________________ વસ્તુઓ દેખાતી નથી પણ આંખનો કેમેરો તેનો ફોટો પાડીને મન આગળ મૂકે છે તે જુએ છે. વાયરલેસની જેમ એક વિચાર ઉદ્ભવ્યો કે તેના મોજા આખા જગતમાં ફેલાઈ જાય છે. જેનું કેન્દ્ર એ પ્રકારનું જ્યાં ઉઘાડું તે પકડી લે છે. માણસ નબળી વસ્તુ પકડે, તો નબળી પકડી શકે. સારી પકડે તો સારી પકડી શકે. કુદરતે ઉપયોગી વસ્તુમાં આપી બે આંખ, બે કાન, બે હાથ, બે પગ કારણ કે અકસ્માતમાં એક તૂટી જાય તો બીજાથી કામ ચાલે. દરેક ઇન્દ્રિય એકબીજાને મદદ કરે પણ એકબીજાને સક્રિય કામ ન કરે. દાંત જીભનું ચાવવાનું કામ ન કરે, આંખ પગને બચાવી લે. દુર્ગધ હોય તો નાક શરીરને બચાવી લે પણ જોવાનું કામ કાન ન કરે, સાંભળવાનું કામ આંખ ના કરે, દરેક પોતપોતાની ફરજ બરાબર બજાવ્યા કરે. મગજ કેટલું બધું સંગ્રહ કરે છે ! આખી જિંદગીમાં જે જોયું હોય, જે સાંભળ્યું હોય, જે મોઢે કર્યું હોય તે બધામાંથી તમે જેની ચાંપ દબાવો તે જ નીકળી આવે. બીજા બંધ રહે. અણુબોમ્બ કરતાંય આ પરમાણુની તાકાત વધારે છે. તેને જોવી જોઈએ. આપણે એનો વિચાર નથી કરતાં પણ આટલા મોટા જગતમાં દેશ એક ખોબા જેટલો, તેમાં તમારું ગામ ટપકા જેવડું છે અને તેમાં તમો તો એક નાના અણું જેટલા. છતાં માનો કે હું મોટો, હું એટલે કોણ ? અભિમાનનો પાર નહિ. વિજ્ઞાન ગમે તેટલી શોધ કરે, લોહી અને વીર્યનું ટીપું ના બનાવી શકે. બનાવે તો પણ એમાં જે સજીવ પરમાણુઓ છે તે તો બનાવી જ ન શકે. માણસે બહારનું વિજ્ઞાન શોધ્યું છે. તે ઉપલોચન અને બુદ્ધિથી પણ આધ્યાત્મિકતા અને અંતરમનથી એ બધાં શોધ્યાં નથી. જો એ રીતે શોધાયાં હોત તો વિજ્ઞાનનો દુરુપયોગ ના થાત. સવારની પ્રાર્થના પછી મોટા ગુરુદેવે આદતો વિશે સુંદર કહ્યું હતું. ઘણાને જુદી જુદી ટેવો પડી હોય છે. બે માણસો બોલતા હોય ત્યાં જઈને ઊભા રહે. કેટલાંક સાંભળે નહિ પણ જે કરીએ તેનાથી જુદું બોલવા મંડી પડે. કેટલાક એવા હોય છે કે ઇચ્છીએ નહિ તો પણ વાતો બંધ કરે નહિ એવા વાતોડિયા હોય. કેટલાકને હાથ ફેરવવાની ખાસ આદત હોય, કોઈને ઢીંચણ હલાવવાની ખાસિયત હોય, કોઈને લડવાની, કોઈને ક્રોધ કરવાની. પણ આ બધાનો વિચાર ના કરે, જૈન શાસ્ત્રમાં આલોચના કહી છે. ટેવોનો 204 સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું