________________
હા હોય તો શા માટે વિશ્વાસ છે તે પૂછ્યું. તેઓ થોડા અચકાયા. પછી વાતો આગળ ચાલી. મહારાજશ્રીએ શરૂથી આખો ઇતિહાસ સમજાવ્યો. મૂળ તમે રાજવંશી લોકો પણ છેલ્લે છેલ્લે ઊતરી ગયા અને આ પરિસ્થિતિમાં આવી પડ્યા. હવે ફરી પ્રતિષ્ઠા સ્થાપિત કરવી પડશે. એ ભાઈઓને અસંતોષ હતો કે અમારો વર્ગ ઊભડ છે. તેની રોજીનું કોઈ જોતું નથી. તેને પછાતમાં મકવો જોઈએ. બીજા કારણે આપના ઉપવાસ છૂટશે ત્યારે કહીશું એમ કહ્યું. પછી મહારાજશ્રીએ તેમને સૌરાષ્ટ્રમાં સાયલા, પાણીસણાનાં સંમેલનનો ખ્યાલ આપ્યો. રસિકભાઈ અને રતુભાઈની હાજરી હતી. રાજ્યના પગારથી પોલીસની નોકરીએ આપણા ભાઈઓને કામે લગાડવાનું અહીં પણ ખેડૂત મંડળ પ્રયત્ન કરી રહ્યું છે. ગણોતધારા શુદ્ધિપ્રયોગ કોને માટે છે ? વધુ જમીન ફાજલ પાડી ઊભડોને આપવાનો આપણો પ્રયત્ન છે. કૉંગ્રેસ આપણી છે, છતાં તેની સરકાર સામે લડીએ છીએ. એ લડવાની આપણી રીત જુદી છે. સરકારે હમણાં જ મજૂરોના દરો નક્કી કર્યા છે. ગ્રામઉદ્યોગો માટે પ્રયત્ન થાય છે. આ બધું શું છે? કૉંગ્રેસ સિવાય આપણું કાયમી ભલું કોણ કરી શકવાનું છે.. વગેરે વાતો થઈ. તેઓને લાગ્યું કે અમારી ભૂલ તો થઈ છે. હવે એવું નહિ કરીએ. કોંગ્રેસને જ વૉટ આપીશું પણ તેમણે કહ્યું દ્વારકાદાસભાઈને રૂબરૂ મળીને અગર લખીને ખુલાસો કરી નાખવો જોઈએ કે જેથી તેઓ દ્વિધામાં ન રહે. વળી તેમાં ૧૫ ફેબ્રુઆરી આસપાસ કોરડા મુકામે એક સંમેલન પણ ભરશે, ત્યારે કુરેશીભાઈ પણ હાજર રહેશે. તા. ૩-૨-૫૭ :
આજે હમીર પગી અને મહંત દ્વારકાદાસભાઈને ખુલાસો કરવા ગયા. આજે ખીમજીભાઈ પણ ગયા છે. મહારાજશ્રીને આજે નવમો ઉપવાસ છે. સ્કૃર્તિ સારી છે. નબળાઈ છે. વજન ૧૩૧ થયું છે. એનિમા લીધો. ઝાડો બહુ જ થોડો આવ્યો. પેશાબ ઠીક રીતે આવે છે. પાણી પીવાય છે. આજે મહારાજશ્રીએ થોડાં કપડાં ધોયાં. બપોરની ગાડીમાં અમદાવાદથી નંદલાલભાઈ, લક્ષ્મીચંદભાઈ, મણિભાઈ ઉજમ અને ડૉ. રણછોડભાઈ મહારાજશ્રીની ખબરઅંતર જાણવા આવ્યાં. મળ્યાં. આ બાજુનો મેવો (પોંક) ગામલોકોએ ખવડાવ્યો. રાતની ગાડીમાં દેવીબહેન, બાળકો અને હરિવલ્લભભાઈ આવ્યાં. ટ્રૉલીમાં અંબુભાઈ, નાનચંદભાઈ, નવલભાઈ અને સુરાભાઈ આવ્યા. પ્રાર્થના પછી મહારાજશ્રીએ થોડી વાતો કરી. ......... સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૩૭