________________
દેવગઢમાં સૂરત જિલ્લા સર્વોદય યોજનાનું કેન્દ્ર છે. બે કાર્યકરો રહે છે. રચનાત્મક પ્રવૃત્તિ કરે છે. ખાદીકામ બહુ ચાલતું નથી. કુમારશાળા, આશ્રમ કેન્દ્ર વગેરે ચલાવે છે. ટંટા ઝઘડાની પતાવટ કરે છે. તેમની શક્તિ મુજબ કામ કરે છે. આશ્રમનું મકાન છે. આદિવાસીઓમાં કામ કરતા પણ ઘણી મુશ્કેલી પડેલી. તલાટીને આ બધું નહીં ગમવાથી એણે ખોટાં કાગળિયાં કર્યાં. પરિણામે કલેક્ટરે મકાન તોડી નાખવા હુકમ કર્યો. પાછા કાર્યકરો તેમને મળ્યા અને કહ્યું, આ પ્રદેશમાં કોઈ બેસતું જ નથી. તેને બદલે તમારું કામ કાર્યકરો કરી રહ્યા છે. છતાં વિરોધી શા માટે ? છેવટે અટક્યું. તા. ૨૨-૧૨-૫૭ : ઘંટોલી
દેવગઢથી ઘંટોલી આવ્યા. અંતર સાડા છ માઈલ હશે. ઉતારો ઘંટોલી આશ્રમમાં રાખ્યો હતો. આશ્રમવાસીઓએ દૂર સુધી સામે ચાલી ભજન મંડળી સાથે સ્વાગત કર્યું.
બાજુમાં જ વિશાળ સરોવ૨ છે. તેમાં નહેર પડે છે એટલે એ તળાવનું પાણી નહેર વાટે આશ્રમની ખેતીમાં ઉપયોગમાં લેવાય છે. બીજી ખેતીમાં પણ લેવાય છે. ભુલાભાઈ પટેલ સંચાલક છે. તેમની શક્તિ અને અનુભવ ઘણો છે એટલે આશ્રમની ખેતી અને શિક્ષણ સુંદર વિકસ્યું છે. હમણાં ગૌશાળાનું મકાન બંધાઈ રહ્યું છે.
અહીં સર્વોદય વિદ્યાલયનું આજે મહારાજશ્રીની હાજરીમાં શિવાભાઈ પટેલના હાથે ખાતમુહૂર્ત થયું. આશ્રમના ભાઈ-બહેનોએ કોદાળી, પાવડાંથી ઝડપથી ખોદકામ કર્યું. આ રીતે શુભ શરૂઆત થઈ. ગોચરી આખા આશ્રમમાં અને ગામમાં બે ઘેરે થઈ. આશ્રમવાસીઓને આ પ્રક્રિયા જોવાની ઘણી મજા પડી. આમાં લોકસંપર્ક સુંદર થાય છે.
સર્વોદય વિદ્યાલયના આચાર્ય મીનુભાઈ કકલિયા પારસી છે. સેવાભાવી અપરિણીત યુવાન છે. ગ્રેજયુએટ છે. ઘંટોલી સર્વોદય કેન્દ્ર છે. અહીં આદિવાસી બહેનોનું અને ભાઈઓનું છાત્રાલય છે. ૪ થી ૭ ધોરણની શાળા પણ અહીં જ ચાલે છે. ગૌશાળા છે, ખેતીવાડી છે. સર્વોદય વિદ્યાલય પણ ૧લી જાન્યુઆરીથી શરૂ થશે. ૧૯૫૨થી સંસ્થા શરૂ થઈ છે. આ સંસ્થા લાવવામાં મુખ્ય રસ ઘંટોલી ગામના આદિવાસી દેસાઈભાઈનો છે. તેઓ ખાદીધારી છે. ગાંધીજીના ભક્ત છે. પહેલાં નાચ કરતાં, ડોબરુ સુંદર વગાડતા, દારૂ,
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૫૧