________________
માંસ કરતા પણ એક વાર ગાંધી કાર્યકરોનો પરિચય થયો અને તેમણે દારૂમાંસ, નાચવું બધું છોડ્યું અને આ આશ્રમ લાવવામાં મદદ કરી. આશ્રમની ચારે બાજુ ડુંગરા છે. ડુંગરાની બીજી બાજુ મોટું તળાવ છે. આશ્રમની દશ એકર જમીન છે.
તા. ૨૩-૧૨-૫૭ : માંડવી
બપોરે જૈન ભાઈઓના આગ્રહથી ઉપાશ્રયમાં જૈન ભાઈ-બહેનોની એક સભા રાખી હતી. તેમાં મહારાજશ્રીએ ધર્મવહેવાર અને રાજય વિશે કહ્યું હતું. પ્રશ્નોત્તરી પણ થઈ.
રાત્રે જાહેરસભા થઈ હતી. લાઉડસ્પીકર હતું. આજુબાજુના લોકોએ વ્યવસ્થામાં આપમેળે મદદ કરી હતી. મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પ્રથમ મેં મહારાજશ્રીનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ મહારાજશ્રીએ લેબલ અને ધર્મ વિશે સમજાવ્યું હતું. લોકો ઉપર સુંદર છાપ પડી હતી. સભા પહેલાં આજે હરિજનદિન હોવાથી હરિજનોની ભજન મંડળીએ ભજનો ગાયાં હતાં.:
તા. ૨૪-૧૨-૫૭ : કડોદ
માંડવીથી કડોદ આવ્યા. અંતર છ માઈલ હશે. અમોએ હોડી મારફત તાપી નદી પાર કરી. તાપીમાં અહીં પાણી ઘણું ઊંડું હોય છે. પાર કરવા માટે ત્રણ પૈસા લેવાય છે. નદીને સામે પાર જ રજપૂતોનું ગામ પીંપડીવને આપેલું છે. ગામ વચ્ચે સડક છે. રસ્તામાં સડકે સડકે આવતાં શેરડીનાં ખેતરો આવ્યાં. લીફટ ઇરીગેશનથી પાણી અપાય છે. વચ્ચે જયાં હરિપુરા મહાસભા ભરાયેલી તે જગ્યા જોઈ. ત્યાં થોડો આરામ લીધો. એ પવિત્ર યાદગીરી તાજી થઈ. આજે તો ત્યાં ખેતી થઈ ગઈ છે. કોઈ નિશાન રહ્યું નથી. અમારી સાથે જગજીવન ભાવસાર, મનુ પંડિત વગેરે ભાઈઓ હતા.
ગામલોકોએ વાજતે ગાજતે સામે આવી સ્વાગત કર્યું. જૈન બહેનોએ દસેક જગ્યાએ પાટલા ઉપર ચોખાનો સાથિયો કાઢી તેમની વિધિ મુજબ મહારાજશ્રીનું સ્વાગત કર્યું. જેને તેઓ ઘંટુલી કાઢી કહે છે. ગામમાં પક્ષ જેવું છે. જે કાન્તિભાઈ સ૨પંચ છે તેમને ત્યાં ઉતારો રાખ્યો હતો પણ છેવટે જૈન લત્તામાં એક ખાલી મકાનમાં સૌની સંમતિથી નિવાસ કર્યો.
કોઠ ગાંગડથી ફોજદારે એક પોલીસને અહીં મહારાજશ્રી પાસે મોકલ્યાં સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૫૨