________________
મહારાજશ્રીએ કહ્યું કે, ઘણી વાર તમે કંઈ વાત કરો છો તેની સામે કોઈ દલીલ કરે તો અટકી જાવ છો. તે બરાબર નથી. જવાબ આપી શકીએ તેટલી સમજ કેળવવી જોઈએ. તેવી રીતે પુસ્તક ગમે તેણે લખ્યું હોય, અને ગમે તેવું લખ્યું હોય તો પણ તેમાંથી સાર તારવતાં આવડવો જોઈએ.
બીજી વાત એ આવી કે, બાપુ પાસે ફરિયાદ આવી કે રાજયસત્તા ઉપર અંકુશ રાખી શકે તેવો કોંગ્રેસ પ્રમુખ હોવો જોઈએ કારણ કે જે પ્રમુખ હતા તેમનું પંડિતજી માનતા નહોતા. કારોબારીએ બાપુની સલાહ લીધી. બાપુએ નરેન્દ્ર દેવના નામનું સૂચન કર્યું. પંડિતજીએ ટેકો આપ્યો પણ કારોબારીને ગમ્યું નહિ. કારોબારીએ સરદાર અને પંડિતજીની સલાહ લઈ, રાજેન્દ્રબાબુનું નામ સૂચવ્યું. તે મંજૂર થયું. આ પ્રશ્ન ઉપર અમારે ચર્ચા ચાલી. બાપુનું કહ્યું ના માન્યું એમ થયું ને ? મહારાજશ્રીએ કહ્યું, “મારી સમજણ પ્રમાણે નરેન્દ્ર દેવનું ગ્રુપ, ચાલતો સમાજવાદી, હજુ પણ વિકાસકાર્ય કરવામાં આગળ હતું અને અન્ય સંસ્થાને તે માન્ય હતું જ્યારે રાજયને અને બીજા વર્ગને અનુકૂળ રાજેન્દ્રબાબુ હતા. બાપુએ છેવટે તેમને મંજૂર રાખ્યા.”
આ ઉપવાસનાં કારણો અને યોગ્યતા અંગે ઠીક ચર્ચા થઈ. દયાનંદ સરસ્વતી એ ક્રાંતિકારી પણ સામાજિક, ધાર્મિક અને આર્થિક વાતને નહોતા અડ્યા. બાપુ વખતે ગુલામી હતી અને કૉંગ્રેસ જેવી સંસ્થાનું બળ મળ્યું એટલે તેઓ વ્યાપક બન્યા. આજે પાછું આપણે કોંગ્રેસ ગામડાં, રચનાત્મક કાર્યકરો અને સાધુ-સંતો એ બધાને સાંકળીને કામ કરીએ છીએ. એટલે ગળે ઊતરવું મુશ્કેલ લાગે છે. ગામડાં ભલે થોડાં પણ સમજયાં તો છે જ.
બાબુભાઈ મોદી મહારાજશ્રીને ત્રણેક વાગે મળવા આવ્યા. તેમણે દ્વારકાદાસભાઈ ઊભા રહેવા જ માગે છે. કારણ કે તેમને અમુક દોરવણી મળે છે. એને મળીને બેસી જવા સમજાવવાનો કોઈ અર્થ નથી રહેતો વગેરે વાતો કરી. મહારાજશ્રીને મન વ્યક્તિગત મહાત્મા તરીકે કંઈ ન હોય, પણ તેમના ભલા માટે પણ બેસી જવાની ઇચ્છા હોય અને પગ ભારે ન થઈ જાય, તેટલા માટે સહજ રીતે તેમના મિત્ર તમો છો તો પ્રેરક રાહે એટલા પૂરતું સમજાવવાનું રહે, બાકી તો ઊભા રહેવાનો દરેકને હક્ક છે. તા. ૮-૨-પ૭ :
પરોઢના ઊઠી હાથ મોઢું ધોઈ મને ગરમ પાણીની કોથળીની સૂચના આપી. બાદમાં પ્રાર્થના પછી એનિમામાં એરંડિયું નાખીને લેવાની ઇચ્છા બતાવી. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું