________________
લખવાનો શિરસ્તો નથી. આ પત્રના ખુલાસા જયંતીભાઈ રૂબરૂ જઈને કરે અને મહારાજશ્રીને સૂચવ્યું. પત્રથી વળી ગેરસમજ થશે.
જયંતીભાઈએ ચૂંટણી અંગે રાવજીભાઈને મળવા સંબંધી ઠીકઠીક ચર્ચાઓ ગોઠવી.
સાંજના મત્કચંદભાઈ સાથે શ્રી સુશીલજી, મહારાજશ્રીને મળવા આવ્યા. સુશીલજી પહેલાં તેરાપંથી જૈન સાધુ હતા પણ વિનોબાજીના ભૂદાન કાર્ય પ્રત્યે આકર્ષાયા અને તેમાં જોડાયા. અત્યારે ગયામાં સમન્વય આશ્રમ છે ત્યાં રહે છે. શ્રમ કરે છે, કાંતે છે, ગાડીમાં બેસે છે. પૈસા પાસે રાખતા નથી. ગોચરી કરે છે પણ કેટલાક નિયમો છોડ્યા છે. પાણી, ગરમ ઠંડું બન્ને ચાલે છે. તેઓ ખાસ અહીંનું કામ જોવા અને સમજવા મહારાજશ્રી પાસે આવ્યા છે. બીજા એક જૈન સાધુ છે તેઓ પણ આવી પ્રવૃત્તિમાં રસ લે છે. ત્યાં સર્વોદય દૃષ્ટિથી સ્વતંત્ર અને કોંગ્રેસ સંસ્થાને સાથે રાખી અને બે જાતના કામ ચલાવે છે. મહારાજશ્રીએ કેટલીક વાતો કરી. રાત્રે પ્રાર્થના પછી પ્રશ્નોત્તરીમાં તેમણે શ્રમ અને શ્રમિકની પ્રતિષ્ઠા વિશે પ્રશ્નો પૂછળ્યા. બહુ સારી ચર્ચા રહી. તા. ૨૫-૧૧-૫૬ :
અમો સવારની પ્રાર્થના પછીના પ્રવચનમાં સુશીલજીને લક્ષમાં રાખી મહારાજશ્રીએ રામયુગમાં સાધુઓ અહિંસક તાકાત ન બતાવી શક્યા તે અંગે કૃષ્ણ યુગમાં પણ કાંઈ વ્યવસ્થિત સાધુ સંસ્થાઓએ તેજ ના બતાવ્યું. ઊલટા દ્રોણ અને કૃપાચાર્યના દાસ બની અન્યાયને પક્ષે જઈ બેઠા. તેવા વખતે એકલા કૃષ્ણને નિશસ્ત્ર રહીને માર્ગદર્શન આપવું પડ્યું અને ન્યાયને જિતાડવા સુદર્શન વાપરવું પડ્યું અને ધર્મરાજા પાસે પાઠાફેર બોલાવવું પડ્યું. બુદ્ધ અને મહાવીરના કાળમાં સ્ત્રીઓ, પછાતોની ઉન્નતિ થઈ પણ તેમાં વાડાબંધી ઊભી થઈ. છેલ્લે છેલ્લે ગાંધીજી આવ્યા અને તેમણે અહિંસક રીતે એક મોટી સલ્તનતને હરાવી સ્વરાજય લાવી આપ્યું અને સમાજના દરેક ક્ષેત્રમાં ક્રાંતિ આણી. ગાંધીજીએ પોતાની બધી પ્રતિષ્ઠા કૉંગ્રેસને ચરણે ધરી, એને મજબૂત બનાવી.
કોંગ્રેસે રાજકારણ હાથમાં લીધું. આખી દુનિયામાં શાંતિ સ્થાપવામાં સાથ આપ્યો પણ દેશના આંતરિક ભાગોમાં ધીમે ધીમે નબળાઈ આવતી
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું