________________
મેં આ બધી વાત મહારાજશ્રીને કરી. મહારાજશ્રીએ વિચાર્યું અને કહ્યું. આ રીતે તો આપણો સંકલ્પ પૂરો થાય છે માટે પારણાં કરવામાં કાંઈ વાંધો નથી અને તરત મેં તારથી ભૂજ, અંજાર અને કુરેશીભાઈને ખબર આપ્યા. નરસિંહભાઈને કહ્યું, ગાડીમાં આવવું હોય તો પણ આવી શકો છો. તા. ૨૫-૯-૫૮ :
- સવારના પ્રાર્થનામાં ભાઈ-બહેનો આવ્યાં. તેમણે આ પારણાં કરવાના સમાચાર સાંભળ્યા. બધાનાં આનંદનો પાર ન રહ્યો. કૂદવા લાગ્યાં. ચમત્કારિક વેગે શહે૨માં વાત ફેલાઈ ગઈ. મહારાજશ્રીએ કહાં આ પ્રશ્નમાં અમૃતલાલભાઈએ ખૂબ મહેનત કરી છે એટલે પારણાં માટે તેમને ત્યાં જઈશ. બીજા શાંતિભાઈ કાનજીએ ખૂબ મહેનત કરી છે એટલે તેમને ત્યાં જઈ આવીશ. બીજા કોઈ આગ્રહ ના રાખે.
રતિભાઈ બેચરભાઈએ ફંડનું લક્ષ્યાંક પૂરું કરવા સૌ પ્રયત્નશીલ થાય તેમ વિનંતી કરી. તેમણે કહ્યું બહેનો જે કામે લાગી છે તેને મેં આજ પહેલાં કદી જોયું નથી. ઘેર ઘેર માટુંગા, દાદર બધે ફરે છે. ભાઈઓ એટલો ઉત્સાહ બતાવે તો કામ પૂરું થઈ જાય. તા. ૨૬-૯-૫૮
આજે મહારાજશ્રીને મૌન હતું છતાં મનુબેન ગાંધી મળવા આવ્યાં. તેમને પંડિતજી (જવાહરલાલ નહેરુ)ની સૂચનાથી શિક્ષણખાતાએ શાળાઓમાં ગાંધીજીના વિચારો રજૂ કરવા માટે સૂચવતાં નીકળ્યાં છે.
બપોરના ખંડુભાઈ દેસાઈ આવ્યા. તેમણે અમદાવાદની પરિસ્થિતિ વિશે વાતો કરી. ત્યારબાદ સાંજના જીવરાજ મહેતા મળવા આવ્યા હતા. મહારાજશ્રીને મૌન હતું એટલે લખીને વાતો કરી. સૌરાષ્ટ્રની બે બહેનો જે દીક્ષા લેવાની હતી તે પણ દર્શને આવી. દુર્લભજીભાઈ હતા. તેમણે દીક્ષા કરતાં હમણાં ભણવા અને રાહ જોવા કહ્યું. તા. ૨-૧૦-૫૮ :
આજે રાષ્ટ્રીય શાળામાં ગાંધી જયંતી નિમિત્તે જિલ્લા કોંગ્રેસ અને ઘાટકોપર કોંગ્રેસ તરફથી મહારાજશ્રીનું પ્રવચન ૯ થી ૧૦ વાગે રાખવામાં આવ્યું હતું. ખાદી અને ગ્રામોદ્યોગ પ્રદર્શન પણ યોજાયું હતું. ત્યારબાદ યુવક મંડળ તરફથી ભાટિયા વાડીમાં સવા દસ વાગે પ્રવચન હતું.
બપોરના બે વાગે સુરેન્દ્રજી અને પરમાનંદ કાપડિયા મળવા આવ્યા હતા. સુરેન્દ્રજીએ ઘણી સુંદર વાતો કરી. તેમને એટબૉમ્બ અને હિંસક
૨ ૨૪
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું