________________
ગઈ. મૂડી અને સત્તાની પ્રતિષ્ઠા વધતી ગઈ. તેનો ચેપ કૉંગ્રેસમાં પણ પેઠો. એને દૂર કરવા માટે ગામડાં, રચનાત્મક કાર્યકરો અને સાધુ-સંતોએ એકત્ર થઈ પ્રયત્ન કરવો જોઈએ. આજે દરેક અલગ-અલગ રીતે વિચારે છે એટલે શક્તિ વધતી નથી. સળંગ કડી સંધાતી નથી. રચનાત્મક કાર્યકરો તટસ્થતાને નામે સંસ્કૃતિને તોડનારા બળોને જાયે-અજાણ્યે પ્રતિષ્ઠા આપે છે. ભારતની સંસ્કૃતિ ત્યાગ અને વિનમ્રતાની છે. લોકો કાંઈ ગાંધીજીને અમસ્તા યાદ કરતા નથી, પણ તેમના ત્યાગને લીધે યાદ કરે છે. એટલે સાધુ સંતો જે કરી શકશે, તે બીજું કોઈ નહિ કરી શકે પણ એ માટે સાધુઓએ ચોક્કસ ધ્યેય રાખી સંગઠિત થવું જોઈએ.
સુશીલજી આજે ગૂંદીનું કામ જોવા ગયા. સાથે જગુભાઈ ગયા. ગૂંદીથી એક દિવસ શિયાળ જઈ આવશે. ત્યાંથી પાછા અહીં મહારાજશ્રીને મળીને અમદાવાદ તરફ જશે. તા. ૨૬-૧૧-૫૬ :
આજે નાનચંદભાઈ સાથે કેટલીક વાતો કરી. બપોર પછી તેઓ જવાના હતા. લગભગ અગિયાર વાગ્યે કુરેશીભાઈ, અમિનાબહેન અને સુલતાનાબહેન મોટર લઈને મહારાજશ્રીને મળવા આવ્યાં. તેમણે ધારાસભ્યોની ચૂંટણી અંગે અમદાવાદ કોંગ્રેસ હાઉસના અનુભવ કહ્યા. રાવજીભાઈ, લાલાકાકાની સામે મગનભાઈ ર. પટેલ અને કુરેશીભાઈએ ખેડૂત મડળ અને બૅન્ક અંગે કેટલીક ગેરસમજ હતી તે અંગે સ્પષ્ટ વાતો કરી. પછી ધંધૂકાની ચૂંટણી પરિસ્થિતિ અંગે વાતો કરી. જમ્યા પછી તેઓ ગયા. સાથે નાનચંદભાઈ પણ ગયા. સાંજના સુરાભાઈ અને પાટણના નાથાભાઈ રત્નાભાઈ વકીલ, રબારી મહારાજશ્રીને મળવા આવ્યા. તેમણે બનાસકાંઠા અને મહેસાણામાં ગોપાલકોને ત્રણ રીતે મળે, તે અંગે વિગતથી વાતો કરી. તેમની વાત વાજબી લાગી. મતો મળી શકે તેમ છે, તેમ પછાત વર્ગ તરીકે પણ ઠીક છે. મહારાજશ્રીએ વિજયકુમારનું આ અંગે ધ્યાન ખેંચ્યું છે. તા. ૨૭-૧૧-૫૬ :
- સુરાભાઈ અને નાનચંદભાઈ ગયા. બપોરે દેવીબહેન, જયંતીલાલ અને તારાબહેન આવ્યાં. તેમણે અમદાવાદ જઈને ત્યાં ધારાસભ્યોના નોમિનેશન અંગે જે વાતો થઈ તે જણાવી. ઠાકોરભાઈના પત્ર સંબંધી પણ કેટલીક વાતોના ખુલાસા તેમણે કરેલા તે કહ્યા.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું