________________
મહારાજશ્રીએ તેમની વાતો શાંતિથી સાંભળી. ભવાનજી અરજણ ખીમજી અને જયાબહેન શાહને કાગળ લખી આપ્યો.
તા. ૧-૬-૫૭ : વડગાસ
ગોરૈયાથી નીકળી વડગાસ આવ્યા. અંતર ચાર માઈલ.
તા. ૨, ૩-૬-૫૭ : વણી
વડગાસથી નીકળી વણી આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. તા. ૪, ૫, ૬-૬-૫૭ : રહેમલપુર
વણીથી નીકળી ૨હેમલપુર આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો સહકારી ખેતી મંડળની ઑફિસમાં રાખ્યો. ગામલોકોએ સ્વાગત કર્યું. અહીંની ખેતી મંડળીએ સારી પ્રગતિ કરી છે.
તા. ૭-૬-૫૭ : સોખડી
૨હેમલપુરથી નીકળી સોખડી આવ્યા. અંતર ચાર માઈલ હશે. ગામે સ્વાગત કર્યું.
અહીં લોકોએ બે સાધુબાવાને ખૂબ માર્યા હતા. કારણમાં બાળકોને ઉઠાવી જાય છે એવી અફવાથી મારેલા. આ બાવાઓએ મહારાજશ્રીને ફરિયાદ કરી. મહારાજશ્રીએ તેમને આશ્વાસન આપ્યું અને ગામલોકોને ઠપકો આપ્યો. એક જાહેર નિવેદન બહાર પાડ્યું અને ભારત-સેવક સમાજને આની વિગત લખી જણાવી.
તા. ૮-૬-૫૭ : સચાણા
સોખડીથી નીકળી સચાણા આવ્યા. અંતર ચાર માઈલ હશે. અહીં ગામલોકોએ બહુ ધ્યાન ન આપ્યું. સગવડ પણ બરાબર ન કરી એટલે કે અમારા આગમનમાં ઓછો રસ ધરાવ્યો. પરંતુ મહારાજશ્રીએ તો તેમને પ્રેમથી ધાર્મિક વાતો કરી અને ગેરસમજ દૂર કરવા જણાવ્યું.
તા. ૯, ૧૦-૬-૫૭ : છારોડી
સચાણાથી નીકળી છારોડી આવ્યા. અંતર સાડા ચાર માઈલ હશે. રાત્રિસભા સારી થઈ.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૬૭