________________
આજે મહારાજશ્રીનો જન્મદિવસ હોવાથી નંદલાલભાઈ અજમે૨ા અમદાવાદથી આવ્યા. પોતાને મૌન અને ઉપવાસ છે, પણ મહારાજશ્રી સાથે બોલવાની છૂટ છે.
તા. ૧૨-૮-૫૭ :
આજે સવારના જમનાશંકર પંડ્યા અને એક ભાઈ મોટરસાયકલ ઉપર મહારાજશ્રીને મળવા આવ્યા. ખાસ વાત તો મહાગુજરાત આંદોલન વખતે તેમણે નીડરતાથી કૉંગ્રેસનું જે કામ કર્યું તે અદ્ભુત હતું. પણ હમણાં પ્રદેશ સમિતિ તરફથી જે ગુજરાત કોંગ્રેસની નવરચના થઈ તેમાં અમદાવાદ શહેર કૉંગ્રેસને બરખાસ્ત કરી, તેને ઠેકાણે એડ્લોક કમિટિ નીમવામાં આવી. આ ફિમિટમાં પહેલાં જે ભાઈઓ કામ કરતા હતા તેમને લેવામાં ન આવ્યા. ખાસ તો પ્રમુખ ડૉ. અમુભાઈ શુક્લ અને મંત્રી જમનાશંકર પંડ્યા બન્નેને કારોબારીમાં પણ ન લેવાયા, આથી તેમને દુ:ખ થયું છે.
સારી સમાજવ્યવસ્થા અને રચના માટે શું કરવું તે અંગે સમજવા આજે બપોર પછી અમરેલી જિલ્લા સર્વોદયવાળા બાલુભાઈ ભટ્ટ થોડા દિવસ રહેવા માટે આવ્યા છે.
તાં. ૨૩-૮-૫૭ :
આજે કરજણથી શિવાભાઈ, શાન્તાબહેન અને ચંચળબહેન આવ્યાં. તેઓ થોડા દિવસ રહેશે. શાન્તાબહેન પટેલ પહેલી વાર જ મહારાજશ્રીને મળે છે. આજે બપો૨ના ધોળકાથી દેવીબહેન, ગીતા, ડમરુ, મયંક અને દામોદરભાઈ આવ્યા. ગીતાના શિક્ષણ અંગે વાતો થઈ.
તા. ૨૫-૮-૫૭ :
આજે આંબલાથી નરસિંહભાઈ આવ્યા. બાબુભાઈ ભટ્ટ અહીં આવેલા છે એટલે અમરેલી જિલ્લામાં ગ્રામસંગઠન અંગે નરસિંહભાઈ, માટલીયાભાઈ અને બાબુભાઈ સાથે મળી ચર્ચા-વિચારણા કરી છે. તો કામ સારી રીતે ગોઠવી શકાય.
તા. ૨૮-૮-૫૭ :
આજે મહારાજશ્રીએ માથાની હજામત કરાવી હતી. આજે જૈનોનાં પર્યુષણનો સંવત્સરી દિન છે. મહારાજશ્રીએ ઉપવાસ કર્યો. મેં પણ કર્યો
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૮૭