________________
લોકોને ઘડીએ નહિ તો પરિણામ ખરાબ આવે. કેરલનો દાખલો લોકશાહી પદ્ધતિથી સામ્યવાદ લાવી શકાય છે. ત્યાંની પ્રજા તો વિશેષ શિક્ષિત છે તો પણ આ કેમ ? લોકોને મૂડીવાદ ગમ્યો નથી.
આજની જનતાને સાથે લેવી પડશે અને તે ઘડત૨પૂર્વક લેવી પડશે. ઢેબરભાઈએ ખૂબ વિચાર કરીને કૉંગ્રેસમાં આ ફેરફાર કર્યા છે. કેટલાંકને આંચકો લાગ્યો પણ કૉંગ્રેસને જનતામય બનાવવી જોઈએ. યુવક કોંગ્રેસે યુવકનું તો કરવું જોઈએ પણ બીજું રચનાત્મક કામ પણ કરવું જોઈએ. આર્થિક, સામાજિક કાર્યક્રમો ઉપાડવા પડશે. આને માટે ગામડાંની ભૂમિકા ઘણી યોગ્ય છે. આજે ગામડાંમાં જૂની નેતાગીરી ચાલુ છે. ને ચૌદસિયા કરે છે. તેઓ સત્તાને સલામ કરતા હોય છે પણ જો આપણે જાગીશું જનતાના પ્રમુખ બનીશું તો જનતા એવા માણસોના સકંજામાંથી છૂટી શકશે. આ સમાજ માટે હું ગ્રામસંગઠનની વાતો કરું છું અને એ સંગઠનને રાજકીય રીતે કૉંગ્રેસ સાથે જોડું છું. સામાજિક, આર્થિક બાબતમાં સ્વતંત્ર રાખું છું. તમે આ બધાં પર વિચાર કરજો.
સૂરત-ભરૂચ-જિલ્લાની ગોપાલક પરિષદ
સ્ત્રીમંડળમાં ગોપાલકોની પરિષદ મળી. પ્રથમ ઓળખિવિધ થઈ. પછી નિવેદન વંચાયું. ૪૦ હજાર ગોપાલકો આ પ્રદેશમાં છે. બે છાત્રાલય છે. (૧) વિદ્યાર્થી માટે છે. આ બાજુના ગોપાલકો દારૂ અને માંસાહાર કરે છે એ નવાઈ નથી. છ સહકારી મંડળીઓ રચી છે પણ હજી જમીન મળતી નથી મુશ્કેલી છે. ૨૭ ગામના લોકો આવ્યા હતા. ચીફ ઑફિસ૨ મગનભાઈ પટેલ પણ આવ્યા હતા.
મહારાજશ્રીએ જણાવ્યું કે ભીખુભાઈએ તમારા બધાને માટે જે ફરિયાદ કરી છે. માંસાહારને માટે તેમાં તમારી કાંઈ મુશ્કેલીઓ હોય તો જણાવો. અનાજની તંગી હવે નથી પણ ઘણા વખતની ટેવ હશે. શું કારણ છે તે જણાવો. તમો પોતે જ ચોકીદાર બનો. થોડાં સેવકો જ આ કહે તે નહિ ચાલે. મને લાગે કે જે લોકો સાચા દિલથી માને છે કે આપણે મનુષ્ય છીએ. આપણાં નખદાંત અનાજને માટે છે. ઈશ્વરે માનવ બનાવ્યાં તો આપણે એવી ચીજો છોડીએ. કાયદાથી કોઈ ઉકેલ આવવાનો નથી. ચા કેટલી બધી નુક્સાનકારક છે ? તમે પહેલાં તૈયાર થાઓ. કાયદો પાછળ આવે તેમ કરો, વ્યસનો છોડો. ખોરાક સુધારો. ખેતીનો સવાલ અટપટો છે. વ્યક્તિગત સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૩૭