________________
જાય છે. કોઈ કાલે જવાના છે. તો તેની દિનચય બદલી જ હશે. જનક કહે મને ક્ષણનો ભરોસો નથી. એટલે જ કામ કરવાનું હોય તે તુરત જ કરી નાખું છું. વેપારી બોર્ડ લખે છે. આજે રોકડા કાલે ઉધાર. ઉંમર એ ઉધાર છે. જે કર્યું તે જ ખરું. કાળનો ઝપાટો પોતાના હાથમાં નથી. એટલા જ માટે એક દાર્શનિકોએ કામને ઈશ્વરસ્વરૂપ નામ આપ્યું છે. ગીતામાં કહ્યું સમય ચાલે છે ત્યારે હું લોકો પાસે કામ સ્વરૂપે આવું છું અને લઈ જાઉં છું. શંકરનું એક સ્વરૂપ સંહાર સ્વરૂપ છે. આજ માસની અંદર જોઈએ તો કેટલી કેટલી ઘટનાઓ બની ગઈ ! આવા તો અનેક વરસો, કાળ ગયા. કેટલી ઘટનાઓ બની. આજે શું હોય છે, કાલે શું હોય છે. એક દિવસ એક દિવસ કરે છે, ઉત્સાહ પણ હોય છે. બીજે દિવસે નિરુત્સાહી થઈને કેમ રડે છે. એક દિવસ આદર મળ્યો હોય અને પછી બીજે દિવસે ધિક્કાર વરસે છે. સાર એ છે કે, અનંત એવો કાળ ચાલ્યો જ આવે છે. માણસ જો એનો સાથી બની જાય તો કેટલો બધો આનંદ આવે. નટ ગમે તે વેશ પહેરતો હોય છતાં તે સમજે છે કે, હું નટ તે નટ છું. પછી રાજા બને, રાણી બને. ક્ષણ પહેલાં બાળ ઊવાં ઊવાં કરતું પેદા થયું. કાળ બદલાય સમય પસાર થાય છે, અને કુમાર અવસ્થા આવે છે. યુવાઅવસ્થા આવે છે, ઘડપણ આવે છે, લાકડી લેવી પડે છે. પરંતુ આત્માની દૃષ્ટિએ તેને યુવાની નથી, વૃદ્ધત્ત્વ નથી, સરખું છે. જો આ વાત સમજી જાય તો માણસ જેમ ગેડીદડો રમીને આનંદ લૂંટે છે તેમ તે આનંદ લૂંટી શકે છે. પણ સમજણ ના હોય તો તે આનંદ લૂંટી શકાતો નથી. દિવસ ઊગે છે, રાત્રિ પડે છે. ફરી પાછો સૂર્યોદય થાય છે. કામે વળગે છે, સંધ્યા થતાં સૂઈ જાય છે. આમ ઘટમાળા ચાલ્યા કરે છે. એ રેટચક્રનું પાણી એકનું એક છે. કૂવામાં હોય કે બહાર પણ ચક્રનું એક ભજન ગાતા થાય છે. બીજું ત્યાર પછી. જીવનનું રેટચક્ર એમજ ચાલ્યા કરે છે. પણ કેટલું ઉપયોગી કામ કરીએ છીએ, તે જ મહત્ત્વની વસ્તુ છે. જો આપણે રાગ-દ્વેષમાં પડીએ તો કાળ વહી જશે. દષ્ટિ રહી જશે. એટલે ભગવાનની દયા થાય, જનેતાની દયા થાય તો જિંદગીની કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત થાય. નવીન પ્રભાત થાય તે માટે તેઓના આશીર્વાદ ઊઠશે એ પ્રભુપ્રાર્થના.
આજે શિયાળથી જટુભાઈ, ભાઈલાલભાઈ અને દાદુભાઈ આવ્યા. જટુભાઈને કોંગ્રેસની મંડળ સમિતિની રચના અંગે વાતો કરી. બપોરના તેઓ ગયા.
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું