________________
તા. ૨૮-૪-૫૭ : નાનોદરા
દેહગામડાથી નીકળી નાનોદરા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. અહીંના ભંગીના ખેતર જે ખેડૂતોને ત્યાં ગીરો મૂકેલાં છે તે છોડાવી આપવા માટે સાણંદવાળાં મણિબહેને ત્રિકમભાઈ દાદાજીને મોકલ્યા હતા. ભંગી અને ગામલોકોને ભેગા કરી વાતો કરી છે.
મુખ્ય ભાઈઓ હાજર નહોતા એટલે આ કામ અંબારામ મુખીને સોંપ્યું છે. તેઓ ત્રિકમભાઈની જવાબદારીથી પૈસા આપી ભંગીને ખેતરો છોડાવી દેશે. ભંગી પૈસા ભરી શકે તેમ નથી એટલે હમણાં બીજા કોઈને આપી મૂળ રકમ વસૂલ કર્યો પછી ભંગીને સોંપશે. રાત્રે જાહેરસભા થઈ હતી. બહુ લોકો એકઠા થઈ શક્યા નહોતા.
- રાત્રે પ્યારઅલીભાઈ આવ્યા હતા. ગોરાસુ શુદ્ધિપ્રયોગની પત્રિકા છપાવેલી. તેમાં જે બાઈનું કમોત થયું છે તે વિશે સ્પષ્ટ લખાણ હતું. આ બાબતમાં કાર્યકરો વચ્ચે ચર્ચા થઈ. મહારાજશ્રીએ બધી વાતો સાંભળી. અંબુભાઈનો પત્ર તથા પત્રિકા વાંચી. પછી સલાહ આપી કે, જો પ્રયોગ કરનારને મનમાં પાકી ખાતરી હોય કે બાઈનું શકમંદ મૃત્યુ થયું છે અને તેની પાછળ ભયંકર કારણો છે તો પછી લખાણ ના સુધારવું. પોલીસ પગલાં લે તો સહન કરવું. સામા પક્ષ ઉપર પણ પગલાં લેવાય તો ક્ષમ્ય માનવું. આપણો ઇરાદો તેમને સજા કરાવવાનો ન હોવો જોઈએ પણ સત્ય તો જાહેર કરવું જોઈએ. જાતે સહન કરવું અને કદાચ પોલીસ પગલાં લેવાય તો તેની સાંકળ રચવી અને તૈયારી કરી રાખવી વગેરે કહ્યું. પત્ર પણ લખી આપ્યો. પ્યારઅલીભાઈ સવારે ગયા. તા. ૨૯, ૩૦-૪-પ૭ : ઝાંપ
નાનોદરાથી ઝાંપ આવ્યો. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો રામજી સાગરના મેડા ઉપર રાખ્યો હતો. બે દિવસના નિવાસ દરમ્યાન મહારાજશ્રીએ ગામ આગેવાનો સાથે જુદી જુદી વાતો કરી. એક તો સંપથી રહેવા અંગે, એકબીજાની નિંદા ન કરવી, માંસાહાર, દારૂ, વ્યસન ન કરવાં વગેરે સદાચરણની વાત કરી.
બીજે દિવસે રાત્રે જાહેરસભા થઈ. તેમાં ગ્રામસંગઠન, સ્ત્રીઓ, પછાત વગ ને ગામડાંને મહત્ત્વ આપવા સમજાવ્યું. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
પ૯