________________
બીજો પ્રશ્ન વિશ્વવાત્સલ્યમાં કામ કરતા શ્રી અભયસિંહ કવિનો હતો. તેમને જતી વખતે વાડીભાઈએ કંઈક રકમ આપવા કહેલું. જોકે સંસ્થાએ તો સ્પષ્ટ ના જ પાડેલી. છતાં કવિ મકાન ખાલી કરતા નહોતા અને ત્રાગુ કરવા જેવું કરતા હતા. એટલે વાડીભાઈએ સંસ્થા વતી આ વાત કરેલી. વાડીભાઈની દલીલ એ હતી કે મકાન મારે નામે છે. ભાડુઆત મૈં રાખ્યો છે. તેને હું કહું ત્યારે ખાલી કરવું જોઈએ. તે ન કરે તો મારે તેને માટે કાયદેસરનાં પગલાં લેવાં જોઈએ. હવે તે કંઈ પણ રકમ મેળવવાને અધિકારી નથી.
મહારાજશ્રીએ કહ્યું કે, સારા હેતુ માટે ખરાબ સાધનનો ઉપયોગ આપણે ન કરી શકીએ. વળી તમારી અને કામની વચ્ચે સંસ્થા આવે છે. સંસ્થાને નિમિત્તે કાર્યાલયમાં રહ્યા છે એટલે પ્રશ્ન નૈતિકતાનો હતો તે વિચારવું જોઈએ. જો એ ભાઈ મકાન ખોટી રીતે ખાલી ન કરતા હોય તો ત્રણે રસ્તા હતા. એક તો સમજાવટનો, સમજાવટથી ના માને તો શુદ્ધિપ્રયોગ કરી હૃદય પરિવર્તનનો અને ત્રીજો પોલીસ દ્વારા કાયદેસર ખાલી ક૨વાનો આ ત્રણમાંથી એક પણ રસ્તો નહીં લેતાં તેને અમુક રકમ આપવાનું વચન આપી મકાન ખાલી કરાવ્યું. તો હવે તમારે કાં તો તેને સમજાવી ન્યાય સમજાવવો અને કાં તો યોગ્ય રકમ આપી દેવી. વાડીભાઈને વ્યવહારિક રીતે આ વાત ગળે ઊતરતી નહોતી, પણ છેવટે વિચાર કરતાં તેમને સત્ય સમજાયું. હવે કવિને પત્ર લખી પૂછાવી યોગ્ય કરશે.
બપોરના બાવલા મોચી મંડળના ભાઈઓ મળવા આવ્યા હતા. તેમની મુશ્કેલી લૉન અંગેની હતી અને ચામડાનો હાથે તૈયાર કરેલ માલ ઉપર મ્યુ. ટેક્ષ ના લે તે માટે પ્રબંધ થવો જોઈએ વગેરે વાતો કરી. કુરેશીભાઈ સાથે તેમની મુલાકાત ગોઠવી આપી.
કુરેશીભાઈ, સુરાભાઈ, પૂંજાભાઈ, પ્રાણભાઈ વગેરે બપો૨ના આવ્યા. મિટિંગ આંબા નીચે સુંદર વાતાવરણમાં મળી હતી. મહારાજશ્રીએ તા. ૧૫૭-૫૭ના રોજ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિની કાર્યવાહક સભા વાઘજીપુરા મુકામે પોતાના સાંનિધ્યમાં મળી. તેનો વિગતે ખ્યાલ આપતાં જણાવ્યું કે સભાની શરૂઆતમાં જ શ્રી ખંડુભાઈએ કહ્યું કે ભાલ નળકાંઠાના જેવાં રચનાત્મક ખેડૂત મંડળોનું અલગ અસ્તિત્વ પ્રદેશ સમિતિએ પાંચ વર્ષ પહેલાંથી સ્વીકારેલું સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૬૯