________________
મુનિશ્રી સંતબાલજી આપણા જિલ્લામાં પ્રવાસ કરી રહ્યા છે. આપણા પ્રશ્નોમાં રસ લીધો છે. દારૂનિષેધ માટે મઢી-વ્યારાના વેપારીઓ પાસે ગોળ બંધ કરાવ્યો છે. કૉંગ્રેસ કાર્યકરો રચનાત્મક કાર્યક્રમોમાં ભળે ત્યારે ખૂબ કામો એકબીજા અરસપરસ મળીને થાય તે માટે પ્રયત્ન કર્યો. તેવી જ રીતે પછાત વિભાગમાં રાનીપરજ કામો ચાલે છે તે જોવા પ્રયત્ન કર્યો. જંગલ મંડળીઓનાં કામ જોવા માટે ચાર દિવસ લઈને જંગલ વિસ્તારમાં ફર્યા. જ્યારે તેમણે ઊકાઈની વાત સાંભળી ત્યારે કાર્યક્રમમાં ફેરફાર કરીને પણ સમય આપ્યો છે તે ખુશીની વાત છે. તેમની પાસેથી થોડું જાણવા જેવું છે. તેઓ માને છે કે દરેક કામો ધર્મ-બુદ્ધિથી ચાલવાં જોઈએ. સ્વચ્છતા અને નીતિ મુખ્ય હોવાં જોઈએ. કામોમાં જરાય મેલ ના પેસવો જોઈએ. એ રીતે તેઓ ભલાઈનાં કામો કરે છે. શ્રમની સાથે ખેતીનો પણ વિચાર કરવો. ખેડૂતોએ પણ પોતાનાં સંગઠનો કરવા જોઈએ જેથી પોતે સુખી થાય. આર્થિક રીતે તો ખરું જ રાજદ્વારી રીતે પણ પોતાના અવાજનું વજન પડે તે માટે પણ સંગઠનની વાત કરે છે. તેઓએ આગળ પણ કહ્યું છે. તેમની વાતો સાંભળવા જેવી છે. તેમણે જે શ્રમ લીધો છે તે બદલ આનંદ વ્યક્ત કરું છું. ૫. સંતબાલજી :
તમને સૌને મળીને મારો સંતોષ વ્યક્ત કરું છું તે કારણ કે અહીં પહેલાં વેપારીઓ આવતા. મજૂરો અને શ્રીમંતો વચ્ચે મોટી બજાર હતી. માત્ર આર્થિક નહિ સામાજિક પણ હતી. સ્વરાજય આવ્યા પછી ખેર સાહેબે રાજયમાં રહીને આ નવો વિચાર મૂક્યો ત્યારે મને ખાત્રી થઈ. સમાજ વગર સમાજરચના એટલે સમાજ જે રીતે ચાલ્યો છે તેમાંથી નવું રૂપ સર્જવું એ કંઈ સહેલું નથી. એટલે જે વાત મૂકી એ તમે ઝીલી તેથી કામ શરૂ થયું.
રાત્રો પ્રાર્થના પછી મજૂરોએ જુદાં જુદાં નૃત્યોનું મનોરંજન કર્યું હતું.
આજે બપોરના ઘાટકોપરથી સ્થાનકવાસી સંઘના પ્રમુખ હરિભાઈ, મંત્રી બચુભાઈ અને સભ્ય ....ભાઈ તથા બચુભાઈનો મોટો દીકરો આવ્યા હતા. સોનગઢથી અહીં આવવા વહાણની સગવડ કરી હતી. તેઓ નદી ઓળંગી આવી ગયા. ચાતુર્માસ અંગે વાતો થઈ. નરભેરામભાઈ જે સંઘમાં સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૭પ