________________
માંડવે લગ્ન થાય એ મને ગમે છે પણ નાના નાના બાલુડાં જે કંઈ સમજતાં નથી તેમને પરણાવી દેવામાં આવે છે. મોટપણમાં સ્વભાવની વિષમતાને કારણે ઝઘડા થાય છે ત્યારે તે તેમને શાપ આપે છે. બારમાનો રિવાજ પણ તોડવા જેવો છે.
ધાર્મિક રિવાજો પણ ફેરવવા પડશે. મારા ઉપર એક રબારી યુવાનનો પત્ર આવ્યો છે. મહંતો ધર્મપ્રચાર ના કરતાં હોય તો અમે તેમને શું કામ પોષીએ ? અફીણ, ચા, બીડી છોડવા જેવાં છે. બીજી કેટલીક વસ્તુની અઘટિત માન્યતા છે. દોરા, ધાગા, માતાજી સારું કરે છે પણ દવા તો કરવી જોઈએ. તમને સુંદર પ્રમુખ મળ્યા છે. બધા વર્ગોમાં ૨સ લે છે. તમારા ધારાસભ્યો છે. તમારા પ્રશ્ન તેઓ દૂર કરી શકે છે.
મેં જે ભાવના અહીં પ્રગટ કરી છે તેને તમે અનુસરવા પ્રયત્ન કરજો. તમારો સમારંભ સફળ થાય એ પ્રાર્થના કરું છું.
સ્વાગત પ્રમુખ પૂંજાભાઈ કવિનું નિવેદન વંચાયું ત્યારબાદ ફૂલહાર લીધા. સંદેશાવાંચન, સંદેશાઓમાં રાવજીભાઈ નાથાલાલે કુરેશીભાઈ, શિવાભાઈ જે. પટેલ, જંગલેશ્વરજી, ડેપ્યુટી રજિસ્ટ્રાર વગેરેના હતા.
માધવલાલભાઈએ પ્રવચન કરતાં જણાવ્યું કે ખેડા જિલ્લાના ગોપાલકોનું આ સંમેલન મળે છે. ગોપાલકોના પ્રશ્નો છે. તેની સાથે ખેડૂતોના પ્રશ્નો પણ છે. બન્ને વર્ગોનો સમન્વય સાધવાથી જ ખેતીનો ઉદ્ધાર થઈ શકે. એકબીજાના સહકાર વિના કોઈનુંય ભલું નહિ થાય. બ્રિટિશ સરકારે પૈસાની લાલચે, જમીનોના મોટા લાટ શ્રીમંતોને વેચી નાખ્યા. તેણે ગાયોની ઢો૨ની ચિંતા ના કરી. તેને તો માત્ર પૈસા જ જોઈતા હતા. સ્વરાજ્ય આવ્યા પછી આપણે ફરીથી દરેક વર્ગને સામે રાખી વિચાર કરવાનો છે. ગોવધનો નિષેધ થવો જોઈએ એમ આપણે ઇચ્છીએ પણ એ કઈ રીતે સરકાર દ્વારા કે જનતા દ્વારા ગામનાં દૂધના ભાવ ઓછા. ઘી, દૂધ ખાનારા ઓછા. ગોચર નહીં તો ગાયો કેમ બચશે ? ગોસેવા સંઘ તરફથી એક યોજના છે. ૫૦ જણ ગાય બાંધે તો ગામદીઠ સો રૂપિયા મદદ આપવામાં આવે છે. જોસીકૂવામાં આવો પ્રયોગ શરૂ થયો છે. કાયદો કરીને ગાયો બચાવવી તેનો હું વિરોધી છું. આપણે જો કંઈ કરવાનું ન હોય તો ગામ કેવી રીતે બચશે ? દાદાઓ ગોપાલકોને હાથા બનાવે છે. ખેડૂતો પણ ગાયોને મારે છે. ગોપાલકો નબળી ગાયને છોડી દે છે. દરેક ખેડૂત ગાયો પાળતાં જાય તો જ ગાય સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૨૦