________________
પતતું નથી. દરેક વાતમાં વિવેક વાપરવો જોઈએ. ગ્રહણ કરવા યોગ્ય કરો, છોડવા યોગ્ય છોડો. જાણવા યોગ્ય જાણો. કેટલીક વસ્તુ જાણવા જેવી હોય છે પણ તે આચરવા યોગ્ય નથી હોતી. ઘણી વાર બાળક જાણવાની વાત આચરવા જાય તો નુક્સાન થાય. તેને છરી આપો, તો કપાઈ જાય. કૂવા પાસે જાવ તો પડી જાય. આ વાતો જાણી શકાય. આચરી ન શકાય. આમ વિચારવું જોઈએ. નિંદા તજવા જેવી, તે આચરી ન શકાય. ઝેરનો પ્રયોગ ના થઈ શકે. એમ કેટલીક વસ્તુ જાણવા જેવી, કેટલીક છોડવા જેવી, કેટલીક આચરવા જેવી. એનો વિવેક કરવો જોઈએ. વિચાર-વિવેક નહિ હોય તો માણસ આગળ કદી વધી શકવાનો નથી. વિચાર-વિવેક માનવતાનાં મુખ્ય પાયા છે. માત્ર સૂત્રો પોકારવાથી કોઈ વસ્તુ પતતી નથી.
મીરાંબહેને કહ્યું કે લાંબા લાંબા પત્રો લખીને શું કામ સમય બગાડો છો ? થોડા શબ્દો લખીએ તો પણ સમજવું હોય તે સમજી શકે છે. આપણે તો સાચું બોલવું, હિંસા ન કરવી, એટલું સમજીએ એટલે બસ. આ પ્રસંગને અનુલક્ષીને મહારાજશ્રીએ ઉપરનું પ્રવચન કરેલ.
તા. ૩૧-૮-૫૭ :
મઢીથી આવેલ ગણપતભાઈએ અને શિવકોરબહેને ફરીથી એક વરસ માટે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી. સાથેના ભાઈની ઇચ્છા બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા માટે હતી પણ મહારાજશ્રીએ સલાહ આપી કે બહુ ઉતાવળ ન કરો, પ્રયત્ન કરો. વળી તમારાં પત્ની હાજર નથી એટલે બશે વિચાર કરીને પછી એ પગલું ભરજો. હમણાં સંયમનો પ્રયત્ન કરો.
તા. ૨-૯-૫૭ :
આજે મઢીવાળું ગ્રુપ સવારના ગયું. નવ વાગે પોતાની મોટરમાં સરલાદેવી સારાભાઈ અમદાવાદથી મહારાજશ્રીની મુલાકાતે આવ્યાં. પોતે મિલ-માલિક છે છતાં સાદાઈ ઘણી રાખે છે. ખાદી જ પહેરે છે. તેમણે ઘણી વાતો કરી. ધંધૂકા તાલુકામાં વિકાસ યોજનાની સાથે સમાજ કલ્યાણ બૉર્ડનું કામ જોડતાં ત્યાં પાંચ ગામોમાં કામ કરવાનું છે એટલે કોઈ સમજુ બહેનો ભાગ લે તે માટે સલાહ માગી. બીજી ઘણી વાતો થઈ. તેઓ કસ્તૂરબા સ્મારક ટ્રસ્ટ વતી બહેનોનું કોબામાં કેન્દ્ર ચલાવે છે. તે અંગે મહારાજશ્રીએ કહ્યું કે બહેનોનું વ્યક્તિત્વ ખીલે અને તેની અસર રાય ઉપર પડે તે રીતે
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૯૦