________________
દાગીને ૩૪ રૂપિયા ડ્યૂટી ભરવાની હોય છે.
મેનેજરે ખાંડ બાબત કેટલોક ખ્યાલ આપ્યો. છોટુભાઈએ પૂછ્યું. ગોળ અને ખાંડમાં આરોગ્યની દૃષ્ટિએ શું ફેર ? ગોળમાં કેટલાક ક્ષારો રહી જાય છે, જે ખાંડમાં રહેતા નથી. શેરડીના રસમાંથી ૬૦ થી ૬૫ ટકા ગોળ બને છે. બાકીનો ઊડી જાય છે. બળતણ પણ ઘણું જોઈએ. કારખાનામાં ૯૫ ટકા ખાંડ બની શકે છે. ગળપણમાં ફેર એટલા માટે છે કે ગોળમાં જે ૧૦-૧૫ ટકા પાણી હોય છે તેને લીધે વાપરવી સહેલી પડે. લૂકોઝ હળવો છે. બીમાર માણસ પચાવી શકે. ખાંડ સશક્ત માણસ પચાવી શકે. લાકડામાંથી પણ ખાંડ બની શકે. દૂધમાંથી બની શકે. જાડી, ઝીણી ખાંડમાં ગળપણમાં ફેર નથી. ઝીણી ખાંડમાં ગળપણ ઓછું લાગે છે તેનું કારણ એક ચમચામાં ઝીણી ખાંડનો જથ્થો ઓછો માય. વજન કરીને નાખો તો ગળપણ સરખું રહેશે. જો સરકાર આખા દેશમાં ઝીણીખાંડ બનાવવાનું નક્કી કરે તો બે લાખ મણ ખાંડનો વધારો થઈ શકે. મોટી ખાંડનો મોટો મોહ છે. બીજી પણ વાત કરી. તે એ કે જીભ ઉપર એક દાણો ખાંડનો મૂકો તો જગ્યા ઓછી રોકાવાને કારણે ગળપણની અસર મગજમાં વધારે થાય. જયારે મોટી ખાંડ જીભ ઉપર જગ્યા વધારે રોકે છે એટલે ગળપણની અસર ઓછી લાગે.
પાછા વળતાં મહારાજશ્રીના ભક્ત શ્રી વિઠ્ઠલભાઈએ કારખાના પાસે જ સ્ટેશન ઉપર એક વિશાળ જગ્યામાં સુંદર જનતા હોટલ ઊભી કરી છે. તેમની ઇચ્છા મહારાજશ્રીને એમાં પગલાં કરાવવાની હતી. ગણપતભાઈ પણ એ માટે રોકાયા હતા. વિઠ્ઠલભાઈએ વિનંતી કરી. મહારાજશ્રીએ પ્રેમથી સમજાવ્યું કે હું હોટલને પ્રતિષ્ઠા કેવી રીતે આપી શકું ? એટલે તમારા કંપાઉન્ડમાં થઈને જઈશ અને એમ કર્યું. આ ઉપરથી ઘણું સમજવાનું મળ્યું કે માણસને કોઈ શ્રીમંત વ્યક્તિ મોટા બનાવીને પોતાને ત્યાં નોતરે તો ગમતું હોય છે. માનપાન આપે તો ગમતું હોય છે પણ સૈદ્ધાંતિક વાતોમાં ખોટું લાગશે તેમ માની સ્પષ્ટ કહેતા નથી.
આશ્રમમાં ભાઈ-બહેનો સમક્ષ બપોરે ત્રણ વાગે પ્રશ્નોત્તરી રાખી હતી. બધાને ખૂબ આનંદ થયો. જુદા જુદા સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય પ્રશ્નો પૂછાયા હતા.
ખેડૂત સંઘવાળા ખુશાલભાઈ સાથે ઠીક ઠીક ચર્ચા થઈ. તેમની સ્પષ્ટ માન્યતા એવી છે કે જમીનનો જે માલિક છે તેના હક ઉપર તરાપ નહીં
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧ ૫૮