________________
ભૂદાન શિબિર બે દિવસ પહેલાં ભરાયેલી ત્યારે મહારાજશ્રીના ઉપવાસ સંબંધી વાતો થયેલી. ખાસ કરીને માત્ર વિશ્વ વાત્સલ્યના લખાણથી ઉપવાસનાં પગલાંનો કોઈને ખ્યાલ આવતો નથી. વળી, કેટલાક આગેવાનોને પૂર્વગ્રહ જેવું થઈ ગયું છે.
આપણી વિચારસરણીમાં ક્યાંક દોષ છે અથવા તો આપણે સમજાવી શકતા નથી. નહિ તો બે ઉપવાસથી લોકો ખળભળી જાય તેને બદલે ૧૪ ઉપવાસ થાય અને કોઈનું પાણી નથી હાલતું તેનું કારણ શું ? વગેરે વાતો થઈ મહારાજશ્રી કંઈક ખુલાસો કરવા જતા હતા પણ સૌએ રોક્યા અને ચર્ચા બંધ રાખી કારણ કે મહારાજશ્રીને બોલવામાં અશક્તિ લાગતી હતી. પણ બીજે દિવસે તેમણે અમારી વાતોમાં જવાબ આપેલો કે આ ઉપવાસ સંબંધમાં ન સમજાવી શકાય અથવા ન સમજી શકાય તેનું કારણ આપણાં કાર્યકરોમાં દરેક વિચારના કામ કરનાર ભાઈ-બહેનો છે. આવું જ દેશમાં હોય છે અને તેવા વખતે બધાંને સાથે રાખી કામ લેવાનું હોવાથી આવું તો બનવાનું. તા. ૪-૨-પ૭ :
સવારની ગાડીમાં બધા મહેમાનો ગયા. કુરેશીભાઈ સવારના મોટર લઈને આવ્યા. હરિભાઈ સાથે હતા. ચૂંટણીના વાતાવરણનો ખ્યાલ આપ્યો. અંબુભાઈ, નાનચંદભાઈએ કઈ બાજુ જવું તે નક્કી કરીને સાથે જ ગયા. મહેમાનોને મોટર તગડી સ્ટેશને મૂકવા ગઈ. રસ્તામાં ટાયર ફાટી ગયું એટલે બધાં કુરેશીભાઈ સાથે જ ગયા. ભીમજીભાઈ પણ ગયા.
આજે દેવીબહેને પોતાનો ચાર્જ સંભાળી લીધો. પ્રાર્થનામાં ભજન તો તેઓ બોલે જ છે. ઉપરાંત સાફસૂફી, મહારાજશ્રી સમક્ષ ૧૦ થી ૧૧ વાંચન કર્યું. ડૉ. રણછોડભાઈએ મહારાજશ્રીને તપાસ્યા. તબિયત સારી લાગી. બે દિવસથી પીઠમાં દુ:ખાવો થાય છે, અશક્તિ આવી છે, બાકી ર્તિ ઠીક છે.
બપોરના ટપાલ અને છાપું દેવીબહેને વાંચી સંભળાવ્યું. ત્યારબાદ વાંચનમાં એક પ્રશ્ન આવ્યો હતો. તેની ચર્ચા તે વખતે થયેલી. તેનો ખુલાસો મહારાજશ્રીએ બપોરના કર્યો હતો. મેં કહ્યું હતું કે બાપુના સંબંધી ‘નવજીવન’ કે બાપુ સિવાયના બીજા લેખકો જે કંઈ લખે, તે અધિકારવાળું ગણાય. સાચું મૂલ્યાંકન ન પણ હોઈ શકે.
૩૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું