________________
પ્રવાસમાં સાથે હતાં. નાનચંદભાઈ આગળથી જાળિલા આવી ગયા હતા. લોકોએ સ્વાગત કર્યું. રાત્રે સભા થઈ. સારી સંખ્યામાં લોકો આવ્યા હતા. તા. ૨૩-૧-૫૭ : પોલારપુર
જાળિલાથી નીકળી પોલારપુર આવ્યા. અંતર આઠ માઈલ હશે. ઉતારો સ્વામીનારાયણ મંદિરમાં રાખ્યો. આગેવાનોએ સ્વાગત કર્યું. વચ્ચે ચંદરવા અને વેજલડા વગેરે ગામો આવ્યાં. રાત્રે જાહેર સભા થઈ. તેમાં ગ્રામસંગઠન અંગે કહેવાયું. દિવસના ચુડાસમા આગેવાન ગુલાબસિંહ અને ડેલીવાળા મળ્યાં. અહીં સહકારી જિન થાય છે. તેની મિટિંગ હતી. તેમાં તેઓ આવ્યા હતા. તેમણે સૂચવ્યું કે ખેડૂત મંડળનું ધંધૂકા જિન અને આ જિનનો સમન્વય થાય તો સારું કારણ કે ગામડે-ગામડાં હરીફાઈ કરે તો સહકારી પ્રવૃત્તિ વિકસે નહિ. મહારાજશ્રીએ કહ્યું, “સારો વિચાર છે. એક વાર મુખ્ય કાર્યકરો સાથે બેસીને વિચારી લો. આપણે વિકેન્દ્રિત વ્યવસ્થા જ વિચારીએ છીએ. નેતાગીરી ભલે જુદી રહે પણ ગ્રામસંગઠનના નિયમો સ્વીકારાય તો છેવટે સૌને લાભ થશે. ત્યારબાદ ગરાસદાર વર્ગ અને કૉંગ્રેસ વિશે વાતો ચાલી. મહારાજશ્રીએ કહ્યું, “હવે કોંગી મંડળો વિખેરી નાખવા જોઈએ. પ્રશ્ન થયો, “તો પછી બીજા મંડળો છે, તેનું શું ?' મહારાજશ્રીએ કહ્યું, “જે વર્ગ પછાત છે, તેને થોડા વખત માટે અલગ પ્રતિનિધિત્વ આપવું પડશે. કેટલીક સગવડો આપવી પડશે. કોઈ ઠેકાણે મંડળો પણ ચલાવવાં પડશે પણ શિક્ષિતો જે મંડળો ચલાવે છે તેમાં સ્થાપિત હિત અને રાજકીય લાભો જ મુખ્ય કામ કરે છે એટલે હું કહું છું કે તમે સીધાં કૉંગ્રેસમાં ભળો પણ ખેડૂત મંડળ મારફત. કૉંગ્રેસમાં જાઓ. ગરીબાઈ બધે હશે, પણ અભિમાનની વૃત્તિ ગઈ નથી, તે કાઢવી પડશે.” વગેરે વાતો કરી.
ભલગામડામાં તા. ૨૬-૧-૫૭ થી તા. ૮-૨-૫૭ સુધી ૧૪ દિવસના ઉપવાસ પર મહારાજશ્રી ઊતર્યા. તેના પ્રથમ દિવસનું પ્રાર્થના પ્રવચન. તા. ૨૪-૧-૫૭ થી તા. ૨૧-૨-૫૭ સુધી : ભલગામડા
પોલારપુરથી નીકળી ભલગામડા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો જગ્યાના ઉતારામાં રાખ્યો. ગામના વિદ્યાર્થીઓએ મોટેરાંઓએ, બહેનોએ, સૌએ વાજતે-ગાજતે સ્વાગત કર્યું. બહેનોએ ગીતો ગાયાં, બાળકોએ ધૂન ગાઈ. મહારાજશ્રીએ આવીને પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે ભલગામડા
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૩૩