________________
એકેય જીવી શકે નહિ, પણ રુકાવટો થયા કરે છે. એટલે મને લાગ્યા જ કરે છે કે, આથી વધારે તપ કરવું જોઈએ. આ તો એક રીતે ધર્મનું જ કામ છે.
જો એ જ થાય તો પછી જીવન જીવવાનો શો અર્થ છે ? વગેરે આંચકો લાગે તેવી વાતો કરી. સૌ મૌન રહ્યા. ૧૧મીએ પ્રવાસ કરવો એ જોખમ છે. ચૂંટણીમાં કાંઈ વાંધો નહીં વે. આપ નિશ્ચિત રહો. અંબુભાઈએ કહ્યું, હું શામળાજીનો કાર્યક્રમ બંધ રાખું છું અને તા. ૩જી પછી અહીં જ આવી જઈશ. નાનચંદભાઈએ પણ કેટલાક કાર્યક્રમ રદ્દ કરી ચૂંટણીના જ કામમાં લાગી જવા જણાવ્યું. મહારાજશ્રીના મન ઉપર સંતોષની લાગણી દેખાઈ. સૌ છૂટા પડ્યાં. કુરેશીભાઈ બપોર પછી આવ્યા. જયંતીભાઈ ૧૨ના મેલમાં આવ્યા હતા. બન્નેએ મહારાજશ્રી સાથે વાતો કરી. કુરેશીભાઈ પ્રાર્થના પછી ગયા. તા. ૧-૨-૫૭ :
સવારના પ્રાર્થના પછી ફરી જયંતીભાઈ સાથે વાતો કરી. રાત્રે જરા ઉગ્રતા આવી ગઈ તેને યાદ કરી સ્વભાવ-સુધારા તરફ ધ્યાન દોર્યું. આપણી સ્વમાનની લાગણી એટલી ઊંચી માપી લઈએ છીએ કે જે પછી અભિમાનમાં પરિણમે છે અને અતડાં પડી જઈએ છીએ. આપણે કામ કરી બતાવીને પછી વાતો કરવી જોઈએ.
આજે માલિશ સ્પંજ કર્યું. એનિમા લીધો. જૂજ ઝાડો આવ્યો. સવારમાં બાબુભાઈએ કહેલું કે, હમીરપગી મહાત્મા તરફ પ્રચાર કરવાના છે. મહાત્માએ બોલાવી બધાને લાડવા ખવડાવ્યા. બીજી કંઈક લાલચો પણ આપી હશે, એટલે આગેવાનો કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરવા તૈયાર થયા છે. બાબુભાઈ તેજા પાસે જઈ આવ્યા પણ માનેલું નહિ. આથી ભીમજીભાઈ મોટર લઈને અડવાળ ગયા. ત્યાંથી હમીરને લઈ બીજા આગેવાનોને લઈ રાત્રે સાડા દસે ભલગામડા આવ્યા. સવારના મોટર મોકલી બીજા ચુંવાળિયા આગેવાનોને બોલાવ્યા. એ લોકોએ ઘરમેળે મસલતો કરી. તા. ૨-૨-૫૭ :
ચુંવાળિયા આગેવાનો બપોરના ત્રણ વાગે મહારાજશ્રી પાસે આવ્યા. તેમને સંકોચ તો ઘણો થયો. મહારાજશ્રીએ પ્રથમ પ્રશ્ન કર્યો : “તમને મારા ઉપર વિશ્વાસ છે કે નહીં ?' જવાબ “હા”માં મળ્યો. એ શું પૂછ્યું. જો ૩૬
સાધુતાની પગદંડી પુસ્તક - છઠું