________________
સંગીત ગાતાં હતાં. અમારામાંથી અદેસિંગભાઈએ લોકગીતનો તેમને કાર્યક્રમ આપ્યો તેમને ખૂબ ગમ્યો.
ગુફાઓ ઘણી છે. ઉપર પાણીની વ્યવસ્થા છે. ત્યાંથી ગાંધીપાર્ક આવ્યા. ઊંચા ટેકરા ઉપર એક ઘુમ્મટવાળું સ્થાન બનાવ્યું છે. ચારેબાજુ લીલોતરી દેખાય છે. સામે દરિયો દેખાય છે. ત્યાંથી પૂશ્રી નાનચંદ્રજી મહારાજના દર્શને ગયા. તેમણે સંતબાલજીના ઘણાં વખાણ કર્યાં. ક્યાંક મતભેદ છે તે પણ જણાવ્યું. ત્યાંથી વિહાર સરોવર જોવા ગયા પણ સાત વાગી ગયા હતા. શનિવાર હતો એટલે લોકોની ઠઠ પણ જામી હતી એટલે જોયા સિવાય પાછા આવ્યા. રાત્રે સૌ જમ્યા. તા. ૨૦-૧૦-૫૮ :
સવારના આઠ વાગે નીકળ્યા. રાણીબાગમાં જાનવરો જોયાં. ત્યાંથી પાલવા ગયા. પાલવાથી મ્યુઝિયમ આવ્યા પણ મ્યુઝિયમ સોમવારે બંધ રહે છે. મચ્છઘર બંધ હતું. ધારાસભા બંધ હતી એટલે ખાવા માટે લાડવા લાવેલા તેનું અહીં ભોજન કર્યું. અહીં ભલગામડાથી પાંચ ખેડૂતો આવેલા તે મળી ગયા. તેઓ સાથે સચિવાલય જોયું. અમે પ્રેમજીભાઈને મળ્યા. તેઓ રતુભાઈ અદાણીને મળ્યા. ખાદી ગ્રામોદ્યોગ ભવન જોયું. ત્યાંથી ચોપાટી થઈ બાબુલનાથ મંદિરનાં દર્શન કર્યા. ત્યાંથી નહેરૂ પાર્ક જોવા ગયા. બાણગંગા પણ જોઈ આવ્યા. હેંગિંગ ગાર્ડન જોઈ એરોડ્રામ આવ્યા. સાંતાક્રુઝ એરોડ્રામ બહુ સારું છે. વિમાનો ચઢતાં, ઉતરતાં જોયાં. વિહાર જોવાની ઇચ્છા હતી પણ મોટર ભાડું વધુ માગ્યું એટલે બંધ રાખ્યું. રાત્રે પાછા આવ્યા. સૌ જમ્યાં. તા. ૨૧-૧૦-૫૮ :
આજે સવારે નવ વાગે શ્રી રતુભાઈ અદાણીના હાથે ભાલના ૬૩ ખેડૂત પ્રતિનિધિઓનો સન્માન ૫૫,૫૫૫ના ચેક અર્પણવિધિ કાર્યક્રમ થયો. સુંદર મેળાવડો થયો. રતુભાઈ ભાલની પ્રવૃત્તિ માટે સુંદર બોલ્યા. અંબુભાઈએ ચેકની મૂકેલ સુંદર પેટી સ્વીકારી. ફૂલજીભાઈ અને તેઓ વળતાં ઘણું સારું બોલ્યા. હરિભાઈ દોશી, દુર્લભજીભાઈ, ચીમનભાઈ પ્રા. સંઘના પ્રમુખ રતિભાઈ મહેતા વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા.
બપોરના ખેડૂતો સાથે લોકશાહી સુરક્ષા, ગામટુકડીઓ વગેરે અંગે સારી ચર્ચાઓ થઈ.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૨ ૨૭