________________
હળપતિ બહેનો માથું સુંદર ઓળે છે. લાંબો ચોટલો અને ફૂલ બકુલ નાખે છે. સ્વચ્છ લાગે છે. મહારાષ્ટ્રની અસર હશે. રંગોલી કાઢવાનો રિવાજ પણ છે. બહેનો કછોટો વાળે છે.
વાલોડમાં જમીનદારો વધારે છે. રાત્રિ પ્રવચનમાં જમીન નીતિ અને કૉંગ્રેસ વિશે કહેવાયું હતું. મુંબઈના માજી મેયર શ્રી ગણપતિશંકર દેસાઈ સહેજે આવેલા. તેઓ પણ સભામાં હાજર રહ્યા હતા. મહારાજશ્રીને મળતાં તેમને ઘણો આનંદ થયો. સવારમાં વળાવવા પણ આવ્યા હતા. તા. ૩૧-૧૨-પ૭ : વેડછી
વાલોડથી વેડછી આવ્યા. અંતર બે માઈલ હશે. આશ્રમવાસીઓ ઠેઠ વાલોડ સુધી વહેલી સવારે સ્વાગત માટે આવી ગયા હતા. ચીમનભાઈ ભટ્ટ પણ આવેલા. વાતો કરતાં કરતાં આવ્યાં. આશ્રમને નાકે આશ્રમવાસીઓએ સૂતરની આંટીથી સ્વાગત કર્યું હતું. આશ્રમ લગભગ ૨૪ એકરમાં છે. ખેતીની (૬૦ એકર) જમીન છે. ઘણી સુધારણા ચાલી રહી છે. એક કૂવો મોટો કર્યો છે. તેની ઉપર મશીન દ્વારા પાણી અપાય છે. કપાસ, કેળ, તુવેર, શાકભાજી વગેરે કરે છે. આશ્રમવાસીઓને નહાવા ધોવા માટે પાકો કુવો છે. તેમાં મશીન મૂકી ટાંકી ભરીને એક મોટું સ્ટેન્ડ બનાવ્યું છે ત્યાં નહાવા-ધોવાય છે. બાથરૂમો પણ છે, તેમાં નળ મૂકેલા છે.
પાયખાનાં પણ લાઈનબંધ બાંધેલાં છે. તેમાં ડોલ રાખવામાં આવી છે. તેના ઉપર માટી નાખવાની હોય છે. પેશાબની અને મળની ડોલો એક ઠેકાણે નાખી ખાતર તૈયાર કરવામાં આવે છે. કપડાં ધોવાનું પાણી અને બીજું ગંદું પાણી એક ખેતરમાં જાય છે. તેમાં એક પ્રકારનું ઘાસ વાવ્યું છે, તે બારેમાસ કાપી શકાય છે. સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. ગમે તે જગ્યાએ થુંકવું, નાક સાફ કરવું, પેશાબ કે જંગલ જવાનું હોતું નથી. દાતણ પણ ચોક્કસ જગ્યાએ બેસીને જ કરી શકાય. વેડછી આશ્રમવાસીઓ સમક્ષ પ્રાસંગિક વ્હાલા આશ્રમવાસીઓ,
તમારા બધાંને પ્રત્યક્ષ રીતે તો ઘણા સમયે મળવાનું થાય છે પણ તમારી વાતો તો સાંભળ્યા જ કરું છું. તમારું આ પવિત્ર સ્થળ છે. સવોદય સંમેલન વખતે ને બીજી વખત ગાંધીમેળા વખતે આવવાની કલ્પના આવેલી પણ આવી શકાયું નથી. મહારાષ્ટ્રમાં જતાં સૂરત જિલ્લા તરફ થોડો પક્ષપાત સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૬૧