________________
સર્જા. જો કે મોરારજીભાઈ જે કામ લે છે તેમાં રત રહે છે. તેમને ગુજરાત કોંગ્રેસનું કામ ગમે ખરું. ઢેબરભાઈ સંતપ્રકૃતિના માણસ છે. ગરીબો ઉપરની તેમની લાગણી તમારા કોઈથી ઓછી નથી. મેં તેમને કહ્યું, ગામડાના નિર્માણના - ગ્રામસંગઠનના કાર્યમાં લાગી જવું જોઈએ. પણ આજે તો દેશનું એક મહાન કાર્ય તેમને માથે આવી પડ્યું તે તેઓ બતાવે છે. તેઓ પંડિતજીના પણ પ્રિય છે. સૌભાગ્યશીલ, નમ્ર અને છતાંય પોતાના અમુક વિચારોમાં ઘડાયેલા અને સાત્ત્વિક મુત્સદિતા ધરાવે છે. તેથી શું કરવા જેવું છે તે જોઈ લે છે. એટલે તેઓ કોંગ્રેસ પ્રમુખ બન્યા. મોરારજીભાઈએ લખ્યું : તમને આ નહીં ગમે પણ મેં તો હંમેશા કહ્યું છે કે, સંસ્થાનો આદેશ છેલ્લો ગણવો જોઈએ. હવે કોંગ્રેસમાં જે નબળાઈઓ પેસી ગઈ છે તેને દૂર શી રીતે કરીએ? તે માટેનો આ પ્રયોગ ચાલે છે. તેનાથી ઢેબરભાઈ અને મોરારજીભાઈને વાકેફ કરતો રહું છું. મને લાગે છે જે નવું બળ આવી રહ્યું છે તેને ગુજરાતે પ્રથમ અપનાવવું જોઈએ. દેશની નજર ગુજરાત ઉપર છે. દ્વિભાષીનો પ્રયોગ કેમ સફળ થાય ? તેને માટે આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ અને જે પરિબળો સાથ આપી રહ્યાં છે તેને અગ્રીમતા આપવી જોઈએ. ઢેબરભાઈ મળવા આવ્યા છે. એમ થાય છે કે તેમની વાતો સાંભળ્યા કરું. મને ખૂબ આનંદ થાય છે. તમે બધાએ તેમનું સ્વાગત કર્યું તેથી આનંદ. ત્યારબાદ લગભગ ચાર કલાક મહારાજશ્રી સાથે તેમણે એકાંતમાં વાતો કરી. પથાભાઈને ત્યાં જમી અઢી વાગે બાવળા જવા વિદાય થયા હતા. તા. ૪-૮-પ૭ :
એક જ જૂથના માણસો હોય છે, ત્યારે બીજા જૂથ સાથે કાં તો એ મળે છે કાં તો જુદા પડે છે. મનુષ્ય સ્વભાવ એવો છે કે, બીજાઓ સાથે સંબંધ તો જ રાખવાનું મન થાય કે સામેની વ્યક્તિ ઓતપ્રોત થઈ જાય અથવા યુદ્ધ કરે. પશુઓમાં પણ આવું બને છે.
જે લોકો પોતાની સાથે નથી તે સામે છે, એમ માનીને ચાલે છે. પરિણામ એ આવે છે કે જે જૂથો જુદાં પડે છે તે તેની સામે લડવા મંડી પડે છે. પરિણામે બન્નેની શક્તિ ક્ષીણ થાય છે. ખરી રીતે કરવું જોઈએ એમ કે વિરોધી જૂથ સાથે મેળ ના પડતો હોય તો વધારે પ્રેમ કરવો. તે જૂથનું કામ કરીને વધારે આત્મીયતા કેળવવી.
૮૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું