________________
ભજન મંડળીઓ કરતાર અને હામોનિયમ સાથે સ્વાગત માટે આવી હતી. તેઓ ભજનો ગાતા, વિદ્યાર્થીઓ ગીત ગાતા સરઘસાકારે જિનમાં આવ્યા.
મુકામે આવ્યા પછી ઝીણાભાઈ સાથે સહકારી જિનની મુલાકાત લીધી. બાંધકામ હજુ ચાલુ છે. આ મોસમમાં કામ થઈ શકશે. છ લાખ રૂપિયા માગે છે. પ્રેસ પણ લાવ્યા છે. ઓઈલ મિલ પણ કરવાના છે. સાધનસામગ્રી આવી ગઈ છે.
નેત્રયજ્ઞ યોજાયો હતો તેની પૂર્ણાહુતિ સમારંભમાં પ્રાર્થના બાદ સંદેશા વાંચન થયું. ત્યારબાદ રવિશંકર મહારાજ, જુગતરામ દવે, પ્રેમશંકર ભટ્ટ વગેરેએ પ્રવચન કર્યા હતાં. તા. ૧૪-૧-૫૮ : તડકવા
વ્યારાથી નીકળી તડકવા આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો લલ્લુભાઈ શેઠની વાડીએ રાખ્યો હતો. રાત્રે જાહેરસભા સારી થઈ. તા. ૧૫-૧-૫૮ : કાવલા
- તડકવાથી નીકલી કાવવા આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો મગનભાઈ ચૌધરીને ત્યાં રાખ્યો હતો.
બપોરના આજુબાજુના નવ ગામના રાનીપરજ લોકો આવ્યા હતા. મહારાજશ્રીએ અને સામ નેકસાતખાને કહ્યું હતું કે બાળકોને ભણાવો, સંગઠન કરો અને જંગલ સહકારી મંડળી બનાવવા કહ્યું. દારૂ, માંસ છોડીને પ્રમાણિકપણે જીવવા કહ્યું. તા. ૧૬-૧-૫૮ : બોરીસાવર
કાવલાથી નીકળી બોરીસાવર આવ્યા. અંતર સાત માઈલ હશે. અમારો પ્રવાસ જંગલમાં થઈને ચાલતો હતો. સાગના અને બીજા અનેક જાતના ઊંચાં ઊંચાં વૃક્ષોની ઘટાઓ હતી. કેસુડાનાં ફૂલ અનેક જગ્યાએ રંગબેરંગી શોભા આપતાં હતાં. વચ્ચે પાણીનાં ઝરણાં ગેલ કરતાં વહી રહ્યાં હતાં. રાનીપરજનાં ઝૂંપડાં અને તેમનાં નાનાં નાનાં ખેતરો વચ્ચે આવતાં હતાં. હજી આ લોકોને ખેતી સરખી રીતે કરતાં આવડતી નથી. કેટલીક પરિસ્થિતિ પણ એવી છે કે તેમને વિકાસની તક મળતી નથી. અમારો નિવાસ આશ્રમમાં
૧૭૦
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું