________________
બાજુ ઉચ્ચારમાં ઓકાર વધારે વપરાય છે એટલે સડાનું સોડો, સોડોમાંથી હોરો થઈ ગયું અને ખરેખર દારૂ સડાથી જ બને છે. વસ્તુ સડી જાય તેમાં જીવ પડે ત્યારે જ દારૂ બને છે. એવા દારૂને તમે જયાં સુધી નહીં છોડો ત્યાં સુધી તમારી ઉન્નતિ થવાની નથી. આપણાં પવિત્ર અંતરમાં ભગવાનનો વાસ છે. એ કોઠામાં દારૂ જેવી અપવિત્ર વસ્તુ નાખીએ એટલે ભગવાન આપણાથી દૂર જાય છે. માણસ દેવમાંથી દૈત્ય બની જાય છે માટે તમારે બળ કરીને પણ દારૂ છોડવો જોઈએ. આ પછી એક પછી એક અગિયાર જણાએ દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞા કરી હતી અને દારૂ છોડાવવા એક કમિટિ નીમાઈ હતી. તા. ૨૬-૧-૫૮ : ચિંચપાડા
સાવરટથી ચિંચપાડા આવ્યા. આજે ૨૬મી જાન્યુઆરી હતી એટલે ગામલોકોએ અમારા સ્વાગતમાં જ પ્રભાતફેરી ગોઠવી દીધી હતી. ધ્વજવંદન બાદ મહારાજશ્રીએ જણાવ્યું હતું કે “દુનિયા સ્વતંત્રતાને ઝંખી રહી છે, જે સ્વતંત્ર હોય તે જ બીજાને સ્વતંત્ર કરી શકે. આપણે આઝાદી તો મેળવી, પણ હજુ સામાજિક, આર્થિક આઝાદી મેળવી નથી. આ કામ એકતાથી થઈ શકશે. આ દિવસે આપણે એકતાનો પાઠ યાદ કરીએ.
અહીં વેપારી ભાઈઓની પણ સભા થઈ હતી. વેપારીઓએ દારૂ માટેનો ગોળ નહીં વેચવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ચિંચપાડાથી ખાંત આવ્યા. બપોરે જાહેરસભા થઈ. પ્રથમ ગ્રામ પ્રશ્નોની ચર્ચા બાદ મહારાજશ્રીએ યોગ્ય માર્ગદર્શન આપ્યું. ગામના યુવાન વર્ગ પાસે દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞા લેવડાવી. કુલ ૩૦ ભાઈઓએ દારૂ છોડ્યો હતો.
ખાનગામથી ખાંડબારા આવ્યા. ખાંડબારા સવોદય આશ્રમે મહારાજશ્રીનું સ્વાગત કર્યું.
બપોરે વિદ્યાર્થીઓની, વેપારીઓની અને પછી જાહેરસભા યોજાઈ હતી. વેપારી ભાઈઓએ દારૂ માટેનો ગોળ નહીં વેચવાનું નકકી કર્યું. રાત્રિના સમયે બહેનોની સભા પણ રાખવામાં આવી હતી.
ખાંડબારાથી વેઢાપાવવા આવ્યા. આ બાજુ ગુલિયા નામના એક મહારાજ થઈ ગયા. તેઓ આદિવાસી કોમના હતા. તેઓનો આદિવાસી કોમ ઉપર સારો પ્રભાવ હતો. તેઓએ દારૂની બદીથી આદિવાસી કોમને સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૮૧