________________
સમજ છે. બન્નેના ગુણો એકબીજાને ઉપયોગી છે. જો તેઓ જુદાં જુદાં રહેશે તો બન્નેને મુશ્કેલી પડશે. કોઈ પ્રગતિ નહીં કરી શકે. એક બીજાના પૂરક બનીને જ આપણે પ્રગતિ કરી શકીશું અને દેશ અને દુનિયાને માર્ગદર્શન આપી શકીશું.
હાઈસ્કૂલમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોની સભા થઈ તેમાં નાગરિકોએ પણ સારી હાજરી આપી હતી. મહારાજશ્રીએ જણાવ્યું કે આજે જે શિક્ષણ ચાલે છે તેનાથી કોઈને સંતોષ નથી. બાપુએ નઈ તાલીમની વાત કરી પણ એ નઈ તાલીમ કોણ અમલમાં મૂકશે ? સરકારનું એ ગજું નથી. શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને સરકાર સાથે મળીને પ્રયત્ન કરશે તો નઈ તાલીમ જરૂ૨ અમલમાં આવશે.
બપોરે મહિલા મંડળના આશ્રયે બહેનોની સભા રાખી હતી. તેમાં મહારાજશ્રીએ જણાવ્યું કે બહેનોમાં અપાર શક્તિ છે પણ આજે એ ઘરેણાં ગાંઠાં અને લૂગડાં લત્તાની ટાપટીપમાં ગૂંગળાઈ ગઈ છે; સ્ત્રીઓ સ્ત્રીઓને હલકી ચીતરે છે. નાનપણથી જ બાળક-બાલિકાના ભેદ સર્જે છે. તમો બધાં આ વાતને સમજો અને તમા૨ા સંતાનોને એવા સંસ્કાર આપો કે જે ભારતનું નવનિર્માણ કરે. તમે ધર્મપત્ની કહેવાઓ છો તો પતિ નીતિથી વ્યવસાય કરે છે કે કેમ ? તેની પણ ચોકી રાખો. વગેરે કહ્યું હતું.
બીજે દિવસે રાત્રે મેડિકલ યુનિયનના આશ્રયે સભા થઈ હતી. અહીંના ડૉક્ટરોને ઉત્તેજન મળે તો આદિવાસી પ્રજામાં કામ ક૨વાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી હતી. મહારાજશ્રીએ આયુર્વેદનું રહસ્ય સમજાવ્યું હતું.
નવાપુરની જનતાએ ખૂબ ભક્તિ બતાવી. મહારાજશ્રીના પ્રવચનોએ જનતા ઉપર ભારે અસર કરી. દરેક વર્ગના લોકોનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. વેપારી ભાઈઓને એટલો બધો રસ લાગેલો કે ઠેઠ ખાંડબારા સુધી જયારે સમય મળ્યો ત્યારે સાધન લઈને રાત્રિસભામાં આવવાનું તેઓ ચૂકતા નહીં.
નવાપુરાથી સાવરટ આવ્યાં, રાત્રે મોટી સંખ્યામાં સ્ત્રી-પુરુષો આવ્યાં હતાં. આ બાજુનાં લોકો જુદાં જુદાં ફળિયામાં રહે છે. રાત્રે દારૂ ન પીવા વિશે કહેવાયું. મહારાજશ્રીએ કહ્યું, તમે લોકો દારૂને હોરો કહો છો. એ એક રીતે યોગ્ય છે કારણ કે હોરો એ સડાનું અપભ્રંશ થઈ ગયું છે. આ
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૮૦