________________
બે બોલ પૂ. મુનિશ્રી સંતબાલજીની વિહારયાત્રા એ એક પ્રકારની ધર્મયાત્રા છે, સામાજિક ક્રાંતિ તેમણે જે ખેડી તે તેમના રોજેરોજના જીવન પ્રસંગોમાં જોવા મળે છે.
પગલે પગલે સાવધ રહીને
પ્રેમળતા પ્રગટાવ્યે જા.” આ ગીતનો અર્થ શોધવો હોય તો તમને તેમની વિહારયાત્રાઓમાંથી મળી રહેશે.
આ ડાયરીનું મૂલ્યાંકન વાચકો કરશે ત્યારે તેમને બે પ્રદેશો - ગુજરાત અને મહારાષ્ટ્રની સંસ્કૃતિ જોવા મળશે.
બે ચાતુર્માસ - આદરોડા અને ઘાટકોપર - એક ગામડું એક મહાનગર - બંનેની પ્રજાની ભક્તિ જોવા મળશે. આ દરોડા રજપૂતકેન્દ્રી, ઘાટકોપર વણિકકેન્દ્રી...
ગુરુ અને શિષ્યનાં ચાતુર્માસ - ગુરુદેવનું બોરીવલીમાં, સંતબાલજીનું ઘાટકોપરમાં જોવા મળશે.
અને સૌથી મોટી વાત તો તેઓ પ્રજાને કોઈ ને કોઈ સમાજોપયોગી પ્રવૃત્તિમાં જોડવા ઇચ્છે છે. ભાલમાં હતા તો ગ્રામસંગઠન – શહેરમાં આવ્યા તો પ્રાયોગિક સંઘ અને માતૃસમાજ - આ એમની પ્રજાઘડતરની કુનેહ છે.
મહારાષ્ટ્રના ઝડપી પ્રવાસમાં એક તો થોડી ભાષાની મુશ્કેલી તેમ છતાં ભાવ પકડ્યો છે. ટૂંકી લખાઈ છે.
આ છાપેલી ડાયરી વાંચવા જેટલો સમય મને રહ્યો નથી, પરંતુ ડાયરીનું સંપાદન પ્રારંભથી જ મનુભાઈ કરે છે, અને તેઓ પણ મારી ગેરહાજરીમાં અવારનવાર મહારાજશ્રીની વિહારયાત્રામાં છેકથી રહેતા આવ્યા છે, એટલે વિગતો જાણે છે. તેમની ક્રાંતિની દષ્ટિ સમજીએ. તેમના ચરણોમાં વંદના સાથે...
- મણિભાઈ બા. પટેલ
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું