આવ્યા. થોડી વાર પછી તારાબહેન કહે, ભાઈલાલને બોલાવો. તેઓ આવ્યા. એ તો કહે કાગળ પેન્સિલ લાવો. લખી લો કે સ્ટવ સળગાવતાં દાઝી ગઈ છું. મારો અંગૂઠો લઈ લો. જેથી તમને હરકત ના આવે. કાશીબહેને ભાઈલાલને કહ્યું, લાવને તેના સંતોષ ખાતર આપણે શું કરવાનું છે. પછી તારાબહેન કહે મારી બાને બોલાવો. મને મોટરમાં અમદાવાદ લઈ જાઓ. તેમને આશ્વાસન આપ્યું. કાશીબહેનને લાગ્યું કે તેમની બચવાની કોઈ આશા નહોતી, પણ દાઝેલું માણસ ઠેઠ સુધી સારી રીતે બોલી શકે છે. ટાણેક કલાક દાઝુયા પછી જીવ્યાં હશે. છેલ્લે કાશીબહેને રામ રામ બોલવા કહ્યું. રામનામની ધૂન બોલાવી. આ સમયે આખું ગામ એકઠું થયું હતું.
આજે ત્રણ ઉપવાસ પછી મહારાજશ્રીએ પારણું કર્યું. પારણા પહેલાં મીરાંબહેને ભજન, ધૂન ગાઈ. ત્યારબાદ મહારાજશ્રીએ ટૂંકું પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે બહેનોના આપઘાતના દુ:ખદ પ્રસંગોમાં અનેક કારણો છૂપાયેલાં હોય છે. કેટલીક વાર બહેનો જ બહેનોના આપઘાત માટે નિમિત્ત બને છે. સાસુ વહુને મહેણાં ટોણાં મારે છે, ઝઘડે છે. નણંદો કેટલીક વાર આમ કરે છે. સ્ત્રીસમાજ પણ બહેનોને પાછળ પાડવાનું કામ કરે છે. તારાબહેનના અવસાન નિમિત્તે આ ઘટના થાય છે કે બહેનોના દુ:ખ દર્દો સાંભળે તેવી સંસ્થા સ્થપાય તો સારું. આપણે બીજું શું કરી શકીએ ? પૈસાની મર્યાદા છે. કાળુ પટેલ ખૂન પછી લવાદીનું સ્મરણ રહે તે માટે વિચારવું હતું પણ હજુ ૧૦૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #122
--------------------------------------------------------------------------
________________
કંઈ થયું નથી. વગેરે વાતો કરી. મરનારના આત્માને શાંતિ આપી.
આજે બૅન્કના પ્રતિનિધિઓને ચૂંટવા માટેની ચૂંટણી છે. ખેડૂત મંડળના ઉમેદવારોની જીતની કોઈ આશા નથી. કારણ કે સામે પક્ષે વિપુલ સાધન સામગ્રી છે, સત્તા છે.
બપોરના શ્રી વાડીભાઈ, શરદ અને લક્ષ્મીચંદભાઈ મોટર લઈને મહારાજશ્રીના દર્શને આવ્યાં. લક્ષ્મીચંદભાઈ ઘાટકોપર જૈન સંઘનું મહારાજશ્રી ત્યાં આવતું ચોમાસું કરે તે બાબત આમંત્રણ આપતો પત્ર લાવ્યા હતા. પ્રથમ સંઘે ચાતુર્માસ માટે આમંત્રણ આપ્યું. તેઓ મહારાજશ્રીના રાજદ્વારી, સામાજિક, આર્થિક, ધાર્મિક કાર્યો જાણવા છતાં આટલા પ્રેમથી આમંત્રણ આપે તે ઘણું ઉચિત ગણાય. બધી રીતે વિચારતાં આ આમંત્રણનો સ્વીકાર કરવો એમ લાગ્યું હવે કાર્યકરો સાથે એ બાબત ચર્ચી લેવાશે.
તા. ૭-૧૦-૫૭ :
આજે શિયાળનાં તારાબહેનના દાઝી જવાથી મૃત્યુ પ્રસંગની ચર્ચા ચાલી. કાશીબહેને બધી વિગત કહી. તેમની એક ભૂલ એ થઈ કે જયારે તારાબહેને સ્ટવથી દાઝી ગઈ છું એવું લખી લેવા કહ્યું, ત્યારે લખ્યું નહિ, તેમજ કોઈ પંચને હાજર રાખી આ બધી સ્પષ્ટતા કરાવી લેવી જોઈએ. કાશીબહેનને આ વહેવારુ અણઆવડત માટે ખૂબ દુ:ખ થયું. તેઓ સ્પષ્ટ માને છે કે તારાબહેન અકસ્માતથી મૃત્યુ પામ્યાં છે. શિયાળમાં નવા ડૉક્ટરને છૂટા કરવાના સમાચાર તેમને મળ્યા છે એટલે તેમણે વાતાવરણ બગાડવાના પ્રયાસો કરવા માંડ્યા છે. લોકો જુદી જુદી રીતે બોલે છે. ચારિત્ર્ય ઉપરના આક્ષેપો સુધી જાય છે. એક કુમારિકા બહેન આ રીતે પવિત્ર જીવન ગાળતાં, પ્રજાની સેવા રાત-દિવસ કરે છે, તેને પણ લોકો આ જાતનું કહે તે બહુ દુઃખની વાત છે. આ રીતે સમાજ કહે તો કોઈ સેવાભાવી સ્ત્રી ટકે શી રીતે ? તારાબહેનનો પ્રશ્ન મીરાંબહેન શિયાળ ગયેલાં ત્યારે આવેલો. તેમને તારાબહેને કેટલીક વાતો કરેલી કે ગુલામની જેમ કામ કરવું પડે છે. ધણી તરફથી પ્રસન્નતા મળતી નથી. પ્રેમથી કોઈ વાતો થતી નથી વગેરે કહેલું અને એવું બોલ્યાં કે મારી માએ મને નાનપણમાં કૂવામાં નાખી દીધી હોત તો સારું હતું ! આમ તો બહુ દુ:ખ નહોતું પણ એમને સહેજ આઘાત રહ્યાં કરતો. એટલે કાશીબહેનને એ અંગે વાતચીત કરવા બોલાવેલાં. તેઓ અમદાવાદ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૦૧
Page #123
--------------------------------------------------------------------------
________________
જઈને રાત્રે શિયાળ ગયાં અને બીજે જ દિવસે આમ બન્યું. એટલે મહારાજશ્રી અને અમોને બધાંને શંકા થઈ કે કદાચ આપઘાત કર્યો હશે.
તા. ૮-૧૦-૫૭ :
આજે કેટલાક કાર્યકરો અને આગેવાન ખેડૂતોને મહારાજશ્રીનું મહારાષ્ટ્ર તરફ પ્રયાણ અંગે અને બીજી પ્રવૃત્તિ અંગે વાતચીત કરવા બોલાવ્યા હતા. સવારમાં તારાબહેનના મૃત્યુ અંગે વિશ્વવાત્સલ્યમાં જે નોંધ લખી છે તે અંગે ચર્ચાવિચારણા થઈ.
બપોરના કાર્યકરોની સભા થઈ. તેમાં મહારાષ્ટ્ર જવા અંગે વાતો ચર્ચા થઈ. કેટલાંકે તરફેણ કરી, કેટલાંકે વિરોધ કર્યો. ચર્ચામાં મુખ્યત્વે એમ જણાવ્યું કે આજે અહીંના કૉંગ્રેસીઓની સ્થિતિ એવી છે કે તેઓ ગ્રામસંગઠનનો જ વિરોધ કરે છે. હવે તો એના કાર્યકરોનો વ્યક્તિગત મુકાબલો ક૨શે. દરેક રીતે પ્રતિષ્ઠા તોડવા, શિસ્તભંગના પગલાં લેવાં જેવા બહાના શોધવા અને મંડળનું અસ્તિત્વ જોખમાય તેવા પ્રયત્નો કરે તેવો સંભવ છે. તે વખતે આપની હાજરીની ખૂબ જરૂર પડે. બીજી બાજુ સાધુ ચલતા ભલા એ ન્યાયે પણ બીજે પ્રવાસ થાય એ જરૂરી છે. કુરેશીભાઈ, જયંતીભાઈ, ફૂલજીભાઈ વગેરેએ ભાગ લીધો હતો.
છેવટે સૌએ મહારાજશ્રીને મહારાષ્ટ્ર જવાની સંમતિ આપી. મંડળના બંધારણમાં કેટલાક સુધારા કરવા વિશે ફૂલજીભાઈએ ચર્ચા કરી. હું બીજે દિવસે તા. ૯-૧૦-૫૭ કરજણ આવવા નીકળ્યો.
તા. ૮-૧૧-૫૭ :
આદરોડામાં ચાતુર્માસ પૂરા થવાના, આજે તા. ૭મીએ છેલ્લો દિવસ હતો. રાત્રે બહેનો-ભાઈઓ સારી સંખ્યામાં આવ્યા હતાં. પ્રથમ છોટુભાઈએ પ્રાયોગિક સંઘના મંત્રી વતી ગામલોકોએ પ્રેમથી આમંત્રણ આપેલું અને ગામે સાંગોપાંગ પાર પાડ્યું. મહેમાનોનું જે પ્રેમથી સ્વાગત કર્યું, સગવડ કરી તે બદલ સંઘ વતી આભાર માન્યો. ખાસ કરીને પથાભાઈના કુટુંબે જયાબા, જશોદાબહેન, ગોવિંદભાઈ વગેરે જે ભક્તિ બતાવી, ઘરને ધર્મશાળા બનાવી અને ચાર માસ ખડે પગે ચોકી કરી તે બદલ ખાસ ઉલ્લેખ કરી સંતોષ વ્યક્ત કર્યો. ગામના બીજાં ભાઈઓ અને બહેનોએ પણ જે ભક્તિ બતાવી તેનો આભાર માન્યો. ચોમાસા દરમ્યાન દેશના આગેવાનો અને સારા સારા માણસો મળવા આવ્યા હતા, તેનો લાભ ગામને મળ્યો.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૦૨
Page #124
--------------------------------------------------------------------------
________________
કૉંગ્રેસ પ્રમુખ શ્રી ઢેબરભાઈ, કૉંગ્રેસ મંત્રી શ્રીમન્નનારાયણ અને સૌરાષ્ટ્ર-ગુજરાતના બીજા ધારાસભ્યો, વ્યક્તિઓ આવી, ખાસ આનંદ પામવા જેવી હકીકત તો એ બની કે શ્રીમન્નજી અહીં આવી ગયા. પછી બીજું ચૂંટણી અંગેનું વાતાવરણ જોઈને ગયા તથા ખેડૂત મંડળની આર્થિક સ્વતંત્ર નીતિની વાત તેમને ગમેલી. તે અંગે અખિલ ભારત કૉંગ્રેસનો એક સરક્યુલર નં. ૩૪ દેશની દરેક પ્રદેશ સમિતિ ઉપર કાઢઢ્યો કે કૉંગ્રેસે સંગઠન તરીકે સહકારી મંડળીઓમાં, સાંસ્કૃતિક, સંસ્કારિક કે સામાજિક સંસ્થાઓની બાબતોમાં ન પડવું. આ એક ઐતિહાસિક ઘટના બની. જેને માટે વરસોથી મહારાજશ્રી અને મંડળ મથી રહ્યાં હતાં.
મહારાજશ્રીએ ચાતુર્માસનું સરવૈયું કહેતાં જણાવ્યું કે ગામે મારા તરફ સતત જે ભક્તિ બતાવી, ખાસ કરીને પથાભાઈના આખા કુટુંબે જે અનન્ય સેવા કરી છે તેનાથી હું પ્રભાવિત થયો છું. એક વરસાદ આવી ગયો હોત તો વધુ આનંદ થાત. પણ કુદરતે જે કંઈ યોર્યું હશે તે સારા માટે જ. હવે એમ સંતોષ માનવો જોઈએ. આટલા લાંબા સમયમાં ઘણી વાર મારી વાણી વર્તનથી કોઈને દુઃખ થયું હોય તો તેની ક્ષમા યાચી લઉં છું. દાજીભાઈ જો બીજાં લગ્ન કરવાનો વિચાર કરે તો પણ આ ચાતુર્માસ દરમ્યાન ખામોશી રાખી આમન્યા જાળવી તેથી મને સંતોષ થયો છે. પીતાંબરભાઈનું ખૂન થયું તેનો દુઃખદ ઉલ્લેખ કરી પોતાને ઉપવાસ કરવા પડ્યા, તેમાં પથાભાઈના કુટુંબે સહાનુભૂતિ માટે કરેલો ઉપવાસનો ઉલ્લેખ કર્યો. સૌ આનંદ અને શોકના ગંભીર વાતાવરણમાં છૂટાં પડ્યાં.
સવારમાં વિદાય સાડા આઠ વાગે થવાની હતી. તે પહેલાં ભાઈબહેનો એકત્રિત થઈ ગયાં હતાં. દરેકને વિદાય વસમી લાગતી હતી. કોઈ કોઈની આંખમાં પાણી હતાં. મહારાજશ્રીએ છેલ્લે છેલ્લે સૌના પ્રેમનો ઉલ્લેખ કરી વિદાય લીધી. બહેનો-ભાઈઓ પાદર સુધી સાથે આવ્યાં. પાદરમાં સૌ ઊભાં રહ્યાં. મહારાજશ્રીએ સર્વથા, સૌ સુખી થાઓ'ના આશીર્વાદ આપી પ્રેમભરી વિદાય લીધી. વળી થોડાં ભાઈઓ કોચરિયાના અડધા રસ્તા સુધી સાથે આવ્યા અને પ્રેમભરી વિદાય લીધી. મીરાંબહેન થોડાં વહેલાં (મોટર મળવાથી) વિદાય થયાં હતાં.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૦૩
Page #125
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૧૧-૫૭ : કોચરિયા
આદરોડાથી નીકળી કોરિયા આવ્યા. અંતર છ માઈલ હશે. ઊતારો ચોરામાં રાખ્યો હતો. ગામલોકોએ સામા આવી સ્વાગત કર્યું. ઉતારે પ્રાસંગિક કહ્યું, ગામની રોકાવાની ઇચ્છા હતી પણ અમારે બીજે દિવસે વધારે ખેંચવું પડે તેથી સાંજના ભાયલા આવી ગયા. મુખ્ય આગેવાન વીરાભાઈ સનાભાઈ.
તા. ૮-૧૧-૫૭ : ભાયલા
કોચરિયાથી ભાયલા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. થોડા ભાઈઓએ સ્વાગત કર્યું. રાત્રે મોતીભાઈ આવ્યા. ચોરામાં જાહેરસભા થઈ હતી. નાનચંદભાઈ ગુંદી સુધી અમારી સાથે રહેવાના છે. ધની વાડીઓ માટે લોકો મશીનોથી પાણી લઈ રહ્યા છે. એક વરસાદની ખેંચ સૌને નડતી હતી. મોતીભાઈ, લક્ષ્મણભાઈ આગેવાનો છે. તા. ૯-૧૧-૫૭ : ગાંગડ
ભાયલાથી ગાંગડ આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો ગતસંગજીભાઈની મેડીએ રાખ્યો હતો. ગામલોકોએ અને બાળકોએ સાથે આવી સ્વાગત કર્યું. પ્રથમ ધર્મશાળામાં સૌ સભાના રૂપમાં ગોઠવાઈ ગયાં. ત્યાં મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું. આ જગ્યાએ સઘનક્ષેત્ર યોજના તરફથી આજે વણાટ શિક્ષણ વર્ગ શરૂ કરવાનું ઉદ્ઘાટન હતું. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદવાળા શ્રી મગનભાઈ દેસાઈના હાથે ઉદ્ઘાટન હતું. સમય ૧૧૦૦ વાગ્યાનો હતો. મહારાજશ્રીનું પ્રાસંગિક સાડા દસ વાગે પૂરું થયું. લોકો બાળકો એકત્ર થયાં હતાં. તે વિખરાઈ ન જાય એટલે બધાં ત્યાં જ બેઠાં રહ્યાં. થોડી વાર પછી નવીનભાઈ સાથે મગનભાઈ દેસાઈ જીપમાં આવી પહોંચ્યા. ઉદ્ઘાટન સમયને વાર હોવાથી મહારાજશ્રી અને ભંગી ભાઈઓ સાથે ચર્ચા વાતો કરી.
સમય જતાં મગનભાઈએ વણાટ શિક્ષણ વર્ગનું ઉદ્ઘાટન પ્રવચન શરૂ કર્યું. તેમણે કહ્યું કે મારે માથે સર્વોદય સઘન વગેરે કામો જોવાની ફરજ આવી છે. તે જોવા આવ્યો હતો. ત્યાં આ કામ મારે હાથે કરવા તમે વિચાર્યું તેથી આનંદ થયો. પ્રથમ જીવનશાળાના આચાર્ય શ્રી ધીરુભાઈએ મગનભાઈનો પરિચય આપ્યો હતો. ૧૨ સાળો ઉપર અહીંના જ હિરજનો ત્રણ માસ સુધી શિક્ષણ લેશે. અહીં અંબરના જ વર્ગ ભરાયા અને ચોથો સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૦૪
Page #126
--------------------------------------------------------------------------
________________
વર્ગ ચાલે છે. કુલ ૬૪ માણસોએ તાલીમ લીધી છે અને ૩૪ જણાએ અંબર ખરીદ્યા છે. હવે એનું સૂતર અહીં જ વણાય એવું ગોઠવવું છે. સાંજના મહારાજશ્રીએ મુસ્લિમ લત્તામાં ચાલતા અંબર વર્ગની મુલાકાત લીધી હતી. સાંજના શિક્ષક ભાઈ-બહેનો સાથે વાર્તાલાપ યોજયો હતો. રાત્રે ૭-૧૫ વાગે જેસંગભાઈનાં ડેલા સામે જ જાહેરસભા યોજાઈ હતી. હરિજનો આગળ બેઠેલા એટલે કેટલાક ભાઈઓ આવીને ચાલ્યા ગયા. સભામાં મેં સંગઠન વિશે અને નાનચંદભાઈએ વ્યસનમુક્તિ વિશે કહ્યું હતું.
તા. ૧૦-૧૧-૫૭ : મેમર
ગાંગડથી નીકળી મેમર આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો એક ભાઈના મકાનમાં રાખ્યો હતો.
તા. ૧૬-૧૧-૫૭ થી તા. ૧૭-૧૧-૫૭ : ગૂંદી આશ્રમ
મેમરથી ગુંદી આવ્યાં. અંતર સાડા પાંચ માઈલ હશે. ઉતા૨ો સઘનના મકાનમાં રાખ્યો હતો. કાર્યકરોએ સામે આવી સ્વાગત કર્યું. તા. ૧૧-૧૧-૫૭ : પ્રાસંગિક
તમોને બધાંને થતું હશે કે, હું હવે મહારાષ્ટ્રમાં પ્રવાસ કેમ કરવાનો ? આપણે જયાં જે કંઈ પ્રવૃત્તિ ચાલી છે તેમાં શિક્ષણ, સંસ્કાર, સહકારી પ્રવૃત્તિ, ગ્રામસંગઠન વગેરે ચાલે છે. તેમાં અને દેશમાં જે સ્થિતિ ઊભી થઈ છે તેનાથી આપણે વાકેફ છીએ. સરકાર કેવી ચાલે છે તે પણ વિચારવાનું છે. લોકશાહીમાં પક્ષો વગર ચાલતું નથી. બીજી બાજુ ભૂમિ આંદોલન નિષ્પક્ષની વાત કરે છે. સૌ કોઈ શાંતિ શાંતિ ઇચ્છે છે. એમાં મતભેદ નથી. ‘સર્વથા સૌ સુખી થાઓ' બધાં જ ઇચ્છે છે. કઈ પદ્ધતિથી જશો તેમાં મતભેદ છે. મતભેદોમાંથી પણ લેવાનું છે અને તાળો મળી જતો હોય તો મેળવવો જોઈએ. સૌ કોઈની જરૂર છે. આપણે શાંતિ જોઈએ છીએ પણ સાધન શુદ્ધ જોઈએ. સાધક શુદ્ધિ પણ જોઈએ. દ્વિભાષી રાજ્યનો પ્રસ્તાવ લોકસભાએ મંજૂર કર્યો. પછી અહીં અને મહારાષ્ટ્રમાં આંદોલન ચાલ્યું. હજી ચાલે છે. આપણે પણ એમાં આપણી રીતે ભાગ ભજવીએ છીએ. દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનાથી આપણે અલિપ્ત નહીં રહી શકીએ. આપણે શાંતિ ચાહીએ છીએ અને સક્રિય તટસ્થતા સ્વીકારી છે. દેશની અંદર પણ આ રીતે કામ થવું જોઈએ. જો આપણે કેવળ રાજકારણમાં પડી સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૦૫
Page #127
--------------------------------------------------------------------------
________________
જઈશું તે પણ નહિ ચાલે, કેવળ રાજકારણને છોડીશું તોપણ નહિ ચાલે. આપણી વિચારસરણી પ્રમાણે ચાલીએ છીએ. મહારાષ્ટ્રમાં જવાનું કારણ તો એ છે કે, ગુજરાતની કોંગ્રેસની સ્થિતિ અને મહારાષ્ટ્ર કૉગ્રેસની સ્થિતિ કેવી છે. તે અને કદાચ મહારાષ્ટ્રની અસર ગુજરાત ઉપર પડે, તે પણ નજરમાં છે. તમો બધાંને મહારાષ્ટ્રમાં જવાની વાત ગળે ઊતરતી નથી. તેમ ગુજરાતમાં પણ નથી. મને પોતાને લાગ્યું છે કે મહારાષ્ટ્રમાં જવાથી આપણને તો લાભ થશે જ.
આજે પ્રાયોગિક સંઘના સામાન્ય સભ્યોની મિટિંગ હતી. ભાઈ-બહેનો આવ્યાં હતાં. સંઘમાં મુખ્ય ચર્ચા સામાજિક, આર્થિક બાબતોમાં (સંઘની સંસ્થાઓમાં) સ્વતંત્રતા હોવી જોઈએ, તે અંગે હતી. આ બાબત હોવા છતાં સંઘના સભ્યો ડૉ. શાંતિભાઈ અને મણિબહેન પટેલ ગ્રામસંગઠનથી વિરુદ્ધ જઈને સ્વતંત્ર રીતે કોંગ્રેસના સંગઠનના આદેશને માન આપી સહકારી બેંકની ચૂંટણીમાં ભાગ ભજવ્યો. આ અંગે તેમની પાસે શિસ્તભંગના પગલાં અંગે ચર્ચાઓ થઈ.
- રાષ્ટ્રો મહારાજશ્રીએ મણિબહેનને તેમના બૅન્ક ચૂંટણીમાંના વર્તન અંગે ખૂબ સમજાવ્યાં. મહારાજશ્રીના મનમાં એવી ઈચ્છા હતી કે બહેન વ્યક્તિની નિષ્ઠાથી ક્યાં સુધી ટકશે. પછી એકલાં પડી જશે એટલે જો સંઘની શિસ્ત સ્વીકારે - થયેલી ભૂલને સ્વીકારી લે તો સારું. તા. ૧૩-૧૧-૫૭ :
આજે સઘન યોજના અને સવોદય યોજનાની સંયુક્ત મિટિંગ હતી. કારોબારીના સભ્યો અને બીજા ખેડૂતો પણ આવ્યા હતા. કાર્યકરો પણ હતા. સભા વખતે ગોહિલવાડ લેઉવા જ્ઞાતિ મંડળના આગેવાનો તેમજ પ્રમુખશ્રી જીવાભાઈ પરમાભાઈ એમ ૭ જણ આવ્યા હતા. સભામાં પ્રથમ સર્વોદય મેળાનું બજેટ અને પ્રોસીડીંગ વાંચી બતાવ્યા બાદ નવું શું કરવું જોઈએ અને ગત વર્ષે શું કર્યું છે તેનો નવલભાઈએ ખ્યાલ આપ્યો હતો. તા. ૧૪-૧૧-૫૭ :
આજે ખેડૂત મંડળની કારોબારીની મિટિંગ મળી હતી. તે પહેલાં પં. નહેરુચાચા દિનની ઉજવણી હતી. તેથી શાળાનાં નાનાં બાળકો સરઘસ આકારે મહારાજશ્રી પાસે આવ્યાં હતાં. અને સભાના રૂપમાં ગોઠવાઈ ગયાં હતા.
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૦૬
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રથમ બાળકોએ ભજન ધૂન ગાયા પછી નહેરુચાચાનું ગીત ગાયું હતું. ત્યારબાદ મહારાજશ્રીએ બાળકો સમજી શકે તેવી ભાષામાં જણાવ્યું હતું કે, તમો બધાં નહેરુદિન અંગે ભેગાં થયાં છે. ગાંધીજીએ કહ્યું, જીવતાં માણસની જયંતી ઉજવવી તે સારું નથી. એટલે મને વહાલા એવાં રેંટિયાની જયંતી ઉજવો. પંડિતજીએ કહ્યું, મને વહાલાં બાળકો છે. તો મારી જયંતીને બદલે બાળદિન ઊજવો. તમો બધાં નહેરુચાચાના ગુણ કેળવો. તેઓ ગુસ્સે થઈ જાય છે પણ પાછા ક્ષમા માગી લે છે. દેશમાં અને દુનિયામાં શાંતિ સ્થાપવા માગીએ છીએ. તેઓ ત્યાગી છે એવાં તમો બનજો. તમો બધાં મોટાં થશો ત્યારે વડીલોની અને દેશની સેવા કરજો. વિનયી અને વિવેકી બનજો.
બપોર પછી ભાલ નળકાંઠા ખેડૂતમંડળની મધ્યસ્થ સમિતિની મિટિંગ મળી. ઘણી મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા. છાત્રાલયના મકાનમાં સભા મળી. સૌ પ્રથમ ખાંભડાના પીતાંબર પટેલના થયેલા ખૂન અંગે અંબુભાઈએ તેમને અંજલિ આપી. તેઓ ખેડૂતમંડળના મધ્યસ્થ સમિતિના સભ્ય હતા અને મંડળને તન, મનથી મદદ કરતા હતા. અન્યાય સામે ઝઝૂમનાર તેઓ વીર હતા. તેમની શહીદી અંગે પ્રમુખસ્થાને અંજલિ આપતો ઠરાવ રજૂ થયો. સભાએ સવાનુમતે પસાર કર્યો અને ઊભા થઈ બે મિનિટ મૌન પાળી, મરનારના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી.
ત્યારબાદ અંબુભાઈએ મંડળનો ઇતિહાસ રજૂ કર્યો. નૈતિક ભાવોના પ્રશ્નમાંથી મંડળની ઉત્પત્તિ થઈ પછી તો બનાસને બીટ સોલાપુરી જુવાર, કમોદનો સંગ્રહ, અન્યાયનો પ્રતિકાર એમ પ્રગતિ કરતું ગયું.
જગ્યા સાંકડી પડવાથી સભા આંબાવાડીમાં બેઠી. તેમાં બનાસકાંઠાના ધારાસભ્ય અને ખેડૂત મંડળના પ્રમુખ શ્રી ગલબાભાઈએ પ્રવચન કરતાં જણાવ્યું કે, આપણે સરકાર ઉપર આધાર રાખીને બેસી રહીશું તો કોઈ કામ થવાનું નથી. ગામડામાં જે શ્રમજીવીઓ છે. તેઓ જાગશે તો જ દેશનું ભલું થશે. શ્રદ્ધા અને સંગઠન બે બળ ઉપર મહારાજશ્રી જોર આપે છે, તેને તમે અપનાવજો .
ત્યારબાદ ગોહિલવાડ જિલ્લા લેઉઆ જ્ઞાતિ સમાજના પ્રમુખશ્રી જીવણભાઈએ બોલતાં જણાવ્યું કે, આપણે બધાંએ જાગૃત થવું જોઈએ. મહારાજશ્રીને સંતોષ આપવો જોઈએ.
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૦૭
Page #129
--------------------------------------------------------------------------
________________
મહારાજશ્રીએ જણાવ્યું કે હું મહારાષ્ટ્રમાં જાઉં છું. તમારા મનમાં શું હશે તે વાંચું તો બે વાતો છે. જાઉં તે સારું કે ન જાઉં તે સારું. મારે તો તમારા બધાનાં આશીર્વાદ જોઈએ. મારી ગેરહાજરીમાં તમે સારું કામ ચલાવશો એવી શ્રદ્ધા છે. મહારાષ્ટ્રમાં જવાનો વિચાર એટલા માટે આવ્યો કે સમય એવું સૂચન કરે છે. એમ લાગે છે કે નીચેથી ઝડપ વધારવી પડશે. ઉપરની મોટી મોટી વાતો થાય છે પણ જયારે ગામની સ્થિતિ જોઈએ ત્યારે જૂદું લાગે છે. આ સાથે ભાણામાં આવેલો કોળિયો ચાલ્યો ગયો. એક વરસાદની ભારે ખોટ પડી. એકલા માણસથી કંઈ બનવાનું નથી. સંગઠન અને શ્રદ્ધા એ બે વસ્તુ પાકી થઈ જાય તો ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળી જવાય. લોકો દુકાળમાં વ્યક્તિગત રહેવાથી હારી જાય છે. પદમાં લોકો હરેરીને મળી ગયા. સંગઠન હોય તો એકબીજાની હૂંફ રહે. છેલ્લા દુકાળ વખતે આપણે સારી કામગીરી બજાવેલી. લોકો કહે છે આવો દુકાળ કાયમ રહે તો ઘણું સારું પણ આપ્યુ-તાઠું કાયમ ટકતું નથી. સારું વરસ આવે ત્યારે સંગ્રહ કરતાં નથી. નબળું આવે ત્યારે દેવું કરીએ છીએ. સદ્ભાગ્યે સહકારી પ્રવૃત્તિમાં આપણે સારી બચત કરી શક્યા છીએ. જિન પ્રેસ પણ ઊભાં કરી શક્યાં છીએ. એક જંગી પુરુષાર્થ આપણે કરી રહ્યા છીએ. હજી ઘણો પુરુષાર્થ કરવાનો બાકી રહે છે.
લોકશાહી ચાલે છે તે પણ આજે તો ઉપરથી આવી છે. આપણે નીચેથી નિર્માણ કરવાની છે. બાપુએ પરદેશીઓને કાઢ્યા. સત્યને આગળ લાવ્યા. આજે પંડિતજીનો ૬૯મો જન્મદિન છે. તે વિશ્વશાંતિ માટે પોકાર પાડે છે. તે વખતે ભાલ નળકાંઠાનો નાનો પ્રયોગ શું જવાબ આપશે. આ વિચાર મને આવ્યા કરે છે. જીવાભાઈએ જોયું કે, આવું સંગઠન થશે, કે કેમ ? તેમ છતાં થયું. બાપુએ કહ્યું હતું. એક ગામદીઠ એક સેવક જોઈએ. કોઈએ કહ્યું બાપુ, એક માણસને પગાર કેટલો જોઈએ ? અમે સાત કરોડ રૂપિયા એકઠા કરી આપવા તૈયાર છીએ. બાપુએ કહ્યું, પૈસાથી કદી દેશનો ઉદ્ધાર શક્ય નથી.
લોકો પહેલાં કહેતા હતા ખેડૂતોનાં તો વળી સંગઠનો થતાં હશે ! દેડકાની પાંચ શેરીથી અનાજ તોળાય ? પણ તમે જોયું કે ખેડૂતોનાં સંગઠન થઈ શકે. ભાલ નળકાંઠા ખેડૂત મંડળે કેટલું ભગીરથ કાર્ય કર્યું છે. હમણાં જ કૉંગ્રેસ સમિતિએ પરિપત્ર કાઢ્યો. કોંગ્રેસે સંગઠન તરીકે સામાજિક, ૧૦૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #130
--------------------------------------------------------------------------
________________
આર્થિક, સાંસ્કૃતિક કે શૈક્ષણિક ચૂંટણીમાં ભાગ ન લેવો. આ ઠરાવ કંઈ નાનોસૂનો નથી. બૅન્ક ચૂંટણીમાં અમને બહુ કડવો અનુભવ થયો છે. સદ્ભાગ્યે શ્રીમન્નજી આ પ્રદેશમાં આવી ગયા. તેઓ અહીં ચાલતું કામ જોઈને પ્રભાવિત થઈ ગયા. એ અંગે ઇકોનોમિક રિવ્યુમાં એક નોંધ પણ લખી. નવલભાઈએ સંતતિ નિયમન, કુટુંબનિયોજન સપ્તાહ ઉજવાય છે, તેના વિરોધમાં જે ઠરાવ આપ્યો તે અંગે લંબાણથી સમજાવ્યું. ઠરાવ સર્વાનુમતે પસાર થયો. મહારાજશ્રી મહારાષ્ટ્રમાં જાય છે. તે અંગે પૂછતાં કોઈને ગમતું તો નહોતું, પણ પછી પ્રેમથી વધાવી લીધું.
અધૂરી રહેલી ચર્ચાઓ રાત્રે ચાલી. તેમાં લોકલ બૉર્ડ ચૂંટણીમાં મંડળે સક્રિય મદદ કરવી કે કેમ તે અંગે ચર્ચાઓ થઈ. કૉંગ્રેસી ભાઈએ મંડળ પ્રત્યે જે દષ્ટિ રાખી છે અને માને છે કે આ લોકો ઉપર પડતા આવે છે. એટલે મંડળ સામે ચાલીને ચૂંટણીમાં મદદ કરવા ના જાય. કેટલાકે કહ્યું, કૉંગ્રેસ સાધનશુદ્ધિનો આગ્રહ ન રાખતી હોય તો રાજકીય, માતૃત્વ કોંગ્રેસનું શા માટે છોડી ન દેવું ? કોઈએ કહ્યું, એક વાર તેમને પછડાવા દો વગેરે વાતો ચાલી. સામે એ દલીલ થઈ કે દેશમાં ગામડાંને બળ કૉંગ્રેસનું અને કિૉંગ્રેસને બળ ગામડાંનું જ મળવાનું છે. બન્નેમાંથી એકેયને ચાલવાનું નથી. વળી આજે વચગાળાનો સમય છે. પછી જ્યારે ગામડાંનાં સંગઠન મજબૂત બનશે, લોકો સમજીને જિતાડવાની બાંહેધરી આપશે તો કોંગ્રેસ ગમે તેવા માણસોને નહીં મૂકી શકે,
છેવટે એવું નક્કી થયું કે ધંધૂકા તાલુકામાં પ્રતીક તરીકે એમ કરવું કે જ્યાં સુધી તાલુકા સમિતિ ચૂંટણીમાં મદદ માટે મંડળને રીતસરની માગણી ન કરે ત્યાં સુધી મંડળના પ્રમુખ-ઉપપ્રમુખ, મંત્રીઓ અને શાખા કાર્યકર આટલા જણે સીધી ચૂંટણી પ્રચાર ના કરવો. વળી બધાંએ પ્રચાર કરવો, મદદ કરવી. એકલા ધંધૂકા તાલુકામાં મદદની માગણી આવે તો બીજા તાલુકામાં આગ્રહ ન રાખવો.
મહારાજશ્રીએ ખાંભડાના ભાઈઓ સાથે પીતાંબરભાઈના ખૂન અંગે કેટલીક વાતો કરી. તા. ૧૫-૧૧-૧૭ ?
આજે રાત્રે પ્રાયોગિક સંઘની નવી નિમાયેલી કારોબારીની સભા મળી. પ્રથમ હોદ્દેદારોની ચૂંટણી થઈ. પ્રમુખ કુરેશીભાઈ, ઉપપ્રમુખ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૦૯
Page #131
--------------------------------------------------------------------------
________________
કાશીબહેન, મંત્રીઓ છોટુભાઈ અને અંબુભાઈ ચૂંટાયા. ત્યારબાદ બજેટ ઉપર ચર્ચાઓ થઈ. હવે ગુજરાત વ્યાપી પ્રાયોગિક સંઘો રચી નાખવા જોઈએ અને એ દષ્ટિએ કામ થાય તે માટે દરેક જિલ્લામાં એક એક કાર્યકર નીમવો. એ માટે ૧૦ હજાર રૂપિયા મંજૂર કરાયા. તા. ૧૬-૧૧-૫૭ :
આજે સવારના મહારાજશ્રીએ કપડાં ધોયાં. પ્રદેશ માટે ભાલ નળકાંઠા સંસ્કાર કેળવણી મંડળની રચના કરવાનું નક્કી કર્યું. સંયોજક તરીકે નવલભાઈ રહેશે. ૧૫ જણની કારોબારી રચી. બપોરના ૨ થી ૩-૩૦ સર્વોદય યોજનાના સંચાલન નીચે ચાલતી શાળાના શિક્ષકોની એક સભા રાખી હતી. પ્રથમ નવલભાઈએ પ્રાસંગિક કહ્યું. ત્યારબાદ દરેક શાળાના મુખ્ય શિક્ષકે તેમની શાળાનો ઇતિહાસ વિકાસ વગેરે કહ્યું. ગુંદીમાં પાંચ સાળો, ૧૨૧ રેંટિયા, ૭ ધોરણ છે. ધીંગડા, ૮ રેંટિયા ચાલે છે. ગ્રામસફાઈ કરે છે. ભૂરખી ૮૫ સંખ્યા. ૪ ધોરણ. ઉદ્યોગ ઓછો ચાલે છે. અઠવાડિયે સફાઈ કરે છે. ૧૩ રેંટિયા ચાલે છે. પ્રૌઢશિક્ષણના વગો ચલાવવા પ્રયત્ન કરે છે. ગાંગડ ૭ ધોરણ છે. ૭૫ ટકા પરિણામ આવે છે. ૮ શિક્ષક છે. કન્યાશાળા છે. સફાઈ ચાલે છે. જવારજ પહેલાં ૧૭૨ સંખ્યા હતી આજે ૨૩ર છે. આજે શિક્ષકો ૬ છે. ઉદ્યોગ સારી રીતે ચાલે છે. ૧૦૦ રેંટિયા છે. ફાઈનલમાં દમાંથી ૫ પાસ થયા. અઠવાડિયે ગ્રામસફાઈ થાય છે. બગોદરા ૧૪૪ સંખ્યા, ઉદ્યોગ શરૂ કરવાનો છે. ૧૫ રેંટિયા મળ્યા છે, ૩ શિક્ષક છે. દેહગામડા ૩૦ સંખ્યા છે ૧ શિક્ષક છે.
| નવલભાઈએ સંબોધન કરતાં જણાવ્યું કે - તમારી વાતો ઉપરથી એ તારણ નીકળ્યું કે વાલીઓ બરાબર રસ લેતા નથી. તો આપણે વાલીદિન ઉજવતું પ્રદર્શન પણ ભરવું. લોકો વિરોધ કરે છે. તેનું કારણ શાળાની પ્રગતિનો ખ્યાલ નથી એટલે જે શિક્ષણ ચાલે છે તેની નોંધ કરી બાળક પાસે મોકલી વાલીની સહી લેવી. બીજા શાળાના શિક્ષકોનો સંપર્ક રાખી શકે તેવા કાર્યકર મળવા જોઈએ. પછાત બાળકોને ભણાવવા તરફ વધુ ધ્યાન આપવું. ઉચ્ચ વર્ણના લોકો તો ભણવાના છે જ. બાલવાડી સંખ્યા ૩૦ છે.
મહારાજશ્રી : શરૂઆતમાં જ પૂછ્યું બહેનો કેમ નથી આવ્યાં ? તો કહે વરસાદને
૧૧૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #132
--------------------------------------------------------------------------
________________
લીધે નથી આવ્યા. બહેનોની ઇચ્છા ઘણી જ હોય છે એથી હું લખું છું. પણ તેમના કામમાં તમો ભાગીદાર બનો તો જ તે છૂટાં થાય. એ દિશામાં ઠીક ઠીક ધ્યાન આપવું જોઈએ. દેશમાં મતદાનની દૃષ્ટિએ જોઈએ તો બહુમતી બહેનોની છે. આટલી નિશાળો બની હોવા છતાં જાગૃતિ ન આવે તો આપણે પાછળ રહી જઈએ. ચીનમાં સ્ત્રીઓએ ઘણી પ્રગતિ કરી છે. ત્યાં બહેનો બહાર નીકળથી જ નહિ. પગ બાંધી રાખે. નાના પગ તે વધુ સુંદર. આજે સ્થિતિ પલટાઈ ગઈ. બહેનો એવી ચપળ અને શક્તિશાળી તૈયાર થાય છે કે આપણે અભિમાન લઈએ. બહેનોની પ્રગતિ સિવાય દેશની પ્રગતિ નહિ થાય. લોકસંપર્ક તો કરવો જ છે પણ શિક્ષિકા બહેનોએ બહેનોનો સંપર્ક વધુ કરવો. હા, એમાં જોખમ છે. લોકો ટીકા પણ કરે છે. તેમ છતાં આપણામાં સાત્વિક ભાવના હશે તો વાંધો નહિ આવે. વાલી સંપર્ક માટે નવલભાઈએ કહ્યું તેમ પ્રદર્શન ભરવા. ખબર નહીં પણ પ્રગતિનો આંકડો લોકોના ખ્યાલમાં આવે. રોજનીશીની પણ શિક્ષકોને ખાસ જરૂર છે. કામની નોંધ, નિયમિતતા વગેરે જાળવો આરસીની જેમ, તો નવી કાર્યવાહીનો ખ્યાલ આવશે. આજે સમાજનાં બે મુખ્ય અંગો છે, સ્ત્રીઓ પણ છે. એમની માન્યતા નહીં ફળે ત્યાં સુધી નઈ તાલીમ અધૂરી રહેવાની છે. એટલે એમના રૂઢ રિવાજો જીવંત સંપર્ક હશે તો જ દૂર કરી શકાશે. ઓછામાં ઓછા ટાણેક મહિના બધા શિક્ષકો એકત્ર મળે વિચાર વિનિમય કરે, બીજી એક વસ્તુ લક્ષમાં રાખવા જેવી છે. તે એ કે આપણે જયારે બોલવા ઊભા થઈએ ત્યારે સળંગ સાંકળ હોતી નથી. એટલે બોલવું હોય કંઈ અને બોલાય કંઈ. એટલે કોશિષ કરવી જોઈએ. ટેવ પાડવી જોઈએ. બધા તો બોલી જ શકતા નથી. એ વસ્તુનો ખ્યાલ રાખવા જો છે કે આજના વિચાર પ્રવાહો કઈ બાજુથી આવે છે. છાપાથી તમે પરિચિત છો. એક રીતે તમે શિલ્પી છે. પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ જ વધારે રહેવાનું, એટલે ઘણી મોટી પ્રજા તમારા હાથમાં જ આવવાની. તે સંસ્કારી કેમ બને, દુનિયાના પ્રવાહોથી જાણકાર કેમ રહે તે તરફ પણ ધ્યાન રહેવું જોઈએ. કુમારશાળા એના માટે ખૂબ વ્યવસ્થિત થાય, પ્રાર્થના પછી આવા સમાચાર આપી શકાય. શિક્ષણની સાથે આપણે સહકાર અને ઉદ્યોગને જોડીએ છીએ. વિદ્યાર્થી એવું ઉત્પાદન કરે જેથી વાલીઓને સંતોષ થાય અને પોતે સર્જન કર્યાનો સંતોષ પામે. પરીક્ષાનું માપ તો કાંઈ ને કાંઈ સ્વરૂપમાં રહેવાનું. એમાં ફેરફારને આવકાર છે. એક
સાધુતાની પગદંડી : પુસ્તક -- છઠું
૧૧૧
Page #133
--------------------------------------------------------------------------
________________
હોંશિયાર વિદ્યાર્થી હોય, કાયમ ઊંચું ધો૨ણ સાચવતો હોય પણ પ૨ીક્ષાને દિવસે લાઘવગ્રંથી આવી ગઈ તો તે નાપાસ થઈ જાય છે. એટલે પરીક્ષાનું માપ સાચું નથી. તેમ તેના સિવાય ચાલે તેમ નથી. કેટલાક પાસ થવા માટે બાધા-આખડી કરે છે. લોકોને પુરુષાર્થવાદી બનાવવા તે કામ શિક્ષકોનું છે. હું કબૂલ કરું છું કે આજે ઓછામાં ઓછું વેતન શિક્ષકોનું છે, પણ તમે સ્વમાનપૂર્વક શિક્ષણ આપતા જશો તેમ તેમ એનો ઉકેલ આવશે. સૈનિકોને રોજ કવાયત શીખવો ત્યારે જ યુદ્ધમાં જીતે છે. જૈનોમાં પ્રતિક્રમણ વિધિ આવે છે. રોજ રોજની તારવણી કરવાની હોય છે. તેમ રોજ થોડું થોડું શીખવતાં જઈશું તો તેમનામાં હિંમત આવી જશે. એક ભાઈએ કાયદાની વાત કરી. કેટલાંય હસતાં હતાં. વાત સાચી છે કે કાયદાથી કંઈ વળતું નથી. તેમ આજની દશા એવી છે કે કાયદા વગર લોકો સુધરતા પણ નથી. આપણે બન્નેનો મેળ પાડવો છે. કેટલાક પ્રસંગોમાં શુદ્ધિપ્રયોગો પણ બહુ કામ આપે છે. બાળકોની ગેરહાજરી રહેવાનું કારણ ગરીબોની કેટલીક પરિસ્થિતિ પણ હોય છે. ગ્રામસભાના કાર્યક્રમો પણ ખૂબ ઉપયોગી થશે. ચા, બીડી પણ સામાજિક દબાણ લાવી દૂર કરી શકાશે.
છેલ્લી વાત ચારિત્ર્ય ઉપર બહેનો-ભાઈઓએ સાથે મલી ખૂબ ધ્યાન આપવું જોઈએ. આપણે હરતાં રહીએ, રમતા રહીએ તો પણ જાગૃતિ રહે. સમાજ પણ એમાંથી દોષ ન જુએ. આને માટે તો સતત આધ્યાત્મિક વાચન, મનન, સત્સંગ જરૂરી છે. શિક્ષકના દોષો વિદ્યાર્થી પકડી શકે. ચા-બીડી શિક્ષક વાપરતો હશે તો બાળકો પણ એ વા૫૨શે. એકાદ હસ્તલિખિત ત્રિમાસિક કે માસિક જેવું કાઢો તો નવા શિક્ષકોને ઉપયોગી થશે. પ્રવાસ, પર્યટનો પણ ઉપયોગી થશે.
મહારાષ્ટ્રમાં જાઉં છું. તે પણ સારા હેતુ માટે. પ્રાંતીયવાદ દેશમાં માઝા મૂકે છે. ગ્રામસંગઠન પણ ત્યાં થઈ શકે. તે પણ તે લોકો જાણે છે. રાજય ઉપર ગામડાંની અસર કેમ રહે તે પણ કરવા જેવું છે.
સાંજના ગામમાં રહેવાનું વિચાર્યું હતું એટલે ગામમાં ગયા. ધર્મશાળામાં નિવાસ કર્યો. ત્યાં ધીંગડા, ભૂરખી, લોલિયાના, ગુંદાના આગેવાનો ભોળાદ જિનિંગ ફેક્ટરીનો વિકાસ કેમ થાય તે અંગે વિચારણા કરવા એકઠા મળ્યા હતા. આ બાર-ચરખાનું જિન છે. પણ આગેવાનોની ખામીને કા૨ણે દિવસે દિવસે લોકોની શ્રદ્ધા તૂટતી ગઈ. ત્રણ વર્ષથી જિન ચાલે છે. ગઈ સાલ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૧૨
Page #134
--------------------------------------------------------------------------
________________
માત્ર એક જ વ્યક્તિ ભુરખી મુખીનો કપાસ ન આવ્યો, બાકી વેપા૨ીનો માલ આવ્યો. ગરજે વેપારીઓને બોલાવીએ એટલે દરેક વાતમાં તે પોતાનો લાભ વિચારે છે. આ અંગે વિચારણા થઈ એટલે મુખીએ કહ્યું, લોકો માલ નહિ લાવે તો જિન વેચી નાખવું પડશે. અને પછી વેપારીઓથી કાયમ લૂંટાયા કરવું પડશે.
મહારાજશ્રીએ સહકારી જિનના ફાયદા જણાવ્યા અને કાં તો નેતાગીરી બદલો, કારોબારી બદલો, પણ ખેડૂતોની શ્રદ્ધા ઊભી થાય એવી કાર્યવાહી ગોઠવીને પણ જિન ચાલુ રાખો તો સારી વાત છે. નહીં તો સહકારી પ્રવૃત્તિ ઉપર બૂરા પ્રત્યાઘાત પડશે.
રાત્રે જાહેરસભા રાખી હતી. તેમાં નાનચંદભાઈએ મહારાજશ્રીની ધર્મદૃષ્ટિની સમાજરચનાના ખ્યાલો વિશે કહ્યું હતું અને વ્યસનો છોડી નીતિને માર્ગે સંગઠિત થવા વિનંતી કરી હતી. મહારાજશ્રીએ ગ્રામસંગઠન અને સહકારી પ્રવૃત્તિના લાભાલાભ સમજાવ્યા હતા.
મીરાંબહેન અને વાડીભાઈ શેઠ અમદાવાદથી આજ સાંજની ગાડીમાં આવ્યાં. દેવીબહેનના બાળકો પણ આવ્યાં.
તા. ૧૭-૧૧-૫૭ :
આજે શ્રી રસિકભાઈ પરીખ કે જેઓ મહેસૂલ ખાતાના પ્રધાન છે, તેઓ આવવાના છે. ભોજન પણ અહીંયાં ગુંદી આશ્રમમાં લેવાના હતા એટલે બપોર સુધી તેમની વાટ જોઈ પણ તેઓ થોડા મોડા આવ્યા. બપોરે ૧-૪૫ વાગે આવ્યા. આવીને મંડળી જમી. પછી મહારાજશ્રી સાથે અંગત મુલાકાત ચાલી. લગભગ પાંચ વાગ્યા સુધી વાતો થઈ. ખાસ કરીને ગણોતધારામાં ક૨વા જોઈતા સુધારા અંગે ચર્ચાઓ થઈ. સાથે મહેસૂલી અધિકારી શ્રી દલાલ પણ હતા. પ્રાંત, મામલતદારો, ફોજદા૨ો, લોકલ બોર્ડ પ્રમુખ ડૉ. છોટુભાઈ, પટવારી, પરીખ સાથે આવ્યા હતા. ડૉ. શાંતિભાઈ ઠેઠ છારોડીથી સાથે હતા. ગણોતધારામાં આપણે જે ક્રાંતિકારી સુધારા ઇચ્છીએ છીએ તેમાં તેઓએ અસમર્થતા દર્શાવી. કેટલીક વાતો જેવી કે જમીનદારીના પટ જુદા હોવા જોઈએ એ ગળે ઊતરી છે.
ખાંભડાના ભાઈઓને પીતાંબરભાઈના ખૂન અંગે પણ મુલાકાત આપી હતી. મુલાકાત પછી જાહેરસભા રાખી હતી. તેમાં દુકાળમાં સરકાર શું સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૧૩
Page #135
--------------------------------------------------------------------------
________________
કરવા માગે છે, તેનો ખ્યાલ આપ્યો હતો. લોકોની અરજીઓ સ્વીકારી. અને પ્રશ્નોનો જવાબ આપ્યો.
પછી તેઓ જવા રવાના થયા. રાત્રે પ્રાર્થના પછી મહારાજશ્રીએ છેલ્લું પ્રવચન કર્યું. પ્રવૃત્તિઓનું વિહંગાવલોકન કર્યું. નવલભાઈએ જણાવ્યું કે મહારાજશ્રી મહારાષ્ટ્રમાં જાય ત્યારે તેઓ નચિંત થઈને જાય, તે માટે આપણે પ્રવૃત્તિને વધુ વેગ આપીએ, જાગૃત રહીએ. તા. ૧૮-૧૧-પ૭ : સરગવાળા
ગુંદી આશ્રમથી વિહાર કરીને અમે સરગવાળા આવ્યા. અંતર છે માઈલ હશે. ઉતારો એક ઘરમાં રાખ્યો હતો સાથે છોટુભાઈ અને અમદાવાદથી આવેલા નંદલાલભાઈ, ચંદ્રાબહેન અને મણિલાલ ઉજમશી વગેરે લોથલના ટીંબા સુધી આવ્યા હતા. લોથલને ટીંબે પુરાતત્ત્વ વિભાગ તરફથી ખોદકામ ચાલે છે. તેમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યાં છે. પ્રાચીન નગરી નીકળી છે. એ નગરીના મકાનોની રચના, પાણીની ગટરો, બાથરૂમ વગેરે કેવું હતું તે સ્પષ્ટ જણાય છે. આ બધું જોયું અને એ બધાં પાછા ફર્યા. અમે સરગવાળા આવ્યા. સાથે જગુભાઈ હતા. ગામલોકોએ ઢોલ-શરણાઈ સાથે મહારાજશ્રીનું હાર્દિક સ્વાગત કર્યું. મહારાજશ્રીને મૌન હતું એટલે મેં પ્રાસંગિક કહ્યું, રાત્રે જાહેરસભા થઈ હતી. તા. ૧૯, ૨૦-૧૧-પ૭ : નાની બોરુ
સરગવાળાથી નીકળી નાની બોર આવ્યા. અંતર સાડા ચાર માઈલ હશે. ઉતારો એક ખેડૂતને મેડે રાખ્યો. ગામ આગેવાનોએ સ્વાગત કર્યું. ગામમાં બે પક્ષ જેવું છે એટલે સઘનનું કામ જે સુંદર ચાલતું હતું તે ખોરંભે પડ્યું છે. દિવસના આગેવાનો મળ્યા ત્યારે કામ ફરી વ્યવસ્થિત કરવા સંબંધી વાતો થઈ. એક કાર્યકરને રોકવા એમ વિચાર્યું. ખાસ કરીને ખાદી કામ સારું ચાલશે. પરિશ્રમાલય આગળ કંપાઉન્ડને વાડ કરવાનું વિચાર્યું. રાત્રે જાહેરસભા થઈ. તેમાં પ્રતાપભાઈએ અને મેં ગ્રામસંગઠન અને રચનાત્મક પ્રવૃત્તિ વિશે કહ્યું. મહારાજશ્રીએ પણ પ્રેરક પ્રવચન કર્યું હતું. આજે ગલીયાણાથી એક ભાઈ મહારાજશ્રીનો કાર્યક્રમ ખંભાત તાલુકાનો નક્કી કરવા આવી ગયા. બીજે દિવસે મૌન હતું. રાત્રે વિશ્વવાત્સલ્યનું વાંચન કરી સવારમાં ડાહ્યાભાઈ સાથે ગુંદી ટપાલમાં નાખવા રવાના કર્યું.
૧૧૪
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #136
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯મીએ ધોળકામાં ડૉ. છોટુભાઈને હાથે કુટુંબનિયોજન કેન્દ્રનું ઉદ્ઘાટન હતું. મહારાજશ્રીએ વિરોધ તરીકે આજે ઉપવાસ કર્યો. જાહેર રીતે આ જાતનું પ્રદર્શન કરે તે સૈદ્ધાંતિક કોંગ્રેસને માનનારને કેમ ગમે ? તા. ૨૧-૧૧-પ૭ : મોટી બોરુ
નાની બોરથી રવાના થઈ મોટી બોર આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો ભીખાભાઈ ઠાકોરશીને ત્યાં રાખ્યો હતો. અમારે અહીં રોકાવાનું નહોતું પણ સાબરમતી ઊતરી મીતલી જવાનું હતું. પણ ભરતી પુષ્કળ આવી હોવાને કારણે ઊતરી શકાય તેમ નહોતું. એ પાણી બે વાગે ઊતરે ત્યારપછી જ જવાય. એટલે અમે બપોર સુધી અહીં જ રોકાયા. બે વાગે રવાના થઈ નદીકિનારે આવ્યા. ગામના બે-ત્રણ ભાઈઓ અને નાની બહેન બે ભાઈઓ તથા પ્રતાપભાઈ અમારી સાથે હતાં જ. ગામના ભાઈઓ પ્રથમ અમારો કેટલોક સામાન સામે પાર લઈ ગયા. પછી અમે કપડાં બદલી નદી ઊતર્યા. મીરાંબહેનને ઘણો ડર લાગતો હતો, પણ વચ્ચે રહી એક જણનો ખભો ઝાલી ઊતરી ગયાં. પાણી કેડથી નીચે હતું. તણાવ ઓછો હતો. કાદવ ઠીક ઠીક હતો. આ બધામાં પોણો કલાક ગયો.
અહીંની વસ્તી ૧૨૦૦ જેટલી છે. તા. ૨૧-૧૧-૫૭ : મીતલી
મોટી બોરુથી નીકળી નદી ઊતરી અમે મીતલી આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો વેપારીને મેડે રાખ્યો હતો. નાનભટ વ્યવસ્થા કરવા આગળથી આવ્યા હતા. એટલે ગામના ઉત્સાહનો પાર નહોતો. આખું ગામ સ્વાગત માટે તૈયારી કરી રહ્યું હતું. બે વખત ઘોડા મોકલ્યા પણ ભરતીને કારણે અમે ન આવી શક્યા, ન સંદેશો મોકલી શક્યા. સાંજના આવ્યા ત્યારે આખું ગામ પાદરે સ્વાગત માટે તૈયાર થઈને બેઠું હતું. સૌ સરઘસ આકારે નિવાસસ્થાને આવ્યા. પછી જાહેરસભાને મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું અને મોડા આવવાથી જે તકલીફ પડી તે બદલ ફરી ફરી ક્ષમા યાચી. તા. ૨૨, ૨૩-૧૧-૫૭ : પાંદડ
મીતલથી પાંદડ આવ્યા. અંતર સાડા ચાર માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. મીતલથી બે ત્રણ ભાઈઓ સાથે આવ્યા હતા. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૧૫
Page #137
--------------------------------------------------------------------------
________________
મીતલથી આવતા નાવીડો નામે પાણીનો વહેળો આવે છે. ભરતી આવે ત્યારે તેમાં થોડું પાણી થઈ જાય છે. આજે ભરતીનો દિવસ હતો. લાણી ગામે થઈને જઈએ તો ત્યાં નાળું બાંધેલું છે પણ ત્રણ માઈલ ફરવું પડે એટલે જરા મોડું આઠેક વાગે નીકળ્યા. ભરતી ઊતરી ગઈ હતી. ત્રણેક ફૂટ પાણી વહેળામાં હતું પણ કાદવ-કીચડ અડધો માઈલ જેટલી જગ્યામાં હતો. ગામલોકોએ મોટી સંખ્યામાં આવી મહારાજશ્રીનું સ્વાગત કર્યું. ભજન મંડળી પણ હતી. બપોરના ગામ આગેવાન સાથે કેટલીક ચર્ચા થઈ. ખાસ કરીને સહકારી મંડળી વિશે અહીં ત્રણ પ્રશ્નો મુખ્ય છે : (૧) ઘર બહારની જમીન ખાતેદાર પોતે હોવા છતાં બાંધકામ કરવા માટે મંજૂરી માગે છે. (૨) નવાબ વખતે એકરે બે આના વર્ષાસન મળતું હતું તે કાયમી થવું જોઈએ. (૩) પાણીનો વેરો આપવો છે પણ આ પહેલાં ૧૦૦ રૂપિયા સરકાર આપતી હતી તે હવે બંધ કર્યો છે.
સભા માટે ગામલોકોએ સુંદર મંડપ બાંધ્યો હતો. અમારું સ્થાન ગામની પાદરે ઉપાશ્રયમાં હતું એટલે ૧૨૫ ડગલામાં ત્યાં પહોંચી શકાય તેમ નહોતું. બહેનોની ઇચ્છા એવી હતી કે મહારાજશ્રી મંડપે આવે તો જ અમે આવી શકીએ. ગામ બહાર ન આવીએ એટલે અમે સૂવાની જગ્યા બદલી ગામમાં રહ્યાં. રાત્રે મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો આવ્યાં હતાં. તેમાં પ્રથમ મેં ગ્રામસંગઠન અંગે કહ્યું હતું.
અહીં હરિજનોનાં ૮૦ ઘર છે. મિશન તરફથી સ્કૂલ અને સહકારી મંડળી ચાલે છે. ખ્રિસ્તીઓ આ રીતે વટાળ પ્રવૃત્તિઓ ચલાવે છે. તે અંગે રાત્રિસભામાં મહારાજશ્રીએ કહ્યું. ઈશુની આપણે પ્રાર્થના કરીએ છીએ પણ તેમણે કોઈને વટલાવવાનું નથી કહ્યું. ગમે તે ધર્મમાં માણસ રહે, છતાં ઈશુનાં ગુણો આચરી શકે. ખ્રિસ્તીઓ વટલાવવાનું કામ કરે છે તે યોગ્ય નથી. ગામલોકોએ પણ હરિજનો સાથે પ્રેમથી રહેવું જોઈએ.
કેળવણી તરફ લોકોને જોઈએ તેટલો રસ નથી. આ ગામમાં જવારજની ઘણી દીકરીઓ પરણાવેલી છે.
તા. ૨૩-૧૧-૫૭ :
આજે અમારે આખોલ જવાનું હતું પણ કાર્યકરોએ ખંભાત વિભાગની સહકારી મંડળી એનાં પ્રતિનિધિઓનું એક સંમેલન રાખ્યું હતું તેમાં માધવલાલ
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૧૬
Page #138
--------------------------------------------------------------------------
________________
શાહ પ્રમુખપણે રહેવાના હતા. મહારાજશ્રીના સાંનિધ્યમાં પાંદડ વિ.કા.કા. સહકારીને ચાંદીનો એક શિલ્ડ આપવાનો હતો. તેનો મેળાવડો હતો એટલે અમોએ બપોર પછી જવાનું વિચાર્યું.
- ખંભાત વિભાગમાં ૬૦ મંડળીઓ છે. તેનું સુપરવાઈઝીંગ યુનિયન છે. તંદુરસ્તી હરીફાઈ માટે એક શિલ્ડ બનાવવામાં આવ્યો છે. સારું કામ કઈ મંડળીએ કર્યું છે તેની તપાસ માટે એક કમિટી નીમવામાં આવી છે. કમિટીએ પાંદડ ગામને શિલ્ડ આપવાનું ઠરાવ્યું છે. એ રીતે આજે એ વિધિ કરવાનો છે. મહારાજશ્રીએ મંગલ પ્રવચન કરતાં જણાવ્યું કે -
હું કંઈક કહું તે પહેલાં થોડીક ચોખવટ કરું. ગઈ કાલે રાત્રે કહ્યું તેમ બહેનો પણ આ સમારંભમાં ભાગ લે પણ તે આવી શક્યાં નહિ. ગામડામાં બહેનો આવા સમારંભમાં ભાગ લે તે નવું લાગે છે, પણ આવી મંગલ પ્રવૃત્તિમાં એકલા પુરુષો ભાગ લે તે બરાબર ન કહેવાય. સહકારનો અર્થ જ એ છે કે બહેનો-ભાઈઓ સાથે રહીને કામ કરે. સમાજમાં સત્ય અહિંસાની જરૂર પડવાની છે અને તેમાં બહેનો મહત્ત્વનો ફાળો આપશે. સહકારના પ્રાણ માટે પણ બહેનોનું પ્રતિનિધિત્વ બહુ જરૂરી છે. પંચાયતમાં એક બહેનને લેવાનું નક્કી થયું પણ સહકારી પ્રવૃત્તિમાં તેમ બન્યું નથી. આટલી પ્રેમની ટકોર હવે ભવિષ્યમાં વિચાર કરજો. બીજી વાત છે હરિજનોની. એ ભાઈઓની સાથે માત્ર બોલવાનું છે. તેઓને અલગ બેસવાનું થાય છે ત્યારે એ લોકોની કઈ લાગણી થતી હશે તેનો વિચાર કરું છું. બાપુએ તો કહ્યું, હરિજનની દીકરીને મારી દીકરી કહું છું. આ હરિજનો માટે આત્મીયતા છે. તા. ૨૪-૧૧-પ૭ : લુણેજ : ખેડા જિલ્લા ગોપાલક પરિષદ મહારાજશ્રીનું પ્રવચનઃ પ્રમુખશ્રી, ભાઈઓ અને બહેનો,
ખેડા જિલ્લામાં મહારાષ્ટ્રમાં જતો તા. ૨૪મીએ પ્રવેશ કર્યો. ગઈ કાલે માધવલાલભાઈના પ્રમુખપણા નીચે સહકારી મંડળીઓનો એક મેળાવડો. યોજાઈ ગયો. આજનો મેળાવડો ગોપાલકોનો છે. ખેડા જિલ્લા ગોપાલક પરિષદ ભરાઈ છે. તમારા સહુનો ઉત્સાહ અને છાયા ધંધૂકા તરફ જ છે. જે કાર્યકરો અને ગોપાલકો જે ઉત્સાહથી કામ કરે છે તે બતાવી આપે છે કે તમારી સૌની લાગણી છે. બહેનોની હાજરી જોઈને સંતાપ થાય છે. આ
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૧૭
Page #139
--------------------------------------------------------------------------
________________
રીતે બહેનો સામાન્ય રીતે સમજતાં નથી એમ આપણે માનીએ છીએ. તેમ સુરાભાઈ વષોથી ભાલ નળકાંઠામાં કરે છે. તેઓને ખ્યાલ આવી ગયો છે કે બહેનોને પણ ભાગ લેતાં કરવાં. તેમને રસ કદાચ આજે ઓછો હશે પણ ઘડાશે તો ભવિષ્યમાં તેઓને કામ લાગશે.
- સ્ત્રી એ માત્ર સ્ત્રી નથી રહી. વિશ્વરાષ્ટ્રની દૃષ્ટિએ તે એક મતદાર છે. વિશ્વમાં લોકશાહીનો જ વિજય થવાનો છે. સ્મૃતિઓમાં પણ સ્ત્રીઓનું મૂલ્ય અંકાયું છે. એ સ્મૃતિની દૃષ્ટિએ પણ સ્ત્રીને સાથે રાખવી પડશે. આપણાં ઉપાસ્ય દેવોમાં સ્ત્રીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. સીતારામ, રાધાકૃષ્ણ, માબાપ, બીજા સંતોષની વાત એ છે કે સુરાભાઈએ હરિજનોને આ મંડપમાં સાથે બેસવા આમંત્રણ આપ્યું છે. તે કેટલાંકને નહીં ગમે પણ સ્ત્રી અને હરિજનને છૂટા પાડ્યું નહિ ચાલે. મતલબ કે સ્ત્રીઓને હરિજનને પ્રતિષ્ઠા આપવી જ પડશે.
નામ ગોપાલક સંમેલન કહેવાય છે અને ભરવાડનાં જ થાય છે. વ્યવસાય માટે મુખ્ય ગોપાલન તેઓ કરે છે પરંતુ કોમી સંમેલન આ નથી. બીજા લોકો પણ એમાં ભાગ લઈ શકે છે. તમારા હૃદયમાં કોઈ કોમી વૃત્તિના ભાવ ન હોય તેની કાળજી રાખજો. કાર્યકરો પણ રબારી-ભરવાડને ગોપાલક ન ગણતાં વિશાળ દૃષ્ટિથી જોજો. “સબ ભૂમિ ગોપાલકી” એનો અર્થ ગોપાલ એટલે ભગવાન. વિશ્વમય ભૂમિ ભગવાનની છે.
- ભગવાન શ્રીકૃષ્ણ સાથે તમારા વર્ગનું નામ જોડાયેલું છે. એ શાથી જોડાયેલું છે. તેનો ઇતિહાસ તમે જાણ્યો. નંદરાજાએ ભગવાન કૃષ્ણને ઘણી મદદ કરી હતી. જશોદા માતાએ વાસુદેવ માટે પોતાની કન્યાનું બલિદાન આપેલું. રા'નવઘણને બચાવવા આપનું બલિદાન અપાયેલું. જય કનૈયાલાલ કી બોલાય છે ત્યારે તમો ખુશ થાઓ છો. એથી તો તમારી જવાબદારી વધે છે. વચલો ગાળો એવો આવી ગયો કે તમારે વિચાર કરવાનો છે. ધર્મગુરુઓ દરેક કોમમાં ફરતા હતા તે શહેરોમાં વસી ગયા.
- ધર્મસંસ્થાના સભ્ય તરીકે મારે પ્રાયશ્ચિત્તપૂર્વક કહેવું જોઈએ કે અમે પાછા પડી ગયા. સદ્ભાગ્યે ગાંધીજી આવ્યા અને અમને બચાવી લીધા. ભાલ નળકાંઠામાં તમારી કોમનો પરિચય થયો અને સુરાભાઈ મળી ગયા. ટૂંકમાં તમારો જૂનો ઇતિહાસ ભવ્ય હતો પણ ચાલુ ઇતિહાસ દુઃખદ છે.
૧૧૮
સાધુતાની પગદંડી પુસ્તક – છઠું
Page #140
--------------------------------------------------------------------------
________________
હકીકતનો ઇન્કાર ન કરી શકાય એનું તમે દુ:ખ ન લગાડશો. વર્તમાનના ઇતિહાસને આપણે સુધારી શકીએ છીએ. સવારમાં હું આવ્યો ત્યારે તમારામાંના ભાઈએ કહ્યું, “અમે પાપી છીએ, અમોને ઉગારો.” પાપી જયારે પાપનો એકરાર કરે છે ત્યારે તે તેમાંથી બચી જાય છે. અહીં જે મતભેદનો દુ:ખદ પ્રસંગ છે તેનો બન્ને ભાઈઓ સાથે બેસી નિકાલ કરે. તળપદા ભાઈઓ પાસે જઈ આવ્યો. ગોવારી અંગે વાતો નથી થઈ પણ તેઓ અહીં સંમેલનમાં હાજર છે તેથી સંતોષ થયો.
આજે મુખ્ય પ્રથમ કોણ જીવશે? રામમૂર્તિએ કહ્યું, જીવો અને જીવવા દો. ગાંધીજીએ ગાય ઉપર વધારે વજન આપ્યું તેનો અર્થ એ નહીં કે ભેંસને છોડો, પણ બંનેને સાથે નહીં રાખી શકાય. પ્રથમ ગાયને જિવડાવવી પડશે. ઠરાવ આવશે, તેમાં ભૂલને લગતા ઠરાવ આવશે. ગોચર સિવાય ગાય કેવી રીતે જીવશે? રાજયના માણસો પણ હતા, કહે છે, મોરારજીભાઈ, ઢેબરભાઈ આને વિશે વિચારે છે. ભૂતકાળમાં જે ભૂલો થઈ છે તેને સાફ કરીને, તમારી શક્તિનો ઉપયોગ થાય તેનો આપણે વિચાર કરવાનો છે. ઘેટાં, બકરાં હોય તે તે ગામે સમજીને ઓછાં કરે. સૌરાષ્ટ્રમાં તો એ લોકોએ ઠરાવ પણ કર્યો છે. એક વાતની તમને ચોખવટ કરવી જોઈએ. એક માણસ બે ધંધા નહિ કરી શકે, ગાય અને ખેતી બંને નહીં ચાલે. ઘણા લોકો બેકાર છે, તેમને પણ ધંધો આપવો પડશે. તમે ગાયો ઓછી કરો પણ વધારે દૂધ આપે, સારી ઓલાદ આપે, તે માટે કાળજી રાખો. મને નવલભાઈએ કહ્યું, ભૂરખીમાંથી સવા મણ પણ દૂધ ના મળ્યું. ટંકે શેર દૂધ આપે છે. પરદેશમાં ગાયો ટંકે ૩૦ શેર દૂધ આપતી હતી. એના માલિક કહેતા હતા. ત્રણ પેઢીથી ઓલાદ સુધારતો આવ્યો છું ત્યારે આ સ્થિતિએ આવ્યો. તમે પણ આ સુધારો કરો. ખેડૂતો પણ આપણા ભાઈઓ છે. તમો તેમની સાથે ઝઘડો નહિ, ભેલાણ ન કરો. કોર્ટ કચેરીએ ન જતાં લવાદથી ઝઘડો પતાવો. એક દિવસ લાકડીનો જમાનો હતો. કોઈ ખેડૂતોને મારી પણ નાખતા હતા. એ દિવસો હવે ગયા. હવે મહોબ્બતનો જમાનો છે. ખેડૂત જીવશે તો જ દેશનું કલ્યાણ થશે.
તમારા સામાજિક રિવાજો પણ સુધારવા પડશે. દિયરવટાનો જમાનો હતો. ભાભી એ તો માતા છે. ધણી મરી જાય ત્યારે કેટલીક માતાઓ દીકરીના પૈસા લઈને બીજે વળાવે છે. ત્રીજી વાત બાળલગ્નની છે. એક સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૧૯
Page #141
--------------------------------------------------------------------------
________________
માંડવે લગ્ન થાય એ મને ગમે છે પણ નાના નાના બાલુડાં જે કંઈ સમજતાં નથી તેમને પરણાવી દેવામાં આવે છે. મોટપણમાં સ્વભાવની વિષમતાને કારણે ઝઘડા થાય છે ત્યારે તે તેમને શાપ આપે છે. બારમાનો રિવાજ પણ તોડવા જેવો છે.
ધાર્મિક રિવાજો પણ ફેરવવા પડશે. મારા ઉપર એક રબારી યુવાનનો પત્ર આવ્યો છે. મહંતો ધર્મપ્રચાર ના કરતાં હોય તો અમે તેમને શું કામ પોષીએ ? અફીણ, ચા, બીડી છોડવા જેવાં છે. બીજી કેટલીક વસ્તુની અઘટિત માન્યતા છે. દોરા, ધાગા, માતાજી સારું કરે છે પણ દવા તો કરવી જોઈએ. તમને સુંદર પ્રમુખ મળ્યા છે. બધા વર્ગોમાં ૨સ લે છે. તમારા ધારાસભ્યો છે. તમારા પ્રશ્ન તેઓ દૂર કરી શકે છે.
મેં જે ભાવના અહીં પ્રગટ કરી છે તેને તમે અનુસરવા પ્રયત્ન કરજો. તમારો સમારંભ સફળ થાય એ પ્રાર્થના કરું છું.
સ્વાગત પ્રમુખ પૂંજાભાઈ કવિનું નિવેદન વંચાયું ત્યારબાદ ફૂલહાર લીધા. સંદેશાવાંચન, સંદેશાઓમાં રાવજીભાઈ નાથાલાલે કુરેશીભાઈ, શિવાભાઈ જે. પટેલ, જંગલેશ્વરજી, ડેપ્યુટી રજિસ્ટ્રાર વગેરેના હતા.
માધવલાલભાઈએ પ્રવચન કરતાં જણાવ્યું કે ખેડા જિલ્લાના ગોપાલકોનું આ સંમેલન મળે છે. ગોપાલકોના પ્રશ્નો છે. તેની સાથે ખેડૂતોના પ્રશ્નો પણ છે. બન્ને વર્ગોનો સમન્વય સાધવાથી જ ખેતીનો ઉદ્ધાર થઈ શકે. એકબીજાના સહકાર વિના કોઈનુંય ભલું નહિ થાય. બ્રિટિશ સરકારે પૈસાની લાલચે, જમીનોના મોટા લાટ શ્રીમંતોને વેચી નાખ્યા. તેણે ગાયોની ઢો૨ની ચિંતા ના કરી. તેને તો માત્ર પૈસા જ જોઈતા હતા. સ્વરાજ્ય આવ્યા પછી આપણે ફરીથી દરેક વર્ગને સામે રાખી વિચાર કરવાનો છે. ગોવધનો નિષેધ થવો જોઈએ એમ આપણે ઇચ્છીએ પણ એ કઈ રીતે સરકાર દ્વારા કે જનતા દ્વારા ગામનાં દૂધના ભાવ ઓછા. ઘી, દૂધ ખાનારા ઓછા. ગોચર નહીં તો ગાયો કેમ બચશે ? ગોસેવા સંઘ તરફથી એક યોજના છે. ૫૦ જણ ગાય બાંધે તો ગામદીઠ સો રૂપિયા મદદ આપવામાં આવે છે. જોસીકૂવામાં આવો પ્રયોગ શરૂ થયો છે. કાયદો કરીને ગાયો બચાવવી તેનો હું વિરોધી છું. આપણે જો કંઈ કરવાનું ન હોય તો ગામ કેવી રીતે બચશે ? દાદાઓ ગોપાલકોને હાથા બનાવે છે. ખેડૂતો પણ ગાયોને મારે છે. ગોપાલકો નબળી ગાયને છોડી દે છે. દરેક ખેડૂત ગાયો પાળતાં જાય તો જ ગાય સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૨૦
Page #142
--------------------------------------------------------------------------
________________
બચશે. સરકાર કાયદો કરે અને ઘરડી ગાયો ફરતી રહે તો નુક્સાન કોનું થવાનું છે. આવી ગાયોનું ધ્યાન કોણ દે? પણ પ્રથમ એવી ગાયોને પાળવાની તૈયારી કરવી જોઈએ પછી જ કાયદો કરવો જોઈએ. કેટલાક લોકો ગોપાલકો દ્વારા ખૂન સુધ્ધાં કરાવે છે. તેમણે કોઈના હાથા બનતાં બચવું જોઈએ. તેમનામાં શક્તિ છે પણ અજ્ઞાનતા ય છે.
ખેડા જિલ્લામાં ભેંસ જેવું વિચિત્ર પ્રાણી ઘણું આદર પામ્યું છે. ગાય તો ક્યાંય દેખાતી નથી. એને પૂજવી ખરી, ગાય પાળવી નહિ. એનાં દૂધ, ઘી ખાવાં નહિ અને નિરાંતે કતલખાને જવા દેવી આ સ્થિતિ છે. ગાયોના દીકરા બળદ વગર ખેતી થવાની નથી પણ એ લાવવી, ખાતરી ગોપાલકોએ પણ ઠરાવવી પડશે. ઠરાવમાં બે કલમો વિશે વિરોધની વાત આવી. મેં કહ્યું, “જયાં સુધી ભરવાડોની સ્થિતિ સુધરી નથી ત્યાં સુધી એ કલમની જરૂર રહેવાની. સમાજમાં દાદાઓ છે. તેઓ ભરવાડનો ઉપયોગ કરે છે. ભરવાડો પણ કેટલાક તોફાનો કરે છે. તેઓ સુધરે નહિ અને કોઈને સુધારે નહિ ત્યાં સુધી કલમો બદલવા કેવી રીતે કહી શકીએ ? હું કબૂલ કરું છું કે કેટલાક કિસ્સામાં ખોટી રીતે ગોપાલકોને હેરાન કરતા હશે પણ એવા કોઈ પ્રશ્નો હવે તો આપણે વિચારીશું.
ત્યારબાદ વસાહત અધિકારી ભાઈ પટેલે સરકારી યોજના, તેના ફાયદા અને થયેલા કામોનો ખ્યાલ આપ્યો હતો. સહકારી મંડળીની પંદર હજાર એકર જમીન છે પણ ખેડાણ અઢી હજાર છે. ગોપાલકો પડતર રાખવાની દૃષ્ટિવાળા છે. ખેડાણ કરવી જોઈએ. જોર મંડળીઓનું છે. ૧૦-૧૨ રજિસ્ટર કરવા મોકલો. ૧૪ લાખ ખર્ચાયા છે. ૨૫ લાખની જોડીવાળા છે પણ જમીનો મળતી નથી એટલે કામ ઓછું થાય છે.
સુરાભાઈએ ભાલ નળકાંઠામાં ગોપાલક મંડળ તરફથી ચાલતી સહકારી મંડળીઓનો ખ્યાલ આપ્યો અને ખેડૂત મંડળના સહકારથી ૧૨ હજાર એકર જમીન મેળવી. તેવી રીતે આ વિભાગમાં પણ ગ્રામ સંગઠન પાસેથી તે મેળવી શકાય તેવી પ્રમુખશ્રીને વિનંતી કરું છું.
ત્યારબાદ માનસિંહભાઈ દેસાઈએ જણાવ્યું કે રબારી ભાઈઓમાં મરણ પછી ૮૦ મણ ઘઉંના બાકરા આપવાનો રિવાજ હતો. એ રિવાજ ૧૯૩૭માં બંધ કરવામાં આવ્યો. ગોપાલક પ્રવૃત્તિ ૧૯૨૬થી નડિયાદથી શરૂ થઈ. ૪૦-૪૧થી પૂ. સંતબાલજી મહારાજ આ પ્રવૃત્તિમાં રસ લેતા સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧ ૨૧
Page #143
--------------------------------------------------------------------------
________________
થયા. ખાસ કરીને માનસિંહભાઈએ સામાજિક કુરિવાજો દૂર કરવા ઉપર ભાર મૂક્યો. દીકરીના પૈસા વિધવાના પૈસા બારામાં પટલાઈ વગેરે કૂટનીતિને લીધે કોમ દુ:ખી થઈ રહી છે. તેમાંથી બચવું પોતાના હાથની વાત છે. જ્યાં સુધી તમે નહિ સુધરો ત્યાં સુધી સમાજના શ્રાપ તમને સુખી નહિ કરે એમ ખૂબ ચાબખા માર્યા.
તા. ૨૫, ૨૬-૧૧-૫૭ : ખંભાત
લુણેજથી ખંભાત આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નવી બંધાયેલી નિશાળ, ધર્મશાળામાં રાખ્યો હતો. સ્થળ શહેર મધ્યમાં હોઈ સભા માટે અનુકૂળ હતું. નવાબના વખતમાં લુણેજ ગામની પાદરમાં પાકો બંધ બાંધી પાટિયાં ચઢાવી પાણી રોકવાનું કર્યું છે. હવે જોકે વિસ્તાર થઈ ગયો છે. એ પાણી ભરાય એટલે ઠેઠ ખંભાત સુધી ગટર કાઢી છે. એ મીઠું પાણી ઠેઠ દરિયામાં ફેંકાય એટલે ખાડી ખોદાઈ - આ યોજના હતી. આ ગટર ઉપર સુંદર બાવળ વગેરે ઝાડી ઊગી છે. અમો દરિયાના કિનારે કિનારે ખંભાત આવ્યા. જોકે દરિયો દૂર છે પણ ભરતી અહીં સુધી આવે છે એટલે જમીન ખારી થઈ ગઈ છે. ધોલેરાનાં જેવો દેખાવ દેખાય છે. અમારા સ્વાગતમાં શિક્ષકો અને સરદાર છાત્રાલયના બાળકો કાર્યકરો આવ્યા હતા. આવીને મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું હતું. જૈનોએ ઉપેક્ષાવૃત્તિ રાખી હતી. જોકે સ્થાનકવાસી ભાઈ-બહેનોએ ધીમે ધીમે સારો રસ લીધો હતો. ઘણાં પરિચિતો પણ નીકળ્યા, બે દિવસના નિવાસ દરમ્યાન ભરચક કાર્યક્રમો રહ્યા. બંને દિવસની રાત્રિ સભા ધર્મશાળાની બાજુના જવાહર ચોકમાં રાખી હતી. વિષય ધર્મમય સમારચના હતો. બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. બહેનો ઓછાં હતાં. મહારાજશ્રીએ જણાવ્યું કે આજે જગતમાં પાંચ રચના ચાલે છે : (૧) જૂથમય વિશ્વરચના - દા.ત., યુનો - કાશ્મીરનો પ્રશ્ન ન્યાયી હોવા છતાં જૂથબંધીને કારણે ગૂંચવ્યો, (૨) શસ્ત્રમય રાજ્યરચના
રાજ્યો એકબીજાની બીકને કારણે સૈન્ય અને શસ્ત્ર ઉપર આધાર રાખે છ, (૩) અર્થમય સમાજરચના - આજે દરેક પ્રશ્નમાં ગુણને બદલે ધનને પ્રતિષ્ઠા અપાય છે, (૪) કામમય કુટુંબરચના : વિષયવાસના માટે જ સંસાર છે એમ થઈ ગયું છે, (૫) સ્વાર્થમય વ્યક્તિરચના : દરેક વ્યક્તિ પોતપોતાના અંગત સ્વાર્થમાં રાચે છે. ‘વસુધૈવ કુટુંબકમ્'ને બદલે હું અને મારાં છોકરાંમાં બધું સમાઈ જાય છે. બીજે દિવસે આ અંગે વિશેષ કહ્યું હતું.
૧૨૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
Page #144
--------------------------------------------------------------------------
________________
તા. ૨૭-૧૧-૫૭ : વડવા આશ્રમ
ખંભાતથી નીકળી અમે સવા કલાક આશ્રમમાં રોકાયા હતા. આશ્રમનું વાતાવરણ ઘણું પવિત્ર અને કુદરતમય લાગ્યું. ટેકરા ઉપર વિશાળ જગ્યામાં ભવ્ય બાંધકામ કરેલું છે. ત્રણ મોટા દરવાજા છે. મકાનો ને શ્રીમદ્નું મંદિર છે. પ્રાર્થના રૂમ છે. લાઈબ્રેરી, રસોડું વગેર છે. ટેકરી ઉપર હોવાને કારણે ખંભાત અને આજુબાજનો દેખાવ સુંદર લાગે છે. આશ્રમ સકરપુર ગામમાં છે. અહીં સુધી ખંભાતનાં છૂટાં-છૂટાં મકાનો આવે છે. આશ્રમમાં શ્રીમી પાઘડી, તેમનાં ભોજનનાં વાસણો, તેઓ સૂતા હતા તે પલંગ, આત્મજ્ઞાન મળ્યું તે વૃક્ષનું લાકડું વગેરે સ્મરણો સાચવી રાખ્યાં છે. તેમના ફોટા જુદી જુદી ઉંમરના, તેમના ભક્તો, ભાઈશ્રી પોપટભાઈ અને બીજાના ફોટા પણ છે. ભોંયરામાં ભગવાન પાર્શ્વજીની મૂર્તિઓ છે. ત્યાં સુવાક્યો કોતર્યાં છે. રસોડું પણ ચાલે છે. કોઈપણ જિજ્ઞાસુને ત્રણ દિવસ રહેવા દેવામાં આવે છે. વધુ રહેવું હોય તો ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે છે. સ્થળ રહેવા જેવું છે.
ખંભાતમાં અકીકના પથ્થરનું કામ. બીજા કિંમતી પથ્થરનું કોતરકામ ઘણું ચાલે છે. પથ્થર બહારથી આવે છે. આ પથ્થર લોકો પકાવે છે એટલે જુદા જુદા રંગ પકડે છે. એમાંથી દરેક સાઈઝના મણકા, લાંબા, ગોળ, ચપટા, ચોરસ, લંબચોરસ એમ બનાવે છે. હજારો કારીગરો આ કામ કરે છે. નાના નાના છોકરા પણ આ કામ કરે છે. એક અણીવાળી કોશ ત્રાંસી ભોંયમાં ચોડી હોય છે. માણસ તેની ઉપર પેલો નાનો પથ્થર એક હાથે ટીપે છે અને બીજા હાથે એક જણ હથોડીનું માથું ચાર ઈંચની ચૂંક જેવું લાંબું હોય છે, તેને ટીપે છે અને પથ્થરને ગોળ કરી દે છે. પછી તેને સાર પાડવો, પૉલીસ કરવું એમ જુદી જુદી ક્રિયા કરે છે. ફકીર લોકો કેરબાની લાલ-પીળી માળા પહેરે છે. તે અહીં બને છે. આ બધો માલ દેશ-પરદેશ આફ્રિકા પણ ચઢે છે. આફ્રિકાની આદિવાસી પ્રજા આને ઘરેણાં તરીકે વાપરે છે. સો નંગનો ભાવ ૪૦ રૂપિયા લગભગ હોય છે. સરકારે આને લક્ઝરી ગુડ્સ ગણ્યો છે એટલે વધારે પરિમટો ઓછી આપે છે. ખરેખર તો એ ગ્રામઉદ્યોગ જ છે.
ખોટા હીરા, લાલ, પીળા-લીલા વગેરેનો ઉદ્યોગ પણ ચાલે છે. બર્માથી પથ્થર લાવે છે. ઝવેરી સિવાય આ નંગોની પરીક્ષા થઈ શકતી નથી. ખોટાં હીરા પણ સાચા જેવા લાગે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૨૩
Page #145
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ પાઠશાળાની મુલાકાત
મહારાજશ્રીએ જણાવ્યું કે સમય બહુ ટૂંકો છે. તમારી સાથે રહેવાનું મન થાય કારણ કે તમારામાં ભક્તિ છે. વ્યક્તિપૂજામાં જે મજા છે તે વ્યક્તિની પ્રેરણાથી આપણે ઉત્કર્ષ કરી શકીશું. વ્યક્તિના જીવનસ્પર્શથી ચૈતન્ય ઉભરાય છે. એ અનંત છે. ત્યાં વાણીથી પરિચિત કરી શકાય નહીં એટલે ચેતના વિશે જે ભક્તિ ધરાવો છો એથી એમનો આત્મા જયાં હોય ત્યાં પ્રસાર પામે. આત્મામાં અભેદ ભાવ છે. આત્મકલ્યાણ અને સમાજકલ્યાણ જુદું નથી. શ્રીમદૂને આપણે વાંચીશું તો એ જણાશે કે તેમણે ગાંધીજીને પ્રેરણા આપી. રાષ્ટ્રપિતા તરીકે ગાંધીજી પ્રખ્યાત હોય તો તેમને પ્રેરણા આપનાર વ્યક્તિ પણ આપણી મંગલમૂર્તિ છે. વ્યક્તિપૂજામાં જોખમ છે પણ એમાં જાગૃતિ રહેવી જોઈએ. એના તરફ પ્રેમ હોય તો બીજા તરફ અપ્રેમ ન થાય એ જોવું. તેમણે અંતરના અનુભવથી આ કહ્યું છે. એ અનુભવ ત્યારે થાય કે જયારે આપણે એ અનુભવ કરીએ. જેમને જેમ માનવું હોય તેમ માને આપણે ઘર્ષણમાં ના આવીએ. આપણે નિશ્ચયથી રહીએ. ત્યારબાદ શ્રીમદ્રનાં હસ્તલિખિત પુસ્તકો, લેખો બતાવ્યાં હતાં. અહીં ઘણાં પુસ્તકો રાખવામાં આવે છે. શ્રીમદૂના ફોટા, તેમનાં પુસ્તકો, પ્રતિમા જીવન રાખ્યું છે. લોકો પ્રાર્થના કરે છે. સ્વચ્છતા સુંદર છે. શ્રીમદૂના જયાં જયાં આશ્રમો હોય છે ત્યાં ત્યાં એક પ્રકારનું ભક્તિમય વાતાવરણ હોય છે. બહેનોભાઈઓ સાથે ભજન ગાય છે. સુંદર શિસ્ત હોય છે. અહીંથી બે-એક માઈલ દૂર વડવા આશ્રમ છે. ત્યાં પણ શ્રીમદ્જીનું સ્મરણ સ્મૃતિ છે. શ્રીમદ્જી જે વડ નીચે બેસતા, તે જગ્યા પણ સાચવી રાખી છે. વડવા આશ્રમનું અલગ ટ્રસ્ટ છે. તા. ૨૬-૧૧-૫૭ : મદ્રેસા સ્કૂલમાં મુલાકાત
- સૌથી પહેલાં તો મને જોઈને તમને નવાઈ લાગતી હશે કે આ સાધુ કયા સંપ્રદાયના હશે અને અમોને સંબોધવા શું કામ લાવ્યા હશે ? માણસમાં માણસાઈ હોય તો માણસ, નહીં તો પશુ કહેવાય છે. માણસ વિચારી શકે છે કે હું બીજાને કેમ ઉપયોગી થાઉં અને ઈશ્વરને પ્રાપ્ત કરું. તમે બધાં ધાર્મિક શિક્ષણ લો છો તેથી આનંદ થાય છે. ધર્મ વિશાળ છે. સૂર્યના કિરણો હાથમાં નહીં પકડી શકો. હવાને હાથમાં નહીં પકડી રાખો. તે સર્વવ્યાપક છે. સર્વને માટે છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. તે સૌનો છે. સૌ ૧૨૪
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #146
--------------------------------------------------------------------------
________________
તેના છે. આપણું જીવન તેમના તરફ કેમ ઢળે તે જોવાનું છે. ચાલુ શિક્ષણમાં જે દોષો છે તે કાઢવાના છે. હું ઘણીવાર પૂછું છું, ભણીને શું કરશો ? તો ઘણા કહે છે, “નોકરી કરવા.” આપણે માત્ર પેટ ભરવા જમ્યાં નથી પણ ઈશ્વરને પ્રાપ્ત કરવા જન્મ્યા છીએ. પશુ અને માનવમાં ફેર છે. બે બળદો સાથે કામ કરતા હોય અને છતાંય એકને ખોરાક નાખો અને બીજાને ન નાખો તો એક બળદ એકલો આનંદથી ખાશે. કદાચ પડોશનો તેનું ખાવા જશે તો માથું મારશે. જયારે માણસ આવું નહિ કરી શકે. તે ભૂખ્યો રહેશે પણ બીજાને આપશે.
- એક કિસાન હતો. તેની પાસે એક ગુણી ડાંગર હતી. દુકાળ પડ્યો. તેણે વિચાર કર્યો, જો આ ચોખા હું ખાઈ જઈશ તો બીજે વર્ષે બી નહિ મળે એટલે ગામ ખાતર પોતે ભૂખ્યો રહ્યો. મરી ગયો પણ બી સાચવી રાખ્યું. આ રીતે તેનો આત્મા આગળ ગયો.
આવી જ બીજી વાત છે : યુદ્ધમાં એક સૈનિક ઘવાયો હતો. પાણીપાણી કરતો હતો. તેની બહેન પાણી લઈને આવી પણ બાજુમાં જ બીજો સૈનિક પાણીની બૂમો પાડતો હતો. પેલા સૈનિકે બહેનને કહ્યું, પાણી તેને આપ. બહેન પાણી ત્યાં લઈ ગઈ. ત્યાં તો ત્રીજો સૈનિક પાણીની બૂમો પાડતો હતો. પેલાએ ત્યાં મોકલી. આમ પાણી તો કોઈના કામમાં ના આવ્યું. ત્રણે મરી ગયા પણ આત્મા ઊંચો ગયો. બીજા માટે જીવ્યા ને બીજા માટે મર્યા. જીવન ધન્ય બની ગયું. ગાંધીજીએ શિક્ષણમાં બીજો દોષ બતાવ્યો, કે શિક્ષણમાં કિંઈક ઉત્પાદન થવું જોઈએ. તમે વાલીઓને કંઈ ને કંઈ ઉત્પન્ન અને બચત કરી આપો. આથી તમને સર્જનનો આનંદ થશે. કરકસરની ટેવ પડશે.
હું હમણાં શ્રીમના અનુયાયીઓ પાસે જઈ આવ્યો. જો દરેક ધર્મના લોકો એકબીજાના ધર્મસ્થળોમાં જાય, અરસપરસ મળે, તો ભાઈચારો વધે. હિન્દુ હો કે મુસલમાન હો, ખ્રિસ્તી હો કે પારસી હો, દરેકને સત્ય અને
અહિંસાની વાત કરી છે. ધર્મ તો માણસને પવિત્રી બનાવે છે. કચ્છના બે હિન્દુઓ સિંધમાં ગયા. જ્ઞાતિએ હિન્દુ હતા. ગામમાં પહોંચ્યા ત્યાં બે મુસલમાન મળ્યા. કહ્યાં, એ અહીં આવો. અમારો સવાલ છે. જવાબ આપો. શું છે જવાબ આપો. હિન્દુ સારા કે મુસલમાન સારા ? જવાબ મળ્યો. તેમણે કહ્યું, એક રાખ છે. બીજો ધૂળ છે. સાર સમજાવ્યો. મુસલમાન દાટે સાધુતાની પગદંડી પુસ્તક - છઠું
૧૨૫
Page #147
--------------------------------------------------------------------------
________________
છે. હિંદુઓ બાળે છે. પછી તો ધૂળ અને રાખ થઈ જાય છે. ચાવલ અને ચોખા એક જ છે. નામ જુદાં છે. ભાષા જુદી છે. તમે આ બધું વિચારજો. મીડલ સ્કૂલમાં પ્રવચન :
ગઈ કાલે હાઈસ્કૂલમાં કેટલીક વાતો કરેલી. આજે બીજા પ્રકારે ત્રણ વાતો કરવાની છે. ભારતમાં વધુમાં વધુ ત્યાગી અને તપસ્વીઓ થયા છે એ આ દેશની વિશેષતા છે. બીજા દેશોમાં તત્ત્વજ્ઞાનીઓ નથી થયા એમ નહિ પણ ફેર એટલો છે કે ત્યાંના ત્યાગીઓની પ્રતિષ્ઠા વ્યક્તિગત રહી છે. હિંદની ત્યાગની પ્રતિષ્ઠા દેશવ્યાપી કરી છે. જો આનું ચિંતન કરશો તો તમારે ઊંચા બનવું છે તેનો ખ્યાલ આવી જશે. આપણો દેશ ગરીબ છે. વાર્ષિક આવક ૩૨૫ થી વધુ છે. ગામડાંએ આવક ૨૨૦ મેળવી છે. પહેલાં તે ૨૦૪ જેટલી હતી. હવે પંચવર્ષીય યોજના પછી ૨૪૦ લગભગ થવા જાય છે. ગામડાંની આવક ૨૨૦ છે. માસિક દશ રૂપિયામાં એ કેવી રીતે પૂરું કરતો હશે ? આ બધું જોતાં, આપણી કોઈ ફરજ છે કે નહિ ? તમે સારાં કપડાં પહેરો, સારી ચીજો વાપરો અને ખર્ચ કરો, તેમાં વડીલો ઉપર બોજારૂપ થાવ છો કે કેમ ? તેનો વિચાર કરો. ગાંધીજીએ બતાવ્યું કે ભણતાં ભણતાં પણ બાળકો ઉત્પાદન કરી શકે છે. રેંટિયાની પ્રવૃત્તિ વધશે. એ પ્રવૃત્તિથી લોકો જેટલા સ્વાવલંબી બનશે. અહિંસાને અપનાવશે. ત્યાગી અને તપસ્વી બનશે. ત્યારે આપણા દેશનું સત્ત્વ વધવાનું છે. એક શાળામાં ૯૩ રૂપિયાનું ઉત્પાદન થયું. મા-બાપને આ ગમ્યું. અંબર ચરખો પ્રગતિ કરી રહ્યો છે. કરકસર એ મોટો ભાઈ છે. રસ્તામાં એક વાત થઈ. લોકશાહી ચાલે છે. લોકો તોફાનો કરતા હોય છે. અધિકારીઓ લાઠીચાર્જ કરે છે. નિર્દોષ બાળકો ભોગ બને છે. તેને અટકાવવા શું ક૨વું જોઈએ. બાળકો મરે એ કોને ગમે ? હવે પ્રેમનું શસ્ત્ર વધ્યું છે. પહેલાં ‘સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ પણ હવે સોટીની વાત ગઈ છે ત્યારે તમારી ફરજ ઊભી થાય છે. શિક્ષકો તો મારશે નહિ અને તમો સ્વચ્છંદી બનશો તો તે ભણાવશે નહિ. કૉલેજમાં તો છોકરાઓ શિક્ષકની મશ્કરી કરે છે. કાંકરીઓ સામસામી ફેંકે છે. આજે આપણો વિનય ચાલ્યો ગયો છે. પ્રેમ કરવો હશે તો જવાબદારી વધે છે. એવું બને ખરું કે કેટલીક વાતમાં તમે આગળ હો અને વડીલો પાછળ હોય. પ્રહલાદ આગળ હતા. પિતા પાછળ હતા. કૈકેયી પાછળ હતી. ભરત આગળ હતો છતાં તેમણે વિનય છોડ્યો નહોતો. તમારા સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૨૬
Page #148
--------------------------------------------------------------------------
________________
હાથમાં જ લોકશાહી આવવાની છે. તેને શોભાવવા નમ્રતા અને વિનય રાખજો. ત્રીજી વાત તમે ભણીને શું કરશો ? એક છોકરાને પૂછ્યું કે માણસમાં અને પશુમાં ફેર શું ? તો કહે, પૂંછડું અને શિંગડું ન હોય તે માણસ. બધા હસવા લાગ્યા. પણ એની વાત સાચી હતી. એક વિદ્યાર્થી કૂવા ઉપર ઊભો હતો. કહેતો હતો, લે લેતો જા, હું નહોતો કહેતો કે કૂવા ઉપર ના જા. એક ભરવાડે આ જોયું. માસ્તર કોની સાથે વાતો કરે છે ? જોયું તો છોકરો કૂવામાં ડૂબકી મારી રહ્યો હતો. તેણે તુરત જ કૂવામાં ઝંપલાવ્યું. બાળકને બહાર કાઢ્યો. શિક્ષકને ધોલ મારી કહેવા લાગ્યો કે, હમણાં પાઠ ભણાવવાનો વખત છે ? છોકરો ડૂબી જાત તો ? અમારા જેવા લોકો ઉપદેશ તો આપે છે પણ માનવજાત ડૂબી રહી છે તેને બહાર નહિ કાઢીએ તો લોકો મૂર્ખ કહેશે. તો તમે આ ત્રણ વાતો ઉપર ધ્યાન આપશો.
ખંભાતમાં બ્રિટિશ સરકારે નાખેલી પ્રથમ કોઠી છે. જેલ છે, હાઈસ્કૂલ છે. કેળવણી મંડળે એક છાત્રાલય પણ બાંધ્યું છે. મોરારજીભાઈએ ઉદ્ઘાટન કર્યું છે. સાર્વજનિક છાત્રાલય છે. નવાબનો મહેલ છે.
અહીં દૂધ, બજારમાં બેસીને બહેનો વેચે છે. વિશેષતા એ જોઈ કે દરેક દૂધ વેચનાર એક ટોપલામાં કે તબડકામાં ચાર, છ વાસણમાં રાખે છે. કાં તો ચાર, છ લોટા રાખે છે અને ઉપર ફીણ અડધો ઇંચ દરેક વાસણમાં ચઢાવે છે. ભાવ અઢી ત્રણ આના શેરનો છે. બજારના રસ્તા સારા છે પણ ગલીઓમાં ભારે ગંદકી દેખાય છે. ગંદકી હોવાનું કારણ જે સુધરાઈ છે તે ધનિકોને રાજી રાખશે એટલે કોઈને કહી શકતા નથી. વૉટર વર્ક્સ છે, એનું પાણી જાહેર રસ્તામાં જ પડે છે. તા. ૨૭-૧૧-પ૭ : ભૂવેલ
ખંભાતથી ભૂલ આવ્યા. વચ્ચે વડવા આશ્રમમાં થોડું રોકાયા હતા. અમારી સાથે જટાશંકરભાઈ અને આશ્રમના એક ભાઈ આવ્યા હતા. અંતર આઠેક માઈલ હશે. ગામલોકોએ ઢોલ-શરણાઈ સાથે અમારું સ્વાગત કર્યું. મહારાજશ્રીએ આવીન પ્રાસંગિક કહાં.
અહીં બનાસકાંઠાથી ગલબાભાઈ, ભાઈચંદભાઈ, દોલજીભાઈ અને બે આગેવાન ખેડૂતો મહારાજશ્રીને મળવા આવ્યા હતા અને પાંચ વાગે પાછા ગયા હતા.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૨૭
Page #149
--------------------------------------------------------------------------
________________
બનાસકાંઠાના ભાઈઓનું આવવાનું કારણ એ હતું કે બનાસકાંઠામાં લોકલ બોર્ડ ચુંટણીમાં વડગામ વિભાગમાંથી એક લાંચ-રૂશ્વતમાં ભાગ લેનાર કૉગ્રેસથી વિરોધી એવા ભાઈને કોંગ્રેસ સરકારની ટિકિટ આપવામાં આવી છે. ગલબાભાઈ કૉંગ્રેસી ધારાસભ્ય છે. વડગામ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે. ખેડૂત મંડળના પ્રમુખ છે એટલે એ વિભાગમાં તેમણે બે નામો સૂચવેલાં પણ ખેડૂત મંડળને પાછા પાડવાને કારણે કે કાર્યકરોનું બળ તોડવા માટે, ડાહ્યાભાઈએ જાણી જોઈને ગલબાભાઈએ સૂચવેલાં નામોનો અસ્વીકાર કયો. એટલું જ નહીં એમને સમાધાન પણ આપવામાં આવ્યું નહિ. આ ઉપરથી તેમને ખૂબ દુ:ખ થયું. આ રીતે કોંગ્રેસ અસૈદ્ધાંતિક માણસો લે છે અને તે પણ મનસ્વી રીતે તો ખેડૂતોની નિષ્ઠા સંસ્થા પ્રત્યે ઓળખાય છે. તેનું નુક્સાન કૉંગ્રેસને થઈ રહ્યું છે. વિજયકુમાર જે પ્રદેશ મંત્રી છે તેમને આ બધી વાતો કરી, પણ તેમણે બધું ભૂલી જઈ ટેકો આપવાની જ વાત કરી. પણ સમાધાન આપવા પ્રયત્ન ના કયો. આ સ્થિતિમાં ગલબાભાઈએ કહ્યું, હું ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકું. કોંગ્રેસને ટેકો આપીશ. પૂછશે તેને કોંગ્રેસને મત આપવા કહીશ. તેમણે ત્રણ ઉપવાસ કરવાનું પણ નક્કી કર્યું. પણ કાર્યકરોએ તેમ કરતાં અટકાવ્યા. આ જાતનો પત્ર આવ્યો એટલે મહારાજશ્રીએ તાર કરી તેમને અને ખેડૂતોને બોલાવ્યા, તેઓ ખંભાત થઈ અહીં મળવા આવ્યા.
મહારાજશ્રી સાથે વાતો થઈ. એક બાજુ ખેડૂત મંડળે સિદ્ધાંતથી સ્વીકાર્યું છે કે કોંગ્રેસ જે કોઈ ઉમેદવારને ઊભા રાખે તેને આંખો મીંચી ટેકો આપવો. જો કે આ તો અર્ધસરકારી સંસ્થા છે પણ ગલબાભાઈને તેમના આત્માથી વિરુદ્ધ કેમ સલાહ આપી શકાય. વળી તેમનો પ્રશ્ન સાચો લાગે છે. છેવટે એવી સલાહ આપી કે ખેડૂત મંડળે તો કૉંગ્રેસને પૂરો ટેકો આપવો. પ્રચારમાં જોરશોરથી કામ કરવું અને પ્રદેશ સમિતિ ઉપર એક પત્ર લખી પરિસ્થિતિની ચોખવટ કરવી કે, ગલબાભાઈને સમાધાન આપશે, તો તેઓ મદદ કરવા તૈયાર છે. નહીં તો પછી મંડળે આ અશુદ્ધિ સામે પ્રતીક તરીકે શુદ્ધિપ્રયોગ કરવો. ખેડૂત મંડળની કારોબારીના સભ્યો પણ કેટલીક વખત ઢળી જાય છે. આ જાતનો એક પત્ર પણ મંડળના કાર્યકરોને ઉદ્દેશીને લખી આપ્યો.
ભૂવેલમાં રાત્રે સારી સભા થઈ હતી. મેં ગ્રામ સંગઠન અંગે વિસ્તારથી કહ્યું, મહારાજશ્રીએ સંઘ, વ્યસન ત્યાગ અને સંગઠન ઉપર કહ્યું. ૧૨૮
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #150
--------------------------------------------------------------------------
________________
ભૂવેલ આગળ પડતું સંપીલું ગામ છે. સહકારી મંડળીનું પોતાનું વિશાળ મકાન છે. મંડળની કાપડની દુકાન, કરિયાણાની દુકાન, ખેતી મંડળી, પીયત મંડળી વગેરે ચલાવે છે. સહકારી મંડળી માત્ર સાડા ચાર ટકાના વ્યાજે પૈસા ધીરે છે. આટલા ઓછા વ્યાજે કદાચ ગુજરાતમાં કોઈ ધિરાણ કરતું નહીં હોય અથવા જૂજ હશે. સભ્યોએ બચત અને અનામત ભંડોળ સારું કર્યું છે. મુખ્ય પાક તમાકુ છે. આમ છતાં ખેડૂતો નું ધિરાણ ઓછું થયું નથી એ આશ્ચર્ય છે. ભૂવેલની સર્વે પણ થઈ છે. વિમલભાઈ શાહે અને વિમળાબહેને અહીં રહીને આ કાર્ય કર્યું હતું. તા. ૨૮-૧૧-૫૭ : ધુવારણ
ખડોધીથી ધુવારણ આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો ગેસ્ટહાઉસમાં રાખ્યો હતો. કોતરો ઘણાં આવ્યાં. ખેડાણ જમીન ઓછી છે. વસ્તી છૂટી છૂટી વસેલી છે. મહિસાગરને કિનારે જ ગેસ્ટહાઉસ છે. નવાબે બંધાવેલું પણ હાલ પી.ડબ્લ્યુ.ડી.ને સોંપ્યું છે. સુંદર સ્થળ છે. અમો આવ્યા ત્યારે નદી શાંત હતી પણ બરાબર ૧૦ વાગે ભરતીનો ઘોડો આવ્યો. લોકોએ કહ્યું, જુઓ પાણી આવે છે. આ પહેલા નદીમાં ઘોડો કેવો આવે તે જોયો નહોતો. પાણીના લેવલથી હાથેક ઊંચું પાણી ઉછાળા મારતું મોટો અવાજ કરતું કરતું આગળ વધતું હતું અને આજુબાજુનો કાંઠો છલકાતો હતો. થોડી જ વારમાં બે કાંઠે નદી થઈ ગઈ. અમારું વહાણ ભરતી ચઢ્ય આવવાનું હતું એટલે ભોજનનું પતાવી લીધું. બરાબર બાર વાગે અમે વહાણમાં બેઠા. સારોદ કાલી વગેરેના વહાણો આવે છે. માલ પણ લઈ જાય છે. અમારું વહાણ ઊપડ્યું, પવન હોય તો જલ્દી પહોંચાય પણ પવન નહોતો સાણોદ સામે કિનારે જ હતું. પણ અમારું વહાણ અડધે આવ્યું ત્યાં ભરતી ઊતરતી ચાલી. વચ્ચે જ બેટ આવતો હતો. વહાણ ધરતીને ઘસડાવા લાગ્યું. જો આ ટેકરો વટાવી જઈએ તો થોડે દૂર પછી ખાડી આવતી હતી. તેમાં વહાણ પડી જાય તો કિનારે પહોંચી જઈએ પણ પવન નહોતો એટલે વહાણને તરત પાછું વાળવું પડ્યું. જો વહાણ જોઈને તો પાણી ઊતરી જવાને કારણે ત્યાં જ રહી જાય. અમે ઊતરીને પાણી ડહોળતાં જઈ શકતાં હતાં પણ પાણી લાંબું ડહોળવું પડે. કાદવ આવે અને કપડાં પલળે. વળી અમારી પાસે સામાન ઘણો હતો એટલે એ લોકો બેટ કહે છે તે જગ્યાએ વહાણ કિનારે લઈ ગયા. ત્યાં કિનારા નજીક જ ઊતર્યા. ભાડું મારું અને સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૨૯
Page #151
--------------------------------------------------------------------------
________________
મીરાંબહેનનું એક રૂપિયો આપ્યું. મહારાજશ્રીનું ભાડું ના લેવાય એમ સમજતાં તેઓએ માગ્યું નહીં, જટાશંકરભાઈ અહીં સુધી ધુવારણ સુધી સાથે આવ્યા હતા. અમને વળાવી પાછા વળ્યા. તા. ૨૯-૧૧-પ૭ : સારોદ
ધુવારણથી મહીસાગર ઓળંગી સારોદ આવ્યા. અહીંથી ખંભાતનો અખાત શરૂ થાય છે. હોડીમાંથી ખંભાત દેખાતું હતું. અમો સારોદને બદલે ડોરે ઊતર્યા. જ્યાં મહાદેવનું જૂનું મંદિર છે. તેને ડેરું કહે છે. કિનારે જ નિશાળ છે. અહીંથી ચાર માઈલ ચાલી અમે સારોદ પહોંચ્યા. રસ્તો ઘણો વિકટ હતો. જોકે અમારી સાથે પાંચ-છ ઉતારુઓ બીજા હતા એટલે વાંધો નહોતો. પણ નદીનાં કોતરો, ખેતરો અને કંટક વગેરે હતાં પણ એ રસ્તે ન જઈએ તો વધારે ફરવું પડે એટલે એ રસ્તે ગયા. ચઢાણ-ઊતરાણ અને કાદવ વગેરે આવ્યું.
આ બાજુ નવલભાઈ, ચંદ્રકાંતભાઈ અને નાનુભાઈ વગેરે ભાઈઓ મહારાજશ્રી સામે આવ્યા હતા. અમે બપોરે ના આવ્યા. તેમણે વાટ જોઈ પણ ખબર કોણ પહોંચાડે ? છેવટે સાઈકલ સવાર ભેટી ગયો. પછી તો સૌ સ્વાગત માટે સામા આવ્યા. અમારો નિવાસ અહીંના ઠાકોર સાહેબને બંગલે હતો. આ ગામમાં અડધી વસ્તી મુસલમાનોની છે. અડધી હિન્દુ છે. તેમાં ગરાસદારો મુખ્ય છે. વાંટો અને તળપદ ભાગ છે. ખારવા લોકોને મુસલમાન લોકો બધી રીતે પજવતા હોઈ, અહીંના ઠાકોરને બીજી બાજુ વસાહત કરાવવા મહેનત કરી. માટીનાં ઝૂંપડાં ૧૦૦ તૈયાર થયાં પણ ઉપર ઢાંકણના પૈસા ના મળ્યા. સહકારી મંડળીને સરકાર મદદ આપશે એ આશા હતી પણ વ્યક્તિગત નહીં તેવી. આજે તો લાઈન બંધ માંગડાં ઊભા છે. હવે તો સામ્યવાદીઓએ ખલાસીઓને ચઢાવી ઠાકોર સાહેબ ઉપર કેસ કરાવ્યો છે.
નદી ગામને પાદરે જ છે. ઠાકોર તો હવે ઘરખેડ કરે છે. ગણોતધારા પ્રમાણે પટ મળે. ગામ ખાડા, ટેકરાવાળું છે. મોટું ગામ છે. મુસ્લિમવાસ જુદો જ છે. નિશાળ, મુખ્ય કૂવા વગેરે દરેકના જુદા છે. તા. ૩૦-૧૧-૫૭ : નોંધણા ' સારોદથી નોંધણા આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. ઉતારો યુવક મંડળની લાઈબ્રેરીમાં રાખ્યો હતો. આ મકાન ગામલોકોએ વિકાસ ૧૩૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #152
--------------------------------------------------------------------------
________________
યોજનાની મદદથી બાંધ્યું છે. તળાવ સુંદર છે. પાળ ઉપર કઠેરો છે. પાટીદારી ગામ છે. લોકો સુખી અને કેળવાયેલા છે. બપોરના નિશાળમાં બાળકો સમક્ષ પ્રવચન હતું. અહીંથી એકાદ માઈલ ઉ૫૨ ગામ છે. ત્યાંની શાળામાંથી બાળકો પણ આવ્યા હતા. પ્રથમ નવલભાઈએ મહારાજશ્રીનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ મહારાજશ્રીએ બાળકો સમજી શકે તેવી ભાષામાં નવડાની કરામત સુખમાં છકી ન જવું, દુઃખમાં નિરાશ ન થવું અને એ માટે સીધી લીટી, ઈશ્વર તરફનું ધ્યાન રાખવું. નવડાને ગમે તે ૨કમથી ગુણો તે વધઘટ કરતો નથી, બીજાં આંકડા વધઘટ કરે છે, તમે નવડા જેવા થાવ. ઈશ્વરના અવાજને ઓળખવા દેડકાની વાત કરી. ચા-બીડી છોડવા કહ્યું. બાળકોએ પગલે પગલે... ગાયું. છેવટે ‘સર્વથા સૌ સુખી થાઓ' ગાયું. આ બંને પ્રાર્થના સંતબાલજીની છે. એનો ખ્યાલ નવલભાઈએ આપ્યો. આ વખતે ગામના ઘણાં લોકો પણ આવ્યા હતા. કન્યાશાળા અલગ છે. બંનેનાં સ્વતંત્ર મકાનો છે.
રાત્રે જાહેરસભામાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો આવ્યાં હતાં. મેં ગ્રામસંગઠન શા માટે ? એ અંગે કહ્યું હતું. મહારાજશ્રીએ લેબલનો ધર્મ છોડી સાચા ધર્મને આચરવા કહ્યું હતું.
રાત્રે ઉબેરના ભાઈઓ સાથે ચર્ચા કરી હતી. તેમનો પ્રશ્ન હતો કે શિક્ષણમાં બે પાળી ચાલે છે, તેથી બાળકોનું શિક્ષણ બગડે છે. દારૂ ઘેર ઘેર ગળાય છે વગેરે. તેમને જનતાની શક્તિ કેળવવા કહ્યું.
તા. ૧-૧૨-૫૭ : જંબુસર
નોંધણાથી જંબુસર આવ્યા. અંતર છ માઈલ હશે. કાર્યકરોએ સામે આવી સ્વાગત કર્યું હતું. અમો થોડા વહેલા આવી ગયેલા, જેથી પાદરે થોભ્યા હતા. જંબુસર તાલુકો છે. કોર્ટ-કચે૨ી છે. બજાર ઠીક છે. વિશાળ તળાવ છે. ગામ તેની ચારે બાજુ વસેલું છે. કસ્બામાં રસ્તા સિમેન્ટ-કોંક્રીટના છે. સ્વચ્છતા સારી છે. ઉતારો પ્રેમળ મહારાજના આશ્રમમાં રાખ્યો હતો. ત્રણથી ચાર વિદ્યાર્થીઓની સભા સ્થળ
મ્યુનિસિપાલિટી હોલમાં
રાખી હતી.
-
બપોર ચાર થી પાંચ શહેરના નાગરિકો સાથે મ્યુનિસિપાલિટી ઑફિસમાં વાર્તાલાપ રાખ્યો હતો.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૩૧
Page #153
--------------------------------------------------------------------------
________________
રાત્રે જાહેરસભા સારી થઈ હતી. તા. ૨, ૩-૧૨-પ૭ : આમોદ
જંબુસરથી આમોદ આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો નવલભાઈના એક સંબંધીને ત્યાં રાખ્યો હતો. નવલભાઈ સાથે જ હતા. ગામલોકોએ દૂર સુધી સામે આવી સ્વાગત કર્યું. બપોરના ૩ થી ૪ હાઈસ્કૂલમાં સભા રાખી હતી.
રાત્રે જાહેરસભામાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો આવ્યાં હતાં. ગુંદી આશ્રમમાં કામ કરતા ઘણા ભાઈ-બહેનો આ ગામના છે. તા. ૪, ૫-૧૨-૫૭ : તણછા
આમોદથી નીકળી તણછા આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો ચંદુભા રાજના મેડા પર રાખ્યો હતો. લલિતાબેન અને નવલભાઈ સાથે આવ્યા હતા. આગેવાનોએ સ્વાગત કર્યું.
બપોરના બહેનોની સભા રાખી હતી. આજે સહકારી મંડળી તરફથી બંધાયેલ ગોડાઉનનું ઉદ્દઘાટન હતું. તેમાં ચંદુભાઈના પ્રાથમિક પ્રવચન બાદ મહારાજશ્રીએ સહકારી પ્રવૃત્તિ ને ગામડાંઓ વિશે પ્રેરક પ્રવચન કર્યું હતું.
રાત્રે જાહેરસભા થઈ. તેમાં ગ્રામસંગઠન અને નગદ ધર્મ વિશે કહ્યું હતું.
રાટો ચંદુભા સાથે તેમના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવા એકાદ કલાક બેઠા હતા. ચંદુભા હવે રાજકારણમાંથી નિવૃત્ત થઈ સવદયી જીવન જીવવા માગે છે. મહારાજે કહ્યું કે નિરાશામાંથી આ વૈરાગ આવ્યો હોય તો આગળ જતાં નિષ્ફળતામાં પરિણમશે અને પાછું રાજકારણ આવી જવાનું. જે કરો તે સમજણપૂર્વક કરો. ગામડાનું હિત કરવું હોય તો રાજ વગર ચાલવાનું નથી એટલે યોજનાબદ્ધ કામ કરવું જોઈએ. તા. ૬-૧૨-પ૭ : કેલોદ
તણછાથી અમે સડકે સડકે કેલોદ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. રેલવે સડક પણ સાથે જ ચાલે છે. કેલોદ સ્ટેશન નથી પણ પાટિયું છે. ગામલોકોએ ભજનમંડળી સાથે સ્વાગત કર્યું. ઉતારો મહાદેવની જગ્યામાં
૧૩૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #154
--------------------------------------------------------------------------
________________
રાખ્યો હતો. આવીને પ્રાસંગિક કહ્યું હતું. અહીં ફૂલજીભાઈ ડાભી (જવારજવાળા) આવ્યા હતા. ખાસ કરીને રસિકભાઈનો કાયમી ગણોતિયા અંગે અને પટધારકો અંગે જે પત્ર આવ્યો હતો તે અંગે આવ્યા હતા. તેમનું અને અંબુભાઈનું માનવું એવું હતું કે રસિકભાઈની જે ભાવના છે તેને ન્યાયની કોર્ટ બર નહિ આવવા દે. એટલે કાયદાની પેટાકલમમાં પટનો ઘટાડાનો સુધારો કરવો જોઈએ અને જે જમીન ગણોતિયો તેના બાપના વખતથી એ જ જમીન ખેડતો હોય તો તેને કાયમી ગણવો. આ જાતનો ભલામણ પત્ર રસિકભાઈ ઉ૫૨નો લઈને તેઓ મુંબઈ ગયા.
બપો૨ના ગોપાલભાઈને ત્યાં થોડાક આગેવાન ભાઈઓ એકત્ર થયા હતા. ત્યાં મહારાજશ્રી અને ફૂલજીભાઈ પણ ગયા હતા અને સહકારી પ્રવૃત્તિ અંગે વાતો કરી હતી. તેમણે એક મુશ્કેલી એ કહી કે કેલોદમાં ભરૂચ જિલ્લાની જિનિંગ એન્ડ પ્રેસીંગ કરાવી લે છે, તેનો કાંટો સમની ગામે લોકોની સવલત માટે મૂક્યો છે. હવે આમોદ સહકારી જિનવાળાએ વાંધો ઊઠાવ્યો છે કે પંદ૨ માઈલના એરિયાની અંદર બીજી કોઈ સહકારી જિનની પ્રવૃત્તિ કરી શકે નહિ. એ અન્વયે સહકારી ખાતાએ અમારું કામ બંધ કર્યું છે. અમારી મંડળી પહેલી રજિસ્ટર થઈ છે. તેના બાયલૉઝ પણ ભરૂચ જિલ્લા પૂરતા છે. ત્યાં તેમને પરમીટ શા માટે આપી ? ખરી રીતે એ જિન થતું હતું ત્યારે જ કેલોદવાળાઓએ વાંધો લેવો જોઈતો હતો. બીજી વાત એ કરી કે અમારા લેવલના માલ ઉપર પણ સહકારી સંઘ ઑક્ટ્રોય અને સુ૫૨વાઈઝ૨ ચાર્જ લે છે એટલે બહુ મોટી રકમ આપવી પડે છે.
ચર્ચામાં એ વસ્તુ આવી કે સહકારી પ્રવૃત્તિ એ ગામડાની પ્રવૃત્તિ છે અને આખા ગુજરાતના ગામડાંનાં સંગઠન સાધી, સાથે અવાજ ઉઠાવવો જોઈએ. ગ્રામસંગઠન વગર ગામડાંના કોઈ પ્રશ્ન ઉકલવાના નથી એ વાત બધાંને સમજાય છે.
ગોપાલભાઈ બી.એ.,એલ.એલ.બી. વકીલ છે. મુંબઈ પ્રેક્ટીસ હતી પણ ગણોતધારાને લીધે પોતાની જમીન ૨૦૦ વીઘા છે તેની સંભાળ માટે ગામમાં રહેવા આવ્યા છે. તેઓ સમજુ અને હોંશિયાર વ્યક્તિ છે. ગામડાંના પ્રશ્નોમાં રસ ધરાવે છે. તેઓ સહકારી મંડળીના ચૅરમેન ભરૂચ કો.ઓ. બેંકમાં ડિરેક્ટર અને ડેરોલ સહકારી જનતાના પ્રમુખ છે. તેઓએ મહારાજશ્રીના કાર્યોમાં ઘણો રસ જગાડ્યો.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૩૩
Page #155
--------------------------------------------------------------------------
________________
ગામલોકોએ મહેમાનોને જમવા ઊતરવાની અલગ રસોડું ખોલી સુંદર વ્યવસ્થા કરી હતી. જો કે અમે તો મહેમાનોને વહેંચી લેવા જ કહેલું પણ તેમને આ ઠીક લાગ્યું.
રાત્રે જાહેરસભામાં બહુ મોટી સંખ્યામાં સ્ત્રી, પુરુષો અને પછાત વગનાં ભાઈ-બહેનો વગેરે આવ્યાં હતાં. તેમાં મેં (મણિભાઈ) ગ્રામસંગઠન અને મહારાજશ્રીની ધર્મદષ્ટિએ સમાજરચનાનો ખ્યાલ આપ્યો હતો. મહારાજશ્રીએ બધા ધર્મોનાં તત્ત્વો એક છે એ દાખલા, દલીલથી સમજાવી, વહેવારમાં ધર્મ આચરવા અનુરોધ કર્યો હતો.
આ ગામમાં પંચાયત છે. લોકલ બૉર્ડનું દવાખાનું છે. સાત ધોરણની શાળા છે. હમણાં ગોડાઉન બાંધ્યું છે. વૉટર વર્ક્સ કરીને ગામને ઝાંપે નળ મૂક્યાં છે. વૉટર વર્ક્સમાં છ હજાર રૂપિયા સરકારે મદદ આપી છે. ગામના લોકો સમજુ અને સંપીલા હોવાથી કામ સારું થાય છે. તા. ૭-૧૨-૫૭ : ડેરોલ
કેલોદથી ડેરોલ આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો સહકારી જિનમાં રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. નાનુભાઈ આજે ભરૂચની વ્યવસ્થા કરવા આગળ ગયા. અહીં ભરૂચ જિન સહકારી જિન પ્રેસ છે. ૪૪ ચરખા છે. જિનની ઑફિસો વગેરે માટે આલિશાન મકાન પણ બાંધ્યું છે. બધી જ સગવડો જિનમાં છે. કેલોદથી સડકે સડકે આવતાં એક ગામ આવ્યું. મુસ્લિમ વસ્તી મુખ્ય છે પણ તેમણે શ્રમ આપીને સહકારી યોજનાની બધી જ સબસીડીઓ મેળવી છે. સહકારી મંડળી, પીયત મંડળી, ગોડાઉન વગેરે બાંધ્યાં છે. ગામના કેટલાંક લોકો આફ્રિકા રહે છે એટલે સુખી ગામ છે.
અમારો ઉતારો જિનમાં હોવાથી ગામનો સંપર્ક ઓછો થયો. જે બે ફલાંગ ગામથી દૂર છે. આજે કપાસ લાવવાનું જિનમાં મૂરત હતું એટલે સવા સો એક ગાડાં આવ્યાં હતાં. પ્રથમ દિન હોવાથી બધાંને જમવાની વ્યવસ્થા કરી હતી. ૨૫૦ માણસ જગ્યું હશે. સ્ટેશનનું નામ ગાલસામાઢ છે. ગામ ડેરોલ છે. પંચમહાલનું નામ ડેરોલ હોવાથી ટપાલ અને વ્યવહારની સારી રીતે જળવાય તેથી ગાલસાગાઢ નિગમ રાખ્યું છે. તા. ૮, ૯, ૧૦-૧૨-૫૭ : ભરૂચ
ડેરોલથી નીકળી ભરૂચ આવ્યા. અંતર સાત માઈલ હતું. ઉતારો એક ૧૩૪
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #156
--------------------------------------------------------------------------
________________
વૈષ્ણવ બહેનને મકાને રાખ્યો હતો. શહેરના આગેવાન નાગરિકોએ સૂતરની આંટીથી મહારાજશ્રીનું શહે૨ની પાદરમાં સ્વાગત કર્યું. ફલજીભાઈ મહારાજશ્રીનો કાગળ લઈને મુંબઈ રસિકભાઈન મળી આવ્યા. તેઓ અમને રસ્તામાં જ મળી ગયા એટલે મોટરમાંથી ઊતરી ગયા. રસ્તે ચાલતાં વાતો થઈ. કાયમી ગણોતિયાની વ્યાખ્યામાં રસિકભાઈ જે સુધારો કરવા માગતા હતા તેમાં અંબુભાઈએ કાયદાનો જે ભય બતાવ્યો હતો તે સાચો ઠર્યો. રસિકભાઈ અને કાયદાશાસ્ત્રીને પણ એ ભૂલ સમજાઈ. હવે તેઓ બુધવારે મિટિંગ ભરીને તેનો વિચાર કરશે. પટ ૨૦થી ઓછો નહિ કરી શકાય પણ જે લોકો ઓછું ગણોત ભરતા હશે તેમને પટની કિંમત વધી ન જાય તે માટેના કોઈ પ્રયત્ન કરશે. ફલજીભાઈ ૧૧ની ગાડીમાં ગયા. છોટુભાઈ અને જિન સમિતિના મંત્રી નાનાલાલ શાહ સ્વાગત માટે આગળ આવ્યા હતા. સુરાભાઈએ મોટરમાંથી જોયા એટલે સ્ટેન્ડ આગળથી ઊતરી સામે આવ્યા. તેમણે આજે સવારે ગોપાલકોની એક મિટિંગ રાખી હતી પણ અમોને કે સ્થાનિક કાર્યકરોને આનો ખ્યાલ નહીં આપેલો એટલે બીજો કાર્યક્રમ ગોઠવાઈ ગયો. છેવટે એ કાર્યક્રમમાં કાપ મૂકીને ગોપાલકનો કાર્યક્રમ પૂરો કરવા વિચાર્યું. એ જ સમયે એ જ જગ્યાએ ‘અહિંસાનો વિજય થાઓ’ એવાં સૂત્રો બોલતાં સૌ નીકળ્યાં એટલે કુદરતી માર્ગ થઈ ગયો. ત્યાં હાજર રહેલાં બૅન્ડે મહારાજશ્રીને સલામી આપી હતી.
બપોરના ૨ થી ૩ ભરૂચ જિલ્લા યુવક કૉંગ્રેસના કાર્યકરો સાથે વાર્તાલાપ યોજાયો હતો. પ્રથમ આવેલાં ભાઈની ઓળખિવિધ નાનુભાઈ શાહે કરાવી હતી. મહારાજશ્રીએ જણાવ્યું કે તમને કદાચ કાર્યક્રમ મોડો મળ્યો હશે એટલે જિલ્લાના બધા કાર્યકરો આવી શક્યા નથી. આપણે કોંગ્રેસ એ શું છે ? તેનો વિચાર આજે કરવાનો છે. સમાજ યુવાનો પાસે વધારે આશા રાખે છે કારણ કે નવું લોહી જે વિચારને પકડી શકે છે તેટલાં જૂનું લોહી નવા વિચારો પકડી શકતું નથી. બાપુ જેવા કોઈ અપવાદ જરૂર હોય છે. કૉંગ્રેસની પાસે તેના સંગઠનમાં મદદ કરી શકે તેવા યુવક યુવતીઓ છે. ત્યારે કૉંગ્રેસન મજબૂત ક૨વા શા પ્રયત્ન થવા જોઈએ. ૬૨ વર્ષ સુધી કૉંગ્રેસે તપ, ત્યાગ દ્વારા ઇતિહાસ સર્જ્યો છે. મોતીલાલ નહેરુ જેવા જૂના વિચારના પણ આવી ગયા. તેમની જ સામે નવા વિચારોવાળા પંડિતજી પણ આવ્યા છે. કૉંગ્રેસ જૂના વિચારોને જાળવી રાખે છે અને કાઢી નાખવા સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૩૫
Page #157
--------------------------------------------------------------------------
________________
જેવાને કાઢી નાખે છે. પંડિતજી કહે છે પરિવર્તનશીલતા નહિ હોય તો સાતત્યની રક્ષા નહીં કરી શકાય. વ્યક્તિ અને સંસ્થા અને શાંતિમય વાતાવરણ ગમે છે. લોકોને આગળ લાવીને સાતત્ય રક્ષા થઈ શકે. ત્યારે એ લોકો ક્યાં છે ? ગામડાંના શ્રમજીવી લોકો નૈતિક રીતે ઘડાયેલા લોકો કૉંગ્રેસ આજે ટકી છે તેનું કારણ તે પરિવર્તનશીલ છે. એની સાતત્ય ગઈ પણ એક જિલ્લામાં ધારાસભામાં જવું કે નહિ તેનો પણ તેને ગંભીર વિચાર કર્યો હતો.
તમે જાણો છો કે સ્વરાજય પછીની સ્થિતિ તદ્દન પલટાઈ ગઈ છે. પરદેશી શાસન સામે લડવાનું હતું. તેમાં તેણે સિદ્ધિ મેળવી પણ આજે ભારત એટલું પ્રગતિ કરી શકશે ખરું ? પરદેશમાં કંઈક થાય છે અને તેની અસર આપણને થાય છે. સુએઝની નહેરનો પ્રશ્ન આવ્યો. ભારતે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. બ્રિટન લોકશાહી દેશ છે. તેણે અન્યાયી રીતે સુએઝ નહેરમાં દખલ કરી. આ છતાં તેના પ્રતિનિધિઓ સરકાર ના બદલી. એક વ્યક્તિને બદલી ફ્રાન્સમાં ડગલે ને પગલે સરકાર બદલાય છે. જો કોઈ પણ દેશમાં સ્થિર સરકાર ન હોય તો તે પ્રગતિ કરી શકશે નહિ. કૉંગ્રેસનો ઇતિહાસ તપાસો. તેણે કોઈપણ કોમના સભ્ય માટે પોતાનાં દ્વાર ખુલ્લાં રાખ્યાં છે. ટોનીમેન આવે કે થિયોસોફીકલ આવે બધાંય તેનો સિદ્ધાંત સ્વીકારે. તે તેનો સભ્ય બની શકે છે. ઘણાંને થાય છે કે પંડિતજી વિદેશ નીતિ ઉપર આટલું બધું કેમ જોર આપે છે. આપણા દેશમાં તો ધબડકા છે પણ પંડિતજીના કાર્યને લાંબી દૃષ્ટિએ વિચારવું જોઈએ. યુવાનોએ આ બધો અભ્યાસ કરવો જોઈએ. કાશ્મીર અને ગોવામાં જો કોઈ કામ કરી રહ્યું હોય તો તે પરદેશ નીતિનું કારણ છે. સાતત્ય રક્ષાની સાથે પરિવર્તનશીલતા પણ શીખો. માત્ર મતદાન એ આપણું લક્ષ્ય નથી. રાજય ઉપર કોંગ્રેસ ટકે તેની ખૂબ જરૂર છે. શાંતિ-વિચાર વધારવાની વાત કૉંગ્રેસ સરકાર જ કરી શકે છે. કોઈ દેશનો વડો પ્રધાન પ્રજાના જોરે શાંતિ વિચારની વાત કરતો હોય તો મને બતાવો.
સ્વરાજ્ય આવ્યાં પછી પરિસ્થિતિ બદલાઈ છે. આર્થિક, સામાજિક ક્રાંતિનો તબક્કો દેશમાં શરૂ થયો છે. પરદેશમાં રાજકીય ક્રાંતિનો તબક્કો શરૂ થયો છે. આપણે બાપુજીને ખોયા. આ દેશમાં સામ્યવાદનું શું સ્થાન હતું ? પણ લોકશાહી સ્વીકારી એટલે જોખમ પણ વેઠવું પડે. એટલે જો ૧૩૬
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #158
--------------------------------------------------------------------------
________________
લોકોને ઘડીએ નહિ તો પરિણામ ખરાબ આવે. કેરલનો દાખલો લોકશાહી પદ્ધતિથી સામ્યવાદ લાવી શકાય છે. ત્યાંની પ્રજા તો વિશેષ શિક્ષિત છે તો પણ આ કેમ ? લોકોને મૂડીવાદ ગમ્યો નથી.
આજની જનતાને સાથે લેવી પડશે અને તે ઘડત૨પૂર્વક લેવી પડશે. ઢેબરભાઈએ ખૂબ વિચાર કરીને કૉંગ્રેસમાં આ ફેરફાર કર્યા છે. કેટલાંકને આંચકો લાગ્યો પણ કૉંગ્રેસને જનતામય બનાવવી જોઈએ. યુવક કોંગ્રેસે યુવકનું તો કરવું જોઈએ પણ બીજું રચનાત્મક કામ પણ કરવું જોઈએ. આર્થિક, સામાજિક કાર્યક્રમો ઉપાડવા પડશે. આને માટે ગામડાંની ભૂમિકા ઘણી યોગ્ય છે. આજે ગામડાંમાં જૂની નેતાગીરી ચાલુ છે. ને ચૌદસિયા કરે છે. તેઓ સત્તાને સલામ કરતા હોય છે પણ જો આપણે જાગીશું જનતાના પ્રમુખ બનીશું તો જનતા એવા માણસોના સકંજામાંથી છૂટી શકશે. આ સમાજ માટે હું ગ્રામસંગઠનની વાતો કરું છું અને એ સંગઠનને રાજકીય રીતે કૉંગ્રેસ સાથે જોડું છું. સામાજિક, આર્થિક બાબતમાં સ્વતંત્ર રાખું છું. તમે આ બધાં પર વિચાર કરજો.
સૂરત-ભરૂચ-જિલ્લાની ગોપાલક પરિષદ
સ્ત્રીમંડળમાં ગોપાલકોની પરિષદ મળી. પ્રથમ ઓળખિવિધ થઈ. પછી નિવેદન વંચાયું. ૪૦ હજાર ગોપાલકો આ પ્રદેશમાં છે. બે છાત્રાલય છે. (૧) વિદ્યાર્થી માટે છે. આ બાજુના ગોપાલકો દારૂ અને માંસાહાર કરે છે એ નવાઈ નથી. છ સહકારી મંડળીઓ રચી છે પણ હજી જમીન મળતી નથી મુશ્કેલી છે. ૨૭ ગામના લોકો આવ્યા હતા. ચીફ ઑફિસ૨ મગનભાઈ પટેલ પણ આવ્યા હતા.
મહારાજશ્રીએ જણાવ્યું કે ભીખુભાઈએ તમારા બધાને માટે જે ફરિયાદ કરી છે. માંસાહારને માટે તેમાં તમારી કાંઈ મુશ્કેલીઓ હોય તો જણાવો. અનાજની તંગી હવે નથી પણ ઘણા વખતની ટેવ હશે. શું કારણ છે તે જણાવો. તમો પોતે જ ચોકીદાર બનો. થોડાં સેવકો જ આ કહે તે નહિ ચાલે. મને લાગે કે જે લોકો સાચા દિલથી માને છે કે આપણે મનુષ્ય છીએ. આપણાં નખદાંત અનાજને માટે છે. ઈશ્વરે માનવ બનાવ્યાં તો આપણે એવી ચીજો છોડીએ. કાયદાથી કોઈ ઉકેલ આવવાનો નથી. ચા કેટલી બધી નુક્સાનકારક છે ? તમે પહેલાં તૈયાર થાઓ. કાયદો પાછળ આવે તેમ કરો, વ્યસનો છોડો. ખોરાક સુધારો. ખેતીનો સવાલ અટપટો છે. વ્યક્તિગત સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૩૭
Page #159
--------------------------------------------------------------------------
________________
માલિકી અને સરકારી પ્રવૃત્તિની વાત મુશ્કેલ બની છે. ખેડૂતોનો પ્રશ્ન પણ અટપટો છે. બાપ-દાદાના વખતથી ખેતી કરે છે. તેની પાસે પણ પૂરતી જમીન નથી આ બધાનો ઉપાય પોષણ કરતાં વધારાની જમીન આપણે સરકાર પ્રજા અને આધ્યાત્મિકતાની રીતે છોડાવીએ. વચગાળા માટે તમે ગુ. ગોપાલક મંડળ અને ખેડૂત મંડળ મળીને એનો રસ્તો કાઢો. તમારાથી પણ કેટલાક પાછળ છે. તેનો પણ વિચાર કરો. ગોચરોની પણ યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ. લોકો અનાજ ઓછું વાવે છે. આ બધાંનો સંગઠનની રીતે વિચાર કરવાનો છે. હરિજન, ભીલ વગેરેનો પણ વિચાર કરવો જોઈએ. આપણું મંડળ કોમી ના બને, આહીર પણ આવી જાય. મુસલમાન પણ ગોપાલક હોય તે જોજો. સામાજિક કાર્યકરોની પરિષદ
આજે મોટામાં મોટો સવાલ દેશના ઉત્થાનનો છે. એ કઈ રીતે બને? સહકારી પ્રવૃત્તિથી બનશે. શિક્ષણમાં સુધારા કરવાથી બનશે ? સામાજિક કાર્યક્રમથી બનશે. કેટલાક કહે છે ગામડાંના લોકોનું નૈતિક સંગઠન થાય. કેટલાકને લાગે છે શહેરોનું શું ? આમ જુદી જુદી માન્યતા ચાલે છે. કેરલમાં એક પ્રયોગ થયો છે. સત્તા દ્વારા ક્રાંતિ સફળ થશે કે જનતા દ્વારા થશે ? ક્યાંથી છેડો લેશો. યંત્રો દ્વારા ઉત્પાદન વધારીને દેશમાં રેલમછેલ ઉડાવવી કે ગ્રામોદ્યોગ દ્વારા દરેકને રોજી આપવી ?
આજે સત્તા અને ધન એ બે વસ્તુઓને મોખરે રાખીને જ બધી વિચારણા ચાલે છે. ખરી રીતે જનતાને બળ આપનારું બળ આધ્યાત્મિક બળ જ છે. આધ્યાત્મિકને રહેવાનું સ્થળ નીતિ છે. સમાજજીવનને સામે રાખીને જીવન જીવવાની રીત હોવી જોઈએ. આ બધું ગામડાંમાં જોવા મળે છે. ગામમાં કોઈનું મૃત્યુ થયું તો સૌ સહાનુભૂતિ બતાવશે. શહેરો મોટાં હોવાને કારણે, ધંધાની જુદાઈને કારણે અને ધનને કારણે વ્યક્તિ અલગ થઈ ગઈ છે. ભૌતિકતા મુખ્ય થઈ ગઈ છે. આટલા માટે હું ગામડાંને પાયો ગણીને ચાલું છું. તે સપ્ત સ્વાવલંબન પોતે ઉપાડી લે તો જનતા દ્વારા ક્રાંતિ આવે, નીતિ પણ આવે. અનાજ, કપાસ તે પકવે છે. તેનાં રૂપાંતરની ક્રિયા ત્યાં જ થાય. શહેરો સમજીને તેમાં મદદ કરે. ગાંધીજીએ આધ્યાત્મિકતાના પ્રયોગો આપણને બતાવ્યા છે. અહિંસક રીતે સ્વરાજય અપાવ્યું. રચનાત્મક કાર્યકરો એ વાત સમજે. આજે રાજય દરેક ક્ષેત્રમાં પગપેસારો કરતું જાય છે. ખાદીકામ, ૧૩૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #160
--------------------------------------------------------------------------
________________
ભૂદાન કામ અમે ઉપાડીશું. સાધુના સંમેલન થશે પણ આશ્રિતો કોના થશે? આ મોટો સવાલ છે. રાજ્યાશ્રય કામોથી સત્ય, અહિંસા નહિ જળવાય. જનતા દ્વારા કાર્યક્રમો ચાલવા જોઈએ. લોકશાહીમાં પક્ષો રહેવાના. એ પક્ષો પણ રચનાત્મક કાર્યક્રમમાં ભાગ લે છે. આજે ગામડાંમાં પંચાયત હોય છે. બીજી સંસ્થા હોય, ચૂંટણીમાં લોકો કોને ચૂંટે છે, સ્થિતિ એવી છે કે પૈસા જોઈએ, લાગવગ જોઈએ. એટલે તમે ધનવાનને જ ચૂંટો છો. જૂની નેતાગીરી ચાલુ જ છે. તેમાંથી જનતાની નેતાગીરી નીચેથી લાવવી જોઈએ. સરકારના ભાડામાંથી છોડાવવા પડશે. ન્યાયના પ્રશ્નો હલ કરવા પડશે. આ બધું સમાજની શક્તિ પેદા કરીને કરવું પડશે. અનિષ્ટો સામે શુદ્ધિપ્રયોગ કરવા જોઈએ.
અહીં સેવાદળ તરફથી ફાઈનલના બધા વર્ગો ચલાવવામાં આવે છે. ત્યાં મેડા ઉ૫૨ ગયા હતા. અહીં શાળાન્ત ઉપરાંત નાગરિકતાના ખ્યાલો આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પ્રશ્નો, શહે૨ના પ્રશ્નો વગેરે જણાવવામાં આવે છે. ૧૭ શિક્ષકો, ૧૨૩ ભાઈ બહેનો તાલીમ લે છે. શાળાન્ત નાગરિકતાની તાલીમ અપાય છે. અહીંથી મહારાજશ્રી નદીકિનારે જંગલ જવા ગયા. અમે નદીકિનારે મુકામ ઉપર આવ્યા.
રાત્રે ૮-૩૦ વાગે જૈનોની વાડી (વેજલપુરમાં જાહેરસભા રાખી હતી) લાઉડસ્પીકર હતું જ. જૈનોએ આ રીતે રાત્રિ જાહેરસભા ભરવા રજા આપી તે આનંદની વાત છે. મહારાજશ્રીએ સવા કલાક સુધી જૈન ધર્મ એ વિશ્વધર્મ છે તે શાસ્ત્રીય દાખલા આપી જૈનોને ઉદાર થવા કહ્યું હતું. લોકો પોતાને પક્ષીય કહે છે તેનો જવાબ આપતાં જણાવ્યું કે હું સત્યનો પક્ષપાતી જરૂર છું. ન્યાયનો પક્ષપાતી જરૂર છું. જયાં જયાં જે જે પક્ષીય છે ત્યાં ત્યાં મૂકવું છે. જેનો પહેલો નંબર હોય તેને પહેલાં મૂકવો. આદર્શમાં અને વહીવટમાં થોડો ફેર છે. સીડી ચઢી ગયા પછી સીડીને છોડી દો તો વાંધો નથી પણ સીડી નહીં દેશો તો બધાં ઉપર નહીં ચઢી શકે. પક્ષ સૈદ્ધાંતિક પક્ષની જરૂર એટલા માટે છે કે એ દ્વારા અપક્ષમાં જવાનું છે. આ વિભાગના મુખ્ય કાર્યકર હીરાલાલ નાળિયે૨વાળા છે.
તા. ૧૦-૧૨-૫૭ :
આજે નિવાસ કબીરપરામાં હતો એટલે ઘાડિયા શહેરોમાંથી જાડવી આવ્યા. રસ્તામાં રજપૂત લોકોની મુલાકાત લીધી હતી. ૩૦ બાળકો છે. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૩૯
Page #161
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના કર્યા બાદ મહારાજશ્રીએ જણાવ્યું કે તમો પ્રાર્થના કરો છો તે સારું છે. પ્રાર્થના પછી થોડુંક ધાર્મિક વાંચન રાખો તો સારું. આધ્યાત્મિકતાથી નાના કલેશો ઓછાં થશે અને ચિંતન વધે, સદાચાર વધે, બીજી વાત હવે કોળી છાત્રાલયો વધે તે આજની દૃષ્ટિએ બરાબર નથી. કોળી ભાવથી એકતા જામે છે. ફંડફાળા પણ સારા થાય છે એટલે લાભ છે. પણ જ્ઞાતિની સંકુચિતતા વધે છે. બીજા વર્ગો સાથે મળતા થતા નથી એટલે તમારી કોમના ભલે ૯૦ ટકા રાખો પણ દશ ટકા બીજા વર્ગોના પણ રાખો તો એવું બનતાં સંસ્કારોનો એકબીજાને લાભ મળે.
રજપૂત કોમમાં સંસ્કાર છે અને તે એકે વસ્તુ લે નહિ અને લે તો પછી તેને જલ્દી છોડતા નથી. ભાલ નળકાંઠામાં રજપૂતો ગ્રામસંગઠનમાં ઘણો રસ લે છે. તમે વ્યસનથી મુક્ત બનો. ખાદી પહેરો અને માસિક ૩૦ ખર્ચ આવે છે તેને બદલે કંઈક ઓછું ખર્ચ આવે, તેવું ગોઠવો.
ત્યાંથી બટુક વ્યાયામ શાળાની મુલાકાત લીધી હતી. વ્યાયામ માટે સુંદર મકાન નર્મદા કિનારે જ બાંધ્યું છે. છોટુભાઈ પુરાણીનો ભોગ આમાં ઘણો છે. આ વ્યાયામ શાળાએ સારા સેવકો પેદા કર્યા છે.
ફબી૨૫૨માં શ્રમજીવીઓ ઘણા રહે છે. ૧૨૫ હાથસાળ ચાલે છે. મહારાજશ્રીની મુલાકાતે ૪૫ ડૉક્ટર, હૅલ્થ ઑફિસર અને બીજા આગેવાન
આવ્યા હતા.
સૂરતથી ચંદ્રાબહેન અને વડોદરાથી ભાનુબહેન મહારાજશ્રીને મળવા આવ્યાં હતાં. છોટુભાઈ આગળથી આવી ગયા હતા. ગઈકાલે વડોદરાથી ધીરૂભાઈ, હીરૂભાઈ, સુમનભાઈ અને .....ના ભાઈઓ આવ્યા હતા. રાત્રે બધાં ગયાં હતાં. બપોરના કરજણથી મોતીભાઈ, ચંચળબહેન અને કાશીબહેન મહારાજશ્રીના દર્શને આવી ગયા. રાત્રે છોટુભાઈ અને બીજા બધા સભા પછી ગયા.
કબીરપરાની સભામાં મહારાજશ્રીએ ધનની પ્રતિષ્ઠા ઓછી કરવા વિશે કહ્યું હતું. આજે સમાજમાં દરેક સંસ્થામાં ધર્મસ્થાનકોમાં ધનિકોને પ્રતિષ્ઠા મળે છે. પરિણામે સદ્ગુણી પાછળ રહી જાય છે અને લોકો યેન કેન પ્રકારેણ ધન કેમ મળે તેનો પ્રયત્ન કરે છે. આજે ધન અને સત્તા મુખ્ય બન્યાં છે તેમ ધર્મ અને સેવા મુખ્ય બનાવવાં જોઈએ. આર્થિક ક્રાંતિ, ગ્રામસંગઠન
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૪૦
Page #162
--------------------------------------------------------------------------
________________
વગર શક્ય બનશે નહિ વગેરે કહ્યું હતું. ભરૂચ શહેર નર્મદા કિનારે પાઘડીપને આવેલું છે. રોજ જુદે જુદે સ્થળે રાત્રિ રહેવાનું થયું હતું.
તા. ૧૧-૧૨-૫૭ : તવરા
ભરૂચથી સડકે સડકે તવરા આવ્યા. અંતર છ માઈલ હશે. વચ્ચે ગોપાલક છાત્રાલયમાં અડધો કલાક રોકાયા હતા. ત્યાં વિદ્યાર્થીઓ સમક્ષ ટૂંકું પ્રવચન કરતાં જણાવ્યું હતું કે કોળી છાત્રાલયોની સાથે હિરજનો વગેરે બીજી કોમોના થોડાં વિદ્યાર્થીઓ આવે તેમ કરવું જોઈએ. વ્યસનો છોડવાં. તેમના ખેતી અને ગોચરના પ્રશ્નો પણ ચર્ચાયા હતા. તવરા નર્મદાને કિનારે જ છે. ગામમાં પાણી મોળાં છે. નર્મદામાં ભરતીને લીધે પાણી ડહોળું હોય છે. તે જ પીવાના કામમાં આવે છે. ગામ ખાડા-ટેકરા ઉપર વસેલું છે. જૂનું અને નવું એમ બે ભાગ છે. રજપૂતો સારા ખેડૂતો છે. વળી ભીલ, હરિજન વગેરે તો સાથી તરીકે રહે છે. વાર્ષિક ૧૦૦ થી ૧૫૦ ૫ગા૨ ખાવા-પીવા સાથે મળે છે. મજૂરો ૧૧-૦૦ વાગ્યાથી ૬-૦૦ વાગ્યા સુધી કામ કરે. આઠ આના મજૂરી મળે છે. ગરીબી ઘણી છે. દારૂ પુષ્કળ ગળાય છે. જણ પીએ છે.
ઘણા
રાત્રે જાહેરસભા સારી થઈ હતી. ભરૂચથી નાનુભાઈ છૂટા પડ્યા પછી ભાણજીભાઈ કે જે ગરુડેશ્વરમાં સઘન યોજનાના સંચાલક છે. ક્રાંતિકારી વિચાર ધરાવે છે તેઓ તથા ભૂદાન કાર્યકર જગદીશભાઈ સાથે આવ્યા હતા. આ બાજુ ભીલ લોકોની વસ્તી ખૂબ છે. મજૂરી અને રાશનું કામ કરે છે અને ખેડૂતોનું પાણી પણ ભરે છે. બહુ જ ઓછો પગાર આપે છે. અમે એક ભીલવાસમાં જઈ આવ્યા. તેમના વચનોમાં ખેડૂત પ્રત્યેનો રોષ હતો. અમારે લીધે એમને મુશ્કેલીઓ મળે છે એવી વાત કરી. હમણાં થોડા લોકોને જમીન મળી છે. ગૃહઉદ્યોગ ઘણા ચાલી શકે. કાર્યકરો જોઈએ. તા. ૧૧-૧૨-૫૭ : શુક્લતીર્થ
તવરાથી સડકે સડકે શુક્લતીર્થ આવ્યા. અંતર ચાર માઈલ હશે . ઉતારો ગુલાબસિંહભાઈને મેડે રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા રાખી હતી. સારી સંખ્યામાં લોકો આવ્યા હતા. તેમાં લેબલનો ધર્મ અને સાચો ધર્મ એનો તફાવત સમજાવતાં. ગોળનું માટલું એની ઉપર વજનનો આંકડો પણ અંદર ખાલી એ દાખલો આપ્યો હતો.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૪૧
Page #163
--------------------------------------------------------------------------
________________
જૈનોએ સારો પ્રેમ બતાવ્યો. લગભગ ત્રીસેક ઘર છે તે બધાંને ત્યાં ભિક્ષા માટે આગ્રહ થયો અને બધે મહારાજશ્રી જઈ આવ્યા.
અહીંના ગુલાબસિંહભાઈ જેઓ વિશ્વવાત્સલ્ય અને ‘નવા માનવી' વર્ષોથી વાંચે છે અને એ રીતે પરોક્ષ રીતે મહારાજશ્રીથી પરિચિત છે.
મહારાજશ્રીએ જણાવ્યું કે, ઘણાં વર્ષો પહેલાં શુક્લતીર્થમાં હું આવી ગયો છું. રણાપુર ગામ નર્મદા કિનારે છે, ત્યાં એક વર્ષ સમૌન એકાંતવાસ ૧૯૩૭માં ૨હેલો. ત્યારબાદ એક ચોમાસુ પણ થયું તે કાળ સાધનાકાળ હતો. આજે સ્થિતિ જુદી છે. ભાલ નળકાંઠામાં એક પ્રયોગ શરૂ થયો છે. મને ખબર મળી કે શુકલતીર્થના એક ભાઈ મળ્યા, તેમણે શુક્લતીર્થનો આગ્રહ કર્યો. એ રીતે કાર્યક્રમમાં તમારું ગામ આવ્યું.
ઘણાં વરસે આ ભૂમિમાં આવ્યો છું. આજે સમાજની જે રચના થઈ રહી છે તે અલગ અલગ રીતે થાય છે. ચિત્રકાર તૈયાર છે પણ ચિત્રના ભાગો એક થતા નથી. આ દેશમાં છેલ્લા વર્ષોથી ભૌતિક અસર વધારે થતી જાય છે. વિજ્ઞાન ભૌતિકતાને કારણે પડી ગયું. રાજ્ય પણ, ભૌતિકતાને મોખરે રાખીએ અને સાધુ-સંતો પણ એ જ રીતે ભૌતિકતામાં પડ્યા છે. ત્યારે બાકી શું રહ્યું ? એવા વખતે એક પુરુષ જાગ્યો. તેણે કહ્યું, મારા મોક્ષની મને ચિંતા નથી. દુનિયાનો મોક્ષ કેમ થાય તેની ચિંતા કરી. જેણે કોઈ દિવસ એ પુરુષને જોયો નથી તેવા અનામી અનેક લોકો તેમના મૃત્યુ પછી રોયા છે. કારણ કે તેમના મનમાં પ્રાણીમાત્ર પોતાનાં હતાં. હવે એ અધૂરું રહેલ કાર્ય આપણે પૂરું કરવાનું છે. તમારો બધાંનો પ્રેમ જોઈને સંતોષ થાય છે. આપણી અંદર આધ્યાત્મિક ભાવ પડ્યો છે તે બહાર કેમ આવે, આચરણમાં કેમ આવે તે પ્રયત્ન કરવો જોઈએ. જગદીશભાઈ સાંજે ગયા.
બપોરે ૩ થી ૪ વિદ્યાર્થીઓની સભા હાઈસ્કૂલમાં રાખી હતી. તેમાં મહારાજશ્રીએ કહ્યું કે, વિદ્યાર્થીજીવન એ એક પવિત્ર જીવન છે. વિદ્યાનો કદી અંત આવતો નથી. એ રીતે આખા વિશ્વની વિદ્યા વિદ્યાર્થીનું જીવન છે. ગાંધીજીએ આપણને એ બતાવી આપ્યું છે. તમારી જે ઉંમર છે, તેમાં અનેક મહત્વાકાંક્ષા હશે. અમારી જે સ્થિતિ છે તે બહુ વિચારવા જેવી છે. એક કાળ એવો હતો કે ભણ્યા પછી શું કરવું તેનો વિચાર કરવાનો નહોતો. આજે એ સવાલો ઘણા વિદ્યાર્થીને પૂછું છું. ભણીને શું કરશો ? નોકરી ! નોકરીની કાંઈ પ્રાતિતી છે ખરી ? જવાબ મળે છે ‘નથી’. તો પછી ભણીને સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૪૨
Page #164
--------------------------------------------------------------------------
________________
જાતને અને દેશને કેમ ઉપયોગી થવું એ વિચાર આપણે કરવાનો છે.
સૌથી પહેલી વાત એ લાગે છે કે આજના શિક્ષણમાં શિક્ષક, વાલી, વિદ્યાર્થી ત્રણે જણે મળીને જે તત્ત્વ ખૂટે છે તેને ઉમેરવું જોઈએ. બાપુએ એ તત્ત્વને ઉમેર્યું. નયી તાલીમ માટે રેંટિયો નહિ પણ સ્વાવલંબી જીવન એવો ઉદ્યોગ આવડવો જોઈએ કે ભણ્યા પછી તે પગ ઉપર ઊભો રહી શકે. આપણે ત્યાં કામ નથી એમ નહિ, કામ તો ઘણું છે. સ્વબળપૂર્વક જીવવું હોય તો કોઈ ને કોઈ ઉદ્યોગ શીખવો પડશે. ગાંધીજીએ કહ્યું બધાને જમીન આપી શકાય તેમ નથી પણ રૂપાંતર કરવાની ક્રિયાઓ ગામડાંમાં ઊભી કરીએ તો કેટલાંકને રોજી આપી શકાય. રેંટિયો એ સામાન્ય વસ્તુ નથી પણ અહિંસક સમાજરચનાની પ્રતિક્રિયામાં પાયાનું સાધન છે.
તમને કોઈ સવાલ પૂછે કે તમે સ્વાવલંબી થાવ એવું કંઈ મેળવ્યું છે? તો એ બાબતમાં આજની શાળાઓ પાછળ છે. કારણ વિગતોનું ભારણ વધારે છે. આપણે તેમાં ફેરફાર કરવાનો છે. આપણે ત્યાં કેટલાક સ્થાપિત સંસ્કારો પડેલા છે જે નવું કરવાનું, વિચારવાની ના પાડે છે. આપણે તેમાં સુધારો કરવાનો છે. રેંટિયો સામાન્ય વસ્તુ છે, પણ એક ટેવ પડી તે બીજી અનેક ટેવો પાડવામાં ઉપયોગી થાય છે. કેટલીક શાળામાં ઉત્પાદક શ્રમ કરવામાં આવે છે. દોઢ માઈલ જવા મોટર માટે અડધો માઈલ ચાલે. અડધો કલાક ખોટી થાય પણ પગે ચાલીને જઈ શકાય નહિ. આ પરાવલંબન આપણે કાઢવું પડશે. કૉલેજોમાં એવું થતું નથી. તેઓ કામ શું કરે છે એ હું જોઉં છું તો હડતાલ કેમ ન પાડવી તે માટે ઉપપ્રશ્ન કરે છે. હડતાલ ક્યાં અને ક્યારે પાડવી તેનો કોઈ સિદ્ધાંત હોતો નથી. વ્યસનો કાઢવાં, ખરાબીઓ કાઢવા હડતાલ પાડતા નથી.
રાજકારણથી નિર્લેપ રહેવાની વાત કરવી સહેલી છે પણ કેવળ નિર્લેપ રહેવું મુશ્કેલ છે. તમો સીધા રાજકારણમાં ના પડો. પણ રાજકારણથી પરિચિત રહો. રામાયણ આપણને પ્રિય લાગે છે કારણ કે વ્યક્તિનું જીવન સમાજના જીવન અને આધ્યાત્મિક સાથે સંકળાયેલું છે. દરેક દેશમાં કઈ કઈ પદ્ધતિ ચાલે છે તેનો અભ્યાસ કરો. તમારા મંડળમાં લોકશાહીનો અમલ કરો. સફાઈ ક્યારે કરવી, રજાઓ ક્યારે પાડવી, એ બધું વિચારી શકાય. સમાજને ઉપયોગી પણ થઈ શકશે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૪૩
Page #165
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વાત સમાજમાં સારું ઘણું છે પણ નબળું પણ છે. પણ જ્ઞાતિના ટુકડેટુકડા થઈ ગયા છે. સાધુઓએ આમાં મોટો ભાગ ભજવ્યો છે. આ અમારા અને આ અમારા નહીં. એ લોકો ગમે તેવી સારી વાત કરે પણ સાંભળવાની જ નહિ. શાકભાજી ખરીદતાં જ્ઞાતિ પૂછતા નથી. ત્યાં તો સારી વસ્તુ સસ્તી મળે, ત્યાંથી ખરીદીએ છીએ પણ જયાં માનવજાતની કિંમત આંકવાની આવે છે ત્યાં સંગીનતા આવે છે.
તમો બધી બહેનો સાથે રહો. તે તમારી બહેનો છે તેમને ઉપયોગી થાવ. આ ત્રણ વાતો ઉપર તમે ધ્યાન આપજો એ વિનંતી.
ભણીને તમારી શક્તિ ગામડાંને આપજો. આ દેશમાં ગામડાં સમૃદ્ધ હશે તો જ દેશ સુખી થશે. ડેન્માર્કમાં કોઈપણ માણસ દસ વિદ્યાર્થી શોધી લાવે તો શાળા શરૂ થાય. શિક્ષકને પગાર શરૂ થાય. આપણે એમ નહિ તો બીજી રીતે પણ શિક્ષણ વધારવું પડશે. સરકાર એમાં પહોંચી વળવાની નથી. લોકો તમને પ્રશ્ન ના કરે, આ એક બેકારનો વધારો થયો.
શુક્લતીર્થ હાઈસ્કૂલમાં ૨૫૦ સંખ્યા, ૧૧ શિક્ષકો છે. - વિદ્યાર્થીના પ્રવચન બાદ વડોદરા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ શિક્ષકો, ગામડાની હાઈસ્કૂલમાં પ્રત્યક્ષ અનુભવ માટે આવે છે. તે રીતે અહીં આવેલા. તેમની સાથે વાતાલાપ યોજાયો હતો. પ્રથમ મુખ્ય આચાર્યે ઓળખવિધિ કરી હતી. પછી શિક્ષકોનો પરિચય થયા બાદ શિક્ષણને લગતા પ્રશ્નો ચર્ચાયા હતા. સામાન્ય રીતે શિક્ષકોનો મત આઠમા ધોરણ પછી અંગ્રેજી દાખલ કરવું જોઈએ પણ ભારત આખામાં શિક્ષણ ધોરણ એકસરખું હોવું જોઈએ. વિદ્યાર્થીઓની શિસ્ત બગડી છે તે વિશે પણ રસપ્રદ ચર્ચાઓ થઈ હતી. કોઈએ કહ્યું, શિસ્ત બગડી નથી. કોઈએ કહ્યું, વિદ્યાર્થી પાસે કાર્યક્રમ નથી. છેવટે સાર એ નીકળ્યો કે શિસ્ત બગડી છે એ હકીકત છે. એને સુધારવા શિક્ષકો, સમાજ અને વિદ્યાર્થી ગણે મળી નિકાલ કરવો જોઈએ.
ચંદ્રશંકર ભટ્ટે પૂછ્યું કે, વિનોબા શિક્ષણ પ્રજાના હાથમાં મૂકી દેવા માગે છે. તેમાં આપનો શું મત છે ?
મહારાજે કહ્યું, વાત સુંદર છે. પણ લોકો વગર નહીં થાય. પ્રથમ પ્રાથમિક શિક્ષણ લોકોના હાથમાં આવે એ જરૂરી છે. બધાની તાલીમ મળે છે પણ હૃદયની તાલીમ નથી મળતી. માટે શું કરવું ? શુક્લતીર્થમાં પહેલાં ૧૪૪
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું
Page #166
--------------------------------------------------------------------------
________________
આર્યસમાજ તરફથી ગુરુકુલ ચાલતું હતું, તે બંધ થયું ત્યારપછી લાખાભાઈ પટેલે હાઈસ્કૂલ શરૂ કરી. તેને સારી રીતે વિકસાવી છે. છાત્રાલય પણ છે. નર્મદાને કિનારે થોડે દૂર સુંદર સ્થળ છે.
અહીં દરેક કાર્તિકી પૂનમે મોટો મેળો ભરાય છે. પંચાયતને તે વખતે સારી આવક થાય છે. ગામમાં શુક્લેશ્વર મહાદેવ અને વિષ્ણુ ભગવાનનાં મંદિરો છે. અહીં ભારત આવવાના હતા. પાણી ચોકમાં રહે છે. કબીરવડ સામે પાર છે. હવે તો નાનો થઈ ગયો છે.
અહીં ચંદ્રશંકર ભટ્ટ અને દેવીપ્રસાદભાઈ જેઓ બંને કૉંગ્રેસના કાર્યકરો છે અને ચંદ્રશંકર ભટ્ટ પાર્લામેન્ટના સભ્ય છે તે મહારાજશ્રીને મળવા આવ્યા હતા. તેમની સાથે મહારાજશ્રીએ ગ્રામસંગઠન અંગે ચર્ચા કરી હતી. તેઓ સાંજના પાછા ગયા હતા. શ્રી મનુભાઈ પંડિતને મેં શુક્લતીર્થ આવવા લખ્યું હતું. તેઓ આવી પહોચ્યા હતા. હોડીના સહપ્રવાસમાં સૌને આનંદ આવ્યો હતો. તા. ૧૩-૧૨-પ૭ : ઝઘડિયા
શુક્લતીર્થથી નીકળી ઝઘડિયા આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. શુક્લતીર્થથી જ અમારે હોડીમાં નર્મદા પાર કરવી પડી. આ બાજુને કિનારે પાણી વધારે હોય છે. હોડી તૈયાર જ હતી. તેમાં સામાન વગેરે મૂકી બેસી ગયા. ગુલાબસિંહભાઈ ઝઘડિયાના ભાઈઓ સાથે કાંઠે આવ્યા હતા. ત્યાં સુધી અમને મૂકી ગયા. હોડી સહેલાઈથી પાર ઊતરી ગયા. કિનારે જ ઊતર્યા. કાંઈ મુશ્કેલી પડી નહોતી. ઝઘડિયાના ભાઈઓ એક વાગ્યાના સામે સ્વાગત માટે આવ્યા હતા. જતાં વાર જ પ્રથમ હરિજનવાસમાં સભા રાખી હતી. હરિજનોની મુશ્કેલીઓ સાંભળી. તેમને મુડદાલ વગેરે ચા-વ્યસનો છોડવા અને જમાના સાથે ચાલવાનું કહ્યું હતું. ચમારવાસ, હરિજનવાસ વગેરેની મુલાકાત લઈ સૌ નિવાસસ્થાને આવ્યા. મુખ્ય વ્યવસ્થાપકે મુનિશ્રીનો પરિચય આપતાં જણાવ્યું કે મુનિશ્રી ભાલ નળકાંઠામાં સહકારી પ્રવૃત્તિમાં સારો રસ લે છે. તેઓ જ્યાં જાય છે ત્યાં સહકારી પ્રવૃત્તિ વિશે પ્રથમ પૂછે છે.
તમે બધાં સહકારી પ્રવૃત્તિમાં રસ લઈ રહ્યા છો તે બદલ ધન્યવાદ આપું છું. દુનિયામાં સહકારી પ્રવૃત્તિ ચાલે છે તેમ આ દેશમાં ચાલે છે. આ
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૪૫
Page #167
--------------------------------------------------------------------------
________________
દેશમાં સહકારી પ્રવૃત્તિ નવી નથી. આજે સહકારી પ્રવૃત્તિનો પાયો આર્થિક બની ગયો છે. ખરી રીતે સહકારી પ્રવૃત્તિનો પાયો આધ્યાત્મિક છે. લગ્ન વખતે સપ્તપદીમાં સહનાવતુમાં સાથે કામ કરીશ. હું શિક્ષક વિદ્યાર્થી પણ સહનાવતુ કહે છે તે જ સહના સાથે મેળવીશું. આમ સહકારનો પાયો જન્મથી જ શરૂ થતો અને આખા જીવનમાં સહકાર રહેતો. જીવનના ખંડ નહોતા પડતા. રાજયકારણ થયું. ધાર્મિક જવું એ કારણ થયું. બધી ખેડ આ દેશમાં વ્યક્તિગત નહોતી. પરસ્પરના સહકારથી થતા અવલોકનથી જ આપણો સમાજ ચાલે છે. કોઈ પરસ્પર સંબંધ ન હોય આ રીતે સહકારી પ્રવૃત્તિ વિકસાવવી જોઈએ.
(૧) તમો ભણીને કરશો શું? જો શિક્ષિત બેકારો વધશે તો સામાન્ય બેકારો કરતાં શિક્ષિત બેકારો વધારે નુક્સાન કરશે. એટલે ભણેલા લોકો બેકાર ના બને તેવી જાતનો ધંધો શોધવો જોઈએ. આ દેશમાં મોટામાં મોટો ઉદ્યોગ ખેતી છે. જમીનનું પ્રમાણ માથાદીઠ એક એકર આવી શકે તેમ નથી. એટલી જમીનમાં ઉત્પાદન કરી આપણે જીવવાનું છે. આપણી પડોશમાં ચીન દેશ છે. ત્યાં ૬૦ કરોડની વસ્તી છે. તેમણે ઉત્પાદન કઈ રીતે કર્યું ? સમુદ્રમાં પડતા પાણીને વાળી લીધું. તેનો ઉપયોગ કર્યો. જમીનની વહેંચણી કરી. આ બધું તેમણે હિંસક રીતે કર્યું. આપણે ત્યાં અહિંસક મુખ્યપણે છે. તમોને થોડું ખાવાનું મોડું થાય તો ગુસ્સો આવે કે ? તો પછી આટલાં બધાં માનવબાળને ખોરાક પૂરો નહિ પડે તો ગુસ્સો આવશે કે નહિ ? તો એ ગુસ્સાથી તો હિંસા આવે, તેમાંથી ઉગરવા તમે શ્રમ ને પ્રતિષ્ઠા આપો. શ્રમિકોની કિંમત આંકો, હમણાં હું સહકારી વર્ગમાં જઈ આવ્યો. તેમાં મેં કહ્યું કે તમે ઘરેણાંને મિલ્કત ગણો છો. જમીન, નાણું, મકાન વગેરેને મિલ્કત ગણો છો પણ જાતમહેનતને મિલ્કત ગણતાં નથી. જો શ્રમને મિલ્કત નહીં ગણો તો પેલી મિલ્કત તો નાશવંત છે.
ત્રણ જણા પ્રવાસે નીકળ્યા. રસ્તામાં ખાવાનું ખૂટ્યું એટલે એક જણે હાથમાં માળા લઈ ઈશ્વરનું ભજન શરૂ કર્યું. હે ભગવાન ! ખોરાક જલ્દી મળે. બીજો હતો તેણે યોજના બનાવી. કેવી રીતે જમીન સુધારવી ? કેવી રીતે અનાજ પકવવું ? ત્રીજો ઉપડ્યો ખોરાકની શોધ કરવા. ફળ લાવ્યો. ફૂલ લઈ આવ્યો. કંઈક ને કંઈક લઈ આવ્યો. તેણે તો પેલા રામનામવાળાને જમવા આગ્રહ કર્યો. પણ એણે કહ્યું, રામનું કામ એ કહે છે કે પ્રથમ ૧૪૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #168
--------------------------------------------------------------------------
________________
બીજાને ખવડાવે. યોજનાવાળાએ પણ કહ્યું, તું ખા તો જ યોજનાને અમલમાં મુકાશે, જીવશે. આમ સમજણપૂર્વક શ્રમિકને પ્રથમ નંબર આપ્યો પણ શ્રમિકે પ્રતિષ્ઠા પેલા ખાળાવાળાને આપી. તેણે કહ્યું, તમારા આશીર્વાદથી જ આ મળે છે.
જો આ જ વાતને ઊલટી કરી નાંખીએ, જે આજે થઈ રહી છે તો હિંસા થાય, તોફાનો થાય. આજે દુનિયામાં શસ્ત્રોની હરીફાઈ ચાલે છે પણ ભારત શાંતિ ચાહે છે. બીજી વાત ખર્ચ ઘટાડવાની છે. શ્રમની પ્રતિષ્ઠા વધશે પણ ખર્ચ વધારશો તો ફાયદો નહીં થાય. ત્રીજી વાત આ દેશમાં જ્ઞાતિઓનો પાર નથી. સંપ્રદાયોનો પાર નથી. એમાં તમે ઉદાર દૃષ્ટિ રાખજો નહિ તો ટકી શકશો નહિ. રાત્રે જાહેરસભામાં આંતરરાષ્ટ્રીય રાજકારણ વિશે કહ્યું હતું. તા. ૧૪-૧૨-૫૭ : તલોદરા
ઝઘડિયાથી નીકળી તલોદરા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો એક ભાઈના મકાનમાં રાખ્યો હતો. રાત્રે જાહેરસભા સારી થઈ. તા. ૧૫-૧૨-૫૭ : વાલિયા
તલોદરાથી નીકળી વાલિયા આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો હાઈસ્કૂલમાં રાખ્યો. બપોરના વિદ્યાર્થીઓની સભા રાખી હતી. ત્યારબાદ નાગરિકો સાથે વાર્તાલાપ રાખ્યો હતો. રાત્રે લોકલ બોર્ડના મકાન આગળ જાહેરસભા થઈ હતી. ધારાસભ્ય હરિસિંહભાઈએ પણ થોડું કહ્યું હતું. તા. ૧૬-૧૨-૫૭ : ભરાડિયા
વાલિયાથી નીકળી ભરાડિયા આવ્યા. અંતર આઠ માઈલ હશે. અહીં ખેડૂતો ખૂબ સદ્ધર છે. બારડોલી વિભાગના મતિયા પટેલો છે. પહેલા આદિવાસી લોકો આડેધડ ખેતી કરતા. આ લોકો આવ્યા પછી તેમને જોઈને ખેતી સારી કરવા લાગ્યા. આદિવાસીઓની ઘણી જ્ઞાતિઓ અહીં છે પણ દારૂ પીતા નથી. ભરૂચ જિલ્લાનું આ છેલ્લું ગામ છે. હવે સૂરત જિલ્લાની સરહદ શરૂ થશે. તા. ૧૭, ૧૮-૧૨-૫૭ : ઇસંડપુર
ભરાડિયાથી નીકળી ઇસંડપુર આવ્યા. જિલ્લાના કાર્યકરો આગળથી આવી ગયા હતા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૪૭
Page #169
--------------------------------------------------------------------------
________________
લોકોએ ભજનમંડળી સાથે સ્વાગત કર્યું.
બપોરના આજુબાજુના ગામલોકોની સભા થઈ હતી. તેમાં ઇન્દ્ર દેસાઈએ તાલુકાની સામાન્ય ખ્યાલ આપતાં જણાવ્યું કે આ ગામ માંગરોલ તાલુકાનું છે. આ તાલુકો રાજપીપળા સ્ટેટ અને ગામ કવાંટ સ્ટેશનથી વહેંચાયેલો હતો. પછાત વિસ્તાર છે. સામ્યવાદી પ્રવૃત્તિ કિસાન સભાના નામેય સારી એવી વિકસેલી છે. ઇન્દુલાલ યાજ્ઞિકે આ વિસ્તારમાં કામ કર્યું છે. હાલમાં લોકોનો અસંતોષ ફેલાયો છે. બીજી બાજુ ગણોતધારો આવ્યો ત્યારથી જમીનદારોએ ગણોતિયા પાસેથી જમીનો પડાવી લીધી છે. એફિડેવિટ કરીને પડાવી લીધી છે. બહુ ઓછા ગણોતિયા રહ્યા છે. જયારે ખરા માલિકો આદિવાસીઓ છે. સહકારી મંડળી ઘણી છે. જંગલ સહકારી મંડળીઓ ત્રણ છે. એ લાખોનાં કામ કરે છે.
અહીંયાં કન્યા છાત્રાલય છે. વેડછીની રાનીપરજ સેવા સભા તેનું સંચાલન કરે છે. આ સેવાસભા સૂરત જિલ્લામાં અઢાર છાત્રાલય ચલાવે છે. તા. ૧૯-૧૨-૫૭ : વાંકલવાડી જંગલ મંડળી
ઇસંડપુરથી નીકળી વાંકલવાડી આવ્યા. સૂરત જિલ્લાના પ્રવાસમાં ઘણું નિરીક્ષણ કરવાનું મળ્યું. જુગતરામભાઈ અને તેમના સાથીઓના પછાત વર્ગના ઉત્થાનના પ્રયત્નો ઠેર ઠેર જોવા મળ્યા. એમનાં આશ્રમોમાં બાળકોને સંસ્કાર શિક્ષણ ઉપરાંત તેમના સમાજ જીવનને સ્પર્શતા અનેક પ્રશ્નોમાં કાર્યકરો રસ લઈ રહ્યા છે. રાનીપરજ સેવાસભાના સંચાલન તળે બધાં આશ્રમો ચાલે છે. લગભગ ચાલીસેક જંગલ મંડળીઓ પણ સેવાસભા ચલાવે છે. અને એ દ્વારા કોન્ટ્રાક્ટરો જે વધુ નફો લઈ જતા હતા તે પછાત પ્રજામાં વહેચાય છે. તેમને મજૂરી પણ સારી આપવામાં આવે છે. સંસ્થાઓ અનેક જગ્યાએ ચાલતી હોય છે પણ સંસ્થા કરતાં સંસ્થાના પ્રાણ જયાં ચારિત્ર્યશીલ અને સંયમી હોય છે ત્યાં તેનું કામ પણ દીપી ઊઠે છે. આશ્રમોમાં સામાન્ય રીતે સવારમાં ઘંટ વગાડીને બાળકોને જગાડવામાં આવે છે પણ અહીં વહેલી સવારે બહેનો-ભાઈઓ ઝાંઝ-પખવાજ-મંજિરા સાથે મધુર કંઠે ભજનો ગાતાં સરઘસ આકારે આશ્રમમાં ફરી વળે છે. ઊંઘતાં માનવીને સુમધુર શબ્દો આળસ ખંખેરી નાખવા માટે ઘણી સારી પ્રેરણા આપે છે.
આ જિલ્લામાં હળપતિ, ચૌધરી, ગામીત, વસાવા, ભીલ, કોટવાળિયા એમ અનેક પછાત જાતિઓ બહુ મોટી સંખ્યામાં વસેલી છે. તેના થોડાક ૧૪૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #170
--------------------------------------------------------------------------
________________
ભાગમાં સામ્યવાદીઓએ પણ પગપેસારો કર્યો છે. જમીનદારો અને શાહુકારોના શોષણમાંથી તેમને મુક્ત કરાવવા પ્રયત્નો કર્યા પરંતુ અમે જોયું તો એકંદરે નુક્સાન થયું છે. કારણ કે જમીન નીતિ બાબતમાં જમીનદારો જાગ્રત હોય છે. તેઓ આ લોકના કામથી જાગ્રત થઈ ગયા અને અનેક જાતની રીતિ-નીતિથી જમીનો પોતાને ખાતે કરી લીધી. જયારે એ ભાઈઓ માત્ર વાતો કરીને છેટા રહ્યા. બીજી બાજુ રચનાત્મક કાર્યકરો કોંગ્રેસને એ રીતે પોતાના પ્રભાવથી દોરી શક્યા નહીં અને કૉંગ્રેસી ભાઈઓ પોતે પણ પૂરતું ધ્યાન આપી શક્યા નહિ એટલે આ સ્થિતિ થઈ છે.
આ પ્રદેશમાં કેટલાક શબ્દો પણ અર્થસૂચક પડ્યા છે. દા.ત., જમીનદારને ધણિયામો કહેવાય છે. જમીનદાર રાનીપરજ લોકોને પોતાને ત્યાં સાથી (હાળી) રાખે છે. ખાવા-પીવા સાથે વાર્ષિક ૧૦૦ થી ૧૫૦ પગાર આપે છે. હાળી પરણવા માટે કે બીજા કારણે આગળથી પૈસા લે છે એટલે છૂટી શકતો નથી. બીજે ત્યારે જ જઈ શકે જો પોતાના પૈસા ચૂકતે કરે. છોકરાને પરણાવવો હોય તો પૈસા પણ જમીનદાર જ આપે છે અને આવેલી પરણેતર પૈસાના વ્યાજ પેટે જમીનદારનું છાણ વાસીદાનું કામ કરે છે. એટલા માટે એ પરણેતરને વાસીદી કહેવામાં આવે છે. મજૂરીના દ૨ (સાતેક કલાકની મહેનતના) રોજના આઠ આના આપે છે. કેટલેક ઠેકાણે હમણાં બાર આના આપે છે. આ જિલ્લામાં જંગલો વધુ એટલે લાકડાં અને વાંસ પુષ્કળ મળે છે. તેથી આ રાનીપરજ લોકો પોતાના મકાનોનું છાપરું લાકડાના ટેકા ઉપર ટેકવે છે અને ઉપર ઘાસ પાથરી વિલાયતી નળિયાં ગોઠવે છે. દેશી નળિયાં કરતાં વિલાયતી એમને બધી રીતે સુગમ પડે છે. ભીંતને ઠેકાણે વાંસના ખપાટિયાં ભરી છાણ-માટીથી છાંદી લે છે. ગામડાંનું કોઈ ચોક્કસ બંધારણનું સ્વરૂપ નથી લાગતું. એક એક ગામ બે ત્રણ માઈલમાં પથરાયેલું હોય છે. કોઈક મોટું ગામ હોય છે. ત્યાં ઉજળિયાત વર્ગના પંદ૨-પચ્ચીસ ઘરો ફળિયાનાં રૂપમાં એક સાથે બાંધેલાં હોય છે. બાકીના રાનીપરજ લોકો છૂટાછવાયા વસેલાં હોય છે. જમીનદારોને જોઈએ તો એમ લાગે કે શાહુકાર લોકો જેમ ગાદી-તકિયા રાખીને ઑફિસમાં બેઠાં હોય છે તે રીતે રહેતા હોય છે.
હળપતિ બહેનો હવે સ્વચ્છ રહે છે. માથું તેલ નાખીને સુંદર ઓળે છે, ચોટલો રાખે છે અને ચોટલામાં ફૂલ, પીન વગેરે પણ નાખે છે. પહેરવેશમાં સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૪૯
Page #171
--------------------------------------------------------------------------
________________
નીચો કછોટો વાળે છે અને કબજો પહેરે છે. દારૂની બદીનો પાર નથી પણ એ લોકો સ્વભાવે બહુ તોફાની નથી એટલે ઝઘડા ઓછા કરે છે.
હળપતિઓને પોતાના સ્વતંત્ર મકાન બહુ ઓછા હોય છે પણ હવે કાર્યકરોએ સરકાર પાસેથી પડતર જમીનો અપાવી તેમને વસાવવા સારો એવો પ્રયત્ન કર્યો છે.
બારડોલી તાલુકામાં ૧૯૨૮માં થયેલ કિસાન સત્યાગ્રહની લડત વખતે ખેડૂતોએ આપેલા ભોગની વિગતો સાંભળી. વરાડમાં છીતાભાઈ, ભીખાભાઈ અને સ્યાદલામાં મોરારભાઈના ઘરની મુલાકાત લીધી હતી. આ ખેડૂતોએ લડતમાં પોતાની જમીન, ઘરબાર બધું છોડ્યું હતું પણ સરદારના પ્રયત્નથી સાત વર્ષ પછી તેમને જમીન વગેરે માનભેર પાછું સોંપવામાં આવેલું.
જિલ્લામાં જુવાર અને કપાસનો પાક સુંદર થાય છે. ડાંગર પણ થાય છે. જો જમીનનો પ્રશ્ન યોગ્ય રીતે પતી જાય તો આખા જિલ્લામાં સુંદર કામ થઈ શકે. આ વાતો મહારાજશ્રીએ ઠેર ઠેર જણાવી હતી. કેટલીક જગ્યાએ અમે ગુજરાતી શાળાઓ જોઈ. એ શાળાના કંપાઉન્ડમાં સુંદર બગીચા હતા. શાળાની ભીંતોએ બૉર્ડ બનાવી કલાત્મક રીતે ઉપયોગી એવા સુવિચારો અને સમાચારો લખેલા હતા. શિક્ષકોની અભિરુચિ વગર આ શક્ય ન બને. આ જોઈને ઘણો આનંદ થયો. તા. ૧૯, ૨૦-૧૨-૫૩ : ઝંખવાવ
ઇસંડપુરથી જંગલ મંડળીનું કામ જોઈ અમે ઝંખવાવ આવી ગયા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો જંગલ મંડળની ઑફિસમાં રાખ્યો હતો.
સાંજે બાલંભાના મહારાજશ્રીના પરિચિત કેટલાક ભાઈઓ કોસંબાથી વાહન લઈને મળવા આવ્યા હતા. તેમણે બહુ ભક્તિ બતાવી મહારાજશ્રીના પગે સાકર, શ્રીફળ ધરાવ્યાં. તેમને પ્રેમથી સમજાવ્યા. મહારાજશ્રીને આ બધું ન ગમે. રાત્રે પ્રવચન પછી તેઓ ગયા. તા. ૨૧-૧૨-૫૭ : દેવગઢ
ઝંખવાવથી દેવગઢ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો સર્વોદય આશ્રમમાં રાખ્યો હતો. મકનજીબાબા જે આ પ્રદેશના જૂના ગાંધીવાદી કાર્યકર છે તેઓ અમારી સાથે હતા. રસ્તે તેમણે રાનીપરજ કોમનો ઇતિહાસ અને આ બાજુની પ્રવૃત્તિની વિગતો કહી. ૧૫૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #172
--------------------------------------------------------------------------
________________
દેવગઢમાં સૂરત જિલ્લા સર્વોદય યોજનાનું કેન્દ્ર છે. બે કાર્યકરો રહે છે. રચનાત્મક પ્રવૃત્તિ કરે છે. ખાદીકામ બહુ ચાલતું નથી. કુમારશાળા, આશ્રમ કેન્દ્ર વગેરે ચલાવે છે. ટંટા ઝઘડાની પતાવટ કરે છે. તેમની શક્તિ મુજબ કામ કરે છે. આશ્રમનું મકાન છે. આદિવાસીઓમાં કામ કરતા પણ ઘણી મુશ્કેલી પડેલી. તલાટીને આ બધું નહીં ગમવાથી એણે ખોટાં કાગળિયાં કર્યાં. પરિણામે કલેક્ટરે મકાન તોડી નાખવા હુકમ કર્યો. પાછા કાર્યકરો તેમને મળ્યા અને કહ્યું, આ પ્રદેશમાં કોઈ બેસતું જ નથી. તેને બદલે તમારું કામ કાર્યકરો કરી રહ્યા છે. છતાં વિરોધી શા માટે ? છેવટે અટક્યું. તા. ૨૨-૧૨-૫૭ : ઘંટોલી
દેવગઢથી ઘંટોલી આવ્યા. અંતર સાડા છ માઈલ હશે. ઉતારો ઘંટોલી આશ્રમમાં રાખ્યો હતો. આશ્રમવાસીઓએ દૂર સુધી સામે ચાલી ભજન મંડળી સાથે સ્વાગત કર્યું.
બાજુમાં જ વિશાળ સરોવ૨ છે. તેમાં નહેર પડે છે એટલે એ તળાવનું પાણી નહેર વાટે આશ્રમની ખેતીમાં ઉપયોગમાં લેવાય છે. બીજી ખેતીમાં પણ લેવાય છે. ભુલાભાઈ પટેલ સંચાલક છે. તેમની શક્તિ અને અનુભવ ઘણો છે એટલે આશ્રમની ખેતી અને શિક્ષણ સુંદર વિકસ્યું છે. હમણાં ગૌશાળાનું મકાન બંધાઈ રહ્યું છે.
અહીં સર્વોદય વિદ્યાલયનું આજે મહારાજશ્રીની હાજરીમાં શિવાભાઈ પટેલના હાથે ખાતમુહૂર્ત થયું. આશ્રમના ભાઈ-બહેનોએ કોદાળી, પાવડાંથી ઝડપથી ખોદકામ કર્યું. આ રીતે શુભ શરૂઆત થઈ. ગોચરી આખા આશ્રમમાં અને ગામમાં બે ઘેરે થઈ. આશ્રમવાસીઓને આ પ્રક્રિયા જોવાની ઘણી મજા પડી. આમાં લોકસંપર્ક સુંદર થાય છે.
સર્વોદય વિદ્યાલયના આચાર્ય મીનુભાઈ કકલિયા પારસી છે. સેવાભાવી અપરિણીત યુવાન છે. ગ્રેજયુએટ છે. ઘંટોલી સર્વોદય કેન્દ્ર છે. અહીં આદિવાસી બહેનોનું અને ભાઈઓનું છાત્રાલય છે. ૪ થી ૭ ધોરણની શાળા પણ અહીં જ ચાલે છે. ગૌશાળા છે, ખેતીવાડી છે. સર્વોદય વિદ્યાલય પણ ૧લી જાન્યુઆરીથી શરૂ થશે. ૧૯૫૨થી સંસ્થા શરૂ થઈ છે. આ સંસ્થા લાવવામાં મુખ્ય રસ ઘંટોલી ગામના આદિવાસી દેસાઈભાઈનો છે. તેઓ ખાદીધારી છે. ગાંધીજીના ભક્ત છે. પહેલાં નાચ કરતાં, ડોબરુ સુંદર વગાડતા, દારૂ,
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૫૧
Page #173
--------------------------------------------------------------------------
________________
માંસ કરતા પણ એક વાર ગાંધી કાર્યકરોનો પરિચય થયો અને તેમણે દારૂમાંસ, નાચવું બધું છોડ્યું અને આ આશ્રમ લાવવામાં મદદ કરી. આશ્રમની ચારે બાજુ ડુંગરા છે. ડુંગરાની બીજી બાજુ મોટું તળાવ છે. આશ્રમની દશ એકર જમીન છે.
તા. ૨૩-૧૨-૫૭ : માંડવી
બપોરે જૈન ભાઈઓના આગ્રહથી ઉપાશ્રયમાં જૈન ભાઈ-બહેનોની એક સભા રાખી હતી. તેમાં મહારાજશ્રીએ ધર્મવહેવાર અને રાજય વિશે કહ્યું હતું. પ્રશ્નોત્તરી પણ થઈ.
રાત્રે જાહેરસભા થઈ હતી. લાઉડસ્પીકર હતું. આજુબાજુના લોકોએ વ્યવસ્થામાં આપમેળે મદદ કરી હતી. મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પ્રથમ મેં મહારાજશ્રીનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ મહારાજશ્રીએ લેબલ અને ધર્મ વિશે સમજાવ્યું હતું. લોકો ઉપર સુંદર છાપ પડી હતી. સભા પહેલાં આજે હરિજનદિન હોવાથી હરિજનોની ભજન મંડળીએ ભજનો ગાયાં હતાં.:
તા. ૨૪-૧૨-૫૭ : કડોદ
માંડવીથી કડોદ આવ્યા. અંતર છ માઈલ હશે. અમોએ હોડી મારફત તાપી નદી પાર કરી. તાપીમાં અહીં પાણી ઘણું ઊંડું હોય છે. પાર કરવા માટે ત્રણ પૈસા લેવાય છે. નદીને સામે પાર જ રજપૂતોનું ગામ પીંપડીવને આપેલું છે. ગામ વચ્ચે સડક છે. રસ્તામાં સડકે સડકે આવતાં શેરડીનાં ખેતરો આવ્યાં. લીફટ ઇરીગેશનથી પાણી અપાય છે. વચ્ચે જયાં હરિપુરા મહાસભા ભરાયેલી તે જગ્યા જોઈ. ત્યાં થોડો આરામ લીધો. એ પવિત્ર યાદગીરી તાજી થઈ. આજે તો ત્યાં ખેતી થઈ ગઈ છે. કોઈ નિશાન રહ્યું નથી. અમારી સાથે જગજીવન ભાવસાર, મનુ પંડિત વગેરે ભાઈઓ હતા.
ગામલોકોએ વાજતે ગાજતે સામે આવી સ્વાગત કર્યું. જૈન બહેનોએ દસેક જગ્યાએ પાટલા ઉપર ચોખાનો સાથિયો કાઢી તેમની વિધિ મુજબ મહારાજશ્રીનું સ્વાગત કર્યું. જેને તેઓ ઘંટુલી કાઢી કહે છે. ગામમાં પક્ષ જેવું છે. જે કાન્તિભાઈ સ૨પંચ છે તેમને ત્યાં ઉતારો રાખ્યો હતો પણ છેવટે જૈન લત્તામાં એક ખાલી મકાનમાં સૌની સંમતિથી નિવાસ કર્યો.
કોઠ ગાંગડથી ફોજદારે એક પોલીસને અહીં મહારાજશ્રી પાસે મોકલ્યાં સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૫૨
Page #174
--------------------------------------------------------------------------
________________
હતાં. તેઓ સૂરત કોંગ્રેસ હાઉસમાંથી મહારાજશ્રીના કાર્યક્રમનું સ્થાન મેળવી અહીં આવ્યા હતા. પ્રશ્ન ગોરાસુ પ્રકરણનો હતો. આદરોડા મુકામે પત્રકાર પરિષદમાં ગોરાસુમાં બહેન લક્ષ્મીનું ખૂન થયેલું તે અંગે વિગતો આપેલી, તે ઉપરથી સરકાર દ્વારા પોલીસ ખાતામાં તપાસ માટે ઓર્ડર આપેલો તે તપાસ ક૨વા આવ્યા. મહારાજશ્રીએ તેમને પત્ર લખી આપ્યો કે પોલીસ ખાતાની રીતે જે તપાસ કરવી હોય તે કરે. પ્રશ્ન જાહેર છે. સંસ્થા અથવા પોતે જનજાગૃતિ દ્વારા હૃદય-પરિવર્તન અથવા પ્રાયશ્ચિત્ત કરાવવામાં માને છે. શારીરિક સજામાં માનતા નથી એટલે સંસ્થાની એ બાબતમાં મર્યાદા છે. આમ લખ્યું. પટેલભાઈ બીજે દિવસે સવારમાં ગયા.
કડોદ સાગી લાકડાના બજાર માટે જાણીતું છે. ઇમારતી લાકડાનો બહુ મોટો વ્યાપાર અહીં ચાલે છે. આજુબાજુ જંગલ વિસ્તારમાંથી લાવે છે. પહેલા તો તાપીમાં લાકડાં આવતાં, હવે કાકરાપાર બંધ થયો એટલે મોટ૨ટ્રકોમાં લાવે છે.
રાત્રે જાહે૨સભા થઈ હતી. બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. લાઉડસ્પીકર હતું. મહારાજશ્રીએ જૈનધર્મ અને અહિંસા વિશે ચાંપાનું અને મેતરાજનું દૃષ્ટાંત આપી સમજાવ્યું.
તા. ૨૫-૧૨-૫૭ : વરાડ
કડોદથી વરાડ આવ્યા, શિવાભાઈ પટેલ સવારના જ આવી ગયેલા. તેમની સાથે સામાન વરાડ મોકલી આપ્યો હતો. અંતર છ માઈલ હશે. ઉતારો રાયણ છાત્રાલયમાં રાખ્યો હતો. નિશાળના બાળક-બાલિકાઓએ સરઘસાકારે આવી સ્વાગત કર્યું હતું.
મોહનલાલ કામેશ્વર પંડ્યા જે ડુંગળીચો કહેવાય છે તેમણે જે ઘરમાં ત્રણ વર્ષ નિવાસ કરેલો, તે પણ જોયું. ગામમા વધારે સક્રિય છે. ઘેર ઘેર નળ આપ્યાં છે. હાઈસ્કૂલનું સુંદર મકાન છે. પણ ગામથી એકાદ માઈલ દૂર છે. ત્યાં સારી હૉસ્ટેલ પણ છે. ત્યાં છાત્રાલયનું સંચાલન ઝવેરભાઈ કરીને એક પ્રૌઢ સેવક છે તેઓ કરે છે. ઝવેરભાઈ ૧૯૨૨થી
આ વિભાગમાં કામ કરે છે. ઓડના વતની છે. ખાસ કરીને હળપતિઓમાં સુંદર કામ કરે છે. ગણોતધારામાં ગણોતિયા તરફી ઘણો પ્રયત્ન તેમણે કર્યો છે. હળપતિઓને ગોચરની સ૨કા૨ી જમીનો મકાનો માટે ગામેગામ
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૫૩
Page #175
--------------------------------------------------------------------------
________________
અપાવી છે. તેઓ અમોને વહેલા ઊઠી કડોદ સુધી લેવા આવ્યા. રસ્તામાં તેમણે હળપતિઓનો ઇતિહાસ કહ્યો. અનાવલા અને કણબી ખેડૂતો તેમને કેવી રીતે ગુલામ રાખતાં, દીકરો પરણાવવા પૈસા ધીરતાં, વહુ આવે તેને વાસીદી કહેતાં. વ્યાજમાં વાસુદી તે કર્યા કરે. જમીન માલિકને તે ધણિયામોનો કહે છે. ઘણી વાર મજૂરીના દ૨ માટે હડતાલો પડતી એટલે આઠ આના મજૂરીમાંથી એક રૂપિયો નક્કી થયો છે.
તા. ૨૬, ૨૭, ૨૮-૧૨-૫૭ : બારડોલી
વરાડથી સડકે સડકે બારડોલી આવ્યા. વચ્ચે કાકરાપાર નહેર આવી. પ્રદેશ ખૂબ ફળદ્રુપ છે. શેરડી ઘણી થાય છે. ઝવેરભાઈ પટેલ, મનુભાઈ પંડિત, શાંતિલાલ જોષી અમારી સાથે જ હતા. આશ્રમવાસીઓ ભજન મંડળીઓ સાથે ગીતો ગાતા ગાતા ઘણે દૂર સુધી સામે આવ્યા હતા. ગામની પાદરે શાળાના બાળકો જોડાઈ ગયાં. સરઘસ આકારે સૌ આશ્રમમાં આવ્યાં. ત્યાર પછી સૌ સભાના રૂપે ગોઠવાઈ ગયાં. અમારો નિવાસ બાપુ અને સરદાર રહેતા હતા તે રૂમમાં રાખ્યો હતો.
આશ્રમવાસીઓ સમક્ષ પ્રાસંગિક પ્રવચન કરતાં મહારાજશ્રીએ જણાવ્યું કે તમો બધાં એક રીતે ગાંધીજીના વારસદાર છો એટલે તેમનું કામ કેમ આગળ વધે તે આપણે વિચારવાનું છે.
ગાંધીજી જ્યારે આ દેશમાં આવ્યા ત્યારે એક ઝંખના અને ધગશ સાથે લાવ્યા હતા. ઝંખના એ હતી કે આ દેશમાં રાજય અંગ્રેજ સરકારનું ચાલે છે, એને બદલે જનતા જનાર્દનનું ચાલવું જોઈએ. બ્રિટિશરો એ લાવ્યા હતા કે જનતાનું ચાલે પણ એ કાયદો અને વ્યવસ્થા તોડે તો સમાજમાં સુલેહ શાંતિ રહી શકે નહિ. એટલે એમણે કહ્યું જે કાયદો માનવતાને હણેદબાવે તેવા કાયદાનો વિરોધ કરવો. તેમણે સવિનય કાનૂનભંગનું શસ્ત્ર આપ્યું. સત્યને છોડ્યું નહિ ચાલે, એટલે સત્યનો આગ્રહ રાખ્યો પણ વિવેક છોડવાની વાત ના કરી. ગામડાંનો અવાજ નીચેથી ઊઠીને વિશ્વને આંબી શકે તેવી હિલચાલ આ દેશમાં નથી. જનતા દ્વારા અને અહિંસા દ્વારા એ હિલચાલ ચાલવી જોઈએ.
બપોરે મુંબઈના ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘનું પ્રતિનિધિ મંડળ મહારાજશ્રીને ચાતુર્માસ માટે આમંત્રણ આપવા આવ્યું. તેઓ ભૂલથી નવસારી ઊતરી ગયા, એટલે બે કલાક મોડા પડ્યા. ત્યાંથી તે મોટરમાં આવ્યા.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૫૪
Page #176
--------------------------------------------------------------------------
________________
મનસુખ મામા થોડા પાછળથી આવ્યા. કુલ પાંચ જણ હતા. દુર્લભજી ખેતાણી, પ્રમુખ હરિભાઈ, હઠીસંગભાઈ, મનસુખ મામા, તેમની સાથ ઘણી વાતો થઈ. દુર્લભજીભાઈની ભવ્ય કલ્પના છે. તેમણે કહ્યું કે કેટલાક નવા વિચારોના સાધુઓનું એક જૂથ થઈ જાય તો લોકોને દોરી શકે. આપ આવો તો નાનચંદ્રજી મહારાજને રોકીએ. એ પછીના ચોમાસા માટે ઉજજવળ કુમારીજીને આમંત્રીએ. મોહનઋષિ પણ આવી શકે એટલે આપ પહેલાં મુંબઈ પછી મહારાષ્ટ્ર જાઓ તો સારું. મહારાજશ્રીએ કહ્યું, જો એમ કરીશ તો મહારાષ્ટ્ર રહી જશે. હું મહારાષ્ટ્રની કલ્પના લઈને નીકળ્યો છું. સાડા ચાર માસમાં ૪૫૦ માઈલ અને છ જિલ્લા ફરી લેવાની ઇચ્છા છે. ત્યાં પૂના તરફ શ્રીમલજી મહારાજ, ઉજજવળકુમારી, મોહનઋષિજી મળવા આવ્યા છે. તે વખતે તમારામાંના કોઈ આવી શકે તો સારું. આ પછી નાસિક સુધીનો કાર્યક્રમ નક્કી કરવો એમ વિચાર્યું છે. ત્યાં સુધીમાં પૂ. નાનચંદ્રજી મહા૨ાજ તૈયાર થાય તો નાસિક આસપાસ મળવાનું ગોઠળી શકાય આમ વિચાર્યું.
બીજો મુદ્દો એ હતો કે, નરભેરામભાઈ નામના એક જૈન ભાઈએ પત્ર લખેલો કે સંઘમાં ફાટફૂટ છે. એટલે મહારાજશ્રીને તેમણે લખેલું કે, હું સૌને સંતોષ આપવા પ્રયત્ન કરીશ અને ઉપાશ્રયમાં તો એક પણ વ્યક્તિનો જાહે૨ વિ૨ોધ હશે તો ઊતરવા પ્રયત્ન નહીં કરું. આ વાત સંઘના ભાઈઓને કહી. તેમને આ વાત ન ગમી. કારણ કે જો એક માણસ આડાઈ કરે તો તેથી આખા સંઘનું આમંત્રણ નકામું કેમ પડે ? વળી સંઘ આમંત્રણ આપે અને આપ ઉતરો બીજી જગ્યાએ તો એમાં સંઘની શોભા શું ? દુર્લભજીભાઈએ કહ્યું, નરભેરામભાઈ એકલા વિરોધમાં છે. એનો સામાન્ય સભામાં ત્રણ જણે વિરોધ કર્યો છે. તો નરભેરામભાઈને હું સમજાવી શકીશ. આપને અનુકૂળતા કરી આપીશું. મહારાજશ્રીએ કહ્યું, ખોટી હઠ ને પ્રતિષ્ઠા ન મળી જાય તે પણ આપણે જોવું જોઈએ. કૉંગ્રેસ સમિતિ તો આમંત્રણ આપવા તૈયાર છે જ પણ સંઘને એક નવી ક્રાંતિ કરવી છે એટલે તેમાં ફેરફાર ન દેખાય એ રીતે કામ લેવાનું છે.
રાત્રે આઠ વાગે તેઓ ટેક્સીમાં સૂરત ગયા. રાત્રે જાહેરસભા થઈ. તેમાં આશ્રમવાસીઓની ફરજ અને કૉંગ્રેસનું કાર્ય વગેરે જણાવ્યું હતું. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૫૫
Page #177
--------------------------------------------------------------------------
________________
તા. ૨૭-૧૨-૫૭ :
આજે સવારે સાડા આઠ વાગે બારડોલી ગામમાં નિવાસ કરવાનો હતો. કસ્બાની બધી શાળાનાં બાળકો સ્વાગત માટે આશ્રમ સુધી સામે આવ્યાં હતાં. ગીતો ગાતાં ગાતાં સરઘસ આકારે સૌ મુખ્ય શાળાએ આવી સભાના રૂપમાં બેસી ગયાં. અહીં મહારાજશ્રીએ તેમને સાચા નાગરિક બનવા, સેવા કરવા, મા-બાપને માન આપવા અને વ્યસનનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો હતો. ત્યાંથી ઉપાશ્રયના નિવાસસ્થાને આવ્યા હતા. મંદિર વખતે જૈન ભાઈઓએ ઘણો પ્રેમ બતાવ્યો હતો. ભિક્ષા માટે અનેક ઘેર આગ્રહ થયો. તેમ છતાં ઘણાને નાખુશ કરવા પડ્યા. આજે મણિબહેન ગલિયારા નવસારીથી તેમના કુટુંબ સાથે મહારાજશ્રીનાં દર્શને આવ્યાં. રાત રોકાયાં. તેમણે ખાદી વહોરાવી. વાડીભાઈ જમનાદાસ બપોરે આવ્યા. અંબાલાલ ગાંધી ગઈકાલે આવ્યા હતા. બારડોલીના વિઠ્ઠલભાઈ મહારાજશ્રીના ભક્ત છે. તેમણે બધા મહેમાનોને બાસુદી-પૂરીનું જમણ આપ્યું. સાંજે સરપંચ ભગવતીભાઈને ત્યાં બધાનું ભોજન થયું.
- બપોરે જૈનોની સભા ઉપાશ્રયમાં થઈ હતી. ઘણી સંખ્યામાં લોકો આવ્યાં હતાં.
અહીંના મામલતદાર ઘણા લોકપ્રિય છે. સ્વાગતમાં તેઓ ઠેઠ સુધી સાથે રહ્યા અને કાર્યક્રમોમાં પણ હાજર રહ્યા હતા.
રાત્રે જાહેરસભા ઘણી સારી થઈ. લાઉડસ્પીકર હતું. અમારી સભા બજારમાં થઈ. એક ઓટલા પર મહારાજશ્રી બેઠા હતા કે જે ઓટલા ઉપર સરદાર અને બાપુએ અનેક વાર સભાને સંબોધી હતી. મહારાજશ્રીએ બારડોલીએ સરદારને મદદ કરી, અને સરદારના બારડોલીએ આપેલો ભોગ અને હવે તેની જવાબદારી શું ? એ સમજાવ્યું હતું.
વિજ્ઞાન અને ધર્મ, સાહિત્ય અને ધર્મ, એમાં ધર્મ મોખરે ક્યારે રહે તે સમજાવ્યું હતું. હરિજન સપ્તાહ ચાલે છે તેથી હરિજન પ્રશ્ન અંગે પણ કહ્યું હતું. ધર્મમાં ન અડવું એવું કોઈ ઠેકાણે છે જ નહીં, સગવડિયો ધર્મ રાખ્યો છે.
સભા પછી વિદ્વાન જજે ઉપસંહાર કર્યો હતો. સરપંચે સભાની શરૂઆતમાં મહારાજશ્રીનો પરિચય આપ્યો હતો. સભાને પ્રવચનથી ખૂબ સંતોષ થયો એમ જણાયું. ૧ ૫૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #178
--------------------------------------------------------------------------
________________
સવારના સાડા સાત વાગે નીકળી ફરી પાછા આશ્રમમાં આવી ગયા હતા. મુંબઈ સરકારના મંત્રી શ્રી દહેજિયા કામ પ્રસંગે આવેલા. તેઓ આશ્રમમાં આવતાં મહારાજશ્રીને મળવા આવ્યા હતા. તેઓ સૂરતના વતની છે. આજે નવસારીથી કેટલાંક ભાઈ-બહેનો (જે કડોદનાં વતની છે) મળવા આવ્યાં હતાં. નંદરબારથી બે ભાઈઓ નંદરબારનો કાર્યક્રમ વિચારવા આવી ગયા. વાડીભાઈ, ગાંધી વગેરે બપોરે જવા નીકળ્યા.
સવારે અહીંનું સહકારી ખાંડનું કારખાનું જોવા ગયા. ૮૦૦ ટન શેરડી પીલી શકે તેટલી કેપેસિટી છે. હાલ તો ૨૫૦ થી ૩૦૦ ટન માલ આવે છે. કારખાનાની અંદર શેરડી નાખવા માટે બાંધેલી પાંચેક ફૂટ પહોળી અને દસેક ફૂટ ઊંડી, લાંબી ખાઈ હોય છે. તેમાં શેરડી નાખવામાં આવે છે. મશીનચેન દ્વારા તે આગળ ખસે છે. તેના ટુકડા પણ થતા જાય છે. પછી કાકરવાળા ઘણા ચક્રો હોય છે, તેમાં એ આવે છે. ત્યાં તે કપાઈને ઝીણો ભાગ થઈ જાય છે. બીજી બાજુ પ્રેસર થાય છે એટલે રસ નીચેની મોટી કુંડીઓમાં પડે છે. એ રસ એક મોટી ટાંકીમાં જાય છે. ત્યાં તે શુદ્ધ થાય છે. કચરો બીજે ઠેકાણે જાય છે. તે પણ શુદ્ધ થઈ, કચરો એક મોટા હોજમાં જાય છે. એ હોજમાં કાળી ગોળ જેવી રસી એકત્ર થાય છે. તેમાંથી આલ્કોહોલ પેદા થાય છે. પેલો શુદ્ધ રસ, લાઈનબંધ ટાંકીઓ ઊભી કરેલી હોય છે તે ટાંકીઓમાં સેંકડો ક્યૂઝ દ્વારા નીચેથી ગરમી આપી, તેને ચાસણી જેવું ઘટ્ટ કરવામાં આવે છે. એ ઘટ્ટ પદાર્થ બીજી લાઈનબંધ ટાંકીઓ ઊભી કરેલી છે તેમાં આવે છે. તેમાં ચાસણી દાણો છે. એ ક્રિયા એકથી બીજામાં જતાં વધારે દાણાદાર, ત્રીજામાં વધારે દાણાદાર અને વધુ બે પાંચ ટાંકીઓ કે જે સતત ફરતી જ રહે છે તેમાં પડે છે. અને જે રસ ઉપરથી પડતો હોય છે તે જાળી દ્વારા જોરથી આજુબાજુ ફેંકાય છે અને ટાંકીની ચારેબાજુ મોટી જાળ છે, ફરતી ટાંકી બંધ કરે અને ઢાંકણ ખોલે કે તરત એ ખાંડ નીચે ખાનામાં સરી પડે છે. એ સરી પડેલી ખાંડ સંખ્યાબંધ પતરા જેટલા આકારમાં ચાદરમાંથી ચઢ-ઊતરની રીતે આગળ વધે છે પછી ચારણ આવે છે. પાંચ જાતના ચારણા હોય છે. તેમાંથી નાના મોટા દાણાઓ ભરાય છે. એ ખાંડ એક પાઈપ દ્વારા ઉપર ચઢે છે અને પાઈપ દ્વારા નીચે કોથળા ભરાય છે. કોથળાનો તોલ કરીને તેને બહાર કાઢવામાં આવે છે. આબકારી ખાતાની ઑફિસ હોય છે. તેની પરવાનગી વગર ખાંડ બહાર લઈ જઈ શકાતી નથી. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૫૭
Page #179
--------------------------------------------------------------------------
________________
દાગીને ૩૪ રૂપિયા ડ્યૂટી ભરવાની હોય છે.
મેનેજરે ખાંડ બાબત કેટલોક ખ્યાલ આપ્યો. છોટુભાઈએ પૂછ્યું. ગોળ અને ખાંડમાં આરોગ્યની દૃષ્ટિએ શું ફેર ? ગોળમાં કેટલાક ક્ષારો રહી જાય છે, જે ખાંડમાં રહેતા નથી. શેરડીના રસમાંથી ૬૦ થી ૬૫ ટકા ગોળ બને છે. બાકીનો ઊડી જાય છે. બળતણ પણ ઘણું જોઈએ. કારખાનામાં ૯૫ ટકા ખાંડ બની શકે છે. ગળપણમાં ફેર એટલા માટે છે કે ગોળમાં જે ૧૦-૧૫ ટકા પાણી હોય છે તેને લીધે વાપરવી સહેલી પડે. લૂકોઝ હળવો છે. બીમાર માણસ પચાવી શકે. ખાંડ સશક્ત માણસ પચાવી શકે. લાકડામાંથી પણ ખાંડ બની શકે. દૂધમાંથી બની શકે. જાડી, ઝીણી ખાંડમાં ગળપણમાં ફેર નથી. ઝીણી ખાંડમાં ગળપણ ઓછું લાગે છે તેનું કારણ એક ચમચામાં ઝીણી ખાંડનો જથ્થો ઓછો માય. વજન કરીને નાખો તો ગળપણ સરખું રહેશે. જો સરકાર આખા દેશમાં ઝીણીખાંડ બનાવવાનું નક્કી કરે તો બે લાખ મણ ખાંડનો વધારો થઈ શકે. મોટી ખાંડનો મોટો મોહ છે. બીજી પણ વાત કરી. તે એ કે જીભ ઉપર એક દાણો ખાંડનો મૂકો તો જગ્યા ઓછી રોકાવાને કારણે ગળપણની અસર મગજમાં વધારે થાય. જયારે મોટી ખાંડ જીભ ઉપર જગ્યા વધારે રોકે છે એટલે ગળપણની અસર ઓછી લાગે.
પાછા વળતાં મહારાજશ્રીના ભક્ત શ્રી વિઠ્ઠલભાઈએ કારખાના પાસે જ સ્ટેશન ઉપર એક વિશાળ જગ્યામાં સુંદર જનતા હોટલ ઊભી કરી છે. તેમની ઇચ્છા મહારાજશ્રીને એમાં પગલાં કરાવવાની હતી. ગણપતભાઈ પણ એ માટે રોકાયા હતા. વિઠ્ઠલભાઈએ વિનંતી કરી. મહારાજશ્રીએ પ્રેમથી સમજાવ્યું કે હું હોટલને પ્રતિષ્ઠા કેવી રીતે આપી શકું ? એટલે તમારા કંપાઉન્ડમાં થઈને જઈશ અને એમ કર્યું. આ ઉપરથી ઘણું સમજવાનું મળ્યું કે માણસને કોઈ શ્રીમંત વ્યક્તિ મોટા બનાવીને પોતાને ત્યાં નોતરે તો ગમતું હોય છે. માનપાન આપે તો ગમતું હોય છે પણ સૈદ્ધાંતિક વાતોમાં ખોટું લાગશે તેમ માની સ્પષ્ટ કહેતા નથી.
આશ્રમમાં ભાઈ-બહેનો સમક્ષ બપોરે ત્રણ વાગે પ્રશ્નોત્તરી રાખી હતી. બધાને ખૂબ આનંદ થયો. જુદા જુદા સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય પ્રશ્નો પૂછાયા હતા.
ખેડૂત સંઘવાળા ખુશાલભાઈ સાથે ઠીક ઠીક ચર્ચા થઈ. તેમની સ્પષ્ટ માન્યતા એવી છે કે જમીનનો જે માલિક છે તેના હક ઉપર તરાપ નહીં
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧ ૫૮
Page #180
--------------------------------------------------------------------------
________________
મારવી જોઈએ. ગણોતધારો અન્યાય છે. તેઓ તેમના જ વિચારો રજૂ કર્યા કરતા હતા. બીજાને બોલવાનો અવકાશ ઓછો આપતા હતા. બીજાનો વિચાર પણ સમજવા પ્રયત્ન ન કરે એટલા આગ્રહી લાગ્યા.
અહીંની ઇલેક્ટ્રિકસિટી સહકારી પદ્ધતિથી ચાલે છે. ખુશાલભાઈએ તેમાં ૮૦ હજાર રોક્યા છે. સહકારી બેંકે પણ ધીય છે. આજ સુધી ખોટમાં કામ થતું નથી. હવે નફો કરે છે.
સહકારી જિન પ્રેસ છે પરંતુ તે એકલા પાટીદારોનું છે. ખાંડ મિલ પણ સહકારી છે. મોહન પરીખની સાથે વાતો થઈ. તેઓ ખાંડના કારખાનામાં સાથે આવ્યા હતા. તેમની બા મોટી સાથે પહેલે દિવસે ખૂબ વાતો થઈ હતી. કિશોરભાઈનાં પત્ની ગોમતીબહેન પણ અહીં જ રહે છે. આશ્રમનો સુંદર બગીચો છે. ખેતીલાયક જમીન પણ છે. કુલ ૧૬ એકર જમીન છે. ચીકુ અને આંબા ઘણા સારા થાય છે. સરદારે જાતે ફળ-ફૂલ લાવવામાં મહેનત અને ઉન્નતિ કરેલી.
આશ્રમમાં દવાખાનું ચાલે છે. તે મંજુબહેન કિ. ધ. મશરુવાળાનાં ભત્રીજી સંભાળે છે. તેઓ વષોથી ડૉક્ટર તરીકે કામ કરે છે. ખાસ કરીને બાળકો અને સ્ત્રીઓનાં દદો ઉપર તેમની સારી પકડ છે.
તેમની જાણવા જેવી વાત એ છે કે તેઓ સ્વચ્છતાનો અતિરેક કરે છે. તે એટલી હદ સુધી કે હાથ ધોવામાં વારંવાર સાબુનો ઉપયોગ કરે છે. બેથી ત્રણ કલાક સુધી સ્નાન કરીને શરીર સફાઈ કરે છે. કોઈ વસ્તુ હાથમાં લે અને પછી તરત સાબુથી હાથ ધોઈ નાખે. આના પરિણામે તેમના હાથ ફૂગાઈ ગયા છે. સફેદ સફેદ થઈ ગયા છે. મીરાંબહેને તેમને કહ્યું તમે કલાક અડધો કલાક સ્નાન કરો તો ના ચાલે ? તેમણે કહાં, મને ટેવ પડી ગઈ છે. હવે તો મર્યે જાય. મને ઘણાં સમજાવે છે પણ ટેવ છૂટતી નથી. આ પણ એક આશ્ચર્ય ગણાય.
રાટો જાહેરસભા થઈ હતી. બહારગામથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અવલોકનાર્થે આવ્યા હતા તે પણ સભામાં હાજર રહ્યા. પ્રાર્થના આશ્રમની કરી હતી. તા. ૨૯-૧૨-૫૭ : સેજવાડ
બારડોલીથી સેકવાડ આવ્યા. આશ્રમવાસીઓ ઠેઠ ગામની બહાર દૂર સુધી ભજનો ગાતાં ગાતાં વિદાય આપવા આવ્યાં હતાં. ગામના આગેવાનો સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧પ૯
Page #181
--------------------------------------------------------------------------
________________
મામલતદા૨ વગેરે પણ આવ્યા હતા. બહુ પ્રેમથી સૌ છૂટા પડ્યા. અંતર સાત માઈલ હશે, ઉતા૨ો એક વ્યાપારી ભાઈને ત્યાં રાખ્યો હતો. વચ્ચે ચીકવાડ ગામે થોડું રહ્યા હતા. અમારી સાથે હરિજન છાત્રાલય, બારડોલીના ગૃહપતિ જે ચીકવાડના જ વતની છે તે આવ્યા હતા એટલે હરિજનવાસમાં તેમને ઘેર થોડો વખત રહ્યા હતા. બહેનો, બાળકો સંસ્કારી લાગ્યાં. તેમને માંસાહાર છોડવા કહ્યું.
આ હિરજનભાઈ તથા ઝવેરભાઈ અને બીજા હરિજનો સેજવાડ સુધી સાથે આવ્યા. અહીંના વણિકભાઈઓએ કંઈ અસ્પૃશ્યતા ન રાખી. બીજા હરિજનો ગયા પછી ઝવેરભાઈ રોકાયા હતા. તેમનું જમવાનું અમારી સાથે જ નગીનભાઈ સાથે વણિકભાઈને ત્યાં બિલકુલ સંકોચ વગર ઠેઠ રસોડામાં રાખ્યું હતું. અહીંના વણિકો નીતિવાળા લાગ્યા. તે લોકો ગણોતિયાનું બિલકુલ વ્યાજ લેતા નથી. એટલું જ નહિ, પરાણે જમીનો પણ ઘરખેડમાં લીધી નથી.
મનુભાઈ પંડિત અને બીજા શિક્ષક વાત્સલ્યધામની કેટલીક બાળાઓને લઈને મહારાજશ્રીનાં દર્શને આવ્યાં હતાં. તેમની સાથે મેં કેટલીક વાતો કરી હતી. બહારગામના લોકો પણ આવેલા એટલે અડધો કલાક મહારાજશ્રીએ બધાંની સાથે વાતો કરી હતી.
બહેનો અને બાળકોએ રાત્રે પ્રચાર સરઘસ કાઢ્યું હતું. બપો૨ના અઢીથી સાડા ત્રણ વિદ્યાર્થી ભાઈ-બહેનો અને વાલીઓની સભા રાખી હતી. તેમાં મહારાજશ્રીએ બાળકોને ભણતાં કોઈપણ એક ધંધો શીખી લેવા, બે એકડે અગિયાર કેમ નથી તે રીતે વર્તવા મતલબ કે સંપ-સહકારથી રહેવા, વડીલોને માન આપવા અને વિનય, સિદ્ધાંત અંગે કહ્યું હતું. ત્યારબાદ અહીંનું વિદ્યાર્થી મંડળ મહારાજશ્રીના પરિચયમાં છે. સારા સિદ્ધાંતો ધરાવે છે. મહાગુજરાત વખતે વિદ્યાર્થીઓ તોફાનોનો નહિ પણ દ્વિભાષીને ટેકો આપ્યો હતો.
તા. ૩૦-૧૨-૫૭ : વાલોડ (અહીંની નોંધ અધૂરી મળે છે.)
છાત્રાલયમાં વાલોડના નાગરિકોની સભા થઈ હતી. તેમાં રસિક પ્રશ્નોત્તરી થઈ હતી. રાજકારણ દરેક ક્ષેત્રમાં અસર ન કરે તે માટે રચનાત્મક કામો વધા૨ી પ્રે૨ક પૂરક બળ ઉમેરવું જોઈએ. લોકોને સંતોષ થયો.
૧૬૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
Page #182
--------------------------------------------------------------------------
________________
હળપતિ બહેનો માથું સુંદર ઓળે છે. લાંબો ચોટલો અને ફૂલ બકુલ નાખે છે. સ્વચ્છ લાગે છે. મહારાષ્ટ્રની અસર હશે. રંગોલી કાઢવાનો રિવાજ પણ છે. બહેનો કછોટો વાળે છે.
વાલોડમાં જમીનદારો વધારે છે. રાત્રિ પ્રવચનમાં જમીન નીતિ અને કૉંગ્રેસ વિશે કહેવાયું હતું. મુંબઈના માજી મેયર શ્રી ગણપતિશંકર દેસાઈ સહેજે આવેલા. તેઓ પણ સભામાં હાજર રહ્યા હતા. મહારાજશ્રીને મળતાં તેમને ઘણો આનંદ થયો. સવારમાં વળાવવા પણ આવ્યા હતા. તા. ૩૧-૧૨-પ૭ : વેડછી
વાલોડથી વેડછી આવ્યા. અંતર બે માઈલ હશે. આશ્રમવાસીઓ ઠેઠ વાલોડ સુધી વહેલી સવારે સ્વાગત માટે આવી ગયા હતા. ચીમનભાઈ ભટ્ટ પણ આવેલા. વાતો કરતાં કરતાં આવ્યાં. આશ્રમને નાકે આશ્રમવાસીઓએ સૂતરની આંટીથી સ્વાગત કર્યું હતું. આશ્રમ લગભગ ૨૪ એકરમાં છે. ખેતીની (૬૦ એકર) જમીન છે. ઘણી સુધારણા ચાલી રહી છે. એક કૂવો મોટો કર્યો છે. તેની ઉપર મશીન દ્વારા પાણી અપાય છે. કપાસ, કેળ, તુવેર, શાકભાજી વગેરે કરે છે. આશ્રમવાસીઓને નહાવા ધોવા માટે પાકો કુવો છે. તેમાં મશીન મૂકી ટાંકી ભરીને એક મોટું સ્ટેન્ડ બનાવ્યું છે ત્યાં નહાવા-ધોવાય છે. બાથરૂમો પણ છે, તેમાં નળ મૂકેલા છે.
પાયખાનાં પણ લાઈનબંધ બાંધેલાં છે. તેમાં ડોલ રાખવામાં આવી છે. તેના ઉપર માટી નાખવાની હોય છે. પેશાબની અને મળની ડોલો એક ઠેકાણે નાખી ખાતર તૈયાર કરવામાં આવે છે. કપડાં ધોવાનું પાણી અને બીજું ગંદું પાણી એક ખેતરમાં જાય છે. તેમાં એક પ્રકારનું ઘાસ વાવ્યું છે, તે બારેમાસ કાપી શકાય છે. સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. ગમે તે જગ્યાએ થુંકવું, નાક સાફ કરવું, પેશાબ કે જંગલ જવાનું હોતું નથી. દાતણ પણ ચોક્કસ જગ્યાએ બેસીને જ કરી શકાય. વેડછી આશ્રમવાસીઓ સમક્ષ પ્રાસંગિક વ્હાલા આશ્રમવાસીઓ,
તમારા બધાંને પ્રત્યક્ષ રીતે તો ઘણા સમયે મળવાનું થાય છે પણ તમારી વાતો તો સાંભળ્યા જ કરું છું. તમારું આ પવિત્ર સ્થળ છે. સવોદય સંમેલન વખતે ને બીજી વખત ગાંધીમેળા વખતે આવવાની કલ્પના આવેલી પણ આવી શકાયું નથી. મહારાષ્ટ્રમાં જતાં સૂરત જિલ્લા તરફ થોડો પક્ષપાત સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૬૧
Page #183
--------------------------------------------------------------------------
________________
હતો એટલે એક માસ અપાયો અને આશ્રમોમાં આપ આવી ગયાં તેથી બહુ સંતોષ થયો. આશ્રમી જીવન એ અદ્ભુત જીવન છે. એ જીવનનો ભારત વર્ષમાં રસ હતો અને રહ્યા કર્યો છે. તપ અને ત્યાગમાં મધુરતા છે. એમાં જિજ્ઞાસા જોઈએ. જે તત્ત્વમાં આનંદ છે તે મેળવવામાં એનો સંસ્કાર બાળપણથી આપણને આપવામાં આવે છે. હમણાં પંડિતજી બોલ્યા કે હજારો વર્ષથી આ સમૃદ્ધિ ચાલી આવી છે. મન કરતાં પ્રાણ અને પ્રાણ કરતાં આત્માનું મહત્ત્વ વધારે છે. એ આત્માને માટે માણસ બલિદાન આપવા તૈયાર થાય છે એવી આ દેશની ભૂમિ છે. બાપુએ આપણને ઘણું આપ્યું છે. અમે (સાધુ-સંતો) તો ઊંઘી ગયા હતા. તેમણે જગાડ્યા, તેમણે કહ્યું, ધર્મનું સ્થાન માત્ર મંદિર કે દેવળમાં નથી પણ ધર્મનું સ્થાન આચારમાં છે. જીવનમાં એ સમાજ વ્યવસ્થિત રહે એ પણ જોવું જોઈએ. તમો આશ્રમમાં રહીને એ તત્ત્વને જીવાડવા મથી રહ્યા છો. આશ્રમ ઉપર લોકોની બહુ મોટી આશા છે. આશ્રમની જૂની કલ્પના બદલાઈ ગઈ છે પણ હવે જનતા-જનાર્દનની સેવા એ જ સાચું આશ્રમજીવન છે.
આજે મુખ્ય સવાલ એ છે કે બાપુએ સર્વાંગી દૃષ્ટિ લઈને, તપ, ત્યાગની દૃષ્ટિ વિકસાવી છે. આપણે જો સર્વાંગી નહીં રહીએ, કોઈ અંગને છોડી દઈશું તો બુરા પ્રત્યાઘાત પડશે. વાલ્મિકી, વશિષ્ઠ વનમાં રહેતા હોય, એક અયોધ્યામાં રહેતા હોય તો પણ જનતાના પ્રશ્નોમાં રસ લેતા અને જનતાના સવાલો દેશ અને દુનિયાને અસર કરે છે. અને દુનિયાને દેશના સવાલો વ્યક્તિને અસર કરે છે એટલે રાજકારણ, અર્થકારણ અને ધર્મકા૨ણ, સમાજકારણ એ બધાં ખંડોનો અભ્યાસ કરીને કેમ સંકલના રહે તે પણ આપણે વિચારવું છે. તમો બધાં આશ્રમવાસીઓને પ્રત્યક્ષ મળેથી ખૂબ આનંદ થાય છે.
અમારા નિવાસના બે દિવસો દરમ્યાન આખા જિલ્લાનાં બધા જ કાર્યકરો લાભ લઈ શકે તે માટે જુગતરામભાઈએ એક સંમેલન ગોઠવ્યું હતું. તેમાં સૂરત જિલ્લાનો નઈ તાલીમ સંઘ, સર્વોદય યોજના, સધન યોજના, ભૂદાન કાર્યકરો રાનીપરજ સેવા સમાજના બધાં કાર્યકરો, શિક્ષકો, હરિજન સેવક સંઘ વગેરે બધાં જ રચનાત્મક કાર્ય કરતી સંસ્થાઓને આમંત્ર્યાં હતાં. બધાંને જમવાનું તદ્દન સાદું. ભાખરી, દાળ, ભાત, તેલ, ધી કંઈ નહિ. બાફેલું, મોળું શાક આ પ્રમાણે હતી. અહીં આશ્રમમાં કાયમ આ ખોરાક હોય છે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૬૨
Page #184
--------------------------------------------------------------------------
________________
એક સાંજે ચીમનભાઈ ભટ્ટ અને તેમની ડેલીએ બુદ્ધચરિત્ર કથા સંગીતમાં જે તેમણે તૈયા૨ કરી હતી તે સુંદર રીતે ગાઈ બતાવ્યું હતું. બપોરે ૨ થી ૩નો કાર્યક્રમ. કાર્યકર સંમેલન
શ્રી ચીમનભાઈ,
આપણું સદ્ભાગ્ય છે કે એક પવિત્ર પુરુષનો આજે સમાગમ થાય છે. તેમનું સ્વાગત કરતાં આપણને ખૂબ આનંદ થાય છે. વિશ્વવાત્સલ્ય એ એમનો કેવળ મંત્ર છે. એ જ નામથી એ પોતાનું પત્ર કાઢે છે. એ ઉપરાંત અનેક પ્રવૃત્તિમાં એમને રસ છે તે જાણીએ છીએ. ચિંતનશીલ પુરુષ છે. તેમનું સ્વાગત કરવું એ ધન્યતા છે એટલે આશ્રમ તરફથી, તમારા સૌ તરફથી બહુ જ આનંદપૂર્વક અને પ્રણામપૂર્વક તમારું સ્વાગત કરું છું. એઓશ્રી બે દિવસ રહેવાના છે. તેમની ઘણી વાતો સાંભળીશું અને ચર્ચા કરી શકીશું. ધારીએ ત્યારે તેમની પાસે દોડી જવાનું બનતું નથી કારણ કે તેઓ પદયાત્રા કરનારા છે તેથી સંપર્ક જલ્દી ના થાય. તેમણે આપણા ઉપર મમતા દર્શાવી આપણા સૂરત જિલ્લાને વધારે દિવસો આપ્યા છે. તેમનો પૂરો લાભ ઉઠાવીએ. એ રીતે ઈશ્વરની કૃપા આપણા ઉપર ઊતરી છે. હું બે-ત્રણ દિવસ તેમની સાથે રહ્યો છું. એ મધુર સ્મરણો ભૂલી શક્યો નથી. હવે બે દિવસ વધુ મળવાનું બને છે. વિશેષ પરિચય તો જુગતરામભાઈ આપશે. શ્રી જુગતરામભાઈ :
સૂરત જિલ્લામાં મુનિશ્રીનું આ રીતે આવવાનું પહેલું છે, એમ માનું છે. એટલે મુનિશ્રીનો પરિચય આ વિસ્તારને નવો ગણાય. જોકે ઘણા મિત્રો એવા છે કે એમની સાથે પત્રો દ્વારા શિબિરો દ્વારા અને બીજી રીતે સમાગમમાં રહેતા હોય છે. મુનિશ્રી જૈન સાધુ છે. મોટા ભાગે સાધુ-સંતો રાનીપરજ વિસ્તારમાં બહુ આવતા નથી. કોઈક વાર આવી ચઢે એ જુદી વાત છે. અમારા બ્રાહ્મણ સાધુઓ લાડવાપંથી હોય છે એટલે લાડવાની સુગંધ આવે તે તરફ જાય છે. એ રીતે મુનિજીનું રાનીપરજમાં ફરવું એ કદાચ પહેલું જ હશે. તેઓશ્રી ફરશે ત્યારે આદિવાસીઓને ઘણું જાણવાનું મળશે. તેમની ભિક્ષા, હરવું-ફરવું તે બધું સમજવા, જોવા જેવું છે. મુનિશ્રી જૈન મુનિ ઉપરાંત સુધારક સાધુ છે. જૈન ધર્મના નિયમોનું પાલન કરવા છતાં પોતાની સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૬૩
Page #185
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિને કસીને ચાલે છે એટલે કેટલાક જૈનો તેમની ટીકા કરે છે. એ ઉપરાંત બીજું તેઓ દેશના જાહેર જીવન વિશે વિચાર કરનારા રચનાત્મક કામ કરનારા પોતે છે. પોતાને એવી પ્રવૃત્તિ તરફ રસ છે એવા સ્થાનોએ જાય છે. ભાલ નળકાંઠા વિરમગામ તરફ તેમનું કાર્યક્ષેત્ર છે. નવલભાઈ અહીં આવે છે એટલે કેટલુંક જાણીએ છીએ. ત્યાંની પ્રજાના ગુણદોષ જોઈને તેમને માર્ગદર્શન આપે છે. આપણી પ્રવૃત્તિની જેમ સહકારી પ્રવૃત્તિમાં રસ લે છે. ત્યાંની સુંદર સહકારી પ્રવૃત્તિઓ ચાલે છે. તેમણે સુંદર કાર્યકરો ઘડ્યા છે. તેઓ આર્થિક, સામાજિક, શૈક્ષણિક કામો પણ કરે છે. મુનિશ્રીનો પરિચય એક કાર્યકર તરીકે, એક નેતા તરીકે પણ કરી શકીએ એમ છતાં એમની ધાર્મિકતા અને પ્રજાના જીવનમાં ધર્મ જવો જોઈએ એમ તેઓ માને છે. મુનિજીની એ વસ્તુ આપણા કોઈકમાં ઊતરે તો આપણું કામ તેજસ્વી બનાવી શકીએ. ધર્મ વગરનું કામ ગમે તેટલું મોટું હોય પણ તેજ નહીં આવે. હમણાં અમે વાતો કરતા હતા. જાણીએ તો કામ વધારે થાય. ઘણાં વધારે મળે. અમારી સલાહ લે પછી અમે ટીકા કરીએ પણ એને જોનારો કોઈ છે કે નહિ ? સત્યની ખેવના નહિ કરીએ તો કામ થશે પણ તેજ નહીં આવે. મુનિજી જે ઢબે કામ કરી રહ્યા છે તેમાં કાર્યકર્તા અને પ્રજાની અંદર ધાર્મિકતા છે તે પોતાનામાં પ્રગટે તેવો તેમનો પ્રયત્ન છે. વિનોબાજી જુદી રીતે કહે છે કે વિચારો સ્પષ્ટ થવા જોઈએ. બાપુજી પણ એ જ કહેતા હતા. અમારાથી જ થાય, અમારાથી બધું તૂટી પડે તોપણ આ થાય જ નહિ એ વિચાર ધર્મમાં પડેલા છે. મુનિજી આવું બધું ધ્યાન રાખે છે. નીતિ નથી હોતી તો ફિક્કાપણું લાગે છે એને સાર્વજનિક કામ તો કહેવાય જ કેમ ? આવા ધર્મબુદ્ધિવાળા વિચારો ફેલાવનાર મુનિજીનું આપણે સ્વાગત કરીએ અને આશા રાખીએ કે તે આપણને આ વસ્તુ સમજાવે. ક્યાંના જન્મેલા અને ક્યાં ભણેલા એઓનો શું પરિચય આપવાનો હોય ?
સંમેલન ૧૦-૩૦ વાગ્યે પૂરું થયું હતું. જિલ્લાનાં ભાઈ-બહેનો મોટી સંખ્યામાં આવ્યાં હતાં. ભૂદાન કાર્યકરો, સર્વોદયી, હરિજન સેવક મંડળ, નઈ તાલીમ રાનીપરજ સેવાસભા વગેરેના ભાઈઓ-બહેનો આવ્યા હતા. બપોરના જમીને મોટા ભાગના કાર્યકરો રવાના થયાં.
બપોરે ૩ થી સાડા ચાર સુધી મહારાજશ્રીએ નઈ તાલીમ વિશે આશ્રમવાસીઓ ટ્રેનિંગ કૉલેજના શિક્ષકો, બો૨ડી તરફના અધ્યાપન મંદિરના શિક્ષકોને પ્રવચન આપ્યું હતું.
૧૬૪
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
Page #186
--------------------------------------------------------------------------
________________
રાટો પ્રાર્થના પછી મહારાજશ્રીએ હિન્દી ભાષામાં પ્રવચન કર્યું હતું. પ્રશ્નોના જવાબ બહુ રમુજી અને માર્મિક રીતે આપ્યા હતા. શ્રોતાઓને બહુ આનંદ થયો. હિન્દીમાં પ્રવચન આપવાનું કારણ એ હતું કે બોરડી તરફના અધ્યાપન મંદિરના શિક્ષકો અહીં આવેલા તેઓ બધા મરાઠીભાષી તેથી હિન્દી ભાષા જાણતા હતા. બીજી એક શાળાના વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. તા. ૨, ૩-૧-૫૮ : બાજીપરા
રાત્રે જાહેરસભા સારી થઈ હતી. તેમાં અંબુભાઈએ અને પછી મહારાજશ્રીએ કહ્યું હતું. તા. ૪-૧-૫૮ : મઢી આશ્રમ
બાજીપરાથી મઢી આશ્રમ આવ્યા. અમારી સાથે બે ભાઈઓ આવ્યા હતા. મઢી આશ્રમની બહેનો ઘણે દૂર સુધી ભજનો ગાતી સામે આવી હતી. સૌ સવારે સરઘસાકારે સ્યાદલા ગામમાં થઈને મઢી આશ્રમમાં આવ્યાં. સ્યાદલામાં મોરારભાઈ કરીને એક ભાઈ હતા. તેઓએ લડત વખતે પોતાની બધી જમીન છોડી દીધી હતી. તેઓ અને તેમનું કુટુંબ જેલમાં ગયું હતું. જોકે પછી અમુક વરસો પછી જમીન પાછી મળી ગઈ હતી. તેમને ઘેર જઈ આવ્યા. તેમના કુટુંબને મળ્યા. આ ગામમાં રામ-કબીર પંથને માનનારા ભક્ત પાટીદારો વસે છે, ખેતી કરે છે.
મઢી આશ્રમમાં આવતાં આશ્રમની બાળાઓએ દરવાજે સ્વાગત કર્યું હતું. મઢી આશ્રમમાં બે છાત્રાલયો છે. ૪૦-૪૦ બહેનોની સંખ્યા છે. એક સ્કૂલ બૉર્ડ તરફથી ચાલે છે, બીજું રાનીપરજ સેવા સભા તરફથી ચાલે છે. શાળા પણ સ્કૂલ બૉર્ડ તરફથી ચાલે છે. બહેનો સફાઈ, રસોઈ, કાંતણ, સંસ્કાર વગેરે કામ હાથે કરે છે. તા. ૫-૧-૫૮ : મઢી વાત્સલ્યધામ
મઢી આશ્રમથી નીકળી મઢી વાત્સલ્યધામ આવ્યા. અન્નપૂર્ણાબહેન અને વસંતબહેન સાથે આવ્યાં હતાં. ગામમાં બાળવાડી જોતા આવ્યા. આ ગામની કેટલીક બહેનો સણોસરા અભ્યાસ કરે છે. વચ્ચે બે નદીનો નાનો સંગમ આવે છે. અમે એ ઓળંગીને સામે કાંઠે ગયા. ત્યાં વાત્સલ્યધામની બહેનો સ્વાગત માટે રાહ જોઈને ઊભી હતી. બહેનો મંજિરા અને તબલાં સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૬૫
Page #187
--------------------------------------------------------------------------
________________
સાથે સુંદર ગીતો ગાતી હતી. સરઘસાકારે સૌ નિવાસસ્થાને આવ્યા. આજે મહારાજશ્રીને મૌન હતું પણ અહીં એક જ દહાડો રહેવાનું હતું એટલે કાર્યકરોના ખાસ કરીને મનુભાઈના પ્રેમાગ્રહને લઈ લખાણ અગિયાર વાગ્યે પૂરું કર્યું અને બપોર પછી મૌન છોડ્યું હતું. આ આશ્રમ પણ નદીકિનારે જ છે. અહીં આશ્રમની ૪૦ એકર જમીન છે, કૂવો છે. કૂવા ઉપર મશીન પણ છે. પાણી પીવાનો બીજો કૂવો છે પણ પાણી ઓછું છે એટલે ત્રીજો કૂવો ખોદાઈ રહ્યો છે. દાદા પૂ. રવિશંકર મહારાજ મદદ કરી રહ્યા છે.
બપોરના જુગતરામભાઈ, બબલભાઈ મહેતા, ચુનીકાકા વગેરે આવ્યા. આ રીતે ત્યાગી અને પવિત્ર પુરુષોનો સુંદર સંયોગ થયો હતો. બબલભાઈને પગે વાગ્યું હતું એટલે થોડા મોડા આવ્યા. અઢી વાગે બહેનો સમક્ષ પ્રવચન અને પ્રશ્નોત્તરી થઈ હતી. પ્રવચનમાં મહારાષ્ટ્રમાં જવાનું કારણ વિગતે જણાવ્યું હતું. અંબુભાઈએ ભાલની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો. ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. મઢી આશ્રમની બહેનો પણ આવી ગઈ હતી. મનુભાઈએ મહારાજશ્રી વિશે ઘણી વાતો કરી હતી. તેમાં એક વાત શતાવધાનની હતી. આશ્રમવાસીઓને વધુ રસ તો અવધાનના પ્રયોગોમાં આવ્યો હતો. મહારાજશ્રીએ પાટિયા ઉપર લખીને કેટલાક પ્રયોગોની સમજણ આપી હતી. અમુક સાલમાં અમુક મહિનાની અમુક તારીખે કયો વાર હતો તે ગણતરીથી કરી બતાવ્યું. ચાર સંખ્યાને ચાર સંખ્યાનો ગુણાકાર મોઢે શી રીતે થાય તે કરી બતાવ્યું હતું. અગિયાર કાંકરા બે હાથમાં વહેંચીને ડાબા જમણામાં કેટલાં છે તે પણ કરી બતાવ્યું. આ ગણિતની અને એકાગ્રતાની વાત છે, કોઈ ચમત્કાર નથી. વાત્સલ્યધામને પોતાનો પરિવાર સમજી આ બધું દર્શાવ્યું. તા. ૬, ૭, ૮-૧-૫૮ : મઢી
વાત્સલ્યધામથી મઢી આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. અમારી સાથે જુગતરામભાઈ, શિવાભાઈ વગેરે આવ્યા હતા. ગામલોકોએ બહુ દૂર સુધી સાથે આવી સ્વાગત કર્યું. શાળાના બાળકો પ્રથમ આવ્યા, પછી નાગરિકો અને બહેનો આવ્યાં. વાજતે ગાજતે સરઘસાકારે સૌ ગામમાં આવ્યા. જૈન બહેનોએ સંખ્યાબંધ ઠેકાણે તેમની વિધિ મુજબ (બહુલ) સ્વાગત કર્યું. આ તેમનો ભાવ દેખાઈ આવતો હતો. જુગતરામભાઈ અને શિવાભાઈને માટે આ નવીન વસ્તુ હતી. ૧૬૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #188
--------------------------------------------------------------------------
________________
ગામમાં ફરી બધા નિવાસે આવ્યા. નિવાસે મહારાજશ્રીએ પ્રાસંગિક કહેતાં ગામના પ્રેમનો સંતોષ વ્યક્ત કર્યો. પ્રજામાં ધનની પ્રતિષ્ઠા ન વધે તેમ બહેનો માટે લાઘવગ્રંથિ ના રાખે તે જોવા કહ્યું. ગામના વેપારીઓ બહારથી આવી વસ્યાં છે. તો જે પછાત જનતામાંથી કમાયા છે તેમને ન ભૂલે. જુગતરામભાઈ પણ એક પ્રકારના વેપારી છે પણ તેમનો વહેવાર જુદા પ્રકારનો છે. તમારી નજીક જ રહે છે.
પ્રેમશંકર ભટ્ટ (જિલ્લાના અગ્રણી) અંતમાં મહારાજશ્રીનો આભાર માની ફરી ફરી આવો લાભ આપવા વિનંતી કરી હતી.
બપોરે સાડા ત્રણથી સાડા ચાર વિદ્યાર્થીઓનું સંમેલન રાખ્યું હતું. પછીથી ગુજરાતી શાળા જે મુંબઈ રાજ્યમાં નઈ તાલીમની દૃષ્ટિએ ઊંચો નંબર ગણાય છે. શિક્ષકો બહુ ઉત્સાહી અને કાર્યક્ષમ લાગ્યા. વિદ્યાર્થીઓનો સહકારી ભંડાર તેના હિસાબ-કિતાબ, સફાઈ મંડળ, વ્યવસ્થાપક મંડળ વગેરે ચાલે છે. બૉર્ડ ઉપર સુશોભિત રીતે જરૂરી એવી સામગ્રી ભાવ સાથે લખેલી હોય છે. બગીચો પણ સારો છે. આઝાદી દિને વૃક્ષારોપણ પણ કરે છે. શાળામાં સુશોભન વગેરે સારું કર્યું છે. મહારાજશ્રીએ બાળકો સમક્ષ પ્રવચન કર્યું હતું. નવડાની બડાઈ શા માટે છે તે સમજાવી તેવા બનવા કહ્યું હતું. નિશાળ ત્રણ ઠેકાણે બેસે છે. ૧૪ શિક્ષક છે. નિશાળના કંપાઉન્ડમાં જ ચૌધરી લોકોનાં ઝૂંપડાં છે. તેઓ જૂના રહીશ છે. ગણોતના કાયદાને લીધે રક્ષિત છે તેથી હવે ખાલી કરતા નથી. તેમને બીજે જમીન આપે છે પણ જવા ઇચ્છા થતી નથી.
આજે છેલ્લો દિવસ હતો. ડૉ. એમ. એમ. પંડ્યાએ મહારાજશ્રીને અંજલિ આપતું ગીત છપાવીને લોકોમાં વહેંચ્યું હતું. તેમણે સભામાં બે શબ્દો બોલતાં કહ્યું, મારી સમજ મુજબ કોઈ સંતપુરુષે મઢીની સમગ્ર જનતા ઉપર આટલો પ્રભાવ પાડ્યો હોય તો તે સંતબાલજી છે.
આશ્રમની બાળાઓએ ‘અમે પ્રેમનગરના વાસી’ ગીત સુંદર રીતે ગાયું હતું. મઢી કન્યા આશ્રમની બહેનો આ ત્રણે દિવસે રાત્રિ પ્રવચનમાં હાજર રહી બપોરના કાર્યક્રમોમાં પણ આવતી. આશ્રમના સંચાલકો પણ આવતા. આ રીતે તેમને તક આપી, તેથી બાલિકાઓને ખૂબ આનંદ થયો હતો. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૬૭
Page #189
--------------------------------------------------------------------------
________________
તા. ૯-૧-૫૮ : બાલદા
મઢીથી બાલદા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો આશ્રમમાં રાખ્યો હતો.
બપોરે ત્રણ વાગ્યે વિદ્યાર્થીઓ અને પંચાયતના સભ્યો વગેરેની મિટિંગ રાખી હતી. બાલદા, વાંસકૂઈ અને બીજા એક ગામના વિદ્યાર્થીઓ અને લોકો આવ્યા હતા.
રાત્રે જાહેરસભા થઈ. બાળકો અને બીજાં ઘણાં ભાઈ-બહેનો આવ્યાં હતાં. જંગલમાં મંગલ દેખાતું હતું. મઢીથી ખટારો ભરીને ત્યાંનાં ભાઈબહેનો આવ્યાં હતાં. સભામાં અંબુભાઈએ સંગઠન ઉપર અને મહારાજશ્રીએ માનવ જન્મ મળ્યો છે તે હીરા કરતાં વધુ કિંમતી છે માટે ગમે તેમ ન વેડફી નાખવા કહ્યું.
આજે મેઘરજથી વલ્લભભાઈ દોશી મહારાજશ્રીને મળવા આવ્યા. મઢીથી ત્રણ ભાઈઓ પણ બેચાર દિવસ સાથે રહેવા આવ્યા છે. તા. ૧૦, ૧૧-૧-૫૮ : બોરખડી
બાલદાથી બોરખડી આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. અમારી સાથે ૨૫ ભાઈઓ પ્રવાસમાં થઈ ગયા.
સવારના દસેક વાગે સઘન યોજનાના સંચાલક શ્રી અલ્લુભાઈ શાહ અને ઉપસંચાલક આવ્યા. ગામલોકો અને તેમની સાથે આ પ્રદેશમાં સઘન યોજના તળે ચાલતાં કામોથી માહિતગાર થયા.
આજુબાજુની ગાયો કંઈ જ ઉપયોગની નથી. ઓલાદ ઊતરી ગઈ છે. મોટી બકરી જેવી લાગે, શેર-બશેર દૂધ આપે, બળદ તો ખેતીના કામમાં ઓછા આવે એટલે આ ઓલાદને સુધારવી જોઈએ કાં તો બીજી જાતની ગાયો પાળવી જોઈએ.
અહીં આવ્યા પછી સઘન તરફથી ચાલતાં વણાટ કેન્દ્ર સમાજ સેવા કેન્દ્ર અને અંબર વર્ગની મુલાકાત લીધી તેની માહિતી મેળવી અને શીખનારા અને કાર્યકરો સમક્ષ અંબુભાઈએ ગ્રામોદ્યોગ શા માટે ? તે આંકડાથી સમજાવ્યું. મહારાજશ્રીએ દારૂબંધી કરવા અને સંગઠન કરવા કહ્યું.
અમારો નિવાસ હતો ત્યાં પુષ્કળ પ્રમાણમાં ચાંચડ હતા એટલે રાત્રે કોઈને ઊંઘ બરાબર ન આવી. ઓઢવા-પાથ૨વાનું સાધન પણ ઓછું હતું. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૬૮
Page #190
--------------------------------------------------------------------------
________________
જોકે છેવટે ચાલી ગયું. મીરાંબહેનને ચાંચડે સારી રીતે હેરાન કર્યાં; આખી રાત બૂમો પાડતાં રહ્યાં. આ પ્રસંગ અમારે માટે યાદગાર બની રહેશે.
તા. ૧૨, ૧૩, ૧૪-૧-૫૮ : વ્યારા
બોરખઢીથી વ્યારા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. આગેવાનોએ અમારું સ્વાગત કર્યું. રસ્તામાં જૈનોનાં ઘર આવ્યાં. ત્યાં સંખ્યાબંધ બહેનોએ જૈન વિધિ પ્રમાણે (ઘટુલી) ઠે૨ ઠેર પૂજન વિધિ, સ્વાગત કર્યું.
બપોરે ૨-૩૦ થી ૩-૩૦ વેપારીઓની મિટિંગ રાખી હતી. મઢીના વેપારીઓ પણ આવ્યા હતા. પ્રથમ જ વેપારીઓએ જકાત બાબત એકબીજા ઉપર આક્રોશ કરવા માંડ્યા પણ મહારાજશ્રીએ કહ્યું, દરેક પોતાનાં મંતવ્ય રજૂ કરે, આક્ષેપ ન કરે. મ્યુ. ચિફ ઑફિસરે ભેળસેળ અંગે ફરિયાદ કરી. ચર્ચાઓને અંતે લાગ્યું કે વેપારી વર્ગ અને મ્યુનિ. વચ્ચે ઘણો મોટો ઝઘડો છે. બંને વચ્ચે અસંતોષ છે. તે દૂર કરવા માટે બન્ને પક્ષો સાથે મળી નિકાલ કરે તેમ સલાહ આપી. ઝઘડો કરવો નહિ. વેચવા પણ ભલામણ કરી.
બપોરે ૩ થી ૪ અહીંની હાઈસ્કૂલમાં વાર્તાલાપ યોજાયો હતો. ૭૦૦ની સંખ્યા હતી.
પ્રવચન પછી ગામના મુખ્ય કાર્યકરો, વેપારીઓ અને નગરજનોની એક મિટિંગ ઉપાશ્રયમાં મળી હતી. ખાસ કરીને વેપારીઓ અને સુધરાઈ વચ્ચે જે ઘર્ષણ ચાલે છે તે કેમ કરીને અટકે, તેનો રસ્તો કાઢવા મળ્યા હતા. મુખ્ય કાર્યકર ઝીણાભાઈ દરજી અને અંબુભાઈ પણ હાજર રહ્યા હતા. બન્નેએ સારું માર્ગદર્શન આપ્યું. છેવટે અંત સારો આવ્યો. સાત માણસોની એક કિમિટ નીમી છે. તેનાં ધારા-ધોરણ ઘડી, એક મંડળની રચના કરશે, તે બધા સાથે મળી વહીવટ ચલાવશે. ઝીણાભાઈ કૉંગ્રેસના સાચા ભક્ત છે. તેમણે કહ્યું, શહે૨ના પ્રશ્નોમાં અમે કદાચ બહુ નહિ પડીએ, પણ ગામડાંના ગણોતિયાના અને બીજા પ્રશ્નો અમે નહિ છોડી શકીએ.
તા. ૧૪-૧૫ :
આજે ઉપાશ્રયમાંથી નીકળી સહકારી જિનમાં આવ્યા. વહેલી સવારના જ આદિવાસી છાત્રાલયના વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં આવી ગયા હતા. બે સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૬૯
Page #191
--------------------------------------------------------------------------
________________
ભજન મંડળીઓ કરતાર અને હામોનિયમ સાથે સ્વાગત માટે આવી હતી. તેઓ ભજનો ગાતા, વિદ્યાર્થીઓ ગીત ગાતા સરઘસાકારે જિનમાં આવ્યા.
મુકામે આવ્યા પછી ઝીણાભાઈ સાથે સહકારી જિનની મુલાકાત લીધી. બાંધકામ હજુ ચાલુ છે. આ મોસમમાં કામ થઈ શકશે. છ લાખ રૂપિયા માગે છે. પ્રેસ પણ લાવ્યા છે. ઓઈલ મિલ પણ કરવાના છે. સાધનસામગ્રી આવી ગઈ છે.
નેત્રયજ્ઞ યોજાયો હતો તેની પૂર્ણાહુતિ સમારંભમાં પ્રાર્થના બાદ સંદેશા વાંચન થયું. ત્યારબાદ રવિશંકર મહારાજ, જુગતરામ દવે, પ્રેમશંકર ભટ્ટ વગેરેએ પ્રવચન કર્યા હતાં. તા. ૧૪-૧-૫૮ : તડકવા
વ્યારાથી નીકળી તડકવા આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો લલ્લુભાઈ શેઠની વાડીએ રાખ્યો હતો. રાત્રે જાહેરસભા સારી થઈ. તા. ૧૫-૧-૫૮ : કાવલા
- તડકવાથી નીકલી કાવવા આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો મગનભાઈ ચૌધરીને ત્યાં રાખ્યો હતો.
બપોરના આજુબાજુના નવ ગામના રાનીપરજ લોકો આવ્યા હતા. મહારાજશ્રીએ અને સામ નેકસાતખાને કહ્યું હતું કે બાળકોને ભણાવો, સંગઠન કરો અને જંગલ સહકારી મંડળી બનાવવા કહ્યું. દારૂ, માંસ છોડીને પ્રમાણિકપણે જીવવા કહ્યું. તા. ૧૬-૧-૫૮ : બોરીસાવર
કાવલાથી નીકળી બોરીસાવર આવ્યા. અંતર સાત માઈલ હશે. અમારો પ્રવાસ જંગલમાં થઈને ચાલતો હતો. સાગના અને બીજા અનેક જાતના ઊંચાં ઊંચાં વૃક્ષોની ઘટાઓ હતી. કેસુડાનાં ફૂલ અનેક જગ્યાએ રંગબેરંગી શોભા આપતાં હતાં. વચ્ચે પાણીનાં ઝરણાં ગેલ કરતાં વહી રહ્યાં હતાં. રાનીપરજનાં ઝૂંપડાં અને તેમનાં નાનાં નાનાં ખેતરો વચ્ચે આવતાં હતાં. હજી આ લોકોને ખેતી સરખી રીતે કરતાં આવડતી નથી. કેટલીક પરિસ્થિતિ પણ એવી છે કે તેમને વિકાસની તક મળતી નથી. અમારો નિવાસ આશ્રમમાં
૧૭૦
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #192
--------------------------------------------------------------------------
________________
હતો. આશ્રમ તોરણોથી અને કેસૂડાનાં ફૂલથી શણગાર્યો હતો. આ આશ્રમ શ્રીકાંત શેઠ ચલાવે છે. પછાત વર્ગ ખાતા તરફથી ચાલે છે.
બપોરે આજુબાજુના ખેડૂતોનું સંમેલન થયું હતું. તા. ૧૭ થી ૨૦-૧-૫૮ : બાવલી
બોરીસાવરથી નીકળી બાવલી આવ્યા. અંતર નવ માઈલ હશે. લાંબુ ચાલવાનું હોવાથી અમે જરા વહેલાં નીકળ્યાં હતાં. બે માઈલ ચાલ્યા પછી તાપી નદી હોડીમાં પાર કરી સામે કાંઠે આવ્યા હતા.
અમારો રસ્તો જંગલમાં થઈને જતો હતો. આખે રસ્તે વાંસનાં ક્રૂડ ને ઝૂંડ આવતાં હતાં.
અમારી મંડળી આવી. તેની સાથે સ્વાગત માટે જંગલ કામદારો સેંકડોની સંખ્યામાં બે માઈલ દૂર સુધી સામે આવ્યા હતા. કાર્યકરો પણ હતા. એક અનેરું દશ્ય ખડું થયું હતું. બે બાજુ લાઈનબંધ હાથમાં કુહાડા લઈને રાનીપરજ ઊભા હતા. ભજનમંડળીએ ઢોલક, તેમના જાતજાતના વાજિંત્રો અને પહેરવેશ બહુ સુંદર લાગતાં હતાં. મહારાજશ્રી આવ્યા એટલે મહાત્મા ગાંધીજીના જયના ભારે પોકારો થયા અને એકેએક કુહાડીઓ ઊંચી થઈ.
ચાલતાં ચાલતાં જયાં “જય” બોલાવીએ ત્યાં કુહાડીઓ ઊંચી કરીને “જે” બોલતા સરઘસાકારે સૌ નિવાસે આવ્યાં. અમારો નિવાસ જંગલમાં માડવી મંડળીના ફૂપે હતો.
બપોરના સાડા ત્રણથી ચાર જાહેરસભા થઈ હતી. તેમાં પ્રાર્થના બાદ પ્રથમ સામભાઈએ મહારાજશ્રીનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ શ્રી રામચંદ્ર ઉપાધ્યાયે જંગલ મંડલીઓનો હેવાલ આપ્યો હતો. ખેર સાહેબ સૌ પ્રથમ જંગલોનો કોન્ટ્રાક્ટ આપવાને બદલે જંગલ મંડળીઓને એ જંગલો ગણત્રીની રકમ ગણીને આપવા ઠરાવ્યું. પ્રથમ મુશ્કેલી ખૂબ પડી. કોન્ટ્રાક્ટરોની અનેકવિધ મુસીબત, અમલદારોની કનડગત વગેરે ચાલ્યું. પૂ. સંતબાલજીનું પ્રવચન : કાર્યકર ભાઈઓ, સહકારી વર્ગના ભાઈઓ અને રાનીપરજ ભાઈઓ.
તમે બધ આજે ઉત્સવ ઉજવો છો. તમે ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. આમ તો સૂરત જિલ્લામાં આવ્યા પછી કેટલીક વાતો જાણવામાં આવી છે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૭૧
Page #193
--------------------------------------------------------------------------
________________
તમારા મનની વાત પણ જાણવા ઈચ્છું છું. તમે મોટી સંખ્યામાં આવ્યા છો. તમારામાં કેટલાક ખેડૂત હશે, ગણોતિયા હશે, કેટલાક મજૂર હશે. જંગલનું કામ તો અમુક વખત ચાલવાનું જ. પછી કયો ધંધો કરવો ?
તમે બધા શીર્ષાસનની વાત જાણતા હશો. તેમાં ઊંધા માથે, જે લોકો રમવા આવે છે તેઓ ઊંધે માથે ચાલે છે. તેવું સમાજનું આજે બન્યું છે. શીર્ષાસન થઈ ગયું છે. જે મહેનત કરે છે, શ્રમ કરે છે તે વર્ગનું સ્થાન નીચું છે. બુદ્ધિવાળાનું બેય ઠેકાણે વચમાં રહે છે પણ જેમની પાસે મૂડી છે પછી એ ગમે તે રીતે આવી હોય તેમનું સ્થાન ઊંચું રહે છે. મૂડીની સાથે શસ્ત્રો આવ્યા વગર રહેતાં નથી. મૂડી, શસ્ત્ર અને સત્તાનું જોડાણ ઝટ થઈ જાય છે. રામચંદ્રભાઈએ કહ્યું તેમ ખેર સાહેબને આ વિચાર એટલા માટે આવ્યો કે તેઓ ગાંધીજીના શિષ્ય હતા. તેમને આ શીર્ષાસન મટાડવું હતું. મૂડીને રહેવા જેમ હથિયાર જોઈએ તેમ મહેનતને રહેવા માટે શું જોઈએ ? એ તમારે વિચારી લેવું જોઈએ. જો નહિ વિચારો તો મૂડી મહેનતને ભરખી જશે. એ જ કોન્ટ્રાક્ટરો પાછા આવીને ઊભા રહેશે. મહેનતને રહેવાનું સ્થાન ધર્મ છે. ઈશ્વર નામમાં નથી રહેતા કામમાં રહે છે. તમારા કામમાં ધર્મને પરોવી લેશો તો બીજા બધાં પલ્લાં તમારાથી નીચાં જશે. એ ધર્મ કેવી રીતે લાવી શકાય ? મને નવાઈ લાગે છે. હું જયારે નાનો હતો, ત્યારે ભરૂચના લોકો અમારે ત્યાં આવતા. તેઓ વાતો કરતા કે લંગોટિયા લોકો આવે, મોટું લાકડું લઈ આવે. ચોરીને લઈ આવે અને કહે મીઠું આપો. એ મીઠાના બદલામાં લાકડું લઈ લેતા કોન્ટ્રાક્ટરને તો પૈસાનો પાર નહિ. તેમની સાથે અમલદારો જોડાઈ જતા. વાસંદા, ધરમપુર વગેરે વિભાગમાં જંગલો હતાં. તેઓ બધા મોજ કરતા અને તમો બધાં મહેનત મજૂરી કરતાં રહ્યા. લંગોટી પહેરતાં રહ્યાં પણ સ્વરાજય આવ્યા પછી ગાંધીજીના ચેલાએ તમને જગાડવાની આટલી મોટી શક્તિ ઊભી કરી આપી. હવે તમે પોતે જાગો. બધી વ્યવસ્થા તમે સંભારો તો જ તમારો ઉદ્ધાર થશે. તમે બધાં ભૂતથી ડરો છો, ડાકણને માનો છો, પણ કોઈ બે માણસો સાથે ભૂત જોયું નથી. એકલાને દેખી શકાય છે. બે મળે છે એનો અર્થ થયો સંગઠન કરવું. બે એકડાં ભેગા થાય તો અગિયાર થાય અને અલગ અલગ રહે તો એક જ થાય. ધર્મવૃત્તિથી એકઠા થાય. રામાયણમાં બે એકડા અગિયાર થયા. મહાભારતમાં બે એકડે મીંડું જોઈ શકાય છે. આમાંથી આપણે બોધ પણ લેવો જોઈએ. તમે જો આ વાત ધ્યાનમાં રાખશો તો તમારી ૧૭૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #194
--------------------------------------------------------------------------
________________
મંડળીઓ સારી ચાલશે. એ નહિ હોય તો લોકો સમજાવશે કે આ બધા કાર્યકરો તમારે પૈસે મોજ-શોખ કરે છે. મોટરોમાં ફરે છે. આમ જો તમે ભળ્યા તો તમારી મંડળીઓ તૂટી જશે. અને પેલા શ્રીમંતો આવી જશે. જે લોકો સેવા કરશે તેમને આગળનું સ્થાન મળશે. મકનજીબાબા તમારામાંના છે. તેઓ આ પ્રદેશમાં હોય ત્યાં સુધી વાહન વાપરતા નથી તેથી તેમની સારી છાપ પડે છે.
આ બાજુ લોકો ચા પીવે છે પણ દૂધ વગરની પીવે છે. કામદારો ઠંડીથી બચવા રાત્રે ધૂણી સળગાવીને બહાર ખુલ્લામાં સૂઈ રહે છે. બીજું કંઈ ઓઢવાનું હોતું નથી. કેટલાંક ઘાસના ઝૂપડામાં પણ રહે છે. અમારા નિવાસની ચારે બાજુ ડુંગરા અને જંગલો દેખાય છે. અમારા નિવાસને જંગલમાં મળતી વસ્તુઓથી સુશોભન કરવામાં આવ્યો હતો. ઘાસના ઝૂંપડાને લીંપી, ગૂંપીને સુવાક્યો લખ્યાં હતાં. શીમળાનાં ફૂલ અને પાંદડાંનાં તોરણો બાંધ્યા હતાં. લોકોએ ભારે સ્વાગત કર્યું. તેમનાં ભજન, તેમનાં જંગલી વાજિંત્રો એમના ઢબે વગાડતાં વગાડતાં સરઘસાકાર આવ્યા. કાથોડીયાનાં વાજિંત્ર જુદાં, વસાવવાના જુદાં, ગામીતનાં જુદાં. આમ અનેકવિધ મંડળીઓ ભેગી થઈ હતી. દરેક જંગલ મંડળીનાં બહેનો પણ આવ્યાં હતાં.
નિવાસે આવ્યા પછી સૌ સભાના રૂપમાં ગોઠવાઈ ગયા. ત્યાં મહારાજશ્રીએ કહ્યું કે તમને જોઈને આનંદ થાય છે. તમારું કામ ખોટી થયું તેનો મનમાં રંજ થાય પણ બીજી રીતે રસ પણ લૂંટી રહ્યા છો. આપણા દેશની પરંપરા છે કે કોઈ સાધુ સંત આવે તો આનંદ થાય છે. ગાંધીજીની જય બોલાવીએ છીએ તેનું કારણ એ છે કે તેમણે ઘણાં સારાં કાર્યો કર્યા. તમો યજ્ઞ કરી રહ્યા છો. એક રીતે તો આ યજ્ઞથી જ ઊકાઈની યોજના થઈ તે તમારે આભારી છે. દેશને અન્ન મળશે, પાણી મળશે, તેથી તેમને શ્રમનો આનંદ થશે. એથી તમારી ભક્તિ જાગશે. તેમ તમારી ભાવના આ કામ સાથે હશે તો સુખી થવાશે. તમારું કામ આ ચોપડામાં ભલે ના લખાય પણ ભગવાનના ચોપડે જરૂર લખાશે. તમારી ગરીબી કેમ દૂર થાય અને તે પણ પ્રેમથી, હિંસાનો કે લોહીનો માર્ગ આપણે જોઈતો નથી. બધાંએ સાથે મળીને ગરીબી દૂર કરવાની છે. ભાલ નળકાંઠામાં જે કામ ચાલે છે તેમાં ગામડાંઓ બધા સહકારથી કેમ જીવે, બધાનું કલ્યાણ કેમ થાય તે જ એક કલ્પના છે. તમારી જુદી જુદી મંડળીઓનાં બૉર્ડ જોયાં. તમે જે વાજું વગાડ્યું સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૭૩
Page #195
--------------------------------------------------------------------------
________________
તેથી બીજાને પાગલપણું લાગશે પણ તમને તો આનંદ આવે છે. આપણે સૌ સાથે મળીને જીવીએ અને આનંદ કરીએ એ પ્રભુ પ્રાર્થના !
રાત્રે પ્રાર્થના બાદ મહારાજશ્રીએ ટૂંકું પ્રવચન કર્યું હતું અને ત્યારબાદ રાનીપરજ મજૂરોએ ગામીત, કાથડી, વસાવા વગેરે જુદાં જુદાં નૃત્યોનો કાર્યક્રમ થયો હતો. તેમના દરેકના અલગ અલગ વાજિંત્રો હોય છે અને વાજિંત્રો સાથે તેમના હાથપગ, શરીરના તાલ પડતા હોય છે. આ તેમની સંસ્કૃતિ છે.
તા. ૧૯-૧-૫૮ :
આજે સવારના માંડવી કૂપથી બારડોલી કૂપે નિવાસ કર્યો. મજૂરોએ ભજનમંડળી સાથે સ્વાગતની તૈયારી કરી હતી પણ અમે કાર્યક્રમ બદલીને બીજે ગયા. મુકામે આવીને જુદી જુદી મંડળીઓના કૂપે જઈ આવ્યા. જંગલોનું કાર્ટિંગ અને સફાઈકામ જોયું.
અહીં જે લાકડાં કપાય છે તેમાં મોટે ભાગે સાગ હોય છે. તેમાંથી ઇમારતી લાકડું બને છે. ડાળાં પાંખડાંનાં કોલસા બને છે. બીજાં સાદડ અને અન્ય વૃક્ષો હોય છે. તે પણ ઉપયોગી થાય છે. કેટલાંક ઇમારતમાં તેમજ કોલસામાં કોઈમાંય કામ આવતાં નથી ફક્ત બળતણમાં કામ આવે તેવાં હોય છે. વૃક્ષ કાપ્યા પછી તેની લંબાઈ અને માપસર ટૂકડા કાપવામાં આવે છે. તેને છોલીને ગોળ, ચોરસ બનાવે છે. કેટલાંક વજનદાર ઝાડો પડતાંની સાથે થડમાંથી ફાટી જાય છે. ચીરો પડે છે, કેટલીક વાર આગળ સુધી એ ચીરો વધે છે. દરેક વૃક્ષ કપાયા પછી તેના ઉપર નંબર પાડવામાં આવે છે અને જે થડ જમીન ઉપર રહે છે તેના ઉપર પણ નંબર પાડવામાં આવે છે. જેથી કાંઈ ગેરરીતિ થવાનો સંભવ ન રહે. સરકાર તરફથી આ પ્રમાણે યોજના થયેલ છે.
આજે અમારો પ્રવાસ માંડવી કૂપથી બારડોલી કૂપે આવ્યો. સવા૨ની વેળામાં જંગલમાં ફરી, લાકડાં, કોલસા કટિંગ વગેરે જોયું. લાંબી મંડળીના કામદારો સમક્ષ પ્રવચન કર્યું. બપોરના પાછા આવ્યા. બપોરે ત્રણ વાગે રાની૫૨જ સેવા સભાની જનરલ સભા હતી. તેમાં જુગતરામભાઈએ પ્રવચન કર્યું.
૧૭૪
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
Page #196
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રી સંતબાલજી આપણા જિલ્લામાં પ્રવાસ કરી રહ્યા છે. આપણા પ્રશ્નોમાં રસ લીધો છે. દારૂનિષેધ માટે મઢી-વ્યારાના વેપારીઓ પાસે ગોળ બંધ કરાવ્યો છે. કૉંગ્રેસ કાર્યકરો રચનાત્મક કાર્યક્રમોમાં ભળે ત્યારે ખૂબ કામો એકબીજા અરસપરસ મળીને થાય તે માટે પ્રયત્ન કર્યો. તેવી જ રીતે પછાત વિભાગમાં રાનીપરજ કામો ચાલે છે તે જોવા પ્રયત્ન કર્યો. જંગલ મંડળીઓનાં કામ જોવા માટે ચાર દિવસ લઈને જંગલ વિસ્તારમાં ફર્યા. જ્યારે તેમણે ઊકાઈની વાત સાંભળી ત્યારે કાર્યક્રમમાં ફેરફાર કરીને પણ સમય આપ્યો છે તે ખુશીની વાત છે. તેમની પાસેથી થોડું જાણવા જેવું છે. તેઓ માને છે કે દરેક કામો ધર્મ-બુદ્ધિથી ચાલવાં જોઈએ. સ્વચ્છતા અને નીતિ મુખ્ય હોવાં જોઈએ. કામોમાં જરાય મેલ ના પેસવો જોઈએ. એ રીતે તેઓ ભલાઈનાં કામો કરે છે. શ્રમની સાથે ખેતીનો પણ વિચાર કરવો. ખેડૂતોએ પણ પોતાનાં સંગઠનો કરવા જોઈએ જેથી પોતે સુખી થાય. આર્થિક રીતે તો ખરું જ રાજદ્વારી રીતે પણ પોતાના અવાજનું વજન પડે તે માટે પણ સંગઠનની વાત કરે છે. તેઓએ આગળ પણ કહ્યું છે. તેમની વાતો સાંભળવા જેવી છે. તેમણે જે શ્રમ લીધો છે તે બદલ આનંદ વ્યક્ત કરું છું. ૫. સંતબાલજી :
તમને સૌને મળીને મારો સંતોષ વ્યક્ત કરું છું તે કારણ કે અહીં પહેલાં વેપારીઓ આવતા. મજૂરો અને શ્રીમંતો વચ્ચે મોટી બજાર હતી. માત્ર આર્થિક નહિ સામાજિક પણ હતી. સ્વરાજય આવ્યા પછી ખેર સાહેબે રાજયમાં રહીને આ નવો વિચાર મૂક્યો ત્યારે મને ખાત્રી થઈ. સમાજ વગર સમાજરચના એટલે સમાજ જે રીતે ચાલ્યો છે તેમાંથી નવું રૂપ સર્જવું એ કંઈ સહેલું નથી. એટલે જે વાત મૂકી એ તમે ઝીલી તેથી કામ શરૂ થયું.
રાત્રો પ્રાર્થના પછી મજૂરોએ જુદાં જુદાં નૃત્યોનું મનોરંજન કર્યું હતું.
આજે બપોરના ઘાટકોપરથી સ્થાનકવાસી સંઘના પ્રમુખ હરિભાઈ, મંત્રી બચુભાઈ અને સભ્ય ....ભાઈ તથા બચુભાઈનો મોટો દીકરો આવ્યા હતા. સોનગઢથી અહીં આવવા વહાણની સગવડ કરી હતી. તેઓ નદી ઓળંગી આવી ગયા. ચાતુર્માસ અંગે વાતો થઈ. નરભેરામભાઈ જે સંઘમાં સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૭પ
Page #197
--------------------------------------------------------------------------
________________
એકલા વિરોધી છે તેઓ અંગે વાતો થઈ. તેમને સંસ્થામાં હોદ્દો મળશે. એટલે વિરોધ શમી જશે એમ અમે કરીશું. મહારાજશ્રીએ તેમની ખોટી હઠને ટેકો નહિ આપવા કહ્યું. સાચી વાતમાં સહકાર લેવો. મહારાજશ્રી તુરત મુંબઈ આવે તેમ તેઓ ઇચ્છતા હતા પણ મહારાજશ્રીએ કહ્યું, ‘આજે ત્યાં જે વાતાવરણ છે તેમાં હું આવીશ તો પક્ષકાર બની જઈશ, તેમાંયે મને વાંધો નથી પણ મહારાષ્ટ્રમાં જવાનો મારો વિચાર છે, તે અધૂરો રહેશે અને સહેજે ત્યાં આવીશ તો એક ભૂમિકા સર્જાશે.’ તેમને વાત ગળે ઊતરી.
તા. ૨૦-૧-૫૮ :
આજે સવારે સાડા છ વાગ્યે બારડોલી કૂપથી પ્રવાસ કરી દોઢેક માઈલ દૂર ઝાંખરી કૂપે આવ્યાં. બરાબર તાપીને કિનારે જ આ કૂપ છે. મુખ્ય ઑફિસની આજુબાજુ મજૂરો માટેના રહેઠાણો છે. વચ્ચે ૨મતગમતનો ચોક છે ત્યાં પ્રવચન રાખ્યું હતું. બાથરૂમ, પેશાબઘર, જાજરૂ વગે૨ે વ્યવસ્થિત આશ્રમી ઢબનાં હતાં. જ્યાં જંગલ કટિંગ કરવાનું હોય ત્યાં તે મંડળીનો નિવાસ હોય છે. ગઈ કાલે ભાલ નળકાંઠામાંથી સહકારી મંડળના ૧૧ ભાઈઓ પર્યટને નીકળેલા. તેમણે આ બધું જંગલનું કામ જોયું અને આજે બપોરે ગયા. રતુભાઈ, કાનભાઈ, દેવસંગભાઈ વગેરે હતા. મુંબઈવાળા ભાઈઓ અમારી સાથે જ ઝાંખરી મંડળી સુધી આવ્યા અને પછી ગયા. અહીં નદી ઊંડાણમાં વહે છે. એક ખેડૂતે ભાઠામાં તમાકુ વાવી છે, સા૨ી થઈ છે. જંગલમાંથી એક ઝરણું પણ એ જગ્યાએથી આવતું હતું. અહીં વાંસ પુષ્કળ છે.
બપોરે ઝીણાભાઈ દરજી આવેલા. તેઓ મળીને સાંજે ગયા. રાત્રે ગિરીશભાઈએ મજૂરોને લંગડી વગેરે રમતો રમાડી. પછી સાત વાગે પ્રાર્થના રાખી હતી. ઘંટ વાગ્યો એટલે બધા મજૂરો પોતપોતાની સાદડી લઈને લાઈનબંધ બેસી ગયા. આદિવાસીઓ માટે આવું શિસ્તબદ્ધ બેસવાનું, સાંભળવાનું કદાચ પહેલું જ હશે. પ્રાર્થના પછી મહારાજશ્રીએ વ્યસનત્યાગ વિશે થોડું કહ્યું હતું. ત્યારબાદ ૧૨ મજૂર ભાઈઓએ જિંદગીભર દારૂ ન પીવાની પ્રતિજ્ઞા કરી હતી. નહિ ગાળવો, નહિ વેચવો એ પણ નક્કી કર્યું. વહેલી સવારે લીંબી સહકારી મંડળના કાર્યકરો અને કેટલાક મજૂરો પેટ્રોમેક્સ
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૭૬
Page #198
--------------------------------------------------------------------------
________________
સાથે ભજન મંડળી હામોનિયમ સાથે “દારૂએ ઊંધું માર્યું, દારૂડિયા...” અને બીજા ભજનો ગાતાં ગાતાં સવારની પ્રાર્થનામાં આવી ગયા. સામભાઈ, નારણભાઈ, પ્રબોધભાઈ, બંકુભાઈ વગેરે કાર્યકરો હતા. આ લોકોએ સંસ્કાર શિબિર ચલાવી હતી અને પરિણામે કેટલાંક ભાઈઓ દારૂ છોડવા તૈયાર થયા હતા. એ લોકો મહારાજશ્રી પાસે પ્રતિજ્ઞા લેવા આવ્યા હતા. ૧૮ જણાએ જિદગી સુધી દારૂ ન પીવા, ન વેચવા, ન ગાળવાની પ્રતિજ્ઞા કરી. તા. ૨૧-૧-૫૮ : કિલ્લે સોનગઢ (ફોર્ટ)
બાવલીથી અડધો માઈલ ચાલી તાપી કિનારે આવ્યા. મજૂરો બધા ભજન મંડળીઓ સાથે અમને વિદાય આપવા આવ્યા હતા. કાર્યકરો તો હતા જ. હેડી સામે કિનારેથી અમને જોઈને તુરત આવી. સામે કિનારે ઊકાઈના ભાઈબહેનો પણ ભજન મંડળી સાથે સ્વાગત માટે આવ્યા હતા. મજૂરોએ મહાત્મા ગાંધીજીની જય બોલાવી વિદાય લીધી. બધાં દોડતાં સ્થળે પહોંચી ગયાં. અમે હોડીમાં બેસી ગયા. નદી ઓળંગી સામે કિનારે આવ્યા. સોનગઢ તાલુકાની વસતિ ૬૨ હજાર છે. ૭૬ ટકા પછાત છે. સામભાઈના પ્રયત્નથી ગ્રામસેવા મંડળ સંસ્થા ઊભી થઈ. તેના પ્રયત્નથી લોકશાળાઓ શરૂ થઈ અને ત્યારબાદ સરકાર તરફથી ગુજરાતી શાળાઓ ૧૪૨ લગભગ ખોલાઈ છે. અંગ્રેજી હાઈસ્કૂલ અહીં છે. તાલુકો બહુ પછાત છે. હાઈસ્કૂલમાં ૧૦૦ વિદ્યાર્થીઓ છે. માસિક ૯૦૦ ખર્ચ છે. ૨૦૦ ફંડના આપે છે. ૩૩ ટકા ગ્રાન્ટ સરકાર આપે છે. બાકીના પ્રજામાંથી ઊભા કરવા પડે છે.
સામે કિનારે ઊકાઈ ગામ છે. એના નામ પરથી જ ઊકાઈ યોજના નામ પડ્યું છે. એ ગામના લોકો બહેનો વગેરે ઢોલ સાથે સ્વાગત માટે આવ્યા હતા. હોડીના ખલાસીઓએ મહારાજશ્રીને વંદન કરી આશીર્વાદ આપવા વિનંતી કરી. મહારાજશ્રીએ કહ્યું “તમારે દારૂ ન પીવો' તો કહે, બાપજી, ટાઢમાં રહેવું એટલે પીવો પડે. થોડે થોડે છોડીશું.” પછી ભજનો ગાતાં અમે આગળ ચાલ્યા. ત્યાં ઊકાઈના ડે. એન્જિનિયર અને અને બીજા કાર્યકરો સ્વાગત માટે આવ્યા. કહ્યું, યોજનાની જગ્યા અને વિગતો જોઈને જાઓ તો સારું. તેમની મોટરમાં અમારો સામાન મૂકી દીધો. યોજનાની સામેની જગ્યાએ એન્જિનિયરે બતાવ્યું કે સામે ઊંચા ડુંગરો છે. ત્યાં ધોળો
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૭૭
Page #199
--------------------------------------------------------------------------
________________
પટ્ટો દેખાય છે. ત્યાંથી બંધ નંખાશે. માટીનો બંધ થશે. ૧૫૦૦ ફૂટ પહોળો પાયો થશે. ઉપર ૩૦ ફૂટ રહેશે.
ઊકાઈ ગામના લોકોએ મહારાજશ્રીને વિનંતી કરી કે અમારી જમીન, મકાનો વગેરે પાણીમાં જશે તો અમને બદલામાં પૈસા નહિ પણ જમીન મળે તેવું કરશો એવી વિનંતી છે. મહારાજશ્રીએ એન્જિનિયરો અને કાર્યકરોને આ સંબંધમાં કાળજી રાખવા કહ્યું. આ લોકોને વાચા નથી તેમ પૈસા દારૂમાં વપરાઈ જાય એટલે જમીન મળે તે જરૂરી છે. આ માટે કાર્યકરોએ એક સંસ્થા બનાવી છે.
ત્યાંથી સડકે સડકે અમે સોનગઢ આવ્યા. ડામર રોડનું કામ ચાલુ છે. વચ્ચે યોજનાના મકાનો આવ્યાં. જંગલો છે તે કટિંગ થાય છે અને વચ્ચે રસ્તો બનાવ્યો છે. દૂર સુધી આવી શાળાનાં બાળકોએ સ્વાગત કર્યું. ત્યારબાદ ગામના પાદરે હાઈસ્કૂલના બાળકો અને બાલિકાઓએ ગાર્ડ ઑફ ઑનર આપ્યું. બૅન્ડે સલામી આપી. એક પારસી બહેને જૈન વિધિ પ્રમાણે પાટલાં ઉપર ચોખા, શ્રીફળ મૂકી મહારાજશ્રીનું સ્વાગત કર્યું. પછી સરઘસાકારે સૌ ગ્રામસેવા મંડળની ઑફિસે જયાં અમારો મુકામ હતો ત્યાં આવ્યા.
ખાનદેશથી બાલુભાઈ મહેતા અને રતિભાઈ અહીં મહારાજશ્રીને મળવા આવી ગયા. કેટલીક વાતો થઈ. બાલુભાઈ સાંજે ગયા. રતિભાઈ અમારી સાથે રહ્યા.
બપોરે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો સમક્ષ પ્રવચન રાખ્યું હતું. પ્રશ્નોત્તરી પણ થઈ હતી. રાત્રે જાહેરસભા થઈ હતી. તા. ૨૧-૧-૫૮ : ભાડભૂજ
સોનગઢથી નીકળી ભાડભૂજ આવ્યા. બાબુભાઈ અથવા બાલુભાઈ મહેતા પશ્ચિમ ખાનદેશના ગાંધી કહેવાય છે.
બહુ જ જૂના ગાંધીવાદી રચનાત્મક કાર્યકર છે, ત્યાગી છે અને હમણાં સંત વિનોબાજીની ગ્રામદાન પ્રવૃત્તિમાં સક્રિય રસ લઈ રહ્યા છે. અમારો પ્રવાસ કાર્યક્રમ તેઓ સાથે મળીને ગોઠવાયો હતો. સુરત જિલ્લાના કાર્યકરોએ મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ સુધી આવી ભાવભીની વિદાય આપી હતી.
૧૭૮
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #200
--------------------------------------------------------------------------
________________
ખાનદેશ જિલ્લાનું પ્રથમ ગામ ભડભૂંજા આવ્યું. બધી વસ્તી આદિવાસીઓની છે. એ ભાઈઓએ મહારાજશ્રીનું ભજન મંડળી સાથે હાર્દિક સ્વાગત કર્યું. એ લોકો મહારાજશ્રીના ચરણોમાં માથું મૂકીને વંદન કરતા હતા. સંતો પ્રત્યે આદર દર્શાવતી આ સંસ્કૃતિ ઊંડા જંગલોમાં પણ ભરી પડી છે. અમારા નિવાસ આગળ સુંદર મંડપ તૈયાર કર્યો છે. બપો૨ના જાહેરસભા રાખી હતી. તેમાં આદિવાસી ભાઈ-બહેનોએ અને આજુબાજુની શાળાનાં બાળકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શાળાઓમાં આ બાજુ મરાઠી ભાષામાં શિક્ષણ અપાય છે. જોકે આદિવાસીઓની બોલી જુદી હોય છે. સભામાં પ્રથમ આદિવાસી ભાઈઓના કયા-કયા પ્રશ્નો હોય છે, કઈ સગવડો છે તેની ચર્ચા થઈ હતી. ત્યારબાદ મહારાજશ્રીએ જે પ્રવચન કર્યું તેનો નવાપુરના અગ્રણી વેપારી અને કાર્યકર (જે અમારી સાથે પ્રવાસમાં હતાં તેમણે) અને આ વિભાગના આદિવાસી કૉંગ્રેસી ધારાસભ્ય ભીલી ભાષામાં તરજૂમો કરી બતાવ્યો હતો.
ભડભૂંજાથી નવાપુર આવ્યા. નવાપુરના નાગરિકો તથા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. નવાપુર તાલુકાનું ગામ છે, વેપારનું મથક છે. અહીં આવીએ એટલે લાગે કે અમે ગુજરાતમાં જ વસીએ છીએ. ભાષા ગુજરાતી છે. મુંબઈના ત્રણ રાજ્યો થાય તો આ તાલુકાની પ્રજાએ પોતાને ગુજરાત સાથે જોડી દેવાની માગણી કરી હતી.
અહીંના બે દિવસના નિવાસ દરમ્યાન ભરચક કાર્યક્રમ રહ્યો. બપોરે વેપારીની સભા રાખી હતી. તેમાં અનેક પ્રશ્નોની ચર્ચા થઈ. તેમાં મહારાજશ્રીએ મઢીના વેપારીનો દાખલો આપી અહીંના વેપારીઓ પણ દારૂ માટેનો ગોળ ન વેચે તેવી વિનંતી કરી, જે વેપારીઓએ સહર્ષ સ્વીકારી અને એવો ગોળ નહીં વેચવાનો ઠરાવ કર્યો.
રાત્રે જાહેરસભામાં બહુ મોટી મેદની જામી હતી. મહારાજશ્રીએ જણાવ્યું કે ભારતની સંસ્કૃતિ ‘આત્મવત્ સર્વ ભૂતેષુ'ની રહી છે. આપણે માનવજાતને જ નહીં પણ પ્રાણીમાત્રને પોતાના માન્યાં છે. તેમ છતાં આજે જુદાઈ દેખાઈ રહી છે. તેનાં કારણો આપણે તપાસવાં જોઈએ. ભજકલદાર અને ભજસત્તાકમ્નો રોગ આના મૂળમાં છે. એ રોગને ધર્મ જ દૂર કરી શકશે. મહારાષ્ટ્ર અને ગુજરાત એક ભારતનાં અંગ છે. તેમાં વસતી પ્રજા એક પિતાનો પરિવાર છે. એકમાં વીરતા છે તો બીજામાં દીર્ઘદષ્ટિવાળી સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૭૯
Page #201
--------------------------------------------------------------------------
________________
વિચાર કરવો કે પછી નિદા, કુટેવોને કાઢી નાખવી અને ગહન સુટેવોને ગ્રહણ કરવી. એક શેઠ પોતાની એક દીકરી માટે કાયમ ચિંતા કર્યા કરે. દીકરીને ક્યાં પરણાવીશું ? શું થશે ? શેઠાણી ઘણું સમજાવે પણ નિરાંત થાય જ નહિ. એક દિવસ શેઠાણીએ યુક્તિ કરી. તેને ઝેર પીવાનો ઢોંગ કયો. શેઠ કહે, પણ શું છે ? તો કહે, મને એક જયોતિષીએ કહ્યું કે તમને સાત દીકરીઓ થશે એટલે ચૌદ સુવાવડો થશે. હું કેવી રીતે જીવી શકે ? એ બધાંને કેવી રીતે પાળી શકું ? ખાવાનું, પીવાનું, નવડાવવાનું - હું તો થાકી જાઉં. હવે મારે જીવીને શું કરવું છે ? શેઠ કહે : એ ખોટી વાત છે. એવું તો કંઈ બનતું હશે ? અને બને તોય આજથી શાની ચિંતા કરે છે ? તો તમે આ એક નાની છોકરી છે તેની આટલી બધી ચિંતા કરો છો તે ? શેઠ સમજી ગયા. હવે નહીં કરું. તા. ૧૨ થી ૧૫-૬-૫૮ : અંધેરી
ચાંદીવલી ફાર્મથી વિહાર કરી આજે અંધેરી આવ્યા. નિવાસ દામોદરદાસ કરસનદાસને બંગલે રાખ્યો. અંતર ત્રણ માઈલ હશે. ઠેકાણું બજાજ રોડ, બ્રાહ્મણપુરી નાકે, રાજસ્થાન સોસાયટી, બસ સ્ટેન્ડ અને પોસ્ટ ઑફિસ પાસે. દામોદરભાઈ ધોળકા પાસે ત્રાંસદના વતની છે. રંભાબહેનનું પ્રેમપૂર્વકનું આમંત્રણ હોવાથી અને અંધેરીના સંઘના આગેવાનોના આગ્રહથી ચાર દિવસનો કાર્યક્રમ ગોઠવ્યો. સવારે જ ખાદીભવનવાળા જેરાજાણીકાકા અને કાર્યકરો મહારાજશ્રીને મળવા આવ્યા. તેમણે ખાદીના વેચાણના આંકડા આપ્યા. ભવનોની સ્થિતિનો ખ્યાલ આપ્યો. દિલ્હી, કલકત્તા, મુંબઈ, મદ્રાસ ભવનો સુધાર્યા છે. ખાદીવેચાણની કળાની કેટલીક વિગતો પણ તેમણે કહી. રાષ્ટ્રપતિની મદદ સારી છે. લશ્કરી અધિકારીઓ, પરદેશીઓ બીજે ખાદી વાપરે છે. એમનાથી પ્રચાર થાય છે. પ્રદર્શનો પાછળ ૧૫ થી ૨૦ લાખ રૂપિયા ખર્ચ કરે છે. પછી તેમણે વિનોબાજીને આપ મળ્યા કેમ નહિ? ને મહારાષ્ટ્રના અનુભવો વિશે પૂછ્યું. મહારાજશ્રીએ એના ખુલાસાવાર જવાબો આપ્યા. બહુ પ્રેમથી છૂટા પડ્યા. ત્યારબાદ વિલે પાલથી જાણીતાં સેવિકા મણિબહેન નાણાવટી અને એમનાં બહેન આવ્યાં હતાં. તેમણે કોંગ્રેસીઓની ત્રુટિઓ અને સરકારની ઢીલાશ અંગે કેટલીક વાતો કરી.
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૨૦૫
Page #202
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૬-૫૮ :
આજે બપોરે આગેવાન સહકાર્યકરોની મિટિંગ દોઢથી ત્રણ વાગ્યા સુધી રાખી હતી. તેમાં ભાલના પ્રયોગો, શુદ્ધિપ્રયોગો અને અહિંસક સમાજરચનામાં બહેનોનું સ્થાન એ વિશે ઘણી સારી ચર્ચાઓ થઈ હતી. ચાંદીવલીથી અમૃતલાલ શેઠનાં પત્ની વગેરે દર્શને આવ્યાં હતાં. સાંજે મુંબઈ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કે. કે. શાહ મળવા આવ્યા હતા. તેમણે મુંબઈની કૉંગ્રેસની સ્થિતિ અને દ્વિભાષી વિશે વાતો કરી હતી. વાતો ચાલતી હતી તેવામાં ચિઠ્ઠી આવી કે શ્રી મેનનનું પ્લેન ઊતરી રહ્યું છે એથી તેઓ ફરી મળવાનું કહીને ગયા.
ચૈતન્ય કરીને એક વૃદ્ધ ભાઈ ગઈકાલે મળવા આવ્યા હતા. બપોર પછી તેઓ પૂ. નાનચંદ્રજી મહારાજને મળવા ગયા હતા. રાત રોકાઈને બીજે દિવસે પાછા આવ્યા અને ભાલ નળકાંઠાની પ્રવૃત્તિઓ વિશે ઘણી વાતો સાંભળી. તેઓ પહેલાં જૈન સાધુ હતા. ઘણા હોશિયાર અને કર્મયોગી હતા. એટલે સેવા કરવાની ભાવના ઘણી. જૈનોને આ કેમ ગમે ? એટલે સાધુ વેશ છોડીને આ કામ કરવા માંડ્યું. પણ પૈસા માટે સટ્ટાનો ધંધો પણ કર્યો હતો. સાત્વિક વૃત્તિના છે. હમણાં વિનોબાજીના વિચાર પ્રમાણે રહે છે. બનારસ પાસે એક આશ્રમમાં રહે છે. તેમની સાથે એક બ્રહ્મચારી સેવક છે. વિનોબાજીએ તેમને જિલ્લાના ભૂદાન કાર્યકર નીમ્યા છે. તા. ૧૪-૬-૫૮ :
આજે બ્રહ્મપુરીથી વિહાર કરી અંધેરી સ્ટેશન પાસેની જૂની રેશનિંગ ઑફિસમાં આવ્યા. અંતર બે માઈલ હશે. દામોદરભાઈનું બધું કુટુંબ સાથે આવ્યું હતું. રસ્તામાં કોંગ્રેસ મંડળ સમિતિ અને બીજાં જૈન-જૈનેતર ભાઈબહેનો સ્વાગત માટે આવ્યાં હતાં. તે મળ્યાં અને સાથે જ આવ્યાં. નિવાસે આવ્યા પછી મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું હતું.
મહાત્મા ગાંધીના પુત્ર શ્રી મણિલાલ ગાંધીનાં પત્ની શ્રી સુશીલાબહેન, તેમના પુત્ર અને પુત્રવધૂ, કિશોરલાલ મશરૂવાળાનાં પત્ની શ્રી ગોમતીબહેન મહારાજશ્રીને મળવા આવ્યાં હતાં. સુશીલાબહેન આફ્રિકા રહે છે અને મણિલાલ ગાંધીના મૃત્યુ પછી ‘ઇન્ડિયન ઓપિનિયન' છાપું અને બીજી પ્રવૃત્તિઓ ચલાવે છે. તેમના દીકરાના લગ્ન હોવાથી દેશમાં આવ્યાં છે. ૨૦૬
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું
Page #203
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રીયન બાઈ સાથે લગ્ન થયાં છે. બાઈને દક્ષિણ આફ્રિકામાં પ્રવેશવાની પરમીટ નથી મળતી એટલે હમણાં બંને દંપતી ભારતમાં જ રહેશે. સુશીલાબહેન પૂના, દિલ્હી, આગ્રા વગેરે થઈ મુંબઈ આવશે અને આફ્રિકા જતાં પહેલાં મહારાજશ્રીને મળી જશે. પત્રવ્યવહારથી તો તેમનો પરિચય મહારાજશ્રી સાથે છે જ. મહારાજશ્રીએ દંપતીને હસતાં હસતાં કહ્યું દ્વિભાષી રાખજો. મતલબ કે બંને એકબીજાની ભાષા શીખી લેજો . વગેરે કહ્યું હતું. તા. ૧૫-૬-૫૮ :
આજે સવારે પ્રથમ વૈકુંઠભાઈ મહેતાના ઘરની મુલાકાત લીધી હતી. વૈકુંઠભાઈ તબિયતને કારણે હવાફેર માટે ગયા છે, પણ તેમના પુત્ર અને પુત્રવધૂએ આવકાર આપ્યો. અમેરિકાના એલચી શ્રી ગગનવિહારી મહેતા તેમના ભાઈ થાય.
આજે આઠ વાગે માધવદાસ અમરસી હાઈસ્કૂલમાં મહારાજશ્રીનું જાહેર પ્રવચન રાખ્યું હતું. મુખ્ય મહેમાન સ્થાનિક સ્વરાજય ખાતાના મંત્રી શ્રી માણેકલાલ શાહ હતા. પ્રથમ બાળાઓનાં ગીત બાદ મહિલા મંડળના પ્રમુખ કુમારી સુભદ્રાબહેને પ્રાસંગિક કૌવ બાદ સ્થાનકવાસી જૈન સંઘના સેક્રેટરી શ્રી રૂપચંદભાઈએ મહારાજનો પરિચય આપ્યો હતો.
ત્યારબાદ મહારાજશ્રીએ જણાવ્યું હતું કે :
બાવીસ વર્ષે મુંબઈ આવવાનું થયું છે. આજનું પ્રવચન માત્ર સાંભળવા ખાતર નહીં પણ સમજવા માટે આપ સૌ આવ્યા છો. હજારો વર્ષ થયાં ભારતની એ ભાવના છે અને તે અહિંસાની. એ અહિંસા આખા વિશ્વને માર્ગદર્શન આપી શકે છે.
જ્યાં હિટલર પાકે છે ત્યાં સાથે ગાંધી પણ પાકે છે. એ કુદરતી બલિહારી છે. આપણે ઘણી વાર આપણી આસપાસનાં દૃશ્યો જો ઈ શકતા નથી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કામ કર્યું ત્યારે આપણા વડલા જેવા ગાંધીજીને ભારતમાં ગોખલેજી ખેંચી લાવ્યા. હું આ દૃષ્ટાંત એટલા માટે આપું છું કે માનવજીવનમાં અહિંસા જે કામ કરી રહી છે તે સમાજજીવનમાં કેટલી ઉપયોગી થાય છે ! તેટલા માટે હજારો વર્ષની સંસ્કૃતિ છે. ત્યારે જ મહાપુરુષ પાકી શકે છે. રામચંદ્રજીનું જીવન સૌ કોઈ જાણે છે. ગાંધીજી મરતાં મરતાં પણ “હે રામ બોલે છે. ધર્મનાં કર્મકાંડ ભિન્ન હોઈ શકે પણ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૨૦૭
Page #204
--------------------------------------------------------------------------
________________
ધર્મનાં તત્ત્વો ભિન્ન હોઈ શકે નહિ. ભાલ નળકાંઠામાં જે પ્રયોગ થાય છે તે આ દૃષ્ટિએ. ધર્મનાં ત્રણ લક્ષણ અનુક્રમે છે - દુર્ગતિમાં પડતાં રોકી રાખે તેનું નામ ધર્મ. માણસ ઊંચે જવા મથતો હોય છે પણ રાગ, દ્વેષ, માનમાયાનો હૂક તેને પકડી રાખે છે. તેમાંથી મુક્ત કરાવે તેનું નામ ધર્મ. મનુષ્ય પ્રથમથી એકલવાયું જીવન જીવવા ટેવાયેલો હતો. અહિંથી ઘેરાયેલો “હું દુનિયાનો શહેનશાહ છું. એવી તેની મસ્તી હોય છે. પણ મનુષ્ય જ્યારે પરણે છે ત્યારે તેની જવાબદારી વધે છે. સામાજિક જીવન શરૂ થાય છે. એની સાધનાનો ઉપયોગ ત્યાં કરવાનો હોય છે. ધર્મ પામેલા માણસનું સામાજિક જીવન બંધનકારક લાગતું નથી. માબાપને બાળકોનો બોજો લાગતો નથી. ભિન્ન ભિન્ન વિચાર હોવા છતાં એકતાથી વર્તે છે. જેવો વ્યક્તિનો વિચાર છે તેવો સમાજનો અને વિશ્વનો વિચાર છે. હમણાં બહેનો પંચશીલનું ગાન ગાઈ ગયાં પણ આપણે એ વિશે જાણીએ છીએ ખરાં ? ઘરમાં પંચશીલ છે ? પતિ અને પત્નીના વિચારોમાં સામ્ય છે? એકબીજામાં શંકા-કુશંકા નથી ? રશિયા, અમેરિકા પણ એકબીજાની સામે શંકાથી જીવે છે. એથી કોઈ પ્રશ્ન પતતો નથી. વિશ્વાસ રાખવો જ રહ્યો. તા. ૧૬-૬-૫૮ : ગોરેગાંવ
અંધેરીથી ગોરેગાંવ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો શાંતિલાલ ચંદુલાલ દેસાઈને ત્યાં ૧૦૧ ઘોડબંદર રોડ, રામલાલ ફેક્ટરી સામે રાખ્યો હતો.
મહારાજશ્રીની સાથે પહેલાં શાંતિભાઈ ભાવસાર રહેતા હતા. તેમના દીકરા અહીં રહે છે. તેમના અતિઆગ્રહથી આવતી વખતે તેમના ઘેર જઈ આવ્યા હતા. તા. ૧૭, ૧૮, ૧૯-૬-૫૮ : પૂર્વ મલાડ
ગોરેગાંવથી મલાડ આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો મોહન ભવન, દફતરી રોડ ઉપર રાખ્યો હતો. રતિભાઈ સરખેજી અને બીજા બે ભાઈઓ ગોરેગાંવથી આવી ગયા હતા. પાદરમાં ભાઈ-બહેનોએ સ્વાગત કર્યું. મુકામ ઉપર આવી મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું હતું. ઘણાં પરિચિત, અપરિચિત ભાઈ-બહેનો આવ્યા હતા. આખો દિવસ મુલાકાતીઓની લંગાર ચાલુ જ રહી હતી. બાલંભા, મોરબી અને સૌરાષ્ટ્રના ઘણા ભાઈ-બહેનો આવ્યાં હતાં. ખૂબ ભક્તિભાવથી વંદના કરતાં હતાં. અહીંના સંઘમાં બે પક્ષ જેવું છે. ૨૦૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #205
--------------------------------------------------------------------------
________________
અહીં ચોમાસું કરવાવાળા સાધુ નાનાલાલજી મહારાજ ગઈકાલે ગોરેગાંવ મહારાજને મળવા આવ્યા હતા. તેમણે ઉપાશ્રયમાં ઊતરો એમ કહ્યું. મહારાજે કહ્યું : તમારે વિશે આર્થિક બાબતોની વાતો આવે છે. માતાજી નિમિત્તે પૈસા ભેગા કરો છો તો એનો ખુલાસો થઈ જવો જોઈએ. સાધુ સંસ્થા પવિત્ર સંસ્થા છે. તેમાં સડો પેસવો ન જોઈએ. મહારાજશ્રીએ તેમને નાનાલાલભાઈ કહ્યા એટલે તેમણે કહ્યું નાનાલાલભાઈ નહિ નાનાલાલ મહારાજ કહો. પછી તો તેમનો ગુસ્સો વધ્યો. મહારાજશ્રી વાંસે હાથ ફેરવતા રહ્યા. આ ભાઈ બોલતા રહ્યા. “પૈસા ઊઘરાવું છું, ઉઘરાવું છું અને ઉઘરાવું છું. તમારી પાસે આવું ત્યારે ના પાડજો. બીજાના ન્યાયાધીશ થવા નીકળ્યા છો. તો તમારા જ ન્યાયાધીશ બનો. સર્વથા સૌ સુખી થાઓ બોલો છો એમાં તો બધાનું સુખ આવી જાય છે. તમે કોઈની વાત સાંભળીને ન્યાયાધીશ બની જાવ છો.'
મહારાજે કહ્યું : બીજો સવાલ નથી. જો વાત સાચી હોય તો આપણે ખુલાસો કરવો જોઈએ એટલું જ કહું છું. પણ તેઓ તો ગરમ થઈને એકતરફી જ બોલ્ય રાખતા હતા. બીજી વાત સાંભળતા નહીં અને આમ એક સંસારી પણ આ રીતે ના બોલી શકે તેવું બોલીને ચાલ્યા ગયા. મહારાજશ્રીને લાગ્યું કે મારા વચનથી સાધુને – સામી વ્યક્તિને - ક્રોધ થયો, એટલી મારી કચાશ ગણાય એટલે સાંજનું ભોજન છોડી પ્રાયશ્ચિત્ત કર્યું.
૧૯મીએ પૂ. નાનચંદ્રજી મહારાજ ગોરેગાંવથી અહીં પધાર્યા. ત્રણેય મુનિઓ સાથે થઈ ગયા એટલે અહીંથી બોરીવલી સાથે ચાતુર્માસ માટે જશે. રાત્રે મુનિશ્રી નાનચંદ્રજી મહારાજનું પ્રવચન સાધનામાં જ રાખ્યું હતું. તેમણે હરિજનો અને સ્ત્રીઓને પછાત રાખ્યાં છે. તેના પ્રત્યાઘાત વિશે અને તેમનું બહુમાન કરવા વિશે કહ્યું હતું. સંગઠન સિવાય આ જમાનામાં ચાલી શકે નહિ એટલે બધાએ સંગઠિત થવું જોઈએ. નાત-જાત મૂકી દેવી જોઈએ. ધર્મમાં બધાં જ સરખા છે એમ કહ્યું. તા. ૨૦-૬-૫૮ : બોરીવલી (પશ્ચિમ)
મલાડથી પ્રવાસ કરી બોરીવલી આવ્યા. અંતર બે માઈલ હશે. આજે ૫-૧૫ મિનિટે પ્રાર્થના કરી. પૂ. મોટા ગુરુદેવનો આજે સાડા સાત વાગ્યે બોરીવલીમાં ચાતુમાસ પ્રવેશ હતો. પોણા છ વાગ્યે નીકળ્યા. વચ્ચે એક ઠેકાણે રોકાવાનું હતું પણ આખે રસ્તે ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ રહ્યો સાધુતાની પગદંડી : પુસ્તક – છડું
૨૦૯
Page #206
--------------------------------------------------------------------------
________________
એટલે સીધા અહીં આવ્યા. ગુરુદેવ ડોળીમાં હતા. સામાન અંબુભાઈ જીપમાં લાવ્યા હતા. કોરા કેન્દ્ર આગળ બોરીવલીવાસીઓએ સ્વાગત કર્યું. ત્યાંથી સૂત્રો બોલાવતાં બોલાવતાં મુકામે આવ્યા.
ઉપાશ્રયનું મકાન અને તેનું કંપાઉન્ડ વિશાળ છે. એક ભાઈનો બંગલો સરકારે પોતાના ઉપયોગ માટે લઈ લીધેલો. તે ખાલી કરતા જ નહોતા એટલે કંટાળીને વેચી નાખ્યો. ૬૫ હજારમાં સંઘે લીધો પછી પ્રધાનોને મળી ખાલી કરાવ્યો. સારી સગવડવાળું અને એકાંત સ્થાન છે.
રાત્રે પ્રાર્થના બાદ, સંતબાલજીએ શુદ્ધિપ્રયોગની પૂર્વભૂમિકા વિશે કહ્યું હતું. બહેનો પણ ભાગ લઈ શકે તેટલા માટે પ્રાર્થના પ્રવચન ઉપાશ્રયમાં નીચેની ઓસરીમાં રાખ્યું હતું. બહેનો-ભાઈઓ સરખાં જ આવ્યા હતા.
બપોરે સવા બે વાગ્યે વિહાર કરી અમે કોરા કેન્દ્રમાં આવ્યા. સંસ્થાના મુખ્ય વ્યવસ્થાપક પ્રાણલાલ કાપડિયા અને માર્કડભાઈ ઠેઠ ઉપાશ્રય લેવા આવ્યા હતા. બોરીવલીનાં ઘણા ભાઈ-બહેનો પણ સાથે આવ્યાં હતાં. પ્રાણલાલભાઈએ સાથે ફરીને બધું બતાવ્યું. શબાલય જોયું, જયાં મરેલાં ઢોરને ચીરવામાં આવે છે. સૂગવાળા ભાઈ-બહેનો આવ્યા નહોતાં. ગામડામાં મરેલા ઢોરને ઢસડીને લાવવામાં આવે છે, તેથી ચામડું બગડે છે. આ લોકો ઉપાડીને લાવે છે. માંસને ભઠ્ઠીમાં નાખે છે એટલે હાડકાં જુદાં પડે છે. માંસ ગૅસપ્લાન્ટમાં નાખે છે. એમાંથી સંસ્થાને બત્તી મળે છે. ચૂલા ચાલે છે અને ભઠ્ઠી ચાલે છે. હાડકાંનું ખાતર થાય છે. સવા રૂપિયે મણ વેચાય છે. એ હાડકાંને વધુ શુદ્ધ કરવામાં આવે તો બાર આને શેર. ઢોરનું દૂધ વધારવા કામમાં આવે છે. એના કાનના વાળનું રંગવાનું બ્રશ બને છે. શીંગડાં અને ખરીમાંથી કંઈક ચીજ બને છે – સરસ બને છે. માંસનું ખાતર બને છે. ગૅસપ્લાન્ટના કચરાનું પાણી ખેતરમાં જાય છે. પેરાઘાસ એકરે એક લાખ રતલ સુધી પહોંચ્યું છે. આજે કૉલોનીવાળા ઢોર આપે છે. શબનો બધો માલ વેચતાં ૨૫૦ રૂપિયા સુધી ઊપજ થાય છે. આખા કેન્દ્રમાં ગેસથી બત્તીઓ, ચૂલા થાય છે. તા. ૨૪-૬-૫૮ : જોગેશ્વરી
કાંદીવલીથી જોગેશ્વરી આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો કંચનલાલ વ્રજલાલને બંગલે માણેકભુવનમાં રાખ્યો હતો.
૨૧૦
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #207
--------------------------------------------------------------------------
________________
તા. ૨૫-૬-૫૮ : વિલે પારલા
જોગેશ્વરીથી નીકળી વિલે પારલા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો સાધના આશ્રમમાં રાખ્યો હતો. તા. ૨૬-૬-૫૮ :
સવારે સવા આઠ વાગ્યે જાહેરસભા થઈ હતી. બપોરે સાડા ત્રણ વાગે બહેનોની સભા રાખી હતી. રાત્રે પ્રાર્થના પછી ચર્ચા થઈ હતી. દિવસે ચંદુલાલ નાણાવટી ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાથે શિસ્ત માટે શુદ્ધિપ્રયોગ અંગે વાતો થઈ હતી. ત્યારબાદ બપોરે હાઈસ્કૂલની છોકરીઓ સાથે પણ વાર્તાલાપ યોજયો હતો.
ઘાટકોપર ચાતુર્માસ
૨૦ જુન થી ૨૭-૧૧-૫૮ તા. ૨૭-૬-૫૮ :
વિલે પારલાથી પ્રવાસ કરી ઘાટકોપર આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો નવા ઉપાશ્રયમાં રાખ્યો હતો. મણિબહેન નાણાવટી અને બીજી બહેનો તથા શાંતિભાઈ સાથે આવ્યા હતા.
ઘાટકોપર ચાતુર્માસનો ભવ્ય ઇતિહાસ છે. સને ૧૯૩૭માં નર્મદા કાંઠે રણાપુર મુનિશ્રી સંતબાલજી સાધના માટે સમૌન એકાંતવાસ રહ્યા તે દરમ્યાન તેઓશ્રીએ જે વાંચ્યું, વિચાર્યું, ચિંતન-મનન કર્યું તેના નિષ્કર્ષરૂપે પરંપરાથી ચાલ્યા આવતા રૂઢિગત નિયમોમાં તેઓશ્રીએ જે ફેરફારો કર્યા તેનાં કારણે સ્થાનકવાસી સમાજ ખળભળી ઊઠ્યો. પરિણામે સંપ્રદાયે તેમને સંઘાડા બહાર મૂક્યા. ગુરુ નાનચંદ્રજીએ શિષ્ય તરીકે સંતબાલજીને મુક્ત કર્યા - કરવા પડ્યા. ઉપાશ્રયોના દરવાજા મુનિશ્રી માટે બંધ થયા. જો કે પ્રવાસ વખતે ગામડામાં, કસ્બામાં અને શહેરોમાં પણ ઘણે ઠેકાણે તેઓશ્રીને ઉપાશ્રયમાં સ્થાન તો મળતું પણ જાહેર પરંપરાની રીતે ચાતુર્માસનું આમંત્રણ કોઈ સંઘ આપતો નહિ. મુંબઈ, ઘાટકોપરનો જૈન સંઘ ક્રાંતિકારી વિચારો ધરાવતો હતો. તેના કાર્યવાહકો જમાનાને પીછાણનારા અને હિંમતવાળા હતા. તેમણે વિચાર્યું કે મુનિશ્રી સંતબાલજી જેવા તેજસ્વી, જૈન ધર્મને ઉજાળનાર, યુવાનોને પ્રેરણા આપનાર, ચારિત્ર્યશીલ સંતનો લાભ પ્રજાને કેમ ન આપવો ? અને સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૨૧૧
Page #208
--------------------------------------------------------------------------
________________
સંઘે ઠરાવ કરી તેમને આમંત્રણ આપ્યું. મુનિશ્રી ભાલ નળકાંઠામાં જ પોતાની ધર્મપ્રવૃત્તિ કરતા હતા. પરંતુ શહેર અને ગામડાંના સમન્વયમાં માનતા હતા. શહેરનું બુદ્ધિધન અને ગામડાંનો શ્રમ એકબીજા સાથે જોડાય તો ધર્મમય સમાજરચનાનો પ્રયોગ પૂર્ણ કળાએ ખીલી ઉઠે. શહેરનું આમંત્રણ મળતાં સહેજે તેઓ એ સ્વીકારી ઘાટકોપર ચાતુર્માસ પધાર્યા.
ચાતુર્માસને એક મહિનાની વાર હતી એટલે અહીં ત્રણ દિવસ પૂ. નાનચંદ્રજી મહારાજ સાથે રહ્યા. પછી બધા મુનિઓ અમૃતલાલ શેઠના ચાંદીવલી ફાર્મમાં આવ્યા. અહીં પંદરેક દિવસ સાથે રોકાયા. બધાને બહુ સંતોષ થયો.
મુંબઈનાં પરાંનો પ્રવાસ કરી ચાતુર્માસ માટે પૂ. સંતબાલજી તા. ૨૭-૬-૫૮ના રોજ ઘાટકોપર પધાર્યા. કાન્તિભાઈની લવાદી પ્રમાણે અમારે નવા ઉપાશ્રયે જવાનું હતું પણ સંઘના ભાઈઓનો એવો ખ્યાલ હતો કે જૂના ઉપાશ્રયે લઈ જવામાં સૌની સંમતિ છે એટલે નવા ઉપાશ્રયે કોઈ જાતની તૈયારી કરી નહોતી. વાત એમ હતી કે મહારાજશ્રીને ચાતુર્માસ કરાવવા બાબત કારોબારીના જૂજ સભ્યોનો વિરોધ હતો. આગેવાનોને આની કોઈ દરકાર નહોતી કારણ કે દરેક પ્રશ્નમાં આમ તો બનતું જ હોય છે પણ મહારાજશ્રીને આનો ખ્યાલ આવ્યો હતો અને પોતે તો એક પણ વ્યક્તિનો પ્રતિકાર વિરોધ હોય તે સ્થાનમાં નહીં ઊતરવું એવો આગ્રહ હતો. એટલે ચાતુર્માસ કરતાં પહેલાં સંઘને સમજાવ્યું પણ હતું પરંતુ સંઘ એમ કહેતો હતો કે સોમાં ચાર વ્યક્તિ માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કર્યા કરે તો તેને તાબે કેમ થવાય ? એમાં લોકશાહી ક્યાં રહી ? એ તો સરમુખત્યારશાહી કહેવાય. મહારાજશ્રીએ તેમને સમજાવ્યું કે વિરોધી પણ આપણો ભાઈ છે. તેને વિરોધ કરવાના કારણનું સમાધાન આપવું જોઈએ અને છતાં ના માને તો સમયની રાહ જોવી. જો તેને અવગણશું તો આજે એક વિરોધી છે, કાલે અનેક વધશે અને મને ઉપાશ્રયનો કોઈ મોહ નથી. ગમે તે જગ્યા પસંદ કરો. જ્યાં બધાં જ પ્રેમથી આવી શકે.
આ ઉપરથી સંઘે મિટિંગ બોલાવી. ચર્ચાવિચારણા કરી. સંઘે એક બીજો નવો વિશાળ ઉપાશ્રય તૈયાર કરાવ્યો હતો ત્યાં બહેનો ધર્મ-કરણી કરતાં હતાં. સંતબાલજીને આ નવા ઉપાશ્રયે ઉતારો આપવામાં કોઈનો વિરોધ ન હતો પણ તે જરા દૂર પડતો હતો. છેવટે સંઘે લવાદ નીમવાનું નક્કી કર્યું અને સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૨૧૨
Page #209
--------------------------------------------------------------------------
________________
લવાદ જે ફેંસલો આપે તે સ્થળે સંતબાલજીનો નિવાસ રહે. એમાં સંઘના સભ્યો સંમત થયા. લવાદ તરીકે સર્વોદય હૉસ્પિટલવાળા કાન્તિભાઈ શાહને સર્વાનુમતિથી નીમવામાં આવ્યા. તેમણે બંને પક્ષને સાંભળ્યાં. બધી બાજુનો વિચાર કરી નવા ઉપાશ્રયે ઉતારો આપવાનો ચુકાદો આપ્યો.
નવા ઉપાશ્રયે કોઈ તૈયારી કરી નહોતી. ખરી રીતે એ ભાઈઓએ સમજવું જોઈતું હતું કે સંઘનાં બધાં જ ભાઈઓએ સર્વાનુમતિથી પંચ નીમ્યાં અને તેઓ કહે તેમ કરવાનું છે એટલે તેમની સલાહ મુજબ નવા ઉપાશ્રયે જ ઊતરવાનું છે. તેમ છતાં તે સ્થાન જરા દૂર અને અગવડભર્યું લાગતું હોય તો સૌ ભાઈ-બહેનોએ એકત્ર થઈ આખા પ્રશ્નનો વિચાર કરી લવાદને સંમત કરી સ્થાન નક્કી કરવું જોઈએ અથવા બદલવું જોઈએ પણ સામાન્ય રીતે એવું બને છે કે આગેવાનો માને કે એમાં શું ? અમો કહીશું એમાં સૌ આવી જાય છે એટલે આગલે દિવસે મેં ટેલિફોનથી પ્રમુખશ્રીને આ સૈદ્ધાંતિક ખ્યાલ આપ્યો હતો. તેમણે કહ્યું, કાંતિભાઈને સંમત કરી લઈશું, વાંધો નહીં આવે પણ કાંતિભાઈને પૂછતાં તેમણે કહ્યું કે, ઘાટકોપરમાં જૈનોમાં સંપ સમાધાન રાખવા હોય તો જે ચુકાદો છે તે પ્રમાણે નવા ઉપાશ્રયમાં મહારાજશ્રીને ઉતારવા જોઈએ. આ રીતે મહારાજશ્રી નવા ઉપાશ્રયમાં ઊતર્યા પણ આથી તો લોકોનો કચવાટ ખૂબ વધી ગયો. ખાસ કરીને બહેનોને બહુ મુશ્કેલી હતી. તેમને આ ન ગમ્યું. બહેનોએ કહ્યું કે ચુકાદામાં લખ્યું છે કે સ્ત્રીઓને મુશ્કેલી ના પડે તે માટે સંતબાલજીને નવા ઉપાશ્રયમાં સ્થાન આપવું. બહેનોને નિમિત્ત બનાવ્યાં છે તો અમે જ કહીએ છીએ કે અમોને મુશ્કેલી નથી. અમે “પોષા' વગેરેની બીજે વ્યવસ્થા કરી લઈશું. સંતબાલજી જૂના ઉપાશ્રયમાં ઊતરે. અમને નવા ઉપાશ્રયમાં કોઈ બીક નથી. એટલું કહીને તેઓ અટક્યાં નહિ પણ સંઘને આવેદનપત્ર આપવા માટે સહીઓ લેવાનું શરૂ કર્યું. અઢીસો સહીઓ લઈ સંઘને આપી. ઉપવાસ કરવા પણ તૈયાર થયાં. મહારાજશ્રીએ સહુને સમજાવ્યાં કે આપણે ચુકાદાને માન આપવું જોઈએ. વળી વિરોધી વ્યક્તિનો હૃદયપલટો પ્રેમથી અને તપ-ત્યાગથી કરવો જોઈએ. યુવાન વર્ગ ગુસ્સામાં હતો કે કારોબારીને લવાદ કરવાનો અધિકાર ક્યાં છે ? જનરલ સભાને પૂછવું જોઈએ. લવાદે એકતરફી પગલું ભર્યું છે વગેરે કહ્યું. મહારાજશ્રીએ તેમને મીઠાશથી કહ્યું કે ચુકાદો બહુ સારો છે. મારી ક્રાંતિ દરેકને ન પણ ગમે એટલે દરેકને પોતાનો સ્વતંત્ર સાધુતાની પગદંડી પુસ્તક - છઠું
૨૧૩
Page #210
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાય હોઈ શકે. કાન્તિભાઈએ બધામાં સંપ રહે તે હેતુથી બહેનોનું નામ વાપર્યું છે. ખરી રીતે તેમણે સ્પષ્ટ વાત લખી હોત તો સારું હતું પણ આપણે અહિંસક રીતે મન પરિવર્તન કરવાનું છે.
બીજે દિવસે પ્રવચન પૂરું થયા પછી સંઘપતિએ બહેનોની અરજીની વાત કરી અને કહ્યું કે અમે જનરલ સભા બોલાવી છે. કાન્તિભાઈ મિટિંગમાં હાજર હતા. તેમણે પણ ખુલાસો કર્યો કે મેં બહેનોનો ઉલ્લેખ કર્યો છે તેમાં મારી ભૂલ છે. તે બદલ માફી માગું છું પણ મારો આશય ઘાટકોપર સંબંધમાં સંપ રહે તે જ હતો અને તેથી મહારાજશ્રી અહીં જ રહે અને બહેનો સહીઓ વગેરે કરીને આંદોલન ન જગાવે.
મહારાજશ્રીના મનમાં એમ હતું કે લવાદમાં લખ્યા પ્રમાણેના ભાવને વળગી રહેવું. તેમાં દિવસના જૂના ઉપાશ્રયે કાર્યક્રમ રાતના નવ વાગ્યા સુધી રાખે એમ જણાવેલું. વળી એમ કરવાથી સંપ પણ રહેતો હતો.
પણ વ્યક્તિગત અહમ તેમ કરવા દેતો નહોતો. મોટા ભાગના લોકોનું માનવું હતું કે કાં તો નવા ઉપાશ્રયે અને કાં તો જૂના ઉપાશ્રયે બધો જ કાર્યક્રમ કરવો. જેથી થોડા વિરોધીઓ છે તેમને ખ્યાલ આવે અને પોતાની વાત પણ સચવાઈ જાય.
૨-૭-૫૮ રાત્રે સંઘની જનરલ સભા મળી. તેમાં સંતબાલને જૂના ઉપાશ્રયે ઉતારવા, અમને નવા ઉપાશ્રયમાં ધર્મક્રિયાઓ કરવામાં વાંધો નથી. એ બાબતની ૨૦૨ બહેનોના આવેલા સહીવાળા પટા ઉપર વિચારણા થઈ. આ સભામાં કેવો વળાંક લેવો તે અંગે મહારાજશ્રીએ બે દિવસથી આગેવાનો સાથે ચર્ચા કરી હતી. એની પાછળનો મહારાજશ્રીનો ભાવ એ હતો કે ઘાટકોપર સંઘમાં સલાહ, સંપ જળવાઈ રહે અને વિરોધી વિચારવાળાઓને પણ પ્રેમથી તપ-ત્યાગના સાધનથી મતપરિવર્તન કરવાની ભૂમિકા ઊભી થાય. મહારાજશ્રીએ કહ્યું કે, કાન્તિભાઈનો ચુકાદો સુંદર છે. તેમાં જે લખાણ છે તે બંને પક્ષે માન્ય કર્યું છે અને એ લખાણ ઐતિહાસિક બનશે. સંતબાલે આટલી ક્રાન્તિ કરી હોવા છતાં સંતબાલને જૈન સાધુ માન્યા એટલું જ નહિ તેને ઉપાશ્રયમાં ઊતરવાનો અધિકાર છે એમ કહ્યું. લીંબડી સંપ્રદાય કે જૈન કૉન્ફરન્સને અહીંના આ પ્રશ્ન સાથે લાગતું-વળગતું નથી. ઘાટકોપર સંઘ એ રીતે સ્વતંત્ર છે. ક્રાંતિપ્રિય છે. આટલી બધી મોટી વાત હોવાથી ચુકાદો પાળવાથી ઘાટકોપર જ નહીં બીજા સંઘોને પણ માર્ગદર્શન મળશે. ૨૧૪
સાધુતાની પગદંડી : પુસ્તક - છ
Page #211
--------------------------------------------------------------------------
________________
ક્રાંતિપ્રિય સાધુઓ માટે સડક તૈયાર થશે તેમ છતાં બહેનોની અરજી આવી છે તો તેના ઉપર વિચાર જરૂર કરવો જોઈએ. તેમને ખુલાસો પણ કરવો, એવો ઠરાવ કરવો કે બધું સચવાઈ રહે અને તપ, ત્યાગ દ્વારા વિરોધીઓનું મન પરિવર્તન થાય.
આ બધું સમજાવ્યું હતું પણ સભા મળી ત્યાર પહેલાં તો કામ ઠીક ચાલ્યું પણ પછી કોઈ કારણસર ઉગ્રતા આવી ગઈ.
કેટલાક આગેવાનો પોણા અગિયાર વાગ્યે મહારાજશ્રી પાસે આવ્યા. મહારાજશ્રી ઊઠ્યા. તે ભાઈઓએ યું કે “અમારું અપમાન કર્યું.” આ વાતો સાંભળી મહારાજશ્રીને ખૂબ દુ:ખ થયું. તેઓશ્રીએ બે હાથ જોડી કહ્યું : મારા નિમિત્તે તમને દુઃખ થયું તે બદલ માફી માગું છું. ફરી ફરીને કાન્તિભાઈની માફી માગી. મિટિંગ તો ચાલુ હતી. તે ભાઈઓને બોલાવ્યા કે અમારામાંથી કોઈએ ત્યાં જવું એવો વિચાર આવી ગયો પણ છેવટે એમ વિચાર્યું કે સામા પક્ષને પણ સાંભળવો જોઈએ અને કાળ જવા દેવો. તા. ૩-૭-૫૮ :
આજે મહારાજશ્રીને મૌન હતું. ગઈ કાલે દૂષિત વાતાવરણ જમ્મુ તે બદલ ઉપવાસ કર્યો હતો. છોટુભાઈએ પણ ઉપવાસ કરેલો. સવારમાં જ સંઘ પ્રમુખ હરિભાઈ દોશી નવા ઉપાશ્રયે આવ્યા. છોટુભાઈ સાથે મહારાજશ્રી પાસે ઉપર ગયા. હરિભાઈએ ગળગળા થઈ જતાં કહ્યું : મહારાજશ્રી ! ગઈકાલે રાત્રે મને ઊંઘ આવી નથી. આમ તો હું બે મિનિટમાં જ ઊંઘી જાઉં છું પણ ક્રોધ આવી ગયો. બહુ ખરાબ થઈ ગયું. કાન્તિભાઈની માફી માગી આવું એમ થાય છે. એટલે પ્રથમ આપની સલાહ લેવા આવ્યો છું. આજે સાંજે મળવાનો છું ત્યારે માફી માગવી અને ખુલાસો કરી લેવો એમ વિચારું છું. જેથી વાતાવરણ સુધરી જાય. છોટુભાઈને લાગ્યું કે જે શુભ વિચાર આવ્યો છે તેને તરત અમલમાં મૂકવો, એમાં નુક્સાન નથી. દિવસે કોઈ ખોટાં ઘોડાં ન ગંઠાયા કરે એટલે તેઓ બન્ને તરત કાન્તિભાઈ પાસે ગયા. ત્યાં રાત્રે ૭-૩૦ વાગ્યે બન્ને પક્ષના મુખ્ય મુખ્ય ભાઈઓએ મહારાજશ્રી રૂબરૂ મળવું અને જે કંઈ બન્યું છે તેની દિલગીરી વ્યક્ત કરી સફાઈ કરી નાખવી એમ નક્કી થયું.
સાંજે પોતાની દીકરી બીમાર હોવાને કારણે કાન્તિભાઈ ના આવી શક્યા, પણ ચીમનભાઈ અને જગુભાઈ, હરિભાઈ દોશી, કેવળચંદભાઈ, સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૨૧૫
Page #212
--------------------------------------------------------------------------
________________
મંત્રી બચુભાઈ, શાંતિભાઈ ન્યાલચંદ શેઠ વગેરે મળ્યા. બંને પક્ષે પોતપોતાની ભૂલ બદલ માફી માગી. વાતાવરણ સાફ થઈ ગયું. તા. ૪-૭-૫૮ :
આજે સવારની સભા પછી સંધના ભાઈઓ મહારાજશ્રીને મળવા આવ્યા અને સલાહ પૂછી કે બહેનોની અરજી ઉપરથી આપને જૂના ઉપાશ્રયમાં લાવવા માટેનો સર્વાનુમતિએ ઠરાવ કર્યો છે. હવે એ ઠરાવ ટ્રસ્ટીઓ કે જે હાજર નહોતા તેમની અનુમતિ માટે મોકલીશું. ત્રણ દિવસમાં જવાબ ન આપે તો એક પત્ર ફરીથી લખી વિનંતી કરીશું અને છતાંય જવાબ નહિ આપે તો મહારાજશ્રી જૂના ઉપાશ્રયે પધારે તેમાં તમારી સંમતિ છે એમ માનીશું. આ વિધિ કર્યા પછી આપને વિનંતી કરીશું.
મહારાજશ્રીએ કહ્યું કે બરાબર છે. પછી તો તમારે મારી સામે સત્યાગ્રહ કરવો જોઈએ કે હું કેમ નથી જતો. બહેનો અનુમતિ લેવા જાય તો તેની નેતાગીરી કોઈ યોગ્ય વ્યક્તિએ લેવી અગર મહારાજશ્રીના માર્ગદર્શન નીચે પ્રયોગ ચાલવો જોઈએ એમ ચર્ચા થઈ. છોટુભાઈની સલાહ એવી હતી કે ઉપાશ્રયની અંદર જ ત્રણ ત્રણ ઉપવાસની સાંકળ બહેનો રચે. એક જ વ્યક્તિ વધુ ઉપવાસ કરે તો સામી વ્યક્તિ ઉપર ખોટું દબાણ આવવાનો ભય રહે છે. વગેરે વાતો કરી. તા. ૬-૭-૫૮ :
રાત્રે બાર વાગ્યા સુધી મહારાજશ્રી જાગ્યા. પ્રશ્ન એ હતો કે મુનિશ્રીના ઉતારા બાબત મતભેદ ઊભા થયેલા હતા. ૮૦૦ ઘરમાંથી ફક્ત ત્રણ જ માણસો વિરોધમાં હતા પણ મહારાજશ્રી એક પણ પ્રતિતીકાર વિરોધી હોય તો જવા તૈયાર નહોતા. સાથે સાથે બહુમતીને અન્યાય ન થાય તેની પણ કાળજી રાખે છે એટલે મુશ્કેલી રહે છે. યુવાન વર્ગ અને બહેનો અકળાયાં છે. વાતાવરણ બગડે નહિ એટલે કેટલાક આગેવાનો રતિલાલ બહેચરદાસ, છગનભાઈ, ન્યાલચંદભાઈ, કાંતિભાઈ વગેરે આગેવાનો એકત્ર થયા. કૂબ વાતો થઈ. છેવટે નક્કી થયું કે જેમનો વિરોધ છે તે ટ્રસ્ટીઓને મળવું. ન્યાલચંદભાઈ બહારગામ જવાના હતા. તેમણે આ કારણે ટિકિટ રદ કરાવી. તા. ૮-૭-૫૮ :
આજે બપોરે છગનભાઈ સાથે મહારાજશ્રી માણેકલાલ શેઠ કે જેઓ ટ્રસ્ટી છે અને વિરોધી વિચાર ધરાવે છે તેમને ત્યાં પધાર્યા. વિરોધી વિચારના ૨૧૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #213
--------------------------------------------------------------------------
________________
બીજા ભાઈઓ પણ ત્યાં હતા. ઘણી ચર્ચાઓ થઈ. કેટલાક ખુલાસા થયા. જોકે મહારાજશ્રી તેમને ત્યાં ગયા તે ઘણા લોકોને ગમ્યું નહિ. મહારાજશ્રી પોતે ત્યાં જાય તે બરાબર નહિ એમ તેઓ માનતા પરંતુ મહારાજશ્રીને માન અપમાનની ગણતરી નહોતી. સૈદ્ધાંતિક બાધ ન હોય ત્યાં સુધી વિરોધીઓનો વિરોધ ઘટાડવા પ્રયત્ન કરતા હોય છે. તા. ૯-૭-૫૮ :
- રાત્રે ન્યાલચંદભાઈ, છગનભાઈ, રતિભાઈ વગેરે આવ્યા. તેમણે દિવસની કાર્યવાહીનો ખ્યાલ આપ્યો. તેમણે કાંતિભાઈને સમજાવ્યા હતા કે આટલું નહિ કરો તો સમાજમાં બહુ મોટો અસંતોષ થશે. મહારાજશ્રીને તો કોઈ સ્થાનનો આગ્રહ નથી. છેવટે તેઓ સંમત થયા. તેમણે ટ્રસ્ટીઓ શ્રી મણિભાઈ, ધનજીભાઈ, ચીમનભાઈ સાથે ટેલિફોનથી વાત કરી લીધી, કહ્યું કે મેં સવારે પાંચથી રાતના દસ સુધીની છૂટ આપી છે. માણેકલાલ શેઠને રૂબરૂ મળી આવ્યા. તેમણે સંમતિ આપી પણ કેટલીક શરતો કરી. મીરાંબહેન કે બીજા રેંટિયો ઉપાશ્રયમાં ના કાંતે, લાઈબ્રેરીમાં કાંતે. દશ વાગ્યા પછી મિનિટ પણ ન રોકાય વગેરે વાતો કરી, જે વાતો વિષ્ટિકારોને રૂચિ નહિ.
આગેવાનોએ મહારાજશ્રીને આ બધી વાતો કરી. મહારાજશ્રીને શરતોવાળી વાત ઠીક ન લાગી. આજે રેંટિયાનો પ્રશ્ન ઉઠાવ્યો, કાલે બીજો ઉઠાવશે. હું તો મિશન લઈને આવ્યો છું. રાજદ્વારી વાતો પણ આવે, હરિજનો આવે, ખેડૂતો આવે, બધા જ પ્રશ્નો આવે. કાલ ઊઠીને કહે કે આમ ના કરવું અને તેમ ના કરવું. રેંટિયો ઉપાશ્રયની અંદર ના કાંતે તે સમજી શકું પણ ઓટલે બેસીને પણ ના કાંતે તે બરાબર નહિ. છેવટે મીરાંબહેને પોતે કહ્યું કે સમાધાન થતું હોય તો એટલું હું સહન કરી લઈશ. મહારાજશ્રીએ વિષ્ટિકારો સાથે ચોખવટ કરતાં કહ્યું કે બધું વિવેકબુદ્ધિ ઉપર છોડે. તા. ૧૦-૩-૫૮ :
બપોરે ન્યાલચંદભાઈ, રતિભાઈ અને છગનભાઈ આવ્યા. તેમણે દુ:ખપૂર્વક વાતોનો સાર કહેતાં જણાવ્યું કે (આમાં સ્વમાન સચવાતું નથી એટલે અમો એવી સલાહ આપીએ છીએ કે જૂના ઉપાશ્રયે જવાની વાત પડતી મૂકવી. કાંતિભાઈ સંમત થયા હતા પણ આમ કરવું અને આમ ન
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૨૧૭
Page #214
--------------------------------------------------------------------------
________________
કરવું એવી શરતો અપમાનજનક છે. આ બધી વાતો સાંભળી મીરાંબહેન ઉગ્ર થઈ ગયાં ને કહ્યું રોજ સમય બગાડો છો. હવે ઝટ નિર્ણય કરી નાખો ને ? તેમને સમજાવ્યાં કે બધું સમાજના હિત માટે કરવું પડે છે. પછી તો ઢીલાં પડ્યાં અને ઉગ્રતા બદલ માફી પણ માગી.
રાત્રે સભામાં આગેવાનોએ નિવાસનો ખુલાસો કર્યો. અમે બનતો પ્રયત્ન કર્યો પણ સફળ થયા નથી. સંઘનું સ્વમાન અને મહારાજશ્રીનો સિદ્ધાંત સચવાય તે રીતનો અમે પ્રયત્ન કર્યો છે. આશા છે કે પરિણામ સારું આવશે. બધાં ભાઈ-બહેનો શાંત રહે. કોઈ જાતનો ઉશ્કેરાટ ન કરે. છતાં એક ભાઈએ બોલી ગયાં, અમારું નાક કાપ્યું છે.
મહારાજશ્રીએ બહુ જ પ્રેમથી વાતો કરી. વિરોધી વિચારવાળાને પણ તેમના વિચાર પરિવર્તનની તક આપવી જોઈએ. એ લોકોનો મારા ઉપર ઘણો પ્યાર છે પણ ઘણા વખતનું પડ્યું છે, બહુમતીનું સ્વમાન સચવાયું જોઈએ અને વિરોધી વિચારવાળાના હૃદય પરિવર્તન માટે જૈનત્વને છાજે તેવા પ્રયત્ન કરવા જોઈએ. આમ સભામાં ગંભીરતા પ્રસરી ગઈ. ઉશ્કેરાટ અને ગરમી દેખાતાં હતાં પણ રતિભાઈ અને મહારાજશ્રીના પ્રવચનોએ સુંદર અસર કરી. તા. ૧૨-૭-૫૮ :
રાત્રે સંઘના આગેવાનો મહારાજશ્રી રૂબરૂ મળ્યા. ઘણી વાતો થઈ. સંઘ પ્રમુખે કહ્યું : જનરલ સભાએ રીકવીઝેશન માટે બે વાર અરજી કરી છે. હવે અમે સભા નહીં બોલાવીએ તો એ લોકો એમની મેળે જ બોલાવશે અને પછી ૭૫ ટકાની બહુમતીથી ટ્રસ્ટીઓને ડિસમીસ કરી નાખશે. અમે ચૅરિટી કમિશ્નરને એ કાગળો મોકલી દઈશું.
મહારાજશ્રીની સલાહ એવી હતી કે તમો સભા ભરો, તેને રોકો નહિ પણ સભા એવી શાંતિથી ભરો કે તમારું કામ દીપી ઊઠે. તમે ધારશો તો લોકો શાંતિથી કામ કરશે. નહિ તો બૂમબરાડાથી રોષથી કામ થશે. પરિણામે ઝઘડો વધશે. તા. ૧૫-૭-૫૮ :
આજે સવારના પ્રવચન પછી બચુભાઈએ જાહેરાત કરી કે જે પ્રશ્ન ચર્ચાયા કરતો હતો તેનો સુખદ અંત આવી ગયો છે. ટ્રસ્ટીઓ અને લવાદે ૨૧૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #215
--------------------------------------------------------------------------
________________
મળીને ખુશીથી મહારાજશ્રી સવારે પાંચથી રાત્રે ૧૦ વાગ્યા સુધી રોકાય તેની સંમતિ આપી છે. હવે યુવાનો અકળાય નહિ. પહેલાં આ વાત હતી પણ તે વખતે બંને પક્ષે ઉકળાટ હતો. હવે શાંતિથી પતી ગયું છે વગેરે વાતો કરી. મહારાજશ્રીએ આખો પ્રશ્ન સમજાવ્યો. સભામાં સારી અસર થઈ.
લવાદની સંમતિથી અને લવાદે પણ ટ્રસ્ટીઓને ખ્યાલ આપીને આ પ્રમાણે દિવસનો કાર્યક્રમ જૂના ઉપાશ્રયે કરવાની ખુશીથી છૂટ આપી અને ત્રણે વિષ્ટિકારોએ એ પ્રમાણે લખાણ પણ મહારાજશ્રીને આપ્યું. જ્યાં સુધી લવાદે ખુશીથી છૂટ ન આપી, અમુક અમુક શરતો જેવું કહેલું ત્યાં સુધી મહારાજશ્રી ગયા જ નહીં. જયારે બધું પૂર્ણ થયું ત્યારે જ ગયા. મોટા ભાગના લોકોને સિદ્ધાંતની પડી હોતી નથી. રાગ-દ્વેષ જ કામ કરે છે પરંતુ મહારાજશ્રી જે કંઈ કરે છે તે વિચારીને, સિદ્ધાંતિક રીતે કરે છે. તે બધું ધીમે ધીમે સહુને સમજાવ્યું. તા. ૧૭-૭-૫૮ :
મહારાજશ્રીને જવા માટે જૂના ઉપાશ્રય સુધીનો રસ્તો તૈયાર થઈ ગયો. ઉપર તાડપત્રીઓ બાંધીને તૈયાર થઈ ગયો. તા. ૧૯-૭-૫૮ :
આજે સવારના પ્રવચન પછી સાડા નવ વાગ્યે જૂના ઉપાશ્રયમાં આવ્યા. ભાઈ-બહેનો મોટી સંખ્યામાં સાથે હતાં. સરઘસાકારે ગીતો ગાતાં ગાતાં પ્રવેશ કર્યો. આવીને પ્રાર્થના બાદ મહારાજશ્રીએ કહ્યું કે તમને બધાને સંતોષ થશે. વળી સર્વાનુમતિનું તત્વ જળવાયું છે. કેટલાંકને જે વાત આજે નહિ સમજાતી હોય તે કાલે સમજાશે. આપણો માર્ગ ખાંડાની ધાર જેવો છે. બહુ ધીરજથી કામ લેવું જોઈએ, જેથી વિરોધ હોય તે પણ સવનુમતિ થઈ જાય. તા. ૨૦-૭-૫૮ :
આજે ક્ષમાપના દિન હતો. બે દિવસ પહેલાં જ રારિસભામાં મહારાજશ્રીએ ઉલ્લેખ કરેલો કે ભલે થોડાં પણ આપણાં જ ભાઈઓ. આનંદના દિવસોમાં સાથે ન બેસે તેનું મને દુઃખ છે. જરૂર પડે તો હું તેમને ત્યાં જવા તૈયાર છું. આ ઉપરથી સંઘના આગેવાનો તેમને ત્યાં ગયા અને પધારવા વિનંતી કરી. જે તેમણે સ્વીકારી. ગઈ કાલે અને આજે ચીમનલાલ પોપટલાલ, માણે કલાલ શેઠ, નરભેરામ ઝાટકીયા, જગુભાઈ, મણિભાઈ, દેવજી ધનજીવાળા, હીરાલાલ તુરખીયા વગેરે આવ્યા હતા. પ્રથમ સંઘ પ્રમુખ હરિભાઈએ બધાની ક્ષમા યાચી હતી અને કહયું કે માણેકલાલ શેઠ જ સંઘપતિ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #216
--------------------------------------------------------------------------
________________
છે અને પ્રમુખ થવાને લાયક છે. ત્યારબાદ ચીમનલાલ પોપટલાલે અને નરભેરામભાઈએ પણ ક્ષમા યાચતું પ્રવચન કર્યું હતું.
એકંદરે સંઘમાં જે ફાટટ હતી તે સંધાઈ ગઈ અને સર્વત્ર આનંદમંગળ વતઈ ગયું. એક સંપથી સૌને સંતોષ થયો બીજે દિવસે કાંતિભાઈ પણ આવી ગયા હતા, તેઓ કહે મેં ક્રોધ અને માન નહિ કરવાનું નક્કી કર્યું છે.
મહારાજશ્રીની ૫૫મી જન્મતિથિ પણ સંઘે જુદી જ રીતે ઊજવી. ભાલ નળકાંઠાના ૫૫ ખેડૂતોને પોતાને આંગણે આમંત્રી ભાલ નળકાંઠા ખેડૂત મંડળને તે વખતના પંચાયત પ્રધાન રતુભાઈ અદાણીને હસ્તે ૫૫ હજાર રૂપિયાનું દાન આપ્યું અને બીજી રકમ વધી તેનાથી બહેનોના ઉદ્યોગ માટે માતૃસમાજની સ્થાપના કરી. આમ ઘાટકોપરનું ચાતુમસ યશસ્વી અને યાદગાર તથા સમાજઘડતર માટે અનોખું બની ગયું. ચાતુમસની વધુ વિગતો :
૯ થી ૧૦ રત્નચંદ્ર જૈન કન્યાશાળામાં શ્રીનાથજીના પ્રમુખપદે મેળાવડો હતો. ત્યાં આમંત્રણ હોવાથી ગયા.
આજે જાદવજી મોદી મહારાજશ્રીને મળવા આવ્યા હતા. બપોરના ૪-૧૫ થી પ-૩૦ સુધી અહીંની ગુરુકુલ હાઈસ્કૂલમાં જાહેર પ્રવચન રાખ્યું હતું. વિદ્યા અને વિનય ઉપર કહ્યું હતું. ત્યારબાદ પ્રશ્નોત્તરી થઈ હતી. વિદ્યાર્થીઓને બહુ આનંદ આવ્યો. તા. ૨૯-૩-૫૮ :
આજે અંબુભાઈ, ફલજીભાઈ, કચ્છથી ગુલાબભાઈ ધોળકિયા, મગનભાઈ સોની, કુંવરજીભાઈ અને ધરમશીભાઈ આવ્યા. નયા અંજાર વિશે થોડી વાતો થઈ. ખાંભડા અંગે પણ થોડી વાતો થઈ. આજે ઘંટોલી સર્વોદય વિદ્યાલયના ૨૨ વિદ્યાર્થીઓ મહારાજશ્રીની મુલાકાતે આવ્યા. બપોરે જમીને મુંબઈ જોવા ગયા. રાત્રે આવી ગયા. બીજે દિવસે તેમની સમક્ષ એક કલાક પ્રવચન કર્યું. મુખ્ય પ્રશ્ન નઈ તાલીમ અને ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ તથા ભૂદાન કાર્ય દેશની પરિસ્થિતિમાં કઈ રીતે ઉપયોગી થાય તે સમજાવ્યું હતું. તા. ૩૦-૭-૫૮ :
નયા અંજારના પ્રશ્ન અંગે આજે બપોરે ૪-00 વાગે કચ્છના કાર્યકરો, અંબુભાઈ, ફૂલજીભાઈ, નાયબ પ્રધાન પ્રેમજી ભવાનજી અને ભવાનજી અર્જુન ખીમજી મહારાજશ્રીની રૂબરૂમાં મળ્યા. સાત વાગ્યા સુધી બેઠા. બધી ૨૨૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #217
--------------------------------------------------------------------------
________________
બાજુની વિચારણા કરી મહારાજશ્રીએ આગ્રહ રાખ્યો કે મકાન માલિકો કરતાં ખેડૂતોનું સ્થાન પ્રથમ હોવું જોઈએ. પ્રેમજીભાઈનું દૃષ્ટિબિંદુ એવું હતું કે ૧૯૫૬માં પ્લાન નક્કી થઈ ગયા. કાર્યવાહી ઘણી આગળ ગઈ છે એટલે પ્રથમ મકાન માલિકો તરફ જોવું જોઈએ. મહારાજશ્રીએ નવા મૂલ્યોનો વિચાર કરવા કહ્યું હતું. તા. ૧-૮-૫૮ :
આજે કચ્છના નયા અંજારના પ્રશ્ન વિશે ત્રીજી બેઠક મળી. નાયબ પ્રધાન પ્રેમજીભાઈ, ભવાનજીભાઈ, ગુલાબશંકરભાઈ, મગનભાઈ, અંબુભાઈ, ફૂલજીભાઈ વગેરે હતા. મહારાજશ્રીએ પ્રેમજીભાઈને એકાંતમાં બોલાવી થોડી વાતો કરી હતી. ગઈકાલે પોતે મુત્સદી શબ્દ વાપર્યો તે બદલ ક્ષમા યાચી. પ્રેમજીભાઈ લાગણીવશ થઈ ગયેલા. આજે વાતોનો ટોન બદલાઈ ગયો હતો. પ્રેમજીભાઈએ કહ્યું સ્કિમ થઈ છે તે બરાબર થઈ છે. પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. પ્રા. સંઘ મોડો જાગ્યો. આ બધું છતાં મને વાત ગળે નથી ઊતરી. છતાં આપ જે રીતે કહો તે રીતે કરવા અમે તૈયાર છીએ. મહારાજશ્રીએ કહ્યું : હું કહું તેમ નહીં પણ તમે બધા મળીને કંઈક તોડ લાવો. છેવટે એમ નક્કી થયું કે વાડીઓ ખાલી ન કરાવવી એ જાય છે. પણ કોઈ સંજોગમાં તેમ ના બને તો ગણોતિયાને બીજે વસાવવા પૂરેપૂરી મદદ કરવી. આ પછી થોડું લખાણ થયું. પ્રેમજીભાઈ આને સુધારીને પાર્ક કરશે. છાપા માટે કંઈક લખશે. આ રીતે અત્યારે તો આ પ્રશ્નનો સુખદ ઉકેલ આવ્યો છે. તા. ૧૦-૮-૫૮ :
આજે વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘની નિયામક સમિતિના સભ્યોની મિટિંગ મળી. કારોબારીના નામો નક્કી થયા. બંધારણ છાપવાની મંજૂરી અપાઈ. આજે રાતના ચાલીસગામની સભામાં ગયેલા. માટલિયા, નવલભાઈ, અંબુભાઈ અહીં આવ્યા. તા. ૧૫-૮-૫૮ :
આજે સ્વાતંત્ર્ય દિન હતો. ઘાટકોપર કોંગ્રેસ સમિતિ તરફથી ધનજી દેવજી રાષ્ટ્રીય શાળામાં ધ્વજવંદન બાદ મહારાજશ્રીનું પ્રવચન રાખ્યું હતું પણ વરસાદ પડતો હોવાને કારણે સંદેશો મોકલાવ્યો હતો. તા. ૧૬-૮-૫૮ :
રાષ્ટ્રીયશાળાની બહેનોએ રંગોળી કાઢેલી તે જોવા તેમનો આગ્રહ હોવાથી મહારાજશ્રી ગયા હતા. બહેનોએ ખૂબ કલાત્મક રીતે રંગોળી સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૨૨૧
Page #218
--------------------------------------------------------------------------
________________
વગેરે સુશોભન કર્યું હતું. રાત્રિ સભામાં આનો ઉલ્લેખ પણ કર્યો હતો. તા. ૧૭-૮-૫૮ :
અમદાવાદના તોફાનો નિમિત્તે ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ તરફથી હરિજન આશ્રમમાં શુદ્ધિપ્રયોગની શરૂઆત થઈ. કુરેશીભાઈએ નવ ઉપવાસથી શરૂઆત કરી. સ્થળ અને નામ માટે કાર્યકરો અહીં મહારાજશ્રી પાસે હતા ત્યારે એ જ વિચાર આવેલો. તેનો જ અમલ થયો તે જાણી ઘણો આનંદ થયો. પરીક્ષિતભાઈએ કહ્યું, આવા કામ માટે આ સ્થળથી બીજું કયું સારું હોઈ શકે? આજે તાર આવ્યો અને તેનો તારથી જવાબ આપ્યો. અમદાવાદમાં હવે ખાંભી સત્યાગ્રહ શરૂ થયો છે. તા. ૧૫-૯-૫૮ :
આજે મીરાંબહેનનાં ભજનો જૈન યુવક મંડળના આશ્રયે પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા અંગે હતાં. એટલે ખેતાણીના સાથે મીરાંબહેન ગયાં, સાથે કુરેશીભાઈ પણ ગયા. તા. ૧૬-૯-૫૮ :
આજે ધનબાદવાળા ભગવાનદાસ ચંચાણી શેઠ મહારાજશ્રીને મળવા આવ્યા હતા. તા. ૨૦-૯-૫૮ :
તા. ૨૦મીની રાત્રે જ સવારના ઉપવાસની જાહેરાત થઈ. લોકોમાં સન્નાટો બોલાઈ ગયો. ઉલટા-સૂલટી વાતો ચાલી. ઠીક થયું કે રાત્રે પ્રશ્નોત્તરી જમીન પ્રશ્ન ઉપર જ ચાલી એટલે કેટલાંક ખુલાસા થયા. લોકોને એક જ વાત કે મહેસૂલ ના ભરે, દાંડાઈ કરે તો જમીન જાય. વળી કોર્ટમાં ફેંસલો આવે પછી ઉપવાસ કરો તો દાંડાઈને ટેકો જ મળે. સમાજમાં આજનું જે ખોટું મૂલ્ય છે તે જ લોકો જીવે એ સ્વાભાવિક છે. ગણોતિયા ભૂલે પણ શેઠે ભૂલ કરી. આટલા બધા કમાયા તેની કોઈ વાત નહિ કરે. છેલ્લે સુધી મહેસૂલ ભર્યું પછી ખરાબ સંજોગોમાં ન ભરાયું તો જમીન ઝૂટવાય જ એમ માને. મહારાજશ્રીએ સમજાવવા પ્રયત્ન કર્યો. તા. ૨૧-૯-૫૮ :
- આજથી નવાં મૂલ્ય સ્થાપવા માટે મહારાજશ્રીના અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ થયા. જાહેર નિવેદન લખાવ્યું. એમાં જનતા, જમીનદાર, સરકાર કે કાર્યકરો ખેડૂતોને રોટલો રળવાનું સાધન આપી નિશ્ચિત બનાવે એવું બને તો પ્રશ્નનું સમાધાન થાય. ૨૨૨
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #219
--------------------------------------------------------------------------
________________
આજે આખો દિવસ મહારાજશ્રીએ રતિભાઈ, હરિભાઈ, પ્રહ્લાદભાઈ વગેરે મુખ્ય માણસોને નવાં મૂલ્ય અંગે સમજણ આપી. વાત ગળે ઊતરી અને રતિભાઈએ રાત્રે જાહેરસભામાં સુંદર સમજૂતી ઉપવાસ અંગે આપી.
તા. ૨૨-૯-૫૮ :
આજે અને ગઈ કાલે બે દિવસ મહારાજશ્રીને શરદી રહી. માથું દુ:ખ્યા કર્યું. ટપાલ લખી, વાંચી.
તા. ૨૩-૯-૫૮ :
આજે ઠીક રહ્યું. હમણાં પ્રાર્થના જ બે વખત રાખી છે. બંને કાર્યક્રમ બંધ છે. રહેવાનું નવા ઉપાશ્રયમાં જ રાખ્યું છે. એનીમા લીધો, પણ કંઈ જ નીકળ્યું નહિ. રાત્રે શરદી સારી રહી.
તા. ૨૪-૯-૫૮ :
આજે ફરીથી એનિમા લીધો. ઘણો કચરો નીકળી ગયો એટલે સારું રહ્યું. મુલાકાતીઓ તો ચાલુ જ હોય છે. આજે કાંદાવાડી સંઘનાં ૪૫ બહેનો દર્શને આવ્યાં. તેમને ઉપવાસ વિશે ખ્યાલ આપ્યો કે સામાજિક મૂલ્યો માટે તપ થવું જોઈએ. મહાવીર સ્વામીના જીવનમાંથી સામાજિક તત્ત્વો કહી બતાવ્યાં.
રાત્રે લગભગ સવા દસ વાગ્યે અંજારથી નરસિંહભાઈનો કૉલ આવ્યો. જણાવ્યું છે કે ગુલાબશંકરભાઈને લઈને અંજાર આવ્યો. કાનજીને કુંવરજીભાઈને મળ્યો. કાનજીએ કહ્યું મારે દુબઈ જવું નથી. વળી મેં ૧૨ એકર જમીન ખેડવા રાખી છે. છ એકરમાં કપાસ, છ એકરમાં મગ કર્યા છે. પાછોતરો વરસાદ છે એટલે બીજું મળશે. મને હવે રોટલાનું સાધન મળી ગયું છે, સંતોષ છે. મહારાજશ્રી પારણાં કરે. બીજું સતાધાર કરીને ચાર માઈલ દૂર એક ડેમ છે. તેની ઉ૫૨ ૩૦૦ એકર જમીનમાં સહકારી ખેતી મંડળી ઊભી થઈ છે. તેના પ્રમુખ કાંતિભાઈ અંતાણી, કૉંગ્રેસ પ્રમુખ છે. તેમણે કહ્યું કાનજી દસ રૂપિયાનો શૅર લે. એટલે અમે ગમે ત્યારે દાખલ કરવા તૈયાર છીએ. બી, બળદ, હળ વગેરે સાધનો પણ આપીશું, જોઈએ તેટલી જમીન ખેડે. છ ફૂટે મીઠું પાણી મળે છે. ડેમમાં ૧૩ ફૂટ પાણી છે. આ ઉપરથી કાનજીને રોટલાનું સાધન મળી રહ્યું છે તો મહારાજશ્રી પારણાં કરે, એમ અહીં બેઠેલ કચ્છ પ્રા. સંઘના પ્રમુખ શ્રી ગુલાબશંકરભાઈ કૉંગ્રેસ પ્રમુખ અંતાણી વગેરે બંને ભક્ત છે. મેં કહ્યું કાનજીની સાથે વાતો તો કરે, કાનજી નહિ આવે તેણે કાગળ લખી આપ્યા છે. વળી સોસાયટીવાળા પણ લખી આપે છે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૨૨૩
Page #220
--------------------------------------------------------------------------
________________
મેં આ બધી વાત મહારાજશ્રીને કરી. મહારાજશ્રીએ વિચાર્યું અને કહ્યું. આ રીતે તો આપણો સંકલ્પ પૂરો થાય છે માટે પારણાં કરવામાં કાંઈ વાંધો નથી અને તરત મેં તારથી ભૂજ, અંજાર અને કુરેશીભાઈને ખબર આપ્યા. નરસિંહભાઈને કહ્યું, ગાડીમાં આવવું હોય તો પણ આવી શકો છો. તા. ૨૫-૯-૫૮ :
- સવારના પ્રાર્થનામાં ભાઈ-બહેનો આવ્યાં. તેમણે આ પારણાં કરવાના સમાચાર સાંભળ્યા. બધાનાં આનંદનો પાર ન રહ્યો. કૂદવા લાગ્યાં. ચમત્કારિક વેગે શહે૨માં વાત ફેલાઈ ગઈ. મહારાજશ્રીએ કહાં આ પ્રશ્નમાં અમૃતલાલભાઈએ ખૂબ મહેનત કરી છે એટલે પારણાં માટે તેમને ત્યાં જઈશ. બીજા શાંતિભાઈ કાનજીએ ખૂબ મહેનત કરી છે એટલે તેમને ત્યાં જઈ આવીશ. બીજા કોઈ આગ્રહ ના રાખે.
રતિભાઈ બેચરભાઈએ ફંડનું લક્ષ્યાંક પૂરું કરવા સૌ પ્રયત્નશીલ થાય તેમ વિનંતી કરી. તેમણે કહ્યું બહેનો જે કામે લાગી છે તેને મેં આજ પહેલાં કદી જોયું નથી. ઘેર ઘેર માટુંગા, દાદર બધે ફરે છે. ભાઈઓ એટલો ઉત્સાહ બતાવે તો કામ પૂરું થઈ જાય. તા. ૨૬-૯-૫૮
આજે મહારાજશ્રીને મૌન હતું છતાં મનુબેન ગાંધી મળવા આવ્યાં. તેમને પંડિતજી (જવાહરલાલ નહેરુ)ની સૂચનાથી શિક્ષણખાતાએ શાળાઓમાં ગાંધીજીના વિચારો રજૂ કરવા માટે સૂચવતાં નીકળ્યાં છે.
બપોરના ખંડુભાઈ દેસાઈ આવ્યા. તેમણે અમદાવાદની પરિસ્થિતિ વિશે વાતો કરી. ત્યારબાદ સાંજના જીવરાજ મહેતા મળવા આવ્યા હતા. મહારાજશ્રીને મૌન હતું એટલે લખીને વાતો કરી. સૌરાષ્ટ્રની બે બહેનો જે દીક્ષા લેવાની હતી તે પણ દર્શને આવી. દુર્લભજીભાઈ હતા. તેમણે દીક્ષા કરતાં હમણાં ભણવા અને રાહ જોવા કહ્યું. તા. ૨-૧૦-૫૮ :
આજે રાષ્ટ્રીય શાળામાં ગાંધી જયંતી નિમિત્તે જિલ્લા કોંગ્રેસ અને ઘાટકોપર કોંગ્રેસ તરફથી મહારાજશ્રીનું પ્રવચન ૯ થી ૧૦ વાગે રાખવામાં આવ્યું હતું. ખાદી અને ગ્રામોદ્યોગ પ્રદર્શન પણ યોજાયું હતું. ત્યારબાદ યુવક મંડળ તરફથી ભાટિયા વાડીમાં સવા દસ વાગે પ્રવચન હતું.
બપોરના બે વાગે સુરેન્દ્રજી અને પરમાનંદ કાપડિયા મળવા આવ્યા હતા. સુરેન્દ્રજીએ ઘણી સુંદર વાતો કરી. તેમને એટબૉમ્બ અને હિંસક
૨ ૨૪
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #221
--------------------------------------------------------------------------
________________
:
શસ્રો માટે ઘણું દુઃખ હતું. તેનાથી જે હિંસા થાય છે એના નિવા૨ણ માટે આમરણાંત અનશન કરવું અને મુક્ત મને સમજણપૂર્વક વિશ્વશાંતિ અર્થે દેહ છોડવો, એવો વિચાર કરેલો. પણ મિત્રોની સલાહ લેવી એ પણ સાથે રાખેલું. રાજગોપાલાચારીની સલાહ ના આવી. શ્રમ કરતાં કરતાં જિંદગી ખર્ચવી. વિનોબાજીની સલાહ પણ ના આવી, છેવટે નાથજીએ કહ્યું ઃ તેં વિચાર કર્યો છે તો ક૨, પણ એમ કહેવામાં પ્રસન્નતા નહોતી એટલે સુરેન્દ્રજીએ ફરી પૂછ્યું. ત્યારે તેમણે અનિચ્છા બતાવી. મહારાજશ્રીએ પણ પોતાના વિચારો દર્શાવેલા. (૧) માણસ હિંસા જોઈને રહી જ ના શકે. જીવી જ ન શકે, એવી સ્થિતિ પ્રાપ્ત થાય, તો તો એકાંતમાં બેસીને કોઈપણ જાહેરાત કર્યા સિવાય અણસણ કરે. (૨) જો જગતમાં જાહેર કરીને એ કરવું હોય તો તેવી વ્યક્તિએ આંતરરાષ્ટ્રીય સ્થાન મેળવ્યું હોય કે જેથી તેની અસર વ્યાપક થાય. આ બે જો ના હોય તો બલિદાનોની એક સાંકળ રચી તે દ્વારા કામ ચાલવું જોઈએ. સુરેન્દ્રજીએ અહિંસાની ફિલસૂફી ઘણી સારી ચર્ચી. તેમણે કહ્યું, બલિદાન સિવાય અહિંસાનો વિચાર ફેલાતો નથી. શ૨ી૨ના પ્રેરક બળથી જ હિંસા જન્મે છે. આત્માના પ્રેરકબળથી અહિંસા જન્મે છે. માણસ બધું છોડવા તૈયાર થાય છે. શરીર છોડવા તૈયાર થતો નથી. સ્વમાનભંગ થાય, હિંસા થાય, ગમે તે થાય પણ જીવવું. એ જીવનથી હિંસા જન્મે છે. એટલી બૉમ્બની શક્તિ છે. તેમજ શક્તિ શુદ્ધ મનની છે. સૈનિક લડવા જાય છે ત્યારે બલિદાન આપવાની તૈયારી સાથે જાય છે. આપણે સામાને મારીને નહિ પણ મરીને મારવા ઇચ્છીએ છીએ. મતલબ કે તેના અંતરમાં પડેલી હિંસાને બલિદાન દ્વારા દૂર કરવા ઇચ્છીએ છીએ. વગેરે વાતો ચાલી.
નવથી પોણા દસ તેમનું પ્રવચન પૂરું થયા પછી મહારાજશ્રીનું પ્રવચન રહ્યું હતું. ત્યારબાદ મહારાજશ્રીને બાલકનજીબારીમાં ગાંધીજી વિશે વાર્તાલાપનો કાર્યક્રમ રાખ્યો હતો. ત્યાં ગયા હતા. બપોરના પ્રભાકર પડિયા મળવા આવ્યા. તેમણે કોઈ ઠેકાણે મોટાઈ માટે માનપત્ર નહિ લેવાની મહારાજશ્રી પાસે ઇચ્છા વ્યક્ત કરી. વિ.વા. પ્રા. સંઘના મુખ્ય ભાઈઓ મહારાજશ્રીને રૂબરૂ મળ્યા. સ્ત્રીઓના ગૃહઉદ્યોગ માટેની જગ્યા અંગે વિચારણા કરી. આશ્રમની સામે મણિલાલ ધનજીની જે જમીન છે ત્યાં સુધરાઈ બગીચો બનાવવા માગે છે પણ આ વિચારથી લોકો નારાજ છે. કા૨ણ કે સાર્વજનિક બગીચો થાય તો ગુંડા વગેરે અસામાજિક તત્ત્વોના લોકોનો અડ્ડો જામે. તેને બદલે એ જગ્યામાંથી અમુક ભાગ ગૃહઉદ્યોગ માટે મળે અને બાકીનો બાળકો, બહેનો માટે રમતગમતનું સ્થાન બને તો બધી રીતે ઉત્તમ થાય. આ અંગે પ્રયત્ન કરવા વિચાર્યું.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૨૨૫
Page #222
--------------------------------------------------------------------------
________________
તા. ૬-૧૦-૫૮ :
ઝાલાવાડી જૈન યુવક સંઘના સભ્યો મહારાજશ્રીના દર્શને આવી ગયા.
આજે મહારાજશ્રીને ઉપવાસ હતો. પ્રાયશ્ચિત્તનો ઉપવાસ હતો. તેમણે બહુ જાહેરાત કરી નહોતી. બંને ભાઈઓ પૂછતા હતા કે શાનો ઉપવાસ છે? પણ મહારાજશ્રીને મૌન હતું એટલે હસતાં હસતાં વાતો કરતા હતા. મીરાંબહેને બહુ આગ્રહ કર્યો એટલે કાગળમાં લખ્યું. અહીંના ફંડનો છેલ્લો દિવસ હતો. પ્રયત્ન પછી શાંતિથી દુર્લભજીભાઈ વગેરેના પ્રવચનો ફંડ પૂરું કરવા અંગે થયા. સામાન્ય રીતે લવાદની અનુમતિથી રાતના દસ વાગ્યા સુધી આ ઉપાશ્રયમાં રહેવું એવું નક્કી થયું છે. મહારાજશ્રી એનું બરાબર પાલન કરે છે. આજે સમય થઈ ગયો પણ વાત ફંડની ચાલતી હતી. એટલે પોતે ઊઠે તે બરાબર નહોતું એટલે અડધો કલાક મોડું થયું. એના પ્રાયશ્ચિત્તરૂપે ઉપવાસ કર્યો. ઝીણામાં ઝીણી વાતની જીવનમાં કેટલી કાળજી રાખે છે તેનો નમૂનો હતો. તા. ૮-૧૦-૫૮ :
આજે શ્રીમદ્ રાજચંદ્રનાં દીકરી મહારાજશ્રીને મળવા આવ્યાં હતાં. ઘણી વાતો કરી. ઘણાં નમ્ર અને વિવેકી લાગ્યાં. તેમનું કુટુંબ માટુંગામાં રહે છે. તા. ૧૯-૧૦-૫૮
આજે ભાલમાંથી ખેડૂત ભાઈઓ આવવાના હતા એટલે હું, હઠીસીંગભાઈ, નરેન્દ્રભાઈ વગેરે વહેલા ગાડીમાં દાદર ગયા. તેઓ દાદર સ્ટેશને ઊતર્યો અને મુંબઈ જવા માટે બે ખાનગી બસો દરેકના રોજના સો રૂપિયા લેખે ભાડે રાખી હતી. તેમાં સૌ ઘાટકોપર આવ્યા. વહેલાં વહેલાં જમીને સૌએ બે મોટરોમાં મુંબઈ જવા નીકળ્યા. પ૮ ભાઈઓ હતા. તેમાં ૧૩ સ્ત્રીઓ હતી. સૌ પ્રથમ આરે કેન્દ્ર જોયું. મેનેજરને મળ્યા એટલે તેણે વગર ટિકિટે જોવા દીધું. નહીં તો જણ દીઠ ૪ આના ટિકિટ હોય છે. બાર વાગ્યા સુધી ખુલ્લું હોય છે. ત્યાંથી કોરા કેન્દ્ર ગયા પણ બપોર હોવાથી રિશેષ હતી એટલે બહારથી જોયું. સાબુ કામ જોવા મળ્યું. ત્યાંથી બોરીવલીમાંથી થોડું ફૂટ લઈ કાહેરી ગુફા જોવા ગયા, બોરીવલીથી છ માઈલ દૂર છે. બહુ સુંદર દૃશ્ય જોતાં જોતાં મોટરોમાં ગુફાઓએ પહોંચ્યા. કાલ કરતા સારી નથી પણ એકંદરે ચારેબાજુ પહાડો અને વનરાજી સુંદર લાગતી હતી. સૌથી ઉપરના ડુંગરા ઉપરથી સુંદર દૃશ્ય લાગતું હતું. આજે રવિવાર હતો એટલે પારસી ભાઈ-બહેનો અને બીજાં ઘણાં ઉજાણીએ આવ્યાં હતાં. તેઓ ૨૨૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #223
--------------------------------------------------------------------------
________________
સંગીત ગાતાં હતાં. અમારામાંથી અદેસિંગભાઈએ લોકગીતનો તેમને કાર્યક્રમ આપ્યો તેમને ખૂબ ગમ્યો.
ગુફાઓ ઘણી છે. ઉપર પાણીની વ્યવસ્થા છે. ત્યાંથી ગાંધીપાર્ક આવ્યા. ઊંચા ટેકરા ઉપર એક ઘુમ્મટવાળું સ્થાન બનાવ્યું છે. ચારેબાજુ લીલોતરી દેખાય છે. સામે દરિયો દેખાય છે. ત્યાંથી પૂશ્રી નાનચંદ્રજી મહારાજના દર્શને ગયા. તેમણે સંતબાલજીના ઘણાં વખાણ કર્યાં. ક્યાંક મતભેદ છે તે પણ જણાવ્યું. ત્યાંથી વિહાર સરોવર જોવા ગયા પણ સાત વાગી ગયા હતા. શનિવાર હતો એટલે લોકોની ઠઠ પણ જામી હતી એટલે જોયા સિવાય પાછા આવ્યા. રાત્રે સૌ જમ્યા. તા. ૨૦-૧૦-૫૮ :
સવારના આઠ વાગે નીકળ્યા. રાણીબાગમાં જાનવરો જોયાં. ત્યાંથી પાલવા ગયા. પાલવાથી મ્યુઝિયમ આવ્યા પણ મ્યુઝિયમ સોમવારે બંધ રહે છે. મચ્છઘર બંધ હતું. ધારાસભા બંધ હતી એટલે ખાવા માટે લાડવા લાવેલા તેનું અહીં ભોજન કર્યું. અહીં ભલગામડાથી પાંચ ખેડૂતો આવેલા તે મળી ગયા. તેઓ સાથે સચિવાલય જોયું. અમે પ્રેમજીભાઈને મળ્યા. તેઓ રતુભાઈ અદાણીને મળ્યા. ખાદી ગ્રામોદ્યોગ ભવન જોયું. ત્યાંથી ચોપાટી થઈ બાબુલનાથ મંદિરનાં દર્શન કર્યા. ત્યાંથી નહેરૂ પાર્ક જોવા ગયા. બાણગંગા પણ જોઈ આવ્યા. હેંગિંગ ગાર્ડન જોઈ એરોડ્રામ આવ્યા. સાંતાક્રુઝ એરોડ્રામ બહુ સારું છે. વિમાનો ચઢતાં, ઉતરતાં જોયાં. વિહાર જોવાની ઇચ્છા હતી પણ મોટર ભાડું વધુ માગ્યું એટલે બંધ રાખ્યું. રાત્રે પાછા આવ્યા. સૌ જમ્યાં. તા. ૨૧-૧૦-૫૮ :
આજે સવારે નવ વાગે શ્રી રતુભાઈ અદાણીના હાથે ભાલના ૬૩ ખેડૂત પ્રતિનિધિઓનો સન્માન ૫૫,૫૫૫ના ચેક અર્પણવિધિ કાર્યક્રમ થયો. સુંદર મેળાવડો થયો. રતુભાઈ ભાલની પ્રવૃત્તિ માટે સુંદર બોલ્યા. અંબુભાઈએ ચેકની મૂકેલ સુંદર પેટી સ્વીકારી. ફૂલજીભાઈ અને તેઓ વળતાં ઘણું સારું બોલ્યા. હરિભાઈ દોશી, દુર્લભજીભાઈ, ચીમનભાઈ પ્રા. સંઘના પ્રમુખ રતિભાઈ મહેતા વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા.
બપોરના ખેડૂતો સાથે લોકશાહી સુરક્ષા, ગામટુકડીઓ વગેરે અંગે સારી ચર્ચાઓ થઈ.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૨ ૨૭
Page #224
--------------------------------------------------------------------------
________________
તા. ૨૩, ૨૪, ૨૫-૧૦-૫૮ :
કચ્છના દેવજીભાઈ જૈન છે. મહારાજશ્રીની પ્રવૃત્તિ જૈન દૃષ્ટિ પ્રમાણે બરાબર છે. તેને તેઓ શાસ્ત્રોની રીતે મેળ પાડી દે છે. તેઓ મુંબઈના જુદા જુદા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓને મળ્યા. ચર્ચા કરી અને સંતબાલજી ક્યાં ભૂલ કરે છે તે જાણીને તેના જવાબો આપ્યા. આ ઉપરથી સંતબાલજી જૈન સાધુ નથી. ઘાટકોપર સંઘ મિથ્યાત્વ છે. એવી ટીકાઓને લીધે એક ચર્ચાસભા જેવું યોજવા વિચાર્યું. જેથી કેટલીક ગેરસમજ દૂર કરી શકાય. વિ.વા. પ્રા. સંઘના ઉપક્રમે આ ચર્ચા ગોઠવી. અંબુભાઈએ મંડાણ સારું કર્યું. લોકોએ સારો રસ લીધો. એક દિવસ ગુરુકુળ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિનુભાઈએ સારો ભાગ લીધો હતો.
- ત્રીજે દિવસે પ્રા. સંઘ અને કોંગ્રેસ જુદા શા માટે ? એ વિષય ઉપર અંબુભાઈએ સુંદર રીતે સમજાવ્યું હતું. તા. ૧૭-૧૧-૫૮ થી તા. ૨૧-૧૧-૫૮ :
ચાર દિવસ ભાલ નળકાંઠામાં ચાલતી જુદી જુદી પ્રવૃત્તિઓની મિટિંગો હતી એટલે કાર્યકરો, સભ્યો વગેરે આવ્યાં હતાં. સારી ચર્ચાઓ થઈ. મહારાજશ્રીએ પ્રયોગની નિષ્ફળતા, સફળતાનો આધાર કાર્યકરો ઉપર છે એમ જણાવી નિરાશા આવી હોય તો સ્પષ્ટ કરવા જણાવ્યું. એના ઉત્તરમાં બધાંએ નિરાશા નથી એમ જાહેર કર્યું. શક્તિ મુજબ કામ કર્યું જઈશું એની ખાત્રી આપી. સાણંદ ગ્રુપ જરા જુદી રીતે કામ છે એટલે કદાચ ત્યાં મુશ્કેલી ઊભી થાય. તા. ૨૭-૧૧-૫૮ :
આજે ચાતુર્માસ વિદાય સમારંભ બહુ સારી રીતે ઉજવાયો. મોટી સંખ્યામાં ભાઈ-બહેનો વગેરેએ વિદાય આપી હતી.
૨૨૮
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #225
--------------------------------------------------------------------------
________________
સંતબાલ વિચાર કણિકાઓ
• રાજકારણને ધર્મથી કેવી રીતે જુદું પાડું! જેમ આપણા શરીરમાં જુદાં જુદાં અંગ છે, તેમ રાજ્ય પણ સમાજનું એક અંગ છે, અને એ અંગને જુદું પાડીએ તો કચરો ભરાઈ જાય છે. • ખેડૂત મંડળ દરેક પ્રજાનું છે. તે સૈદ્ધાંતિક વિચારે છે અને ગામડાની નેતાગીરી લાવવી હોય તો ગામડાનું સ્વરાજ પ્રથમ લાવવું જોઇએ. દરેકને ન્યાય અને રોટલો મળે તો જ ગામડાનું સ્વરાજ્ય આવે.. (તમારું) મંડળ જો નીતિના પાયા ઉપર ઊભું હશે તો તેના સિદ્ધાંતો કદી મરનાર નથી. • સારંગપુર પ્રશ્ન એ મંદિરનો પ્રશ્ર હોવાથી મારા મનમાં બેવડી ચિંતા હતી. આજ સુધી ધર્મસંસ્થાઓ પાસેથી પ્રેરણા મેળવી આચરણ કરતા હતા. હવે આજની પરિસ્થિતિમાં ઘણો ફરક પડયો છે. એનું પ્રાયશ્ચિત એક ધર્મ સંસ્થાના સભ્ય તરીકે મારે લેવું જોઈએ. • સાર્વજનિક પ્રવૃત્તિ માટે સહકારી પ્રવૃત્તિ ખીલવવી પડશે. હવે ફંડફાળાથી પ્રવૃત્તિ નહીં ચાલે. પણ સહકારી પ્રવૃત્તિ દ્વારા નાણાં ઊભાં કરવાં પડશે. • ચારિત્ર્યભ્રષ્ટ લોકોને આપણી સંસ્થામાં એક ક્ષણ વાર પણ સ્થાન ન હોવું જોઇએ. • “સબસે ઊંચી પ્રેમ સગાઈ' - એ પ્રેમ કેવી રીતે સફળ થાય? રોટલો પ્રેમથી મળે, તમે ઊંડા ગામડાંમાં રહો છો, દુઃખમાં પણ સુખ માનો છો, એ જોઇને આનંદ થાય છે. ઉત્સાહ પણ થાય છે. ભારતમાં આવાં ગામડાંમાં રહેલી પ્રજાય છે, તે જ એની વિશેષતા છે. મારવાડી મુનિઓ અને મને થયું કે, એક તો અમે ત્યાગ કરાવીએ છીએ, તપ કરાવીએ છતાં આટલી બધી ભક્તિ અને ઉત્સાહ કેમ થાય છે. નહીં તો લોકો અમારાથી દૂર ભાગે. પણ તમે આ રીતે વર્તો છો એમાં ભગવાનની ઇચ્છા હશે. તપ અને ત્યાગ તરફ વળીશું ત્યારે આપણું કલ્યાણ છે. તમે પ્રેમ - ભક્તિ બતાવ્યાં તેની અમારા મન પર ઊંડી છાપ પડી છે. એક જ પ્રાર્થના કે તમે ભક્તિ અને ત્યાગ બે ટકાવી રાખો અને જગતમાં જે સારાં કામ થઇ રહ્યાં છે તેમાં તમારો હિસ્સો નોંધાવો.
(ડાયરીમાંથી)
દીપક પ્રિન્ટરી
અમદાવાદ-૩૮OO૦૧.
Page #226
--------------------------------------------------------------------------
________________
સમજ છે. બન્નેના ગુણો એકબીજાને ઉપયોગી છે. જો તેઓ જુદાં જુદાં રહેશે તો બન્નેને મુશ્કેલી પડશે. કોઈ પ્રગતિ નહીં કરી શકે. એક બીજાના પૂરક બનીને જ આપણે પ્રગતિ કરી શકીશું અને દેશ અને દુનિયાને માર્ગદર્શન આપી શકીશું.
હાઈસ્કૂલમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોની સભા થઈ તેમાં નાગરિકોએ પણ સારી હાજરી આપી હતી. મહારાજશ્રીએ જણાવ્યું કે આજે જે શિક્ષણ ચાલે છે તેનાથી કોઈને સંતોષ નથી. બાપુએ નઈ તાલીમની વાત કરી પણ એ નઈ તાલીમ કોણ અમલમાં મૂકશે ? સરકારનું એ ગજું નથી. શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને સરકાર સાથે મળીને પ્રયત્ન કરશે તો નઈ તાલીમ જરૂ૨ અમલમાં આવશે.
બપોરે મહિલા મંડળના આશ્રયે બહેનોની સભા રાખી હતી. તેમાં મહારાજશ્રીએ જણાવ્યું કે બહેનોમાં અપાર શક્તિ છે પણ આજે એ ઘરેણાં ગાંઠાં અને લૂગડાં લત્તાની ટાપટીપમાં ગૂંગળાઈ ગઈ છે; સ્ત્રીઓ સ્ત્રીઓને હલકી ચીતરે છે. નાનપણથી જ બાળક-બાલિકાના ભેદ સર્જે છે. તમો બધાં આ વાતને સમજો અને તમા૨ા સંતાનોને એવા સંસ્કાર આપો કે જે ભારતનું નવનિર્માણ કરે. તમે ધર્મપત્ની કહેવાઓ છો તો પતિ નીતિથી વ્યવસાય કરે છે કે કેમ ? તેની પણ ચોકી રાખો. વગેરે કહ્યું હતું.
બીજે દિવસે રાત્રે મેડિકલ યુનિયનના આશ્રયે સભા થઈ હતી. અહીંના ડૉક્ટરોને ઉત્તેજન મળે તો આદિવાસી પ્રજામાં કામ ક૨વાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી હતી. મહારાજશ્રીએ આયુર્વેદનું રહસ્ય સમજાવ્યું હતું.
નવાપુરની જનતાએ ખૂબ ભક્તિ બતાવી. મહારાજશ્રીના પ્રવચનોએ જનતા ઉપર ભારે અસર કરી. દરેક વર્ગના લોકોનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. વેપારી ભાઈઓને એટલો બધો રસ લાગેલો કે ઠેઠ ખાંડબારા સુધી જયારે સમય મળ્યો ત્યારે સાધન લઈને રાત્રિસભામાં આવવાનું તેઓ ચૂકતા નહીં.
નવાપુરાથી સાવરટ આવ્યાં, રાત્રે મોટી સંખ્યામાં સ્ત્રી-પુરુષો આવ્યાં હતાં. આ બાજુનાં લોકો જુદાં જુદાં ફળિયામાં રહે છે. રાત્રે દારૂ ન પીવા વિશે કહેવાયું. મહારાજશ્રીએ કહ્યું, તમે લોકો દારૂને હોરો કહો છો. એ એક રીતે યોગ્ય છે કારણ કે હોરો એ સડાનું અપભ્રંશ થઈ ગયું છે. આ
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૮૦
Page #227
--------------------------------------------------------------------------
________________
બાજુ ઉચ્ચારમાં ઓકાર વધારે વપરાય છે એટલે સડાનું સોડો, સોડોમાંથી હોરો થઈ ગયું અને ખરેખર દારૂ સડાથી જ બને છે. વસ્તુ સડી જાય તેમાં જીવ પડે ત્યારે જ દારૂ બને છે. એવા દારૂને તમે જયાં સુધી નહીં છોડો ત્યાં સુધી તમારી ઉન્નતિ થવાની નથી. આપણાં પવિત્ર અંતરમાં ભગવાનનો વાસ છે. એ કોઠામાં દારૂ જેવી અપવિત્ર વસ્તુ નાખીએ એટલે ભગવાન આપણાથી દૂર જાય છે. માણસ દેવમાંથી દૈત્ય બની જાય છે માટે તમારે બળ કરીને પણ દારૂ છોડવો જોઈએ. આ પછી એક પછી એક અગિયાર જણાએ દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞા કરી હતી અને દારૂ છોડાવવા એક કમિટિ નીમાઈ હતી. તા. ૨૬-૧-૫૮ : ચિંચપાડા
સાવરટથી ચિંચપાડા આવ્યા. આજે ૨૬મી જાન્યુઆરી હતી એટલે ગામલોકોએ અમારા સ્વાગતમાં જ પ્રભાતફેરી ગોઠવી દીધી હતી. ધ્વજવંદન બાદ મહારાજશ્રીએ જણાવ્યું હતું કે “દુનિયા સ્વતંત્રતાને ઝંખી રહી છે, જે સ્વતંત્ર હોય તે જ બીજાને સ્વતંત્ર કરી શકે. આપણે આઝાદી તો મેળવી, પણ હજુ સામાજિક, આર્થિક આઝાદી મેળવી નથી. આ કામ એકતાથી થઈ શકશે. આ દિવસે આપણે એકતાનો પાઠ યાદ કરીએ.
અહીં વેપારી ભાઈઓની પણ સભા થઈ હતી. વેપારીઓએ દારૂ માટેનો ગોળ નહીં વેચવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ચિંચપાડાથી ખાંત આવ્યા. બપોરે જાહેરસભા થઈ. પ્રથમ ગ્રામ પ્રશ્નોની ચર્ચા બાદ મહારાજશ્રીએ યોગ્ય માર્ગદર્શન આપ્યું. ગામના યુવાન વર્ગ પાસે દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞા લેવડાવી. કુલ ૩૦ ભાઈઓએ દારૂ છોડ્યો હતો.
ખાનગામથી ખાંડબારા આવ્યા. ખાંડબારા સવોદય આશ્રમે મહારાજશ્રીનું સ્વાગત કર્યું.
બપોરે વિદ્યાર્થીઓની, વેપારીઓની અને પછી જાહેરસભા યોજાઈ હતી. વેપારી ભાઈઓએ દારૂ માટેનો ગોળ નહીં વેચવાનું નકકી કર્યું. રાત્રિના સમયે બહેનોની સભા પણ રાખવામાં આવી હતી.
ખાંડબારાથી વેઢાપાવવા આવ્યા. આ બાજુ ગુલિયા નામના એક મહારાજ થઈ ગયા. તેઓ આદિવાસી કોમના હતા. તેઓનો આદિવાસી કોમ ઉપર સારો પ્રભાવ હતો. તેઓએ દારૂની બદીથી આદિવાસી કોમને સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૮૧
Page #228
--------------------------------------------------------------------------
________________
છોડાવી હતી. ગુલિયા મહારાજ પછી તેમના જે શિષ્યો છે તેમનો જોઈએ તેટલો પ્રભાવ પડતો નથી તેમ જાણવા મળ્યું. આ બાજુના આદિવાસીઓનો પહેરવેશ મરાઠી ગુજરાતી બંનેને મળતો આવે છે. બહેનો લીલી, કથ્થઈ અને ભૂરી પટ્ટાવાળી સાડીઓ પહેરે છે.
વેઢાપાવલાથી ભીલ જાંબોલી આવ્યા. આજે બાપુ નિર્વાણ દિન હતો. મહારાજશ્રીએ એ પ્રસંગની સ્મૃતિ તાજી કરાવી અને જણાવ્યું કે બાપુ તો અમર થઈ ગયા પણ એમના સિદ્ધાંતો આપણે આપણા જીવનમાં ઊતારી આપણા જીવનને વધુ ધન્ય બનાવી અંતઃકરણની સાચી અંજલિ આપીએ.
જાંબલીથી રાયગઢ, ઉદમગડી થઈ ખાપર આવ્યા. અત્રે મારવાડી જૈન વેપારીઓ વસે છે. મહારાજશ્રીએ અત્રે જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું. અત્રેના વેપારી ભાઈઓએ દારૂ માટેનો ગોળ નહીં વેચવાની પ્રતિજ્ઞા લીધી.
ખાપરથી અક્કલકૂવા આવ્યા. આ તાલુકાનું ગામ છે. મહા સુદ૧૫ના રોજ અત્રે આદિવાસી લોકોનો મેળો ભરાય છે. આ મેળો યાત્રા સમાન ગણાય છે.
અક્કલકૂવાથી અમો વાણિયાવિહીર આવ્યા. અમે સાતપૂડા પર્વતની તળેટી નજીક આવી ગયા હતા. પર્વતની એક બાજુ તાપી નદી છે અને બીજી બાજુ નર્મદા છે. મરાઠી ભાષામાં કૂવાને વિહીર કહેવામાં આવે છે.
ગામના મારવાડી ભાઈ-બહેનોએ સ્વાગત કર્યું. વેપારી લોકો સાથે સારી ચર્ચા થઈ હતી. મહારાજશ્રીએ જણાવ્યું કે બુદ્ધિજીવી વર્ગનો ઉપયોગ જરૂરી છે. તે વર્ગે ધર્મને સામે રાખી સાચા ઉત્પાદકોના વિકાસમાં મદદ કરવી પડશે. તો જ તેમનું તથા સર્વનું કલ્યાણ થવાનું છે. કૃષિ, વાણિજય અને ગોરક્ષા સાથે ચાલવાં જોઈએ. અત્રોના એક વેપારીએ નવસાર નહીં વેચવાની જાહેર પ્રતિજ્ઞા લઈ દાખલો પૂરો પાડ્યો હતો. અત્રો મકરાણી લોકોની વસ્તી પણ ખૂબ છે. અત્રે દત્ત સંપ્રદાયના કેટલાંક આદિવાસી ભાઈઓ ઘણે દૂરથી પોતાના ગુરુના આદેશથી મહારાજશ્રીના દર્શને આવ્યા હતા. અહીં પણ થોડાં આદિવાસીઓએ દારૂ-માંસ નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
- વાણિયાવિહીરથી બુધાવળ આવ્યા. આ ગામમાં આદિવાસી લોકો જ રહે છે. કોકર મુંડાનાં જૈનો, અક્કલકૂવા, વાણ્યાવિહીર વગેરે સ્થળે આવેલા ૧૮૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #229
--------------------------------------------------------------------------
________________
અને પોતાના ગામે આવવા ખાસ આગ્રહ કરેલો, પણ પ્રથમથી જ કાર્યક્રમ નક્કી થયેલ હોવાથી ફેરફાર કરવો અશક્ય હતો. અત્રેની રાત્રિ સભામાં દારૂ-માંસ અને કુપસ અંગે કહેવાયું હતું.
બુધાવળથી તલોદા આવ્યા. અત્રેના લોકોએ પ્રેમભર્યું સ્વાગત કર્યું વિદ્યાર્થીઓની, બહેનોની જાહેરસભા યોજાઈ હતી. અહીંની ખેતી સુંદર છે.
- તલોદાથી નિર્ઝર આવ્યા. નિઝર આવતાં રસ્તામાં તાપી નદી ઓળંગવી પડી. નિઝરમાં વષો પહેલાં ખેડા જિલ્લાના ગુર્જર લેઉવા પાટીદાર વસેલા છે. આથી તેમની વસ્તી વધારે છે. તેમનો પહેરવેશ હજુ પણ ગુજરાતના પાટીદાર જેવો છે. ઘરમાં ભાષા ગુજરાતી બોલાય છે પરંતુ આજુબાજુનો સંબંધ મરાઠી તેમજ શિક્ષણ પણ મરાઠી હોઈ મરાઠી-ગુજરાતી મિશ્રિત ભાષા બોલે છે. પ્રવચન દરમ્યાન ધર્મનું રહસ્ય સમજાવ્યું હતું. ભંગીવાસ તથા ચમારવાસની મુલાકાત લીધી હતી.
નિઝરથી નંદરબાર આવ્યા. નંદરબારવાસીઓએ મહારાજશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું. ત્રણ દિવસના વસવાટ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. રાત્રિસભાના પ્રવચનમાં રાજકારણ, સમાજકારણ અને અર્થકારણ ઉપર સારી એવી ચર્ચા થઈ તથા ધર્મનું રહસ્ય ઊંડાણથી સમજાવ્યું. જિલ્લાના કાર્યકરોએ મહારાજશ્રીનો લાભ લઈ અહીં ગાંધીમેળો યોજાયો હતો. નંદરબાર જૂની નગરી છે. વસ્તી ૩૪ હજારની છે. ગુજરાતીઓની વસ્તી સારા પ્રમાણમાં છે. પાણી વગેરેની સગવડ સારી છે. નંદ નામના રાજા અને નવાબ વચ્ચે જે લડાઈ થઈ હતી તેના સ્મારકો જોવાલાયક છે. અહીંની દેસાઈ પોળમાં ચારસો વર્ષ પહેલાંના બાંધેલા ઘરો મોજૂદ છે. જે ઉપરથી ચારસો વર્ષ પહેલાની ઘર-બાંધણીનો ખ્યાલ મળી રહે છે. નંદરબાર અને શીંદખેડા તાલુકો દેસાઈ લોકોના વહીવટ તળે હતો. તે અંગેના પુરાવા મળી રહે છે.
નંદરબારથી વાવદ થઈને ઉનાળે આવ્યાં. અહીં તંબોલી લોકોની વસ્તી વધારે છે. આ લોકો નાગરવેલનાં પાનની ખેતી કરે છે. નાગરવેલનાં છોડનું આયુષ્ય ૨૫ વર્ષ સુધીનું ગણાય છે અને બારેમાસ પાન આપે છે. સારી જમીન હોય તો વિઘે ૪ થી ૫ હજાર રૂપિયાનું ઉત્પન્ન મળે છે. જમીન પાછળ ખર્ચ પણ સારું એવું કરવું પડે છે. અગિયારસો સારા પાનનો ભાવ અઢી રૂપિયા છે. નાના પાન આઠ આને હજાર વેચાય છે. વહોરા લોકોની વસ્તી સારા પ્રમાણમાં છે. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૮૩
Page #230
--------------------------------------------------------------------------
________________
આ બાજુ બજાર ભરાવાનો રિવાજ છે. અઠવાડિયે નિયત કરેલાં સમયે બજાર ભરાય છે. લોકો પોતાની ઉપયોગી ચીજો બજાર ભરાયે ખરીદ કરે છે. આ બાજુ ગરીબાઈનું પ્રમાણ વધુ જોવા મળે છે.
રનાળેથી એક ગામ લઈ દોંડાયચા આવ્યા. સુંદર નદીએ ભાગમાં વહે છે.
અહીંથી શીંદખેડ તાલુકો શરૂ થાય છે. દોડાયચા નંદરબાર જેવું જ સુંદર પીઠાનું ગામ ગણી શકાય. દોંડાયચાથી વિખરણ થઈ ચીમઠાણ આવ્યાં. (તા. ૧-૩-૫૮ વિ.વા.). તા. ૧૬-૩-૫૮ :
ચીમઠાણાથી પ્રવાસ કરી અમે ડાંગરણે આવ્યા. દોંડાયચાની આજુબાજ ખેતી ઘણી સારી છે. આ બાજુનો મુખ્ય પાક મરચાં છે. દડાયચા મરચાંનું પીઠું ગણાય છે. રોજની હજારેક ગાડી વેચાણ માટે આવે છે. ડાંગુરણેમાં પાટીલ લોકોની વસ્તી વધારે છે. દિવસે સોનગીરના એક ડૉક્ટર તથા ભૂદાન કાર્યકરો જોડે ઠીક ઠીક વાતો થઈ. રાત્રિ પ્રવચનમાં મહારાજશ્રીએ જણાવ્યું કે ગામડાંએ પોતાનું સંગઠન કરી દરેક રીતે સ્વાવલંબી થવું જોઈએ. વ્યસન માત્રનો ત્યાગ કરવો જોઈએ. ગામડાંના જે કંઈ જટીલ પ્રશ્ન હોય તે લવાદ દ્વારા પતાવવા જોઈએ.
આ બાજુના લોકો દારૂ, માંસ ખૂબ વાપરતા હતા પણ એક વખત આચાર્ય તુલસી તથા તે પહેલાં તેમનાં શિષ્યોના આગમન બાદ કેટલાંક ભાઈ-બહેનોએ દારૂ-માંસ છોડ્યાં છે. સાધુ, સંતો આવા પ્રદેશોમાં વિહાર કરી યોગ્ય માર્ગદર્શન આપે તો તેનું સુંદર પરિણામ આવે. અલબત્ત, તેમાં વટાળવૃત્તિ કે સંકુચિત સાંપ્રદાયિકતા ન આવે તે ખાસ જોવાવું જોઈએ.
લગ્નના રિવાજો થોડે ઘણે અંશે ગુજરાતીને મળતા આવે છે. વર ને કન્યા વચ્ચે ટેબલ મૂકી સામસામે ખુરશીમાં બેસાડી લગ્નક્રિયા કરવામાં આવે છે. ભાત, પુરી, મઠના બાકળાં અને દાળ એ એમનાં લગ્ન પ્રસંગનું મિષ્ટાન્ન ગણાય છે. આ પ્રદેશમાં વનસ્પતિ ઘીનો વપરાશ વધુ છે.
ડાંગરસેથી સોનગીર આવ્યા. સોનગીર ચારેબાજુથી ડુંગરાઓથી ઘેરાયેલું ગામ છે. અગાઉના વખતમાં આ ગામ કોઈ રાજયની રાજધાની હશે તેમ જણાય છે. ડુંગરા ઉપર રક્ષણાત્મક કિલ્લો હજુ પણ અવશેષરૂપે દેખાય છે. ૧૮૪
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #231
--------------------------------------------------------------------------
________________
સથારી કામ તથા વાસણ કામ ઉદ્યોગ મોટા પ્રમાણમાં ચાલે છે. દિગંબરી જૈનોનાં ત્રીસેક ઘર અને છે. ઘરમાં તે ગુજરાતી ભાષા વાપરે છે.
સોનગીરથી નગાવ આવ્યા. અત્રે અહમદનગરથી શ્રી કુંદનમલ ફિરોદીયા તરફથી એક કાર્યકરભાઈ અહમદનગર જિલ્લાનો કાર્યક્રમ નક્કી કરવા આવી ગયા. કાર્યક્રમ મુજબ ચૈત્રી સુદી-૧૩ લગભગ અહમદનગર પહોંચી જવાની ધારણા છે.
નગાવથી ધૂળિયા આવ્યા. શહેરમાં પ્રવેશતાં જ આગેવાનો તથા કાર્યકરોએ ભાવભીનું સ્વાગત કર્યું. અને હરિજન છાત્રાલય, સ્વોદ્ધારક વિદ્યાર્થીગૃહ, અનાથાશ્રમ વગેરે કેળવણી સંસ્થાઓ ચાલે છે. અત્રેની એક સંસ્થામાં વિદ્યાર્થી ભાઈ-બહેનોની સભા રાખી હતી. આ સભામાં હરિજન કાર્યકરો, નાગરિકોએ હાજરી આપી હતી. મહારાજશ્રીએ જણાવ્યું કે ધૂળિયા જેવા શહેરમાં પ્રવેશ કરતાં જ તમારા દર્શન થાય છે તેથી આનંદ થાય છે. ભારતની સંસ્કૃતિ જોતાં જે લોકો પાછળ રહ્યાં છે તેમના તરફ વધુ ધ્યાન આપવું જોઈએ. સદૂભાગ્યે અહીં બર્વે જેવા સેવક પાક્યા. બાપુની ઇચ્છા મુજબ તેમણે પછાત વર્ગોમાં ઘણું કામ કર્યું છે અને ઠક્કરબાપાનો વારસો જિલ્લામાં જાગ્રત કર્યો છે. તમે બધાં સાચું શિક્ષણ લઈ સમાજથી અતડાં ન પડતાં સમાજની સાચી સેવા કરજો. સમાજમાં પેસી ગયેલી કુરૂઢિઓને દૂર કરી લીધેલ શિક્ષણને દીપાવજો. નિરાધાર બાળકો પ્રત્યે હમદર્દી બતાવી તેમને સાચે રસ્તે દોરજો. ધૂળિયાના બે દિવસ નિવાસ દરમ્યાન કોંગ્રેસ હાઉસમાં બહેનોની સભા તથા ગુજરાતી સમાજ તરફથી એક જાહેર સભા યોજાઈ હતી. સમાજ તરફથી યોજાયેલી જાહેરસભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે ગુજરાતીઓ શાણા, કાર્યકુશળ અને બુદ્ધિશાળી છે. ગુજરાતની અસ્મિતા ત્યાગ અને સમર્પણની ભાવના દરેક ગુજરાતી જયાં જયાં વસતો હોય ત્યાં રહી વધુ કેળવી, સાચવી રાખે એ જાતનો અનુરોધ કર્યો હતો. નદી સાગરમાં મળીને પોતાનું વ્યક્તિત્વ ખોતી નથી પણ સાગરમાં ભળવાથી એક યા બીજી રીતે તેનું વ્યક્તિત્વ જળવાઈ રહે છે. ત્યાગથી કંઈ ખોવાનું નથી. ગાંધીજી કાઠિયાવાડી ચુસ્ત સનાતની રહ્યા છતા દુનિયાના અને સર્વ કોમના બની શક્યા હતા,
મુંબઈ વિશે પ્રશ્ન નીકળતાં તેઓશ્રીએ જણાવ્યું કે પ્રશ્નો સંસ્કૃતિની રીતે વિચારવા જોઈએ. ભૌતિક કે ભૌગોલિક રીતે દષ્ટિથી વિચારીશું તો સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૮૫
Page #232
--------------------------------------------------------------------------
________________
નુક્સાન થવા સંભવ છે. કોઈપણ પ્રશ્નની પાછળ આશય કયો રહેલો છે તે જોવાવો જોઈએ.
ધૂળિયાની વસ્તી એક લાખની છે. અત્રે એક મિલ છે. ધૂળિયામાં ગુજરાતીઓની વસ્તી ૧૫૦૦ આસપાસ છે. ધૂળિયાના નિવાસ દરમ્યાન વિનોબાજીના સૌથી નાના ભાઈ શિવાજી ભાવેના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. નિવાસસ્થાન પાસે વિનોબાજીના પિતાજીની સમાધિ, તત્ત્વજ્ઞાન મંદિર, ગૌશાળા વગેરે છે. ખેતીકામ પણ ચાલે છે. અનાજની ખેતી એકલી પોષાતી નથી. આથી સાથે સાથે કપાસ, મગફળી વગેરે પાકો કરવા પડે છે. શિવાજી ભાવે નમ્ર, નિખાલસ અને સંતપ્રકૃતિના છે. તેઓ વિનોબાજીના પ્રવચનોનું વર્ગીકરણ કરે છે. પુસ્તકો પણ લખે છે. કેટલાક વિદ્યાર્થીને તત્ત્વજ્ઞાન શીખવે છે. ‘જ્ઞાનેશ્વરી ગીતા’ ઉપરનો કોષ અને ગીતા ઉપરની વાર્તાઓ સુંદર રીતે તેમણે લખી છે. અત્રેથી ભૂદાન કાર્યકરો વગેરેની છેલ્લી વિદાય લઈ સાંજના લમ્બિંગ આવ્યા. લમ્બિંગથી આવી થઈ ઝોણે આવ્યા. અહીં પશ્ચિમ ખાનદેશની હદ પૂરી થાય છે અને નાસીક જિલ્લાની હદ શરૂ થાય છે. ઝોડગેથી ચીખલવાડ થઈ માલેગાંવ આવ્યા.
માલેગાંવ :
માલેગાંવ નાસિક જિલ્લાની ૬૦ હજારની વસ્તીવાળું શહે૨ છે. મુખ્ય ઉદ્યોગ દક્ષિણી સાડીઓ બનાવવાનો છે. આ ઉદ્યોગ માટે આશરે દસ હજાર ઉપરાંત યંત્રસાળો કામ કરે છે. બધી યંત્રશાળો વિકેન્દ્રિત છે. આ સાળો ઉપર રોજની આશરે પચીસ હજાર સાડીઓ તૈયાર થાય છે. આ ઉદ્યોગને લીધે માલેગાંવ ‘છોટા જાપાન’ કહેવાય છે. આ ઉદ્યોગ મોટા ભાગે મુસ્લિમ કુટુંબો ચલાવે છે. મુસ્લિમની વસ્તી આશરે ચાલીસ હજારની છે. આ ઉદ્યોગને કા૨ણે માણસોને રોજી સારી મળે છે. અત્રે પાટણ (ગુજરાત)ના લોકો બસો વરસથી આ વિભાગમાં આવીને વસ્યા છે. ગુજરાતીઓની વસ્તી ઠીક સંખ્યામાં છે. તેઓ ઘરમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે. શહેરનો જૂનો કિલ્લો જોવાલાયક છે.
કૂવલાણા :
માલેગાંવથી અમે કૂવલાણા આવ્યા. મહૂમ સયાજીરાવ ગાયકવાડની જન્મભૂમિ છે. તેમના કુટુંબીજનોના અત્રે બંગલા છે. તેમના કેટલાંક કુટુંબીજનો અત્રે ખેતી કરે છે.
૧૮૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
Page #233
--------------------------------------------------------------------------
________________
આ બાજુ હોળીનો ઉત્સવ ગુજરાત જેવો જ છે. આ ઉત્સવ ખૂબ ભવ્ય રીતે ઉજવાય છે.
માલેગાંવથી એક માઈલ દૂર આગ્રા રોડનો રસ્તો બદલાય છે. અહીંથી નાસિક ૬૪ માઈલ દૂર છે તથા મુંબઈ ૧૨૦ માઈલ દૂર છે. મનમાડ જવાના રસ્તા ઉપર સુંદર વૃક્ષો હતાં પણ લોકોએ કાપી લઈ રસ્તાને નિવૃક્ષ બનાવેલો છે. આ બાબતમાં લોકોએ તથા સરકારે વધુ ધ્યાન આપવાની જરૂર છે.
કવલાણાથી જળગાંવ આવ્યા. અત્રે એક રાત્રિસભા રાખવામાં આવેલી. સભામાં ગ્રામઉદ્યોગ, વ્યસનત્યાગ ને સહકારી પ્રવૃત્તિ અંગે વાતો થઈ. જલગાંવથી કુંડલગામ આવ્યા. સાંજના મનમાડ આવી ગયા.
મનમાડ મોટું રેલવે જંકશન છે. અત્રે એક બહેનોની તથા એક જાહેરસભા એમ બે સભાઓ યોજવામાં આવી હતી. અત્રે શ્રી ભાઉસાહેબ હીરે મહારાજશ્રીને મળવા માટે આવ્યા હતા. શ્રી હીરેએ મહારાજશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મનમાડથી અંકાઈ આવ્યા. અંકાઈ ઊંચા પર્વતની તળેટીમાં આવેલું ગામ છે. પર્વત ઉપર સુંદર કિલ્લો છે. અજન્ટા જેવી ગુફાઓ પર્વતમાં કોતરી કાઢેલી છે. અંદર પ્રાચીન મૂર્તિઓ છે. અત્રે અગત્સ્ય મુનિનું મંદિર છે.
અંકાઈથી યેવલા આવ્યા. અહીં બીડીનાં કારખાનાં ઘણાં છે. અત્રે સ્થાનકમાં બે મારવાડી મુનિઓનો મેળાપ થયો હતો. અહીં જૂના તથા નવા બંને વિચારના જૈનો જણાયા. રાત્રિની જાહેરસભામાં મહારાજશ્રીએ ધર્મનું સાચું રહસ્ય સમજાવ્યું.
યેવલાથી યશગાંવ આવ્યા. અહીંથી અહમદનગર જિલ્લાની હદ શરૂ થાય છે. યશગાંવ તેનું પહેલું ગામ છે. યશગાંવથી કોપરગાંવ આવ્યા. અહીંનું વાતાવરણ રળિયામણું છે. નહેરના પાણી માં ને ત્યાં નજરે પડે છે. કોપરગાંવ તાલુકામાં શેરડીનાં પાંચ કારખાના છે. જેમાં બે સહકારી ને ત્રણ વ્યક્તિગત છે. આ બાજુનો પ્રદેશ ઔદ્યોગિક છે. આ બાજુ જૂની ખેડપ્રથા ચાલુ છે અને એથી મુશ્કેલી રહે છે. અત્રની સુધરાઈને સારી એવી આવક હોય એમ જણાયું. સુધરાઈએ ગામના મુખ્ય રસ્તાઓ સિમેન્ટના બનાવ્યા છે. વીજળી બત્તીની વ્યવસ્થા સારી છે. કોપરગાંવ ગોદાવરી નદી ઉપર વસેલું છે. અત્રે છૂટક છૂટક સભાઓ યોજવામાં આવી હતી. કોપરગામમાં સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૮૭
Page #234
--------------------------------------------------------------------------
________________
મહાત્મા ગાંધી પ્રદર્શન ખાસ જોવાલાયક છે. ગાંધીજીનું બાવલું, અગિયાર વ્રતોના શિલાલેખો, રમતગમતનાં સાધનો, મહાન સંતોનાં બાવલાં અને તેમનાં સુવાક્યો વગેરે છૂટક છૂટક કુટિરોમાં ગોઠવેલાં છે. ૩૫૦ એકર જમીનમાં ખેતીકામ, ફળઝાડ, ફૂલછોડ, ખાતરની બનાવટો, દેશી સાબુ, ખાદી પ્રવૃત્તિ વિકાસ મંડળની ઓફિસ વગેરે રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલે છે, આ રચના પાછળ ડૉ. મહેતાનો પરિશ્રમ મુખ્ય છે. હાલમાં સરકાર તરફથી લોકસહાયક સેના તાલીમ શિબિર ચાલે છે, જેમાં આ વિભાગના પાંચસો યુવાન તાલીમ લઈ રહ્યાં છે. તાલીમ શિબિરમાં મહારાજશ્રીનું પ્રવચન રાખવામાં આવ્યું હતું
કોપરગાંવથી શીરડી આવ્યા. શીરડી ગામ સાંઈબાબાનું યાત્રાધામ છે. રોજના સેંકડો યાત્રિકો આ ધામની મુલાકાતે આવે છે. યાત્રિકો માટે સગવડતા સારી છે. સાંઈબાબાનું સમાધિમંદિર જોવાલાયક છે. અંદર બાબાની આરસની પ્રતીમા છે અને તેની આગળ બાબાની કબર છે. હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતીક આ રીતે જોવા મળે છે. રાત્રિની જાહેરસભા મંદિરમાં રાખવામાં આવી. આ સભામાં મહારાજશ્રીએ સર્વધર્મનું રહસ્ય સમજાવ્યું હતું. રામ નવમી ઉપર અહીં મોટો ઉત્સવ ઊજવાય છે.
શીરડીથી રાહતા આવ્યા. રાહતાથી એક માઈલ દૂર સાકોરી ગામ છે, તેની મુલાકાત લીધી. સાકોરી ગામ ઉપાસની બાબાની સમાધિ તથા દત્તનું મંદિર છે. ઉપાસની બાબા સાંઈબાબાના શિષ્ય ગણાય છે. અત્યારે બાબાનાં શિષ્યા ગોદાવરીબાઈ કરીને એક બાઈ છે, જેઓ આ સ્થળનો વહીવટ સંભાળે છે. અત્રે બ્રહ્મચર્યાશ્રમ છે, જેમાં પચીસથી ત્રીસ બ્રહ્મચારી બાળાઓ કાયમ રહે છે. જેઓ પૂજાપાઠ, હવન, વાચન, સફાઈ વગેરે કામ કરે છે. અત્રે કન્યાકુમારી મંદિર, તુલસીપૂજાનું મંદિર અને યજ્ઞ માટેનું મંદિર પણ છે. બાબાની એક માન્યતા હતી કે સ્ત્રી જાતિનું શરીર મેળવ્યા સિવાય મોક્ષ મળવો અશક્ય છે એટલે તેઓ કોઈ કોઈ વાર સ્ત્રી પહેરવેશ પણ પહેરતાં. અત્રોના પ્રવચનમાં મહારાજશ્રીએ ધર્મનું રહસ્ય ઊંડાણથી સમજાવી દરેક ધર્મ પ્રત્યે સહિષ્ણુતા દાખવવા અનુરોધ કર્યો હતો.
- સાકોરીથી અસ્તગામ થઈ બાબળેશ્વર આવ્યા. અરોના જૈન ભાઈબહેનોએ ભાવભીનું સ્વાગત કર્યું. આ વિભાગમાં શેરડીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. સારી જમીન હોય અને ખાતરપાણી સારાં મળે તો એક
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું
૧૮૮
Page #235
--------------------------------------------------------------------------
________________
એકરમાં એકસો દસ ટન શેરડી થઈ શકે છે. આ બાજુ એક ટન શેરડીનો ભાવ રૂપિયા છેંતાળીસ છે. આ ભાવ સરકારે નક્કી કરેલ છે. ખર્ચ એકરે જમીન ઉપ૨ પંદરસોથી બે હજાર રૂપિયા આવે છે. એક કારખાનું રોજની હજાર ટન શેરડી પીલે છે. એક ટને આશરે એક બોરી ખાંડ તૈયાર થાય છે. દર વરસે એક કરોડ કરતાં વધુ ઉત્પાદન થાય છે. અત્રે એક મોટું સહકારી ખાંડનું કારખાનું પણ છે.
બાભળેશ્વરથી કોલ્હાપુર આવ્યા. અહીં દસ માઈલના એરિયામાં ખાંડના બે કારખાનાં છે એટલે ખેડૂતોની સ્થિતિ એકંદરે સારી છે. પરંતુ વ્યવસ્થિત સંગઠન નહિ હોવાને કા૨ણે પૈસાનો અવેર સારી રીતે થઈ શકતો નથી. રાત્રિસભામાં મહારાજશ્રીએ ગ્રામસંગઠન અને ગ્રામદાનની ભૂમિકા સમજાવી હતી.
કોલ્હાપુરથી દેવલાલી આવ્યા. અત્રે ખાંડનું એક સહકારી કારખાનું છે. કારખાનાના એક શેરની કિંમત એક હજાર રૂપિયા છે અને એક શેર ખરીદનારે એક એકર શેરડી વાવવી પડે છે અને ઉત્પન્ન થયેલી શેરડી કારખાનાને જ આપવી પડે છે.
દેવલાલીથી રાહુરી થઈ ખંડાબે આવ્યા. આ ગામ ઘણું પ્રગતિશીલ છે. આ ગામમાં અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અસ્પૃશ્યતા નિવારણમાં આ ગામે સારી પ્રગતિ કરી છે. આ બધી પ્રવૃત્તિ પાછળ શાળાના એક શિક્ષક ભાઈ સક્રિય રસ લઈ રહ્યા છે. રાત્રિ સભામાં મહારાજશ્રીએ ગ્રામ સંગઠનની ભૂમિકા સમજાવી હતી.
ખડાંબેથી બાંભોરી આવ્યા. અહમદનગર જિલ્લાનું સૌથી મોટું દાણાનું પીઠું અહીં છે.
બાંભોરીથી પીંપળગાંવ આવ્યા. પીંપળગાંવ ખૂબ રમણિય સ્થળ છે. શ્રાવણ માસમાં કાયમ મેળો રહે છે. અત્રેની જાહેરસભામાં રામાયણના પ્રેરક પ્રસંગો વર્ણવી બતાવ્યા.
પીંપળગાંવથી સાવેડી આવ્યાં. સાવેડીથી એકાદ ફલાંગ દૂર કુષ્ટ રોગીઓને માટે આશ્રમ છે, જેની મુલાકાત લીધી. આશ્રમની ચાલતી વિવિધ પ્રવૃત્તિ જોઈ. આ આશ્રમ કુષ્ટરોગીઓને માટે આશીર્વાદરૂપ છે.
સાવેડીથી અહમદનગર આવ્યા. અહમદનગરના સાત દિવસના નિવાસ દરમ્યાન શહેરની ઘણી સંસ્થાઓની મુલાકાત લીધી. મહાવીર જયંતી ઉપર સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૮૯
Page #236
--------------------------------------------------------------------------
________________
અહીં જૈનોના ત્રણે ફીરકા એકત્ર થાય છે. બીજા મુનિશ્રીઓની સાથે મહારાજશ્રીનું પણ પ્રવચન રાખવામાં આવ્યું હતું. અહીં બિરાજતા પૂ. મોહનઋષિ મહારાજે ખૂબ પ્રેમભાવ બતાવ્યો. મહાસતી શ્રી ઉજ્જવળકુમારીજીની તેજસ્વિતા અને રાષ્ટ્રીય વિચારો જોઈ ઘણો આનંદ થયો. તા. ૧૬-૫-૫૮ : (વિશ્વવાત્સલ્યમાંથી)
અહમદનગરથી અન્ય ગામડાંઓમાં ફરતાં ફરતાં અમે ઘોડ નદી આવ્યા. રસ્તામાં સુખલાલ ખાબી, સ્થા. જૈન કૉન્ફરન્સવાળા શ્રી નાયડાજી બોગાવત, સુખલાલજી લોઢા, ભંડારીજી વગેરે પણ અવારનવાર આવી ગયા. સૌ સાથે હતા. પ્રવાસ કાર્યમાં ઘણો રસ લીધો. વચ્ચે એક દિવસ ભાલના ખેડૂતો કેટલાક પ્રશ્નો અંગે મહારાજશ્રીને મળવા આવ્યા હતા. પ્રવાસમાં રસિક અને પ્રેરક ચર્ચાઓ ચાલી હતી. ઘોડ નદીના ત્રણ દિવસ દરમ્યાન જુદા જુદા વિષય ઉપર પ્રવચનો થયાં. અહીં જૈન લોકોની વસ્તી ઘણી છે.
ઘોડ નદીથી અમે ઉરુલિકાંચન લુણી થઈ હડપસર આવ્યાં. હડપસર શાકભાજીનું મોટું બજાર ગણાય છે. રોજની હજારો રૂપિયાની શાકભાજી લેવેચ થાય છે. હડપસર અને પૂના વચ્ચે રેડિયો ટ્રાન્સમિટરની ઑફિસ છે. મુખ્ય સ્ટેશન પૂના શહેરમાં છે. મુનિ શ્રીમલજી મહારાજ, મહારાજશ્રીને મળવા લોનાવલાથી ઝડપી પ્રવાસ કરીને પૂના આવ્યા હતા. શ્રીમલજી મહારાજ ખૂબ શક્તિશાળી અને ક્રાંતિકારી વિચારના છે. તેઓ સગત પૂ. જવાહરલાલજી મહારાજના પંડિત શિષ્ય છે. ખાસ કરીને તેઓ મહારાષ્ટ્રમાં જ પ્રવાસ કરે છે. પૂનાના નિવાસ દરમ્યાન ઘણાં સાધુ-સાધ્વીઓના સતત ગાઢ સંપર્કમાં આવવાનું બન્યું અને સૌની વાત્સલ્યભરી મમતાનો અનુભવ થયો.
અહીંના આઠ દિવસના નિવાસ દરમ્યાન જુદે જુદે સ્થળે ઉપાશ્રય, રનતબાઈ ગુજરાતી હાઈસ્કૂલ, રાજસ્થાની જૈન મિત્ર મંડળ, ગુજરાતી જૈન મિત્ર મંડળ, કોંગ્રેસ હાઉસ વગેરે સ્થળે પ્રવચન સભા રાખવામાં આવી હતી.
પૂનાના વસવાટ દરમ્યાન યરવડા, આગાખાન મહેલ, મહાદેવ દેસાઈ અને કસ્તુરબા ગાંધીની સમાધિ, લેડી પ્રેમલીલા ઠાકરશીના બંગલો વગેરે સ્થળની મુલાકાત લીધી. શ્રી પ્રેમલીલાબહેને અમારો સૌનો સત્કાર કર્યો. તેઓ કસ્તુરબા સ્મારક નિધિના પ્રમુખ છે. નિધિ તરફથી ચાલતી પ્રવૃત્તિ અંગે વાતો થઈ. તેમણે ભાલ નળકાંઠા પ્રયોગ અંગે શ્રદ્ધા વ્યક્ત કરી. ૧૯૦
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
Page #237
--------------------------------------------------------------------------
________________
પૂનાથી પ્રવાસ કરી અમે દાપોડી આવ્યા. આખે રસ્તે જુદા જુદા ઔદ્યોગિક કારખાનાંઓ, કૉલેજો, લશ્કરી પ્રવૃત્તિ વગેરે જોવા મળી. અહીં એસ.ટી. બસની બૉડી બાંધવાનું મુંબઈ રાજ્યનું સૌથી મોટું કારખાનું છે. ગામની સામે લશ્કરી એન્જિનિયરીંગ કૉલેજ છે. ખડકી ગામે સરકારી દારૂગોળો અને શસ્ત્ર સરંજામના કારખાનાં છે.
દાપોડીથી ચિચવડ આવ્યા. રસ્તામાં સરકારી પેનિસિલિન કારખાનું, ઈજેશન માટેની શીશીઓનું કારખાનું, દૂધની ડેરી, ખાંડના કારખાના માટેની યંત્રસામગ્રી બનાવવાનું કારખાનું અને એમાં કામ કરનારાઓની વસાહતો આવી. ચિંચવડથી થોડે દૂર જીપગાડીઓનું અને રસ્ટન એન્જિન કંપનીઓનું કારખાનું છે.
અહીં મુંબઈ રાજયના મુખ્યમંત્રી શ્રી યશવંતરાવ ચવ્હાણ મહારાજશ્રીને મળવા આવ્યા હતા. તેમની સાથે ઘણા અગત્યના પ્રશ્નો ચર્ચાયા.
શ્રીમલ્લજી મહારાજ અહીં સુધી અમારી સાથે હતા. શ્રી ચવ્હાણની સાથે તેમનો પણ મહારાજશ્રીએ પરિચય કરાવ્યો હતો.
ચિચવડમાં જૈન વિદ્યા પ્રચારક મંડળ તરફથી કેળવણીની સંસ્થાઓ ચાલે છે. અમારો નિવાસ આ સંસ્થામાં રહ્યો. બંને મહારાજશ્રીઓની હાજરીમાં મંડળની પ્રબંધક સમિતિ મળી હતી અને યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. રાત્રે જાહેરસભા પણ યોજાઈ હતી.
- ચિચવડથી મુંબઈના ધોરીમાર્ગ ઉપર થઈ અમે દેહરોડ આવ્યા. આખે રસ્તે લશ્કરી સરંજામ, રહેઠાણો, ઑફિસ વગેરે નજરે ચડે છે. તા. ૧-૭-૫૮ : (વિ.વા.)
દેહુરોડથી વડગામ થઈ કામસેટ આવ્યા. કામસેટ ગામના લોકોએ ગ્રામસંગઠન અને શુદ્ધિપ્રયોગની વાતમાં ખૂબ રસ લીધો. કામસેટથી પ્રવાસ કરી કાલ આવ્યા. ગામની ઉત્તર દિશા તરફ દોઢેક માઈલ દૂર ઊંચા પહાડ ઉપર બૌદ્ધ ગુફાઓ આવેલી છે. કુલ ચાર ગુફાઓ છે અને બાજુમાં પાણીના ટાંકા વગેરે છે. સૌથી મોટી ગુફાના દ્વાર આગળ વિશાળ અશોકસ્તંભ ઊભો કરેલો છે. દરવાજા ઉપરની કોતરણી ખૂબ જ સુંદર છે અને બૌદ્ધ સંસ્કૃતિના ચિત્રો કોતરેલાં છે. અંદર ભવ્ય સભામંડપ આવેલાં છે. વચ્ચે બૌદ્ધ સંસ્કૃતિનો મોટો સ્તુપ છે. બીજી ગુફા 2ાણ માળની અને વિશાળ છે. આ ગુફાઓ ખાસ જોવાલાયક છે. સાધુતાની પગદંડી : પુસ્તક – છડું
૧૯૧
Page #238
--------------------------------------------------------------------------
________________
કાર્લા ગામની દક્ષિણ બાજુ એક માઈલ દૂર મુંબઈ-પૂના રેલવેનું મલવલી સ્ટેશન આવેલું છે. ત્યાંથી લોહગઢ અને વિસાપુર ફોર્ટ વગેરે સ્થળે જઈ શકાય છે. સ્ટેશનની નજીક રવિ વર્મા નામનું પ્રેસ આવેલું છે. આ પ્રેસમાં દેવદેવીઓના, દેશનેતાઓના અને બીજા ચિત્રો છાપવામાં આવે છે. આવા ચિત્રોના છાપકામ માટે આ પ્રેસ પ્રખ્યાત ગણાય છે. ત્યાંથી એકાદ માઈલ દૂર પહાડ ઉપર અન્ય નાની ગુફાઓ આવેલી છે.
કાર્તાથી લોનાવલા આવ્યા. અત્રેના જૈન ભાઈ-બહેનોએ હાર્દિક સ્વાગત કર્યું. લોનાવલા દરિયાની સપાટીથી બે હજાર ફૂટની ઊંચાઈએ આવેલું હવા ખાવાનું સ્થળ છે. આ બાજુનો પ્રદેશ લીલોછમ હોવાથી ખૂબ રળિયામણો લાગે છે. મહારાજશ્રીના પ્રવચનો-વ્યાખ્યાન વગેરે ઉપાશ્રયમાં જ રાખવામાં આવેલાં હતાં. લોનાવલાથી પ્રવાસ કરી અમે ખપોલી આવ્યા.
ખપોલી ગામ લોનાવલાથી લગભગ પંદરસો ફૂટ નીચાઈએ આવેલ હોવાથી ગરમીનું પ્રમાણ વધારે રહે છે. અત્રે ટાટાનું ઇલેક્ટ્રિક કારખાનું છે. ખપોલીથી ખાલાપુર ચૌક થઈ પનવેલ આવ્યા.
પનવેલમાં ગુજરાતીઓનાં લગભઘ ૨૦૦ ઘર આવેલા છે. પનવેલનો મુખ્ય વેપાર ગુજરાતી અને મારવાડીના હાથમાં છે. આજુબાજુના ગામડાંઓ પોતાની જરૂરિયાતની ચીજો ખરીદવા માટે પનવેલ આવે છે.
પનવેલથી પ્રવાસ કરી અમે નાવળા આવ્યા. નાવળા ગામમાં બધી મરાઠી પ્રજા વસેલી છે. તેમની સ્થિતિ ગરીબ છે. એક ઘર બ્રાહ્મણનું છે. ગામમાં બે ત્રણ ઘરો જુદાં તરી આવે છે. આ ઘરો એક મરાઠા શેઠનાં છે. આ શેઠની ગામમાં ચોખાની મિલ છે. શેઠ સ્વભાવે ઉદાર જણાયા અને ધર્મિષ્ઠ પણ લાગ્યા. તેઓનું આખું ઘર માંસાહારી છે. માંસાહાર છોડાવવા માટે સમજાવ્યું. જૈન સાધુઓ કદી આવા ઊંડાણના ગામોમાં વિહાર કરતાં નથી. જો તેઓ વિહાર કરી સંપર્ક વધારે તો અહિંસાની દિશામાં સારું એવું કામ કરી શકે.
નાવળાથી કિરોલી ગામ આવ્યા. કિરોલી ગામ પાસે શ્રી કસ્તુરભાઈ લાલભાઈનું ખેતીફાર્મ છે. તેની મુલાકાત લીધી અને રહેવાનું પણ ત્યાં જ રાખ્યું. મુંબ્રાથી પનવેલ ચૌદ માઈલ થાય છે એટલે વચ્ચે બોમ્બે ૨ોડ ઉપ૨ સાધુઓને એકાદ દિવસના નિવાસ માટે આ જગ્યા અનુકૂળતાવાળી છે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૯૨
Page #239
--------------------------------------------------------------------------
________________
કિરોલીથી મુંબ્રા આવ્યા. અહીંની ખાડીમાંથી ખલાસીઓ રેતી કાઢી વહાણો દ્વારા કિનારે ઠાલવે છે. આથી અત્રે કાંકરી રેતીનો વેપાર સારો ચાલે છે. અહીં ગુજરાતીઓની વસ્તી છે. તેમના સંગઠનો અંગે વાતો થઈ.
મુંબ્રાથી થાણા થોડો સમય રોકાઈ મુલુંડ આવ્યા. મુલુંડના જૈન ભાઈબહેનોએ હાર્દિક સ્વાગત કર્યું અને મહારાજશ્રીને અત્રે ચાતુર્માસ કરવા સર્વાનુમતિથી આગ્રહભરી વિનંતી કરી. અત્રેના જૈનોના દરેક ફિરકામાં વાતાવરણ સંપીલું જણાયું. તા. ૨૫-૫-૫૮ : ઘાટકોપર
ભાંડુપથી સવારે ૫-૩૦ વાગે પ્રવાસ કરી ઘાટકોપર આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો. અમારી સાથે ચાર-પાંચ ભાઈઓ આવ્યા હતા. આજે ચાતુર્માસ માટે ઘાટકોપરમાં પ્રથમ પ્રવેશ હતો. આઠ વાગે સવોદય દવાખાના આગળ સ્વાગત હતું. અમે વહેલાં નીકળેલાં એટલે બે જગ્યાએ થોડું રોકાયા પછી તો માણસોનાં ટોળાં આવતાં ગયાં. રસ્તામાં એક જગ્યાએ બહેનો-ભાઈઓના મોટાં ટોળાંએ સ્વાગત કર્યું. પછી તો ધૂનો બોલાવતાં સરઘસાકારે સૌ દવાખાને આવ્યાં. બહુ મોટી સંખ્યા હતી અને વાહનોની આવ-જા ઘણી હતી પણ સ્વયંસેવકોની ઘણી સુંદર વ્યવસ્થા હતી. શાળાનાં બાળક-બાલિકા સૂત્રોનાં બૉર્ડ લઈ આગળ ચાલતાં હતાં. પછી સૌ દવાખાને આવ્યાં ત્યાં સૌ બેઠાં. જુદી જુદી સંસ્થાઓ તરફથી સ્વાગત થયું. બચુભાઈએ ધૂન બોલાવી. મહારાજશ્રીએ માંગલિક સંભળાવ્યું અને સરઘસ આકારે સૂટો બોલતાં બોલતાં સૌ ઉપાશ્રયે આવ્યાં. રસ્તામાં ઠેર ઠેર સુશોભિત દરવાજા ઊભા કર્યા હતા. ઉપાશ્રયમાં આમ સુંદર વિશાળ મંડપ તૈયાર કર્યો હતો. મીઠા, ઠંડા પાણીની સગવડ હતી. લાઉડસ્પીકરની પણ સુંદર વ્યવસ્થા હતી. સૌ ઉપાશ્રયમાં અને બહાર સભાના રૂપમાં ગોઠવાઈ ગયા. સૌ પ્રથમ આવતાંવેંત મહારાજશ્રી પૂ. ગુરુદેવના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ કરતાં નમી પડ્યા. પછી ચુનીલાલજી મહારાજ, ડુંગરસી મહારાજ અને નરસિંહ મહારાજને નમસ્કાર કરી પાટ ઉપર બેઠા હતા. પાંચેય મુનિઓ એક સાથે બેઠા હતા. સંતબાલજી વચ્ચે હતા. પૂ. કેદારનાથજી સમારંભના મુખ્ય મહેમાન હતા. તેઓ પણ બાજુમાં એક સ્થાન ઉપર બેઠા હતા.
પ્રથમ સંઘના પ્રમુખ શ્રી હરિલાલભાઈ દોશીએ ટ્રસ્ટી શ્રી ચીમનલાલ પોપટલાલ પોતાનાં લેખિત પ્રવચનો વાંચ્યાં હતાં. પછી શ્રી કેદારનાથજીના સાધુતાની પગદંડી : પુસ્તક – છ
૧૯૩
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રવચન બાદ પૂ. સંતબાલજીએ પોતાનું લેખિત, ભારતીય સંસ્કૃતિમાં જૈન ધર્મનો ફાળો એ વિષય ઉપરનું મનનીય પ્રવચન વાંચ્યું હતું. બાદમાં પૂ. નાનચંદ્રજી મહારાજે પોતાની લાક્ષણિક શૈલીમાં સંતબાલજી કેવી રીતે મળ્યા, પછી કેવી રીતે છૂટા પડ્યા અને અત્યારે જે સુંદર કામ કરી રહ્યાં છે તે જણાવ્યું. પોતે વાડામાં પુરાઈ રહ્યા. સમાજસેવા કંઈ નથી કરી શકતા. વાણિયાને ઉપદેશ ખૂબ આપ્યો પણ તેમનાં દિલ પલળ્યાં લાગતાં નથી કારણ કે ઘણાં સંતો જુદી જુદી વાતો કરે ત્યારે સંતબાલે વિશાળ વાડો બનાવ્યો. નળકાંઠામાં એક જ ઉપદેશ એટલે સુંદર પરિણામ લાવી શક્યાં. અમદાવાદમાં દ્વિભાષી તોફાનો વખતે ખેડૂત ટુકડીઓની અહિંસક પ્રતિકાર શક્તિ જોઈ દંગ થઈ ગયો. છતાં કેટલાક લોકો કહે છે સંતબાલ સાધુ નથી. સાધુતાના ઘણા ખરા નિયમો પાળે છે. તે જૈન સાધુ નહીં, જનસાધુ છે. માનવજાતની સેવા કરે છે. અમો વાતો આત્માની કરીએ છીએ પણ કહેવાઈએ છીએ વાણિયાના સાધુ. વગેરે ઘણી વાતો કરી. એ રીતે ગુરુને છાજે તેવી રીતે નહિ ઓછી કે નહિ વધારે જે સત્ય હકીકતો હતી તે કહીને શિષ્યનું બહુમાન કર્યું. ઘણાં વખાણ કર્યા. ગુરુ-શિષ્યના આંતરિક પ્રશ્નમાં કાંઈ બાધા આવી શકતી નથી. છેવટે આભારદર્શન બાદ સૌ વિખરાયાં હતાં.
ગોચરીનો સમય થયો પણ એક ખબર સાંભળ્યાં કે ..ભાઈ કરીને એક ભાઈએ ઉપવાસ કર્યો છે એટલે સંતબાલજીએ આગેવાનોને બેસાડી આખી સ્થિતિનો ખ્યાલ આપ્યો. તેમણે કહ્યું કે એકાદ વ્યક્તિની ખોટી હઠને તમે તાબે ન થાવ પણ એક માના સો દીકરામાં એકાદ દીકરો ભૂખ્યો રહે તો માથી કેમ ખાઈ શકાય ? એટલે તમે બીજા કાંઈ આગ્રહ ના રાખો. બહુ ઉકળાટ પણ ના કરો. કુદરતી પ્રેરણાથી બધું સારું થશે એમ વાતચીત ચાલતી હતી. ત્યાં એક ભાઈ તેમને બોલાવવા ઉપડ્યા. બોલાવી લાવ્યા. મોટા મહારાજ, સંતબાલજી, કાન્તિભાઈ અને નરભેરામભાઈ એકલા બેઠા. દુ:ખનું કારણ પૂછ્યું તો કહે ગઈ કાલે કાંતિભાઈએ જે ફેંસલો આપ્યો તેની જાણ કોઈએ મને કરી નહિ.
કાન્તિભાઈ : બધા સભ્યો હાજર હતા. હું દરેક સભ્યને ઘેર ઘેર કહેવા જાઉં એટલો સમય પણ નહોતો. અંતે તો વાતમાં કંઈ માલ નહોતો. સમાધાન થઈ ગયું. સંતબાલજીએ ભોજન નહીં લીધેલું એટલે મોટા મહારાજે પણ નહિ લીધેલું. જયારે એ બંને ના લે તો સંઘના ભાઈઓ કેવી રીતે લઈ શકે ? સમાધાનથી બધાને સંતોષ થયો.
૧૯૪
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #241
--------------------------------------------------------------------------
________________
થોડા વિરોધમાંથી જ વિરોધ વધે છે. પણ મૂળિયાં જ નષ્ટ કરવામાં આવે તો તેનું પરિણામ સારું આવે છે એમ અહીં બન્યું. આખો દિવસ દર્શનાર્થીની ભીડ રહ્યા કરી. વાડીભાઈ વકીલ, કાશીબહેન, અંબુભાઈ વગેરે ચીમનલાલ ખેરવાવાળાને ત્યાં મહેમાન તરીકે ગયાં. રાત્રે જાહેરસભા રાખી હતી. રોજના ક્રમ પ્રમાણે ભાઈઓ અંદર બેસતાં અને બહેનો બહાર બેસતી. લાઉડસ્પીકર બત્તી વગેરે તો હતું જ પણ સંતબાલજીને આ ઠીક ન લાગ્યું. બહેનોનું આ રીતે અપમાન થાય છે એટલે તેમણે ગુરુદેવની આજ્ઞા મેળવી સહુને બહાર બેસવા વિનંતી કરી. સૌ આનંદથી બહાર આવ્યાં. પ્રથમ ચુનીલાલજી મહારાજે પ્રાર્થનાની જીવનમાં અસર અને તેનો અર્થ કરી બતાવ્યાં પછી મહારાજશ્રીએ વ્યક્તિધર્મ અને સમાજધર્મ વિશે કહ્યું હતું. શ્રમણોપાસક અને શ્રમણો
મહારાજશ્રીએ પ્રવચન કરતાં કહ્યું કે આપણી સામે મોટો સવાલ એ છે કે હિંદ અને વિશ્વ કઈ જાતનો સંબંધ ધરાવે છે અને હિંદ પાસે દુનિયા કઈ આશા રાખે છે ? હિંદ પાસે આધ્યાત્મિક મૂડી છે. મારી ઇચ્છા ચાતુર્માસ દરમ્યાન એ જ ભાષ્યો થતાં રહે તે યોગ્ય લાગે છે.
જૈન ધર્મ સર્વ ધમોમાં પ્રધાન છે તે શા માટે ? ચાર સંસ્થા મળીને સંઘ બન્યો છે. એક ગૃહસ્થ સંસ્થા છે. એક ત્યાગી સંસ્થા છે. બંને સંસ્થાનો કઈ કઈ જાતનો સંબંધ છે અને ભૂતકાળમાં કેવો સંબંધ હતો. માનવી ભૂતકાળમાં હતો. હિંદુસ્તાને દાવો કર્યો છે, કોઈપણ પ્રજા સામે લડીશું નહિ. બધી પ્રજા અમારું કુટુંબ છે. તો એ રીતે સાધુઓએ અને શ્રાવકોએ જીવન જીવ્યાં છે. તેમનો ભૂતકાળ આપણે જોઈએ તો વર્તમાનને સુધારી શકીએ.
પહેલી વાત શ્રમણોપાસક શબ્દ કેમ પસંદ કયો? આખી જૈન સંસ્થા સાધુઓની ઉપાસક છે. સાધુઓ પાસે કોઈ ધન કે સત્તા નથી પણ તેની પાસે બધું છે. શ્રાવકો માટે કેટલીક મર્યાદાઓ આપી. સાધુઓને કેટલીક છૂટો આપી તે એટલા માટે નહીં કે તે ગમે તેમ વર્તે. માતા લાડુ એક હોય તો પ્રથમ પોતે નહીં ખાય બાળકને ખવડાવશે. વધશે તો પોતે ખાશે. નાત થતી હોય ત્યારે ઘરના માણસો પછી ખાય છે. લાડુ ના હોય તો ભાતથી ચલાવશે. આમ સાધુઓ ઉપર ઘણી મોટી જવાબદારી સોંપી છે. તેઓ એવો અવસર આવશે ત્યારે એ પ્રમાણે વર્તશે. સતત એનું ચિંતન ચાલુ હોય. બધી ગાંઠોથી મુક્ત બનશે. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૯૫
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રાવકોને કહ્યું, તમે અમ્પાપરો છો, માબાપા છો, કોનાં? સાધુઓના. કોઈ એમ પૂછે કે દીકરા વધે કે માબાપ વધે ? એક અર્થમાં માબાપ મોટા છે. વડીલોને અનુભવ છે. દીકરો એટલા માટે મોટો કે નવા વિચારો તરત ગ્રહી લે. પૂર્વગ્રહ એને હોતો નથી. સાધુઓ વિચારે છે કે ભોજન નહિ મળે તો પણ આત્મા અમર છે. શ્રમણ એમ કહે છે મેં આજે કંઈ ભેગું કર્યું છે તે મારા માટે નથી. આનંદ વગેરે શ્રાવકો ઘણી મોટી સોનામહોરો રાખતાં, તે ભેગી કરવા માટે નહિ. સમાજને જયારે જયારે જરૂર પડે ત્યારે ખડે પગે તૈયાર રહેવું. આમ બંનેની જવાબદારી રહેતી અને સમજાતી.
સાધુઓએ નાનું કુટુંબ છોડ્યું. મોટું મેળવ્યું. એમાં જૈનો જૈનેતરો દેશપરદેશના મોકા આવે, કીડી, મંકોડાં, વનસ્પતિ બધું આવે તેના (છ કાયના) માબાપ. આવા સાધુઓનાં શ્રાવકોમાં છાપ કેટલી બધી જવાબદારી શ્રાવકોની આવે છે ? હું એમ નથી માનનારો કે આગળ વિકાસ નથી. ગમે તેટલા આસક્ત બની ગયાં હોઈએ, સમાજથી તરછોડાયેલા હોઈએ, મધ્યમ વર્ગ કચડાઈ ગયો છે. આમ છતાં હું આશાવાદી છું. બધાં પ્રયોગો પછી હું આ કહું છું. બધું જ સુંદર રીતે કરી શકાય છે.
પ્રેમજી ભવાનજી આવેલાં, તેમની સાથે અંજારની વાડીઓ અંગે અંબુભાઈની હાજરીમાં વાતો થઈ. આ પ્રશ્ન અગત્યનો છે પણ કોઈ વહેલાસર જાગ્યાં નહીં એટલે મુશ્કેલી છે. છતાં રસ્તો કાઢવા પ્રયત્ન કરશે.
આ પછી મહારાજશ્રી અને અમો બધાં સર્વોદય હોસ્પિટલની મુલાકાતે ગયાં. હોસ્પિટલના સ્થાપક શ્રી કાંતિભાઈ સાથે આવ્યા હતા. તેમણે ફરીને બધું બતાવ્યું. બહુ મોટી હોસ્પિટલ છે. પાંચસો દરદીઓ છે. વ્યવસ્થા પોતે કરે છે એટલે સુંદર છે. તા. ૨૮-૫-૫૮ થી ૧૪-૬-૫૮ : ચાંદીવલી
ઘાટકોપર પ્રવાસ કરી ચાંદીવલી આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. પૂ. ગુરુદેવ, ચિત્તમુનિ વગેરે સાથે જ હતાં. ગુરુદેવ સાથે થોડા દિવસ રહેવાય એવી ઇચ્છા હતી એટલે અમો સાથે જ આવ્યા. છોટુભાઈ, કાશીબહેન અને ઘાટકોપરના ઘણાં ભાઈઓ સાથે આવ્યાં હતાં. ગુરુદેવ ડોળીમાં હતા. ટૂંકે રસ્તે આવ્યા. રસ્તામાં ડુંગરા ઊતરીને આવ્યાં. મજૂર લોકોના ઝૂંપડાં આવતાં હતાં. રસ્તામાં મુંબઈને પાણી પૂરું પાડતી તોતિંગ પાઈપલાઈન આવી. પાઈપ સાથે નાના પાટા છે. જેથી ટ્રોલી જઈ શકે અને જોઈ શકે. ૧૯૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #243
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯મીએ સાંજે શ્રી ઢેબરભાઈ કોંગ્રેસ પ્રમુખ અને મહેસૂલ પ્રધાન શ્રી રસિકભાઈ મહારાજશ્રીને મળવા આવ્યા હતા. દોઢેક કલાક રોકાયા હતા. રસિકભાઈએ કહ્યું ઃ ગણોતધારામાં જે સુધારો કર્યો તે માટે મોરારજીભાઈને પુછાવ્યું હતું. અમે આવું કરવા માંગીએ છીએ, તમારી શી સલાહ છે ? એટલે તેમણે લખ્યું યોગ્ય લાગતું હોય તો કરો - ક૨વું જોઈએ. બીજું નાના જમીનદારો માટે ક૨ોડેક રૂપિયા વળતર તરીકે આપવા વિચારે છે. આ શુભ વાત છે.
તા. ૧-૬-૫૮ :
આજે બપોરે ત્રણથી વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘના બંધારણ માટે તેના કાર્યના વિસ્તાર અંગે ઘાટકોપર અને બૃહદમુંબઈના આગેવાન ભાઈઓ મળ્યા હતા. કાર્યવાહીની શરૂઆત મીરાંબહેને પ્રાર્થનાથી કરી. ત્યારબાદ આ સભાના પ્રમુખ તરીકે દુર્લભજીએ કહ્યું :
“આજે આપણે મુંબઈમાં કંઈક ઉપયોગી કામો થાય અને સંતબાલજી પોતાનાં કાર્યો પડતાં મૂકીને અહીં આવ્યા છે તો ઘાટકોપર સંઘના આમંત્રણથી આવ્યા છે. ઘાટકોપર સંઘ થોડો અણગમો વહોરીને પણ જે કંઈ કરી રહ્યો છે. ઘાટકોપરની કૉંગ્રેસ કમિટિ અને બીજા ભાઈબહેનો કંઈક એવું ઇચ્છી રહ્યા છે. ધર્મ-ક૨ણી એક વાત છે અને એનાથી સમાજ ઉપયોગી કાંઈ કાર્યો થાય તે જુદી વાત છે. એમની પ્રણાલિકા માત્ર જૈન પદ્ધતિને પકડી રાખવાની નથી. સમસ્ત સમાજને લાભ થાય તે છે. જેમને કાર્યકરો જોઈએ છે તે મળે. કાર્યકરો મળે એ સંતબાલજીની ઇચ્છા છે. વિશ્વવાત્સલ્યમાં લખે છે તેમ જૈન પ્રણાલિકા આટલી વિશાળ હોવા છતાં એક વાડામાં પુરાઈ રહીને સંકુચિત બનાવી રહ્યા છે. જૈન સાધુએ સમાજને ઇન્સાફ આપે એ સ્થિતિ સર્જે. જૂની વિચારસરણીવાળા આ વાતોથી બળવો પોકારે છે પણ એની ચિંતા નથી. એવો બળવો થાય અને આપણે લડવું પડે તો કાર્યકરો કુંદન થશે. સાધુઓ તદ્દન શિથિલ થઈ ગયા છે. એવી વસ્તુ નથી કે સાધુ સંસ્થાને તોડી પાડવી કે મહાવીરની પરંપરાને તોડી નાખવી. આપણે તો માનવે કઈ રીતે જીવવું, કેવો વ્યવહાર કરવો તે જોવાનું છે. જૈન સાધુઓએ રાજાઓને હલાવી શકતા, સમાજસુધારા દાખલ કરાવી શકતા હતા. અજબ શક્તિ હતી. આજે છાપામાં હલકી ખબરો વાંચવા મળે છે. સાધુએ સમાજ ઉલટે રસ્તે જતાં દેખાય તો બેસી રહે ચાલે નહિ. હિંમત પણ હરાય નહિ. કદમ ઊઠાવવાં સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું ૧૯૭
Page #244
--------------------------------------------------------------------------
________________
જોઈએ. સંગઠિત રીતે ઊભા થવું જોઈએ. જૈન સમાજ વાડો નથી. તેણે અનેક સમાજોપયોગી કામ કર્યા છે. આ વિચારો મારા પૂરતાં છે. કોઈને દુભવવાનો હેતુ નથી. મેં કાર્યક્રમનો અભ્યાસ કર્યો પણ નથી. ગાંધીજીએ જે જૈન સાધુઓ ન કરી શક્યા તે કરી બતાવ્યું. વિનોબાજી આજે સાધુઓનું જ કાર્ય કરી રહ્યા છે. સમકિતનો અર્થ સમજવો જોઈએ. સમકિત કોઈનો ઇજારો નથી. જૈન સાધુઓએ ચાતુર્માસમાં શું કરવું, શ્રાવકો પાસે કેવાં પ્રવચનો કરવાં તે નક્કી કરવું જોઈએ. એક મંડળ પાસ કરે તેવી વ્યક્તિ પાસે પ્રવચનો કરાવવાં જોઈએ. સામાજિક સંસ્થા રીતે તેને સમજવામાં આવે. નમોકારનો અર્થ સમજવામાં આવે તો મજલ નથી કે એ પ્રવચનથી માણસમાં ફેરફાર ન થાય. કોઈ સાધુઓ એમ પણ કહે છે કે અમને કહેવાનો તમને શું અધિકાર ? હું નમ્રતાપૂર્વક કહું છું કે અધિકાર છે. કારણ કે અમો તમને પાળીએ છીએ, પોષીએ છીએ. એક વિનોબા કે એક ગાંધી બધું નહિ કરી શકે. પૂંજીપતિને હવે કાંઈ પૂછવાનું નથી. સંસારપતિને પૂછવાનું છે.
મને એમ પણ લાગે છે કે સંતબાલજી પાંચ માસ ચાતુર્માસ રહેશે તો વીસ રવિવાર આવે છે. એ દિવસોમાં કોઈ એવા કાર્યક્રમો થાય, પ્રવચન કરવાના હોય તો એવાં થાય કે જે બહુ ઉપયોગી થાય. પુસ્તક આકારે તેને સાચવી શકાય.
ત્યારપછી પૂ. નાનચંદ્રજી મહારાજે જણાવ્યું કે દુર્લભજીભાઈએ કહ્યું તે સાચું છે. નૈતિક જીવન ઊંચું થાય તેવું કંઈ કર્યું નથી. શ્રાવકના ધર્મ સમજાવ્યા. નિયમો, પચ્છખ્ખાણો, ક્રિયાઓ કરાય પણ આચાર દૂર કરી ગયા છે. ડૉક્ટર પાસ ના થાય ત્યાં સુધી ડિગ્રી મળી શકે નહિ. એમ સાધુ કેટલો અભ્યાસી હોવો જોઈએ ? કાલ સવારે મજૂરી કરતો હોય તે આજે પાટ ઉપર બેસી જાય એ શું જ્ઞાન આપી શકે ? પછી આપણે કહીએ કે સાધુ આવો નીકળ્યો. જો સાધુ અભ્યાસી હોય તો તમારી જબાન અમારી હાજરીમાં નીકળી કેમ શકે. શ્રાવક વ્યભિચાર કરે, ચોરી કરે, અનીતિ કરે અને શેઠ થઈને ફર્યા કરે એ કેમ ચાલે ? સાધુને આજ્ઞા કરી છે એ ના કહ્યું એ વાત હવે ચાલે નહિ. કંઈક સક્રિય થવું જોઈએ. એકલા સરસ વીસ-પચ્ચીસ વ્યાખ્યાન થાય તે બસ નથી. એની સાથે ક્રિયા ચાલવી જોઈએ. જુનવાણી સામે બળ કરશે પરંતુ તેને ખાત્રી થવી જોઈએ કે કામ સારું છે. જે ક્રિયા તમને ઊંચે લઈ જાય, પારકાનું દુઃખ જોઈને હૃદય રડી પડે. ૧૯૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #245
--------------------------------------------------------------------------
________________
આટલી બધી સામયિક થાય છતાં સમાજમાં આમ કેમ ચાલે? સંતબાલે કોળી, વાઘરી પાસે ખોટી આદતો છોડાવી. પણ એ લોકોએ ત્યારે માન્યું કે જયારે તેમનાં દુઃખ દૂર કર્યા છે ત્યાં પ્રાયોગિક સંઘ કયો છે. એની એવી ઈચ્છા છે કે અહીં એવો સંઘ થવો જોઈએ. ભાલ નળકાંઠામાં પ૦૦ ગામમાં તેણે કામ શરૂ કર્યું છે. તેણે એકેન્દ્રિયના ભોગે પંચેન્દ્રિયનું કલ્યાણ કર્યું અને એકેન્દ્રિયની રચના કરી. પંચેન્દ્રિયને છોડી દીધાં. કોઈ માણસ ખૂન કરે અને ખૂની છૂટી જાય તે કેમ ચાલે ? તેણે શુદ્ધિપ્રયોગ શરૂ કર્યા. સફળતા મેળવી. મારે વાતો વધારે નથી કરવી. એ તો એ કહેશે પણ કંઈક વિચારવું જોઈએ. આપણે બે ચોપડા રાખીએ. કોર્ટમાં ખોટું બોલીએ, સુધરીએ નહીં. એક માણસે ચોરી કરી. ઉપવાસ શરૂ થયાં ને તે માની ગયો. આવું કોર્ટના કરી શકત. ધર્મ પામવા નીતિ જોઈએ. સમાજમાં કંઈક કામ થાય. શ્રેય કરી શકો અને એ પણ અહિંસાને માગે. ઘણાંને લાગે કે આ કહ્યું, આ ના કલ્પ પણ મુંબઈમાં આવ્યા જ છીએ. ઘણુંયે ના કહ્યું એવું કરવું પડે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોવો જોઈએ. બળ જોવું, કક્ષા જોવી, કાળ પ્રમાણે ફેરફાર કરીએ તો સમાજ જરૂર સુધરી શકે.
રતિલાલભાઈએ કહ્યું કે, પૂ. સંતબાલજીએ પોતાનું જીવન સમાજકલ્યાણ માટે ખસ્યું છે. એવાં કાર્યો અહીં થાય તેની વિચારણા કરવા મને બોલાવવામાં આવ્યો છે.
ચીમનભાઈ ચકુભાઈએ ભાલના શુદ્ધિપ્રયોગનો અનુભવ અને સંતબાલજીની દૃષ્ટિ, તેમની શક્તિનો ઉપયોગ વગેરે સમજાવ્યું હતું.
ઘાટકોપર સંઘના પ્રમુખે ટેકો આપ્યો. બીજા પણ કેટલાક ભાઈઓ બોલ્યા. એક ભાઈએ સંસ્થા રચવા સિવાય કામ કરીએ તો વધુ સારું નહિ ? એ પ્રશ્ન મૂક્યો. વિનોબાજી પણ સંસ્થા બનાવ્યા સિવાય આગળ કામ કરવાનું કહે છે.
પૂ. સંતબાલજી મહારાજે છેલ્લે જણાવ્યું કે ગાંધીજી આપણી વચ્ચે જ થઈ ગયા. તેમણે કહ્યું આ બધું કામ સાધુ-સંતો કરે. આજે બૉમ્બયુગ ચાલે છે. યૂનો સંસ્થા છે પણ તેમાં જૂથવાદ છે. આપણે દુનિયાના રાજકારણમાં પ્રવેશ કરવો હોય તો કોઈ સંસ્થાની જરૂર પડે છે. એ સંસ્થા આજે કોંગ્રેસ છે. રાજકીય રીતે કૉંગ્રેસ રહે તેમાં કોઈને વાંધો નથી લાગતો. સામાજિક, આર્થિક બાબતોમાં તેની પ્રગતિ અટકી છે. તો અહિંસક રીતે એ પ્રગતિ સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૯૯
Page #246
--------------------------------------------------------------------------
________________
આગળ જવી જોઈએ. ભાગલા પછી ગાંધીજી નોઆખલી ગયા. લોકોએ કહ્યું, આઝાદી આવી ગઈ. હવે આશ્રમમાં આવી જાઓ. પણ બાપુએ કહ્યું, હરિપ્રસાદ આશ્રમ દૂર છે, નોઆખલી નજીક છે. તેઓ એકલા ગયા. તેમનું ખૂન ના થયું હોત તો તેઓ જરૂર પાકિસ્તાન જાત. હવે તેમનું અધૂરું કામ આપણે આગળ ચલાવવાનું છે. અમદાવાદમાં હુલ્લડ થયું. હું ત્યાં ચાતુર્માસ રહ્યો હતો. મેં વિચાર્યું ઘરમાં બેસી રહેવું એ બરાબર છે ? હું નીકળ્યો પણ તે વખતની સ્થિતિ એવી હતી કે કોઈ સાંભળવા તૈયાર નહોતું, પણ મને મનમાં થયા કરે કે શાંતિના દૂત સાધુઓએ કંઈક કરવું જોઈએ.
ભાલમાં જે પ્રયોગ ચાલ્યા તેવા મુંબઈમાં ચાલી શકે. વગર હથિયાર અન્યાયનો સામનો થાય. સમાજના નૈતિક સંગઠન દ્વારા દબાણ આવે. કાર્ય હોય તો કાર્યકરો નથી એમ નથી માનતો અને મુંબઈ જેવી યોગ્ય નગરી બીજી છે ખરી ? આજ સંસ્થા બને કે ના બને, કાર્ય થવું જોઈએ. એક વિચારક બળ મળે. એકઠાં મળીને કાર્યક્રમો કરે એટલે હું ઇચ્છું છું. આજે કૉંગ્રેસ છે. ગોવા બાબત શું વિચારે છે? પોલીસ બળ સિવાય, કાનૂનભંગ સિવાય એ કામ થઈ શકે કે નહિ ? માર્ગદર્શક સહુએ બની શકે.
- સંતબાલજી એક વ્યક્તિ છે. તે તો માત્ર નિમિત્ત છે. તે શું કરી શકે ? જનતાનું બળ મળે તો જ કામ થાય. મારી દૃષ્ટિ મુજબ આજના યુગના મહત્ત્વના પ્રશ્નો શહેરો માટે આ પ્રમાણે કહી શકાય છે. અહિંસક દૃષ્ટિએ પ્રશ્નોનો ઉકેલ થવો જોઈએ. મધ્યમવર્ગ માટે કંઈક થવું જોઈએ. બહેનોની શક્તિનો ઉપયોગ થવો ઘટે. તા. ૨૬-૫૮ :
આજે નવલભાઈ શાહ, ગોવિંદભાઈ રાવળ, સુમતિબહેન વગેરે પંઢરપુરથી આવ્યા. નવલભાઈએ મોટા મહારાજને પંઢરપુરના સંમેલનનો ખયાલ આપ્યો. ગોવિંદભાઈ રાવળે વિનોબાજીએ સ્યાદ્વાદ અને મહાવીર વિશે જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું.
રાટો “નવભારત ટાઈમ્સ'ના તંત્રી શ્રી હરિશંકર જોષીને લઈને ચીમનભાઈ આવ્યા હતા. તેમની સાથે શુદ્ધિપ્રયોગ અંગે વાતો થઈ.
દિવસના છગનભાઈ સોની, કુંવરભાઈ અને ચુનીલાલજી મહારાજ વગેરે આવ્યા હતા. અંજારની વાડીઓનો પ્રશ્ન ચર્ચાયો હતો. અંબુભાઈ, ૨૦૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #247
--------------------------------------------------------------------------
________________
કાશીબહેન વગેરે હતા. એ અંગે ત્રીજી તારીખે બધાંએ પ્રેમજીભાઈને સેક્રેટરીએટમાં મળવું એમ વિચાર્યું. રાત્રે ભાલ નળકાંઠા પ્રવૃત્તિ અંગે છોટુભાઈ, કાશીબહેન, નવલભાઈ, હરિવલ્લભભાઈ, અંબુભાઈ વગેરે સાથે વાતો થઈ. ખાંભડામાં શુદ્ધિપ્રયોગ અંગે, શિયાળમાં પ્રસૂતિગૃહ અંગે વાતો થઈ.
રાત્રે સુરાભાઈ, માનસિહભાઈ વગેરે છ જણ આવ્યા. તા. ૪-૬-૫૮ :
સવારથી સાડા દસ વાગ્યા સુધી મહારાજશ્રીએ જુદા જુદા કાર્યકરોને મુલાકાત આપી. પ્રથમ સુરાભાઈ, અંબુભાઈ, કાશીબહેન, છોટુભાઈ સાથે ખાંભડા પ્રકરણ અંગે અને બીજી વાતો કરી. ત્યારબાદ સાબરકાંઠાવાળા નરસિંહભાઈ ભાવસાર, લક્ષ્મીશંકર જોષી વગેરે સાથે ત્યાંના પ્રશ્નો અંગે વાતો કરી. ખાસ કરીને એક બંધ બંધાય છે તેમાં ખેડૂતોની જમીનો જાય છે. તેમને બીજે જમીન મળવી જોઈએ એ પ્રશ્ન હતો. મહારાજશ્રીએ કહ્યું જ્યાં સુધી વ્યવસ્થિત સંગઠન નહીં હોય ત્યાં સુધી સરકાર કોઈ પ્રશ્નો સાંભળવાની નથી. મુખ્ય તો ઇજનેરને ગળે વાત ઉતારવી જોઈએ. જો બંધનું સ્થાન બદલવું હોય તો ત્યારબાદ કચ્છના પ્રશ્નો અંગે છગનબાપા સાથે વાતો કરી. તા. ૭-૬-૫૮ :
આજે મોટા ગરદેવનાં વ્યાખ્યાનો લખવામાં જ બધો સમય કાઢઢ્યો. સવારની પ્રાર્થના પછી મોટા ગુરુદેવ સુંદર ઉદ્બોધન કરે છે. એમણે કહ્યું : આપણે બહારની સેવા કરીએ એ તો સારું છે પણ પ્રથમ પોતાની જાતને ઓળખવી જોઈએ. પોતાને ઓળખે તો ઝઘડા મારા મટી જાય. દુઃખ અને સુખનું કારણ “હું' છું, બીજા તો નિમિત્ત છે. એક માણસ ગમે તેમ બોલી ગયો. તો ક્રોધ મારા અંતરમાંથી જાગ્યો. જો એમ વિચારું કે તે બિચારો મને સમજયો નથી અને હું તેને સમજ્યો નથી. તેની રીતે તે સાચો છે. મને શું નુક્સાન કરવાનો છે ? મારું છે તે ક્યાંય જવાનું નથી. કોઈ લઈ જઈ શકતું નથી અને મારું નથી તે ભલે લઈ જાય. આ અંતરમાંથી વિચારવું જોઈએ. એને માટે થોડું ચિંતન કરવું જોઈએ.
શરીરની રચના તો જુઓ. આપણે કહીએ છીએ કે આંખ જુએ છે, કાન સાંભળે છે, મોટું બોલે છે પણ એમ નથી. મગજમાં યંત્ર ગોઠવ્યું છે. તે હુકમ કરે છે ત્યારે આંખ, કાન કામ કરે છે. પગે વાગ્યું તો પગને દુઃખ સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૨૦૧
Page #248
--------------------------------------------------------------------------
________________
નથી થતું પણ મગજમાં દુ:ખે છે. આપણે કહીએ છીએ પગે દુ:ખે છે. જો એ દુ:ખમાં મન ના હોય, બીજે ધ્યાન હોય તો દુ:ખ થતું જ નથી. આમ તો ઘણુંયે જોઈએ છીએ પણ ઉપયોગ નથી હોતો. મગજ કહેતું નથી એટલે કિંઈ જોઈ શકતાં નથી. મગજના હુકમ સાથે આંખમાં રોશની હોવી જોઈએ. એ પાણી નીકળી જાય તો મગજનું પણ કંઈ ના ચાલે. પગે ઓપરેશન કરે, આંખ જોઈ શકે પણ ઇજેકશન આપીને એક અંગ બંધ કર્યું હોય છે એટલે દુ:ખનો અનુભવ થતો નથી. કેવી અજબ શરીરની રચના છે ! બધું બનાવી શક્યાં. એક લોહીનું ટીપું કે વીર્યનું બુંદ પણ બનાવી શકતા નથી. એક ભાઈને મગજનું ઓપરેશન કર્યું. એક નસ તૂટી ગઈ એટલે નાકની ઇન્દ્રિય બંધ થઈ ગઈ. નરક મૂકો કે અત્તર મૂકો બધું સરખું લાગે. નાક એનું એ જ હતું. એક મિનિટમાં હૃદય કેટલી વાર લોહીને બહાર ધકેલે છે ? આ બધું શરીરશાસ્ત્ર જાણીએ તો “હું” કોણ તેનો ખ્યાલ આવે.
બીજી વાત કરી સતત લડતાં રહેવાની. શરીરના પરમાણુઓ જગતના પરમાણુઓ સાથે સતત લડતા રહે છે. એક જંતુ બીજા જંતુ સાથે લડે છે. નબળાને સબળું હરાવે છે. રોગ ત્યારે થાય છે જયારે નબળા જંતુઓ સબળાને હરાવે છે. લાકડું બળે છે. આપણે કહીએ છીએ કે લાકડું બળે છે પણ પ્રથમ તો તેના પરમાણુઓએ અગ્નિ સામે લડત આદરી પણ પછી હારી ગયા. પાણી ગરમ ત્યારે થાય છે કે જયારે અગ્નિ સામે લડે છે, પણ હારી જાય છે. એટલે અગ્નિમય બની જાય છે પણ તે જ પાણી અગ્નિના પરમાણુઓને હરાવી નાખીને મારી પણ નાખે છે. પગના બૂટ વરસમાં ઘસાઈ જાય છે. લોખંડ પણ ઘસાઈ જાય છે તો ખુલ્લા પગે ચાલીએ તો આખી જિંદગીમાં તો ઢીંચણ સુધી ઘસાઈ ગયા હોત ! પણ પરમાણુ ઘસારા સામે લડે છે. ખૂટતી વસ્તુ મૂકી દે છે. કપડું ફાટી જાય છે પણ ચામડી ફાટતી નથી. ઘસારો તો પાર વગરનો પણ લડતમાં એ જંતુઓ જીતી જાય છે. વીર યોદ્ધો હંમેશાં લડતો હોય છે. અન્યાય સામે રાગ-દ્વેષ રાખ્યા સિવાય તે અંતરશત્રુઓ સામે પણ માનવીએ લડતાં રહેવું જોઈએ. રાગદ્વેષ, માન-માયા, છળ-કપટ, જૂઠ-ચોરી વગેરે દુર્ગુણો જંતુઓ સામે લડવું જોઈએ. સારું ય જગત લડ્યાં કરે છે. પ્રાણીમાત્ર – પુદ્ગલો વગેરે સૌ લડ્યા કરે છે. સબળો નબળાને મારી હટાવે છે. જીવનનું ધ્યેય લડવું, જીત મેળવવી એ જ છે. એ જીત ભૌતિક વસ્તુઓની તો ખરી જ પણ મુખ્ય તો આધ્યાત્મિકતાની છે. ૨૦૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
Page #249
--------------------------------------------------------------------------
________________
આજે વિશ્વવાત્સલ્યની બીજી મિટિંગ થઈ. ઘાટકોપરના આગેવાનો હરભાઈ દોશી - સંઘ પ્રમુખ, બચુભાઈ ગોસલિયા - મંત્રી, હઠીભાઈ અને કેવળચંદભાઈ, ચીમનભાઈ, ખુશાલભાઈ વગેરે સભ્યો આવ્યા હતા. પાલનપુરવાળા કાનભાઈ ઝવેરી અને બીજા પચ્ચીસ ભાઈઓ આવ્યા હતા. બંધારણની દરેક કલમ ઉપર ઠીક ઠીક ચર્ચાઓ થઈ. આજીવન સભ્યોની ફી ૨૫૧ થી ઓછી કરી ૧૦૧ ઠરાવી. સામાન્ય સભાસદની ફી એક રૂપિયાને બદલે બે રૂપિયા રાખી. સૈદ્ધાંતિક મતભેદ પડે તો છેલ્લો નિર્ણય મુનિશ્રી સંતબાલજીનો સ્વીકારવો. આ સુધારા મંજૂર થયા. નિયામક સમિતિએ એક મંત્રી ભાલ નળકાંઠાનો રાખવો કારણ કે ભાલનો અનુભવ શહેરોને ઉપયોગી થાય.
તા. ૧૦-૬-૫૮ :
આજે સવારે પ્રાર્થના બાદ મોટા ગુરુદેવે શરીરશાસ્ત્ર અન મનોવિજ્ઞાન વિશે વિસ્તારથી ઘણું કહ્યું. તેમણે કહ્યું કે હું કલાકો સુધી એનું ચિંતન કરું છું પણ પાર આવતો નથી. એક મગજની અંદર કેટલા ટેલિફોન ! માણસે જેટલું જોયું હોય તેમાંથી જેનો વિચાર કરે તેની ચાંપ દબાઈ અને એ દશ્ય ખડું થઈ જાય. ત્યાં આગળ એક મકાન ને બીજું મકાન થઈ ગયું હોય તે ન જોઈ શકાય. ટેલિવિઝન, વાયરલેસ ટેલિફોન એ જોઈને આપણને નવાઈ લાગે છે પણ શરીરની રચના તો જુઓ. હ્રદય સેકંડનો પણ આરામ લીધા સિવાય સતત કામગીરી બજાવ્યા જ કરે છે. લોહીને શુદ્ધ કરીને આખા શરી૨માં ધકેલ્યા કરે છે. દાંતની રચના કેવી અજબ ! એનું ઇનેમલ ના હોય તો દાંત કંઈ જ કામ ના આપે. વધારે ખારાશ ખાઈએ ત્યારે ઇનેમલ ઉપસી આવે છે એટલે ચાલુ સ્થિતિમાં ના આવે ત્યાં સુધી બીજો ખોરાક ખાઈ શકતો નથી. દાંતમાં પણ દાઢોની રચના, ખોરાક ખાવ એટલે જીભ તેને સંકોર્યા કરે, પાવડર બની જાય, એમાં પાણી (થૂંક) રેડાયા કરે, માખણ જેવું થાય એટલે મીઠાશ આપે. અથાણાની ખારાશ, ખટાશ, તિખાશ વગેરેમાંથી ખોરાકનું લોહી થાય. અશુદ્ધ લોહીમાંથી ગંદું પાણી છૂટું પડે. એકબીજા તે લોહીને શુદ્ધ કરે અને ખરાબ હવા બહાર કાઢી નાખે. મળમાં પણ એમ જ છે. આંખમાં કંઈક જીવડું પડ્યું હોય તો તરત ખબર પડે. તેનામાં બોલવાની કળા નથી એટલું જ. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતાં આઠ મિનિટ લાગે છે. ચંદ્રને પોણા બે મિનિટ અને તારાઓને તો વરસોવરસ લાગે છે પણ મનની ગતિ તો એથી અનેક ગણી વધારે. જગતમાં જે કંઈ દેખાય છે તે સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૨૦૩
Page #250
--------------------------------------------------------------------------
________________ વસ્તુઓ દેખાતી નથી પણ આંખનો કેમેરો તેનો ફોટો પાડીને મન આગળ મૂકે છે તે જુએ છે. વાયરલેસની જેમ એક વિચાર ઉદ્ભવ્યો કે તેના મોજા આખા જગતમાં ફેલાઈ જાય છે. જેનું કેન્દ્ર એ પ્રકારનું જ્યાં ઉઘાડું તે પકડી લે છે. માણસ નબળી વસ્તુ પકડે, તો નબળી પકડી શકે. સારી પકડે તો સારી પકડી શકે. કુદરતે ઉપયોગી વસ્તુમાં આપી બે આંખ, બે કાન, બે હાથ, બે પગ કારણ કે અકસ્માતમાં એક તૂટી જાય તો બીજાથી કામ ચાલે. દરેક ઇન્દ્રિય એકબીજાને મદદ કરે પણ એકબીજાને સક્રિય કામ ન કરે. દાંત જીભનું ચાવવાનું કામ ન કરે, આંખ પગને બચાવી લે. દુર્ગધ હોય તો નાક શરીરને બચાવી લે પણ જોવાનું કામ કાન ન કરે, સાંભળવાનું કામ આંખ ના કરે, દરેક પોતપોતાની ફરજ બરાબર બજાવ્યા કરે. મગજ કેટલું બધું સંગ્રહ કરે છે ! આખી જિંદગીમાં જે જોયું હોય, જે સાંભળ્યું હોય, જે મોઢે કર્યું હોય તે બધામાંથી તમે જેની ચાંપ દબાવો તે જ નીકળી આવે. બીજા બંધ રહે. અણુબોમ્બ કરતાંય આ પરમાણુની તાકાત વધારે છે. તેને જોવી જોઈએ. આપણે એનો વિચાર નથી કરતાં પણ આટલા મોટા જગતમાં દેશ એક ખોબા જેટલો, તેમાં તમારું ગામ ટપકા જેવડું છે અને તેમાં તમો તો એક નાના અણું જેટલા. છતાં માનો કે હું મોટો, હું એટલે કોણ ? અભિમાનનો પાર નહિ. વિજ્ઞાન ગમે તેટલી શોધ કરે, લોહી અને વીર્યનું ટીપું ના બનાવી શકે. બનાવે તો પણ એમાં જે સજીવ પરમાણુઓ છે તે તો બનાવી જ ન શકે. માણસે બહારનું વિજ્ઞાન શોધ્યું છે. તે ઉપલોચન અને બુદ્ધિથી પણ આધ્યાત્મિકતા અને અંતરમનથી એ બધાં શોધ્યાં નથી. જો એ રીતે શોધાયાં હોત તો વિજ્ઞાનનો દુરુપયોગ ના થાત. સવારની પ્રાર્થના પછી મોટા ગુરુદેવે આદતો વિશે સુંદર કહ્યું હતું. ઘણાને જુદી જુદી ટેવો પડી હોય છે. બે માણસો બોલતા હોય ત્યાં જઈને ઊભા રહે. કેટલાંક સાંભળે નહિ પણ જે કરીએ તેનાથી જુદું બોલવા મંડી પડે. કેટલાક એવા હોય છે કે ઇચ્છીએ નહિ તો પણ વાતો બંધ કરે નહિ એવા વાતોડિયા હોય. કેટલાકને હાથ ફેરવવાની ખાસ આદત હોય, કોઈને ઢીંચણ હલાવવાની ખાસિયત હોય, કોઈને લડવાની, કોઈને ક્રોધ કરવાની. પણ આ બધાનો વિચાર ના કરે, જૈન શાસ્ત્રમાં આલોચના કહી છે. ટેવોનો 204 સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું