________________
તરફથી મધુભાઈએ અને શુદ્ધિપ્રયોગ સમિતિ તરફથી અંબુભાઈએ સહીઓ કરી. જાહેર છાપામાં પણ મંદિરની પ્રતિષ્ઠા ના ઘટે અને ન્યાયનું મૂલ્ય સચવાય તે રીતે અપાશે.
સાંજના ધંધૂકાથી બાબુભાઈ મોદી અને ગોપાલજીભાઈ જિનવાળા તથા ફકીરભાઈ વકીલ મહારાજશ્રીને મોટર લઈને મળવા આવ્યા; મહાગૂજરાત આંદોલન અંગે કેટલીક ચોખવટ થઈ. તેમાં બધાં દ્વિભાષીમાં જ માને છે. અને તે માટે જ કામ કરશે. આકરુના અને જીનરનો જમીન ઝઘડો છે. તે અંગે ભલગામડાં કંઈક ઠરાવ કરવા ઈચ્છતું હતું. તે જાણી મહારાજશ્રીએ એક ચિઠ્ઠી લખી આપી. અને બાબુભાઈને ત્યાં જઈ આવવા કહ્યું.
સાંજના દામોદરભાઈના જમાઈ, કે જે પુના ખેતીવાડી કૉલેજના પ્રોફેસર છે, તેમણે શણની એક જાત જેને રમી કહેવાય છે. તેનો વિકાસ સમજાવ્યો અને જાત બતાવી સૂક્ષ્મદર્શકયંત્રથી ગંદા પાણીમાં જીવ, લીલા વગેરે જોયું.
રાત્રે મહારાજશ્રીએ બુદ્ધ ભગવાનનો કોઈના ઘેરથી મરણ ના થયું હોય તેવા ઘરથી એક શેર રાઈ લાવવાથી બાળક સજીવન થશે. એવો એક માતાનો કિસ્સો કહી સંભળાવ્યો. તા. ૨૪-૧૧-૫૬ :
બાવળાથી કેટલાંક બહેનો સાંસદ જતાં મળવા આવ્યાં હતાં. બપોરના જયંતીભાઈ, દેવીબહેન અને બાળકો વગેરે આવ્યાં હતાં. જયંતીભાઈએ ઠાકોરભાઈ દેસાઈ ઉપર પત્ર લખેલો. તેનો જવાબ વંચાવ્યો. તેમાં ઠાકોરભાઈએ કેટલાક પ્રશ્નોના બહુ સ્પષ્ટ જવાબ આપ્યા નહોતા. ખેડૂતમંડળનો ચૌહાણને આમંત્રણ આપતો પત્ર મોકલ્યો નહોતો. જિલ્લા સમિતિ જોઈએ તેટલી અનુકૂળતા બતાવતી નથી. તેનો તેઓ બચાવ કરતા હતા. મહારાજશ્રીને અમદાવાદ જવા માટેનો સામાન્ય વિચાર આવે છે. તેમાં જો પ્રદેશ સમિતિનું આમંત્રણ હોય તો વધારે સારું. પણ તેમણે લખ્યું કે, સમાન દૃષ્ટિવાળા કામ કરનારને આમંત્રણની શું જરૂર ? અમે તેમના આગમનને આવકારીએ છીએ. અને પ્રદેશ સમિતિના અંગરૂપ શહેર સમિતિએ તો નિયંત્રણમાં પૂરા હેત ને ભાવ બતાવ્યો છે. વ. કૉંગ્રેસ પત્રિકામાં ગ્રામ ટુકડીઓ અંગેની નોંધમાં લેખકનું નામ નથી લખ્યું. તે બાબત જણાવ્યું છે કે પત્રિકામાં નામ
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું