________________
લોકોએ ભજનમંડળી સાથે સ્વાગત કર્યું.
બપોરના આજુબાજુના ગામલોકોની સભા થઈ હતી. તેમાં ઇન્દ્ર દેસાઈએ તાલુકાની સામાન્ય ખ્યાલ આપતાં જણાવ્યું કે આ ગામ માંગરોલ તાલુકાનું છે. આ તાલુકો રાજપીપળા સ્ટેટ અને ગામ કવાંટ સ્ટેશનથી વહેંચાયેલો હતો. પછાત વિસ્તાર છે. સામ્યવાદી પ્રવૃત્તિ કિસાન સભાના નામેય સારી એવી વિકસેલી છે. ઇન્દુલાલ યાજ્ઞિકે આ વિસ્તારમાં કામ કર્યું છે. હાલમાં લોકોનો અસંતોષ ફેલાયો છે. બીજી બાજુ ગણોતધારો આવ્યો ત્યારથી જમીનદારોએ ગણોતિયા પાસેથી જમીનો પડાવી લીધી છે. એફિડેવિટ કરીને પડાવી લીધી છે. બહુ ઓછા ગણોતિયા રહ્યા છે. જયારે ખરા માલિકો આદિવાસીઓ છે. સહકારી મંડળી ઘણી છે. જંગલ સહકારી મંડળીઓ ત્રણ છે. એ લાખોનાં કામ કરે છે.
અહીંયાં કન્યા છાત્રાલય છે. વેડછીની રાનીપરજ સેવા સભા તેનું સંચાલન કરે છે. આ સેવાસભા સૂરત જિલ્લામાં અઢાર છાત્રાલય ચલાવે છે. તા. ૧૯-૧૨-૫૭ : વાંકલવાડી જંગલ મંડળી
ઇસંડપુરથી નીકળી વાંકલવાડી આવ્યા. સૂરત જિલ્લાના પ્રવાસમાં ઘણું નિરીક્ષણ કરવાનું મળ્યું. જુગતરામભાઈ અને તેમના સાથીઓના પછાત વર્ગના ઉત્થાનના પ્રયત્નો ઠેર ઠેર જોવા મળ્યા. એમનાં આશ્રમોમાં બાળકોને સંસ્કાર શિક્ષણ ઉપરાંત તેમના સમાજ જીવનને સ્પર્શતા અનેક પ્રશ્નોમાં કાર્યકરો રસ લઈ રહ્યા છે. રાનીપરજ સેવાસભાના સંચાલન તળે બધાં આશ્રમો ચાલે છે. લગભગ ચાલીસેક જંગલ મંડળીઓ પણ સેવાસભા ચલાવે છે. અને એ દ્વારા કોન્ટ્રાક્ટરો જે વધુ નફો લઈ જતા હતા તે પછાત પ્રજામાં વહેચાય છે. તેમને મજૂરી પણ સારી આપવામાં આવે છે. સંસ્થાઓ અનેક જગ્યાએ ચાલતી હોય છે પણ સંસ્થા કરતાં સંસ્થાના પ્રાણ જયાં ચારિત્ર્યશીલ અને સંયમી હોય છે ત્યાં તેનું કામ પણ દીપી ઊઠે છે. આશ્રમોમાં સામાન્ય રીતે સવારમાં ઘંટ વગાડીને બાળકોને જગાડવામાં આવે છે પણ અહીં વહેલી સવારે બહેનો-ભાઈઓ ઝાંઝ-પખવાજ-મંજિરા સાથે મધુર કંઠે ભજનો ગાતાં સરઘસ આકારે આશ્રમમાં ફરી વળે છે. ઊંઘતાં માનવીને સુમધુર શબ્દો આળસ ખંખેરી નાખવા માટે ઘણી સારી પ્રેરણા આપે છે.
આ જિલ્લામાં હળપતિ, ચૌધરી, ગામીત, વસાવા, ભીલ, કોટવાળિયા એમ અનેક પછાત જાતિઓ બહુ મોટી સંખ્યામાં વસેલી છે. તેના થોડાક ૧૪૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું