________________
બપોરના અજમે૨ાના પુત્ર હિંમતભાઈ મહારાજશ્રીના દર્શને આવ્યા હતા. કસ્તૂરબાના મૃત્યુથી તેમને ખૂબ આઘાત લાગ્યો હતો. ખાસ તો તેમને એ લાગતું હતું કે, કસ્તૂરબાને અહીં મહારાજશ્રીના સાંનિધ્યમાં રહેવાની છેલ્લે છેલ્લે ખૂબ ઈચ્છા હતી. પણ અજમેરાની અનિચ્છઓને લીધે તેમનાથી બની શક્યું નહીં. વધારામાં એક વખતે મહારાજશ્રીએ પત્રમાં લખેલું કે તમારે (કસ્તૂરબાએ) અજમેરાની આજ્ઞા મેળવીને આવવું. આથી તેઓ અટકી ગયાં. પણ તેમનું અકસ્માત નજીવી બીમારી ભોગવી મૃત્યુ થયું. અને એ આશા અધૂરી રહી. હિંમતભાઈએ ખાનગીમાં કહ્યું કે, બાનો જીવ અવગતિ પામ્યો છે અને મને રોજ દેખાવ દે છે. અને સંતબાલજીને યાદ કરે છે. મહારાજશ્રીએ તેમને ખૂબ સાંત્વન આપ્યું. અને શાંતિથી રહેવા સમજાવ્યા. તેઓ સાંજના ચારેક વાગે ગયાં.
તા. ૨૩-૧૧-૫૬ :
આજે જયંતીભાઈ અને દેવીબેન આવ્યાં. ટપાલ લેતાં આવ્યાં. સાથે જ સારંગપુરથી નાનચંદભાઈ શુભ સમાચાર લઈને આવ્યા કે સારંગપુર શુદ્ધિપ્રયોગનું સમાધાન બહું સુંદર રીતે થઈ ગયું છે. અંબુભાઈ અને મધુભાઈ એ બન્ને રૂબરૂ બેસીને પ્રશ્નનો નિકાલ કરી નાખ્યો. મંદિર તરફથી લવાદ ભંગની જે ભૂલ થઈ તેનો સ્વીકાર થયો. અને જે અડધો ભાગ ખેડી નાખેલો તે અને વાવેલી જમીનનો કબજો રાખ્યો તે ભૂલનો એકરાર થયો. અને આ બધાની જાહેર ક્ષમા યાચી. દિલગીરી વ્યક્ત કરી. મહારાજશ્રીનો અને શુદ્ધિપ્રયોગ સમિતિનો મંદિરને સાચો રસ્તો બતાવવા માટે આભાર માન્યો. એમ જ જમીન જે તે ખેડૂતો ખેડે છે તેમને ખાતે ચઢાવી દેવાનું નક્કી થયું. અપીલ કરી છે, તે પાછી ખેંચી લેવા ઠરાવ્યું. અને ભાગ તથા માલ પાડ્યો. તેના નુકસાનના પ્રતીક તરીકે ૨૦૧/- રૂપિયા મંદિરે રોકડા આપ્યા. ઘાસ અને પાક જે લઈ ગયા હતા તે પણ પાછો આપ્યો. જે ખેડૂતો પ્રયોગમાં ભળ્યા નહોતા તેમને પણ મંદિરે ભાગ બદલ એકવીસ એકવીસ રૂપિયા આપ્યા અને તેમને પણ જમીન ખાતે ચઢાવી આપી.
રાત્રે જાહેર સભા થઈ. અને તેમાં આ બધી જાહેરાત થઈ. સૌને સંતોષ થયો. આચાર્ય મહારાજને પણ ખૂબ સંતોષ થયો. તેમણે કહ્યું કે મને તો આ બધાંની ખબર જ નહોતી. હું અંધારામાં રહ્યો. તમારો અને મહારાજશ્રીનો આભાર માનું છું. એક લખાણ તૈયાર થયું. તેમાં મંદિર સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૫