________________
તા. ૧૧-૬-૫૭ : ઇયાણાવાસણા
છારોડીથી નીકળી ઇયાણાવાસણા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો. અહીં ડૉ. શાંતિભાઈ અને મણિબહેન મળવા આવ્યા. તા. ૧૨-૬-પ૭ : કોલર
ઇયાણાવાસણાથી નીકળી સાણંદ કોલર આવ્યા. અંતર આઠ માઈલ હશે. અહીં લેઉવા પટેલ મંડળવાળા જીવાભાઈ પ્રાગજીભાઈ પટેલ અને બીજા આગેવાનો મળવા આવ્યા હતા. તા. ૧૩ થી ૨૯-૬-૫૭ : વાઘજીપુરા
કોલરથી નીકળી વાઘજીપુરા આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો વાડીભાઈ જમનાદાસના ખેતરમાં રાખ્યો. વાડીભાઈ અને તારાબહેન મહારાજશ્રી રહ્યા ત્યાં સુધી લગભગ સળંગ રહ્યાં. બાળકો પણ આવતાં જતાં રહ્યાં. તેમની શ્રદ્ધા-ભક્તિ જણાઈ આવતાં હતાં.
તા. ૧૫મીએ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિની મિટિંગ અહીં મળી ગઈ. લગભગ ત્રીસેક સભ્યો આવ્યા હતા. ઢેબરભાઈ આવવાના હતા પણ ખાસ કારણને લઈને ન આવી શક્યા એટલે પોતાનો પત્ર લઈને ખાસ દૂત તરીકે શ્રી છગનભાઈ જોશીને મોકલ્યા અને તાર પણ કર્યો. આ તેમની કાળજી બતાવે છે કે પ્રસંગમાં મગનભાઈ શે. પટેલ, મગનભાઈ ર. પટેલ, ઠાકોરભાઈ દેસાઈ, નાનુભાઈ દેરાસરી, મનુભાઈ શાહ, જાદવજી મોદી, મોળાવાળા, ચંદ્રકાન્ત ભટ્ટ, બાબુભાઈ જશભાઈ, ખંડુભાઈ દેસાઈ અને ત્રણેક બહેનો વગેરે આવ્યા હતા. લગભગ સાડા સાત કલાક કોંગ્રેસ અને ખેડૂતમંડળોની નીતિ વિશે ચર્ચાઓ ચાલી. છેવટે એ વસ્તુ સૌને લખવી કે પ્રાયોગિક સંઘની દોરવણીવાળા ચૂંટણી વગેરેમાં મતભેદ પડે તો કઈ રીતે નિકાલ રાખવો તે અંગે ચર્ચા ચાલી. મહારાજશ્રીએ બંને પક્ષો બળે સભ્યોથી નિકાલ લાવે એમ જણાવ્યું. જયારે એ ભાઈઓ સમિતિના પ્રમુખ જે નિર્ણય કરે તેને માન્ય કરે એવો મત દર્શાવ્યો. એ ચર્ચાઓ સમય થઈ જવાથી અધૂરી રહી. મિટિંગ આંબાના વૃક્ષ નીચે જામફળના બાગમાં સુંદર વાતાવરણમાં મળી હતી. વાડીભાઈએ સુંદર સરભરા કરી. શીખંડપુરી અને બાજરીના રોટલા દૂધથી સૌ ખુશ થયા.
६८
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું