________________
ભાઈ નવલભાઈ, હસ્તામલજી સાથે આવ્યા. હસ્તામલજી - ગુંદી, શિયાળ જઈ આવ્યા. નવલભાઈએ દક્ષિણની અને વિનોબાજીના મિલનની વાતો કરી. બપોર પછી ગયા.
- સુશીલજી ગૂંદી અને શિયાળ જઈ આવ્યા. શિયાળામાં કાશીબહેને ફરીને બધું બતાવ્યું. પઢારવાસ, હરિજન અને વાઘરીવાસ, ત્યાં ચાલતું સંસ્કારનું કામ, પ્રૌઢશિક્ષણ વગેરે મજૂર મંડળ, સહકારી મંડળી, નસિંગ, ખાદીકામ વગેરે બધું બતાવ્યું. આટલાં ઊંડા ગામડાંમાં આવું પાયાનું કામ જોઈને સુશીલજી ખૂબ પ્રભાવિત થયા. તેઓ કાર્યકરોથી અલગ – સ્વતંત્ર રીતે લોકોને પણ મળ્યા અને કાર્ય તથા કાર્યકરો વિશે પૂછ્યું. લોકોએ ખૂબ સુંદર જવાબ આપ્યો. તેનો ખૂબ આનંદ થયો. કાશીબહેન જે સેવા બજાવી રહ્યાં છે તેથી પણ તેમના મન પર સુંદર છાપ પડી.
બીજે દિવસે તેઓ ગૂંદી આવ્યાં. અને તે જ દહાડે ગાડી દ્વારા અહીં આવી ગયા. મહારાજશ્રી સાથે રાત્રે કેટલીક વાતો કરી. ખાસ કરીને રચનાત્મક કામ સાથે કોંગ્રેસના સંબંધો અને સાધુઓ તથા શ્રમ એ અંગે ઠીક ઠીક સમજૂતી થઈ. તેઓ અને બીજા એક મુનિ આવું કામ તે બાજુ ગોઠવવા માગે છે.
બીજે દિવસે સવારે તેઓ ગયા. અમદાવાદ મેવાડી મુનિઓને મળશે. રાત્રે અહીંની વાડીએ કેટલું રોકાવું તે અંગે ચર્ચા ચાલીદામોદરભાઈ અને રંભાબહેન વગેરેનો આગ્રહ થોડા વધુ દહાડા રોકવા હતો. મહારાજશ્રીની ઇચ્છા પણ રોકાવાની હતી. રોકાવા પાછળ એક કારણ એ પણ હતું કે અમદાવાદ, ધોળકા નજીક છે. ચૂંટણી નોમિનેશન અંગે પણ કોઈ કોઈને મળવાનું થાય. પણ મીરાંબહેન તા. ૨૯મીએ નીકળી જવાનું વિચારતાં હતાં. છેવટે તા. ૧લી સુધી રોકાવા તૈયાર થયાં. તેમની દલીલ એ હતી કે, આરામ કરવા રોકાયા છીએ પણ આખો દિવસ ચર્ચા ચાલે એના કરતાં ગામડે જવું શું ખોટું ? આ રકઝકમાં તેમને ખરાબ લાગ્યું. તા. ૨૮-૧૧-૫૬ :
સુશીલજી આજે ગયા. વાડીભાઈ આવ્યા. સાથે દેવીબહેન વગેરે આવ્યાં. સાંજના તારાબહેન ગયાં. વાડીભાઈ રોકાયા. તેમણે પંચભાઈની પોળ અંગે અને મહાગુજરાત આંદોલન અંગે વાતો કરી. એ લોકો ભારે
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું