________________
જઈને રાત્રે શિયાળ ગયાં અને બીજે જ દિવસે આમ બન્યું. એટલે મહારાજશ્રી અને અમોને બધાંને શંકા થઈ કે કદાચ આપઘાત કર્યો હશે.
તા. ૮-૧૦-૫૭ :
આજે કેટલાક કાર્યકરો અને આગેવાન ખેડૂતોને મહારાજશ્રીનું મહારાષ્ટ્ર તરફ પ્રયાણ અંગે અને બીજી પ્રવૃત્તિ અંગે વાતચીત કરવા બોલાવ્યા હતા. સવારમાં તારાબહેનના મૃત્યુ અંગે વિશ્વવાત્સલ્યમાં જે નોંધ લખી છે તે અંગે ચર્ચાવિચારણા થઈ.
બપોરના કાર્યકરોની સભા થઈ. તેમાં મહારાષ્ટ્ર જવા અંગે વાતો ચર્ચા થઈ. કેટલાંકે તરફેણ કરી, કેટલાંકે વિરોધ કર્યો. ચર્ચામાં મુખ્યત્વે એમ જણાવ્યું કે આજે અહીંના કૉંગ્રેસીઓની સ્થિતિ એવી છે કે તેઓ ગ્રામસંગઠનનો જ વિરોધ કરે છે. હવે તો એના કાર્યકરોનો વ્યક્તિગત મુકાબલો ક૨શે. દરેક રીતે પ્રતિષ્ઠા તોડવા, શિસ્તભંગના પગલાં લેવાં જેવા બહાના શોધવા અને મંડળનું અસ્તિત્વ જોખમાય તેવા પ્રયત્નો કરે તેવો સંભવ છે. તે વખતે આપની હાજરીની ખૂબ જરૂર પડે. બીજી બાજુ સાધુ ચલતા ભલા એ ન્યાયે પણ બીજે પ્રવાસ થાય એ જરૂરી છે. કુરેશીભાઈ, જયંતીભાઈ, ફૂલજીભાઈ વગેરેએ ભાગ લીધો હતો.
છેવટે સૌએ મહારાજશ્રીને મહારાષ્ટ્ર જવાની સંમતિ આપી. મંડળના બંધારણમાં કેટલાક સુધારા કરવા વિશે ફૂલજીભાઈએ ચર્ચા કરી. હું બીજે દિવસે તા. ૯-૧૦-૫૭ કરજણ આવવા નીકળ્યો.
તા. ૮-૧૧-૫૭ :
આદરોડામાં ચાતુર્માસ પૂરા થવાના, આજે તા. ૭મીએ છેલ્લો દિવસ હતો. રાત્રે બહેનો-ભાઈઓ સારી સંખ્યામાં આવ્યા હતાં. પ્રથમ છોટુભાઈએ પ્રાયોગિક સંઘના મંત્રી વતી ગામલોકોએ પ્રેમથી આમંત્રણ આપેલું અને ગામે સાંગોપાંગ પાર પાડ્યું. મહેમાનોનું જે પ્રેમથી સ્વાગત કર્યું, સગવડ કરી તે બદલ સંઘ વતી આભાર માન્યો. ખાસ કરીને પથાભાઈના કુટુંબે જયાબા, જશોદાબહેન, ગોવિંદભાઈ વગેરે જે ભક્તિ બતાવી, ઘરને ધર્મશાળા બનાવી અને ચાર માસ ખડે પગે ચોકી કરી તે બદલ ખાસ ઉલ્લેખ કરી સંતોષ વ્યક્ત કર્યો. ગામના બીજાં ભાઈઓ અને બહેનોએ પણ જે ભક્તિ બતાવી તેનો આભાર માન્યો. ચોમાસા દરમ્યાન દેશના આગેવાનો અને સારા સારા માણસો મળવા આવ્યા હતા, તેનો લાભ ગામને મળ્યો.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૦૨