________________
તા. ૧૯મીએ ધોળકામાં ડૉ. છોટુભાઈને હાથે કુટુંબનિયોજન કેન્દ્રનું ઉદ્ઘાટન હતું. મહારાજશ્રીએ વિરોધ તરીકે આજે ઉપવાસ કર્યો. જાહેર રીતે આ જાતનું પ્રદર્શન કરે તે સૈદ્ધાંતિક કોંગ્રેસને માનનારને કેમ ગમે ? તા. ૨૧-૧૧-પ૭ : મોટી બોરુ
નાની બોરથી રવાના થઈ મોટી બોર આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો ભીખાભાઈ ઠાકોરશીને ત્યાં રાખ્યો હતો. અમારે અહીં રોકાવાનું નહોતું પણ સાબરમતી ઊતરી મીતલી જવાનું હતું. પણ ભરતી પુષ્કળ આવી હોવાને કારણે ઊતરી શકાય તેમ નહોતું. એ પાણી બે વાગે ઊતરે ત્યારપછી જ જવાય. એટલે અમે બપોર સુધી અહીં જ રોકાયા. બે વાગે રવાના થઈ નદીકિનારે આવ્યા. ગામના બે-ત્રણ ભાઈઓ અને નાની બહેન બે ભાઈઓ તથા પ્રતાપભાઈ અમારી સાથે હતાં જ. ગામના ભાઈઓ પ્રથમ અમારો કેટલોક સામાન સામે પાર લઈ ગયા. પછી અમે કપડાં બદલી નદી ઊતર્યા. મીરાંબહેનને ઘણો ડર લાગતો હતો, પણ વચ્ચે રહી એક જણનો ખભો ઝાલી ઊતરી ગયાં. પાણી કેડથી નીચે હતું. તણાવ ઓછો હતો. કાદવ ઠીક ઠીક હતો. આ બધામાં પોણો કલાક ગયો.
અહીંની વસ્તી ૧૨૦૦ જેટલી છે. તા. ૨૧-૧૧-૫૭ : મીતલી
મોટી બોરુથી નીકળી નદી ઊતરી અમે મીતલી આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો વેપારીને મેડે રાખ્યો હતો. નાનભટ વ્યવસ્થા કરવા આગળથી આવ્યા હતા. એટલે ગામના ઉત્સાહનો પાર નહોતો. આખું ગામ સ્વાગત માટે તૈયારી કરી રહ્યું હતું. બે વખત ઘોડા મોકલ્યા પણ ભરતીને કારણે અમે ન આવી શક્યા, ન સંદેશો મોકલી શક્યા. સાંજના આવ્યા ત્યારે આખું ગામ પાદરે સ્વાગત માટે તૈયાર થઈને બેઠું હતું. સૌ સરઘસ આકારે નિવાસસ્થાને આવ્યા. પછી જાહેરસભાને મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું અને મોડા આવવાથી જે તકલીફ પડી તે બદલ ફરી ફરી ક્ષમા યાચી. તા. ૨૨, ૨૩-૧૧-૫૭ : પાંદડ
મીતલથી પાંદડ આવ્યા. અંતર સાડા ચાર માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. મીતલથી બે ત્રણ ભાઈઓ સાથે આવ્યા હતા. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૧૫