________________
મીતલથી આવતા નાવીડો નામે પાણીનો વહેળો આવે છે. ભરતી આવે ત્યારે તેમાં થોડું પાણી થઈ જાય છે. આજે ભરતીનો દિવસ હતો. લાણી ગામે થઈને જઈએ તો ત્યાં નાળું બાંધેલું છે પણ ત્રણ માઈલ ફરવું પડે એટલે જરા મોડું આઠેક વાગે નીકળ્યા. ભરતી ઊતરી ગઈ હતી. ત્રણેક ફૂટ પાણી વહેળામાં હતું પણ કાદવ-કીચડ અડધો માઈલ જેટલી જગ્યામાં હતો. ગામલોકોએ મોટી સંખ્યામાં આવી મહારાજશ્રીનું સ્વાગત કર્યું. ભજન મંડળી પણ હતી. બપોરના ગામ આગેવાન સાથે કેટલીક ચર્ચા થઈ. ખાસ કરીને સહકારી મંડળી વિશે અહીં ત્રણ પ્રશ્નો મુખ્ય છે : (૧) ઘર બહારની જમીન ખાતેદાર પોતે હોવા છતાં બાંધકામ કરવા માટે મંજૂરી માગે છે. (૨) નવાબ વખતે એકરે બે આના વર્ષાસન મળતું હતું તે કાયમી થવું જોઈએ. (૩) પાણીનો વેરો આપવો છે પણ આ પહેલાં ૧૦૦ રૂપિયા સરકાર આપતી હતી તે હવે બંધ કર્યો છે.
સભા માટે ગામલોકોએ સુંદર મંડપ બાંધ્યો હતો. અમારું સ્થાન ગામની પાદરે ઉપાશ્રયમાં હતું એટલે ૧૨૫ ડગલામાં ત્યાં પહોંચી શકાય તેમ નહોતું. બહેનોની ઇચ્છા એવી હતી કે મહારાજશ્રી મંડપે આવે તો જ અમે આવી શકીએ. ગામ બહાર ન આવીએ એટલે અમે સૂવાની જગ્યા બદલી ગામમાં રહ્યાં. રાત્રે મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો આવ્યાં હતાં. તેમાં પ્રથમ મેં ગ્રામસંગઠન અંગે કહ્યું હતું.
અહીં હરિજનોનાં ૮૦ ઘર છે. મિશન તરફથી સ્કૂલ અને સહકારી મંડળી ચાલે છે. ખ્રિસ્તીઓ આ રીતે વટાળ પ્રવૃત્તિઓ ચલાવે છે. તે અંગે રાત્રિસભામાં મહારાજશ્રીએ કહ્યું. ઈશુની આપણે પ્રાર્થના કરીએ છીએ પણ તેમણે કોઈને વટલાવવાનું નથી કહ્યું. ગમે તે ધર્મમાં માણસ રહે, છતાં ઈશુનાં ગુણો આચરી શકે. ખ્રિસ્તીઓ વટલાવવાનું કામ કરે છે તે યોગ્ય નથી. ગામલોકોએ પણ હરિજનો સાથે પ્રેમથી રહેવું જોઈએ.
કેળવણી તરફ લોકોને જોઈએ તેટલો રસ નથી. આ ગામમાં જવારજની ઘણી દીકરીઓ પરણાવેલી છે.
તા. ૨૩-૧૧-૫૭ :
આજે અમારે આખોલ જવાનું હતું પણ કાર્યકરોએ ખંભાત વિભાગની સહકારી મંડળી એનાં પ્રતિનિધિઓનું એક સંમેલન રાખ્યું હતું તેમાં માધવલાલ
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૧૬